________________
ઉત્સની પરંપરા
ઃ ૪૩ ?
ચિતેડમાં ગુરૂદેવની પ્રેરણાથી જીર્ણોદ્ધાર થયે હતું અને પ્રતિષ્ઠા કરવાની હતી. સંઘની વિનંતિથી આચાર્યશ્રી ચિતેડગઢ પધાર્યા અને સં. ૨૦૦૫ ના મહા વદ ૩ ના બહુ ધામધૂમપૂર્વક પ્રતિષ્ઠા કરવામાં આવી. અહીંથી શીવગંજ પધાર્યા, સં. ૨૦૦૫ નું ચાતુર્માસ શીવગંજમાં કર્યું. શીવગંજમાં સાધુઓને વેગ-વહન કરાવ્યા.
સં. ૨૦૦૬ માં સૌરાષ્ટ્રમાં પધાર્યા અને ગુરૂદેવે જે તીર્થને જીર્ણોદ્ધાર કરાવ્યું હતું તે ગિરનારજી ઉપર અંજન શલાકા-મહત્સવ કરાવી પ્રતિષ્ઠા કરાવી ને ધોરાજી પધાર્યા. સં. ૨૦૦૬ નું ચાતુર્માસ ધોરાજીમાં કર્યું. સં. ૨૦૦૭ માં ફરી પાલીતાણા પધાર્યા. તીર્થયાત્રા કરી અમદાવાદ પધાર્યા. સં. ૨૦૦૭ નું ચાતુર્માસ અમદાવાદમાં શામળાની પળના ઉપાશ્રયમાં કર્યું.
સં. ૨૦૦૮ ની સાલમાં મારવાડપધાર્યા અને સં. ૨૦૦૮નું ચાતુર્માસ કાલંદ્રીમાં કર્યું. સં. ૨૦૦૯ ની સાલમાં તખતગઢ પધાર્યા. સંઘની વિનતિથી અહીં ચાતુર્માસ કર્યું. આચાર્યશ્રીના ઉપદેશથી શા પુનમચંદ જેરૂપજીએ શત્રુંજયને એક હજાર માણસને સંઘ કાઢ. સં. ૨૦૧૦ ની સાલમાં આચાર્યશ્રીના ઉપદેશથી શા સાકળચંદ ઉમાજી તરફથી વિસલપુરમાં ઉજમણું કરવામાં આવ્યું. સં. ૨૦૧૩નું ચાતુર્માસ ગુડાબાલોતરામાં કર્યું.
અહીં આચાર્યશ્રીને ડાયાબીટીઝને વ્યાધિ થઈ આવ્યો. પણ શ્રી સંઘની સેવા સુશ્રુષા તથા ઔષધોપચારથી શાંતિ મળી સં. ૨૦૧૧ માં પાદરલીમાં શ્રી સાંકળચંદ ભુતાછ તરફથી ઉપધાન તપ કરાવ્યા અને કેસીલાવમાં ઉજમણું કરાવ્યું,