________________
,
કારણે પાંચમના બદલે ચોથના દિવસે વાર્ષિક પર્વ સંવત્સરીની આરાધના કરી તેથી ચોથ તિથિ કારણીક કહેવાય છે. બીજું કારણ એ કે શ્રી કાલકાચાર્ય પછી ૧૦૦ વર્ષે નિશીથ સૂત્રની ચૂર્ણની રચના જિનદાસ ગણી મહત્તરે કરી છે તેમાં પણ ભાઇરવા સુદ ૪ ને અપર્વ તિથિ તરીકે કહેલ છે એટલે તેને ક્ષય માનવામાં બાદ નથી. આ બાબતમાં પૂજ્યપાદુ આચાર્ય શ્રી વિજયઉદયસૂરીશ્વરજી મ. સાથે આચાર્ય શ્રી વિજયહર્ષસૂરીશ્વરજીને વાતચીત થઈ ત્યારે પૂજ્યપાદ આચાર્યપ્રવર શ્રીમદ ઉદયસૂરિજી મહારાજ આદિએ એ વાતને સંમતિ આપી પણ ભાદરવા સુદ ૪ શ્રી કાલકાચાર્યથી સંવત્સરી પર્વ તરીકે રૂઢ હેવાથી તેને ક્ષય માનવે એ લોકવિરૂદ્ધ ગણાય તેથી ત્રીજ ચોથ ભેગા માનવા એ વાત કબૂલ કરી અને સં. ૨૦૧૪ ની સાલમાં પણ એ પ્રમાણે મનાયું.
આ રીતે શાસન પક્ષ તથા નવા પંથવાળાએ એક દિવસે સંવત્સરી પર્વની આરાધના કરી અને કાયમને માટે પાંચમના ક્ષયમાં છઠને ક્ષય માનવાનું બંધ થયું એ આચાર્ય શ્રી વિજયહર્ષસૂરીશ્વરજી મહારાજની મક્કમતાનું પરિણામ છે,
આચાર્યશ્રી સદ્દગુણાનુરાગી તથા ખૂબ સૌમ્ય સ્વભાવના શાંતમતિ હોવા છતાં પ્રસંગે શાસનના હિત માટે પરપરાગત વિચારણાની દ્રષ્ટિએ તેઓ કેવી મક્કમતા દર્શાવી શકતા તે આ પ્રસંગ ઉપરથી સિદ્ધ થાય છે.