________________
૧ ૩૨ :
હર્ષ-પ્રભા
માળની ઉપજ ઘણી સારી થઈ. શા ફેજમલજીએ ખૂબ સુંદર લાભ લીધે. સંઘમાં આનંદ આનંદ ફેલાઈ ગયે.
ઉપધાન તપની પૂર્ણાહૂતિ પછી પન્યાસજી મહારાજ ખીવાણુદી થઈ તખતગઢ પધાર્યા અને શ્રી સંઘના આગ્રહથી સં. ૧૯૮૧ નું ચાતુર્માસ પંન્યાસજીએ તખતગઢમાં કર્યું. આ ચાતુર્માસ દરમ્યાન શા જવાનમલ કસ્તુરચંદ તરફથી તખતગઢમાં ઉપધાનતપ શરૂ કરવામાં આવ્યા. અહીં ૩૩૬ ભાઈબહેનેએ લાભ લીધે. માળા પહેરામણીના મહત્સવ ઉપર આશરે નવ હજાર ભાઈબહેને આવ્યા હતા.
શા રાજમલજી પરકાજીની ભાવના કેશરીયાજીના સંઘની ભાવના હતી. તેમણે પન્યાસજી મહારાજને આગ્રહપૂર્વક વિનંતી કરી અને તેઓ શ્રી સંઘમાં પધાર્યા. સંઘમાં પન્યાસ મહારાજશ્રીની નિશ્રામાં ખૂબ આનંદ રહ્યો. સંઘના ભાઈબહેને એ ભાવપૂર્વક શ્રી કેશરીયાજી દાદાની યાત્રા કરી શા રાજમલજીએ તીર્થમાળ પહેરીને ગુરૂદેવના મંગળ આશીર્વાદ મેળવ્યા.
કેશરીયાજીની યાત્રા કરી પન્યાસજી મહારાજ રતલામના સંઘની વિનતિથી રતલામ પધાર્યા અને લગભગ ૨૫ દિવસ રતલામમાં સ્થિરતા કરી. વ્યાખ્યાન અને ધર્મોપદેશ દ્વારા ધર્મ–ઉદ્યોત કર્યો.
રતલામથી ઉજૈન પધાર્યા અને શ્રી અવંતિનાથના દર્શન કર્યા. અહીં જરા તબીયત નરમ થવાથી બે માસ સ્થિરતા કરી, અહીંથી વિહાર કરી વડનગર પધાર્યા. વડનગરથી દુર