________________
હષ-પ્રભા
ધગશથી હું ખૂબ પ્રસન્ન થયે છું. ઘણા શહેરની પણ તે માટે વિનતિ આવી છે. ફોધીના શ્રી સંઘની ભાવના છે કે તમારી આચાર્યપદવીને મહત્સવ ફલેધીમાં થ જોઈએ. તેથી મેં તમને સંદેશ મોકલ્યો હતે.
“ભગવંત! હું તે તમારો સેવક છું, સંઘને સેવક છું, જ્ઞાનપિપાસુ હોવાથી સદા અભ્યાસી રહું છું ને મુનિરાજોને સુત્રોની વાચના આપવાથી તે મારું જ્ઞાન તાજું થાય છે. મને જ્ઞાનમૃત ભેજન મળે છે.”
“પન્યાસજી! તમારી યોગ્યતા અને વિદ્વતા જોઈને તમને આચાર્ય પદવી આપવાને નિર્ણય કર્યો છે. તમે શાસન ને સમાજનું વિશેષ ને વિશેષ કલ્યાણ કરે એવા મારા મંગળ - આશીર્વાદ છે.'
ગુરૂદેવને સંદેશ સાંભળી પન્યાસજી તુરત ફલોધી આવી પહોંચ્યા. ફધીના સંઘની ભાવના પંન્યાસજીની આચાર્ય પદવીને મહત્સવને લાભ લેવાની હતી.
આચાર્યપદવી પ્રસંગે શેઠ કિશનલાલજીએ અઠ્ઠાઈ–મહોત્સવ કર્યો. સમવસરણની રચના કરી. ઉજમણું પણ કર્યું અને શેઠ સંપતલાલજી ગુલેચ્છા તરફથી મહોત્સવ તથા શાન્તિસ્નાત્ર થયું. શીવલાનિવાસી શા દલાજી અસલાજી તરફથી નેકારશીનું જમણ થયું. ગુરૂદેવ શ્રી આચાર્યપ્રવર શ્રી વિજયનીતિસૂરીશ્વરજીએ આચાર્ય પદવીના વિધિવિધાન કરાવ્યા અને જયજયકાર વચ્ચે પંન્યાસ શ્રી હર્ષવિજયજીને આચાર્ય પદવી અર્પવામાં આવી, સંઘે સુંદર શાલ ઓઢાડી. બીજા ગુરૂભક્તોએ