________________
હ-પ્રભા
સીપરના સંઘની ભાવભરી વિદાય લઈને પંન્યાસજી મહારાજ તારંગા, ટૅબા, નાગર મેરિયા અને પાલનપુર થઈ આબુની યાત્રા કરી શિવગંજ પધાર્યા. સંઘની વિનતિથી સં. ૧૯૮૭ નું ચાતુર્માસ પન્યાસજી મહારાજે શિવગંજમાં કર્યું. પન્યાસજી મહારાજની ઘણા સમયથી ભાવના હતી કે વિદ્વાને તૈયાર કરવાની ભારે આવશ્યકતા છે. જૈન પાઠશાબાઓ તે ગામેગામ છે અને હેવી જોઈએ. જૈન સમાજમાં શિક્ષણ સંસ્થાઓ પણ ઘણી છે અને હવે તે જેન હાઈસ્કૂલે પણ થવા લાગી છે. આ બધા માટે સારા વિદ્વાન, સુશીલ અભ્યાસી, ચારિત્રશીલ, ઉત્સાહી અને તાલીમ પામેલા શિક્ષકઅધ્યાપકોની જરૂર રહેશે. પન્યાસજી મહારાજે તે માટે શીવગંજના શ્રી સંઘને ઉપદેશ આપે અને પન્યાસશ્રીના ઉપઉપદેશથી શીવગંજમાં શ્રી મહાવીર વિદ્યાપીઠની સ્થાપના કરવામાં આવી.
ચાતુર્માસ પૂર્ણ થતાં પીવાણુદી તખતગઢ તથા પંચતીથી કરી વાપી પધાર્યા. અહીં ગુરૂદેવ આચાર્ય શ્રી વિજયનીતિસૂરીશ્વરજીને સંદેશ મળવાથી ફલેધી તરફ વિહાર કર્યો.
પંન્યાસજી જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં ઉપધાન આદિ ઉદ્યાપને કરાવ્યા અને સંઘમાં ધર્મજાગૃતિ લાવ્યા. વ્યાખ્યા નેમાં પણ તેઓશ્રી સૂત્રોની વાચના આપતા હતા અને ભાઈ બહેને તેમના ભાવભર્યા મનનીય વ્યાખ્યાને ને દ્રષ્ટાંતે સાંભળી પ્લાવિત થઈ જતા. તેઓ પોતે પણ જ્ઞાનપિપાસુ હોવાથી સતત અધ્યયન પણ કરતા અને સમય મળે ત્યારે બીજા મુનિવર્યોને સૂત્રોની વાચના આપતા હતા. આ રીતે પન્યાસજી મહારાજ ધર્મ ઉદ્યોતના કાર્યો કરી ગુરૂદેવના ચરણમાં ફલેધી આવી પહોંચ્યા,