________________
ધર્મ-ઉદ્યોત
(૮) “કૃપાનિધાન! મારી ભાવના શિવગંજમાં ઉપધાનતપની આરાધના કરાવવાની છે. આપશ્રી પધારે તે અમારા શ્રી સંઘને આનંદ થશે અને બીજા ધર્મઉદ્યોતના કાર્યો પણ થશે !” શિવગંજના શેઠશ્રી ફેજમલ વાલાજીએ વંદણા કરી વિનતિ કરી.
ભાગ્યશાળી! તમારી ભાવના પ્રશંસનીય છે. ગુરૂદેવ આચાર્ય ભગવંતની આજ્ઞા હોય તે તે તરફ વિહાર થશે.” પન્યાસશ્રીએ ધર્મલાભ પૂર્વક ગુરૂ આજ્ઞા માટે સૂચના કરી.
શિવગંજના શેઠ ફેજમલજીની ભાવના પિતાના શહેરમાં ઉપધાન તપ કરાવવાની હતી. તેમણે પન્યાસજીને વિનંતી કરી તેમણે ગુરૂદેવની આજ્ઞા માટે સૂચના કરી અને શેઠ ફેજમલજીએ ગુરૂમહારાજને વિનંતિ કરી અને ગુરૂદેવે મંજુરી આપી અને મંગલ આર્શીવાદ આપ્યા. અમદાવાદથી વિહાર કરી આબુ ગિરિરાજની યાત્રા કરી પન્યાસજી મહારાજ શિવગંજ પધાર્યા શિવગંજના સંઘે પન્યાસજી મહારાજનું ભાવભર્યું સ્વાગત કર્યું. પિષ વદમાં શા ફેજમલ વાલાજી તરફથી ઉપધાનતપની આરાધના શરૂ કરવામાં આવી. આ ઉપધાન તપમાં શ્રાવકશ્રાવિકા મળી ૨૩૪ ભાઈ–બહેનેએ લાભ લીધો. પન્યાસજી મહારાજે ઉપધાનની ક્રિયા ખૂબ શાંતિ ને સમજ પૂર્વક કરાવી. માળ પહેરામણીને મહત્સવ ખૂબ સુંદર થયે. આ મહત્સવ ઉપર આસપાસના પાંચેક હજાર ભાઈ–બહેને આવ્યા હતા,