________________
જન્મભૂમિને સાદ ને તીર્થયાત્રા
: ર૯ :
શીવગંજ, કુંભારીયાજી અને તારંગા તીર્થના દર્શન કરી દાદાગુરૂ વાવૃદ્ધ પૂજ્યપાદ પન્યાસજી મહારાજના દર્શનાર્થે પાટણ પધાર્યા. અહીં પન્યાસજી મહારાજ શ્રી ભાવવિજયજી મહારાજને વંદન કરી તેમના આશીર્વાદ મેળવી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથની યાત્રા કરી પૂજ્ય ગુરુદેવ શ્રી નીતિવિજયજી મહારાજ પાસે અમદાવાદ આવ્યા. સં. ૧૯૭૫ નું ચાતુમાંસ હાજા પટેલની પિળના ઉપાશ્રયે કર્યું. આ ચાતુર્માસમાં લોક પ્રકાશ નામના મહા ગ્રંથનું વાંચન કર્યું.
અમદાવાદમાં ગુરૂદેવને ચતુર્વિધ સંઘની હાજરીમાં સં. ૧૯૭૬ ના માગશર શુદિ ૫ ના રોજ ગુરૂદેવ પન્યાસ શ્રી ભાવવિજયજી ગણિવ પન્યાસ શ્રી નીતિવિજયજી મહારાજને ખૂબ ધૂમધામપૂર્વક આચાર્ય પદવી આપી. જન-સમુદાયમાં; આનંદ આનંદ ફેલાઈ ગયો. પન્યાસશ્રીને તેથી વિશેષ આનંદ થયે. અમદાવાદથી આચાર્ય ભગવંતની આજ્ઞા લઈ રાધનપુર પધાર્યા. સં. ૧૯૭૬ નું ચાતુર્માસ રાધનપુરમાં કર્યું.
પન્યાસજી મહારાજ તે સૂત્રોના જ્ઞાતા હતા અને તેમને સમય ઘણે ખરે જ્ઞાનાભ્યાસમાં જ તેમજ સમય સમય પર તે સાધુ મુનિરાજેને સૂત્રોની વાચના પણ આપતા હતા.
રાધનપુરમાં સં. ૧૯૭૬ ના ચાતુર્માસમાં સાધુઓને ભગવતી સૂત્રની વાચના આપી હતી.
રાધનપુરથી વિહાર કરી જૂનાગઢ પધાર્યા. અહીં તેમનાથ ભગવાન આદિના દર્શન કરી તીર્થયાત્રા કરી વણથલી, વેરાવળ અને પ્રભાસપાટણ પધાર્યા. અહીં ચંદ્રપ્રભસ્વામીના દર્શન કર્યા. અહીંથી ગુરૂમહારાજ પાસે પાલીતાણા પધાર્યા અને તીર્થો