________________
હર્ષ–પ્રભા
ભેયણીથી વિહાર કરી વીસનગર પધાર્યા. અહીં અમદાવાદ નિવાસી સકરચંદ બાલાભાઈને દીક્ષાના ભાવ થતાં તે પોતે પન્યાસજી મહારાજ શ્રી હર્ષવિજયજી પાસે વિનતિ કરવા આવ્યા. સાકરચંદભાઈની ભાવના જાણી પન્યાસજી મહારાજ વીસનગરથી વિહાર કરી અમદાવાદ પધાર્યા. સં. ૨૦૭૩ ના જેઠ સુદ ૧૦ ના દિવસે મંગળ મુહૂર્ત બહુ જ ધામધૂમપૂર્વક શ્રી સકરચંદભાઈને હઠીભાઈની વાડીમાં દીક્ષા આપવામાં આવી અને દિક્ષિત મુનિનું નામ મુનિ સુમતિવિજય રાખવામાં આવ્યું અને પિતાના શિષ્ય તરીકે જાહેર કર્યા. સંઘમાં આનંદ આનંદ ફેલાઈ ગયે.
ઉંઝાના શ્રીસંઘના આગેવાન પન્યાસજી મહારાજને વિનંતી કરવા આવ્યા. ઊંઝામાં એક ભાગ્યશાળી ઉપધાનતપનું ઉદ્યાપન કરવાની ભાવનાવાળા હોવાથી તથા લાભનું કારણ હેવાથી ઊંઝાના આગેવાની વિનંતિ સ્વીકારી પન્યાસશ્રી ઊંઝા પધાર્યા. ઊંઝામાં ચાતુર્માસમાં તપશ્ચર્યા સારા પ્રમાણમાં થઈ. પર્યુષણ પર્વે પણ ખૂબ ઉત્સવપૂર્વક ઉજવાયા અને ધર્મને ઉદ્યત થયે. ઉપધાન તપની ભાવના થતાં ઉપધાનતપ શરૂ થયાં અને આનંદપૂર્વક પૂર્ણ થયાં. પન્યાસ શ્રી હર્ષ વિજયજી મહારાજશ્રીએ ઉપધાન તપની વિધિ બહુ સુંદર રીતે કરાવી અને માળને ઉત્સવ આનંદપૂર્વક થયો. ઉંઝાના શ્રીસંઘમાં ધર્મભાવના વિશેષ જાગૃત થઈ અને પન્યાસજી મહારાજના ઉપદેશામૃતથી ઘણા બહેન-ભાઈઓને ધર્મને સુંદર બંધ થ. ધર્મઉદ્યોત થઈ રહ્યો.