________________
પદવીદાન સમારંભ
: ૨૫ :
સુદ ૧૩ ના દિવસે ગણિપદ અને માગશર સુદ પુર્ણમાના દિવસે પન્યાસપદવીથી વિભૂષિત કર્યા.
આ પદવીદાન સમારંભ નિમિત્તે રાધનપુરમાં અટ્રાઈ–મહો. ત્સવ કરવામાં આવ્યું હતો તેમજ વિવિધ પ્રકારની મનહર રચનાઓ કરવામાં આવી હતી.
પન્યાસજી હર્ષવિજયજીએ ગુરૂદેવના મંગળ આશીર્વાદ મેળવ્યા. સંઘમાં આનંદ આનંદ થઈ રહ્યો.
રાધનપુરથી વિહાર કરી પન્યાસ શ્રી હર્ષવિજયજી મહારાજ ગુરૂદેવ સાથે પાલીતાણું પધાર્યા. તીર્થાધિપતિની યાત્રા કરીને અમદાવાદના શ્રાવક ભાઈઓની વારંવારની વિનતિથી ગુરૂમહારાજની આજ્ઞા લઈને અમદાવાદ પધાર્યા. સં. ૧૯૭૦ નું ચાતુર્માસ અમદાવાદમાં કર્યું. સં. ૧૯૭૧ નું ચાતુર્માસ પણ ગુરૂદેવની સાથે પાંજરાપોળના ઉપાશ્રયે અમદાવાદ કર્યું.
અમદાવાદથી વિહાર કરી પેથાપુર પધાર્યા. સં. ૧૯૭૨ નું ચાતુર્માસ સંઘના આગ્રહથી પેથાપુર કર્યું
આ ચાતુર્માસમાં વ્યાખ્યાનના સમય ઉપરાંત પિતાને મળતા સમયમાં મહાભાષ્યનું અધ્યયન કર્યું. પેથાપુરથી વિહાર કરી ચાણસમા થઈને પાટણ પધાર્યા. પાટણ બે માસ સ્થિરતા કરી પાનસર થઈને ભાયણતીર્થે પધાર્યા.
ભાયણતીર્થમાં સં. ૧૯૭૩ ના ફાગણ વદ ૩ ના રોજ મંગળ મુહુર્તે લીંબડીના રહીશ શા. મણીલાલ ઉજમશીને તેમના ભાઈની સંમતિથી દિક્ષા આપવામાં આવી અને તેમનું નામ મુનિ મંગળવિજયજી રાખવામાં આવ્યું અને પિતાના શિષ્ય તરીકે જાહેર કર્યા.