________________
જ્ઞાનપ્રાપ્તિ માટે સાધના
કરી વીસનગર પધાર્યા અહીંથી ગુરૂદેવની આજ્ઞા મેળવી મુનિશ્રી દાનવિજયજી સાથે અમદાવાદ આવ્યા. સ, ૧૯૬૭ નું ચાતુર્માસ અમદાવાદમાં કર્યું.. જેમ જેમ અભ્યાસ વધતા જતા હતા તેમ આપણા ચરિત્રનાયકની જ્ઞાનપિપાસા વધતી જતી હતી અને જ્યાં જ્યાં તક મળે ત્યાં વિદ્વાનેાના પરિચય સાધી ખૂબ ઉત્સાહપૂર્વક અભ્યાસ ચાલુ રાખતા અને એ રીતે તેઓ શાસ્ત્રવેત્તા અને પ્રખરવિદ્વાન અન્યા હતા.
: ૨૩ :
અમદાવાદમાં વિદ્વાન પંડિત ભગવાનદાસ પાસે કમ ગ્રંથની ટીકાના અભ્યાસ કર્યાં. પછી ગુરૂમહારાજ પાસે વીસનગર જઈને શ્રી જગદીશ્વર પડિત પાસે ન્યાયના અભ્યાસ કર્યો. અહીંથી વીરમગામ થઇ અમદાવાદ પધાર્યા અને આત્મપ્રમાદ્યગ્રંથ ઉપર ઉપદેશ આપવાના પ્રારંભ કર્યો. વકતૃત્વશક્તિ અને વિદ્વતાથી સારો પ્રભાવ પાડ્યો. સ. ૧૯૬૮નું ચાતુર્માસ પણ અમદાવાદમાં કર્યું".
આપણા ચરિત્રનાયકની બુદ્ધિપ્રભા તથા જ્ઞાનપિપાસાથી ગુરૂદેવને ખૂબ આનંદ થયા. તેમના મંગળ આશીર્વાદ મળ્યા,