________________
: ૨૨ :
હર્ષ-પ્રભા
નથી. આપશ્રી આજ્ઞા આપો તે હું મહેસાણા શ્રી જૈન શ્રેયસ્કર મંડળ તરફથી ચાલતી શ્રી યશોવિજયજી સંસ્કૃત પ્રાકૃત પાઠશાળામાં જવા ઇચ્છું છું.” મુનિશ્રી હર્ષવિજયજીએ વિનંતી કરી.
વત્સ! તમારી ભાવના અભ્યાસની હોય તે તમે સુખેથી મહેસાણુ તરફ વિહાર કરે. તબીયત સંભાળશે. ધર્મધ્યાન અને તપશ્ચર્યામાં ઉજમાળ રહેશે અને અભ્યાસમાં ખૂબ સાવધાન રહેશે” ગુરૂદેવે આજ્ઞા આપી, ગુરૂદેવની આજ્ઞા મળવાથી મુનિ શ્રી હર્ષવિજયજી મહારાજે મહેસાણા તરફ વિહાર કર્યો મહેસાણા જઈને પાઠશાળામાં જવા લાગ્યા અને પાઠશાળાના પંડિતજી પાસે હેમલઘુપ્રક્રિયા ગ્રંથ સાથે સમાપ્ત કર્યો. તેમજ અભિધાન ચિંતામણી કેલ પણ સાથે કંઠસ્થ કર્યો. સં. ૧૯૯૨-૧૯૯૩ નું ચાતુર્માસ મહેસાણું કર્યું. ચાતુર્માસ પૂર્ણ કરી ગુરૂમહારાજની નિશ્રામાં પહોંચી ગયા. મુનિ મહારાજના અભ્યાસના સમાચાર સાંભળી હર્ષિત થયા. સં. ૧૯૬૪ નું ચાતુર્માસ ગુરૂદેવ સાથે રાધનપુરમાં કર્યું,
રાધનપુરમાં ઉપધાન તપનું ઉદ્યાપન કરાવી માળને મહેત્સવ પૂર્ણ કરી ગુરૂદેવે વિહાર કર્યો મોરવાડા-વાવ, થરાદ, સારની યાત્રા કરી રાજપુર થઈ આબુજી તથા પંચતીર્થની યાત્રા કરી સાદડી પધાર્યા. અમદાવાદની વિનતિથી ડેલાના ઉપાશ્રયમાં સં. ૧૯૬૫ અને ૬૬ નું ચાતુર્માસ અમદાવાદમાં ગુરુની સાથે કર્યું.
અહીં મુનિ હર્ષવિજયજીએ કાવ્યને અભ્યાસ શરૂ કર્યો, તેમજ કલ્પસૂત્ર તથા મહાનિશીથના યોગ કર્યો. અહીંથી વિહાર