________________
જ્ઞાનપ્રાપ્તિ માટે સાધના
કપરી કસોટી પૂરી થઈ. મુનિરાજ શ્રી નીતિવિજયજીને પણ શાંતિ થઈ. મુનિશ્રી હર્ષવિજયજીને પણ નિશ્ચિતતા થઈ. અહીં મુનિરાજ શ્રી નિતિવિજયજીના પ્રયાસથી ને સચોટ ઉપદેશથી કાસટીયા પુખરાજજી તથા કિસનલાલજી દ્રઢ સમ્યકવવાસી થયા અને તેમની સાથે બીજા ઘણા કુટુંબ સ્થાનક વાસીમાંથી દ્રઢ મૂર્તિપૂજક બન્યા. શા ચત્રાશા લાલચંદવાળાએ માટે ખર્ચ કરી ઉજમણું કર્યું. આસપાસના લોકેએ સારે લાભ લીધે. સં. ૧લ્પ૮ નું પ્રથમ ચાતુર્માસ આપણા ચરિત્રનાયક શ્રી હર્ષવિજયજીએ ગુરૂદેવ સાથે ઉજજૈનમાં કર્યું.
અહીં મુનિ હર્ષવિજયજીએ અભ્યાસની શરૂઆત કરી દીધી. અને ગુરૂમહારાજ પાસેથી પંચ પ્રતિક્રમણ, પાક્ષિકસુત્ર, જીવવિચાર, નવનત્વ, દંડક, લઘુસંઘયણ આદિ ધાર્મિક પુસ્તકને અભ્યાસ કરી પિતાની બુદ્ધિ-પ્રભા અને જ્ઞાનપિપાસાને પરિચય કરાવ્યું. ગુરૂમહારાજને પણ મુનિ હર્ષવિજયના વિદ્યાપ્રેમને માટે આનંદ થયો. તેમની જ્ઞાનવૃદ્ધિ માટે પોતે વારંવાર પ્રોત્સાહન આપતા રહ્યાં.
અમદાવાદના સંઘની ગુરૂમહારાજને અમદાવાદ પધારવાની વિનતી થવાથી આપણું ચરિત્રનાયક મુનિ શ્રી હર્ષવિજ્યજી