________________
કપરી કસોટી
: ૧૯ :
ધર્મની હેલણ, બીજી તરફ માતૃહદય અને સંઘની પાસે પ્રાર્થના. ખૂબ-ખૂબ વિચાર-વિનિમય પછી બે પાંચ ડાહ્યા ધર્મપ્રેમી વિચારક ભાઈઓએ એક નવીન પ્રવેગ શોધી કાઢયે. ગુરૂપ્રેમ અને માતૃપ્રેમની કસોટી કર્યા સીવાય બીજો ઉપાય ન હતે.
શ્રી સંઘ, ગુરૂદેવ, નૂતન મુનિ અને માતૃપ્રેમની આ કપરી કસેટી હતી. છેવટે નિર્ણય થયે કે મુનિ હર્ષવિજયજીના હદયના ભાવે પ્રમાણે મુક્ત વાતાવરણમાં તેમની ઈચ્છા પ્રમાણે સંઘે ફેંસલે આપ,
તે પ્રમાણે એક તરફ ગુરૂદેવ શાંત-પ્રશાંત ભાવથી બેઠા છે. બીજી તરફ તીર્થ સ્વરૂપે જન્મદાત્રી માતાજી છે. મુનિ શ્રીને જેમ યોગ્ય લાગે તેમ કરવાની છૂટ આપવામાં આવી, ગુરૂદેવે પણ મૌન ધારણ કર્યું. માતા તે અશ્રુભરી આંખે નૂતન મુનિનું મન પીગળાવવા એકનજરે જોઈ રહી હતી.
નૂતન મુનિની કપરી કસેટી થઈ રહી હતી. માતૃ-હૃદય તરફ પણ આકર્ષણ તે રહે પણ છેવટે ગુરૂપ્રેમને વિજય થયે અને આપણા ચરિત્રનાયક હર્ષવિજયજી હર્ષભેર ગુરુ દેવ પાસે દોડી ગયા ને તેમના ચરણમાં મસ્તક ઝૂકાવી દીધું. અશ્રુબિંદુઓથી ગુરૂદેવના પગ પખાળ્યા. સંઘને ફેંસલો થઈ ગયે. માતા પણ આ દ્રશ્યથી વિવશ બની ગયા અને તેને મુછ આવી ગઈ. માતાને બહાર લઈ જવામાં આવ્યા. ખૂબ ખૂબ સમજાવ્યા પણ તે ગામનું પાણી પીધા વગર સજળનેત્રે ઘેર ચાલ્યા ગયા.
આપણા ચરિત્રનાયક કપરી કસોટીમાંથી પસાર થયા. માતૃપ્રેમ કરતાં ગુરૂપ્રેમને વિજય થયે,