________________
: ૧૮ ;
હ-પ્રભા
માતાજીના જીવને શાંતિ નહોતી. ત્રણ ત્રણ પુત્રો ને પુત્રવધુઓ તથા પૌત્ર-પૌત્રીઓ હોવા છતાં નાના હુકમાજી તરફ અસીમ પ્રેમ હતો અને દીક્ષાના પરિષહે મારા લાલ કેમ સહેશે તેના વિચારમાં ને વિચારમાં આંસુ સારતાં હતાં. માતાજીએ છેલ્લે પ્રયત્ન કરવાં વિચાર્યું અને તેના પુત્ર દલાજીને સાથે લઈને માતાજી ઉજજેન આવી પહોંચ્યા
માતાજી તે પિતાના લાડકા પુત્ર હુકમાજીને મુનિષમાં જોઈને રડી પડ્યા. ગુરૂમહારાજને વારંવાર પ્રાર્થના કરી કે મારે પુત્ર મને પાછો આપે. આ વખતે હું તેને લઈ જઈને જંપીશ. અમારા કુટુંબને દીવો ઓલવાઈ ગયા છે. અમારૂં રાંકનું રતન તમે લઈ ગયા છે. મારી દશાને તે વિચાર કરે. દયા કરીને મારો લાલ મને પાછા આપે-પાછો આપો.
ભાગ્યશાળી ! તમે તે કેવા બડભાગી છે કે તમારો પુત્ર ભાગવતી પ્રવજ્યા લઈને શાસનને ઉદ્યોત્ કરશે. તમારા કુટુંબને દીવો ઓલવાઈ નથી ગયો એ તે ઘર ઘરની ને ગામ ગામની જયોત બની રહેશે. એ તમારું રાંકનું રતન ભલે હોય પણ એ જૈનશાસનનું મહા તેજસ્વી રતન થશે. છતાં તમને રોગ્ય લાગે તે તમે સુખેથી લઈ જાઓ.’
માતાજી પણ વિમાસણમાં પડી ગઈ. શું કરવું તેનો વિચાર થઈ પડયો. નૂતન મુનિ પણ મક્કમ હતા. માતાજીએ છેવટ પ્રયત્ન કરી લેવા નિર્ણય કર્યો અને શ્રી ઉજજૈનના શ્રીસંઘને પિતાને પુત્ર પાછો અપાવવા પ્રાર્થના કરી અને છેવટની ધા નાખી.
આ પ્રાર્થનાથી સંઘમાં પણ ભારે વિમાસણ થઈ પડી. એક તરફ ગુરૂમહારાજ અને નૂતન સાધુને દીક્ષાને ત્યાગ ને