________________
કે ૧૬ :
હર્ષ-પ્રભા
માજીને દીક્ષા છેડાવીને જ લઈ જ. પણ નૂતન મુનિ તે ખૂબ આનંદી જણાયા. તેમણે પણ મોટાભાઈને સમજાવ્યા કે મારી ઘણા વખતથી દીક્ષાની ભાવના હતી. મેં ગુરૂવર્યાને વારંવાર વિનતિ કરી દીક્ષા લીધી છે. હું જ્ઞાન ધ્યાનથી મારા આત્માનું કલ્યાણ કરવા ઈચ્છું છું. મોટાભાઈ ભૂતાજી સમજુ હતા. મુનિશ્રી દાનવિજયજી (ડાહ્યાભાઈ) તથા મુનિશ્રી વીર વિજયજી (વાડીભાઈ) અને એ ભૂતાજીને સમજાવ્યા અને તે પણ ગુરૂમહારાજના ઉપદેશથી શાંત થયા અને મુનિશ્રી હર્ષ વિજયજીને પ્રેમ પૂર્વક વંદણા કરી અથભરી આંખે રત્નાગિરિ ચાલ્યા ગયા.
ગુરૂમહારાજ અહીંથી વિહાર કરી રાજગઢ, ધાર ને માંડવગઢની યાત્રા કરી ઈદર પધાર્યા. માતાજી તો ભૂતાજીને એકલા આવેલા જોઈને ઉદાસ થઈ ગયા. ભૂતાજીએ બધી વાત કરી. મુનિ હર્ષવિજયને દીક્ષાને આનંદ દર્શાવ્યો પણ માતા એ માતા. તેના હૃદયમાં શાંતિ નહતી.
માતાજીએ ભૂતાજીને ફરી ઈદેર જવા આગ્રહ કર્યો. સાથે બે ત્રણ સંબંધીઓને પણ લઈ ગયા. સાથે પિલીસને બંદેબસ્ત રાખ્યો. બધા ઇદેર પહોંચ્યા.
ગુરૂમહારાજે તે ભૂતાજીને ફરી આવેલા જોઈ આશ્ચર્ય વ્યક્ત કર્યું.
ભાઈ તમે રાજીખુશીથી શાંતિપૂર્વક ગયા ને વળી આ શું ધમાલ !”
“કૃપાળું! શું કરું ! મારા માતાજી હમેશાં ઉદાસ રહે છે અને તેના જીવને ચેન નથી. તે નાનાને યાદ કરી કરી રહે