________________
: ૧૨ ઃ
હર્ષ-પ્રભા
ભાઈ-ભાભી જાણતા હતા કે હુકમાઇને વિવાહ થયે નથી. દીક્ષાની ભાવના પણ છે. કેણ જાણે દીક્ષા–ઉત્સવમાં જઈને ત્યાં દીક્ષા લઈ લે તે શું કરવું ! હુકમાજીની માતાજીની ઈચ્છા પણ તેને એકલે જવા દેવાની નહોતી. પણ હુકમાજીએ હઠ લીધી. યાત્રાનું બહાનું કાઢયું અને ખાવાપીવાનું બંધ કર્યું. છેવટે કંટાળીને હુકમાજીને પાછા લાવવવાની શરતે વાડીભાઈ સાથે જવાની રજા આપી. ખર્ચના પિસા જે કાંઈ થશે તે તમારા બંનેના આવ્યા પછી આપવા મોટાભાઈએ કહ્યું. વાડીભાઈ પિતાના ખર્ચે છાણ લઈ ગયા,
હુકમાજીએ જાણે પિતાની ચિરવિદાય હાય તેમ તૈયારી કરી લીધી. મનને દઢ બનાવ્યું. માતાજી, ભાભીઓ અને ભાઈઓની હર્ષપૂર્વક રજા લીધી અને આનંદપૂર્વક સંસારરૂપી કેદખાનામાંથી છૂટ્યા હોય તેમ ચાલી નીકળ્યા. | મુનિશ્રી દાનવિજયજીની વડી દીક્ષા પહેલાં શ્રી વાડીભાઈ અને હુકમાજી પહોંચી ગયા. વડીદીક્ષાના ઉત્સવમાં ખૂબ આનંદ આવ્યો. વડી દીક્ષા પછી છાણીથી માળવા તરફ વિહાર કર્યો. મુનિશ્રી દાનવિજયજીની પ્રેરણાથી શ્રી વાડીભાઈ તથા હકમાજી વિહારમાં સાથે રહ્યા. રસ્તામાં ગ્રામાનુગ્રામના વિહા૨માં મુનીશ્રીના ગુરૂમહારાજ શ્રી નીતિવિજયજી મહારાજ શ્રી વાડીભાઈને વૈરાગ્ય રસનું પાન કરાવવા લાગ્યા. શ્રી વાડીભાઈને આત્મા પણ ખૂબ સંસ્કારી અને ધર્મભાવનાથી જાગેલે હતો. તેમણે પણ દીક્ષાની ભાવના રજુ કરી અને વાડીભાઈને પણ દીક્ષા આપવામાં આવી અને તેમનું નામ મુનિ વીરવિજયજી રાખ્યું અને મુનિશ્રી કાન્તિવિજયજીના શિષ્ય કર્યા.
ક અનિકારમાં સાથે રહ્યા છે વિજ