________________
અબ
હે તારે
ક ૧૩ :
આપણા ચરિત્રનાયક હુકમાજીને આત્મા તે ઘણુ સમયથી ચેતી ગયો હતો. ધન્નાશાળીભદ્રની સઝાયે તેમના હૃદયને સંસારના બંધનથી છૂટવા પ્રેરણાના પાન કરાવ્યાં હતાં, ઘરથી પણ તે ભાવનાથી નીકળ્યા હતા. શ્રી ડાહ્યાભાઈએ દીક્ષા લીધી અને શ્રી વાડીભાઈએ પણ દીક્ષા લીધી, , વિહારમાં ગુરૂદેવના પગ દાબતાં દાબતાં હુકમાજીની આંખમાં આંસુ ઉભરાઈ આવ્યાં. મહારાજશ્રીએ ભાવથી પૂછયું.
હકમાજી! તમે ઘણા સમયથી વિહારમાં સાથે છે. હવે થાકી ગયા હશો ને ઘર, માતા, ભાઈ, ભાભી સાંભર્યા હોય તે તમે સુખેથી જઈ શકે છે.”
ગુરૂદેવ ! અબ મોહે તારો! મારે પણ દીક્ષાના ભાવ છે. કૃપા કરી મને પણ ભાગવતી દીક્ષા આપ ને મારા જીવનને ધન્ય બનાવો. હું પણ ઘેરથી દીક્ષાની ભાવનાથી જ નીકળ્યો છું.”
ભાઈ હુકમાછી તારી વાત તે સાચી પણ તારી માતા અને ભાઈઓ વગેરેનું શું ? તેઓ આવે ને ધમાલ કરે તે શું કરવું !”
ગુરૂદેવ ! મારી મક્કમતા છે. મારો આત્મા કયારને ચેતી ગયો છે. હું લગ્ન કરવાનું નથી. દીક્ષા લેવાની મેં પ્રતિજ્ઞા કરી છે.'
“જહાસુખમ !” દાહોદમાં સ્થિરતા કરવામાં આવી.
સં. ૧૯૫૮ ના ફાગણ સુદ ૬ ના મંગળ દિવસે હુંકમાઅને દાહોદ નગરમાં દીક્ષા આપવામાં આવી તેમનું નામ મુનિશ્રી હર્ષવિજયજી રાખવામાં આવ્યું. અને પોતાના શિષ્ય કર્યા. સંઘમાં આનંદ આનંદ થઈ રહ્યો, નૂતન મુનિનું મન હર્ષથી નાચવા લાગ્યું.