________________
અબ મોહે તારે
: ૧૧ ? અને અમારી મમતા તે યાદ પણ નહિ આવતીય. બેલ્યા એ બેલ્યા આજ પછી દીક્ષાની વાત બેલશે નહિ”
પણ ભાભી ! તમે તીર્થયાત્રા માટે રજા અપાવવા વચન આપ્યું છે તે મારા મોટા ભાઈને કહીને રજા અપાવવાની છે.”
ભાઈ ડાહ્યાભાઈ તે ઘણા સમયથી દીક્ષાના અભિલાષી હતા, તેમનું જીવન ધર્મમય રહેતું તે હંમેશાં સ્તવને ને સઝાયામાં મસ્ત રહેતા પણ માતાજીની આજ્ઞા મળવી મુશ્કેલ હતી.
ચાતુર્માસ પૂરૂ થયું એટલે ડાહ્યાભાઈ પિતાને વતન બીજાપુર જવાને બહાને મનમાં દીક્ષાની ભાવના લઈને પૂર્વ પરિચિત પૂજય પન્યાસજી મહારાજ શ્રી ભાવવિજયજી તથા મુનિરાજ શ્રી નીતિવિજયજી મહારાજજીના દર્શને સુરત આવ્યા.
પૂજ્ય ગુરૂમહારાજના દર્શન કરી કૃતાર્થ થયા. ડાહ્યાભાઈને રત્નાગિરિથી આવેલ જેમાં આશ્ચર્ય દર્શાવ્યું. ડાહ્યાભાઈએ પિતાની દીક્ષાની ભાવના દર્શાવી અને સારા મુહૂર્તે ડાહ્યાભાઈને ઠાઠમાઠથી દીક્ષા આપવામાં આવી. તેમનું નામ મુનિ દાનવિજય રાખવામાં આવ્યું. હાલ તેઓ પન્યાસપદવીથી વિભૂષિત છે.
ગુરૂમહારાજ સાથે નૂતનમુનિ દાનવિજયજી છાણ આવ્યા અહીં વડી દીક્ષાના પેગમાં પ્રવેશ કર્યો. વડી દીક્ષાનું મુહૂર્ત આવ્યું. ડાહ્યાભાઈ તથા બીજાપુરવાળા રત્નાગિરિમાં વ્યાપાર કરતા શ્રી વાડીભાઈને અરસપરસ ઘણે સારે પ્રેમ ભાવ હતે તેમની વડી દીક્ષામાં વાડીભાઈને છાણી આવવા પત્ર લખ્યો. વાડીલાલભાઈ વડી દીક્ષાના મહોત્સવમાં જવાની તૈયારી કરવા લાગ્યા. હુકમાજીને તેની સૂચના આપી પણ હકમાજીને રજા મળવી મુશ્કેલ હતી.