________________
વૈરાગ્ય ભાવના
આ સઝાયે તે બધાના હદય ઝણઝણાવી નાખ્યાં. આંસુઓની ધાર થઈ અને આપણા હકમાજી તે એવા મુગ્ધ થઈ ગયા કે બધા ઉઠીને ચાલવા લાગ્યા ત્યારે પિતાને ખ્યાલ આવ્યો કે હવે ઘેર જવું જોઈએ.
આજની રાત હકમાજીને ચેન ન પડી, નિદ્રાદેવી રીસાઈ ગઈ. ધન્નાશાલીભદ્રની સજઝાયના ભણકારા વાગી રહ્યા, અને પોતે દીક્ષાની ભાવના ભાવવા લાગ્યા. મારાં અહોભાગ્ય કયાંથી કે હું ત્યાગમાર્ગ ગ્રહણ કરી જીવન સફળ કરૂં? સગાઈનું શું ! તે પછી સંસાર સમુદ્રમાંથી શે નીકળશે. મારે નથી પરણવું. હું દીક્ષા લઈશ. જરૂર ભભવનું કલ્યાણ સાધીશ.
પ્રાત:કાળે મધુર સ્વપ્ન આવ્યું. ભગવાન પાર્શ્વનાથના દર્શન થયાં અને પોતે સાધુવેશે પ્રભુના દર્શન કરી રહ્યા છે. હકમાજીનું હૃદય આ સ્વપ્નથી નાચી ઉઠયું. વૈરાગ્યભાવના જાગી ઉઠી ને ચારિત્ર માટે નિર્ણય કરી લીધો.