________________
વૈરાગ્ય ભાવના
ગૌતમ ચઢીયા ભાવ મિનારા ઉપરે, ભાવના આવી એકત્વમન માંહા જે, નિર્મળ પંચમ જ્ઞાન પ્રકાસ્યું તે સમે; સુરનર ગણ મહિમા આનંદ ગાય જે.
મનમંદિરના વાસી વ્હાલા વીરજી.
રાત્રિ જામતી હતી. ડાહ્યાભાઇની સઝા ભાવિકેના હૃદયે હચમચાવી મૂકતી હતી. છેલ્લે બધાના આગ્રહવશ થઈ ધન્નાશાલીભદ્રની સજઝાય શરુ કરી અને જયારે નીચેના પદે આવ્યા અને વારંવાર અંતરાથી અને હલકથી તેઓ ગાવા લાગ્યા ત્યારે તે હદયેહદય નાચી ઉઠયા.
શ્રી જિનને ધર્મ આદર,
મોહ માયાને પરિહરૂં; હું છોડું છે ગજરથી ઘોડા પાલખીજી,
રાજગૃહી નગરી મેઝારે છે. શાલીભદ્રના બહેન ધન્નાની પત્નિ પિતાના ભાઈના ત્યાગની વાત સાંભળી ચિંતા કરે છે. અને ધન્નાને સુગંધી જળથી હવરાવે છે. ત્યાં આંખમાંથી અશ્રુબિંદુઓ સરી પડયાં ને ધન્નાએ કારણ પૂછયું–તે કહે છે.
જગમાં એક જ ભાઈ મારે રે,
સંયમ લેવા મન કરે,
નારી એક એક છે, દિન દિન પ્રત્યે પરિહરે છે.