________________
વૈરાગ્ય ભાવના
: ૫ :
ડાહ્યાભાઈના કુટુંબમાં તેમના માતાજી અને એક ભાઈ તથા માત્ર બે પુત્રીઓ હતા. તેમની ધર્મપત્ની અવસાન પામ્યા હતાં. તેમને ફરી લગ્ન કરવા માતાજીએ ખૂબ સમજાવ્યા પણ ધર્મના રંગે તેઓ એવા રંગાએલા હતા, તેમજ સંસારની અસારતાથી પરિચિત હતા તેથી તેણે ફરીથી સંસાર બંધનમાં બંધાવાને વિચાર માંડી વાળ્યો.
જેમ જેમ સ્તવને ને સઝાના ભાવ અને અર્થ તેમના હદયમાં ઉતરતા ગયા તેમ તેમ ડાહ્યાભાઈને આત્મા ચેતી ગયો. અને સંસાર છેડવાની ભાવના પ્રદિપ્ત થવા લાગી.
આજ પૂર્ણિમાને દિવસ હતો. આસપાસના પડેશી ને મિત્રો શ્રી ડાહ્યાભાઈના સ્તવને ને સઝા સાંભળવા ઉત્સુક થઈને અગાશીમાં બેઠા હતા. આપણા ચરિત્રનાયક હુકમાજી પણ ભાઈની આજ્ઞા લઈને આવી પહોંચ્યા.
ડાહ્યાભાઈએ રહસ્યભર્યા ને વૈરાગ્યથી ભરેલાં સતવને એક પછી એક ગાવાની શરૂઆત કરી. આજ પૂર્ણિમાની ચાંદની પૂરબહારમાં ખીલી હતી. ચંદ્રના શીતળ કિરણે શીતળતા આપી રહ્યા હતા. ચારે તરફ શાંતિ પ્રસરી રહી હતી. કુદરત સોળે કળાએ ખીલી હતી.
અહીં ડાહ્યાભાઈ પણ ખીલ્યા હતા. અરણિક મુનિની સજઝાયના શબ્દ– અરણિક અરણિક કરતી મા ફિર,
ગલીએ ગલીએ બજાજી;