________________
વૈરાગ્ય ભાવના
( ૨ ) ભાઈ! આપણા પડોશમાં શ્રી ડાહ્યાભાઈ રહેવા આવ્યા તે બહુ સુંદર સ્તવને ને સઝા ગાય છે. તેમને ત્યાં ઘણાં ભાઈ–બહેને સાંભળવા આવે છે. તમે આજ્ઞા આપો તે હું પણ સઝા સાંભળી જાઉં!” હુકમાજીએ ભાઇની આજ્ઞા માગી.
“ભાઈ! સ્તવન-સઝા સાંભળવા જરૂર જાએ પણ રાત્રે પાછા વહેલા આવી જશે નહિ તે તમારા ભાભી ચિંતા કરશે!”
“ભાઈ ! હું વહેલે આવી જઈશ.”
રત્નાગિરિમાં બીજાપુરનીવાસી વાડીલાલભાઈની દુકાન હતી. બીજાપુરના શ્રી ડાહ્યાભાઈ તેમના મિત્ર હતા તે પણ રત્નાગિરિમાં વ્યાપાર અર્થે આવ્યા અને તેમની પડોશમાં રહેવા લાગ્યા.
ડાહ્યાભાઈની ધાર્મિક ભાવના બહુ સારી હતી. ધાર્મિક અભ્યાસ પણ સારો હતે. સંગીતનું સુંદર જ્ઞાન હતું, અને મીઠું મધુરું ગળું હોવાથી સ્તવન ને સઝાયે ખૂબ ભાવપૂર્વક ગાતા અને આસપાસના પડોશીઓ વૃદ્ધો-બહેનેબાળકે બધાં તેમની ભાવભરી સઝાયો સાંભળવા તેમને ઘેર સાંજનાં આવતાં અને ડાહ્યાભાઈ પણ એવી હલકભરી મધુર ભાષામાં સુંદર રાગ-રાગણીમાં મોડી રાત્રિ સુધી ગાતા કે બધાં મંત્રમુગ્ધ થઈ જતાં.