________________
એકલા-એકલાં લાંબી થઈ પડતી હશે, માટે આજે રાતના હું તમને કંપની આપવી આવીશ, તેથી તમને એકલવાયું નહીં લાગે. સુશીલા વિચાર કરે છે કે આની શાન ઠેકાણે લાવવી જ જોઈએ. નહીંતર અનર્થ કરી નાખશે. ભગવાને કહ્યું છે કે, શીલને સાચવવા કેઈ આપઘાત કરે, કેઈ ઝેર ખાઈને મરે, કોઈ દરિયામાં પડે, આમ કોઈપણ રીતે મરણ સ્વીકારે છે તે આપઘાત આપઘાત નથી. આજની નારી લાજ-મર્યાદા અને શરમ વગરની થઈ ગઈ છે. ફેશન પણ કેટલી વધી ગઈ છે. અંગ્રેજી પિકચર જેવા જાય છે. નવા જુએ છે. તે જોતાં આનંદ માણે છે પણ કર્મના ભારા બાંધે છે. જ્ઞાની પુરૂષ કહે છે આ બધે પરભાવ છે. જે કર્મ બાંધ્યા તેને આ ભવમાં કે અન્ય ભવમાં ભોગવવા પડશે. એને છૂટકારો થાય તેમ નથી. પુનમચંદ કહે છે–રાતને આવું ને? ત્યારે સુશીલા હા પાડે છે. ભલે, રાતના આવજે. પુનમચંદ સ્ને, પાવડર લગાવીને, ઈસ્ત્રી-ટાઈટ વસ્ત્ર - પરિધાન કરીને અત્તર-ટથી મઘમઘાયમાન બનીને રાતની મોજ માણવા જાય છે. મોજ માણવા કે નરકમાં પડવા જાય છે. ઈન્દ્રિયે નચાવે એમ જ નાચે છે. સારાસારને વિવેક ઑઈ બેઠો છે. શીલ એ મૂડી છે. શીલ એ રત્ન છે. જેનામાં શીલ રત્ન છે, એ બધાથી ઊંચે રહે છે. એને ગમે તેવા નિમિત્તો મળે તે પણ તેમાં લેવાતું નથી. કાદવ અને પાણીમાં રહેવા છતાં કમળ લપાતું નથી તેમ શીલવાન વ્યક્તિ વિષય ભેગમાં લેખાતી નથી. - પુનમચંદને એમ થાય છે કે મારી સામે સુશીલા સારે વર્તાવ કરે છે, તેણે મને ચાહે છે. આજ હું સ્વગીય સુખ ભોગવીશ. એમ વિચારતો પ્રાંગણમાં પગ મૂકે છે. ત્યાં જ કાઢવ, કીચડ અને ડામરથી પગ ખરડાય છે. છતાંય ચાલ્યા જાય છે. આગળ જતાં રેશમી સાડીઓ, બનારસી શેલાઓ પાથરેલાં છે. તેમાં કાદવ ખરડાયેલાં પગ કેમ મૂકાય? એટલે તરત બુમ પાડે છે. આ બધું ઉપાડી લે તે હું આવી શકું. સુશીલા કહે છે તમે તમારે ચાલ્યા આવે ને? પુનમ કહે છે-મારા પગ તે જુઓ. હું આવીશ તે બધી સાડીઓ બગડી જશે. સુશીલા કહે છે–સાડીઓ તે છેવાથી પણ સ્વચ્છ અની જશે પણ તમે મારૂં તથા તમારું જીવન બગાડવા બેઠાં છે એનું કાંઈ થતું નથી તે સાડીની શી ચિંતા ! સુશીલા તેને શીલ અને વાસનાનું સુંદર સ્વરૂપ બતાવે છે. શીલ જીવન છે. વાસના મૃત્યુ છે. શીલ અમૃત છે. વાસના વિષ છે. શીલમાં શાંતિ અને સુખને દરિયે છલકાય છે. વાસનામાં દુઃખને દરિયે છે. શીલ જોતિ છે. વાસના અંધારું છે. શીલ જ્ઞાન-વિજ્ઞાન છે. વાસના ભ્રાંતિ–અજ્ઞાન છે. શીલમાં અપૂર્વ શક્તિ અને બળ છે. માટે વાસના પર કાબૂ મેળવે. નહિ તો વાસનાના દાસ જ નહિં, પણ દાસના દાસ બનશે. પુનમચંદની આંખ ઉઘડી જાય છે. અરે! મેં મિત્રદ્રોહ કર્યો. તું મારી બહેન છે, માતા છે. તે મને દિવ્યદ્રષ્ટિ આપી. સુશીલા બધું ઉઠાવી લે છે. પુનમચંદ દોડીને કે પગમાં પડી જાય છે. હૃદયમાં પશ્ચાતાપને પાવક પ્રગટે છે. ધાર આંસુએ રડી પડે છે. સુશીલા તેને પ્રેમથી સમજાવે છે.