________________
આંખથી આંખ પશુ મિલાવતી નથી. રૂપ સાથે ગુણની સુગંધ છે.' ઘણામાં રૂપ હેલ્પ તા ગુણુ નથી હાતા. ઘણામાં ગુણુ હાય તેા રૂપ નથી હેતુ. પુણ્યના ઉદયે સુશીલા રૂપને વાન પણ છે અને ગુણવાન પણ છે. ગુલામનાં ફુલમાં રૂપ અને સુગંધ બન્ને છે. આકડાના કુલમાં રૂપ નથી અને સુગંધ પણ નથી. રાતરાણીનાં ફુલમાં રૂપ-નથી પણ સુગંધ છે. કેસુડાના ફૂલમાં રૂપ છે પણ સુગધ નથી. એવા ચાર જાતના ફૂલ ડાય છે. એમ માનવી પણ ચાર જાતના છે. સુશીલામાં ગુલામના પુષ્પની જેમ બને છે. પુનમચદ્રને તે સુશીલાને જોતાં જ વિષયરૂપી વિષ ચડે છે. વિષ તે એક જ ભવમાં મારે છે. પણ, વિષયરૂપી વિષે અનંતા જન્મ-મરણુ વધારે છે.
“એક વિષયને જીતતાં, જીત્યા સહુ સંસાર, નૃપતિ જીતતાં જીતીયે, દળ, પૂર ને અધિકાર. વિષય રૂપ 'કુરથી, ટળે જ્ઞાન ને ધ્યાન, લેશ મદિરાપાનથી, છાકે જેમ અજ્ઞાન. -
જેમ લડાઈની અંદર એક રાજા જીતાઈ જાય તે પછી તેનુ લાવ-લશ્કર-અધિકાર મધુ જીતાઈ જાય છે. તેમ એક વિષય છતાય તે સઘળા સ ંસાર જીતાઈ જાય છે ! વિષય રૂપી અ'કુર જેના હૃદયમાં ઉગે છે, તેના જ્ઞાન-ધ્યાન ટળી જાય છે. મદિરાના પામેથી જેમ-તેમ અકવાટ કરે છે. તેના વિવેકના દિવડા આલવાઈ જાય છે. તે આગળ પાછળનુ વિચારી શકતા નથી, તેમ વિષય પણ મદિરા તુલ્ય છે. વિષયરૂપી મદિરા પીનાર પણ વિવેક ભ્રષ્ટ થાય છે. પારકી šન–કિરી પર ખરાબ દ્રષ્ટિ કરતાં અચકાતા નથી. સુશીલાને જોતાં પુનઃમચંદ્રને વિચાર આવે છે કે આવી સુંદર સ્ત્રી મારી થઈ જાય ૫ કેવા આનદ આવે! સુશીલા વિચીક્ષણ છે, પુનમચંની વિકારી દ્રષ્ટિને પારખી જાય
પણ મને મિત્ર વચ્ચેની મિત્રતા તૂટે તે માટે કંઈ ખાલી શકતી નથી. પુનઃમચંદ્ગ આવે જાય તે તેને ખરાબર સાચવી લે છે. પુનમચંદને એમ થાય છે કે હું જાઉં ત્યારે સુશીલા મારૂ' સન્માન કરે છે એટલે કે તે મને ચાહે છે, એમાં જોગાનુજોગ એક વખત એમ બને છે કે ઉડ્ડયચંદ્રને એક મહિના માટે મહારગામ જવાનું થાય છે. તે પેાતાના મિત્ર પુનમચ ંદને કહે છે-મારે થાડા વખત માટે બહારગામ જવાનુ છે. માટે તારી ભાભીની તું ખરાખર ખખર રાખજે, જે ચીજ-વસ્તુ જોઈતી હોય તે લાવી આપ આ સાંભળી પુનઃમચંદે કહ્યું : તમે કોઈ જાતની ફિકર રાખશેા નહિ પુનમચંદને તે જોઈતું હતું તે મળી ગયું. ઉદયચંદ બહારગામ જાય છે. અને પુનમચ દિવસમાં એક-બે વાર સુશીલાને મળવા માટે આવે છે. એક દિવસ તે સુશીલાને કહે છે-મારા ભાઈ બહારગામ ગયા છે તેથી તમને ગમતું નહીં હાય. હું પણ તે જ છું, તેના જેવા જ છું. તમે જરા પણ ઓછું લાવશે નહિં. તમારા દિવસ તે પસાર થઈ જતા હશે, પણ રાત્રિ