Book Title: Gyanthi Gyannu Bhedgyan
Author(s): Lalchandra Pandit
Publisher: Digambar Jain Kundamrut Kahan
Catalog link: https://jainqq.org/explore/008239/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates થી નીનું ભેદgle alનથી... ગણ...ભેદજ્ઞાન | તેનું ફળ શાનથી... જ્ઞાનની...અદતા www.Atma Dharma.com Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #2 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates भेद विज्ञानतः सिद्धा सिद्धा ये किल केचन। अस्येवाभावतो बद्धा बद्धा ये किल केचन।। (१३१) કો, શાનની , भावयेनेद विज्ञान मिदमच्छिन्न धारया। તાવાવFRIqયુવા જ્ઞાનું જ્ઞાને પ્રતિકતા(૬૨૦) અનંત ઉપકારી પૂ. કહાન ગુરુદેવના અનન્ય ભક્ત રત્ન ધ્યેય પૂર્વક શેયનાં જનક, ભાવશ્રુતજ્ઞાનમાં કેવળજ્ઞાનનાં દર્શન કરનાર, શુદ્ધાત્મવેદી, અધ્યાત્મ શિરોમણી પ્રવક્તા પૂ. શ્રી લાલચંદભાઈના આત્મસ્વભાવની અસ્તિની મસ્તિ પૂર્વકનાં સ્વાનુભૂતિ મુદ્રિત પ્રવચનો. પ્રકાશક તથા પ્રાપ્તિસ્થાન શ્રી દિગમ્બર જૈન કુંદામૃત કહાન મુમુક્ષુ મંડળ ‘સ્વીટહોમ ” જીમખાના રોડ, જાગનાથ શેરી નં-૬, રાજકોટ. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #3 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates કહાન સંવત ૧૮ વીર નિર્વાણ ૨૫૨૪ વિક્રમ સંવત ૨૦૫૪ પ્રકાશન પૂ. ગુરુદેવશ્રીની ૧૦૯મી જન્મ જયંતિના વર્ષે તેમજ પૂ. લાલચંદભાઈની ૮૯મી જન્મ જયંતિના સુઅવસરે. જેઠ સુદ નોમ, તારીખ ૩-૬-૯૮ પ્રથમ આવૃત્તિઃ પ્રત ૧૦૦૦ શ્રી દિગમ્બર જૈન કુંદામૃત કહાન સ્વાધ્યાય હોલ. 66 સ્વીટ હોમ ” જાગનાથ શેરી નં-૬ રાજકોટ પ્રાપ્તિસ્થાન ઇ.સ. ૧૯૯૮ શાંતિભાઈ સી. ઝવેરી ૮૧, નિલામ્બર ૩૭, પેડર રોડ, મુંબઇ નં. ૪૦૦ ૦૨૬ ટે નં. ૨૪૯૪૯૬૩૬, ૨૪૯૪૭૦૭૫ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #4 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates Thanks & Our Request This shastra has been donated by Jyoti Rajesh Shah, London, UK who have paid for it to be "electronised" and made available on the internet. Our request to you: 1) We have taken great care to ensure this electronic version of Gnaanthi Gnaannu BhedGnaan is a faithful copy of the paper version. However if you find any errors please inform us on Rajesh@ AtmaDharma.com so that we can make this beautiful work even more accurate. 2) Keep checking the version number of the on-line shastra so that if corrections have been made you can replace your copy with the corrected one. 3) If you would like to donate a shastra to AtmaDharma.com, please visit: http://www.AtmaDharma.com/donate to see the list of shastras we would like to see next on AtmaDharma.com. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #5 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates Version History Date Version Number 001 14 May 2003 Changes First electronic version. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #6 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પ્રકાશકીય નિવેદન પ્રારંભિક મંગલા ચરણ: “અહો! ઉપકાર જિનવરનો; કુંદનો ધ્વનિ દિવ્યનો, જિન કુંદ ધ્વનિ આપ્યા; અહો! તે ગુરુ કહાનનો” પ્રવર્તમાન કળિકાળમાં મોક્ષમાર્ગ પ્રાયઃ લુપ્ત થઈ ગયો હતો. ચારેબાજુ ઘટાટોપ અજ્ઞાન અંધકાર છવાયેલો હતો. સમસ્ત યુગ કર્મકાંડની દુનિયામાં વ્યસ્ત હતો, તેવા કાળે..ભવ્યજીવોના મહાભાગ્યે, જૈનશાસનના નભોમંડળમાં કુંદામૃતનો જ્ઞાનભાનુ ફરીથી ઝળહળી ઉઠયો અને જૈનશાસનનો ઉદ્ધાર થયો. અધ્યાત્મ ક્રાંતિવીર યુગપુરુષ આત્મજ્ઞ સંત પૂજ્ય શ્રી કાનજીસ્વામીનો ઉદય થયો. અને કુદામૃતની પવિત્ર મદાકિની ન કહીનભાવશ્રુત ગંગા દ્વારા સારાયે ભારતવર્ષની ભૂમિ ઉપર અવિરત પ્રવાહિત કરી અને ફરીથી તીર્થકરોની કર્મભૂમિ ઉપર સત્યધર્મનો પ્રકાશ કર્યો. * પૂ. ગુરુદેવશ્રીનાં સંપૂર્ણ જીવન દોહનનો ટૂંક સાર: (૧) આત્મા અકર્તા છે તે જૈનદર્શનની પરાકાષ્ટા છે. (૨) મોક્ષની પર્યાયને પણ પરદ્રવ્ય કહ્યું તે ભેદજ્ઞાનની પરાકાષ્ટા છે. (૩) પર્યાયનો કર્તા પર્યાય છે, તે પર્યાયનાં કર્તાકર્મની પરાકાષ્ટા છે. (૪) આહા ! જ્ઞાન તો જ્ઞાનને પ્રસિદ્ધ કરે જ છે. પરંતુ જ્ઞય પણ જ્ઞાનનેજ જાહેર કરે છે. આ સની પરાકાષ્ટા છે. (૫) જ્ઞાન, શેય, જ્ઞાતા એવા નામભેદ છે. પણ વસ્તુમાં ભેદ નથી. આ સ્વતંત્રતાની પરિપૂર્ણતાની પરાકાષ્ટા છે. (૬) ઉત્પાદ સત, વ્યય સત્, ધ્રુવ સત્-વસ્તુનાં સપણાની પરાકાષ્ટા છે. * ચૈતન્યની અભિવ્યક્તિ ચૈતન્યમય જ હોય છે તે ન્યાયે કહાનગુરુના ધર્મસુપુત્ર પૂ. “ભાઈશ્રી' ના અધ્યાત્મ જીવનનો ટૂંકસાર. (૧) પ્રથમમાં પ્રથમ આત્માને જાણવો તે અધ્યાત્મની પરાકાષ્ટા છે. (૨) “હું પરને જાણું છું' તે અધ્યવસાન હોવાથી, ભાવબંધની પરાકાષ્ટા છે. (૩) સર્વને જ્ઞાનની સ્વચ્છતામાં જ્ઞાયક પરમાત્મા જણાય છે તે જ્ઞાન સ્વભાવની પરાકાષ્ટા છે. (૪) ૧૭, ૧૮ ગાથામાં-બધાને જાણનારો જણાય છે. તે જ્ઞાયકભાવની સરળતાની, ઉદારતાની પરાકાષ્ટા છે. (૫) “હું જાણનાર છું, કરનાર નથી. જાણનારો જણાય છે, ખરેખર પર જણાતું નથી” આમાં બાર અંગને સંક્ષેપવાની પરાકાષ્ટા છે. (૬) અગિયાર અંગનો પાઠી થયો ! ભેદ પ્રભેદને જાણતાં, પોતાને એમ થાય છે કે હવે “જ્ઞાન” ઘણું વધ્યું! અને બીજા અજ્ઞાની પ્રાણીઓને પણ એમ ભાસે છે કેઃ “આ” પુરુષનું જ્ઞાન હવે પરાકાષ્ટાએ પહોંચ્યું છે. જ્ઞાન તો પ્રગટ થયું જ નથી ભાઈ એને!! (૭) પરાકાષ્ટા દ્વારા, પરાકાષ્ટા સુધી પહોંચી જવું તે જ માત્ર પ્રયોજનની પરાકાષ્ટા છે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #7 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates * તત્વવેદી અધ્યાત્મના પ્રખર વકતા પૂ.ભાઈશ્રી: પૂ. ગુરુદેવશ્રીનાં સ્વર્ગારોહણ બાદ પૂ. ગુરુદેવના તત્ત્વજ્ઞાનને આપશ્રીએ સુરક્ષિત રાખ્યું. તેમજ જીવનની અંતિમ ક્ષણો સુધી આપશ્રી જૈનધર્મના સિદ્ધાંતોમાં અચલ મેરુની જેમ અડિંગ અને નિશંક રહ્યા. આ વાતનું સમર્થન આપતાં હિન્દી સમાજના શિરમોર પંડિત આદરણીય બાબુયુગલકિશોરજી “યુગલ” ઘણી વખત જાહેર પ્રવચનો શિબિરોમાં ફરમાવતા કે...ગુરુદેવકા તત્ત્વ કેવલ લાલચંદભાઈ કે હૃદયમેં સુરક્ષિત હૈ.” * પૂ.ભાઈશ્રીની ભાવનાઃ ૫. ભાઈ શ્રીના શુદ્ધનય દ્વારા સિદ્ધાંતબોધની નિષ્કપભૂમિ ઉપર સ્વભાવની નિગાહ. પ્રગટ કરાવતાં ન્યાયોથી સભર પ્રવચનોને પુસ્તક રૂપે પ્રકાશિત કરવા માટે અનેક વાર મુમુક્ષ તરફથી આગ્રહું થતો ત્યારે...હંમેશાં તેઓશ્રી એકજ ઉત્તર આપતાં કે.પૂ. ગુરુદેવશ્રીનું છપાવો મારું કાંઈ નહીં. સંકલિત પ્રતિભાસનું પુસ્તક છપાવવું, તેવી અમારી ભાવનાની સામે પોતાની ભાવના વ્યક્ત કરતાં કહ્યું કે મારા સ્વર્ગવાસ પછી દિવાળી ૯૧ની સાલના સમયસાર ૩૭૩ થી ૩૮૨ ગાથાનાં પ્રવચનો તેમજ દ્રવ્યસ્વભાવ-પર્યાય સ્વભાવ છપાવજો. * પૂ. ભાઈશ્રીના મહામંગળકારી ૮૯મી જન્મ જયંતિના ઉપલક્ષમાં આજે પૂ. ભાઈશ્રી આપણી વચ્ચે ઉપસ્થિત નથી. તેઓશ્રી સમયસારમયી હતા. તેમણે પરમાગમોનું અવગાહન કરી અને તેમાં રહેલી સંચિત રત્નરાશિને મુક્ત હૃદયે, મુક્તભાવે પ્રભાવના કરી. મંગલમય ૮૯મી જન્મજયંતિની મંગલઘડીનું પ્રથમ મંગલ પ્રકાશન છે અમારું.. “જ્ઞાનથી....જ્ઞાનનું.... ભેદજ્ઞાન” આ મંગલ સુઅવસરે પૂ. ભાઈશ્રીનાં વિધ-વિધ સ્થળે થયેલાં માંગલિક પ્રવચનોની મંગલપ્રસાદી રૂપ પ્રવચનોનું મંગલ...મંગલાચરણ. જે મંગલ સ્વભાવની, મંગલ જ્ઞાન ગર્જના કરતા, મંગલમૂર્તિ જ્ઞાયક ભાવને ઘોષિત કરે છે. * પ્રકાશનનો હેતુ: (૧) સૌ પ્રથમતો સ્વભાવ લક્ષે સ્વાધ્યાય થશે તો જરૂર આત્મદર્શન થશે. (૨) આ પ્રવચનોમાં ધ્યેયનું સ્વરૂપ, શેયનું સ્વરૂપ, ધ્યેયપૂર્વક શેયનું સ્વરૂપ, સાધ્યનું સ્વરૂપ, સાધકનું સ્વરૂપ આમ જિનોક્ત તત્ત્વદર્શનની સંપૂર્ણ વિધિ આમાં વણાયેલી છે. (૩) વળી આ પુસ્તકના સ્વાધ્યાયથી વર્તમાન તેમજ ભવિષ્યના આસનભવ્ય જીવોને સમ્યકુમાર્ગ દષ્ટિગોચર થતો રહે તે જ ભાવના છે. (૪) અને મોહની ઉત્પત્તિનું મૂળિયું ઇન્દ્રિયજ્ઞાન છે. તેથી ભાવેન્દ્રિયોથી ભેદજ્ઞાન કરવાની અપૂર્વ કળા આમાં રહેલી છે. (૫) તદ્દઉપરાંત દિગમ્બર સમાજનો કોયડો “સ્વપર પ્રકાશક' છે. તેનો ઉકેલ પણ આ પ્રવચનોમાં સ્પષ્ટપણે પ્રતિપાદિત થયેલો છે. (૬) અને પૂ. ગુરુદેવશ્રીએ તત્ત્વજ્ઞાનનો પાયો જે ઊંડો નાખ્યો છે, તે પંચમ આરાના છેડા સુધી ટકશે. એકાવતારી આત્મજ્ઞ . સોગાનીજીનાં વચનો પણ સાકાર થતાં જોવા મળે છે. ખરેખર જ્ઞાનીઓનાં સમ્યકુ નિર્મળ જ્ઞાનમાં ભવિષ્યનાં પ્રતિભાસનો વર્તમાનમાં આવિર્ભાવ થાય છે તે યથાર્થ છે. તેમજ પૂ. બહેનશ્રીનાં વચનામૃતમાં પણ બોલ છે કે પૂ. ગુરુદેવશ્રીનો મહિમા હજારો વર્ષો સુધી ગવાશે. આમ ધર્માત્માઓના વચનામૃત સાકાર થતા દેખાય છે. (૭) વળી સમયસાર આદિ પરમાગમોમાં અતિ ગુઢ રહસ્યો ભરેલાં છે. આપણી વર્તમાન યોગ્યતા અને મંદબુદ્ધિને કારણે તેમાં રહેલાં બ્રહ્માંડના ભાવોને સમજવા ઘણા કઠિન લાગે છે. તેથી જીવંત જિનવાણીના ભાવોને સમજવામાં સહાયક બને, સરળતા રહે તેમજ વીર-સીમંધરકુદ-અમૃત Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #8 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાન તત્ત્વજ્ઞાનનો ખજાનો પંચમઆરાના છેડા સુધી ટકે તેવી ભાવનાથી આ પુસ્તક પ્રકાશિત કરેલ છે. * મંગલ કાર્યવાહી: શ્રી સમયસારજી પરમાગમ ઉપર પૂ. ભાઈશ્રીનાં અલગ-અલગ સાલનાં મંગલ પ્રવચનો જે ઓડિયો, વિડિયો કેસેટમાં અંકિત થયેલા છે, તે દિવ્ય ધ્વનિને ટેપ ઉપરથી ઉતારી અને અક્ષરદેહરૂપે લેખનીબદ્ધ કરવામાં આવ્યા છે. એકજ ટેપને વારંવાર સાંભળીને લખેલ છે. યથાયોગ્ય લખાણને યોગ્ય સુસંગત પેરેગ્રાફ પાડીને વ્યવસ્થિત લખાણ કરેલ છે. આ પ્રવચનો લખતી વખતે આ પ્રવચનોમાં વ્યક્ત ભાવો યથાવત્ જળવાઇ રહે તેની સંપૂર્ણ જાગૃતિ રાખવામાં આવી છે. વળી અધ્યાત્મમાર્ગમાં એકની એક વાત આત્માર્થતાની પોષક હોવાથી પુનરુક્તિ દોષ ન લાગતાં... અધ્યાત્મના રસને પુષ્ટ કરે છે. તેમજ આ પુસ્તકનો સ્વાધ્યાય કરતી વખતે પૂ. ભાઈશ્રીની વાણીની અતીન્દ્રિયધારા માનો કે પ્રત્યક્ષ વહેતી હોય તેવી રીતે સંકલિત કરેલ છે. * આભાર - આ પુસ્તક પ્રકાશન થવામાં મુખ્ય કાર્યકર્તા બ્ર. શોભનાબેન જે. શાહ છે. તેમના કુશળ માર્ગદર્શન નીચે આ સંપૂર્ણ પુસ્તક પ્રકાશિત થયેલું છે. તઉપરાંત ટેઇપ ઉપરથી પ્રવચન ઉતારવાનું કાર્ય ઘણું જ કઠિન હોવા છતાં, મુમુક્ષુના નિસ્પૃહુ સહકારથી આ કાર્ય ટૂંક સમયમાં પુસ્તકરૂપે પ્રકાશિત કરવાનું શક્ય બનેલ છે. આ પ્રવચનો કેસેટ ઉપરથી લખવામાં મુખ્ય ફાળો ચંદનબેન પુનાતર, ડો. દેવેન્દ્રભાઈ દોશી તેમજ શ્રી બકુલભાઈ લાખાણી વગેરેનો છે. તેમજ શ્રી દેવશીભાઈ ચાવડા વગેરે પ્રત્યે અને પુસ્તકની શરૂઆતથી અંત સુધી ખૂબજ ઉત્સાહિત હૃદયે કાર્યકર્તા શ્રી ચેતનભાઈ મહેતા વગેરે પ્રત્યે સંસ્થા આભારની લાગણી વ્યક્ત કરે છે. * સહાયક ફંડ પૂ. ભાઈશ્રીનાં પ્રવચનો પુસ્તકરૂપે પ્રકાશિત કરવાની જાહેરાત થતાં જ અનેક મુમુક્ષુ ભાઈબહેનો તરફથી ઉદાર હૃદયે સહકાર પ્રાપ્ત થયો છે. તે સર્વે પ્રત્યે સંસ્થા હૃદયથી આભારની લાગણી વ્યક્ત કરે છે. આ પુસ્તકની ખરી કિંમતનો નિત્ય સ્વાધ્યાય છે. * આવકાર્ય - શ્રી દિગમ્બર કુંદામૃત કહાન સ્વાધ્યાય હોલનું આ પ્રથમ પુસ્તક છે. તેથી સુજ્ઞ પાઠકગણને વિદિત કરીએ છીએ કે આ સંકલન સંબંધી કાંઇ પણ ક્ષતિઓ, ત્રુટીઓ, રહી જવા પામી હોય, તો તે સંબંધી સૂચનો અવશ્ય મોકલશો. અમે તેને આવકારશું અને ત્યાર પછીના પુસ્તકમાં તે સંબંધી ઘટતું કરવામાં આવશે. અંતમાં સૌ મુમુક્ષુજનો આ પુસ્તકનો સ્વાધ્યાય કરી અને સ્વભાવથી જ જ્ઞાન આત્માને જાણતું હોવાથી મને જાણનારો જ જણાય છે એવો અભેદ અનુભવ સૌને થાય એજ ભાવના સહુ શ્રી દિગમ્બર જૈન કુંદામૃત કાન સ્વાધ્યાય હોલ “સ્વીટ હોમ” જાગનાથ શેરી નં. ૬, જીમખાના રોડ, રાજકોટ. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #9 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી સમયસારજી-સ્તુતિ (હરિગીત) સંસારી જીવનાં ભાવમરણો ટાળવા કરુણા કરી, સરિતા વહાવી સુધા તણી પ્રભુ વીર! તે સંજીવની; શોષાતી દેખી સરિતને કરુણાભીના હૃદયે કરી, મુનિકુંદ સંજીવની સમયપ્રાભૃત તણે ભાજન ભરી. (અનુષ્ટ્રપ) કુંદકુંદ રચ્યું શાસ્ત્ર, સાથિયા અમૃતે પૂર્યા, ગ્રંથાધિરાજ ! તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા. (શિખરિણી), અહો ! વાણી તારી પ્રશમરસ–ભાવે નીતરતી, મુમુક્ષુને પાતી અમૃતરસ અંજલિ ભરી ભરી; અનાદિની મૂછ વિષ તણી ત્વરાથી ઊતરતી, વિભાવથી થંભી સ્વરૂપ ભણી દોડ પરિણતિ. (શાર્દૂલવિક્રિડિત) તું છે નિશ્ચયગ્રંથ ભંગ સઘળા વ્યવહારના ભેદવા, તું પ્રજ્ઞાછીણી જ્ઞાન ને ઉદયની સંધિ સહુ છેદવા; સાથી સાધકનો, તું ભાન જગનો, સંદેશ મહાવીરનો, વિસામો ભવકલાંતના હૃદયનો, તું પંથ મુક્તિ તણો. (વસંતતિલકા). સુણે તને રસનિબંધ શિથિલ થાય, જાણે તને હૃદય જ્ઞાની તણાં જણાય; તું રુચતાં જગતની રુચિ આળસે સૌ, તું રીઝતાં સકલજ્ઞાયકદેવ રીઝે. (અનુરુપ ) બનાવું પત્ર કુંદનનાં, રત્નોના અક્ષરો લખી; તથાપિ કુંદસૂત્રોનાં અંકાયે મૂલ્ય ના કદી. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #10 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #11 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અર્પણ” અધ્યાત્મ શિરોમણિ યુગપુરુષ પૂ. ગુરુદેવશ્રી કાનજીસ્વામી આપશ્રીએ મોક્ષમાર્ગનું સ્વરૂપ અત્યંત સ્પષ્ટ કરી અને બતાવ્યું છે. અને અનેક ભવ્યજીવોને મુક્તિમાર્ગના પથિક બનાવ્યા છે. દ્રવ્યઇન્દ્રિયો, ભાવઇન્દ્રિયો અને તેના વિષયોથી ભેદજ્ઞાન કરાવ્યું છે. “કાનનો ઉઘાડ શબ્દને સાંભળે છે, જ્ઞાનનો ઉઘાડ આત્માને જાણે છે, ' આમ ભાવેન્દ્રિયોને આત્માથી અને આત્માના જ્ઞાનથી સર્વથા ભિન્ન બતાવી અને શેયજ્ઞાયકના સંકરદોષનો પરિહાર કરાવ્યો છે. આમ ઉત્કૃષ્ટ ભેદજ્ઞાનનું મહાશરણ આપી જિતેન્દ્રિય જિન થવાની અનુપમ વિધિ દર્શાવી છે. આપશ્રીએ પ્રકાશેલા માર્ગને અનેક પ્રકારના ન્યાયોથી વધારે દઢ કરાવનાર આપશ્રીના ધર્મસુપુત્ર ‘કહાન લાલ” નાં પ્રવચનોને પુસ્તક રૂપે પ્રકાશિતકરી આપશ્રીના હસ્ત કમળમાં સવિનય અર્પણ કરીએ છીએ. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #12 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates “આ કાળમાં શુદ્ધત્મજ્ઞાની સુકની બહુ બહુ દોહ્યલો, મુજ પુણ્યરાશિ ફળ્યો અહો ! ગુરુ કહાન નાવિક તું મળ્યો.” અધ્યાત્મ યુગ પ્રવર્તક, સ્વાનુભૂતિ માર્ગ પ્રકાશક, અધ્યાત્મમૂર્તિ પૂ. સદગુરુદેવશ્રી કાનજી સ્વામી Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #13 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates “ અર્પણ” ઇન્દ્રિયજ્ઞાન....જ્ઞાન નથી, તે ગુપ્ત રહસ્યના ઉદ્દઘાટક સન્માર્ગદર્શી, જ્ઞાયક ઉપાસક પૂ. ભાઈશ્રી. આપ શ્રી એ જ્ઞાનનો મૂળ સ્વભાવ દર્શાવ્યો છે. તઉપરાંત સાધકની સવિકલ્પ દશાનું વિશિષ્ટ પ્રકારે સ્પષ્ટતા કરી એકજ જ્ઞાનની પર્યાયમાં સાધકના નિશ્ચય પૂર્વક નિશ્ચયવ્યવહારનું માર્મિક, ગૂઢ, ગુપ્ત સ્વરૂપ પ્રકાશિત કરી અમ મુમુક્ષુ સમાજ ઉપર અનંત અનંત ઉપકાર કર્યો છે. ઇન્દ્રિયજ્ઞાનને જ્ઞાન માનવું તે જ ભ્રાંતિ છે અને તે જ સંસાર છે. મોહની ઉત્પત્તિનું મૂળિયું ઇન્દ્રિયજ્ઞાન છે. અને હું પરને જાણતો નથી, તેમાં ઇન્દ્રિયજ્ઞાનને જીતવાની તેમજ અતીન્દ્રિયજ્ઞાન પ્રગટ કરવાની અનુપમ વિધિ દર્શાવી છે. આપશ્રીની સ્વરૂપ અનુભૂતિની દિવ્ય ભાવનાઓને પુસ્તકસ્વરૂપે પ્રતિબિંબિત આપશ્રીનાં કર કમળોમાં સાદર સવિનય સમર્પિત કરીએ છીએ. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #14 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ધર્મકાળ અહો ! વર્તે ફરીને ભારતમાં; વીર-કુંદ-કહાન-લાલ ગર્જ, ધર્મ ધોરી માર્ગમાં. ધ 08ાણીના, નાર નથી થી 9 $ જાણનારા Page ‘ી જણાય wilde ah ah શ્રી કહાનગુરુનાં વારસદાર ધર્મસુપુત્ર, આત્મરસિક, જૈન જગતમાં અધ્યાત્મખ્યાતિ પ્રાપ્ત, પૂ. ભાઈશ્રી લાલચંદભાઈ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #15 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates મંગલમ્ ભગવાન વીરો, મંગલમ્ ગૌતમો ગણી મંગલમ્ કુંદકુંદાર્યો, જૈન ધર્મોસ્તુ મંગલમ્ આભાર જ્ઞાનથી...જ્ઞાનનું ભેદજ્ઞાન કરાવનાર! શેયથી.. શેયનું ભેદજ્ઞાન કરાવનાર! શેય શાયકના સંકરદોષના પરિહારની પરાકાષ્ઠા બતાવનાર, શાયકનાં જ્ઞાનેશ્વરી, દ્રવ્યદષ્ટિનાં પારમેશ્વરી, ભેદજ્ઞાનના દાનેશ્વરી, પૂ. શ્રી લાલચંદભાઈ પ્રત્યે આભાર. (૧) સ્વભાવ દર્શક પૂ. ભાઈશ્રી : મંગલાચરણના માંગલિકમાં જેનું નામ ત્રીજું છે, જે જૈનશાસનના સ્થંભ છે, તેવા કુંદકુંદાચાર્ય ભગવાન મહાવિદેહથી પધારીને આ ગાથા જાણે ન લખી હોય !! અને સમયસારની તે પંક્તિ “હું! ગ્રંથાધિરાજ તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા.' તે પંક્તિ સંપૂર્ણપણે જાણે ચરિતાર્થ ન થતી હોય તેમ આપશ્રીએ દશગાથાના ભાવોને ન્યાયથી, સ્વભાવથી, તર્કથી ખોલ્યા ત્યારે ખરેખર એમ લાગ્યું કે સોળે કળાએ જ્ઞાનસૂર્ય ખીલ્યો છે. આ દશ ગાથામાં આચાર્ય ભગવાને ખૂબી તો એ મૂકી, કે નિશ્ચયથી જ્ઞાન આત્માને જાણે છે, વ્યવહારે જ્ઞાન પરને જાણે છે. એવો નિશ્ચય વ્યવહારનો પ્રયોગ ન કરતાં (જીવન) જ્ઞાનના મૂળ સ્વભાવથીજ વાત કરી. તદ્ઘપરાંત આ ગાથાઓમાં ક્યાંય આત્મા સ્વને પણ જાણે છે, પરને પણ જાણે છે, તેમ સ્વ પર પ્રકાશકનો ઉલ્લેખ ન કર્યો. જગતની મોટામાં મોટી ભૂલ બતાવી. આત્મા પોતાના સ્થાનમાં રહીને પોતાને જાણે છે, તથા પરને જાણે છે, તેમ સ્વ પર પ્રકાશક નથી લીધું. ઊંચા પ્રકારની ગાથા છે. આમાં ત્વરાએ અનુભવ તેમજ ત્વરાએ મોક્ષ થાય તેવી વાત છે. છેક પૂર્ણતા સુધીની વાત છે. વળી કુંદકુંદ ભગવાને “નવતત્ત્વને ભૂતાર્થનથી જાણતાં “સમ્યકત્વ' “ઉપયોગમાં ઉપયોગ છે” તે મૂળગાથામાં કહ્યું છે તેમ આ દશ ગાથામાં પણ મૂળમાં કહ્યું કે..આત્મા પણ શ્રોત્રેન્દ્રિયના વિષયમાં આવેલા શબ્દને ગ્રહવા (જાણવા) જતો નથી “શ્રોત્ર વિષયમ માતમ શબ્દમ”...આત્મા કદી પરને જાણવા ગયો જ નથી, આ જ્ઞાનના મૂળ સ્વભાવની વાત છે. હું જાણતો નથી ' ત્યાં તો વિશેષમાં પણ પરથી જ્ઞાન વ્યાવૃત્ત થઈ જાય છે. કળશ ૧૨૨ માં કહ્યું છે તે જ વાત છે. “સ્વભાવને ગ્રહે તો મોક્ષ, સ્વભાવને તજે તો બંધ જે આવો સ્વભાવ જાણશે તેને જ્ઞાનની ઉત્પત્તિ થશે. માટે બાળ-ગોપાળ સહુને આત્માને જાણતું Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #16 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જ જ્ઞાન પ્રગટ થાય છે. તે સ્વને જાણવાનું કોઈ સમયે છોડતું જ નથી. અનાદિથી આત્માનો સ્વભાવ જ્ઞાન અને જ્ઞાનનો સ્વભાવ આત્માને જાણવું તે છે. આ ફંકશન સ્વાભાવિક છે. કેમ કે આત્મા અને જ્ઞાન અવ્યતિરેક છે, તત્ સ્વરૂપે છે. શેય અને જ્ઞાન તાદા સ્વરૂપે છે, તેવો જ્ઞાતા છે. આમ મૂળમાં ચોખ્ખો પાઠ છે. જ્ઞાનના મૂળ સ્વભાવમાં પરને જાણવું નથી. માટે વિશેષમાં પણ વ્યાપતું નથી. આ વાત લક્ષના સ્વભાવથી છે. અહિંયાં પ્રતિભાસ ગૌણ છે. જ્ઞાન જ્ઞયનું લક્ષ ક્યારે કરે, પોતાને જાણવાથી ટ્યુત થાય તો?? જ્ઞાન શેયનું લક્ષ કદી કરતું જ નથી; અને પોતાને જાણવાથી કદી વ્યુત થયું જ નથી. દરેક ગાથામાં સળંગ આ વાત નવગાથા સુધી કહી. (૨) શેયથી.. શેયનું... ભેદજ્ઞાન કરાવનાર પૂ.ભાઈશ્રી...!! ભાવેન્દ્રિયો ખરેખર શેય છે. અને શેયને જ્ઞાન માનવું તે જ્ઞાન સંબંધી ભૂલ છે. છ દ્રવ્યો શેય છે તેને લક્ષ કરીને જાણનાર ખરેખર શેય છે, અને તેને જ શેય માનવું તે શેય સંબંધી ભૂલ છે. અરે ! જેને જ્ઞાન માને છે તે તો આત્માથી સર્વથા ભિન્ન જ્ઞેય નીકળ્યું. શ્રીમદ્જીમાં છે કે “ ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર. અંતર્મુખ અવલોકતાં વિલય થતાં નહીં વાર” આમ ઇન્દ્રિયજ્ઞાનને જ્ઞાન માનવાની ભ્રાંતિ દૂર કરી છે. હે! પૂજ્ય શ્રી ! આપે ઇન્દ્રિયજ્ઞાનની પોલ ખોલી નાખી છે. જેમ મોક્ષમાર્ગ પ્રકાશકમાં કહ્યું છે કે મોક્ષમાર્ગ તો એક જ છે, પણ તેનું નિરૂપણ બે પ્રકારે થાય છે. તેમ ઇન્દ્રિયજ્ઞાન અને જ્ઞાન બન્નેના નામ નિક્ષેપમાં, બંનેની રાશિમાં જ્ઞાન છે, પણ એક શેય છે. બીજું જ્ઞાન છે. ઇન્દ્રિયજ્ઞાનમાં ચેતના વ્યાપતી નથી તેમાં જ્ઞાનનો અંશ નથી, તેથી તે જ્ઞાન નથી પણ જ્ઞય છે. પૂ. ગુરુદેવશ્રી ફરમાવે છે કે, “શેય.. શેયરૂપ રહે છે, જ્ઞયજ્ઞાનરૂપ થતું નથી, જ્ઞાન. જ્ઞાનરૂપ રહે છે, જ્ઞાન.... શેયરૂપ થતું નથી.” આજ વાતની પુષ્ટિરૂપ શ્રીમદ્જીનું પદ છે કે.. જડ ભાવે જડ પરિણમે, ચેતન ચેતન ભાવ” કોઇ કોઇ પલટે નહીં, છોડી આપ સ્વભાવ. (૩) જ્ઞાન સૂર્યમાં જોય રાહુનો અભાવ દર્શાવનાર પૂ. ભાઈશ્રી..! જીવનું વિશેષ ચેતના છે. ભાવેન્દ્રિય જીવનું વિશેષ નથી. જીવના વિશેષમાં માત્ર જીવ જ જણાય છે. તે જીવને જ પ્રસિદ્ધ કરે છે. ને ભાવેન્દ્રિય અજીવનું વિશેષ હોવાથી તે અજીવને જ પ્રસિદ્ધ કરે છે. ચિત્ ચમત્કાર ચૈતન્યભૂમિમાં ઇન્દ્રિયજ્ઞાનનાં કાંટા નથી. તેમજ ચેતન મૂર્તિ ચૈતન્યચંદ્રમાં ભાવઇન્દ્રિયનાં ડાઘા અને દ્રવ્યન્દ્રિયનાં કાણાં નથી. આમ ચૈતન્ય ચંદ્ર ગ્રહણ વિનાનો છે. પ્ર.) ઇન્દ્રિયજ્ઞાનને શેય શા માટે કહ્યું? જ્ઞાન શા માટે નહીં? ઉત્તર:) જેમ રાગ આત્માને પ્રસિદ્ધ કરતો નથી. તેમ ઇન્દ્રિયજ્ઞાન પણ આત્માને પ્રસિદ્ધ કરતું નથી. સ. સાર. ૩૮ ગાથામાં અમૃતચંદ્રદેવ ફરમાવે છે કે... હવે ય ભાવ ફરીથી અમને મોહુ ઉત્પન્ન Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #17 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates નહીં કરે. ગણધર ભગવાનનું બાર અંગનું જ્ઞાન પણ અપૂર્વ નથી. બંધનું કારણ છે. મોક્ષનું કારણ નથી. તે જ્ઞેયનો ભાવ છે, જ્ઞાયકનો ભાવ નથી. જેમ જીવને પરિણામ ન હોય, અકર્તાને કર્મ ન હોય, તે દૃષ્ટિનો વિષય છે. જેમ જગતમાં કોઇ નિમિત્ત નથી, તેમ આ જ્ઞાયકને જગતમાં કોઇ શૈય નથી. સમયસાર ૩૧ ગાથામાં દ્રવ્યઇન્દ્રિયો, ભાવઇન્દ્રિયો અને તેનાં વિષયો ત્રણેયને જ્ઞેય કહ્યા છે. વળી ૪૯ ગાથામાં કહ્યું છે કે: ‘આત્માને ક્ષાયોપશમિક ભાવનો અભાવ હોવાથી ' નિયમસારમાં કહ્યું છે કે, “પરાશ્રિતો વ્યવહાર સ્વાશ્રિતો નિશ્ચય. સઘળોય વ્યવહા૨ અભૂતાર્થ છે. તે નિષેધ કરવા માટે દર્શાવ્યો છે, તેનો તું નિષેધ કરજે. કારણકે તેનું ફળ સંસાર છે. જ્ઞાનનું લક્ષ ૫૨ ઉપર ન હોય; કારણકે તે આત્માશ્રિત છે. ઇન્દ્રિયજ્ઞાનનું લક્ષ આત્મા ઉપર ન હોય; કારણ કે તે જ્ઞેયાશ્રિત છે. માટે તો સમયસાર ૧૪૪ ગાથામાં કહ્યું કે, ૫૨ને પ્રસિદ્ધ કરનારું ઇન્દ્રિય જ્ઞાન અને છઠ્ઠુંમન તેને મર્યાદામાં લાવ. (૪) ભેદજ્ઞાન ક્યાં કરવું. અને કેવી રીતે કરવું તે વિધિ દર્શાવનાર પૂ. ભાઈ શ્રી...! "" અનાદિથી વિશેષ અપેક્ષાએ જીવ સમયે-સમયે અજ્ઞાની કેવી રીતે થાય છે? અથવા જ્ઞેયોનો જ્ઞાનની સ્વચ્છતામાં પ્રતિભાસ થાય છે; ત્યારે અજ્ઞાની શું માને છે? સૌ પ્રથમ તો જ્ઞાયક સ્વરૂપ જીવ છે. તેનું લક્ષણ ઉપયોગ બધાને પ્રગટ થાય છે. અને તેમાં સ્વપરની જ્ઞપ્તિ થાય છે. (પ્રતિભાસ થાય છે.) તે જ્ઞાન સ્વચ્છ છે પણ સમ્યક્ નથી અને મિથ્યા પણ નથી. હવે આ શૈયાકાર જ્ઞાનના વિષયભેદે ભેદ પડી જાય છે. જો સ્વને વિષય કરે તો સમ્યજ્ઞાન. ૫૨ને વિષય કરે તો મિથ્યાજ્ઞાન. પરંતુ આ સ્વ પર પ્રતિભાસ વાળી પર્યાય પ્રમાણજ્ઞાનરૂપ હોવાથી તેમાં અસ્તિ-નાસ્તિ અનેકાંત પ્રજ્ઞા વડે; વિધિ-નિષેધ કરી, નિશ્ચય કાઢવું જોઇએ. અને તો જ તે જિનવચનમાં કુશળ છે. આજ વાત પંચાધ્યાયી ૫૫૮ ગાથા, પ્રવચન સાર ૧૨૪ ગાથા, સમયસાર ૨ ગાથામાં કરી છે. શબ્દનો પ્રતિભાસ બેનો અને લક્ષ એકનું, આ મોહના નાશ માટેનું મંગળસૂત્ર છે. હવે અજ્ઞાન કેમ ઉત્પન્ન થાય છે? ૫૨૫દાર્થોનો પ્રતિભાસ દેખીને, તેનું લક્ષ કરી લ્યે છે, તેથી અજ્ઞાન ઉત્પન્ન થાય છે. હવે પોતાની યોગ્યતા અને ગુરુગમે તેને ખ્યાલ આવે છે કે, મને ‘ જાણનારો જણાય છે; ને ખરેખર ૫૨ જણાતું નથી'. આમાં પ્રયોજનની સિદ્ધિ થાય છે. જ્ઞાન પરથી થતું નથી તેમાં પરનું લક્ષ છૂટી જાય છે. અને જ્ઞાન જ્ઞાયકથી પણ થતું નથી તેમાં જ્ઞાયકનું લક્ષ થઈ જાય છે. જે પંચાધ્યાયી કર્તાએ કહ્યું કે જ્ઞાન સ્વ પર પ્રકાશ છે તે અસત્ લક્ષણ છે. ’ (૫ ) જિનાગમની વિશાળતા દર્શાવનાર પૂ. ભાઈશ્રી...! વસ્તુદર્શન ! જૈનદર્શન ! તે વિશાળ છે. શબ્દ તો મર્યાદિત છે. માટે જૈનદર્શનમાં ‘જાણવું’ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #18 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અર્થ ત્રણ રીતે થાય છે. (૧) પ્રતિભાસને પણ જાણવું કહેવાય, (૨) લક્ષ માટે પણ જાણવું,” કહેવાય અને (૩) લક્ષનું ફળ જ્ઞાનતત્ત્વ, તેનાં માટે પણ “જાણવું” શબ્દ વપરાય છે. આમ ત્રણે ધર્મો માટે જાણવું શબ્દનો પ્રયોગ થાય છે. એક સમયની એક જ જ્ઞાન પર્યાયમાં આ ત્રણે ધર્મો યુગપદ્ રહેલા છે. આખા જગતને “જાણવું' જે જ્ઞાનત્વનો સ્વભાવ છે તેની જ ખબર છે. તેથી તેને જ આગળ કરે છે. અને જ્ઞાનનો લક્ષ રૂપ સ્વભાવ તેમજ પ્રતિભાસરૂપ સ્વભાવ અપ્રચલિત છે. તે જિનાગમની નિધિને પૂજ્ય ગુરુદેવશ્રી તેમજ પૂ. ભાઈશ્રી આપે જ ખોલી છે. વળી આ દશ ગાથામાં જે જાણવું શબ્દ છે તે લક્ષના હેતુએ વપરાયેલ છે. “જીવ પણ જાણવા ન જાયે” વળી પૂ. ગુરુદેવશ્રીનાં પ્રવચનો ને જે સૂક્ષ્મદષ્ટિથી શ્રવણ કરે છે તેને ખ્યાલમાં જ હશે કે પૂ. ગુરુદેવ એક પ્રવચનમાં તો અનેક વખત લક્ષનું સ્વરૂપ બતાવે છે. “પુણ્ય પાપનું લક્ષ છોડ, અને ભગવાન આત્માનું લક્ષ કર” આત્મા ખરેખર પરને જાણતો જ નથી તો પછી ઉપયોગ મૂકવાની વાત ક્યાં રહી.” આ બધી જ વાત લક્ષના સ્વભાવથી છે. (૬) લક્ષનું વાસ્તવિક સ્વરૂપ દર્શાવનાર પૂ. ભાઈ શ્રી..! લક્ષ” એ જૈનદર્શનનો પ્રાણ છે. લક્ષની લીલા જ કોઇ ન્યારી છે. સંપૂર્ણ જૈનદર્શન લક્ષના ઊંડા અને મજબૂત સ્થંભ ઉપર ઉભેલું છે. આમ લક્ષ એ જૈનધર્મનું મૂળિયું છે. લક્ષ સમ્યક થયા વિના “જાણવું' કદી સમ્યક થતું નથી. લક્ષમાં સર્વ વિવિક્ષાનો અભાવ છે. લક્ષના વિષયમાં દ્રવ્યસ્વભાવમાં તો સ્યાદવાદ નથી, પણ લક્ષમાં એ પર્યાયસ્વભાવમાં સ્વાદ્વાદ નથી. લક્ષના સ્વભાવમાં અપેક્ષા લગાવે, કથંચિત્ લગાવે, તો લક્ષ રહેતું નથી. કારણ કે લક્ષ જ્ઞાનનો ઉપાદેય સ્વભાવ છે. ઉપાદેય સ્વભાવમાં અપેક્ષા ન હોય. લક્ષનાં લક્ષ, લક્ષ-લક્ષણનો પણ ભેદ ભાસતો નથી તેનું નામ લક્ષ છે. લક્ષ કહો કે જ્ઞાનનો સ્વપ્રકાશક સ્વભાવ કહો, બન્ને એકાર્થ છે. પરમ અધ્યાત્મ તરંગિણીમાં શુભચંદ્ર આચાર્ય લખે છે કે... “પર લક્ષ અભાવાત” આ જ્ઞાનનું વાસ્તવિક લક્ષણ છે. તેમણે “સ્વલક્ષ સ્વભાવાત ન કહ્યું. લક્ષના સ્વભાવની ઉપાદેયતા વિના કદી પ્રયોજનની સિદ્ધિ થતી નથી. આ જ્ઞાનનાં લક્ષવાળા ધર્મમાં સમ્યક એકાંત જ છે. સમ્યક અનેકાંત તેમાં નથી. લક્ષની પ્રાપ્તિ પણ અસ્તિ-નાસ્તિ અનેકાંતથી જ થાય છે. વળી પૂ. ભાઈ શ્રી આપની પ્રવચન શૈલી મુખ્યપણે લક્ષ પ્રધાનજ હતી. અને લક્ષ પૂર્વક જ્ઞાનતત્ત્વને આપે અનુભવથી સિદ્ધ કરી, અને ભવ્ય જીવો ને કેમ અનુભવ થાય? તે માટે આપે લક્ષનાં સ્વભાવને ખોલી અને ભવ્યજીવોને તેમાં આદ્યાનન કરવા માટે આમંત્રિત કર્યા. આપશ્રીએ નિશંકપણે લક્ષનું સ્વરૂપ દર્શાવ્યું. પ્ર. સાર ૧૧૪ ગાથા- “સામાન્યને અવલોકતો વિશેષને નહીં અવલોકતો” (૧) પર્યાયાર્થિક ચક્ષુ સર્વથા બંધ હોવાથી એકલા નિષ્ક્રિય પરમાત્માનું જ દર્શન થાય છે. પર્યાય ભેદો તો ત્રિકાળી ધ્રુવમાં નથી માટે દેખાતાજ નથી. અને ગુણભેદ ઉપર લક્ષ નથી માટે ગુણભેદ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #19 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દેખાતા નથી. તેથી “સામાન્યનું દર્શન, વિશેષનું અદર્શન તેનું નામ જૈનદર્શન છે.” (૨) “સામાન્ય શુદ્ધમ્ વિશેષ અશુદ્ધમ્” જ્ઞાનનો લક્ષરૂપ સ્વભાવ સામાન્યનું લક્ષ છોડીને; વિશેષને જાણવા જાય તો લક્ષ રહેતું નથી. જેનું અવલંબન છે, તેનું જ અવલોકન છે. પોતે અપરિણામી થઇને અપરિણામી ને જાણે છે. તે ભેદોથી શૂન્ય છે, અને અભેદઘન છે. (૩) સ. સાર કળશટીકામાં કહ્યું કેઃ “જીવવસ્તુ ચેતના લક્ષણથી જીવને જ જાણે છે.” (૪) “જ્ઞાયક નથી ત્યમ પરતણો ” વળી જેના લક્ષે જ્ઞાન પ્રગટ થાય, વૃદ્ધિ પામે અને પૂર્ણ થાય, તે જ જ્ઞાનનો વિષય હોય. (૫) નિયમસારમાં છે કે, “સ્વપ્રકાશક લક્ષણથી જ આત્મા લક્ષિત થાય છે” લક્ષણનો સ્વભાવ અલક્ષ્યને તો પ્રસિદ્ધ કરવાનો નથી. પરંતુ લક્ષણનો સ્વભાવ લક્ષણને પણ પ્રસિદ્ધ કરવાનો નથી. માટે ઉપયોગ લક્ષણ પરને તો પ્રસિદ્ધ કરતું નથી, પરંતુ સ્વપરના સામર્થ્યને પણ પ્રસિદ્ધ કરતું નથી કેવળ....કેવળ...માત્ર સ્વને જ પ્રસિદ્ધ કરે છે. “પ્રતિભાસ બેનો અને લક્ષ એકનું.” આમ હે ! પૂજ્ય ધર્મપિતા ! આપશ્રીએ જ્ઞાનનાં ત્રિરંગામુક્ત સ્વભાવને અત્યંત સ્પષ્ટપણે ખોલી...! ઉપયોગને અંતર્મુખ થવાની અનુપમ વિધિ દર્શાવી છે. આમ સંપૂર્ણ જૈનદર્શનના સમુદ્રને સંક્ષિપ્ત કરી ગાગરમાં સાગરને સમાવી દીધો છે. જે બે નો પ્રતિભાસ ન માને તે અજૈન મિથ્યાદષ્ટિ છે અને લક્ષ એક સમયે એકનું જ ન માને તે પણ અજૈન એટલે કે મિથ્યાષ્ટિ છે. આમ લક્ષનું સ્વરૂપ પરલક્ષી તો નથી, પરંતુ ભેદલક્ષી પણ નથી. પરંતુ માત્ર અભેદ જ્ઞાયક લક્ષી જ છે. આમ લક્ષના સ્વભાવની આ લક્ષ્મણ રેખા છે. હુર સમયે લક્ષનો સ્વર આવો જ છે. લક્ષ હંમેશા નિરપેક્ષ જ હોય. ઇષ્ટોપદેશમાં આવે છે કે... “વિશેષોથી અજ્ઞાત રહે, નિજ સ્વરૂપમાં લીન (૭) લક્ષનું ફળ જ્ઞાનત્વ દર્શાવનાર પૂ. ભાઈ શ્રી..! આમાં પ્રયોજનપૂર્વક પદાર્થની સિદ્ધિ થાય છે. નયપૂર્વક સમ્યક્ પ્રમાણ જ્ઞાનની સિદ્ધિ થાય છે. આ સમ્યજ્ઞાનના સ્વભાવમાં “અનેકાંતનીમુખ્યતા રહેલી છે. આખું સ્વજ્ઞય પ્રમાણ જ્ઞાનમાં પ્રમેય થાય છે. “ધ્યેય પૂર્વક જ્ઞય થાય છે.' અભેદના ભદને નથી જાણતો એવો લક્ષનો સ્વભાવ ચાલુ છે ત્યારે આનંદને પણ જાણી લે છે. કેમ કે એક વસ્તુ છે. એક સત્તા છે. એક પદાર્થ છે. આમાં પ્રદેશ ભેદ નથી. ક્રમ વિના, લક્ષ વિના, ભેદવિના, વિકલ્પ વિના એક સમયમાં દ્રવ્યગુણપર્યાય ને અભેદજાણી લ્ય છે. “ઉત્પાદવ્યય ધ્રૌવ્યયુક્ત સત્' પદાર્થને જાણી લે છે. “સમયસારને જાણ્યું તેણે, પ્રવચન સાર, તત્ત્વાર્થ સૂત્ર જાણી લીધું સમય એકમાં” આ અધ્યાત્મ પ્રમાણજ્ઞાનનો વિષય છે. આનંદને જાણવા માટે જ્ઞાને આનંદની સન્મુખ ન થવું પડે. આ જ્ઞાનનો કોઇ દિવ્ય અને અદભુત સ્વભાવ છે. દ્રવ્યનું લક્ષ કદી છૂટે નહીં, અને પર્યાયનું લક્ષ કદી થાય નહીં, અને પર્યાય જણાયા વિના Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #20 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updařes રહે નહીં. “દેખ્યા વિના દેખી લેવું” તે સમ્યજ્ઞાનનો કોઈ અદ્દભુત સ્વભાવ છે. આમ સ્વપ્રકાશક પૂર્વક તે જ સમયે નિર્વિકલ્પ ધ્યાનમાં નિશ્ચય સ્વપર પ્રકાશક પ્રગટ થાય છે. (૮) સાધકની સવિકલ્પ દશાનું સ્વપ૨ પ્રકાશકનું સ્વરૂપ દર્શાવનાર પૂ. ભાઈશ્રી હવે નંબર ત્રણ સ્વપર પ્રકાશકનું સ્વરૂપ કઇ રીતે છે? સાધક સવિકલ્પ દશામાં આવે છે, ત્યારે કોઇને કોઇ કાળે જાણેલો પ્રયોજનવાન છે. આ એકજ જ્ઞાનની પર્યાયમાં સાધકને નિશ્ચય વ્યવહાર હોય છે. તે કેવી રીતે ? સવિકલ્પદશામાં રાગાદિ ૫૨ને જાણે છે ઇન્દ્રિયજ્ઞાન, અને કહેવાય છે કે અતીન્દ્રિયજ્ઞાન તેને જાણે છે, તો ઉપચાર આવ્યો કે આત્મા ૫૨ને જાણે છે. સાધક તો અતીન્દ્રિયજ્ઞાન રૂપે પરિણમે છે. ઇન્દ્રિયજ્ઞાનના પરિણામથી તો ભેદજ્ઞાન વર્તે છે. હવે કોઇ એમ માને કે ઇન્દ્રિયજ્ઞાનરૂપે આત્મા પરિણમે છે અને અતીન્દ્રિયજ્ઞાનરૂપે પણ આત્મા પરિણમે છે' એમ જો કોઇ લઇ લ્યે તો નુકશાન થઇ જાય. ઇન્દ્રિયજ્ઞાન રૂપે જ્ઞેય પરિણમે છે. અર્થાત્ જ્ઞાન જ્ઞેયને પરિણમાવતું નથી. શેય જ્ઞાનને પરિણમાવતું નથી. જાણે છે ૫૨ને ઇન્દ્રિયજ્ઞાન અને માને છે હું જાણું છું તો જ્ઞેય-જ્ઞાયક સંકર દોષ થાય છે. અને ભાવેન્દ્રિય ૫૨ને જાણે છે, હું નહીં. તો શેય-જ્ઞાયક સંકર દોષ નહીં થાય. આ રહસ્ય છે. ઉપચાર કેમ આવ્યો? જો ઇન્દ્રિયજ્ઞાન સંયોગપણે નિમિત્ત પણે ન હોય તો, વ્યવહાર ઊભો જ ન થાત. તો તો કેવળજ્ઞાન હોય. પણ કેવળજ્ઞાન ન થાય ત્યાં સુધી ઇન્દ્રિયજ્ઞાન જીવતું છે. વળી સાધકને સવિકલ્પ દશામાં ઇન્દ્રિયજ્ઞાન વ્યાપારરૂપ ચાલુ છે, ત્યારે ઉપાદાન એટલે અતીન્દ્રિયજ્ઞાન તો પોતાને જ જાણ્યા કરે છે. પણ સવિકલ્પ દશામાં ઇન્દ્રિયજ્ઞાન ૫૨ને જાણ્યા વિના રહેતું પણ નથી. તેને વ્યવહા૨ જાણે, તો નિશ્ચય ખ્યાલમાં આવી જાય છે. સંયોગના સદ્ભાવમાં પણ જ્ઞાનતો અતીન્દ્રિયજ્ઞાનરૂપે જ પરિણમે છે. તે સ્વભાવના સ્વભાવ રૂપે પરિણમે છે, પણ સંયોગના સ્વભાવ રૂપે પરિણમતું નથી. અને બીજો પ્રકાર એ છે કે જ્ઞાનની સ્વચ્છતામાં નિમિત્તનો પ્રતિભાસ દેખીને ઉપચાર ક૨વામાં આવે છે. જેમ પર્યાયનો કર્તા પર્યાય છે, પણ દ્રવ્ય પર્યાયનો કર્તા છે તે ઉપચાર છે તેમ નિમિત્તો સ્વચ્છતામાં પ્રતિભાસે છે, ત્યારે જ્ઞાન તો શાયકને જ જાણે છે. અથવા ભાવેન્દ્રિય ૫૨ને જાણે તો ઉપચાર કહેવામાં આવે છે કે આત્મા ૫૨ને જાણે છે. ઉપચારતે કથન માત્ર છે. ઉપચારને, ઉપચાર કોણ જાણે ? જે અણઉપચારને જાણે છે તે ઉપચારને ઉપચાર જાણે છે માટે તેને દોષ નથી. ઉપચારને નિશ્ચય માનવાનો નિષેધ છે. ઉપચારને ઉપચાર જાણે તો તેને ભેદજ્ઞાન થઇ ગયું. સાધક અપરિગ્રહી અને અણઇચ્છક છે. તેને પ૨ને જાણવાની ઇચ્છા મરી ગઇ છે. જ્ઞાન સ્વભાવમાં તૃપ્ત છે. ‘દર્પણમેં આયે હુયે પ્રતિબિંબ કે સમાન' સાધક પુણ્યને, પાપને, આહારને, પાણીને સાધક જાણે છે. “૫૨ને જાણતાં સુખે નથી, જ્ઞાન પણ નથી.” તેને જ્ઞાન ઉદય પામી ગયું છે. સાધક ચેતી ગયો છે. સાધક કહે છે કોણ જાણે છે પ૨ને? ભાવેન્દ્રિય, બુદ્ધિ જાણે છે ૫૨ને. મારી શુદ્ધ પરિણિત મારાથી Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #21 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates અભેદ હોવાથી તે પણ પ૨ને જાણતી નથી. એક જ્ઞાનની પર્યાયમાં બે ભાગ પડી ગયા છે. જ્ઞાનધારા અને કર્મધારા અર્થાત્ જ્ઞેયધારા. બન્નેનું પરિણમન સ્વતંત્ર છે. માત્ર કથન પદ્ધતિ સાપેક્ષ છે. પણ પરિણમન નિરપેક્ષ છે. આમ જ્ઞાનનો એક સમયમાં ત્રિમુખી સ્વભાવ છે. લક્ષમાં અંતર્મુખતા, જ્ઞાનત્વ અર્થાત્ જાણવું તેમાં અંતર્મુખતા, અને પ્રતિભાસનાં સ્વભાવમાં પણ અંતર્મુખતા રહેલી છે. જ્ઞાનનાં એક પણ અવિભાવ પ્રતિચ્છેદમાં બહિર્મુખતા નથી. આમ એકજ્ઞાનની પર્યાયમાં ત્રિવેણી સંગમ છે. શ્રીમદ્જી પણ કહે છે કે અમે આત્મામાં બેઠા-બેઠા જગતની લીલાને નિહાળીએ છીએ. (૯ ) કેવળજ્ઞાનનું ૫૨માર્થ સ્વરૂપ દર્શાવનાર પૂ. ભાઈશ્રી... શ્રીમદ્દજી કહે છે...“ કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન, કહીએ કેવળજ્ઞાન તે દેહ છતાં નિર્વાણ ” કેવળી ભગવાન અસદ્દભૂત નયે લોકાલોકને જાણે છે તેવું કથન આવે છે. તેનું રહસ્ય એ છે કે કેવળજ્ઞાનમાં લોકાલોકનો પ્રતિભાસ દેખીને કાર્યમાં કારણનો ઉપચાર કરીને કેવળી ભગવાન લોકાલોકને જાણે છે તેમ કહેવાય છે. કેવળી ભગવાન જાણે છે કેવળજ્ઞાનને અને કહેવાય કે લોકાલોકને જાણે છે, તો તે વ્યવહાર આવ્યો કેવી રીતે? પ્રતિભાસ દેખીને વ્યવહા૨ આવ્યો છે. (૧) જો પ્રતિભાસ ન થતો હોત તો કેવળી લોકાલોકને જાણે છે તેવો વ્યવહાર ન આવત. (૨) કેવળી ભગવાન લોકાલોકનું લક્ષ કરીને જાણતા હોત તો કેવળજ્ઞાન ન હોત. (૩) લોકાલોક કેવળજ્ઞાનમાં તન્મય થઇ ગયું હોય તો પણ કેવળજ્ઞાન ન હોય. (૧૦) સ્વપ૨ પ્રકાશકની સ્પષ્ટતા દર્શાવનાર પૂ. ભાઈશ્રી... ! ! અજ્ઞાની તો એકજ પ્રકારે સ્વપ૨પ્રકાશકને માને છે, પ૨નું લક્ષ કરી ને જાણવું તેવું સ્વપર પ્રકાશક જ્ઞાનનેજ માને છે. જ્ઞાની ધર્માત્મા કહે છે કે અમે તો ત્રણ પ્રકારના સ્વપરપ્રકાશકને માનીએ છીએ. પંચાસ્તિકાયની ૧૨૧ ગાથામાં કહ્યું તે સમસ્ત જીવોની સ્થિતિનું વર્ણન કરેલ છે તે સ્વપરની જ્ઞપ્તિરૂપ સ્વપ૨ પ્રકાશક તે નિશ્ચય નથી. તેમજ અજ્ઞાન પણ નથી કોરા સ્વપર પ્રકાશક છે. તેમાંથી વિધિ-નિષેધ કરી તે જ્ઞાન સ્વભાવ તરફ ઢળે છે ત્યારે તે જ્ઞાન સમ્યક્ નામ પામે છે. (૧) સ્વ પર પ્રકાશક ખાલી પ્રમાણરૂપ વ્યવહા૨ → પ્રતિભાસની મુખ્યતાથી ઉપાદેયની મુખ્યતાથી (૨) સ્વપ્રકાશક → નિશ્ચય (૩) સ્વ પર પ્રકાશક → નિશ્ચય જાણવાની મુખ્યતાથી (૪) સ્વપર પ્રકાશક → નિશ્ચય પૂર્વકના વ્યવહાર રૂપ છે. → જાણવાની મુખ્યતાથી - (૧૧) જિનવાણીનું કયું સૂત્ર ક્યાં બેસાડવું? તેની ખતવણી કેવી રીતે કરવી? તે દર્શાવનાર પૂ. ભાઈશ્રી... ! આચાર્ય ભગવાન એક જ વાક્યમાં કેવા કેવા ગંભીર ભાવોને અવિરોધપૂર્વક દર્શાવે છે તેનાં કેટલાક અવતરણો. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #22 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૧) શબ્દને જાણવા રૂપે પરિણમે છે એટલે પ્રતિભાસ. પરંતુ શબ્દને જાણવા રૂપે પરિણમતો નથી? એટલે લક્ષ સ્વભાવ. જીવ વસ્તુ ચેતના લક્ષણથી જીવને જ જાણે છે એટલે લક્ષરૂપતા. ઉપયોગમાં ઉપયોગ છે. ને એટલે સ્વપ્રકાશકતા. આબાળ-ગોપાળ સહુને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી રહ્યો છે. 7એટલે સામાન્ય જ્ઞાનની મુખ્યતા. “દેખે છતાં નહીં દેખતો” દેખમાં પ્રતિભાસ રાખ્યો, અને નહી દેખે કહીને લક્ષ છોડાવ્યું છે. સકલ વિષયોના વિશેષોમાં સાધારણ એવા એક જ સંવેદનપરિણામરૂપ તેનો સ્વભાવ હોવાથી તે કેવળ એક શબ્દ વેદના પરિણામને પામીને શબ્દ સાંભળતો નથી માટે અશબ્દ છે. ને એટલે પ્રતિભાસની મુખ્યતાથી. ઘટનો જાણનાર ઘટને જાણતો નથી પણ જાણનારને જાણે છે. આ વાક્યમાં ઘટના જાણનાર –એટલે પ્રતિભાસ રાખ્યો અને ઘટને જાણતો નથી ને એટલે લક્ષ છોડાવ્યું (૮) (૯) (૧૦) ૪૯ ગાથા-આત્મામાં ક્ષયોપશમ ભાવનો અભાવ હોવાથી એટલે ત્યાં ભાવેન્દ્રિયનો અભાવ. જે છ દ્રવ્યોનો સમૂહ તેના પ્રતિબિંબરૂપે પરિણમ્યું છે જે જ્ઞાન-પ્રતિભાસ પામીને શબ્દ સાંભળતો નથી. માટે અશબ્દ છે ? આમાં પ્રતિભાસની મુખ્યતા છે. જાણનારો જણાય છે, ખરેખર પર જણાતું નથી. આમાં પણ “ખરેખર પર જણાતું નથી' તેમાં પ્રતિભાસને સ્થાપ્યો અને લક્ષને મૂળમાંથી ઉથાપ્યું છે. આમ સંપૂર્ણ જૈન દર્શનનું રહસ્ય છે જ્ઞાન પરને લક્ષ કરીને જાણે નહીં, જ્ઞાનમાં પર જણાય પણ નહીં, છતાં જણાયા વિના રહે પણ નહીં. આમ સૌ આસાન ભવ્ય જીવો જ્ઞાનની લીલાને ઓળખી લીલાધર બનો તેવી ભવ્ય ભાવના સાથે વિરમું છું. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #23 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અનુક્રમણિકા * શ્રી સમયસાર ગાથા ૩૭૩/૩૮૨ તા. ૧૩/૯/૯૧ શ્રી સમયસાર ગાથા ૩૭૩ ૩૮ર તા. ૧૪ ૯૯૧ શ્રી સમયસાર ગાથા ૩૭૩ ૩૮ર તા. ૧૫ ૯૯૧ * શ્રી સમયસાર ગાથા ૩૭૩૩૮ર તા. ૧૬/૯૯૧ * શ્રી સમયસાર ગાથા ૩૭૩/૩૮૨ તા. ૧૭/૯/૯૧ *શ્રી સમયસાર ગાથા ૩૭૩૩૨ તા. ૧૮૯૧ શ્રી સમયસાર ગાથા ૩૭૩૩૮ર તા. ૧૯ ૯૯૧ શ્રી સમયસાર ગાથા ૩૭૩ ૩૮ર તા. ૨૯૧ શ્રી સમયસાર ગાથા ૩૭૩ ૩૮ર તા. ૨૧/૯૯૧ *શ્રી સમયસાર ગાથા ૩૭૩૩૨ તા. ૨૩ાલ *શ્રી સમયસાર ગાથા ૩૭૩૩૨ તા. ૫૧૧૧ શ્રી સમયસાર ગાથા ૩૭૩ ૩૮ર તા. ૬ ૧૧/૯૧ શ્રી સમયસાર ગાથા ૩૭૩ ૩૮ર તા. ૭૧૧૯૧ શ્રી સમયસાર ગાથા ૩૭૩ ૩૮ર તા. ૨૩/૯૬ *શ્રી સમયસાર ગાથા ૩૭૩૩૮૨ તા. ૨૪૯૯૬ * શ્રી સમયસાર ગાથા ૩૭૩૩૨ તા. ૨૫/૯/૯૬ *શ્રી સમયસાર ગાથા ૩૭૩૩૨ તા. ૨૯૯ શ્રી સમયસાર ગાથા ૩૭૩૩૮ર તા. ૨૧/૧૧/૯૬ * શ્રી સમયસાર ગાથા ૩૭૩/૩૮૨ તા. ૨૨/૧૧/૯૬ શ્રી સમયસાર ગાથા ૩૭૩/૩૮ર તા. ૨૩/૧૧/૯૬ (સવાર ) * શ્રી સમયસાર ગાથા ૩૭૩/૩૮ર તા. ૨૩/૧૧/૯૬ ( સાંજ ) * શ્રી સમયસાર ગાથા ૩૭૩/૩૨ તા. ૨૪/૧૧/૯૬ (સવાર ) શ્રી સમયસાર ગાથા ૩૭૩/૩દર તા. ૨૪/૧૧/૯૬ ( સાંજ ) જામનગર પ્રવચન નંબર ૧........૬ જામનગર પ્રવચન નંબર ૨.......૨૧ જામનગર પ્રવચન નંબર ૩.......૩૩ જામનગર પ્રવચન નંબર ૪.......૪૮ જામનગર પ્રવચન નંબર ૫........ જામનગર પ્રવચન નંબર .....પ જામનગર પ્રવચન નંબર ૭.......૮૭ જામનગર પ્રવચન નંબર ૮.......૧૦૧ જામનગર પ્રવચન નંબર ૯.......૧૧૫ જામનગર પ્રવચન નંબર ૧૦.......૧૨૯ રાજકોટ પ્રવચન નંબર ૧૧.......૧૪૧ રાજકોટ પ્રવચન નંબર ૧૨.......૧૫૫ રાજકોટ પ્રવચન નંબર ૧૩.....૧૭૦ રાજકોટ પ્રવચન નંબર ૧૪.......૧૯૪ રાજકોટ પ્રવચન નંબર ૧૫.......૧૯૮ રાજકોટ પ્રવચન નંબર ૧.......૨૧૧ રાજકોટ પ્રવચન નંબર ૧૭.......૨૨૫ કલકત્તા પ્રવચન નંબર ૧૮.......૨૩૭ કલકત્તા પ્રવચન નંબર ૧૯.......૨૪૧ કલકત્તા પ્રવચન નંબર ૨૦.......૨૫૦ કલકત્તા પ્રવચન નંબર ૨૧.......૨૬૧ કલકત્તા પ્રવચન નંબર ૨૨.......૨૭૧ કલકત્તા પ્રવચન નંબર ૨૩.......૨૮૩ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #24 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને શબ્દાદિ રૂપે પરિણમતાં પુદ્ગલો આત્માને કાંઈ કહેતા નથી કે “તું અમને જાણ”, અને આત્મા પણ પોતાના સ્થાનથી છૂટીને તેમને જાણવા જતો નથી. બને તદ્દન સ્વતંત્રપણે પોતપોતાના સ્વભાવથીજ પરિણમે છે. આમ આત્મા પર પ્રત્યે ઉદાસીન (-संबंध विनानी, तटस्थ ) छ, तो५९॥ अशानी १ स्पशने सा२२-१२स मानीने २॥ीદ્વિષી થાય છે. તે તેનું અજ્ઞાન છે. આવા અર્થની ગાથાઓ હવ કર્યું છે: – जिंदिदसंथुदवयणाणि पोग्गला परिणमंति बहुगाणि। ताणि सुणिदूण रूसदि तूसदि य पुणो अहं भणिदो।। ३७३।। पोग्गलदव्वं सद्त्तपरिणदं तस्स जदि गुणो अण्णो। तम्हा ण तुमं भणिदो किंचि वि किं रूससि अबुद्धो।। ३७४।। असुहो सुहो य सो ण तं भणदि सुणसु मं ति सो चेव। ण य एदि विणिग्गहिदुं सोदविसयमागदं सदं।। ३७५ ।। असुहं सुहं व रूवं ण तं भणदि पेच्छ मं ति सो चेव। ण य एदि विणिग्गहिदुं चक्खुविसयमागदं रूवं ।। ३७६ ।। असुहो सुहो य गंधो ण तं भणदि जिग्ध मं ति सो चेव। ण य एदि विणिग्गहिदुं धाणविसयमागदं गंधं ।। ३७७।। असुहो सुहो व रसो ण तं भणदि रसय मं ति सो चेव। ण य एदि विणिग्गहिदुं रसणविसयमागदं तु रसं ।। ३७८ ।। असुहो सुहो व फासो ण तं भणदि फुससु मं ति सो चेव। ण य एदि विणिग्गहिदुं कायविसयमागदं फासं।। ३७९ ।। असुहो सुहो व गुणो ण तं भणदि बुज्झ मं ति सो चेव। ण य एदि विणिग्गहिदुं बुद्धिविसयमागदं तु गुणं ।। ३८०।। असुहं सुहं व दव्यं ण तं भणदि बुज्झ मं ति सो चेव। ण य एदि विणिग्गहिदुं बुद्धिविसयमागदं दव्वं ।। ३८१।। एयं तु जाणिउणं उवसमं णेव गच्छदे मूढो। णिग्गहमणा परस्य य सयं च बुद्धिं सिवमपत्तो।। ३८२।। निन्दितसंस्तृतवचनानि पद्गलाः परिणमन्ति बहुकानि। तानि श्रुत्वा रूष्यति तुष्यति च पुनरहं भणितः।। ३७३।। पुद्गलद्रव्यं शब्दत्वपरिणतं तस्य यदि गुणोऽन्यः। तस्मान्न त्वं भणित: किच्चिदपि किं रूष्यस्यबुद्धः ।। ३७४ ।। Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #25 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન अशुभःशुभो या शब्दो न त्वां भणति भृणु मामिति स एव। न चैति विनिर्ग्रहीतुं श्रोत्रविषयभागतं शब्दम्।।३७५ ।। अशुभं शुभं वा रूपं न त्वां भणति पश्य मामिति स एव। न चैति विनिर्ग्रहीतुं चक्षुर्विषयमागतं रूपम्।।३७६ ।। अशुभः शुभो वा गन्धो न त्वां भणति जिध्र मामिति स एव। न चैति विनिर्ग्रहीतुं घ्राणविषयमागतं गन्धम्।। ३७७।। अशुभः शुभो वा रसो न त्वां भणति रसय भामिति स एव। न चैति विनिर्ग्रहीतुं रसनविषयमागतं तु रसम्।। ३७८ ।। अशुभ: शुभो वा स्पर्शो न त्वां भणति स्पृश मामिति स एव। न चैति विनिर्ग्रहीतुं कायविषयमागतं स्पर्शम्।।३७९ ।। अशुभः शुभो वा गुणो न त्वां भणति बुध्यस्व मामिति स एव। न चैति विनिर्ग्रहीतुं बुद्धिविषयमागतं तु गुणम्।।३८०।। अशुभं शुभं वा द्रव्यं न त्वां भणति बुध्यस्थ मामिति स एव। न चैति विनिर्ग्रहीतुं बुद्धिविषयमागतं द्रव्यम्।। ३८९ ।। एततु ज्ञात्वा उपशमं नैव गच्छति मूढः। विनिर्ग्रहमनाः परस्य च स्वयं च बुद्धि शिवामप्राप्तः।। ३८२।। यथेह बहिरर्थो घटपटादिः, देवदत्तो यज्ञदत्तमिव हस्ते गृहीत्वा , ' मां प्रकाशय' इति स्वप्रकाशने न प्रदीपं प्रयोजयति , न च प्रदीपोऽप्ययः कान्तोपलकृष्टायः सूचीवत् स्वस्थानात्प्रच्युत्य तं प्रकाशयितुमायाति; किन्तु वस्तुस्वभावस्य परेणोत्पाद यितुमशक्यत्वात् परमुत्पादयितुमशक्तत्वाच्च यथा तदसन्निधाने तथा तत्सन्निधानेऽपि स्वरूपेणैव प्रकाशते। स्वरूपेणैव प्रकाशमानस्य चास्य वस्तुस्वभावादेव विचित्रां परिणतिमासादयन् कमनीयोऽकमनीयो वा घटपटादिर्न मनागपि विक्रियायै कल्प्यते। तथा बहिरर्थाः शब्दो, रूपं, गन्धो, रसः, स्पर्शो, गुणद्रव्ये च , देवदत्तो यज्ञदत्तमिव हस्ते गृहीत्वा , 'मां शृणु , मां पश्य , मां जिध्र , मां रसय, मां स्पृश , मां बुध्यस्व' इति स्वज्ञाने नात्मानं प्रयोजयन्ति , न चात्माप्ययः कान्तोपलकृष्टायः सूचीवत् स्वस्थानात्प्रच्यत्य तान ज्ञातमायाति; किन्त वस्तस्वभावस्य परेणोत्पादयितम शक्यत्वात् परमुत्पादयितुमशक्तत्वाच यथा तदसन्निधाने तथा तत्सन्निधानेऽपि स्वरूपेणैव जानीते। स्वरूपेणैव जानतश्चास्य वस्तुस्वमावादेव विचित्रां परिणति मासादयन्तः कमनीया अकमनीया या शब्दादयो बहिरा न मनागपि विक्रियायै कल्प्ये रन्। एवमात्मा प्रदीपवत् परं प्रति उदासीनो नित्यमेवेति वस्तुस्थित; तथापि यद्रागद्वेषौ तदज्ञानाम्। Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #26 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન રે! પુદગલો બહુવિધ નિંદા-સ્તુતિવચનરૂપ પરિણમે, તેને સુણી, “મુજને કહ્યું” ગણી, રોષ તોષ જીવો કરે. ૩૭૩ પુદગલદરવ શબ્દ–પરિણત, તેહનો ગુણ અન્ય છે, તો નવ કહ્યું કંઇ પણ તને, હે અબુધ! રોષ તું કયમ કરે? ૩૭૪ શુભ કે અશુભ જે શબ્દ તે “તું સુણ મને ન તને કહે, ને જીવ પણ ગ્રહવા ન જાયે કર્ણગોચર શબ્દને; ૩૭૫ શુભ કે અશુભ જે રૂપ તે “તું જો મને' ન તને કહે, ને જીવ પણ ગ્રહવા ન જાયે ચક્ષુગોચર રૂપને; ૩૭૬ શુભ કે અશુભ જે ગંધ તે “તું સૂંઘ મૂજને' નવ કહે, ને જીવ પણ ગ્રહવા ન જાયે ઘાણગોચર ગંધને; ૩૭૭ શુભ કે અશુભ રસ જે તે “તું ચાખ મુજને નવ કહે, ને જીવ પણ ગ્રહવા ન જાયે રસનગોચર રસ અરે ! ૩૭૮ શુભ કે અશુભ જે સ્પર્શ તે “તું સ્પર્શ મુજને” નવ કહે, ને જીવ પણ ગ્રહવા ન જાયે કાયગોચર સ્પર્શને; ૩૭૯ શુભ કે અશુભ જે ગુણ તે “તું જાણ મુજને” નવ કહે, ને જીવ પણ ગ્રહવા ન જાયે બુદ્ધિગોચ૨ ગુણને; ૩૮૦ શુભ કે અશુભ જે દ્રવ્ય તે “તું જાણ મુજને” નવ કહે, ને જીવ પણ ગ્રહવા ન જાય બુદ્ધિગોચર દ્રવ્યને. ૩૮૧ -આ જાણીને પણ મૂઢ જીવ પામે નહીં ઉપશમ અરે ! શિવ બુદ્ધિને પામે નહિ એ પર ગ્રહણ કરવા ચહે. ૩૮૨ ગાથાર્થ- [વદુવાનિં] બહુ પ્રકારનાં [નિન્દ્રિતસંસ્તુતવવનાનિં] નિંદાના અને સ્તુતિનાં વચનોરૂપે [પુન:] પુદ્ગલો [પરિણમત્તિ] પરિણમે છે; [તાનિ શ્રી પુન:] તેમને સાંભળીને અજ્ઞાની જીવ [માં મળતઃ] “મને કહ્યું” એમ માનીને [ષ્યતિ તુષ્યતિ ] રોષ તથા તોષ કરે છે (અર્થાત ગુસ્સે થાય છે તથા ખુશી થાય છે.) [પુનિંદ્રવ્યં] પુદ્ગલદ્રવ્ય [દ્ધિત્વપરિણd] શબ્દપણે પરિણમ્યું છે; [તસ્ય પુન:] તેનો ગુણ [યક્તિ સન્ય:] જે (તારાથી) અન્ય છે, [તસ્માત] તો હું અજ્ઞાની જીવ! [ત્વે વિશ્ચિત પિ મળત:] તને કાંઇ પણ કહ્યું નથી; [વુદ્ધ:] તું અજ્ઞાની થયો થકો [વિ કૃષ્ણસિ] રોષ શા માટે કરે છે? [શુમ: વા મ: શબ્દ:] અશુભ અથવા શુભ શબ્દ [ત્યાં જ મતિ] તને એમ નથી કહતો કે [નામ પુ રૂતિ] તું મને સાંભળ; [સ: વ ૨] અને આત્મા પણ (પોતાના સ્થાનથી છૂટીને), Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #27 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન ૪ [ શ્રોત્રવિષયન ગાઉં શબ્દમ ] શ્રોત્રેન્દ્રિયના વિષયમાં આવેલા શબ્દને [ નિર્ણદીતું ન તિ] ગ્રહવા (જાણવા) જતો નથી. | [શશુમં વા શુમં ] અશુભ અથવા શુભ રૂપ [ ત્યાં જ મળતિ] તને એમ નથી કહેતું કે [મામ પશ્ય તિ] “તું મને જો '; [સ: gવ ] અને આત્મા પણ પોતાના સ્થાનથી છૂટીને), [વભુર્વિષયમ માત] ચક્ષુ-ઇંદ્રિયના વિષયમાં આવેલા (અર્થાત્ ચક્ષુગોચર થયેલા) [ પમ] રૂપને [ વિનિપ્રદીતું ન તિ] ગ્રહવા જતો નથી. [અશુમ વ ગુમ: :] અશુભ અથવા શુભ ગંધ [ત્યાં ન મળતિ] તને એમ નથી કહેતી કે [મામ નિદ્ તિ] તું મને સૂંઘ'; [+: Eવ ૨] અને આત્મા પણ [પ્રાણવિષયમ માતં શ્વમ] ધ્રાણેદ્રિયના વિષયમાં આવેલી ગંધને [વનિર્ણરીતું ન તિ] (પોતાના સ્થાનથી વ્યુત થઇને) ગ્રહવા જતો નથી. [અશુમ: વ શુમ: ૨:] અશુભ અથવા શુભ રસ [ત્યાં ન મળતિ] તને એમ નથી કહેતો કે [મામ રસય તિ] તું મને ચાખ'; [ : પવ ૨] અને આત્મા પણ [૨નવિષયમ માતં તુ રસમ] રસના-ઈદ્રિયના વિષયમાં આવેલા રસને [ વિનિીતું ન તિ] (પોતાના સ્થાનથી છૂટીને) ગ્રહવા જતો નથી. [શુમ: વા શુમ: સ્પર્શ.] અશુભ અથવા શુભ સ્પર્શ [વાં ન મતિ] તને એમ નથી કહેતો કે [મામ સ્પૃશ તિ] “તું મને સ્પર્શ '; [સ વ ૨] અને આત્મા પણ (પોતાના સ્થાનથી છૂટીને), [+ાયવિષયમ્ સાતે સ્પર્શમ] કાયના (-સ્પર્શેન્દ્રિયના) વિષયમાં આવેલા સ્પર્શને [વિનદીતું ન પતિ] ગ્રહવા જતો નથી. [1શુમ: વ ામ: :] અશુભ અથવા શુભ ગુણ [ત્યાં જ મતિ] તને એમ નથી કહેતો કે [મામ વુધ્યસ્વ તિ] “તું મને જાણ'; [સ: વ ૨] અને આત્મા પણ (પોતાના સ્થાનથી છૂટીને), [દ્ધિવિષયમ મા તું તુ ગુમ] બુદ્ધિનાં વિષયમાં આવેલા ગુણને [ વિનિદીતું ન તિ] ગ્રહવા જતો નથી. [અશુમ: વાસુમં: દ્રવ્ય] અશુભ અથવા શુભ દ્રવ્ય [ તત્ત્વાં ન મળતિ] તને એમ નથી કહેતું કે [મામ વૃધ્યસ્થ કૃતિ] તું મને જાણ'; [સ રવ ૨] અને આત્મા પણ (પોતાના સ્થાનથી છૂટીને), [ વુદ્ધિવિષયન લામતં દ્રવ્યમ] બુદ્ધિનાં વિષયમાં આવેલા દ્રવ્યને [ વિનિદીતું ન તિ] ગ્રહવા જતો નથી. [તત તુ જ્ઞાત્વા] આવું જાણીને પણ [મૂઢ:] મૂઢ જીવ [૩૫શર્મ વ ઋતિ] ઉપશમને પામતો નથી; [૨] અને [ શિવામ્ વુદ્ધિમ પ્રાપ્ત: ૨ સ્વયં] શિવ બુદ્ધિને (કલ્યાણકારી બુદ્ધિને, સમ્યજ્ઞાનને) નહિ પામેલો પોતે [પરસ્થ વિનિર્ગદમના] પરને ગ્રહવાનું મન કરે છે. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #28 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન ટીકા- પ્રથમ દષ્ટાંત કહે છે. આ જગતમાં બાહ્યપદાર્થઘટપટાદિ- જેમ દેવદત્ત નામનો પુરુષ યજ્ઞદત્ત નામના પુરુષને હાથ પકડીને કોઇ કાર્યમાં જોડે તેમ, દીવાને સ્વપ્રકાશનમાં (અર્થાત્ બાહ્યપદાર્થને પ્રકાશવાના કાર્યમાં) જોડતો નથી કે “તું મને પ્રકાશ”, અને દીવો પણ લોહચુંબક-પાષાણથી ખેંચાયેલી લોખંડની સોયની જેમ પોતાના સ્થાનથી શ્રુત થઇને તેને (બાહ્યપદાર્થને) પ્રકાશવા જતો નથી; પરંતુ, વસ્તુસ્વભાવ પર વડ ઉત્પન્ન કરી શકાતો નહિ હોવાથી, તેમજ વસ્તુસ્વભાવ પરને ઉત્પન્ન કરી શકતો નહીં હોવાથી દીવો જેમ બાહ્ય પદાર્થની અસમીપતામાં (પોતાના સ્વરૂપથી પ્રકાશે છે) તેમ બાહ્ય પદાર્થની સમીપતામાં પણ (પોતાના સ્વરૂપથીજ પ્રકાશે છે.) (એમ) પોતાના સ્વરૂપથી જ પ્રકાશતા એવા તેને (દીવાને), વસ્તુસ્વભાવથી જ વિચિત્ર પરિણતિને પામતો એવો મનોહર કે અમનોહર ઘટપટાદિ બાહ્ય પદાર્થ જરાય વિક્રિયા ઉત્પન્ન કરતો નથી. એવી રીતે હવે દષ્ટાંત છે: બાહ્યપદાર્થો-શબ્દ, રૂપ, ગંધ, રસ, સ્પર્શ તથા ગુણ અને દ્રવ્ય-, જેમ દેવદત્ત યજ્ઞદત્તને હાથ પકડીને કોઈ કાર્યમાં જોડે તેમ, આત્માને સ્વજ્ઞાનમાં (બાહ્યપદાર્થોને જાણવાના કાર્યમાં) જોડતા નથી કે “તું મને સાંભળ, તું મને જો, તું મને સુંઘ, તું મને ચાખ, તું મને સ્પર્શ, તું મને જાણ, અને આત્મા પણ લોહચુંબક-પાષાણથી ખેંચાયેલી લોખંડની સોયની જેમ પોતાના સ્થાનથી શ્રુત થઇને તેમને (બાહ્યપદાર્થોને) જાણવા જતો નથી; પરંતુ વસ્તુ સ્વભાવ પર વડે ઉત્પન્ન કરી શકાતો નહિ હોવાથી, તેમજ વસ્તુસ્વભાવ પરને ઉત્પન્ન કરી શકતો નહીં હોવાથી આત્મા જેમ બાહ્યપદાર્થની અસમીપતામાં (પોતાના સ્વરૂપથી જ જાણે છે) તેમ બાહ્યપદાર્થની સમીપતામાં પણ પોતાના સ્વરૂપથી જ જાણે છે. (એમ) પોતાના સ્વરૂપથી જ જાણતા એવા તેને (આત્માને), વસ્તુસ્વભાવથી જ વિચિત્ર પરિણતિને પામતા એવા મનોહર કે અમનોહર શબ્દાદિ બાહ્યપદાર્થો જરાય વિક્રિયા ઉત્પન્ન કરતા નથી. આ રીતે આત્મા દીવાની જેમ પર પ્રત્યે સદાય ઉદાસીન છે (અર્થાત્ સંબંધ વગરનો, તટસ્થ છે)–એવી વસ્તુસ્થિતિ છે, તોપણ જે રાગદ્વેષ થાય છે તે અજ્ઞાન છે. ભાવાર્થ- શબ્દાદિક જડ પુદ્ગલદ્રવ્યના ગુણો છે. તેઓ આત્માને કાંઇ કહેતા નથી, કે “તું અમને ગ્રહણ કર (અર્થાત્ તું અમને જાણ ) '; અને આત્મા પણ પોતાના સ્થાનથી વ્યુત થઇને તેમને ગ્રહવા (જાણવા) તેમના પ્રત્યે જતો નથી. જેમ શબ્દાદિક સમીપ ન હોય ત્યારે આત્મા પોતાના સ્વરૂપથી જ જાણે છે. તેમ શબ્દાદિક સમીપ હોય ત્યારે પણ આત્મા પોતાના સ્વરૂપથીજ જાણે છે આમ પોતાના સ્વરૂપથી જ જાણતા એવા આત્માને પોતપોતાના સ્વભાવથી જ પરિણમતાં શબ્દાદિક કિંચિતમાત્ર પણ વિકાર કરતાં નથી, જેમ પોતાના સ્વરૂપથી જ પ્રકાશતા એવા દીવાને ઘટઘટાદિપદાર્થો વિકાર કરતા નથી તેમ, આવો વસ્તુસ્વભાવ છે, તોપણ જીવ શબ્દને સાંભળી, રૂપને દેખી, ગંધને સૂધી, રસને આસ્વાદી, સ્પર્શને સ્પર્શી, ગુણ-દ્રવ્યને જાણી, તેમને સારાં-નરસાં માની રાગદ્વેષ કરે છે, તે અજ્ઞાન જ છે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #29 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી સમયસારાય નમ: શ્રી સદગુરુદેવાય નમ: શ્રી સમયસાર, ગાથા ૩૭૩-૩૮૨ તા. ૧૩-૯-૯૧ જામનગર પ્રવચન નં. ૧ આજથી દશ દિવસ સુધી પર્યુષણ પર્વાધિરાજના માંગલિક દિવસો શરૂ થાય છે. એટલે શું? પર્યુષણ પર્વ એટલે, શુદ્ધ આત્માની આરાધના કરવી, એની સેવા કરવી, એનો અંતર સ્વસમ્મુખ થઇને અનુભવ કરવો આત્માનો ! એનું નામ પર્યુષણ પર્વ કહેવામાં આવે છે. દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી ચારે તરફથી અંતર્મુખ થઇને, અને એના ભેદને પર લક્ષમાંથી છોડીને અભેદ આત્માનો અનુભવ કરવો, આરાધના કરવી એનું નામ પર્યુષણ પર્વ કહેવામાં આવે છે. અનંત, અનંત કાળથી આત્મા, પોતાના સ્વભાવને ભૂલીને, વિરાધના કરી રહ્યો છે અને વિરાધના કરીને જ છે અહીંયાં જન્મ્યો છે, સમ્યગ્દષ્ટિનો જન્મ અહીંયાં થતો નથી. અહીંયાં જન્મ્યા પછી, સમ્યગ્દષ્ટિ થઇ શકે છે. પણ છે અહીં આવે તો મિથ્યાત્વ લઇને જ, અહીંયાં આવે છે. પૂર્વભવમાં સમ્યગ્દર્શન હોય અને એનું આયુષ્ય પૂરું થાય તો એ સ્વર્ગમાં જાય, પણ અહીંયાં મનુષ્ય તરીકે આવે નહીં, એવો નિયમ છે. તો અનંત અનંત કાળથી જે (નિજ ) આત્માને ભૂલીને, પરને પોતાનું માનવું-એનું નામ વિરાધના છે. તેનું નામ અપરાધ છે અને ઇ પુણ્ય-પાપનાં પરિણામથી અને ઇંદ્રિયજ્ઞાનથી ભિન્ન, અતીન્દ્રિયજ્ઞાનમયી આત્માનો અનુભવ કરવો–એનું નામ આરાધના છે. આ આરાધનાના દિવસો છે, એમાં આજે પ્રથમ “ઉત્તમક્ષમા” નો દિવસ છે. એના ઉપર પૂ. ગુરુદેવના વ્યાખ્યાનો પણ થઇ ચૂકયા છે, તેના ઉપર થોડું પહેલાં એમાંથી લેવામાં આવે છે. ઉત્તમક્ષમા ધર્મ- આજથી દશલક્ષણ પર્વ શરૂ થાય છે. આજે ઉત્તમ ક્ષમાનો પ્રથમ દિવસ છે. ચારિત્રદશામાં વર્તતા મુનિઓને ઉત્તમક્ષમાદિ દશ પ્રકારના ધર્મો હોય છે. એ ઉત્તમક્ષમાદિથી ચારિત્રદશા શોભે છે-હોય છે. તે ચારિત્ર મોક્ષનું કારણ છે. સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન તે ચારિત્રનું કારણ છે. સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાનને મોક્ષમાર્ગ કહેવો તે ઉપચાર છે. જેને સમ્યગ્દર્શનજ્ઞાન થયા હોય તેને સમ્યકચારિત્ર અલ્પકાળે અવશ્ય પ્રગટે છે. તેથી સમ્યગ્દર્શન થતાં જ મોક્ષમાર્ગ કહેવામાં આવે છે પણ મોક્ષ માટે સાક્ષાત્ કારણ તો વીતરાગી ચારિત્ર એટલે શુદ્ધોપયોગની દશા છે, શુદ્ધ પરિણતિ પણ પરંપરા કારણ છે. છઠ્ઠી (ગુણસ્થાનની) પરિણતિ જે શુદ્ધ છે. ત્રણ કષાયના અભાવપૂર્વક મુનિરાજની અહા! અંદરમાં Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #30 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પ્રવચન નં. – ૧ ભાવલિંગ પ્રગટ થઈ ગયું છે અને બહારમાં દ્રવ્યલિંગ હોય, એને વસ્ત્રનો તાણાવાણો ન હોય, એને મોરપીંછ અને કમંડળ (એ બે જ) ઉપકરણ સંયમના બહારના સાધનો હોય છે. એવી કોઇ શુદ્ધઉપયોગની દશા સાતમે, આઠમે, નવમે, દશમ, બારમે (ગુણસ્થાને હોય છે, એને ખરેખર સાક્ષાત્ મોક્ષનું કારણ કહેવામાં આવે છે. (મુનિરાજને) છઠ્ઠી ગુણસ્થાનની શુદ્ધ પરિણતિ પણ પરંપરાએ મોક્ષનું કારણ છે. અને સમ્યગ્દર્શન-જ્ઞાન પણ ચોથા, પાંચમાવાળાને પરંપરાએ મોક્ષનું કારણ છે. રાગ તો પરંપરાએ પણ મોક્ષનું કારણ નથી. એ તો વર્તમાન પણ બંધનું કારણ (અને) પરંપરા લંબાવે તો પણ રાગ બંધના કારણરૂપે રહેલો છે. તે ચારિત્રદશાના ઉત્તમક્ષમા વગેરે દશ પ્રકાર છે. એ ઉત્તમ ક્ષમા વગેરે દશ પ્રકારના ધર્મની આરાધનાનું પર્વ આજથી શરૂ થાય છે. એટલે આ દશ પ્રકારના, દશ દિવસ છે, એટલા જ દિવસો આરાધના કરવી અને બાકીના દિવસોમાં વિરાધના કરવી એમ છે નહીં. પણ બાર મહિનામાં એને અલ્પ ટાઇમ મળ્યો હોય તો આ દશ દિવસોમાં પૂરો ટાઇમ કાઢીને એની આરાધના કરવામાં એણે ટાઇમ કાઢવો જોઇએ. દશ દિવસ તો ખરેખર વ્યાપારથી પણ નિવૃત્ત થઇ જવું જાઇએ. આહા...... હાં...હા ! અને એકલી (આત્મભગવાનની) આરાધના સ્વરૂપમાં, સ્વરૂપનો વિચાર અને (નિજ) સ્વરૂપનો અનુભવ કરવાનો પ્રયત્ન અને અનુભવ થાય તો વિશેષ ઠરવાનો (લીનતાનો) પ્રયત્ન, એ પ્રકારની આરાધનાના આ દિવસો છે. દશ લક્ષણ પર્વ એટલે મોક્ષની આરાધનાનો મહોત્સવ! આજથી આ મહોત્સવ શરૂ થયો છે. ઉત્તમ ક્ષમાની વ્યાખ્યા.. જે ગુરુદેવના શ્રીમુખેથી થયેલી વ્યાખ્યા છે. આહા....! પંચમકાળમાં આ પુરુષ પાક્યો ! જાણે (ક) આપણા માટે જ એણે અહીં જન્મ લીધો હોય, એવો બનાવ બની ગયો! (નહીંતર) તદ્દન અંધારું હતું ! આહા! આજનો દિવસ ઉત્તમ ક્ષમાનો ગણાય છે. સમ્યગ્દર્શન વગર ઉત્તમ ક્ષમા હોય જ નહીં. લૌકિકમાં શુભભાવને ક્ષમા કહેવાય છે. પરસ્પર વેરભાવ થયો હોય તો પરસ્પર ક્ષમા પ્રદાન કરે, એટલે એનું મન કષાયથી હળવું થઈ જાય, એ પ્રકારનો શુભભાવ હોય છે, એ શુભભાવને (લૌકિકમાં) ક્ષમા કહેવાય છે. અહા! તેનો નિષેધ કરવા માટે અહીં “ઉત્તમ ક્ષમા” એમ કહ્યું છે. અહા! ક્ષમાની આગળ જે “ઉત્તમ શબ્દ ( વિશેષણ) વાપરવામાં આવ્યો છે-લખવામાં આવ્યો છે તે વીતરાગી ક્ષમા છે, શુભભાવરૂપી ક્ષમા એ તો બંધનું કારણ છે અને ચારિત્રવત ધર્માત્માઓને વીતરાગી ક્ષમાં હોય છે એ ક્ષમા, એ ચારિત્ર એ મોક્ષનું કારણ છે. પછી કહેશે કે ચોથે-પાંચમે પણ જઘન્ય એવી ઉત્તમક્ષમા (સમ્યગ્દષ્ટિને) હોય છે. નિશ્ચયથી, પોતાનો આત્મસ્વભાવ ત્રિકાળ જ્ઞાયકમૂર્તિ છે!! જાણનાર.. જાણનાર.... જાણનાર છે. એની ઓળખાણ અને બહુમાન કરવું (નિજ) આત્માનું આહા..! તથા રાગદ્વષની, ક્રોધાદિની રુચિ છોડવી, રાગ-દ્વેષને છોડવા એમ લખતા નથી, પણ રાગાદિની રુચિ છોડવી, ઇન્દ્રિયજ્ઞાન છોડવું Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #31 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન એમ નહીં, પણ ઇન્દ્રિયજ્ઞાનની રુચિ છોડવી (રસ છોડવો) આહા..હા! કે ઇન્દ્રિયજ્ઞાન તે જ્ઞાન નથી એમ જાણવું અને રાગ તે એકલા બંધનું કારણ છે, પણ મોક્ષનું કારણ નથી એમ જાણવું–તે જ ઉત્તમક્ષમાની આરાધના છે. આત્મસ્વભાવનો ભગવંતર કરી, જે પુણ્ય-પાપની રુચિ કરવી તે તો ક્રોધ છે. સ્વભાવને છોડીને પુણ્યની રુચિ કરવી, શુભ ભાવ મીઠો લાગે, એ હિતનું કારણ લાગે, એ તો કહે છે ક્રોધ છે. આત્માની અરુચિ તેનું નામ ક્રોધ છે. અને આત્મસ્વભાવના આદર વડ, પુણ્યપાપની રુચિ છોડી, દેવી-એ જ ઉત્તમક્ષમાં છે. દશ દિવસને પર્વ કહેવું તે તો ઉપચાર છે. આત્માના સ્વભાવની ઓળખાણ પૂર્વક ચારિત્ર ધર્મની દશ પ્રકારે આરાધના કરવી એ જ સાધકજીવનું સાચું પર્વ છે. પર્વ એટલે આરાધના! તે આરાધનાનો આરોપ કરીને અમુક દિવસોને પણ પર્વ કહેવું છે તે વ્યવહાર છે. પણ જે આત્મા, પોતામાં આરાધક ભાવ પ્રગટ કરે તે નિશ્ચય મોક્ષમાર્ગ છે. એને માટે (તે) દિવસને વ્યવહારથી પર્વ કહેવાય, પણ જેને આત્માનું ભાન નથી, જ્ઞાન નથી એને પોતામાં જ પર્વ નથી, તો દિવસોમાં પણ કોનો ઉપચાર કરવો ! એટલે આજે ઉત્તમક્ષમાનો પ્રથમ દિવસ છે. વીતરાગી ક્ષમા! હવે એ ચારિત્રના જે દશ ધર્મ કહ્યા, એ વીતરાગી ચારિત્રનું કારણ સમ્યગ્દર્શન જ્ઞાન છે, એ સમ્યગ્દર્શન ને જ્ઞાન કેમ પ્રગટ થાય, પ્રથમ એના માટે (શ્રી) સમયસારની રચના થઇ ગઇ છે! અનાદિ અપ્રતિબુદ્ધ (અણસમજુ) જીવન (માટે છે), મુનિરાજ માટે નથી. આ સમયસાર પણ અનાદિ અજ્ઞાની જે (છે), પોતાના શુદ્ધ આત્માનો અજાણ છે; મિથ્યાષ્ટિવિપરીતદષ્ટિ (જ) છે એવા જીવોને, પ્રથમ ભેદજ્ઞાન કરી, અભેદનો અનુભવ થઇ અને સમ્યગ્દર્શન એટલે આત્મદર્શન, કેમ પ્રગટ થાય, એના માટે આ શાસ્ત્રની રચના કરવામાં આવી છે. (કુંદકુંદ) આચાર્ય ભગવાન પોતે જ કહે છેઃ (સ. સાર. ગાથા. ૫ “તે યજ્ઞવિદત્ત વાÉ Hપ્પણવિદવે') હું એકત્વ-વિભક્ત આત્માની વાત કહીશ. હુમણાં આપણે (પૂ. ગુરુદેવશ્રીની) ટેપમાં પણ સાંભળ્યું. રાગાદિથી ભિન્ન, જ્ઞાયકનું લક્ષ કરવું અને રાગાદિ પરભાવનું લક્ષ છોડવું, એનું નામ એકત્વ-વિભક્ત કહેવામાં આવે છે. અનંતગુણથી આત્મા એકરૂપ છે અને સર્વપ્રકારના વિભાવભાવથી વિભક્ત નામ ભિન્ન છે, એ વિભાવભાવના બે પ્રકાર છે. એક રાગને પણ વિભાવ કહેવાય અને એક રાગને જાણનારું ઇન્દ્રિયજ્ઞાન, તે પણ વિભાવ ભાવ છે. (તે જ્ઞાન) સ્વભાવભાવ નથી. ઇન્દ્રિયજ્ઞાનનો તો અભાવ થાય છે, કેવળજ્ઞાન થાય ત્યારે ! જ ઇન્દ્રિયજ્ઞાન, સ્વભાવ હોય ને રાગ સ્વભાવ હોય, તો તો રાગ અને ઇન્દ્રિયજ્ઞાન એ બે રહેવા જોઇએ (કેવળજ્ઞાન થાય ત્યારે) પણ, એ રહેતા નથી એ વિભાવ છે, નીકળી જાય છે. (આત્મ) દ્રવ્યમાં તો એ નથી પણ બહુ ઊંડથી, લાંબો વિચાર કરવામાં આવે તો એ પર્યાયનો પણ સ્વભાવ નથી, કેમકે તે Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #32 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પ્રવચન નં. - ૧ નીકળી જાય છે. (આત્માના) દ્રવ્યસ્વભાવમાં અતીન્દ્રિયજ્ઞાનમય આત્મામાં, ઇન્દ્રિયજ્ઞાનનો તો અભાવ છે, સર્વથા અભાવ છે–સર્વથા ભિન્ન છે, કથંચિત્ ભિન્ન, અભિન્ન નથી. એમ રાગાદિ સર્વથા ભિન્ન છે આત્માથી, આત્મામાં તો સર્વથા ભિન્ન છે, પણ એક સમયની પર્યાયમાં, જ્યાં સુધી હોય ત્યાં સુધી એમાં...એનો સદ્દભાવ...હોય છે. શું કહ્યું? અજમેરાભાઈ ! ભગવાન આત્મામાં તો ઇન્દ્રિયજ્ઞાન અને રાગ એનો તો ત્રણેકાળ અભાવ છે. જ્યારે સદ્ભાવ પર્યાયમાં છે-પરલક્ષી ઉઘાડ ઇન્દ્રિયજ્ઞાનનો અને પરલક્ષી રાગ, એનો પર્યાયમાં જ્યાં સુધી સભાવ છે અજ્ઞાનીને ત્યાં સુધી એ પર્યાયમાં, એ ભાવો સમય પૂરતા છે, પણ આત્મામાં તો એનો સર્વથા અભાવ છે. એ દ્રવ્યમાં તો નથી ! અને પર્યાયમાં પણ સમયવર્તી છે. ત્રિકાળવર્તી નથી. શું કહ્યું? આ મિથ્યાત્વ છે ને! એ પર્યાયમાં પણ ત્રિકાળવર્તી નથી. સમયવર્તી છે. મનુભાઈ, આ સમજવા જેવું છે. મિથ્યાત્વનો રાગ, તેનો ભગવાન જ્ઞાયક પરમાત્મામાં તો (ત્રિકાળ) અભાવ છે. આહાહા! અને પર્યાયમાં સદભાવ છે, પણ પર્યાયમાં ય સમયવર્તી સદ્ભાવ છે. ત્રિકાળવર્તી મિથ્યાત્વ રહેતું નથી. અને ઇન્દ્રિયજ્ઞાન પણ છે ત્યાં સુધી પર્યાયમાં સદભાવ છે. જરા પર્યાયધર્મને જુઓ લંબાવીને, દ્રવ્ય ઉપર દષ્ટિ રાખીને-એ શરત છે. દ્રવ્ય ઉપર દષ્ટિ રાખીને, દ્રવ્યને જોતાં જોતાં જો પર્યાયને જોઇશ ને-દ્રવ્યને જોતાં જોતાં જો પર્યાયને જોઇશને, તો તને પર્યાયમાં પણ ઇન્દ્રિયજ્ઞાન ને રાગ, લાંબો કાળ રહેશે એમ દેખાતું નથી એનો અભાવ થઇ જશે એમ દેખાય છે, એવા પર્યાયના દર્શન થઈ જાય છે! ભગવાન આત્મામાં તો ઇન્દ્રિયજ્ઞાન (નથી) અતીન્દ્રિયજ્ઞાનમયી આત્મા છે. તેમાં પરલક્ષી ઇન્દ્રિય ક્યાં છે? એ તો વિભાવ છે. એનો તો સ્વભાવમાં ત્રિકાળ અભાવ છે. પણ એક સમયના પરલક્ષવાળું શાસ્ત્રના લક્ષવાળું જે જ્ઞાન-શાસ્ત્રના સંબંધવાળું જે જ્ઞાનઈન્દ્રિયજ્ઞાન-માનસિકજ્ઞાન, એ ઇન્દ્રિયજ્ઞાનનું પણ પર્યાયમાં ક્ષણિક તાદાભ્ય છે. શું કહ્યું? ઇન્દ્રિયજ્ઞાન પણ અતીન્દ્રિયજ્ઞાનમયી ભગવાન આત્મામાં તો નથી. પણ પર્યાયમાં છે ત્યાં સુધી છે. અને પર્યાયમાં રાગ છે ત્યાં સુધી છે.-અજ્ઞાનીની પર્યાયમાં પણ ત્રિકાળ રાગ રહે, કે એ પર્યાયમાં ઇન્દ્રિયજ્ઞાન (ત્રિકાળ) રહે, એવો પર્યાયનો સ્વભાવ નથી. એમ તું સ્વભાવનું લક્ષ કરી ને-અને અનુભવ પહેલાં તું સ્વભાવની અધિકતા કરીને સ્વભાવ ઉપર (દષ્ટિ દેતાં) સ્વભાવને જોતાં, સ્વભાવને જોતાં જોતાં પર્યાયને જોઇશને, તો પર્યાયમાં રાગ લંબાતો નહીં દેખાય! ઇન્દ્રિયજ્ઞાન લંબાતું...નહીં દેખાય, કેવળજ્ઞાન દેખાશે તને ને યથાખ્યાત ચારિત્ર દેખાશે, પર્યાયમાં અત્યારે હો? આહાહા ! એ પર્યાયનો સ્વભાવ છે!! પર્યાયમાં મિથ્યાત્વ રહે. ભલે, એક સમય પૂરતો હો! પણ ત્રિકાળવર્તી નથી. (જેમ) પાણી ઉષ્ણ થાય, કેટલો ટાઈમ રહે? થોડો ટાઇમ, શરીરમાં તાવ આવે, તો કેટલો ટાઈમ (રહે) ? થોડો ટાઇમ. પછી નોર્મલ થઈ જાય છે કે નહીં? ઈ પર્યાયમાં ઉષ્ણતા આવીને! ઇ ઉષ્ણતા લાંબો ટાઇમ રહેતી નથી. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #33 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updařes જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન એ દાકતરનું કહેવું માને કે ત્રણે ’ક દિવસે તાવ ઊતરી જશે. (તેમ) જ્ઞાનીઓ કહે છે કે પર્યાયમાં, મિથ્યાદર્શન-જ્ઞાન-ચારિત્ર છે (તે ) સમયવર્તી છે, ત્રિકાળવર્તી નથી માટે નીકળી જશે. સ્વભાવનું અવલંબન લેતાં એનો અભાવ ચપટીમાત્રમાં થઇ જશે-ક્ષણમાત્રમાં ( અભાવ થઇ જશે.) ( આહા...! ઊપજે મોહ વિકલ્પથી, સમસ્ત આ સંસાર, અંતર્મુખ અવલોકતાં, વિલય થતાં નહીં વાર. (શ્રીમદ્દરાજચંદ ) આહા...! અનાદિનું મિથ્યાત્વ હતું. ( એ ભાઈ ?) એ પર્યાયમાંથી મિથ્યાત્વ જતાં કેટલા દિવસ લાગતા હશે ? (શ્રોતાઃ) એક ક્ષણ ! (ઉત્તર:) એક ક્ષણ-સમયમાત્ર! આહા...હા ! મિથ્યાત્વની ચિંતા છોડી દે, આત્માનો સ્વભાવ કેવો છે એનું રટણ કર! આપો આપ મિથ્યાત્વનો....અભાવ થઇ જશે! જે સ્વભાવને ભૂલે છે એની પર્યાયમાં રાગ હોય, રાગની રુચિ કરે ત્યાં સુધી રાગ હોય, પણ રાગની રુચિ છોડીને સ્વભાવનું લક્ષ કરે, ત્યારે પર્યાયમાં વિભાવભાવનો અભાવ થઇ, સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રાણિ મોક્ષમાર્ગ પ્રગટ થાય. એવો પર્યાયનો સ્વભાવ છે, પર્યાયમાં લાંબો ટાઈમ નહીં રહે!! ૧૦ અહા...હા! આવા ગુરુ મળ્યા! આવી જિનવાણી તને મળી! આહા...હા! આવા સમયસાર આદિ શાસ્ત્ર મળ્યા ! કુંદકુંદ આચાર્ય ને અમૃતચંદ્રઆચાર્ય જેવા સંતો મળ્યા ! અને એને સમજાવનારા, ઉપકારી જ્ઞાની ગુરુ મળે, અને એને સંસા૨ ૨હે, એમ ન બને ! આહા...હા ! ( સદ્) ગુરુની ઓળખાણ થાય અને ગુરુ કહે એમ કરે (માને) અને સંસા૨ ૨હે, એમ બનવાનું નથી. આહ....હા ! આરાધનાના દિવસો છે ને આ તો! (લોકો રાડો પાડે) હાય! હાય! અમે મિથ્યાદષ્ટિ, અરે ! અમે ભગવાન છીએ એમ લ્યો ને!! એ મિથ્યાદષ્ટિ ને શું કામ યાદ કરો છો ? (કા૨ણ કે ) તમે મિથ્યાદષ્ટિ તો છો નહીં, તમે તો ભગવાન આત્મા છો !! (કહાન ) ગુરુદેવે શું કહ્યું ? “ ભગવાન આત્મા છે બધાય ” આહા...હા ! ( આ વિભાવને યાદ કરે છે બોલો! આહા...હા ! કોઇ નિર્ધન હોય, એ નિર્ધન દશા કાયમ રહે, એમ ઇચ્છે? અહાહા! થોડાક ટાઇમમાં સારું થઇ જશે. (કોઇ) બ્રાહ્મણ આવીને કહે-જ્યોતિષ કહે કે છ મહિનામાં તારા પુણ્યનો ઉદય થશે, તો એનું માને! અને સંતો કહે છે કે વધારેમાં વધારે છ મહિના અભ્યાસ ક૨, તો તને સમ્યગ્દર્શન થશે, એવા મોટા જ્યોતિષનું તું માનતો નથી! આહા...! ત્રિકાળવર્તી સર્વજ્ઞ ભગવાન અને એના સંતો! એ મોટા જ્યોતિષી છે અને એ જ્યોતિષ ફરે નહીં. આહાહા ! આ ચારિત્ર (ધર્મ ) ના દિવસો છે આ, મુનિરાજને ઉત્તમ ક્ષમા હોય છે. અહીંયાં હવે સમ્યગ્દર્શન કેમ પ્રગટ થાય એના માટે સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર સમયસારનો છે અને એની ગાથા ૩૭૩ થી ૩૮૨ એવી દશ ગાથા લેવાનો (વાંચવાનો) ભાવ-સ્વાધ્યાય કરવાનો ભાવ આવ્યો છે. એની ઉપર મથાળું છે, ગાથા જે છે ને! હરિગીત એની ઉ૫૨ મથાળું (એટલે ) શીર્ષક, શું આમાં આવવાનું છે, એ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #34 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૧ પ્રવચન નં. – ૧ પંડિતજી પોતે લખે છે. જયચંદજી પંડિત થઇ ગયા, જયપુરમાં પોણાબસો બસો વર્ષ પહેલાં, એણે આ અનુવાદ કર્યો છે, એનું આ લખાણ છે. “સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને શબ્દ આદિરૂપે પરિણમતા પુદ્ગલો” કોણ આ શબ્દરૂપે પરિણમતું હશે, આત્મા કે પુદ્ગલ? આહ.હા? ગુરુદેવ કહે, વાણિયાને વિચાર કરવાનો ટાઇમ મળતો નથી.' આ શબ્દરૂપે પુગલ પરિણમે છે એ ભાઈ ! આત્મા શબ્દરૂપે પરિણમતો નથી, માટે શબ્દની પર્યાયનો કર્તા આત્મા નથી. આહાહા ! પુદ્ગલ પરિણમે છે એમ લખ્યું આમાં!! પરિણમતા પુદ્ગલો, આત્માને કાંઇ કહેતા નથી કે “તું અમને જાણ” એકદમ ઊંચા પ્રકારની ગાથા છે. અતીન્દ્રિયજ્ઞાનમયી આત્મા અને ઇન્દ્રિયજ્ઞાન-બે વચ્ચેના ભેદજ્ઞાનનો ફેંસલો છે. આત્મા અને રાગ વચ્ચેનો ફેંસલો તો આખા સમયસારમાં છે, આત્મા અને આસવ ભિન્ન છે એ વાત તો ઠેકઠેકાણે આવે છે, પણ ઇન્દ્રિયજ્ઞાનથી, અતીન્દ્રિયજ્ઞાનમયી જ્ઞાયક આત્મા, ભિન્ન-ભિન્ન છે બે તત્ત્વ! એ વાત થોડી આવી છે, શાસ્ત્રોમાં પણ, આવી તો છે. આ એક જ જગ્યાએ એ છે એમ નથી, સમયસારમાં ઘણી જગ્યાએ છે પણ છૂટી-છવાઇ છે. એ વાત કહે છે કે સ્પર્શ આદિ પદાર્થો, શબ્દ આદિ પદાર્થો, આત્માને એમ કહેતા નથી.. કે તું અમને જાણ. શબ્દ એમ કહેતો નથી કે તું અમને જાણ. શું કહ્યું? શ શબ્દ એમ કહેતો નથી કે તું અમને જાણ, આ જે શબ્દ નીકળ્યો ને, તમારા કાન ઉપર આવ્યો ને, કાન સુધી આવે છે ઇ, એનાથી આગળ જતો નથી. કર્ણ ઇન્દ્રિયનો વિષય છે ઇ. જ્ઞાનનો વિષય નથી. સમજાશે હોં? ધીમેધીમે ! દશ દિવસ આપણા હાથમાં છે, એક દિવસ હોય તો જરા કઠણ પડે, પણ દશ દિવસ છે ને! એટલે સમજાશે, નહીં સમજાય છે તો (શલ્ય ) કાઢી જ નાખવાનું ! (માથું ધૂણાવીને ના, ના) સમજ્યા વિના ના, ના ન કરવું. આમ તો કરવું નહીં અને સમજ્યા વિના આમ માથું ધુણાવીને હા, હા પણ ન કરવું. (જિજ્ઞાસાપણે તટસ્થ ) આમ સમજવા માટે માથુ સ્થિર રાખવું, બરાબર સમજાય ત્યારે આમ (હા, હું માથું ધુણાવવું) કરવું આહા..! આમ તો (ના, ના, તો કરીશ મા! આ જિનેન્દ્રભગવાનની વાણી ! ત્રણલોકના નાથની વાણી! કુંદકુંદ આચાર્ય ભગવાનની વાણી...આવી છે. આહા....! એ (સ્પર્શદિ) એમ કહેતા નથી કે તું મને જાણ, અને આત્મા પણ(પ્રથમ) ઓલા પક્ષથી કહ્યું હવે આ પક્ષથી કહે છે. શબ્દો નીકળે છે ઈ એમ કહેતા નથી શબ્દો-જડ, આત્માને એમ કહેતા નથી કે તું મને સાંભળ, તું મને જાણ. કેમ (ક) શબ્દ જડ છે એ કાંઈ કહે આત્માને? કે તું મને જાણ? એમ કહેતા નથી. અને અહીંયાં હવે આ પક્ષથી વાત કરે છે. અને આત્મા પણ પોતાના સ્થાનથી છૂટીને પોતાને જાણવાનું છોડીને, આહા! અમૃત જેવી ગાથા છે. આત્મા, જ્ઞાનાનંદ પરમાત્મા છે ને એનું લક્ષણ ઉપયોગ ને એ ઉપયોગમાં નિરંતર, બાળગોપાળ સૌને ભગવાન આત્મા એમાં જણાઈ રહ્યો છે, એ પોતાને જાણવાનું છોડીને, એ શબ્દને જાણવા જતો Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #35 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updařes જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન નથી. ૧૨ ત્યારે કોણ એને જાણે છે? એવા પ્રશ્નો ઘણા આવશે, એ પ્રશ્નોના ઉત્તર પણ આમાં બધા આવશે ધીમે-ધીમે ! ધીમે-ધીમે આવે ને, એક સાથે (કાંઇ) બધી વાત ન થાય ! બે વાત કરી કે: શબ્દ એમ કહેતો નથી કે તું મને જાણ, અને આ આત્મા છે-બધાના આત્માની વાત છે હો! આ આત્માનો સ્વભાવ આત્માને જાણવાનો છે, શબ્દને જાણવાનો નથી. આત્માનો સ્વભાવ ) શબ્દને જાણવાનો હોય તો તો શબ્દને જાણે, પણ આચાર્ય ભગવાન કહે છે ‘કે શબ્દને જાણનારું જ્ઞાન જુદું ને આત્માને જાણનારું જ્ઞાન જુદું, અંદર બે ભાગ પડેલા છે. (બે વચ્ચે સાંધ છે ) સાંભળ તું ! આહા ! એકત્વ-વિભક્ત આત્માની વાત હું કહીશ. આહા ! શબ્દ એમ કહેતા નથી કે તું મને સાંભળ, અને આત્મા પણ પોતાના સ્થાનથી ( એટલે ) પોતાને જાણવાનું છોડીને, એને જાણવા જતો નથી. એટલે એનું લક્ષ કરીને એને જાણે એવો આત્માનો સ્વભાવ નથી. આહા...હા ! આત્માને જાણવાનું છોડે નહીં અને શબ્દને જાણવા જાય નહીં અને શબ્દ કહેતો નથી કે તું મને જાણ !! અહા ! અંદ૨માંથી ‘ હા ’ આવી જશે એવી વાત છે ‘ આ ’ ! કુંદકુંદની વાણી છે! (શું કહે છે) · તેને જાણવા જતો નથી' આહા !' બન્ને તદ્દન સ્વતંત્રપણે પોત-પોતાના સ્વભાવથી સ્વતંત્રપણે પરિણમે છે. (તેમાં) પુદ્દગલ શબ્દરૂપે પરિણમે છે અને આત્મા પોતાને જાણવારૂપે પરિણમે છે. પોતાને જાણે અને શબ્દને જાણે, એવું સ્વરૂપ છે નહીં. અમને બધી ખબર છે. આવશે સ્વ૫૨પ્રકાશકનો ખુલાસો તો આવશે, આવે તો ખરું ને ભઇ! સ્વને જાણે ને શબ્દને જાણે વ્યવહારે, એ બધું આવે છે શાસ્ત્રમાં તો એનું શું? એનો બધો ખુલાસો આસ્તે-આસ્તે, ધીમે-ધીમે (આવશે હોં!) આહા...હા ! ખુલાસા તો બધા આવશે. ૫૨માર્થની વાત એણે સાંભળી નથી, ને વ્યવહારની વાત બધી એણે સાંભળી છે ને વ્યવહાર સાચો લાગ્યો છે. આ વ્યવહા૨ સાચો લાગ્યો, એનો સંસાર-ચારગતિનું દુ:ખ છે. જ્યારે વ્યવહાર જૂઠો લાગશે ને નિશ્ચય સાચો લાગશે, ત્યારે એને અનુભવ થઇ જશે. આહાહા! આ કાળમાં અનુભવ થઇ શકે છે, ચારિત્રદશા પણ પંચમકાળમાં આવી શકે છે, છઠ્ઠા સાતમા સુધી આવી શકે છે. શ્રેણી નથી અત્યારે! એટલે અરિહંતદશા અત્યારે (આ ક્ષેત્રે) થતી નથી. તો છઠ્ઠુ સાતમું (ગુણસ્થાન ) જો આવી શકે આ પંચમકાળના છેડા સુધી, તો સમ્યગ્દર્શન ને જ્ઞાન તો સાધારણ છે, ગૃહસ્થને થઇ શકે છે. વ્યાપાર કરવા છતાં હૈયાહેયનું જ્ઞાન ગૃહકામ કરવા છતાં પણ હૈયાહેયનું જ્ઞાન! ‘યોગસાર' માં લખ્યું છે આહા...હા! સમ્યગ્દર્શન માટે નગ્ન થવાની જરૂર નથી! આ...હા...હા! ચારિત્રદશા માટે નગ્નદશા હોય છે, એ કપડાંવાળા (સાધુ) ન હોય! પણ અહીંયાં તો કહે છે: કપડાં મારા નથી ને કપડાંને જાણતો નથી, હું તો જાણના૨ને જાણું છું, કપડાં કપડાંમાં રહી જાય છે, Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #36 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates ૧૩ - ૧ પ્રવચન નં. દેહ, દેહમાં રહી જાય છે, ૫૨સત્તાવલંબીજ્ઞાન ૫૨માં ૨હી જાય છે ને અનુભવ થઇ જાય છે. આહા ! ગૃહસ્થીને ( આત્માનો ) અનુભવ થાય. ‘બન્ને તદ્દન સ્વતંત્રપણે પોતપોતાના સ્વભાવથી પરિણમે છે' જડ-પુદ્દગલ, શબ્દરૂપે પરિણમે છે અને આત્મા, પોતાને જાણવારૂપે પરિણમે છે. આવી સ્થિતિ છે, આ સ્થિતિનું વર્ણન છે. આમ ‘આત્મા ૫૨ પ્રત્યે ઉદાસીન-સંબંધ વિનાનો છે' આહા....! આત્માને, શબ્દની સાથે, જ્ઞાતા જ્ઞેયના સંબંધનો અભાવ છે. એની સાથે જ્ઞાતા-Âય સંબંધ ક્યારે થાય ? કે આંહીથી જ્ઞાતાñય સંબંધ છૂટે તો એની સાથે જ્ઞાતાશેય સંબંધ થાય. આત્મા જ્ઞાતા ને શબ્દની પર્યાય મારું જ્ઞેય, એમ છે નહીં. શબ્દની પર્યાય જો શેય બનાવીશ તો શબ્દની પર્યાય, તારું કર્મ થશે! જે શેય થાય ઇ કર્મ થાય, માટે મારા જ્ઞાનનું જ્ઞેય તો મારો ભગવાન આત્મા છે, મારા જ્ઞાનનું જ્ઞેય શબ્દ નથી. આહા... હા...હા ! આરાધનાના ઊંચા દિવસોમાં, બધો ઊંચો જ માલ હોય, રોટલા રોટલી તો રોજ મળે, સમજી ગયા !! પણ મિષ્ટાન્ન તો સારા દિવસે મળે. આ મિષ્ટાન્ન છે!! આહાહા ! કહે છે કેઃ આત્મા, ૫૨ પ્રત્યે ઉદાસ છે એવો એનો સ્વભાવ છે. ૫૨ને લક્ષ કરીને જાણે, એવો એનો સ્વભાવ નથી. ૫૨૫દાર્થો-લોકાલોક જણાય ભલે... પણ એને જાણે નહીં. શબ્દ જણાય ભલે, પણ શબ્દને જાણે નહીં. ( આત્મા ) સ્વપ૨પ્રકાશક છે ને ! બેનો પ્રતિભાસ થાય છે જ્ઞાનની પર્યાયમાં, શાયકનો પ્રતિભાસ છે ને શબ્દનો પ્રતિભાસ તો થાય છે. પણ... હું શબ્દને જાણું છું એ અજ્ઞાની બની જાય છે, અને જાણનાર જણાય છે એ જ્ઞાની થઇ જાય છે! પછી, શબ્દનો પ્રતિભાસ થાય છે એમ દેખીને એને વ્યવહારે જાણે છે એમ કહેવાય છે (કથનમાત્ર છે). અથવા ઇન્દ્રિયજ્ઞાન એને જાણતું દેખીને, આત્મા એને જાણે છે એમ કહેવામાં આવે છે. વાત જરા સૂક્ષ્મ છે. પણ સમજાય, સૂક્ષ્મનો અર્થ: ન સમજાય એવું નથી, સૂક્ષ્મ એટલે ઉપયોગને બીજે ન જવા દેવો અને પોતાની માન્યતાને પોટલું વાળીને એક બાજુ રાખી દેવું. પોતાની માન્યતા છે ને (અભિપ્રાય છે ને ) ઇન્દ્રિયજ્ઞાનને જ્ઞાન માન્યું છે ને, ઇન્દ્રિયજ્ઞાનને જ્ઞાન માનીને બેઠો છે! ઇ જ્ઞેય છે, અજ્ઞાન છે. આહાહા! ઇન્દ્રિયજ્ઞાનના ઉદયથી અતીન્દ્રિયજ્ઞાનનો નાશ થાય છે, બાધક તત્ત્વ છે ઇ ઘાતક છે. એતો અસદ્ભૂત વ્યવહારનયનું કથન છે. આત્મા ૫૨ને જાણે છે ઇ. સદ્દભૂત (વ્યવહા૨ે ) ય નથી. (આત્મદ્રવ્ય તો ) સંબંધ વિનાનો તટસ્થ છે. તોપણ અજ્ઞાની જીવ, આમ હોવા છતાં, સ્વભાવ તો આવો છે (સર્વસંબંધ રહિત ) તોપણ અજ્ઞાની પ્રાણી, સ્પર્શ આદિને સારાં-નરસાં માનીને-સ્પર્શઆદિને જુએ તો આ ઠીક ને આ અઠીક! એને જોવે તો ઠીક-અઠીક લાગે ને! પણ એને જુએ નહીં ને જાણનારને જુએ તો? તો રાગ-દ્વેષની ઉત્પત્તિ નહીં થાય. ‘માટે એ તો એકલું અજ્ઞાન છે આવા અર્થની ગાથાઓ હવે કહેશે. હવે બધા એક સાથે એ ગાથા બોલો. હરિગીતમાં છે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #37 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૪ જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન રે! પુદગલો બહુવિધ નિંદા-સ્તુતિવચનરૂપ પરિણમે, તેને સુણી, “મુજને કહ્યું ” ગણી, રોષ તોષ જીવો કરે. ૩૭૩ પુગલદરવ શબ્દ–પરિણત, તેહનો ગુણ અન્ય છે, તો નવ કહ્યું કંઇ પણ તને, હે અબુધ ! રોષ તું કયમ કરે? ૩૭૪ શુભ કે અશુભ જે શબ્દ તે “તું સુણ મને ન તને કહે, ને જીવ પણ ગ્રહવા ન જાયે કર્ણગોચર શબ્દને; ૩૭૫ શુભ કે અશુભ જે રૂપ તે “તું જો મને ન તને કહે, ને જીવ પણ ગ્રહવા ન જાયે ચક્ષુગોચર રૂપને; ૩૭૬ શુભ કે અશુભ જે ગંધ તે “તું સૂંઘ મૂજને” નવ કહે, ને જીવ પણ ગ્રહવા ન જાયે ઘાણગોચર ગંધને; ૩૭૭ શુભ કે અશુભ રસ જેહુ તે ‘તું ચાખ મુજને નવ કહે, ને જીવ પણ ગ્રહવા ન જાયે રસનગોચર રસ અરે! ૩૭૮ શુભ કે અશુભ જે સ્પર્શ તે “તું સ્પર્શ મુજને” નવ કહે, ને જીવ પણ ગ્રહવા ન જાયે કાયગોચર સ્પર્શને; ૩૭૯ શુભ કે અશુભ જે ગુણ તે “તું જાણ મુજને ' નવ કહે, ને જીવ પણ ગ્રહવા ન જાયે બુદ્ધિગોચર ગુણને; ૩૮૦ શુભ કે અશુભ જે દ્રવ્ય તે “તું જાણ મુજને” નવ કહે, ને જીવ પણ ગ્રહવા ન જાય બુદ્ધિગોચર દ્રવ્યને. ૩૮૧ -આ જાણીને પણ મૂઢ જીવ પામે નહીં ઉપશમ અરે! શિવ બુદ્ધિને પામે નહિ એ પ૨ ગ્રહણ કરવા ચહે. ૩૮૨ દશ ગાથા હરિગીતમાં આવી. કુંદકુંદ ભગવાન બે હજાર વર્ષ પહેલાં થયા, તેઓશ્રીએ પ્રાકૃતમાં આ ગાથાઓની રચના કરી, ત્યાર પછી એકહજાર વરસે અમૃતચંદ્રઆચાર્ય થયા, એણે આ જ ગાથાની સંસ્કૃતમાં રચના કરી, અને એની ટીકા પણ તેઓશ્રીએ કરી. એનો અર્થ ને એના ભાવાર્થ અને ટીકા હિન્દીમાં જયચંદ (જી) પંડિતે કર્યા ! હવે એક-એક ગાથા જે છે (આ) દશ ગાથા ! એમાં એક એક ગાથાનો આપણે પહેલાં અર્થ લઇએ છીએ. એ દશ ગાથાનો અર્થ લીધા પછી એની ટીકા પણ લેશું. સંસ્કૃતની ટીકા છે. પહેલાં અર્થ એનો લઇએ, ગાથાનો અર્થ ૩૭૩ નંબરની પહેલી ગાથા છે એનો અર્થ ગાથાર્થ- બહુ પ્રકારનાં નિંદાનાં અને સ્તુતિનાં વચનોરૂપે પુદ્ગલો પરિણમે છે; કોઇને ભાવ આવે નિંદાનો ને સ્તુતિનો સામાં જીવને, તો એ જે શબ્દો પરિણમે છે નિંદાના અથવા એની સ્તુતિના, નમસ્કાર કે તિરસ્કાર, એવા કોઈ વચનો નીકળે કોઈના, એ વચનનો કરનાર છે આત્મા નથી. એ વચન, એણે કર્યા હોય, ઈ બોલતો હોય તો તો તું એના પ્રત્યે રોષ-તોષ કર, પણ એ વચન તો સ્વયં Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #38 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૫ પ્રવચન નં. - ૧ નીકળે છે (પુદ્ગલથી) અજ્ઞાની આત્મા પણ એનો કર્તા નથી, પરિણમાવનાર નથી, પુદ્ગલ પરિણમે છે બિચારાં ! એ જે નિંદાનો ને સ્તુતિનો એને વિકલ્પ ઊડ્યો, એ વિકલ્પ એમાં નિમિત્ત છે, ઉપચારથી આત્માને નિમિત્ત કહેવાય (એ પણ) અજ્ઞાનીના આત્માને, પણ ખરેખર એનો વિપાક કરતો નથી. એ ભગવાન આત્મા છે. અને શબ્દની પર્યાય નિંદા ને સ્તુતિરૂપે આવે છે, એ પુદ્ગલો પરિણમે છે. એ નિંદા અને સ્તુતિરૂપે ઓલો અજ્ઞાની જીવ પરિણમતો નથી. અજ્ઞાની તો એના અજ્ઞાનભાવે પરિણમે છે. અને પુદ્ગલો એ પરિણમે છે. નિંદા ને સ્તુતિરૂપે. જીવ, નિંદાના શબ્દરૂપે કે સ્તુતિના શબ્દરૂપ-જડરૂપે અજ્ઞાનીનો આત્મા પણ પરિણમતો નથી. આહા..હા ! એ શબ્દનો કર્તા પણ અજ્ઞાનીનો આત્મા નથી. કદાચિત્ એ અજ્ઞાનભાવને એક સમય પૂરતો કરે તો કરો ! પણ શબ્દરૂપે તો પરિણમે (નહીં એ શબ્દનો સ્વામી નથી.) એ પોતે પુદ્ગલ શબ્દરૂપે પરિણમે છે નિંદા ને સ્તુતિનો જે શબ્દ આવ્યો પર્યાય, એ પુદ્ગલ પરિણમે છે સામે! તેમને સાંભળીને-એટલે તેનું લક્ષ કરીને. અજ્ઞાની જીવ! શબ્દ પડયો છે (ગાથાર્થમાં) અજ્ઞાની જીવ, “મને કહ્યું –એમ માનીને! તને કહ્યું તો નથી. પણ જાણે મને કહ્યું છે, આ જાણે મને કહે છે-આહાહા! “એમ માનીને'—કહ્યું તો નથી એને, અને ઇ કહેતો નથી શબ્દ કે તું મારી સામે જો, પણ અજ્ઞાની સ્વભાવને ભૂલીને, લક્ષ એનું કરે છે કે જાણે મને કહ્યું! (માને છે કે મને કહ્યું, એમ માનીને આહાહા! શબ્દ કહેતો નથી બીજાને શબ્દ (રૂપે) તો પુદ્ગલ (છે) પરિણમે છે. શબ્દપર્યાય, સ્વતંત્રપણે, (પરિણમે છે.) એ શબ્દથી જ બધાને રોષ થાય, ક્રોધ થાય તો મુનિરાજને પણ થવો જોઇએ અને સર્વજ્ઞભગવાનને ય જ્ઞાનમાં તો આવે છે શબ્દના પરિણામ, તો એને પણ ક્રોધ આવવો જોઇએ અને કાં રાગ આવે સ્તુતિના વચનથી, પણ એમ કેમ થતું નથી? કે જ્ઞાની, એને જાણતો નથી. અને જે એને જાણે છે એ આત્માનું જ્ઞાન નથી. અલૌકિક ગાથા છે. આહા...હા! “મને કહ્યું ” એમ માનીને, કલ્પના કરે છે કે મને કહ્યું ! આમ મને કહ્યું, મને કહ્યું આ, મને કહે છે-મને કહે છે, મને એણે કહ્યું, મેં એને કહ્યું, મેં સાંભળ્યું કાનોકાન ! આહા....હા! એમ માનીને રોષ તથા તોષ કરે છે (એટલે કે) રાગ અને દ્વેષ કરે છે. ગુસ્સે થાય છે ને કાં ખુશી થાય છે. કાં એકદમ પીત્તો ફાટી જાય, કેમ મને કહ્યું આ? બાપુ! તને કહ્યું નથી! તને ક્યાં કહ્યું છે ? અને જે સાંભળે છે એ કાન તારા નથી, તું તો કાન વગરનો છો ! સાંભળવાનું સાધન તારી પાસે નથી, કાનનો આત્મામાં અભાવ છે. એનાથી સૂક્ષ્મ (વાત), જે આંહી કાન પાસે ભાવ ઇન્દ્રિયનો ઉઘાડ છે ને આહાહા ! એને સાંભળ્યું છે મેં ક્યાં સાંભળ્યું છે! એનું ગ્રહણ ભાવ ઇન્દ્રિયજ્ઞાન કરે છે ભાવ ઇન્દ્રિયનો વિષય છે. એ આત્માનો અને આત્માના જ્ઞાનનો વિષય નથી. આ ઊંચા પ્રકારનો; (માલ છે.) ઊંચા દિવસો છે ને આરાધનાના! Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #39 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updařes જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન ૧૬ (શ્રોતાઃ ) બન્ને ડિપાર્ટમેન્ટ જુદા છે! (ઉત્તર:) ડિપાર્ટમેન્ટ અલગ-અલગ છે. બન્ને જુદા છે. કોઈ ભાગ-લાગ આત્માની સાથે નથી. ઓલા શબ્દને ય નથી આ કાનને ય ભાગલાગ નથી અને કાનતરફનો ઉઘાડ ભાવ-ઇન્દ્રિયજ્ઞાન-ખંડજ્ઞાન એની સાથે એને જ્ઞાતા-Âયનો સંબંધ થયો છે, મારી સાથે જ્ઞાતા-Âયનો સંબંધ થઈ શકતો નથી. આત્મા ભિન્ન ને આત્માનું જ્ઞાનભિન્ન ! ઇન્દ્રિયજ્ઞાન ભિન્ન, રાગ ભિન્ન અને શબ્દ પણ ભિન્ન-બધું ય ભિન્ન-ભિન્ન છે! આહા...હા ! કોઈ, કોઈને કહેતું નથી. શબ્દ કહેતો નથી કે ‘તું મને સાંભળ’ . આહા...! મફતનો એ પોતે કાં ગુસ્સે થાય અને કાં રાજી થાય પોતે હોં? બહુ સારા મારા વખાણ કર્યાં! એ વખાણ કર્યાં એ કેનાં વખાણ કર્યાં? કોણે સાંભળ્યું ? એનો તો વિચાર કર ! કોણે કહ્યું ને કોણે સાંભળ્યું! કહેનાર કોણ ને સાંભળનાર કોણ ? અને એનો જાણનાર કોણ ? એનાથી ભિન્ન આત્માનો જાણનાર કોણ ? ભેદજ્ઞાનની ગાથા છે. એ કાંઈ મફતનો તું હાથે કરીને દુ:ખી થાશ, મને કહ્યું, મને કહ્યું (માને છે પણ) તને તો કોઈ કાંઈ કહેતું નથી. આહા....હા! બીજું એકે એને સાંભળવાનું તારી પાસે જ્ઞાન નથી. (શ્રોતાઃ) તું કોણ છો એ નક્કી કરી લે! (ઉત્તરઃ ) તું કોણ છો ? એ કાંઈ મને કહે છે? તું કહે છે મને કહ્યું તો મને એટલે કોને? આ કોને કહ્યું આ ઈ તો વિચાર કર ! આહા...હા ! માથે મતનો ઓઢી લ્યે છે! આહા...હા! કેનાર કોણ, સાંભળનાર કોણ, એનો જાણનાર કોણ ને એનાથી ભિન્ન આત્માનો જાણનાર કોણ આહા...હા ! આ ભેદજ્ઞાનની વાત ચાલે છે. ઈ એક ગાથા થઈ, હવે બીજી ગાથાં. દશવાગ્યા સુધી છે ને દશનો ટાઈમ ? ( શ્રોતાઃ ) જી, હા. પુદ્દગલ દ્રવ્ય શબ્દપણે પરિણમ્યું છે આહા...! પુદ્દગલદ્રવ્ય શબ્દરૂપે પરિણમ્યું છે એનો આત્મા તો શબ્દરૂપે પરિણમતો નથી. એનો આત્મા જુદો, શબ્દ નીકળે ઈ જુદું છે. બેયની એકતા અંદર છે નહીં. તેનો ગુણ, જે પુદ્દગલ દ્રવ્ય શબ્દરૂપે પરિણમે, તેનો ગુણ તારાથી તો અન્ય છે, એ શબ્દની પર્યાય તારાથી તો ભિન્ન છે. તું તો જાણના૨-દેખનાર શાયક પ્રભુ આત્મા છો, અને જે શબ્દ પરિણમે છે સામે, એ શબ્દ એ તો તારાથી ભિન્ન છે. પુદ્ગલ તો તારાથી ભિન્ન છે પણ પુદ્ગલનો જે ગુણ છેનિંદા-સ્તુતિના શબ્દો પરિણમન, એવો જે ગુણ એટલે પર્યાય-શબ્દની પર્યાય એ અન્ય નામ ભિન્ન છે આત્માથી, તારાથી અન્ય છે. આહા....! તું તો જ્ઞાનમય આત્મા છો, શબ્દો તો પુદ્ગલની પર્યાય છે, પુદ્ગલ તારાથી ભિન્ન અને પુદ્ગલની જે અવસ્થા શબ્દોરૂપે થઈ એ પણ તારાથી ભિન્ન છે. તો, હું અજ્ઞાની જીવ! આહા! જે તારાથી ભિન્ન છે એને હું અજ્ઞાની જીવ ! તને કાંઈ પણ કહ્યું નથી. આહા.....! પુદ્ગલ એ શબ્દરૂપે પરિણમે છે, પણ તને તો કાંઈ કહ્યું નથી. (તું માને છે) કે મારું નામ લઈને કહે છે તો કે તારું નામ તો રવિચંદ છે નહીં, તારું નામ તો જ્ઞાયક છે. રવિચંદ તો તારું નામ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #40 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૭ પ્રવચન નં. – ૧ છે નહીં, રવિચંદને કહે તો કહે એમાં તારે શું લેવા દેવા ! તને લેવાદેવા શું? તું તો રવિચંદ છો નહીં તું તો આત્મા છો. આત્મા અરૂપી છે, ઈ તો જાણતો નથી મારા આત્માને, કહે ક્યાંથી મને? અને એને જાણવાનું જ્ઞાન તો મારી પાસે નથી (તો પછી) કહે ક્યાંથી કે હું જાણું છું. હું તો મારા આત્માને જાણતાં પરિણમું છું બસ! આહા..હા! “એનો ગુણ તારાથી અન્ય છે તો હે! અજ્ઞાની જીવ! “તસ્મા” હું અજ્ઞાની જીવ! કરુણા કરીને કહે છે હે, અજ્ઞાની પ્રાણી ! માથે ઓઢી લીધું મફતનું તે, કજિયો કો'ક નો આહા....હા ! હે! અજ્ઞાની જીવ, તને કાંઈપણ કહ્યું નથી ! આહાહા! એણે તો તને કાંઈ કહ્યું નથી. તો કોને કહ્યું છે? રવિચંદને કહ્યું, તો રવિચંદ તો મારું સ્વરૂપ છે નહીં, એ તો આનું (શરીરનું ) નામ છે કોથળાનું, હું તો રવિચંદ છું નહીં, હું તો ભગવાન આત્મા છું અને ભગવાન આત્મા અરૂપી અમૂર્તિક! એ મારા આત્માને જાણતો નથી તો મને કેવી રીતે કહી શકે ઈ ? એની આંખ વડે તો હું જણાયું નહીં, એની આંખ વડ તો આ કોથળો જણાય છે. આ કોથળાનું નામ રવિચંદ છે તને કાંઈ કહ્યું નથી. હે! અજ્ઞાની જીવ, તને તો કાંઈ કહ્યું નથી. તો (તે) કહે આ પ્રત્યક્ષ પાંચ માણસની વચ્ચે મારી આબરૂ પાડીને મને કહ્યું! કે તને તો કાંઈ કહ્યું નથી. હે! અજ્ઞાની જીવ! આ જગતથી જુદી વાત છે! આ જગત-અજ્ઞાની જીવો, એના જે વ્યવહાર હોય, એનાથી જુદી વાત છે! (કહે છે કે, તને કાંઈ પણ કહ્યું નથી. હું અજ્ઞાની જીવ! અમને ખબર છે, અમને ખબર છે તું ઊભો છો ને સામેથી શબ્દ નીકળ્યો, અને એણે શબ્દ કાઢયા એમ પણ અમે જાણું પણ અમે તો એમ જાણીએ છીએ કે તને તો કાંઈ કહ્યું નથી. બે જણા તમે ઊભા” તા ને ત્રીજો હું જુદો ઊભો હતો જ્ઞાની કહે. આહા ! તેં શું કામ માથે લઈ લીધું કે આ મને કહ્યું એમ. આ શાંતિનો ઉપાય છે! આપણી શાંતિ, આપણે શોધવાની છે. (ઓહોહો !) તને કાંઈ પણ કહ્યું નથી ! તું અજ્ઞાની થયો થકો મને કહ્યું, મને કહ્યું, મને કહ્યું, મને કહ્યું, મને કહ્યું એમ હું માને છે ઈ તારું અજ્ઞાન છે. તને તો કાંઈ કહેતા નથી શબ્દ ! કે તું મને ગ્રહણ કર-જાણ. તું રોષ શા માટે કરશ! એના પ્રત્યે તું શા માટે ગુસ્સો કરશ! આહાહા ! તને તો કાંઈ કહ્યું નથી. તું તો જ્ઞાતા, આત્મા છો! અને એ જ્ઞાતાનું શેય પણ નથી. તું એને જાણતો ય નથી. એને જાણનારું તો ઇન્દ્રિયજ્ઞાન જુદું છે. ઇન્દ્રિયજ્ઞાનથી જુદું જ્ઞાન એ આત્માનું છે એ જ્ઞાન તો આત્માને જાણે છે ને ઇન્દ્રિયજ્ઞાન પરને જાણે છે. આહાહા ! બહુ વાતો હજી આ ગાથા (માં તો) સામાન્ય કથન છે. પછી ત્રીજી ગાથાથી મૂળ (વાત) શરૂ થશે. મૂળ શું કહેવું છે આચાર્ય ભગવાનને, એ ત્રીજી ગાથાથી આવશે. જુઓ! તું રોષ-ગુસ્સો શા માટે કરશે એની ઉપર? આહા! મને કાંઈ કહ્યું નથી! તને કાંઈ કહ્યું નથી. મને કાંઈ કહ્યું નથી તો મારે ગુસ્સો કરવાનું, કારણ કાંઈ છે નહીં. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #41 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન ૧૮ એક બનાવ એવો બન્યો, આ દાખલો આપું તો ખ્યાલ આવે કે શું છે પરિસ્થિતિ ! પરિસ્થિતિ શું છે આ? કે સાસુ વહુનો ઝઘડો રોજ થાય, અગાઉ ના કાળમાં, હવે તો ફેરફાર થઈ ગ્યો! હવે ઝઘડો થાય તો વહુ કહે મારે જુદું થવું છે. એટલે જુદા થઈ જાય પછી તો ઝઘડો મટી જાય, અત્યારે તો સંયુક્ત કુટુંબ જેવું કાંઈ છે નહીં, ક્યાંક ક્યાંક છે હજી આહા...હા! બહુ ઝઘડો થાય, બહુ બહુ ઝઘડો થાય અને સાસુ બોલે અને વહુ પણ પાછું ફટકારે ! સામસામા ! પછી વહુ થાકી. તે એક જ્યોતિષી પાસે ગઈ, કે ભઈ આ મારી સાસુ મને બહુ દુઃખ આપે છે. કહે કે શું થાય છે? તું ઈતિહાસ કહે મને. ઈ કહે કે ઈ બે બોલે તો હું ચાર બોલું-ઈ બે શબ્દ બોલે. તો એની સામે હું ચાર ફટકારું! ઠીક, આ ઝઘડો ચાલુ છે કેટલાક ટાઈમથી છે! ઘણાં ટાઈમથી ચાલુ છે, આનો કંઈક ઉપાય તમે બતાવો. મારે તો સુખી થાવું છે. તો કહે કે જો હું તને એક દોરો કરીને આપું છું ને! એનો હું તને કહું એમ પ્રયોગ કરજે. મંત્ર-તંત્ર કાંઈ હતું નહીં, એણે ગાંઠો વાળી-સાત ગાંઠ વાળી ને એટલે ગાંઠ તો મોટી (જાડી) થાય ને, આ મંત્રેલી ગાંઠ છે, ઈ જ્યારે બોલે ત્યારે તારે બે દાઢની વચ્ચે આને દબાવી રાખવી, જરાય પોચી કરવા દઈશ મા, તો કર્યો પ્રયોગ એણે તો, જઈને. ઓલી (સાસુ) બોલ્યા કરે, બોલ્યા કરે અગાઉના કાળમાં રાંડની-નભાઈ (કહે છતાં ) વહુ કાંઈ બોલતી નથી. કાંઈક મોઢામાંથી ફાટને! ને બે દિ, ચાર દિ ઓલી (સાસુ) બોલવા મંડી પણ આણે એનો પ્રત્યુત્તર, આપે જ નહીં, ગાંઠ હતી તેને તો દબાવી રાખી એકદમ! થાકી ગઈ સાસુ, સાસુ થાકીને બંધ થઈ ગઈ અને એમાં (ઘરમાં) શાંતિ થઈ ગઈ. કે: તને ક્યાં કાંઈ કહ્યું છે ! આચાર્ય ભગવાન કહે છે. વહુ ને કહે છે કે તને ક્યાં કાંઈ કહ્યું છે. શબ્દરૂપે પરિણમે તો ભલે પરિણમે. થાકીને બંધ થઈ જશે એની મે એમ, તારી કોઈ નિંદા અને સ્તુતિ કરતું હોય, તો ઈ શબ્દનો સ્વામી થઈશ મા ! મૌન રહેજે એમ. ગાંઠ પડી પણ મૌન રહેજે. આકુળો થાકી જશે. એક વખત, પચાસ વર્ષ પહેલાની વાત છે. પચાસ, પંચાવન (આશરે) વર્ષ પહેલાં ગાંધીજીનો યુગ હતો. અને “હરિજન બંધુ' છાપું કાઢતા હતા. પોતે જ લેખ આમાં લખે. અઠવાડિક ! તો એક ગામડાની અંદર, કોઈ સેવક હતો. પ્રમાણિક સેવાભાવી! હવે એના પ્રત્યેની એની વાહ વાહ તો થાય. સેવા કરે એની વાહ વાહ તો થાય કે નહીં? એટલે કેટલાકને ગમે નહીં. ઇર્ષ્યા થઈ ગઈ, કે આને કેમ પાડી દઉં હવે ઇર્ષ્યાનો ધંધો એવો છે, એના પુણ્યના ઉદયને સહન કરી શકે નહીં. એટલે એના ઉપર આક્ષેપ મૂકવા મંડયા બધા ભેગાં થઈને કે આ ચોરી કરે છે ને ખાય જાય છે પૈસા ને આમ ને તેમ, ખૂબ એને હેરાન કરવા મંડયા. એટલે એણે પત્ર લખ્યો ગાંધીજીને કે હું પ્રમાણીકપણે સેવા કરું છું ગામની. આમ છતાં મારા ઉપર આ લોકો ખૂબ ખોટા આરોપ મૂકે છે ને મને હેરાન કરે છે. આનો ઉપાય શું? એ કૃપાકરી મને લખો એટલે ગાંધીજીએ બે લીટીમાં ઉપાય કહ્યો કે એનો તારે કાંઈ બચાવ કરવો નહીં, સ્વીકાર કરવો નહીં. બોલતાં બોલતાં બોલવા દ્યો એ થાકી જશે-એની મેળે થાકી જશે. ઈ મહિનો–મહિના ચાર મહિના થયા કે થાકી ગયા બધાં! સમજાણું? Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #42 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates ૧૯ પ્રવચન નં. - ૧ એટલે ગાંધીજીએ એમ કહ્યું કે તું એની વાત સાંભળમાં એમ. એ મેળે મેળે થાકી જશે. એમ ગુરુદેવ! જ્યારે એમનો ઉદય થયો, ત્યારે મોટી હલચલ મચી ગઈ. છાપાઓમાં આહા ! ખૂબ આવે. આહા....હા! સ્થાનકવાસી, શ્વેતાંબરે કર્યો પહેલો હલ્લો અને પછી દિગમ્બરે હલ્લો કર્યો આહાહા! ત્યાગી અને વિદ્વાનોએ ય હલ્લો કર્યો બહુ!! તો.....એ લોકો જવાબની રાહ જોયા કરે, એ જવાબની રાહ જોયા કરે કે એનાં ‘આત્મધર્મ' માં આપણી વિરુદ્ધ કાંઈક પણ આવશે હવે, આપણે એને ઉશ્કરીએ તો કાંઈક જવાબ તો આપશે ને! એમ કરતાં કરતાં.....સુરેન્દ્રનગરમાં એક ભાઈ કાદવ ઉછાળે, ગુરુદેવ વિરુદ્ધ! એમાં રામજીભાઈ એક વખત તૈયાર થઈ ગ્યા. ગુરુદેવને કહે હું સુરેન્દ્રનગર જાઉં છું, કેમ ભાઈ, જાવ છો સુરેન્દ્રનગર? શું એના મનમાં સમજે છે આપણા વિરુદ્ધ! બેસી જાવ, શાંતિથી બેસી જાવ! કાંઈ આપણે સુરેન્દ્રનગર જાવું નથી. એ તો વકીલને મૂળ, સમજી ગ્યા. ફાઈટ આપે હોં! આહા...હા! સૌરાષ્ટ્રમાં પહેલો નંબર વકીલ તરીકેનો, પ્રમાણિક મુરબ્બી રામજીભાઈ ! શાંતિ રાખો, આપણે કાંઈ કહેવું નથી, એની મેળે બધું શાંત થઈ જશે. કોઈ દિવસ ગુરુદેવે પ્રત્યુત્તર, વિરોધી જીવોને, આપ્યો જ નથી ! આ હા હા ! કરુણા કરે અરે! એને સમજાતું નથીને એટલે વિરોધ કરે છે. આહા...હા ! જ્યારે સમજાશે ત્યારે વિરોધ એની મેળે મટી જશે ! આહાહા ! એવા બનાવ તો ગુરુદેવ ઉપર અવારનવાર બન્યા ! મુંબઈમાં પણ એક બનાવ બનેલો, ઈ તો બન્યા જ કરે ! સમજી ગ્યા ? હંમેશા જ્ઞાનીઓ જ્યારે પાકે છે ને ત્યારે સત્ય વાત કહે છે ત્યારે અસત્યના આગ્રહવાળા પણ હોય ને! વ્યવહારના પક્ષવાળા !! આહા ! એને ગમે ક્યાંથી ? એટલે વિરોધ તો કરે ! પછી, એક જણાએ કહ્યું અહા! આ એની જે પોલીસી છે, જવાબ ન આપવાની, એમાં એની જીત થઈ ગઈ. જો ઈ જવાબ આપત તો ઈ હારી જાત! આ ગુરુદેવ એટલે બહુ (વિચિક્ષણ ) ઈ આપણે શું? આપણે તો બસ! બીજું કાંઈ આપણું કામ નથી. એ આપણને કયાં કહે છે? અમે કયાં એને સાંભળીએ છીએ ! આહાહા ! એમ કરીને પોતે-પોતામાં રહેતા' તા! એની મેળે શાંતિ બધું થઈ ગ્યું આસ્તે આસ્તે ! એટલે બધું શાંત શાંત થઈ ગયું. એને માટે અહીં ભગવાન કહે છેઃ તને કયાં કોઈ (કાંઈ ) કહે છે? તું શું કામ માથે ઓઢી લે છે? મફતનો દુ:ખી થાશ! મને કહ્યું, હું આમ કહું, મને આમ કહ્યું, હવે આમ કરી નાખું, હું આમ કરી નાખું. સામે પત્ર લખી નાખું ને! કોર્ટમાં જાઉંને નોટીસ આપું ને! અરે! રહેવા દે ને તને કાંઈ કહેતા નથી, આચાર્ય ભગવાન કહે છે. તને કાંઈ કહ્યું નથી. કે સાહેબ! પણ મને કહ્યું છે ને? કે તને કહ્યું નથી. તું મતનો અજ્ઞાની થઈને (માને છે કે) મને કહ્યું, મને કહ્યું, મને કહ્યું,! ને દુઃખી થઈ રહ્યો છો! સુખી થાવું હોય તો મને ( કોઈ ) કાંઈ કહેતા નથી. મને કાન Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #43 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન ૨૦ નથી. કાનનો મારામાં અભાવ! દ્રવ્ય ઇન્દ્રિયનો મારામાં અભાવ! અને ભાવ ઇન્દ્રિયનો ઉઘાડ, જે શબ્દને ગ્રહણ કરે એટલે જાણે ગ્રહણ કરે એટલે જાણે, શબ્દને જાણે છે કોણ? ભાવ ઇન્દ્રિય! આત્મા કે આત્માનું જ્ઞાન, શબ્દને જાણતું નથી અહા...હા ! તો તને ક્યાં કાંઈ કહે છે? શાંતિ રાખને મફતનો, એની મેળે બધું ઘીના ઠામમાં ઘી પડી રહેશે. તું તારું કામ કરને! અહા ! પોતે, પોતાનું કામ કરીને ચાલ્યા ગયા! અને આ પણ એક પ્રકારનો ઉપદેશ આપતા ગયા કે કોઈ તારો વિરોધ કરે તો શાંતિ રાખજે, પ્રતિકાર કરીશમાં ! આહા...હા ! જો પ્રતિકાર કરીશ તો તો ઈ વધારે થાશે, લડાઈ જામશે. આહા...હા ! પણ હવે એ લાઈન લેવી-અપનાવવી, એ કાંઈ સાધારણ વાત નથી. સમતાના ઘરમાં બેઠું રહેવું અને વિષમભાવ થવા દેવો નહીં અહાહા ! હું તો જાણનાર છું, મને તો કાંઈ કહેતા નથી. અને જેને કહે છે એ કાંઈ શરીર તો મારું છે નહીં. મારા આત્માને તો દેખતા નથી, કોને કહે છે? થઈ રહ્યું! થોડા ટાઈમમાં તો એ થાકી જશે બિચારો! બોલી બોલીને ઓલી સાસુ થાકી ગઈને, વાલામૂઈ, બોલતી નથી કાંઈ? ત્રણ, ત્રણ દિ થયાં હું તને કહું છું (વધુ) બરાબર તમારી વાત, એક શબ્દ બોલે નહીં, (સાસુ) થાકી ગઈ. એમ બધા થાકી જવાના છે. આહા....! ઈર્ષાની આગથી, શું થાય ને શું ન થાય? તે કહી શકાય નહીં, અજ્ઞાની શું કરે ને શું ન કરે, કોઈ એનો પત્તો નહીં. ટોડરમલ્લજી જેવા ( જ્ઞાની સાધક) એને હાથી નીચે જુઓને, એની સ્થિતિ, એ તો ઘણી, આમ ઘણી સ્થિતિ આવી. ભૂતકાળમાં (ના પ્રસંગો) પ્રથમાનુયોગ વાંચીએ આપણે, તો એવો ઉપસર્ગ તો આવ્યા જ કરે જ્ઞાનીઓ ઉપર, આવે ! અહાહા! અરે, મારા દ્રવ્ય-ક્ષેત્ર-કાળ ભાવમાં પરનો પ્રવેશ નથી. પરિણામનો ય પ્રવેશ નથી, તો પરના શબ્દનો પ્રવેશ (ક્યાંથી થાય?) અને એનાં છાપામાં છાપે તો એનાં કાગળ બગડે ને શાહી બગડે, મને શું લેવા-દેવા! તો એને જાણતો ય નથી. (ઉપસર્ગ) સમયે શાસ્ત્ર વાંચજે, શાસ્ત્રનો સ્વાધ્યાય કરીશ તો શાંતિ થઈ જશે તને ! આહાહા ! આવું સંસારમાં તો ચાલ્યા જ કરે ! આહાહા! અરે! માનસિક શાંતિ પણ આમાં આવે અને આત્મિક શાંતિ પણ અંદર.. ઊંડો ઊતરે તો કામ થઈ જાય! વખત થઈ ગ્યો! આજ ક્ષમાનો દિવસ છે ને આજે, આ ક્ષમાની વાત આવી, વ્યવહાર ક્ષમા હોં? “પરલક્ષઅભાવાત્ ચંચલતારહિતમ્ અચલમ્ જ્ઞાનમ્” (શ્રી તત્ત્વજ્ઞાન તરંગિણી કલશ-૪૨, શુભચંદ્ર આચાર્યરચિત) Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #44 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી સમયસારાય નમ: શ્રી. સબયાસા.૨, ગાથા. ૩૭૩-૩૮૨ તા. ૧૪/૯/૯૧ જામનગર પ્રવચન ન. ૨ પર્વાધિરાજના માંગલિક દિવસો છે. એમાં આત્માની આરાધના કરવાના દિવસો છે. અનંતકાળથી પોતે પોતાની વિરાધના કરી છે. પરની વિરાધના તો કરી શકાતી નથી, પરંતુ પોતે પોતાને ભૂલી જવું-પોતાને “લક્ષમાં' ન લેવો-શુદ્ધ આત્માને જ્ઞાન અને શ્રદ્ધામાં ન લેવો એના જેવો દોષ-અપરાધ (બીજો) કાંઈ આ દુનિયામાં નથી. (અને) તે અનંત દુઃખનું કારણ છે. પોતાને ભૂલીને પરને પોતાના માનવા એવી મિથ્યાજ્ઞાન એવી અવસ્થા આત્માને અનંતકાળથી છે. એનો અભાવ કેમ થાય. એની વિધિ સમયસારમાં છે. દશલક્ષણ પર્વ મુખ્યપણે મુનિરાજને ચારિત્ર દશાના ભેદો છે. એના ઉપરનાં ગુરુદેવનાં વ્યાખ્યાનો છપાઈ ગયા છે. તો થોડું પહેલાં (દશલક્ષણ) એના ઉપર લેવાનું છે. આજે દશલક્ષણ પર્વનો બીજો દિવસ છે. ગઈકાલે ઉત્તમ ક્ષમાધર્મનો દિવસ હતો. આજે ઉત્તમ માર્દવધર્મનો દિવસ છે. સનાતન જૈનધર્મના અનાદિ નિયમ પ્રમાણે આ ભાદરવા સુદ પાંચમથી ચૌદશ સુધીના દિવસોને દશલક્ષણપર્વ કહેવાય છે. અને તેજ સાચા પર્યુષણ છે. આજે ઉત્તમ માર્દવ ધર્મનો દિવસ હોવાથી; ક્રોધ-માન-માયા-લોભ (તેમાં) ક્રોધને જીતે તો ઉત્તમ ક્ષમાં પ્રગટ થાય છે. માનને જીતે તો ઉત્તમ માર્દવ ધર્મ પ્રગટ થાય છે. પદ્મનંદી પંચવિશતીમાંથી તેનું વર્ણન થાય છે. તેના વર્ણનના બે શ્લોક છે. ઉત્તમ માર્દવ એટલે ઉત્તમ નિરાભિમાનતા માન રહિતની વીતરાગી દશા. સમ્યગ્દર્શન સહિત નિરાભિમાનતા તે ઉત્તમ માર્યવધર્મ છે. ઉત્તમ ક્ષમા, માર્દવ વગેરે દશધર્મો સમ્યગ્દર્શન સહિત જીવને હોય છે. આ ચારિત્રનાં ભેદ છે. શ્લોક છે તેનો અર્થ:- ઉત્તમ જાતિ, કુળ, બળ, જ્ઞાન વગેરેના અભિમાનનો ત્યાગ તે માર્દવ છે. આ માર્દવ ધર્મનું અંગ છે. જેઓ પોતાની સમ્યજ્ઞાન રૂપી દષ્ટિ થી સમસ્ત જગતને સ્વપ્ન અને ઇન્દ્રજાળની સમાન દેખે છે. જ્ઞાનીઓ જગતનાં પદાર્થો ને (ઇન્દ્રજાળ) સમાન જુએ છે. (માનો કે) એ બધું ઇન્દ્રજાળ કેમ ન હોય ! અને એ દેખાય, તેમ આ બધું બાહ્યપદાર્થો અમને (ઇન્દ્રજાળસ્વરૂપે) દેખાણાં છે. અમારામાં એનો અભાવ છે. એને અમે દેખતા નથી. એ ઇન્દ્રજાળ સમાન છે. ઇન્દ્રજાળ એ સ્વપ્ના જેવું છે. એક વખત સોગાનીજીને એક મુમુક્ષુ ભાઈએ પ્રશ્ન કર્યો !! આ બધું તમે, વ્યાખ્યાન આપો છો. સમજાવો છો: એમાં તમારો રસ છે. (તમને) ગમે છે. એમ કરીને ઘણી ટીકા કરી. (સોગાનીજી) તેને કહે! અમને (તો) આ (ચર્ચા) સ્વપ્ન દેખાય છે. (અમને) જાગૃત અવસ્થામાં આ કાંઈ ( જણાતું ) દેખાતું Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #45 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન ૨૨ નથી. જાગૃત અવસ્થા જુદી ચીજ છે. અને સ્વપ્ન જુદી ચીજ છે. જાગૃત અવસ્થામાં તો અમારો શુદ્ધાત્મા એક જ જણાય છે. આ કાંઈ જણાતું નથી. એવો જવાબ આપ્યો. એ વાત આમાં કરી છે. તે ઉત્તમ માર્દવને કેમ ધા૨ે અર્થાત્ અવશ્ય ધારણ કરે છે. નિરભિમાન દશાને જ્ઞાનીઓ આત્માને આશ્રયે (પ્રગટ કરી ) અને માનકષાયનો ક્ષય કરી નાખે છે. (પ્રથમ) ઉપશમ, ક્ષયોપશમ અને છેલ્લે શ્રેણીમાં ક્ષય થઈ જાય છે. ક્ષપક શ્રેણી માંડે, ત્યારે (સંજ્વલન ) માન કષાયનો અર્થાત્ ક્રોધ-માન-માયા-લોભ ચારેય કષાયનો અભાવ થઈ, યથાખ્યાત ચારિત્ર પ્રગટ થઈ કેવળજ્ઞાન પ્રગટ થાય છે. અહીં મુખ્યપણે મુનિની અપેક્ષાએ કથન છે. ઉત્તમ ક્ષમા વગેરે દશ ધર્મો છે. તે સમ્યક્ચારિત્રના ભેદો છે. સમ્યગ્દર્શન (સમ્યક્) જ્ઞાનનો ભેદ નથી. પરંતુ મુનિરાજને સ્થિરતા (સ્વરૂપમાં ) આવી છે તેની અંદરના ભેદો છે. સમ્યગ્દર્શન વગર ધર્મ હોય નહીં. શરીર, મન, વાણીની ક્રિયા આત્મા કરી શકતો નથી. તેનાથી આત્મા જુદો જ છે. દયા, (દાન) ભક્તિ, કે વ્રત વગેરે શુભરાગતે ધર્મ નથી. તેમજ (શુભરાગ) ધર્મમાં મદદગાર નથી. આત્મા ચૈતન્ય સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે; દર્શન સ્વરૂપ છે. આવો આત્મા વિકાર રહિત છે. ક્રોધ-માન-માયા-લોભ એ બધાં પરાશ્રિત વિભાગ પર્યાયના એક સમયના ધર્મો છે. (તે) (વિભાવભાવ) ભગવાન આત્મામાં નથી. આમ પોતાના નિશ્ચય સ્વભાવની ઓળખાણ વડે, સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન પ્રગટ કર્યાં પછી વિશેષ સ્વરૂપ-સ્થિરતાથી, રમણતાથી ચારિત્રદા પ્રગટે છે. તે દશામાં ધર્મીજીવને એવી આત્મસ્થિરતા હોય છે કેઃ જાતી, કુળ, વગેરેનાં અભિમાનનો વિકલ્પ પણ ઊઠતો નથી. હું પૂર્વે રાજા હતો એવો વિકલ્પ (સાધકને ) એને ઊઠી શક્તો નથી. એનું નામ ઉત્તમ માર્દવ ધર્મ છે. એવા કોઈપણ પ્રકારના વિભાવના વિકલ્પો-કષાયના ( ભાવો ) ઉત્પન્ન થતા નથી. કેમકે એકતાબુદ્ધિ તુટી ગઈ છે. ત્રણ કષાયના અભાવ પૂર્વક સ્થિરતા થઈ છે. અને (સાધક) ને થોડો રાગ આવે છે એના પ્રત્યે ઉદાસ છે. એના પ્રત્યે ઉપેક્ષા છે. એની એને અપેક્ષા હોતી નથી. એવી ચારિત્રદશા કેમ પ્રગટ થાય એનામાટે આ સમયસાર શાસ્ત્રની રચના થઈ છે. ચારિત્ર છે તે સાક્ષાત્ મોક્ષનું કારણ છે. ચારિત્ર એટલે શુદ્ધોપયોગ. પાંચ મહાવ્રત એ ચારિત્ર નથી. પરંતુ શુદ્ધાત્મામાં સમ્યગ્દર્શન-જ્ઞાન પૂર્વક અંદર રમણતા-લીનતા-સ્થિરતા એવી વીતરાગી દશાને ભગવાન ચારિત્ર કહે છે. એ સાક્ષાત્ મોક્ષનું કારણ છે. અને ચારિત્રનું કારણ સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન અને એ સમ્યગ્દર્શનનું કારણ ભેવિજ્ઞાન છે. એ ભેદિવજ્ઞાનની ગાથા આપણે લેવાની છે. ભેદજ્ઞાનથી અભેદનો અનુભવ થતાં એને આત્મા જેવો છે એવો અંતર્મુખ દશામાં જણાઈ જાય છે, પ્રત્યક્ષ થાય છે; (અને ) આનંદનું વેદન (ત્યારે) આવે છે. (આવા ) સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાનનું લક્ષણ શું છે! એનું ચિન્હ શું છે? એનું એંધાણ શું છે? (તો કહે છે) કેઃ આત્મા આનંદની મૂર્તિ છે તેની અંદર લીન થતાં, એને અવસ્થામાં પર્યાયમાં ! ( જે ) આત્મામાં શક્તિરૂપે આનંદ રહેલો છે તે પર્યાયમાં થોડો વ્યક્ત થઈ જાય છે. નમૂનો આવે છે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #46 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પ્રવચન નં. – ૨ જેમકે સાકરની ગુણી હોય, તેનો ભાવ આઠસો, નવસો (રૂપીયા) જે ભાવ હોય તે ભાવ. હવે (કોઈ) આખી ગુણી લેવા જાય તેને (દુકાનદાર) બે દાણા નમૂનાના ચખાડે છે. કે જુઓ ! આ જાતની સાકર છે. “ખાંડ” ઈ સુગરનો નમૂનો ચાખીને કહે છે આ લ્યો આઠસો રૂપિયા, અને (ખાંડની) આખી ગુણી મોકલી આપજો. સેમ્પલનાં બે દાણા (ચાખે) પણ.....(તે) જાત નિમકની નહીં. નિમક (પણ) ધોળું હોય, અને ખાતર પણ ધોળું હોય. અને ઈ... દાણાદાર (પણ) હોય! અને ઈ...સુગર (ખાંડ) જેવું લાગે, (તો પણ) ઈ...સુગર નથી. અને નિમક પણ નથી. (એ તો ખાતર છે. ) સાકરનાં બે દાણા (સેમ્પલ) મોં માં નાખ્યા આ ગુણી મોકલી દેજો બસ ! એવી રીતે સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાનનું કારણ ભેદવિજ્ઞાન છે. એ ભેદવિજ્ઞાનમાં અહીંયાં મુખ્યપણે અતીન્દ્રિય જ્ઞાનમયી આત્મા અને ઇન્દ્રિયજ્ઞાન બે પરસ્પર સર્વથા ભિન્ન-ભિન્ન છે. એમાં કથંચિત્ ભિન્ન અભિન્ન લાગુ પડતું નથી. જેવી રીતે રાગ સર્વથા ભિન્ન છે-(તેમ) પુણ્ય-પાપનાં પરિણામ એમાં (પણ) કથંચિત્ ભિન્ન અભિન્ન આવતું નથી. કેમકે બન્નેની જાત જુદી છે. એક ચેતન અને એક જડ: જેમ રાગ જડ છે, આત્માની જાત નથી. (આત્માથી) એનું લક્ષણ જુદું છે, (માટે) એ સામાન્યનું વિશેષ નથી. એવી રીતે અનાદિ કાળથી આત્માને ભૂલેલો આત્મા; એ ઇન્દ્રિયજ્ઞાનને જ્ઞાન માનીને બેસી ગયો છે પણ આચાર્ય ભગવાન ફરમાવે છે કેઃ ઇન્દ્રિયજ્ઞાન ભગવાન આત્માથી સર્વથા ભિન્ન છે. સર્વથા ભિન્ન એટલા માટે છે, કેઃ જેમ રાગ આત્માના આશ્રયે થતો નથી, રાગ આત્માને પ્રસિદ્ધ કરતો નથી, અને રાગ આત્મામાં અભેદ થતો નથી. એવી રીત રાગ પરાશ્રિત છે તમ ઇન્દ્રિયજ્ઞાન ( અર્થાત્ ) પાંચ ઇન્દ્રિય અને છઠું મન તેનો જે ઉઘાડ તે “જ્ઞય' છે (પણ) “જ્ઞાન” નથી. જેમ રાગ આત્માના આશ્રયે થતો નથી. તેમ ઇન્દ્રિયજ્ઞાન આત્માના આશ્રયે થતું નથી. ઈ... શેયઆશ્રિત છે. (જેમ) રાગ કર્મઆશ્રિત છે તેમ ઇન્દ્રિયજ્ઞાન યઆશ્રિત છે. તેથી તે તો ઇન્દ્રિયજ્ઞાન આત્માને પ્રસિદ્ધ કરતું નથી અને એ ઇન્દ્રિયજ્ઞાન આત્મામાં અભેદ થતું નથી. અને તે આત્માના આશ્રયે (પ્રગટ) થતું નથી. માટે (ઇન્દ્રિયજ્ઞાન) ભગવાન આત્મા અને આત્માના જ્ઞાનથી સર્વથા ભિન્ન છે. આત્માથી તો (ભાવેન્દ્રિયો) ભિન્ન છે; પણ જે ઉપયોગ લક્ષણ (પ્રગટ થાય છે.) (અને) (જેમાં) આત્મા જણાય છે; તેવા ઉપયોગમાં પણ ઇન્દ્રિયજ્ઞાનનો (સર્વથા) અભાવ છે. દ્રવ્યસ્વભાવમાં તો ત્રણેકાળ (ઇન્દ્રિયજ્ઞાનનો) અભાવ છે. પણ, એક “ઉપયોગ લક્ષણ છે' તેમાં ભગવાન આત્મા બાળ ગોપાળ સૌને જણાઈ રહ્યો છે. એ ઉપયોગ આત્માથી અનન્ય છે; (અર્થાત્ ) કથંચિત્ અભિન્ન છે. જેમ ઇન્દ્રિયજ્ઞાન (આત્માથી) સર્વથા ભિન્ન છે તેમ, જે (ઉપયોગમાં) આત્મા અનુભવમાં આવે છે એવું જે જ્ઞાન એ (આત્માથી) સર્વથા ભિન્ન નથી. એ (જ્ઞાન) કથંચિત્ (આત્માથી) અભિન્ન છે. (માટે) ઉપયોગથી આત્મા અનન્ય છે. ઉપયોગથી આત્મા અનન્ય એટલા માટે છે, કેઃ “ઉપયોગમાં ઉપયોગ જણાય છે.' ઉપયોગમાં ઉપયોગ કેમ જણાય છે? ઉપયોગમાં ઉપયોગ છે” તેથી Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #47 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન ૨૪ જણાય છે. અને રાગાદિ ઉપયોગમાં નથી તેથી ઉપયોગમાં (રાગ) જણાતો નથી. આહાહા ! રાગનું કરવું તો કયાંય ગયું (સિદ્ધાંત) છે જેમાં નથી એ ન જણાય; અને જે જેમાં છે તે જણાયા વગર રહે નહીં. આહાહા ! આ ઇન્દ્રિયજ્ઞાન અને આત્મા વચ્ચેના ભેદજ્ઞાનની ગાથા લીધી છે. ૨૦૦૦ વર્ષ પહેલાં કુંદકુંદ આચાર્ય! સમર્થ આચાર્ય થયા. જેનું (ત્રીજું) નામ પ્રસિદ્ધ છે. તેઓશ્રી એ કલમ ચલાવી ! અને કહે છે કે જગતના સર્વ જીવોની વાત કરું છું. કોઈનો આત્મા એ પાંચે ઇન્દ્રિયના વિષયને જાણતો નથી. પણ આત્મામાં એક “ઉપયોગ ” લક્ષણ પ્રગટ થાય છે; એ પણ સ્પર્શ-રસ-ગંધ-વર્ણને જાણતું નથી. કેમકે સ્પર્શ, રસ, ગંધ, વર્ણ વગેરેનો ઉપયોગમાં અભાવ છે. તે ઉપયોગની બહારની જડ વસ્તુ છે. તે પુદ્ગલનાં પરિણામ છે. સ્પર્શ-રસ-ગંધ-વર્ણ ને શબ્દ એ જડભાવ આત્મામાં તો નથી, પણ, જેમાં આત્મા જણાય છે એવા ઉપયોગથી પણ તે સર્વથા ભિન્ન છે. હવે (જો) ઉપયોગથી ભિન્ન છે તો શુદ્ધોપયોગની દશા પ્રગટ થાય તેનાથી તો ભિન્ન હોય જ, એમાં પ્રશ્ન જ નથી. એ બધાના જ્ઞાનમાં ભગવાન આત્મા જણાય છે. જ્ઞાનમાં જ્ઞાયક છે. જ્ઞાનમાં રાગાદિ, દેહાદિ, કર્મ, કે નોકર્મ એમાં નથી. અને જેને સ્પર્શ-રસ-ગંધ-વર્ણ જણાય છે, એનાં લક્ષપૂર્વક જાણે તો એ અનુપયોગ થઈ ગયો. અજ્ઞાન ઉપયોગ થઈ ગયો. ઇન્દ્રિયજ્ઞાન થઈ ગયું. એ સ્વભાવને ભૂલી ગયો, તેથી જેને જાણે તેને પોતાનું માન્યાવિના રહે નહીં. ફેકટરીને જાણે તો ફેકટરી મારી, દુકાનને જાણે તો દુકાન મારી. દુકાનનું આપણે સામાન્ય કથન કર્યું. કોઈને કોઈ દુકાન અને કોઈને કોઈ દુકાન. આ દુકાન મારી છે અને બાજુની દુકાન મારી નથી. એ રીતે એણે (અજ્ઞાનીએ ) ભાગલા પાડયા. આ મારું અને આ તારું, એમ પર પદાર્થમાં બે ભાગ છે નહીં. એ બધી પારકી વસ્તુ છે. એ વસ્તુ તો પારકી છે, પણ એને જાણનારું જે જ્ઞાન છે તે મારાથી સર્વથા ભિન્ન છે. તેથી “હું પર પદાર્થને જાણતો નથી.” અને પર પદાર્થને જાણનાર જ્ઞાનને પણ હું જાણતો નથી. હું તો જેમાં આત્મા જણાય છે એવા જ્ઞાનને જાણું છું. અથવા અભેદથી આત્માને જાણું છું. દશ લક્ષણ પર્વ છે કે આ તો ! અજમેરાભાઈ ! તો (દશલક્ષણમાં) ઊંચો માલ હોય ને? આહાહા! કુંદકુંદ આચાર્ય ભગવાનની શું વાત કરવી! (જૈનદર્શન) જૈનધર્મને ટકાવી રાખ્યો છે! મોક્ષ માર્ગને ટકાવી રાખ્યો છે. આ (તત્ત્વ) પંચમકાળના છેડા સુધી રહેશે. ઉપરથી દશ ગાથાની વાત કરી. હવે મૂળ દશ ગાથા લઈએ. રાગાદિથી ભિન્ન આત્મા છે, એ વાત તો જિનાગમમાં દ્રવ્યાનુયોગમાં ઠેકઠેકાણે છે. રાગથી આત્મા જુદો છે. એ વાત તો ઠામઠામ રહેલી છે. પણ જેમ રાગ આસ્રવ તત્ત્વ છે, તેમ ઇન્દ્રિયજ્ઞાન પણ આસ્રવ તત્ત્વ છે. સંવર તત્ત્વ નથી. જીવતત્ત્વ તો નથી, પણ સંવર તત્ત્વ નથી. (કારણ કે) સંવરનું લક્ષણ એમાં નથી. એટલે ઇન્દ્રિયજ્ઞાનથી આત્મા ભિન્ન છે. એના ભેદજ્ઞાનની ગાથાઓ છે તો ખરી....પણ ઓછી છે. પણ રાગથી આત્મા ભિન્ન છે એ વાત જેટલી પ્રચલિત છે, તેટલી આ વાત પ્રચલિત નથી. છે Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #48 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૫ પ્રવચન નં. - ૨ ખરી !! જ્ઞાનીઓ કહી ગયા છે, ગુરુદેવે પણ ઇન્દ્રિયજ્ઞાનથી ભેદજ્ઞાન કરવાની વાત કહી છે. એના વ્યાખ્યાન પણ છપાયા છે. હાલતાં-ચાલતાં ઇન્દ્રિયજ્ઞાનથી આત્મા ભિન્ન છે એનો વિચાર કરવાનો કાળ હવે પાયો છે. (શ્રોતા-હર્ષથી તાળીઓ પાડે છે.) રાગથી તો આત્મા ભિન્ન છે, પણ રાગને જાણનારા જ્ઞાનથી પણ આત્મા ભિન્ન છે. અરે! એ (વાત તો) દૂર રહો ! દુકાનને દેખવીને એને જાણનારું જ્ઞાન, એનાથી આત્મા ભિન્ન જ છે. આહાહા....! આ તીર્થકરોની પ્રતિમા, ભગવાન મહાવીરની પ્રતિમા હોય, ચોવીસમા આપણા તીર્થકર અથવા વીસ વિહરમાન તીર્થકરોમાં સીમંધર ભગવાનની પ્રતિમા હોય; એને જાણનારું જ્ઞાન આત્માનું નથી. એ પરમાત્મા તો મારા નથી, કેમ કે મારો પરમાત્મા તો અહીંયા બિરાજમાન છે. (આ) વ્યવહારે પરમાત્મા છે, એનાં દર્શન કરવાનો ભાવ મને આવે છે; પણ...એના પ્રત્યેનો જે શુભરાગ થાય છે તે મારો નથી. એ તો ઠીક ! પણ એને (પ્રતિમાને ) જાણનારું જે ચક્ષુઇન્દ્રિય-બહિર્મુખજ્ઞાન જેમાં પ્રતિમા જણાય અને એમાં આત્મા ન” જણાય એ “જ્ઞાન” મારું નથી. અરે! એ તો ઠીક! પણ સાક્ષાત્ તીર્થકર ભગવાન બિરાજમાન હોય, ઇન્દ્રો અને દેવો એની સભામાં હોય અને ગૌતમ ગણધર આદિની ઉપસ્થિતિ હોય! એની સામે ઇન્દ્રિયજ્ઞાન જુએ છે, પણ આત્મા એની સામે જોતો નથી. આત્મા પોતાના જ્ઞાનને છોડીને એ પરપદાર્થને જાણવા જતો નથી. અને જે પરને જાણે છે તે જ્ઞાન મારું નથી. આહ....હું...! જ્ઞાનને જ્ઞાન વચ્ચેનું (આ) ભેદજ્ઞાન છે. જ્ઞાનથી જ્ઞાન ભિન્ન છે. નિશ્ચયજ્ઞાનથી વ્યવહારજ્ઞાન ભિન્ન છે. આહાહા! આવી અદ્ભુત વાત આજથી ૨૦૦૦ વર્ષ પહેલાં કુંદકુંદ આચાર્ય ભગવાન તાડપત્રમાં લખીને ગયા છે. (એ) શાસ્ત્રોમાં ઉપર આપણું નામ છે. શાસ્ત્ર ખોલ્યું છે? જે ખોલે, અને વાંચે તેને વંચાય (પોતાનું) નામ. જે આલમારીમાં શાસ્ત્રને બંધ રાખે એમાં એનું નામ તો હોય ! પણ ખોલીને વાંચે તો એનું નામ અંદર હોય. પણ વાંચેજ નહીં તો? એનું નામ તો લખેલું છે, પણ એને એમાં ખ્યાલ આવતો નથી. પણ જે આંખ ઉઘાડીને જુએ, આત્માની રુચિ પૂર્વક વાંચે, અભ્યાસ કરે, ઓહો ! ધર્મપિતાનો પત્ર મારા ઉપર આવ્યો છે. આ તો ‘મને' કહે છે. આહ....! હા..! ઇન્દ્રિયજ્ઞાન જ્ઞય છે ને ભગવાન આત્મા એનાથી સર્વથા ભિન્ન છે. ઇન્દ્રિયજ્ઞાન વડે જાણવાનું કામ આત્મા કરતો નથી. કરી શક્તો નથી. ઇન્દ્રિયજ્ઞાન વડે “હું જાણું છું એ શેય અને જ્ઞાયકની એકતા કરી રહ્યો છે. તે મિથ્યાદષ્ટિ છે. મિથ્યાજ્ઞાન-ઇન્દ્રિયજ્ઞાન ભલે પર જાણે ! પણ હું ઇન્દ્રિયજ્ઞાન વડ! “વડે” એટલે સાધન-કરણ ! એ ભિન્ન સાધન વડે આત્મા પરને જાણે એવો એનો સ્વભાવ છે. અલૌકિક અપૂર્વ વાત છે. આત્માની આરાધનાના દિવસો છે ને! ઈન્દ્રિયજ્ઞાન મારું નથી. હવે ઇન્દ્રિયજ્ઞાન તમારું નથી તો ઇન્દ્રિયજ્ઞાન જેને જાણે એ ચીજ તમારી ક્યાંથી હોય? ઇન્દ્રિયજ્ઞાન તે આત્માની પ્રોપર્ટી નથી. તો આ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #49 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ર૬ જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન પ્રોપર્ટી કોની હશે? અરે! ઇન્દ્રિયજ્ઞાનથી આત્મા ભિન્ન છે. જોઈ લે ને? અરે ! તને જણાશે. જણાઈ રહ્યો છે તને. એકલું ઇન્દ્રિયજ્ઞાન પ્રગટ થતું નથી. પણ એનું લક્ષણ ઉપયોગ પણ સાથે પ્રગટ થાય છે. અને એ ઉપયોગમાં બાળ-ગોપાળ સૌ ને એમાં તું આવી ગયો. તને (આત્મા) જણાય છે એમ! બીજા ને જણાય છે એમ ન લેવું “મને જણાય છે” ક્યારે જણાતો હશે? સ્વાધ્યાય મંદિરમાં આવે ત્યારે (જણાય) દુકાને આવે ત્યારે ન જણાય એમ હશે? ચોવીસે કલાક. આહાહા! ગુરુદેવ તો બધું જ આપી ગયા છે. પણ એમાં એનું ધ્યાન ખેંચાતું નથી એમાં શ્રીગુરુ શું કરે? આહાહા! જ્ઞાની કોઈ વાત છુપાવે નહીં. અરે! ઊંચા ન્યાયો આવતા હોય, અને કોઈ પાસે ઉભા હોય તો ફટ બોલાવી–બેસાડીને કહી દીએ. “સાંભળ” મને આ વિચાર આવ્યો છે. એ (સાધક) ન કહે ત્યાં સુધી એને પેટમાં દુઃખે ચેન ન પડે. ઈ.કહીજ દયે. હું (આને) કહીશ તો મારા શિષ્યો મારાથી આગળ વધી જશે, એવું જ્ઞાનીને ન હોય. એ-ન્યાયો છુપાવતા હોય તો જ્ઞાની નથી. આહાહા...! આ છુપાવવાની વાત નથી. આતો પ્રસિદ્ધ કરવાની વાત છે. ઇન્દ્રિયજ્ઞાન તે જ્ઞાન નથી. દાંડી પીટીને નામજ એવું મૂકયું કે ઇન્દ્રિયજ્ઞાન તે જ્ઞાન નથી. અપૂર્વ ચીજ છે આ. ભેદજ્ઞાનની પરાકાષ્ઠા છે આ. જીવ છેતરાણો છે (અનાદિથી) ઇન્દ્રિયજ્ઞાનને જ્ઞાન માનીને ! (પણ) છે શેય' ભિન્ન રૂપ શેય છે, હેયરૂપ શેય છે, આશ્રય કરવા માટે તો ઉપાદેય નથી, પણ પ્રગટ કરવા માટે પણ ઉપાદેય નથી. એવી અલૌકિક વાત આ દશગાથામાં છે. એની જીભેથી પ્રશંસા થાય એવું નથી. આહા...! હા..! એની કેટલી પ્રશંસા કરવી? જેવી રીતે હિન્દુસ્તાનમાં ખળભળાટ થયો, ગુરુદેવનો ઉદય થયો ત્યારે સમયસાર! સમયસાર! સમયસાર! ચારે બાજુ...(વાંચવા લાગ્યા) વર્તમાનના જે વિદ્વાનો હતા એ કાંઈ સમયસાર વાંચતા નહોતા. એમાં આ સની ચિનગારી સોનગઢથી બહાર આવી. સમયસાર! સમયસાર! સમયસાર (મુમુક્ષુ ) પંડિતોને પૂછવા લાગ્યા પ્રશ્નો; કેઃ પંડિતજી સમયસારમાં આ ગાથાનો અર્થ શો ? (પંડિતો) તે કહે: અમે તો વાચ્યું જ નથી. હવે (લોકો ) આ બધા પ્રશ્ન પૂછવા માંડયા છે તેથી અમારે વાંચવું તો પડશે જ. અને જવાબ આપવા માટે (સમયસારનું ) વાંચન શરૂ કર્યુ, વિદ્વાનોએ. વિદ્વાનો મોટી ડીગ્રીવાળા! કોઈ શાસ્ત્રી અને કોઈ આચાર્ય !! એની વાત ચાલે છે. સાધારણ વ્યક્તિની આ વાત નથી પછી કૈલાસચંદજી પંડિત લખે છે કે: આ ગુરુદેવનો ઉપકાર. એનો ઉદય થયો એટલે સમયસારનો (ઉદય થયો.) અને અમારે એ વાંચવાની ફરજ પડી. અલૌકિક ભેદજ્ઞાનનું શાસ્ત્ર છે. પછી બહુ પ્રશંસા કરતા હતા. એવી રીતે ઇન્દ્રિયજ્ઞાન...જ્ઞાન નથી..એ પુસ્તકનો ફેલાવો થયા પછી..(મુમુક્ષુ કહે ) 1જી આ ઇન્દ્રિયજ્ઞાન જ્ઞાન નથી સમજાવોને જરાક. વાચ્યું જ ન હોય તો કયાંથી સમજાવે ? આ (સની) ચિનગારી બહાર નીકળી ગઈ. (શ્રોતા હર્ષથી તાળીઓ પાડે છે.) Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #50 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પ્રવચન નં. – ૨ અહાહા ! ઇન્દ્રિયજ્ઞાન અને આત્મા અને ભિન્ન ભિન્ન છે. સર્વથા ભિન્ન છે. અતીન્દ્રિયજ્ઞાનની પર્યાય પ્રગટ થાય એ કથંચિત્ ભિન્ન અભિન્ન છે. અને ઇન્દ્રિયજ્ઞાન તો સર્વથા ભિન્ન છે. આ સમયસારની ૩૧મી ગાથામાં છે. આમતો ઘણી જગ્યાએ છે, આ તો તમને આધાર આપ્યો. આહા! (ઈન્દ્રિયજ્ઞાન) સર્વથા ભિન્ન ? તો......એકાંત થઈ જશે. કહેત્યારે અનેકાંત થશે. આત્મા જ્ઞાનમયી છે. અને ઇન્દ્રિયજ્ઞાનની આત્મામાં નાસ્તિ છે. એને અનેકાંત કહેવામાં આવે છે. અતિ નાસ્તિ અનેકાંત ભેદજ્ઞાન પરક છે. હવે આ મૂળગાથા પાછી રહી જાય, એટલે બહુ લાંબુ (નથી લેતાં) ન થાય. બે ગાથા ચાલી છે. હવે ત્રીજી ગાથા. શુભ અથવા અશુભ શબ્દ તને એમ નથી કહેતો કે “તું મને સાંભળ' અને આત્મા પણ (પોતાના સ્થાનથી છૂટીને) શ્રોત્રેન્દ્રિયના વિષયમાં આવેલા શબ્દને ગ્રહવા (જાણવા) જતો નથી. અશુભ અથવા શુભ શબ્દ! શબ્દ તો જ્ઞય છે “શબ્દ” માં શુભ કે અશુભ એવી કોઈ છાપ નથી. કોઈ શબ્દ એને પ્રિય લાગે તો એને શુભ કહેવાય, અને કોઈ અપ્રિય લાગે તો એને અશુભ કહેવાય. અહીંનાં પરિણામનો આરોપ એ શબ્દ ઉપર આપવામાં આવે છે. શેય કોઈ સારું નરસું નથી. જ્ઞય તો ય જ છેઃ જ્ઞયના બે ભાગ નથી. પણ અહીંયા એને મનથી ગમતું હોય તો એ શુભ શબ્દ કહેવાય. અને મનથી અણગમો હોય એ અશુભ શબ્દ કહેવાય. અશુભ અથવા શુભ શબ્દ તને એમ નથી કહેતો, જો-જો આચાર્ય ભગવાનની શૈલી !! જ્ઞાનીને કહે છે. હે ! ભવ્યાત્મા! કોઈ પણ શબ્દ તને પ્રિય કે અપ્રિય લાગતો હોય તો શબ્દ તને એમ નથી કહેતો કે: “તું મને સાંભળ' શબ્દ તો એમ કહેતો નથી કે તું મને સાંભળ' કેમ કે એનામાં એ પ્રકારની કહેવાની શક્તિ નથી. પુદ્ગલ શબ્દરૂપે પરિણમે (એનામાં) એવી શક્તિ છે. પણ બીજાને એમ કહેવાની શક્તિ નથી. કે “તું મને સાંભળ' શું કહ્યું? આહાહા! શબ્દ પુદ્ગલની અવસ્થા છે. ઈ...શબ્દરૂપે પરિણમે છે ઈ વાત સાચી છે. પણ કોઈ પુદ્ગલ શબ્દરૂપે પરિણમેતો એ શબ્દ તને એમ કહેતા નથી કે “તું મને સાંભળ” એનામાં આત્માને કહેવાની શક્તિનોજ અભાવ છે. અને આત્મામાં એને જાણવાની શક્તિનો અભાવ છે. આહા! એ એને સાંભળનાર ભાવઇન્દ્રિય જુદી છે. અને આત્માને જાણનારું જ્ઞાન જુદું છે. ઈ હુમણાં કહેશે આ (ગાથા) માં. શબ્દ તને એમ કહેતો નથી કે “તું મને સાંભળ” (આ) સામી સાઈડથી વાત કરી. પુલ એમ કહેતું નથી કે “મને તું સાંભળ” એમ કહેતું નથી. આપણે બહાર ગયા હોઈએ અને મોટરનાં હોર્ન વાગતા હોઈ ! (તે) શબ્દની પર્યાય છે ને!? મોટરનું હોર્ન વાગતું હોય તો એણે તમને કોઈને કહ્યું કે “તું મને સાંભળ” તો જોયું નથી. કોઈ શબ્દ કહે કે “તું મને સાંભળ” એમ કહેવાની શક્તિનો એમાં અભાવ છે. વાત જરા સૂક્ષ્મ તો છે. ઈ...સામી સાઈડથી વાત કરી. શબ્દ કહેતો નથી કે “તું મને સાંભળ” અને હવે આ સાઈડથી વાત કરે છે–સમજાવે છે. અજ્ઞાનીને કહે છે. હે! ભલે Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #51 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updařes જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન ૨૮ આત્મા પણ પોતાના સ્થાનથી છૂટીને, એટલે પોતાને જાણવાનું છોડીને; જાણનારને જાણવાનું છોડીને, જાણનારને જાણવાનું જ જ્ઞાન છોડે તો જ્ઞાન અને શાયક કોઈ રહેતું નથી. (ટીકામાં) પ્રકાશનું દૃષ્ટાંત આપશે પછી ટીકામાં, દીવાનો પ્રકાશ દીવાના પ્રકાશને છોડી અને ઘટપટને પ્રકાશવા જતો નથી. માટે (ઘટપટને) પ્રકાશતો નથી. આ (વાત ) ટીકામાં છે. અહીંયાં તો કહે છે જાણનાર ભગવાન આત્મા અને એની અંદર એક જાણનારું જ્ઞાન પણ પ્રગટ થાય છે. જ્ઞાન જાણે છે...જ્ઞાયક એમાં જણાય છે. આવું ફંકશન-આવી ક્રિયા બધા આત્મામાં નિરંતર થઈ રહી છે. એ ઉપયોગ આત્માને તન્મય થઈને જાણ્યાજ કરે છે. અને એ ઉપયોગમાં જે નથી (તે) તેને જણાતું નથી. ‘છે' એને જાણે છે, ‘નથી’ એને જાણતું નથી. ‘દીપકનો પ્રકાશ’ તે પ્રકાશમાં દીપક છે માટે દીપકને પ્રસિદ્ધ કરે (છે) પણ ઘટપટને પ્રસિદ્ધ કરતું નથી, પ્રકાશતું નથી. કેમકે ઘટપટનો (દીપકમાં ) એમાં અભાવ છે. જેમાં જેનો અભાવ હોય, એનેં (એ) પ્રસિદ્ધ કરે નહીં.' આહા...! હા...! જ્ઞેય, જ્ઞાન, જ્ઞાતા, કર્તાકર્મ, એકપદાર્થમાં હોય. બે પદાર્થ (ની વચ્ચે ) જ્ઞાતા જ્ઞેય હોય નહીં, એ તો ભ્રાંતિ છે. ‘હું જ્ઞાતા’ અને ‘છ દ્રવ્ય મારું જ્ઞેય' એ તો ભ્રાંતિ છે. (૫૨૫દાર્થ ) તારું જ્ઞેય નથી. અને એને જ્ઞેય માનીશ ત્યાં સુધી મિથ્યાદર્શન-મિથ્યાજ્ઞાન છે. નિશ્ચય જ્ઞેય નહીં તો કાંઈ નહીં પણ વ્યવહારે જ્ઞેય ખરું કે નહીં? વ્યવહારે જ્ઞેય એટલે શું ? આત્મા વ્યવહારે ૫૨દ્રવ્યને જાણે છે એટલે શું? એનો અર્થ સમજાવો કેઃ જાણે છે ઇન્દ્રિયજ્ઞાન અને ઉપચાર આવ્યો કે આત્મા એને જાણે છે તે ઉપચારનું કથન છે. ખોટા કથનને સાચું માન્યું કે ‘હું પ૨ને જાણું છું' એ વ્યવહાર નથી ભ્રાંતિ છે તારી. આ જાણવામાં ભૂલ !! (હા) એક કરવાની ભૂલ અને એક જાણવાની ભૂલ-બે-ભૂલ છે. કાં તો ‘હું રાગને કરું છું’ અને કાં રાગને ‘હું જાણું છું’ એમ માને. જ્ઞાન જાણે છે. (તો ) સ્વને જ. આત્માનું જ્ઞાન જેનું છે એને જ જાણે છે. અને માને છે મનાઈ ગયું છે કે ‘હું પ૨ને જાણું છું' તો જ્ઞાનનું અજ્ઞાન થઈ ગયું આહાહા ! એને આત્માનો અનુભવ થઈ શકતો નથી. શબ્દ કહેતું નથી કે ‘તું મને સાંભળ’ અને આત્મા પણ, પોતાને જાણવાનું છોડે તો એને જાણવા જાય ને? પોતાને જાણવાનું એ છોડતો જ નથી. પોતાને જાણ્યા જ કરે છે નિરંતર! બાળ-ગોપાળ સૌને સદાકાળ; સૌમાં નાના-મોટા બધા આવી ગયા. સદાકાળ ' સદાકાળ એટલે અનાદિ અનંત, અનુભૂતિ સ્વરૂપ એટલે જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા એનો અનુભવ નિરંતર થયા કરે છે. અનુભવ એટલે જ્ઞાન નિરંતર થયા કરે છે. અને (તે) જ્ઞાનમાં જ્ઞાયક જણાયા કરે છે. એક સમય એવો ન હોય કે આત્માના જ્ઞાનમાં આત્મા ન જણાય!! સામાન્ય ઉપયોગ છે. એ ઉપયોગથી આત્મા અનન્ય છે. તેથી એ ઉપયોગમાં આત્મા જણાઈ રહ્યો છે. બધાને ( એટલે ) ‘મને ’ જણાઈ રહ્યો છે. ‘મને જાણનાર જણાય છે.' એમ પરોક્ષમાં આવ્યા પછી જો પ્રત્યક્ષ થાય તો શુદ્ધોપયોગ થઈ જાય છે. પહેલા ઉપયોગમાં આનંદ નથી. પણ બીજા ઉપયોગમાં આનંદ આવે છે. પહેલા ઉ૫યોગમાં પક્ષ આવે છે. બીજા ઉપયોગમાં પક્ષાતિક્રાંત થવાય છે. હજુ ઉપયોગમાં આત્મા જણાય છે એવા સ્વભાવના Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #52 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૯ પ્રવચન નં. – ૨ પક્ષમાં પણ ન આવે અને મને આ જણાય છે...! જે ભિન્ન છે તે જણાય છે તને? અને જે ઉપયોગથી અભિન્ન છે તે તને જણાતું નથી ? આહા...હા (અમને તો આશ્ચર્ય થાય છે.) એક અમિતગતિ આચાર્ય છે, જે સમર્થ આચાર્ય થઈ ગયા. “યોગસાર” એમણે લખ્યું છે. બે પ્રકારના યોગસાર છે. એક યોગીન્દુદેવનું યોગસાર જેણે પરમાત્મા પ્રકાશની (પણ) રચના કરી છે. તે એક યોગસાર છે. અને આમાં પણ ઘણાં શ્લોક છે અમિતગતિ આચાર્યના યોગસારમાં. એમાં (એમણે) અજ્ઞાની જીવોને સહેલામાં સહેલો ઉપાય બતાવ્યો છે. નય, પ્રમાણ ઇન્દ્રિયજ્ઞાન કાંઈ કહ્યું નહીં. ત, થ, ગ, ધ, શીખ્યો ન હોય, કાંઈ આવડતું ન હોય તો (પછી) એ, બી, સી, ડી, તો ક્યાંથી આવડ? ગુજરાતીમાં પણ ક, ખ, વાંચતા-આવડતું ન હોય, અંગૂઠા છાપ હોય, કાંઈ ભણેલો ન હોય અને એને અનુભવ થઈ જાય, તમને આ સમયસાર વાંચતા આવડે છે? “ના” ઈ...વાંચતા નથી આવડતું. વાંચતા ન આવડે લખતાંએ ન આવડે, અને એના ઉપર આચાર્ય ભગવાનને કરુણા આવી જાય કે બધાય જીવો પામો ! આહાહા ! એવી કરુણામાં કલમ ચલાવી એમણે, એમાં એક દષ્ટાંત આપ્યું. આત્માનો અનુભવ કેમ થાય એના માટે એક સરળ દષ્ટાંત, અને પાછું તે બધાને અનુભવમાં રોજ આવતું હોય એવું દષ્ટાંત. કે: “સાંભળ' ! જેમ દીપક છે “દીપક' એ દીવો દ્રવ્ય કહેવાય. એને દ્રવ્ય કહેવાય. અને એમાંથી પ્રકાશ ફેલાય છે, અને એની પર્યાય, કહેવાય. પ્રકાશક દવાનું નામ પ્રકાશક પ્રકાશનો કરનાર “પ્રકાશક” અને એમાંથી જે તેજ નીકળ્યું તેનું નામ પ્રકાશ, પ્રકાશક પ્રકાશ ! દ્રવ્યનું નામ છે પ્રકાશક” અને પ્રકાશ ફેલાણો છે એનું નામ પર્યાય છે, “પ્રકાશ'. એ પ્રકાશકમાંથી પ્રકાશ નીકળી શકતો નથી (તો પછી) એટલે અંધારું તો નીકળેજ નહીં એટલું વળી નક્કી થઈ ગયું. આમાં અપર પ્રકાશ ક્યાંથી જાય છે. પછી આગળ કહે છે-એ પ્રકાશમાં તને ઘટપટ જણાય છે જે સર્વથા ભિન્ન છે. જે પ્રકાશ સર્વથા ભિન્ન છે એ તો બધાને અનુભવ છે. સોફાસેટને ઈ પ્રકાશે તો પણ સોફાસેટ ને પ્રકાશ કાંઈ એક ન થાય. એ તો સર્વથા ભિન્ન છે એ તો આ સીધી વાત છે. દષ્ટાંત તો સમજાય એવું છે. હવે કહે છે કેઃ જો, પ્રકાશથી સર્વથા ભિન્ન છે એ તને જણાય છે? અને પ્રકાશ તને જણાતો નથી ? અમને તો આશ્ચર્ય થાય છે. ચાલો...સારું સાહેબ ! એ (પર) જણાતું નથી; (પણ) પ્રકાશ જણાય છે!! તને પ્રકાશ જણાય છે ને ? તો પ્રકાશક તને જણાઈ જશે. કેમકે પ્રકાશ અને પ્રકાશક કથંચિત અભિન્ન છે. દાખલો પણ કેવો છે? પ્રકાશ દીવાથી અભિન્ન છે. અને પદાર્થો દીવાથી તો ભિન્ન પણ દીવાના પ્રકાશથી પણ ભિન્ન છે. હવે જે સર્વથા ભિન્ન છે એ તને જણાય છે? અને પ્રકાશ તને જણાતો નથી ? માટે હવે તને પ્રકાશ જણાય છે તેમ લે ! દીવો હમણાં થોડીકવાર ન જણાય (તો) મને કાંઈ વાંધો નહીં. તને જણાઈ જશે. મને ખાત્રી છે, જો પ્રકાશમાં આવીશ તો પ્રકાશક તને જણાઈ જશે. કેમકે પ્રકાશ અને પ્રકાશક એક વસ્તુ છે-એક સત્તા છે, બે સત્તા નથી. પદાર્થ અપેક્ષાએ એક સત્તા છે. નય અપેક્ષાએ બે સત્ જુદા-જુદા Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #53 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન ૩) છે. ઈ વિષય જુદો છે. આ તો અભેદ છે. પ્રકાશક આત્મા તને જણાઈ જશે. કે ઘડો જણાય છે ! ઘડો જણાય છે! ઘડો જણાય છે! એ છૂટી જશે. પહેલાં કહ્યું હતું કે આ લાઈટ છે. ટયુબલાઈટ છે. તેમાં શું જણાય છે? કે “પ્રકાશ'! જ્યારે અંધારું હતું ત્યારે તો પરપદાર્થ ન જણાય બરોબર છે. પણ પ્રકાશ થાય ત્યારે પદાર્થ ન જણાય? મને આ સોફાસેટ જણાતા નથી. મને તો પ્રકાશ જણાય છે. આ તારા ગુરુએ તને આવું શીખવ્યું છે. તો કહે “હા” સોનગઢનાં સંતે આ શીખવ્યું છે. પ્રકાશ જણાય છે ત્યાં પૂર્ણવિરામ કર્યું કે આગળ કાંઈ કર્યું? કે મને તો એમ છે કે પ્રકાશ જણાતાં પ્રકાશક જણાઈ જશે. મને તો જણાઈ ગયો. તમને જણાય કે ન જણાય ! તમે તમારું જાણો? (શ્રોતા-હર્ષથી તાળીઓ પાડે છે.) આવા સહેલામાં સહેલા દષ્ટાંત દ્વારા હવે આપણે આત્મામાં ઉતારવું છે. એ દષ્ટાંત તો સિદ્ધાંત સમજવા પૂરતો હતો. સિદ્ધાંત સહેલો કરવા હવે આચાર્ય ભગવાન કલમ ચલાવે છે. કે આ જ્ઞાયક આત્મા છે ને? જાણવા અપેક્ષાએ એમાં પ્રકાશ થાય છે. જ્ઞાન ઉપયોગ અને દર્શન ઉપયોગ-સામાન્ય અને વિશેષ બે પ્રકારનો ઉપયોગ પ્રગટ થાય છે. જીવ હોય અને પ્રગટ ઉપયોગ ન હોય એમ બને નહીં. લક્ષ્ય હોય અને લક્ષણ ન હોય એમ બને નહીં. “હા”! બરાબર છે. જ્ઞાયક આત્મા દ્રવ્ય છે અને એમાં એક પ્રગટ પર્યાય થાય છે. જાણવા દેખવાની ક્રિયા. જેમ પ્રકાશક અને પ્રકાશ એમ જ્ઞાયક અને જ્ઞાન. જ્ઞાયક-જ્ઞાન અને બીજું બધું શેય. ઓમાં (દષ્ટાંતમાં) ઉપર “પ્રકાશ્ય ' , ઈ.પ્રકાશનો વિષય ઈ પ્રકાશ્ય કહેવાય. અહીંયાં કહે છે જ્ઞાયક આત્મા દ્રવ્ય છે. અને એમાં જાણવા દેખવાની દશા પ્રગટ થાય છે સમયે સમયે બધાને હો ! જાણવા દેખવાની દશા પ્રગટ થાય છે એનું નામ છે જ્ઞાન. અને બહારના પદાર્થો જે જણાય છે જ્ઞાનમાં એનું નામ છે જ્ઞય. હવે સમજાવે છે કે તારામાં જ્ઞાન થાય છે કે નહીં? “હા” સાહેબ જ્ઞાન થાય છે. જ્ઞાનમાં શું જણાય છે? કે આ બધું જણાય છે. ઠીક ! હવે હું તને પ્રશ્ન કરું છું કે જે જ્ઞાનથી ભિન્ન છે! આ બધા પદાર્થો તો જ્ઞાનથી ભિન્ન છે ને? રાગાદિ, શરીર, દુઃખ, જે ભિન્ન છે તે તને જણાય છે? અને જેની સત્તામાં ઈ જણાય છે! એ તને જણાતું નથી કાં? વિચાર કર! કે: બરોબર છે. જ્ઞાનને જાણ્યા વિના જ્ઞયને જાણવાનો વ્યવહાર પણ ઉત્પન્ન થતો નથી. શું કહ્યું (શ્રોતા–બરાબર છે. બરાબર છે. જ્ઞાન કો જાને બિના ય કો જાનતા હૈ ઐસા વ્યવહાર પણ ઉત્પન્ન નહીં હોતા હૈ.) કયાંથી ઉત્પન્ન થાય. અહીંયા જ્ઞાન જ ઉત્પન્ન થાય તો વ્યવહાર ઊભો થાય ! એકદમ ન્યાયથી, તર્કથી, અનુભવથી, સિદ્ધ થાય તેમ છે. અમે કહીએ છીએ એટલે માની લ્યો એમ નથી. પર પદાર્થ જે ભિન્ન છે એ તને જણાય છે? અને જે પ્રસિદ્ધ કરે છે જ્ઞાન એ તને જણાતું નથી ? અમને તો આશ્ચર્ય થાય છે. ત્યારે શિષ્ય કહે પ્રભુ! વાત તો તમારી કાંઈક મને ગળે ઉતરી. કેમકે જ્ઞાન જ્ઞાનને જાણ્યા વિના Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #54 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૧ પ્રવચન નં. – ૨ શયને કેવી રીતે જાણે ? જ્ઞાન જ્ઞાનને જાણે નહીં અને જ્ઞય ને જાણે એવો વ્યવહાર નહીં પણ ભ્રાંતિ-અજ્ઞાન હોય. શું કહ્યું? માટે ઊર્ધ્વપણે તો જ્ઞાન જ જણાય છે બધાને. પણ જ્ઞાનને ભૂલ્યો એને જ્ઞય જણાય છે. તો ભ્રાંતિ થાય છે. ભ્રાંતિ છોડવા માટે હવે કહે છે કેઃ જ્ઞાનથી જે ભિન્ન પદાર્થ છે એ તને જણાય છે? કે “હા” સાહેબ ઈ...મને જણાય છે. હવે હું તને કહું છું કે ભિન્ન છે એ તને જણાય છે? (પણ) ભિન્ન પદાર્થ જેમાં જણાય છે, પ્રતિભાસ જેમાં થાય છે એ જ્ઞાન તને નથી જણાતું? કેઃ “હા” આ વાત કાંઈક વિચારમાં લેવા જેવી છે. હવે શેય ઉપરથી લક્ષ છૂટયું. ય જણાય છે એવો જે પક્ષ થઈ ગયો હતો અભિમાનનો. (હવે) શેય નથી જણાતું વાત સાચી છે. જ્ઞય બદલાવા માંડ્યું! ઓલું (પર) જણાતું હતું તેને બદલે જ્ઞયનો પલટો થવા લાગ્યો, ય બદલાવા માંડ્યું. હજી સર્વથા બદલી નથી ગયું. હમણાં બે મિનિટમાં બદલી જશે. ઝાઝીવાર લાગશે નહીં. શેય જે ભિન્ન પદાર્થો છે એ મને જણાતા નથી. મને તો મારું જ્ઞાન જણાય છે. હવે જ્ઞાન ય થવા માંડયું. ઓલું જ્ઞય જ્ઞય થવા મંડતું હતું, તેમાં હવે જ્ઞય બદલી ગયું. જુઓ તો ખરા? આહા. હા! સ્વભાવ ફળે હોં? આમાં ફાયદો મોટો છે. લાભ મોટો છે આમાં. હવે આ શેય નથી, પણ જે જ્ઞાન જણાય છે તે જ્ઞય છે. જાણે તે જ્ઞાન અને જણાય તે શેય. એ તો જ્ઞાનના બે ધર્મો છે પર્યાયમાં. શાન જાણે પણ ખરું, અને જણાય પણ ખરું. હવે આ (સ્વ) શય થવા માંડયું. ઓલું (પર) શય ખસી ગયું, હવે અંદર આવ્યો, હજુ થોડોક બહાર છે, હમણાં અંદર આવી જશે. તને જ્ઞાન જણાય છે? “હા” સાહેબ (મને) જ્ઞાન જણાય છે. તો જ્ઞાન ને જ્ઞાયક તો અભેદ છે. જ્ઞાયક તને કેમ ન જણાય? પ્રકાશને જાણે (તે) દીપકને કેમ ન જાણે? પ્રકાશને જાણે તે દીપકને જાણે જ છે, કેમકે (દીપક અને પ્રકાશ) અભેદ છે વસ્તુ. જ્યાં ઓલું જે શેય થતું હતું જ્ઞાનની પર્યાય ત્યાં આખો આત્મા જ્ઞય થઈ ગયો. અંદરમાં આવી ગયો. આહા! મને તો જાણનાર જણાય છે. જ્યારે આત્મા જ્ઞય થાય છે ત્યારે જાણેલાનું શ્રદ્ધાન પણ એમાં આવી જાય છે. અનુભૂતિ થઈ જાય છે. આવી અપૂર્વ વાતો જિનાગમમાં ભરેલી છે. રહસ્યવાળી વાતો છે. ભણેલ ન હોય, અંગૂઠા છાપ હોય, કાંઈ ન આવડતું હોય, નિશ્ચયનય, વ્યવહારનય, નિક્ષેપ કાંઈ ખબર ન હોય, સાવ અંગૂઠા છાપ હોય આહા ! તેને (સંતો) કહે કે તું જાણનાર છો? “હા ! આ (પર) જણાય છે માટે જાણનાર છું. ઈ.એને (પરને) જાણે છે માટે જાણનાર છો? કે જાણનાર જણાય છે માટે જાણનાર છો? (શ્રોતા-હર્ષથી તાળીઓ પાડે છે.) આ વાત પ્રભુ મેં અનંતકાળથી સાંભળી નથી. આજે આપના શ્રીમુખેથી સાંભળી અને એ મને બેસી ગઈ. અને નેવું વરસની ઉંમરનાં ડોશામાં ને સમ્યગ્દર્શન થઈ જાય. અને પર જણાય છે એવા પક્ષમાં રહે તો પંડિતોને પણ અનુભવ ન થાય. આ બહુ ભણેલો છે તો અનુભવ થાય ? “ના” ન થાય. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #55 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન આત્માને જાણે તે જ્ઞાની થાય. શાસ્ત્રને જાણે તો જ્ઞાની એમ છે નહીં ? પરને જાણે તો જ્ઞાની એમ છે નહીં ? જો એમ કહેશો તો અગિયાર અંગનો પાઠી પણ કોરો રહી ગયો. ભણેલાને સમ્યગ્દર્શન થાય, અભણને સમ્યગ્દર્શન થાય નહીં તો તો એમ થઈ જાય. આહા ! ભણેલ હોય કે અભણ જાણનાર જણાય છે એમાં આવીજાને ! તને જણાઈ રહ્યો છે. સમ્યગ્દર્શન અત્યંત રહેલું છે. સમ્યગ્દર્શન પ્રગટ થયા પછી ચારિત્ર પ્રગટ થાય છે. ચારિત્રનું કારણ સમ્યગ્દર્શન છે. સમ્યગ્દર્શનનું કારણ ભેદવિજ્ઞાન છે, ભેદજ્ઞાન વિનાશિક હોવા છતાં ઉપાદેય છે. આ ભેદજ્ઞાનની ગાથા ચાલે છે. સ્વભાવનું સામર્થ્ય તને નજરમાં આવ્યું નથી. અને દરિદ્રપણું તને નજરમાં આવ્યું છે. શાસ્ત્રનું ગમે તેટલું જાણપણું કરવાથી પણ આત્માનું સુખ નહીં થાય આત્મા કોણ છે તે જાણવાથી તને સુખથશે. કારણકે તેમાં સુખ છે. પરમાં સુખ નથી; તેથી પરને જાણવાથી દુઃખ થશે. રાગથી તો દુઃખ થશે, પણ પરને જાણવાથી દુઃખ થશે. કેમકે પરપ્રકાશક જ્ઞાન ક્યારે સાચું કહેવાય? કે સ્વપ્રકાશક જ્ઞાન પ્રગટે ત્યારે. સ્વપ્રકાશક વિનાના એકલા પર પ્રકાશકથી દુઃખ થશે. રાગ તો બંધનું કારણ છે. પણ ધર્મી પર પ્રકાશક જ્ઞાનને પણ મોક્ષમાર્ગ માનતા નથી. (દ્રવ્ય દષ્ટિ જિ.-પર્યાય દ. વિ. બોલ નં ૬૮૭) Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #56 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી શુદ્ધાત્માને નમ: શ્રી પરમાત્મને નમ: શ્રી સમયસાર ગાથા ૩૭૩-૩૮૨. તા. ૧૫-૯-૯૧ જામનગર પ્રવચન નં. ૩ આજે દશલક્ષણ પર્વનો ત્રીજો દિવસ છે. આજે “ઉત્તમ આર્જવ ધર્મ' નો દિવસ કહેવાય છે. ઉત્તમ આર્જવ એટલે સમ્યગ્દર્શનપૂર્વકની વીતરાગી સરળતા! જે શ્રીમદ્જીએ પણ કહ્યું છે: મધ્યસ્થતા, કષાયની મંદતા, સરળતા ઇન્દ્રિયજીતપણે એમાં જે સરળતા કહી છે, તે આ સરળતા છે. સામાન્ય સરળતા તો અનંતવાર જીવમાં આવી અને સ્વર્ગમાં ગયો! પણ એકવાર જો આ સમ્યગ્દર્શનપૂર્વકની સરળતા આવે, તો ચારિત્ર અંગીકાર થઈ જાય છે. આહા! ( એવી આ) વીતરાગી સરળતા ! આત્માનાં જ્ઞાયક સ્વરૂપમાં કપટનો ભાવ જ ઉત્પન્ન ન થવા દેવો, ઉપદેશ બોધમાં તો એમજ (વાણી) આવે ને! બાકી ઉત્પન્ન થવાનો (તેનો) કાળ જ ન હોય, ત્યારે ઉત્પન્ન થતો જ નથી. “થવાયોગ્ય થાય છે” પણ ઉપદેશ બોધમાં એમ હોય, કપટનો ભાવ ઉત્પન્ન ન થવા દેવો તે ઉત્તમ સરળતા છે. અહા! આત્મા, જ્ઞાનઆનંદની મૂર્તિ છે. ક્રોધ, માન, માયા, લોભ રહિત છે. ત્રણે કાળ રહિત છે. જ્યારે રહિત છે? પર્યાયમાં ક્રોધ થાય ને ત્યારે જીવતત્ત્વ, આસ્રવથી સર્વથા ભિન્ન છે! તેને (તે) જેવો છે તેવો સમજવો અને શ્રદ્ધામાં વક્રતા ન કરવી-ઊંધાઈ ન કરવીઆડોડાઈ ન કરવી, તે સમ્યગ્દર્શનરૂપ સરળતા છે. અને ચૈતન્યસ્વરૂપ (આત્માને) જેમ છે તેમ ન માનતાં સ્વરૂપની આડાઈ કરીને, પુણ્ય-પાપવાળો માનવો-આત્મા પુણ્ય-પાપવાળો નથી છતાં (તેવો) માનવો એ તેની આડોડાઈ છે-અજ્ઞાનતા છે. એવું આત્માનું સ્વરૂપ નથી. અજ્ઞાની માને છે એવું આત્માનું સ્વરૂપ (જ) નથી! સર્વજ્ઞ-ભગવાન કેવળજ્ઞાનમાં જાણે છે એવું આત્માનું સ્વરૂપ છે. અને સંતો અનુભવે છે તેવું આત્માનું સ્વરૂપ છે. પ્રફુલ્લભાઈ ! ત્યાં કેમ બેઠા ! આગળ આવો ને! અહીં આવો આગળ આવો, આચાર્ય ભગવાન કહે છે. આવો.. આવો.. અહીંયા. અહીં જગા છે. આવો આવો ! શું કહે છે. સંતો શું કહે છે! કપટનો ભાવ તું છોડી દે! કપટ એટલે શું? (ક) આત્મા શુભાશુભ ભાવથી રહિત છે, - રહિત છે. છતાં માને કે મારો આત્મા પન્યશાળી છે. એ કપટના ખેલ છે બધાં! (કારણ કે) પુન્ય અને પુન્યનાં ફળ આત્મામાં નથી. જ્ઞાનીઓને ક્યાં કોઈ પાસે ફાળો કરવો છે? હું, ( તેઓ ) નગ્ન દિગંબર મુનિ (રાજ) આહા....? નાગા, બાદશાહ થી આઘા” એમ કહેવત છે ને! કહે છે કે કુળ-કપટના ભાવ તું છોડી દે! હું કર્મવાળો છું, હું ફેકટરીવાળો છું ને જમીનવાળો છું અને પુન્યવાળો છું. આહાહા! ગુરુદેવ કહેતા 'તા કેટલાવાળા? એક વાળો (એક પ્રકારનો રોગ) Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #57 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન ૩૪ નીકળે તો દુ:ખનો પાર નહીં, અગાઉના કાળમાં (સમયમાં)વાળા બહુ નીકળતા ! (તો આને) કેટલાવાળા? આ વાળો...આ વાળો...આ વાળો. હવે રહેવા દે ને! કુળ-કપટના ખેલ છોડી દે ને! “હું તો જ્ઞાનમય આત્મા છું” મારામાં પુણ્ય પાપના ભાવો નથી. અનાદિ-અનંત પુણ્યપાપથી ભિન્ન મારો આત્મા (છે) હું તો જ્ઞાનાનંદ આત્મા છું (એમ) લે ને? કપટના ખેલ કરીને ચારગતિમાં દુઃખી થઈ રહ્યો છે! (આત્માને) એમ ન માનતા, સ્વરૂપની આડાઈ કરી, પુણ્ય-પાપવાળો માનવો પુણ્યપાપ ભલે હો (પર્યાયમાં ) પણ એ વાળો છું (એ મારો સ્વભાવ છે) એમ નહીં પણ એનાથી રહિત છું. જ્ઞાનથી સહિત ને પુણ્ય (પાપ) થી રહિત છું, એમ જાણને, માન ને! આહી...! પુણ્ય ને પાપવાળો માનવો તે તો અનંત કપટ છે. કપટની આગળ વિશેષણ મૂકયું (અનંત!) આ કપટના ખેલ કર્યા છે અનંતકાળથી (અજ્ઞાનીએ) એ માયા-કપટના ખેલથી, એને તિર્યંચ પર્યાય આવે છે. આહા.હા ! કોઈ પરના સંગથી કે પુણ્ય પરિણામથી આત્માને લાભ માનવો, એ વક્રતા છે, અડોડાઈ છે, અનાર્યતા છે! આહા ! ઈ અનાર્યપણું છે. તો આ ભરતક્ષેત્ર છે તે આર્યની ભૂમિ છે, આર્યની ભૂમિ સાચી પણ પુષ્યવાળો (પોતાને) માને તો, અનાર્ય છે, જીવ! (તે) આર્ય નથી. (તે) વીતરાગી સરળતા નથી. સામાન્ય સરળતા હોય તે પુણ્યબંધનું કારણ છે, અને વીતરાગી સરળતા તે મોક્ષનું કારણ છે. અહીંયાં તો મોક્ષ થવાની જ વાત ચાલે છે. પુણ્ય થાય ને સ્વર્ગમાં જાય એ વાત.. અહીં નથી, ઈ દુકાન બીજી ઈ દુકાન બીજી, આ તો વીતરાગની ગાદી છે! કોઈ પરના સંગથી કે પુણ્યના પરિણામથી, આત્માને લાભ માનવો તે વક્રતા છે. અનાર્યતા છે. આર્ય એટલે સરળ! જેવું સહુજજ્ઞાયકમૂર્તિનું આત્મસ્વરૂપ છે, તેવું જ જાણવું ને માનવું, જરાય વિપરીત ન માનવું (જાણવું) તે સરળતા છે. આ સરળતાની વ્યાખ્યાયે ય જુદી! અજ્ઞાની સરળતાની વ્યાખ્યા કરે તે ય જુદી ! અને જ્ઞાનીની (સરળતાની) વ્યાખ્યા જુદી (જ) હોય. આહા ! ચૈતન્યસ્વરૂપની સમજણમાં આડાઈ કરીને, કોઈ વિકલ્પ કે વ્યવહારના આશ્રય લાભ માનવો તે અનાર્યપણું છે. શુભભાવથી ધર્મ માનવો તે અનાર્યપણું છે. (કોઈને એમ થશે કે) તો...તો બધો વ્યવહારનો લોપ થઈ જશે? (અરે! ભાઈ ) વ્યવહારનો લોપ કરવા જેવો છે, તો તું પરમાત્મા થઈ જઈશ, આહા વ્યવહારના લોપે સ્વચ્છેદી નહીં થઈશ ! જ્યાં દષ્ટિમાં આત્મા લીધો અને વીતરાગી સરળતા (પર્યાયમાં) પ્રગટી, ત્યાં અલ્પકાળમાં તેને મોક્ષની પર્યાય પ્રગટ થાય છે (પરંતુ તેની) પહેલાં સમ્યગ્દર્શન (પ્રગટે છે. ). (જુઓ ભાઈ !) ચૈતન્યસ્વરૂપની સમજણમાં આડાઈ કરીને, કોઈ વિકલ્પ કે વ્યવહારના આશ્રયે (ધર્મ માનવો) અનાર્યતા છે. વ્યવહાર રત્નત્રય પણ રાગ છે. (જો કે) વ્યવહારરત્નત્રયનાં પરિણામ સાધકને જ હોય છે. મિથ્યાદષ્ટિ ને વ્યવહાર રત્નત્રયનાં પરિણામ તો હોય નહીં. આહા ! સાધકનાં Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #58 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates ૩૫ પ્રવચન નં. - ૩ વ્યવહાર રત્નત્રયનાં પરિણામ પણ બંધનું કારણ છે, નિશ્ચયરત્નત્રયનાં પરિણામ મોક્ષનું કારણ છે (કેમકે) નિશ્ચય રત્નત્રયનાં પરિણામ આત્મ-આશ્રિત છે. વ્યવહાર રત્નત્રય (નાં પરિણામ ) પરાશ્રિત છે. આત્મ-આશ્રિત સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રનાં જે પરિણામ, અભેદ થાય તે, નિશ્ચય મોક્ષનો માર્ગ છે. પણ કેવળજ્ઞાન પૂરું (પૂર્ણ) ન થાય ત્યાં સુધી વચ્ચે આ પ્રકારનું બાધક તત્ત્વ (કે જે) વ્યવહા૨ રત્નત્રયનાં પરિણામ ( સાધકને ) આવે છે. શાસ્ત્રોનું જ્ઞાનદેવગુરુશાસ્ત્રનું શ્રદ્ધાન-નવતત્ત્વનું શ્રદ્ધાન એવા બધા ભાવો-શુભભાવ-રાગ આવે છે, પણ તે (ભાવો ) બંધનું કારણ છે. મોક્ષનું કારણ નથી, સાધકને ય નથી. આહા ! વ્યવહાર–રત્નત્રય પણ રાગ છે. તે આત્માનું સ્વરૂપ નથી પ્રભુ ! આહા...! આત્માનું જ્ઞાયકસ્વરૂપ! જીવતત્ત્વનું સ્વરૂપ! પુણ્ય-પાપથી રહિત છે. ( જે ) સહિત માને છે તે બધા અનાર્યતા-કપટના ખેલ છે! વ્યવહાર રત્નત્રય-પરાશ્રિત ભાવથી, તેને લાભ માનવો, તે અનંત કપટનું સેવન છે. એ કપટ સેવે છે. વ્યવહાર રત્નત્રયના ભાવ હોય તે જુદી વાત છે, પણ એનાથી મોક્ષમાર્ગ માનવો, એનાથી મોક્ષ માનવો એ મિથ્યાત્વ છે. વ્યવહાર રત્નત્રયના પરિણામનું અસ્તિત્વ, તે મિથ્યાત્વનું કારણ નથી. તે તો સાધકને હોય છે, હેયબુદ્ધિએ આવે છે. આહા ! એને ઇન્દ્રિયજ્ઞાન જાણે છે અને આત્માને આત્માનું જ્ઞાન જાણે છે, એવી કાર્યસ્થિતિ ચાલુ હોય છે. વ્યવહાર રત્નત્રય (કે જે ) પરાશ્રિત ભાવ તેનાથી લાભ માનવો (તે અજ્ઞાન છે) અને તે વ્યવહારનો આશ્રય છોડીને, એટલે રાગનું લક્ષ છોડીને, આશ્રય છોડીને એટલે લક્ષ છોડીને, નિશ્ચય શુદ્ધ જ્ઞાતા (આત્મ ) સ્વભાવને જાણવો ને માનવો “ જાણનારને જાણવો જાણનાર છું તેમ માનવું”-જાણનારને જાણવો ને જાણેલાનું શ્રદ્ધાન કરવું કે: જાણવામાં આવ્યો તે હું જ છું એમ પ્રતીતિમાં લે, તેમાં સ્થિર થાય છે, તે ‘ ઉત્તમ આર્જવ ધર્મ' છે. ચારિત્ર આહા ! ( નિજ ) સ્વભાવની શ્રદ્ધા અને જ્ઞાન થયા પછી, મુનિદશામાં જે વ્યવહાર રત્નત્રયની (શુભ) વૃત્તિ ઊઠે તે રાગ છે. આહા ! પાંચ મહાવ્રતનાં પરિણામ, તે બંધનું કારણ છે. તે ઉદયના સંગથી, તે ઔયિકભાવ થાય છે, તે સંવ-નિર્જરા તત્ત્વ નથી. તે બંધ તત્ત્વ છે, આસ્રવતત્ત્વ છે. તે કાંઈ ઉત્તમ આર્જવ ધર્મ નથી, વ્યવહાર રત્નત્રયનાં પરિણામ પણ રાગરહિત થઈને જેટલો (વીતરાગ) સ્વરૂપમાં ઠર્યો, સ્થિર થયો તેટલો ઉત્તમ આર્જવધર્મ છે. વીતરાગી પરિણામને ‘ધર્મ’ કહેવામાં આવે છે. રાગ ‘ધર્મ’ નથી. સાધકને ‘વ્યવહાર ધર્મ’ કહેવાય ! પણ નિશ્ચયથી, તે પણ અધર્મભાવ છે સાધકને ! સ્વભાવથી વિરુદ્ધ ભાવને ‘ અધર્મ’ કહેવામાં આવે છે. સ્વભાવની સાથે અણમળતો ભાવ છે રાગ, માટે ( તે ) ધર્મ નથી. સ્વભાવથી વિરુદ્ધ ( ભાવ ) છે માટે અધર્મ છે. ધર્મ નહીં. ‘ઉત્તમ આર્જવ ધર્મ' છે ખરેખર તો આત્માના વીતરાગી ભાવમાં જ. એક વીતરાગી પર્યાય પ્રગટ થાય છે, એમાં જ ઉત્તમક્ષમા આદિ દશે ય ધર્મો સમાઈ જાય છે, એ તો પૂર્વ પર્યાયની અપેક્ષાએ તેના દશ ભેદ (કહેવાય) છે બાકી, વીતરાગી પર્યાય તો એક જ છે તેમાં દશેય ધર્મો આવી જાય છે–સમાઈ જાય Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #59 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updařes જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન ૩૬ છે. દશ્ ય ધર્મોમાં વીતરાગ ભાવ એક જ પ્રકારનો છે. દશેય ધર્મોમાં વીતરાગભાવનો પ્રકાર એક જ છે. પણ વીતરાગભાવ થયા પહેલાં, પૂર્વપર્યાયમાં ક્ષમાદિ જે શુભભાવ હતો ને! શુભભાવની ક્ષમા, જે જાતનો વિકલ્પ હોય તે અનુસાર ઉત્તમક્ષમા આદિ વગેરે નામથી વીતરાગીપર્યાયને ઓળખવામાં આવે છે. (જેમ) પૂર્વે ક્ષમાનો ભાવ હતો, તેનો અભાવ થઈને વીતરાગી પર્યાય પ્રગટ થઈ તો તેને ‘ઉત્તમ ક્ષમા ’ કહેવામાં આવે છે અને તે શુભ વિકલ્પને ઉપચારથી ઉત્તમ ક્ષમા આદિ ધર્મ કહેવામાં આવે છે. આચાર્યે આ પ્રમાણે ઉત્તમઆર્જવ ધર્મનું વર્ણન, આ પ્રકારે કર્યું છે. આ ગુરુદેવનાં વ્યાખ્યાન છપાઈ ગયાં છે, દશ લક્ષણ ઉપરનાં, બહુ અદ્દભુત છે. તેની લ્હાણી કરવા જેવી છે એવા વ્યાખ્યાન છે ‘દશધર્મપર્વ ’ ઉપરનાં. હવે, ચારિત્રદશા પ્રગટ થવાની વાત, મુનિરાજની દશધર્મની કરી. મુખ્યપણે તો એ દશ લક્ષણો જે છે એ ધર્મો છે તે મુનિરાજની દશાની વાત છે. ચારિત્ર (દશા) ના ભેદ છે, તેમ કાલે આવી ગયું. જઘન્યપણે તો પંચમગુણસ્થાને અને ચોથા ગુણસ્થાનવર્તીને પણ અંશે ક્ષમા આદિ દશધર્મ પ્રગટ થઈ ગયા છે. એને વીતરાગી દશા છે પર્યાયમાં, અનંતાનુબંધી કષાયના અભાવપૂર્વક અંશે સ્થિરતા વીતરાગી પર્યાય છે, તો એમાં દશેય ધર્મો સમાઈ જાય છે, પણ છે જઘન્ય ! શ્રાવકને મધ્યમ અને મુનિરાજને ઉત્કૃષ્ટ (પણે ) ધર્મ હોય છે. હવે, (સાચા ) ચારિત્રનું કારણ સમ્યગ્દર્શન છે. સમ્યદર્શન વગર કોઈ કાળે, કોઈ પણ જીવને, ચારિત્ર એટલે (સ્વરૂપમાં) લીનતાનાં પરિણામ, પ્રગટ થતા નથી, એ સમ્યગ્દર્શન કેમ પ્રગટ થાય ? તે વાત (આ) દશ ગાથામાં કહે છે. (૩૭૩ થી ૩૮૨ ) અનાદિ કાળથી જીવની ‘બે જ' ભૂલ છે, બે જ!–એ ભૂલનો પેટા વિસ્તાર કરો, તો શાસ્ત્રો ભરાય. પણ એને સંક્ષેપવામાં આવે તો, સમ્યગ્દર્શન ન થવાનું કારણ, (આ) બે ભૂલ છે. એમાં આ દશ ગાથામાં બીજા નંબરની ભૂલનું વ્યાખ્યાન છે. પહેલા નંબરની ભૂલ, ‘કર્તાકર્મ અધિકાર' (સ. સાર) માં (આચાર્યદેવ ) બતાવી ગયા. બે ભૂલ કઈ ? એક તો...રાગાદિ પરિણામ (આસ્રવ ) થાય તે! · થવા યોગ્ય થાય છે, આત્મા કરે છે માટે થાય છે એમ છે નહીં ’-ત્યારે શું આત્મા રાગને કરતો નથી ? " આત્મા જ્ઞાનને કરે કે રાગને કરે! આહા....! આત્મા તો જ્ઞાનને કરતો પરિણમે છે. અનાદિથી પોતાને જાણવારૂપ પરિણમે છે બાળ-ગોપાળ સૌને ! એને ભૂલીને, દષ્ટિ રાગ ઉ૫૨ હોવાથી-રાગનો પ્રતિભાસ દેખીને, હું રાગને કરું છું એમ અનાદિ કાળથી, અજ્ઞાન દશામાં, અજ્ઞાનીને રાગનું કર્તાપણું ભાસ્યું છે છતાં, અકર્તા તો...અકર્તાપણું છોડીને, કર્તા થતો નથી. વિશેષ અપેક્ષાએ કર્તા થાય છે, સામાન્ય અપેક્ષાએ અકર્તા રહીને !! શું કહ્યું આ ? કે જીવતત્ત્વ સામાન્ય છે. બધાની પાસે સામાન્ય અને વિશેષ બે પડખાં છે. શરૂઆતમાં Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #60 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૭ પ્રવચન નં. – ૩ હું અહીં આવ્યો ત્યારે, સામાન્ય-વિશેષ બે પડખાની વાત કરી (હતી) શરૂઆતમાં જ. એ સામાન્ય પડખું છે જેને જીવતત્ત્વ કહેવામાં આવે છે. જેને પરમાત્મ તત્ત્વ કહેવામાં આવે છે, જેને અંત:તત્ત્વ કહેવામાં આવે છે, જે શુદ્ધાત્મા ઉપાદેય તત્ત્વ છે! તે તો ત્રણેકાળ શુદ્ધ! શુદ્ધ! શુદ્ધ! પરિપૂર્ણ પરમાત્મા છે. તેને કર્મનો સંબંધ થયો નથી, તેને રાગનો સંબંધ થયો નથી, તેથી આત્મા અકારક, અવેદક, અકર્તાપણે ( સદા) રહ્યો છે. પૂર્વે રહ્યો હતો, વર્તમાનમાં રહ્યો છે અને (ભવિષ્યમાં) ભાવિકાળે પણ એના સ્વરૂપને છોડશે નહી. “નિજ ભાવને છોડે નહીં? અકર્તા ને!! અને અકર્તા, કર્તા થાય નહીં, ધ્યાનમાં રાખજો!! આ, બે (પ્રકારની) ભૂલની વાત ચાલે છે. અહીં બીજા પ્રકારની ભૂલ, (દશગાથામાં) આવશે. પણ (તેની) પહેલાં, પહેલા પ્રકારની ભૂલનું પહેલાં સ્પષ્ટીકરણ કરવામાં આવે છે. આત્મા જ્ઞાતા હોવા છતાં કર્તા માને છે, આત્મા જ્ઞાતા હોવા છતાં “રાગાદિનો હું કર્તા છું” અને “રાગ મારું કર્મ છે” એ કર્તા બુદ્ધિની ભૂલ છે તે પહેલી છે. છે જ્ઞાતા અને માને કર્તા! એ કર્તા માને છે તો પણ સામાન્ય પડખું છે અકર્તાનું એ અકર્તાને છોડીને, શાયકને છોડીને એ રાગનો કર્તા થતો નથી, ત્રિકાળી દ્રવ્ય નિષ્ક્રિય છે. અને એ રાગમાં પ્રવેશ કરતો નથી. (આત્મા) રાગને કેમ કરતો નથી? કે “તરૂપો ન ભવતિ' એ પુણ્ય-પાપરૂપે થતો નથી. માટે પુણ્ય-પાપનો આત્મા, ત્રણેકાળ, એક સમય માત્ર પણ, એ કર્તા બની શકતો નથી. અકર્તા રહ્યો છે, અકર્તાપણું છોડે તો કર્તા થાય છે! પણ અકર્તાપણું (કદી) છોડતો નથી. પણ, જે “હું અકર્તા-જ્ઞાયક-જ્ઞાતા છું” એવા સ્વભાવને ભૂલી જાય છે સમયે, સમયે ! અને પરિણામમાં, રાગાદિ દેખીને-રાગાદિની ક્રિયા, પકારક (પણે) એ પરિણામમાં થાય છે. ક્રિયાના કારક, પરિણામમાં છે. નિષ્ક્રિયના કારક આત્મામાં છે. આહા....હા ! આત્મા ત્રણેકાળ નિષ્ક્રિય હોવાથી...બંધ મોક્ષની ક્રિયાથી રહિત છે. એ આત્માને ભૂલે ત્યારે, એની પર્યાયમાં જે રાગાદિ થાય છે એને “હું કરું છું” એવી એક કલ્પના (માન્યતા) અજ્ઞાની કરે છે, તેથી એ વિશેષ અપેક્ષાએ કદાચિત્ કર્તા થાય છે! કથંચિત્ નહીં, કથંચિત્ કહેશો તો કાયમ રહી જશે અને કદાચિત્ લેશો (સમજશો) તો એક સમય પૂરતો રહેશે, બીજા સમયે રાગનો અકર્તા પણ થઈ જશે ! કથંચિત્ અને કદાચિત્માં મોટો ફેર છે. આહ - હા! રમેશભૈયા, કદાચિત્ અને કથંચિમાં બડા ફેર હૈ, તફાવત હૈ. - આમ તો એ શાસ્ત્રી ને મોટા પંડિત કહેવાય, પણ અમારી પાસે તો એ બાળક જ છે ને! આહાહા! શું કહ્યું પ્રભુ! સાંભળ, રાગનો કર્તા વિશેષ અપેક્ષાએ થાય છે. સામાન્ય અપેક્ષાએ અકર્તા રહીને, વિશેષ અપેક્ષાએ કર્તા થાય છે. “હું કર્તા છું એમ એને પ્રતિભાસે છે” - તે અપેક્ષાએ, વિશેષ અપેક્ષાએ, અજ્ઞાની રાગનો કર્તા થયો છે. કહે છે એ પણ કદાચિત્ છે. કદાચિત્ એટલે Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #61 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૮ જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન કોઈવખતે ! રાગનો કર્તા થાય, પણ ત્રણે કાળ રાગનો કર્તા થાય, એવું ત્રણેકાળ અજ્ઞાન ઉત્પન્ન થાય, એવો પર્યાયનો પણ ધર્મ નથી. દ્રવ્યનો ધર્મ તો અજ્ઞાની થવાનો નથી! પ્રકાશ! અહીંયાં- જામનગરમાં તત્ત્વના પકડનારા છે, એટલે તો થોડું ક આકર્ષણ રહે છે (શ્રોતા ) આપની કૃપા છે! આહા..! શું કહ્યું? કે “કથંચિત્' કર્તા છે (એમ લ્યો) તો તો એ વ્યવહારનયે કર્તા ત્રણે કાળ લાગૂ પડી જાય! પણ “કદાચિત્' કર્તા છે (અર્થાત્ ) કોઈ વખતે કદાચિનો અર્થ કોઈ વખતે, ક્યાં સુધી? કે, જ્યાં સુધી ભેદજ્ઞાનનો અભાવ હોય અને રાગને પોતાનો માને ત્યાં સુધી! એક સમય પૂરતો-કદાચિત્ કર્તા છે. બીજા સમયે, તો અકર્તા થઈ જાય છે! કર્તાપણું પર્યાયમાં પણ, રાગનું પણ અનાદિ-અનંત નથી. ખરેખર તો સાદિ-સાંત છે. અનાદિ કહેવું એ પણ એક પ્રકારનો વ્યવહાર છે. સાદિ-સાંત એટલે? જે સમયે, સ્વભાવને ભૂલે અને રાગને પોતાનો માને તે સમયે! કદાચિત તે સમયે! કોઈ વખતે ! રાગનો કર્તા છું તેમ તેને ભાસે છે એ તેનું અજ્ઞાન છે. બીજા સમયે, અરે! હું તો જ્ઞાતા છું, હું રાગનો કર્તા નથી! ત્યારે એક પ્રશ્ન થાય કે રાગ થાય છે ત્યારે અકર્તા બને? “હા” ઈ કેવી રીતે? રાગ પર્યાયમાં થાય છે, ત્યારે આત્મા અકર્તા થઈ જાય છે. ઈ કેવી રીતે? (અનુભવી કહે છે કે) જ્યારે રાગ થાય છે ત્યારે દષ્ટિ ફરી જાય છે ને જ્ઞાયક ઉપર આવે છે, અકર્તાને લક્ષમાં લીધો તો કર્તા બુદ્ધિ છૂટી જાય છે ને રાગ રહ્યા કરે છે (પર્યાયમાં) ! તો રાગનો કર્તા (કોણ ?) પરિણામનો કર્તા પરિણામ છે” હું કર્તા છું નહીં. તેવું (દ્રવ્ય, પર્યાયનું) ભેદજ્ઞાન થઈને અનુભવ થઈ જાય છે. રાગ રહી જાય ને. કર્તાબુદ્ધિ મટી જાય ! ને શાયકના લક્ષ, સમ્યદષ્ટિ થઈ જાય! અહાહા ! અદભુત ને ચમત્કારિક વાત ગુરુદેવ કરી ગયા છે, આ બધું ગુરુદેવ કહી ગયા છે, તેનું સ્પષ્ટીકરણ ચાલે છે. આહા! એક તો એની કર્તબુદ્ધિની ભૂલ છે. કે હું રાગને કર છું (એ) રાગને હું કરું છું એ ભૂલ છે. એનાથી આગળ જઈને.હું આ દુકાનનો વેપાર કરું છું... જમીનમાં વેપાર કરું છું ને મારા પુરુષાર્થથી પૈસા કમાઉં છું-એ બધી કલ્પના છે. અજ્ઞાનતા છે. આહા ! એમ છે નહીં. પૈસો પુણ્યથી આવે, એ પુણ્ય પણ નિમિત્ત છે, બાકી પૈસાની ક્ષણિક ઉપાદાનની-પર્યાય આવવાની હોય તો આવે ને જવાની હોય તો જાય, એ જાય ત્યારે પાપ નિમિત્ત કહેવાય, અને આવે ત્યારે પુણ્ય નિમિત્ત કહેવાય, પણ...નિમિત્તથી નિરપેક્ષ, જો તે તત્સમયની પરમાણુની પર્યાય, આવવાની હોય તો આવે ને ! જાવાની હોય તો જાય! પણ, જગતના જીવોને નિમિત્તથી સમજાવવામાં આવે છે, બાકી નિમિત્તથી કાંઈ પૈસો આવતો (જતો) નથી. પુણ્યના ઉદયથી પૈસો નથી આવતો! આહા! ક્યાં સુધી તમારે કાઢી નાખવું છે? કેઃ બધું બાદબાકી કરતાં કરતાં) જે રહે તે આત્મા છે. શ્રીમદ્જીએ કહ્યું છે. એ બાદબાકી કરતાં જે કચરો નીકળી જાય, ત્યારે જે શુદ્ધ આત્મા રહે છે, તે આત્મા છે. આવું છે! આહા ! પુરુષાર્થથી તો પૈસો આવે નહીં, પુરુષાર્થથી તો આવે નહીં પણ પુણ્યથી પણ (પૈસો) ન Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #62 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૯ પ્રવચન નં. - ૩ આવે. પરમાણુનો એવો કાળ છે તો ઈ ક્ષેત્રથી ક્ષેત્રમંતર થઈને (એટલે) બીજા ક્ષેત્રમાં હતો પરમાણુ તે આ ક્ષેત્રમાં આવ્યો પરમાણુ! એમાં તને શું લાભ મળ્યો ? (મમતા મળી !) આહાહા ! એ તો સમજાવવામાં આવે છે કે પુણ્યના નિમિત્તથી થાય; એનાં પુણ્યના નિમિત્તથી થાય એમ આવે! એમાં તો પુણ્યમાં કર્તબુદ્ધિ થઈ જશે! મારે પુણ્યથી નિરપેક્ષ, પરમાણુ આવવાનાં હોય તો આવે ને જવાનાં હોય તો જાય પરમાણુ! પરમાણુ ને નિરપેક્ષ જોને તું! પુણ્ય-સાપેક્ષ ન જો તું !! પુણ્યથી આવે તો આપણે પુણ્ય કરીએ તો પૈસો આવે, એમ એમાં બુદ્ધિ થઈ જાય ! આહા ! કહે છે કે બહુ એ હોંશિયાર છે ને....કારખાનું ચલાવે છે. ઈ તો અજ્ઞાન છે. “હું ચલાવું છું' તેમ માને તો (મિથ્યાત્વ છે) અરે! કોણ ચલાવે છે? “એક સડેલા તરણાનાં બે કટકા કરવાની શક્તિ પણ આત્મામાં નથી ! શ્રીમદ્ રાજચંદ્રજી એકાવતારી પુરુષ થઈ ગયા છે. અહીં ફોટો છે એનો અને તેઓશ્રીએ કહ્યું કે “એક સડેલું તરણું હો? ઓલું પાંદડું હોય ને લીલું એને તો વાર લાગે, આ તો અડે ત્યાં તૂટી જાય, પણ એને તોડતો નથી. હવે, સડેલું તરણું તોડવાની શક્તિ તારામાં નથી. પરનું (કાર્યો કરવા માટે તું નપુંસક છો, સાંભળને! તારામાં શક્તિ (જ) નથી. આને આમ કરીને આમ કરી દઉં, તેને તેમ કરી દઉં, અરે! ભગવાન તું ક્યાં વયો ગયો, તું (તારાક્ષેત્રની) બહાર! અરે, પરિણામની ય બહાર ગયો? પ્રમાણની બહાર ગયો? આહા! કહે છે કે....કર્તાબુદ્ધિ, એક મોટી ભૂલ છે (અનાદિનું) એક મોટું ભૂત વળગ્યું છે ( તને!) “હું કરું હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ થાન તાણે” (નરસિંહુ મહેતા) અન્યમતિ થઈ ગયા છે, તે તો ઈશ્વરના કર્તાવાદી હતા પણ આપણે તો દષ્ટાંત લઈએ છીએ. હું કરું! હું કરું! ગાડા નીચે આમ ચાલતું હોય કુતરું ને જરા'ક આમ અડે ઠાંઠાને તો (એને મનમાં એમ થાય કે) હું ચલાવું છું, એમાં એને જરી ખજવાળ આવી પગમાં, અને ઊભો રહી ગયો, કૂતરો ઊભો રહી ગયો, ગાડું તો (આગળ) ચાલવા માંડયું! ( વિચારે ચડયો) આ શું! આ શું! ગાડું તો મારાથી ચાલતું હતું અને હું ઊભો છું તો ય (ગાડું ) ચાલવા માંડયું! આહા! ભેદજ્ઞાન થઈ ગયું! “કર્તબુદ્ધિ' છૂટી અને કૂતરાને ત્યાં સમ્યગ્દર્શન થઈ ગયું. થાય, કૂતરાને પણ થાય, કૂતરાને ન થાય? સંજ્ઞી પંચેન્દ્રિય જીવ છે, આગમ કહે છેપોકાર કરે છે કે ચારે ય ગતિના જીવોમાં સંજ્ઞી પંચેન્દ્રિય હોય ને! (તેથી) આત્માનો અનુભવ થઈ શકે છે. “આ કારખાનું મારાથી ચાલે છે.”—તારાથી કારખાનું કાંઈ ચાલતું નથી. એ હવે (પરની) કર્તબુદ્ધિ છોડી, જ્ઞાતાના પક્ષમાં આવી જા ! એ જ્ઞાતાના પક્ષમાં, આવશે તો જ્ઞાતાના દર્શન થશે, પણ કર્તાના પક્ષમાં (જે) રોકાણો છે એને જ્ઞાતાનાં-ભગવાનના, દર્શન થાશે નહીં, એને સમ્યગ્દર્શન નહીં થાય; ઊંચથી નીચે પછડાય, તોપણ આહા ! ઘણા દાન આપે, ઘણા મંદિર બંધાવે. વ્રત કરે ને તપ કરે કર્તાબદ્ધિથી (આહા...!) Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #63 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૦ જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન એનો કર્તા તું નથી રાગનો, પણ હવે બીજો પાઠ! સાહેબ! રાગનો કર્તા નથી. થવાયોગ્ય બધું થાય છે? કાં પુણ્યથી થાય છે ને કાં થવાયોગ્ય થાય છે... પણ હું કર્તા નથી, પણ ઈ (ભાવો) આવે, જાય છે એનો “હું જ્ઞાતા છું.' પૈસો આવે ને જાય તેનો હું જ્ઞાતા છું અને જે શુભાશુભભાવ થાય, એનો હું કર્તા નથી પણ હું તો એનો જ્ઞાતા છું–આ બીજી ભૂલ! અજ્ઞાનીને એમ લાગે કે આનો જ્ઞાતા છું એ વાત સારી લાગી, હોય! પહેલાં-પ્રથમ કર્તા નથી તો જ્ઞાતા કહે, જ્ઞાની પણ કહે એમાં શું? (કર્તા બુદ્ધિથી હઠાવવા જ્ઞાતા કહે) પણ તું એનો જ્ઞાતા નથી! કર્તા તો નથી પણ એનો તું જ્ઞાતા ય નથી !! એને “જાણનાર' જ્ઞાન જુદું ને આત્માને જાણનાર જ્ઞાન” જુદું છે, બે જ્ઞાન (છે). અંદરમાં! જ્ઞાનની પર્યાય એકને ભાગલા બે પડ્યા છે અંદર! એ વાત આપણે અહીંયાં સૂક્ષ્મ ચાલે છે! અહા...હા! પર્યુષણ પર્વાધિરાજના દિવસો છે ને! એટલે રાગનું કર્તાપણું તો તું છોડી દે તું! એ તો “થવાયોગ્ય થાય છે.”—એનો કર્તા આત્મા ત્રણકાળમાં નથી. અશક્ય છે એવો પાઠ છે સમયસારમાં! કે “રાગને કરવાની શક્તિ, કોઈ ગુણ આત્મામાં નથી, કે રાગને ઉત્પન્ન કરે'- આહા! રાગને કરવાની શક્તિ, કોઈ ગુણ આત્મામાં નથી, કે રાગને ઉત્પન્ન કરે –આહા રાગને ઉત્પન્ન કરે એવી શક્તિ આત્મામાં નથી. જે ભાવે તીર્થકર કર્મની પ્રકૃતિનો બંધ થાય તેમાં નિમિત્તમાત્ર, સમ્યગ્દષ્ટિનો શુભભાવ થાય છે, માત્ર શુભભાવ થાય છે, એ શુભભાવનો કર્તા સમ્યગ્દષ્ટિ ધર્માત્મા છે નહીં. આહા! “કરવું” એ આત્માના સ્વભાવમાં (જ) નથી. આવો કોઈ ગુણ આત્મામાં નથી, કે એ રાગને ઉત્પન્ન કરે, તેની રચના કરે, શુભાશુભને કરે અને દુ:ખને ભોગવે, એવો આત્માનો સ્વભાવ નથી. તે વાત સાંભળી નથી માટે નથી? તે વાત સાંભળી નથી, સંતો પાસેથી, એટલે શું નથી? વસ્તુ નહીં ફરે, તારે ફરવું પડશે એમ ગુરુદેવ કહેતા હતા. હવે કર્તબુદ્ધિ તો, તું છોડ! હવે, કર્તબુદ્ધિ કદાચિત મંદ પડી ગઈ હોય તો, બીજું એક ફસામણું, મોહરાજાએ મૂકયું છે એ પણ ફસામણું (છે). કદાચિત્ માનો કે તને સોનગઢના સંત મળી જાય અને તું કર્તા બુદ્ધિ છોડી દઈશ, તો તું એમ મારા સકંજામાંથી છૂટી જઈશ, એમ છે નહીં (મોહરાજા કહે છે) બીજો તને પકડી રાખે તેવો પોલીસ મૂક્યો છે આહા...! તને છૂટવા નહીં દે સંસારમાંથી, મોહરાજા કહે (તો તો ) મારા વસ્તી ઘટી જાય! માટે કદાચિત્ કર્તા નથી, અકર્તા છું-જ્ઞાતા છું. પુણ્ય પાપનો જ્ઞાતા, વિશ્વનો જ્ઞાતા, છ દ્રવ્યનો જ્ઞાતા, નવતત્ત્વનો જ્ઞાતા! આહા! મોહરાજા કહે, આમાંથી (પરના જ્ઞાતામાંથી) તને છૂટવાનું મુશ્કેલ થશે. કોઈ વિરલો છટકશે ! છટકે તો છે, છટકીને કેટલાક પરમાત્મા પણ થઈ ગયા! દર છ મહિના ને આઠ સમયે, છસોને આઠ જીવો, મોક્ષમાં જાય છે. શ્રી કુંદકુંદભગવાનને બે હજાર વર્ષ થયાં, બે હજાર વરસમાં પાંત્રીસ લાખ જીવ સિદ્ધ પરમાત્મા Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #64 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૧ પ્રવચન નં. – ૩ થઈ ગયા અને તેનો ગુણાકાર કરતાં કોઈ પચ્ચીસ લાખ કહે છે, આપણે તો જે હોય તે (પરંતુ) સિદ્ધ થઈ ગયા હ? આ બે હજાર વર્ષમાં. એલા! પાંત્રીસ લાખ થઈ ગયા ને તું રહી ગયો! એલા, તને હવે ચાનક ચડતી નથી ! આહા ! વીર્યશક્તિ એની બિડાઈ ગઈ છે, કર્તબુદ્ધિએ અને (પરની) જ્ઞાતા બુદ્ધિએ ! (હું પરનો જ્ઞાતા) ઈ આત્મા નથી બોલતો. તો ઈ કોણ બોલે છે? હું જ્ઞાતા છું ને વિશ્વનો (જગતનો) એમ આત્મા બોલે નહીં, આત્મા એમ જાણે પણ નહીં, ઈ મોહરાજા ઈ અજ્ઞાન એમ બોલે છે, હું એનો જાણનાર છું ઈ...અજ્ઞાન છે. તું જ્ઞાતા પણ નથી એનો! આ સૂક્ષ્મ વાત છે! બીજો બોલ છે ને એનો ઈ જરા સૂક્ષ્મ છે! અજમેરાભાઈ! આ દશ ગાથા એટલા માટે લીધી, આહા! પચાસ વરસ થઈ ગયા ગુરુદેવને! સ્થળ કયાં સુધી કહેવું! કાલે એક બહેન આવ્યા હતા ઘરે, આહા! ભાઈ, અમારે સૂક્ષ્મ વાત જ સાંભળવી છે, સ્થૂળ વાત હવે સાંભળવી નથી, વાત સાચી છે બહેન! આહા! ત્રીજો શ્લોક (ગાથા) ચાલે છે, ચાલ્યો હતો પણ ફરીને, “અશુભ અને શુભ શબ્દ' –એક કર્તાપણાનું ભૂતડું અને એક (પરના) જ્ઞાતાપણાનું ભૂતડું! બે ભૂત વળગ્યા છે (અનાદિથી). એક ધ્યાનાવિષ્ટ અને એક ભૂતાવિષ્ટ, શાસ્ત્રમાં આવે છે ને! (કર્તાકર્મ અધિકાર ગાથા ૯૬) અશુભ અથવા શુભ શબ્દ-શબ્દ પુદ્ગલની પર્યાય છે, શબ્દ ઈ ધની પર્યાય છે, અશુભ અથવા શુભ શબ્દ, તને એમ નથી કહેતો, શબ્દ નીકળે છે ને! બહારમાં કોઈ તારા સગાં-વહાલાં, કોઈ તારા મિત્રો, કોઈ તારી ટીકા કરનાર દુશ્મન-ગમે તેવા શબ્દો બોલે, આહા! હું શબ્દ સાંભળતો જ નથીને! તેથી મને તો સમતા વર્તે છે. હું શબ્દ સાંભળું અને મને એ શબ્દ કહ્યો, એમ શબ્દનો હું સ્વામી થાઉં તો તો મને રાગ-દ્વેષ થઈ આવે, પણ હું સાંભળતો જ નથી. ત્યારે (શબ્દને) સાંભળે છે કોણ? અમને સાંભળનારો બતાવો ! તો હું સાંભળનાર નથી ( એમ સમજીને) અહીં અંદરમાં આવી જઈશ. સમજાય છે? (સગુરુએ કહ્યું:) રાગનો કર્તા આત્મા નથી, ત્યારે શિષ્ય પ્રશ્ન કર્યો કે રાગનો કર્તા (કોણ છે તે) કોઈ બતાવો! તો હું અકર્તામાં આવી જઈશ, સ્વીકાર કરી લઈશ. ત્યારે આચાર્ય ભગવાન કહે છે, રાગનો કર્તા પર્યાય છે, તે તને બતાવું છું, હવે તો સ્વીકાર કરી લે અકર્તાનો! પરિણામનો કર્તા પરિણામ છે, એના પકારકથી સ્વઅવસરે થાય છે, આત્મા એનો કર્તા નથી! આહા ક્રિયાના કારક પર્યાયનાં, પક્કરક છે એ પર્યાયમાં તત્સમયમાં છે. કર્તા, એ પર્યાય, કર્મ, એ પર્યાય....કરણ, સંપ્રદાન, અપાદાન, અધિકરણ–બધા પકારક અભેદપણે એક પર્યાયમાં છે. અભેદપણે એક પર્યાયમાં (ષકારક) છે. ભેદથી સમજાવે છે કે આને કર્તા કહેવાય ને આને કર્મ (એમ) પર્યાયમાં કર્તાકર્મના છ ભેદ છે (કારકના). અભેદથી તો ભેદ દેખાતો નથી, અભેદથી તો એમાં એ છ ભેદ દેખાતા નથી. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #65 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૨. જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન આ તો પર્યુષણના દિવસો છે ને ! પર્યુષણ એટલે આત્માની ઉપાસના ! આરાધના કરવી. એનું નામ પર્યુષણ કહેવામાં આવે છે. આહા ! (તો) શું આ દશ જ દિવસ આરાધના કરવી? બાકી વિરાધના કરવી? એમ ન હોય! આરાધના જ કરવાની હોય ને અમુક ઉંમરે તો....પછી સમજાઈ ગયું? (જુઓ ને !) આ બધાય મોટી ઉંમરના જ છે ને! ઈ મોટી ઉંમરના છે ને, દેખાય નાની ઉંમર! અડસઠ વરસની ઉંમર છે આહા! (કોઈને) પાંસઠ, સીત્તેર, અઠાવન! (ગમે તે ઉંમર હોય) જલદી કામ કરો! આત્માને ઓળખો બસ! જે આત્માને ઓળખે છે જાણે છે-અનુભવે છે, અલ્પકાળમાં ચારગતિનું દુ:ખ મટી જાય છે. શું કહે છે? પરમાત્માની વાણી છે આહીં? સીમંધર પ્રભુની વાણી આહા! “સીમંધર મુખથી ફુલડાં ખરે એની કુંદકુંદ ગૂંથે માળ રે! ” માળાગૂંથણી કરી છે ને “સમયસારમાં બધી ભરી દીધી છે આ વાણીને ! અહા! ઈ...શબ્દ, તને એમ કહેતો નથી કે “તું મને સાંભળ–આહા! ત્યારે પ્રશ્ન થાય શિષ્યને (ક) જેમ રાગનો કર્તા આત્મા નથી, આત્મા અકર્તા છે તો બતાવો કે રાગનો કર્તા કોણ છે? તો સાધક (અનુભવી) કહે છે કે રાગનો કર્તા પર્યાય છે, તું કર્તા નથી (તે જાણીને) અકર્તામાં આવી ગયો! હવે, આ શબ્દને હું સાંભળું છું-હું એને જાણું છું ( શિષ્ય કહે છે) તો આચાર્ય ભગવાન કહે છે કે શબ્દ તને કહેતો નથી કે “તું મને સાંભળ” અને “આત્મા પણ પોતાને જાણવાનું છોડીને, એને જાણવા જતો નથી'-આત્મા શબ્દને જાણતો નથી ! આ તમે શું વાત કરો છો ! આ તો તદ્દન અપૂર્વ અને નવી વાત લાગે છે મને ! “હા” આ વાત નવી જ છે, છે તો આ વાત જૂની-અનાદિની પણ તારા કાને આવી નથી, માટે તને નવી લાગે છે! ઈ વાતે ય સાચી છે. કામ, ભોગ-બંધનની કથા સાંભળી છે, પણ “એત્વ-વિભક્ત આત્માની વાત તે સાંભળી નથી. આશબ્દને....સાંભળતો નથી આત્મા ! આહાહા! આ ભણેલાને તો, એમ લાગે કે, આ શું વાત કરે છે? “ઓર્થોડોસ્ક!' શું કહેવાય? રૂઢિચુસ્ત! લાગે છે બધાને ભાઈ! (પરંતુ ) આ વાત અપૂર્વ છે. કાને પડી નથી ને! (તેથી) તને બેસતી નથી. (છતાં) તું જિનેન્દ્ર ભગવાનની વાણીનો વિરોધ કરીશ મા! “ના” પાડીશ મા! અને સમજ્યા વગર “હા” પણ પાડીશ મા! સમજીને “હા” પાડજે. (કહે છે) શબ્દને આત્મા સાંભળતો નથી, “શબ્દ કહેતો નથી કે તું મને સાંભળ અને આત્મા પોતાને જાણવાનું છોડીને એને જાણવા જતો નથી.' ત્યારે શિષ્યને પ્રશ્ન થયો કે પ્રભુ! ઈ શબ્દને, આત્મા જાણતો સાંભળતો નથી, તો મારા કાન ઉપર શબ્દ તો આવ્યો (છતાં) હું સાંભળતો નથી? તો કોઈ સાંભળનાર બતાવો તમે! તો હું સાંભળતો નથી (એમ માની); પણ જાણનારને જાણું છું તેમાં આવી જઈશ, પણ કોઈ બતાવો તો ખરા ! (શબ્દને કોણ સાંભળે છે?) આચાર્ય ભગવાન કહે છે કેઃ “તું શબ્દને સાંભળતો નથી.' ત્યારે, શિષ્ય પ્રશ્ન કરે છે....કે આ દેશના લબ્ધિ-ધોધ છૂટયો! પીસતાલીસ, પીસતાલીસ વરસ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #66 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૩ પ્રવચન નં. – ૩ ગુરુદેવની વાણી ! એ વાણીને, આત્મા સાંભળતો નથી ? ત્યારે દિવ્યધ્વનિ તો છૂટે છે ને! એને આત્મા સાંભળતો નથી? ગુરુદેવે શરૂઆતમાં જ્યારે એવો એટમ બોમ્બ ફૂંક્યો! હલબલ થઈ જાયને હલબલ, હચમચ આખા જગતમાં (થઈ ગઈ) કેઃ “પેટ્રોલથી મોટર ચાલતી નથી ત્યાંથી ધડાકો કર્યો!“પેટ્રોલથી મોટર (ચાલતી નથી.) અને કુંભારથી ઘડો થતો નથી! (લોકોને થયું) આવું કહેનારો... કોઈ 'કુ લાગે છે વિચિક્ષણ! આપણે એની પાસે જવું જોઈએ. આ કોઈ ગાંડા માણસની વાત નથી, એમ કરીને જ્યાં (વસ્તુસ્થિતિ) સમજવા આવે ને ત્યાં એના થઈ જાય ! એ (સદ્દગુરુ!) બધા ન્યાયથી, લોજિકથી, યુક્તિથી સમજાવતા હતા અમે કહીએ છીએ માટે તું માની લે, એમ નહીં. (પણ લોજિકથી તને બેસે તો સ્વીકાર કર!) આજ સુધી, કુંભાર થી કોઈ ઘડો થયો નથી ! આજ સુધી, પેટ્રોલથી મોટર ચાલતી નથી! અને આજ સુધી કોઈએ કાપડના બે કટકા કર્યા નથી ! આ બેઠા, ઘરાક આવે ને કહે કે બે મીટર કાપડ આપજો, તો કાપે કે નહીં? (કાપી શકે નહીં) આહા ! એક દ્રવ્ય, બીજા દ્રવ્યના પરિણામનો કર્તા, ત્રણકાળમાં થઈ શકતો નથી. અશકય છે! તારી બુદ્ધિ મિથ્યા થઈ ગઈ છે. તો સાહેબ, હવે કરતો ન હોય તો કાંઈ નહીં, પણ થાય તેને જાણું તો ખરો ને! (સ્વયં) કટકા થાય કાપડના, મોટર સ્વયં ચાલે, ચલાવું નહીં, ચાલતી મોટર સ્વયં ચાલે એમ, હું ચલાવતો નથી. (પણ) ચાલતી મોટર સ્વયં ચાલે છે એને હું જાણું છું. ઈ...તારું અજ્ઞાન છે. અરે! આહા! આ શું વાત કરો છો ! આ અપૂર્વ વાત આવી છે આમાં (આ દશ ગાથામાં) આવવાની છે હમણાં!! શબ્દને તું સાંભળતો નથી. ત્યારે શિષ્ય પ્રશ્ન કર્યો કે: શબ્દ છટે છે એ વાત સાચી ? “હું” સાચી. એને સાંભળનાર કોઈ છે એ વાતનો તો આપ સ્વીકાર કરો છો ને? “હ” એમ સ્વીકાર કરું છું, ત્યારે આત્મા એને સાંભળે છે એમ આવી ગયું! તમે કહો છો કે શબ્દને કોઈ સાંભળનાર તો છે, તો જેનામાં “જ્ઞાન” હોય એ સાંભળે ને! આ (દ્રવ્ય ઇન્દ્રિય) કાંઈ થોડી સાંભળે શબ્દને ! શિષ્યનો આ પ્રશ્ન છે. તારો પ્રશ્ન સારો છે, પ્રશ્નમાં કાંઈ વાંધો નથી, પણ સાંભળ તું! કોણ એને સાંભળે છે? ઇન્દ્રિયજ્ઞાન-પરસત્તાવલંબી એક જ્ઞાન પ્રગટ થાય છે-અનાદિનું અજ્ઞાન! ઇન્દ્રિયજ્ઞાન=અજ્ઞાન ! ઈ એને સાંભળે છે, આત્મા એને સાંભળતો નથી, અને આત્માનું જ્ઞાન પણ એને સાંભળતું નથી. આત્મા તો કાન વગરનો છે, માટે એ કાન વડે સાંભળતો નથી. આત્મામાં કાન છે? કાન તો સંયોગ રૂપે છે પુદ્ગલ છે. આહા! ઈ તો જો આત્માની ચીજ હોય તો સિદ્ધમાં પણ કાન રહેવો જોઈએ, પણ ત્યાં તો કાનનો અભાવ થઈ જાય છે. ઈ તો પુદ્ગલની પર્યાય છે (માટે આત્મા) કાન વડે સાંભળતો નથી. ઠીક, પ્રભુ! કાન વડે ન સાંભળતો હોય તો કાંઈ નહીં પણ અજ્ઞાની પાસે, જ્ઞાનનો ઉઘાડ તો છે ને! તેના વડે તો એ સાંભળે ને ? કહે, ક્ષયોપશમ ભાવનો એમાં (આત્મામાં) અભાવ છે, તેથી ભાવન્દ્રિય વડે પણ ને કન્દ્રિય વડે પણ, એ શબ્દને સાંભળતો નથી. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #67 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન ४४ ત્યારે, ચોવીસે કલાક ઈ (આત્મા) શું કરે છે? કે જ્ઞાનદ્વારા આત્માને (પોતાને) જાણ્યા કરે છે! આત્મા આત્માને જાણવારૂપે જ પરિણમે છે, આબાલ ગોપાલ-સૌને ભગવાન આત્મા જણાયા કરે છે. અહા ! શબ્દને સાંભળતો નથી, શબ્દને સાંભળવાનાં કાનનો (આત્મામાં) અભાવ છે. અને શબ્દને જે ગ્રહણ કરે છે (તે) ઇન્દ્રિયજ્ઞાન-ભાવૅન્દ્રિય ગ્રહણ કરે છે એટલે એને જાણે છે. ભાવેન્દ્રિયનો જે ઉઘાડ છે ને અહીંયા (કાન આગળ) અહીંનો, એ એને સાંભળે છે, પણ હું એને જાણતો નથી. (જો) તને બતાવ્યો સાંભળનાર-એનો જાણનાર તને બતાવ્યો કે ભાવેન્દ્રિય અને જાણે છે (છતાં) પણ ભાવેન્દ્રિય વડે આત્માને શબ્દનું જ્ઞાન થતું નથી, “આત્માનું જ્ઞાન” છોડ તો “શબ્દનું જ્ઞાન” થાય, પણ આત્મા તો આત્માને જાણવાનું કદી છોડતો નથી આહા...હા! અપૂર્વ ચીજ છે!! (આત્માનું) ઉપયોગ લક્ષણ છે, એ લક્ષણમાં આત્મા નિરંતર જણાયા કરે છે જો એ ઉપયોગ, આત્માને જાણવાનું છોડી દે તો તો આત્મા અજીવપણાને પામે. અજીવ તો થતો નથી. અનાદિનું અજ્ઞાનથી ઇંદ્રિયજ્ઞાન ઉત્પન્ન થયેલો ભાવ છે એ શબ્દને જાણે તો જાણો ! પણ, હું શબ્દને જાણતો નથી. (હું તો) શબ્દથી ભિન્ન, શબ્દને જાણનાર ભાવ-ઈન્દ્રિયથી પણ ભિન્ન, હું તો અતીન્દ્રિયજ્ઞાનમયી આત્મા છું! મારા ઉપયોગ વડે, મારા આત્માને જાણું છું!! ઇન્દ્રિયજ્ઞાનને (હું) જાણતો નથી, ને ઇન્દ્રિયજ્ઞાનના વિષયને પણ જાણતો નથી. આ શું? આ કયારની વાત કરો છો? આહાહા! સિદ્ધ અવસ્થાની વાત કરો છો? કે અરિહંત દશા થાય તેની વાત કરો છો ? એને ભાવદ્રિયનો અભાવ છે અરિહંતને ! એ તો બરાબર છે, પણ અહીં તો ભાવ ઈદ્રિયનો સદુભાવ છે (તેથી) પણ ભાવેન્દ્રિય એને જાણે છે ને? ભાવ ઇન્દ્રિય અને અતીન્દ્રિયજ્ઞાનમય આત્મા, એ બે વચ્ચે અત્યંત અભાવ છે! ભાવ ઇન્દ્રિય, (પરને) જાણે તો જાણો, એના પર છોડી દો ને! ભાવઈન્દ્રિય ઉપર! આહા ! જાણીને લખે છે ને! હું તો મને જાણ્યા કરું છું આહાહા! મને જાણવાનું છોડીને અને ભાવ ઇન્દ્રિયના ખંડજ્ઞાન વડે, હું શબ્દને જાણવા જતો નથી. એટલે “જાણતો જ નથી” અને એમ માને છે કેઃ “હું મારા જ્ઞાન વડે શબ્દને જાણું” તો તો ભાવ ઇન્દ્રિય અને આત્માને એક કર્યા-આખા વિશ્વની એકતા થઈ ગઈ, શબ્દની સાથે એકતા થઈ ગઈ, કાનની હારે એકતા થઈ ગઈ, (અજ્ઞાની આમ) શબ્દની હારે એકતા ને ભાવ ઇંદ્રિયહારે એકત્વબુદ્ધિ કરીને બેઠો છે. આ વિભક્ત કરવાનો પાઠ છે આહા! એ કહે છે: “શબ્દ કહેતો નથી કે “તું મને સાંભળ”- મફતનો હાથે કરીને દુઃખી થાય છે! (શ્રોતા) (પંચકલ્યાણક વખતે આ વાત આવી હતી) આ હતું ને! ઈ. તો આવ્યા જ કરે ! ભેદજ્ઞાન તો આવ્યા જ કરે ! બે જ વાત છે, કર્તબુદ્ધિ છોડ ને જ્ઞાતા બુદ્ધિ છોડ! કર્તા બુદ્ધિનો નિષેધ ચાલે છે. જનરલ સમાજમાં પણ (પરની) જ્ઞાતા બુદ્ધિ છોડવાનો પાઠ ય ઓછા શાસ્ત્રમાં-ઓછું ( ક્યાંક) છે, પણ છે ખરું! (શબ્દ) તને એમ કહેતો નથી કે તું મને સાંભળ'-આ ઓલી સાઈડથી વાત કરી, હવે આ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #68 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૫ , પ્રવચન નં. - ૩ સાઈડથી વાત કરી, હવે આ સાઈડથી વાત કરે છે, આચાર્ય ભગવાન! ‘અને આત્મા પણ આ બધા આત્માની વાત ચાલે છે (માત્ર) અરિહંત અને સિદ્ધની વાત નથી. બધા આત્માનો સ્વભાવ, આત્માને જાણવાનો છે. અને ૫૨ને જાણવાનો નથી.-નથી, નથી, નથી ને નથી! ત્યારે, કોણ જાણે છે ૫૨ને ? કે ઇન્દ્રિયજ્ઞાન, બીજો, બીજાને જાણે છે. હું મને જાણું છું, બીજો બીજાને જાણે છે! બે ભાગલા પાડી નાખને! ઇન્દ્રિય જ્ઞાન ને અતીન્દ્રિય જ્ઞાન વચ્ચેના (સાંધ છે ત્યાં પ્રજ્ઞાછીણી પટકને!) તારું કામ થઈ થશે! ઈદ્રિયજ્ઞાનમાં અહંબુદ્ધિ કરી છે, કર્તબુદ્ધિ કરી છે (માને છે) કાં રાગ મારો, કાં (પરનું) જ્ઞાન મારું! આહા! એ જ્ઞાન નથી પણ શેય છે, મોહરાજાએ એનું નામ કહ્યું જ્ઞાન! અને સર્વજ્ઞભગવાને એનું નામ કહ્યું જ્ઞેય ! આહા....હા! એ શેયને, જ્ઞાન માનવું તે અજ્ઞાન છે, એ શેયને જ્ઞાન માનવું તે અજ્ઞાન છે. અને જ્ઞાનને, જ્ઞાન જાણવું તે સમ્યજ્ઞાન છે!! . આહાહા! સારા દિવસો છે ને આ! લગ્નનાં દિવસો છે ને આ તો, “શિવરમણી ૨મના૨ તું તુંહી દેવનો દેવ ”–બધાને ધરમ કરવો છે ને! આ ધરમની વાત ચાલે છે. હું ૫૨ને જાણું છું-તે ધરમ નથી, કરમ છે. (શ્રોતાઃ) અપૂર્વ રીતે આવે છે. (શ્રોતાઃ) અપૂર્વ રીતે આવી રહ્યું છે! (ઉત્તરઃ ) ભેદજ્ઞાન છે, ઇન્દ્રિયજ્ઞાન અને આત્મજ્ઞાન વચ્ચે ભેદજ્ઞાન ચાલે છે. ( શ્રોતાઃ) અખંડ છે ને! બરાબર, અખંડ ! (કહે છે) · અને આત્મા પણ...' ઓલો તો કહેતો નથી કે ‘તું મને જાણ ’ અને આત્મા પણ ......અહીંથી લીધું વે, ઓલું નિમિત્તથી વાત કરી, હવે ઉપાદાનથી વાત કરે છે. કે.... ઉપાદાનમાં શું શક્તિ છે? ઉપાદાનમાં ૫૨ને જાણવાની શક્તિ નથી ? (કે) નથી. (તો) ઉપાદાનમાં શું શક્તિ છે? (કે) આત્માને જાણવાની શક્તિ છે. ૫૨ને જાણવાની શક્તિ નથી ? અને રાગને ક૨વાની શક્તિ નથી એમ ? આહા ! ૫૨ને જાણવાની શક્તિ આત્મામાં નથી. આવી જા અંદર!! વ્યવહારે જાણે છે, વ્યવહારે જાણે છે, વ્યવહારે જાણે છે-ઈ તો ઘણું આવશે ! એટલે શું ? વ્યવહારે જાણે છે, એટલે કોણ જાણે છે? તેનું સ્પષ્ટીકરણ કરો, ‘કોથળામાં પાંચશેરી ’ ન ચાલે હવે ! ‘ કોથળામાં પાંચશેરી' એટલે ? શું બનાવ બન્યો ? કે એક ભાઈને કોઈની સાથે વેરઝેર હશે, તો તેણે એક ખાલી કોથળામાં પાંચશેરી નાખી. પાંચશેરી એટલે લોખંડનું વજન જોખવાનું હોય છે, અનાજ જોખવાનું તોલું-તોલું! મંડયો મારવા, ઓલો રાડો પાડવા મંડયો, મારે છે–મને મારે છે! આજુબાજુવાળા કહે: શું કામ મશ્કરી કરે છે, ઈ તો બિચારો ખાલી કોથળો તને મારે છે? એમાં રાડો કેમ શેની પાડે છે? અરે! ભાઈ ૨હેવા ઘો તમે જુઓ તો ખરા કોથળામાં ( કંઈક) છે. તેમાં વળી કોઈ ડાહ્યો માણસ હશે કે આ રાડો પાડે છે તો જોઈએ તો ખરા કોથળામાં કાંઈ છે કે નહીં? અને કોથળામાં જોયું તો પાંચશેરી (તોલું ), વાંસો ભાંગી ગયો મારો! આહા.....હા! એમ, આત્મા ૫૨ને જાણે છે! જાણેલો પ્રયોજનવાન! જાણેલો પ્રયોજનવાન ! પણ... કોણ જાણે છે ૫૨ને, એ તો નક્કી ક૨! ( એને ૫૨ને) આત્મજ્ઞાન જાણે છે કે ઇન્દ્રિયજ્ઞાન જાણે છે? આહા! ૫૨સન્મુખ થયેલું જ્ઞાન, ૫૨ને જાણે છે કે સ્વસન્મુખ થયેલું જ્ઞાન, ૫૨ને જાણે છે ? બે Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #69 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updařes જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન ૪૬ ભાગલા લ્યો !! ( શ્રોતાઃ) હર્ષની લહેર, તાલીઓ! (ઉત્ત૨:) આહા....હા! હોય ને ઝીલનારા, તો હોય ને ! આહા! કહે છે પ્રભુ! આ વાત અપૂર્વ છે. ભાવ આવી ગયો છે!! સમયસાર ૩૮૨ ગાથા ! આહા! પૂરું તો ચારસોગંદરે થાય છે. પણ એક વાત રહી જતી હતી તે તેમનાં ખ્યાલમાં આવી ગઈ કે ઇન્દ્રિયજ્ઞાનને જ્ઞાન માને છે જગત ! શેયને, જ્ઞાન માને છે તેથી જ્ઞાન ઉદય થતું નથી. ઉદય એટલે પ્રગટ થતું નથી. અસ્ત રહ્યા કરે છે. ઇન્દ્રિય જ્ઞાનને, જ્ઞાન માને ત્યાં સુધી આત્મજ્ઞાન ઉદય ન થાય. આહા ! પુણ્યથી ધરમ થાય અને રાગને હું કરું છું ઈ તો સ્થૂળમાં ગયું, આ તો સૂક્ષ્મ ચાલે છે ત્યાં બેનની સાથે વાત થઈ કેઃ આ વખતે આપણે સૂક્ષ્મ (તત્ત્વ) લેવું છે. પછી, ઉંમર થઈ ગઈ, ક્યારે જવાય ન જવાય, અત્યારે જઈએ છીએ તો આ દશગાથા લઈ લઈએ ! કહે, પ્રભુ ! બહિર્મુખ જ્ઞાન, ૫૨ને જાણે છે અને અંતર્મુખ જ્ઞાન, સ્વને આત્માને જાણે છે. બે ભાગલા છે! આહા ! ભિન્ન, ભિન્ન જ્ઞાનો વડે ઉપલબ્ધ હોવાથી, શરીર ને આત્મા સદાય ૫૨સ્પ૨ ભિન્ન છે! ઇન્દ્રિયજ્ઞાન, શરીરાદિને જાણે છે અને સ્વસંવેદનજ્ઞાન, આત્માને જાણે છે. બે ભાગ છે. ઇન્દ્રિયજ્ઞાન તે જ્ઞાન નથી, ઇન્દ્રિયજ્ઞાન જ્ઞેય છે, હેય છે, આકુળતા ઉત્પન્ન કરનારું છે, કર્મબંધનું કાર્ય છે ને કર્મબંધનું કા૨ણ છે, પૌદ્ગલિક છે અને આત્મીય નથી-આ બધા પાઠ છે હોં ? શાસ્ત્રમાં છે. ( જીવોને ) મોટી ભ્રાંતિ થઈ ગઈ! ‘મોક્ષમાર્ગ પ્રકાશક’ ની રચના કરી ટોડરમલ સાહેબે, ત્યારે તેમાં એક જગ્યાએ તેઓ ફરમાવે છે, કે દ્રવ્યલિંગી મુનિ, દિગમ્બર મુનિ! રાજપાટ છોડી, જંગલમાં અઠ્ઠાવીસ મૂલગુણ નિરતિચા૨પણે પાળે છે અને કેવળ આત્મહિત માટે નીકળ્યો છે, બીજી કોઈ આકાંક્ષા નથી. હવે, સમ્યગ્નાન કેમ પ્રગટ થાય એના માટે પોતે અભ્યાસ કરે છે, અભ્યાસ કરતાં-કરતાં સભ્યજ્ઞાન અર્થે અભ્યાસ કરતાં-કરતાં તે અહીં સુધી આવ્યો કેઃ છ દ્રવ્યને જે જાણનાર છે તે હું છું, છ દ્રવ્યને જે જાણે છે તે જ્ઞાન મારું છે! પંડિત ટોડરમલ સાહેબ લખે છે કે, આ દ્રવ્યલિંગીની ભૂલ છે. હવે જ્યાં દ્રવ્યલિંગી ( મુનિ ) ભૂલે, ત્યાં સાધારણ જીવ (તો ) ભૂલી જાય, પણ.....સાધારણ જીવ, પામી જાય ને દ્રવ્યલિંગી મુનિ રહી જાય ! સ્વતંત્ર છે બધા, તેમાં શું છે ! આહા ! પણ દ્રવ્યલિંગી મુનિએ શું વિશેષ કર્યું, મને તો ખબર પડતી નથી! શું વિશેષ કર્યું? કાંઈ જ વિશેષ કર્યું નથી, જ્યાં છે ત્યાં છે. પંચપરાવર્તનની મધ્યમાં ૨હેલો છે ઈ...એ આત્માને સેવતો નથી, મિથ્યાત્વને સેવે છે. એક સમય જ્ઞાનને સેવતો નથી, નહીંતર તો ભાવલિંગી થઈ જાય ! આહા ! ત્રંબકભાઈ ડોલે છે, પછવાડે ત્રંબકભાઈ ડોલે છે, આમ-આમ કરે છે, ખુશી થાય છે! આ ખુશીના દિવસો છે ને! આ કાંઈ રોવાના દિવસો નથી, એ રોવાના દિવસો ગયા હવે! ખુશીના દિવસો આવ્યા છે! (શ્રોતાઓ હર્ષથી તાળીઓ પાડે છે) ખુશી થા, ખુશી થા! તારા આત્માની વાત સંતો તને સંભળાવે છે. છૂટવાની વાત, સંતો તને સંભળાવે છે, ભાવબંધનો અભાવ થાય અને ભાવમોક્ષ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #70 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ४७ પ્રવચન નં. - ૩ થાય એવી વાતો સંતો તને કરે છે. ઘડિયાળ બોલી ગઈ દશ. મારી ઘડિયાળ વહેલી છે એટલે બે-ત્રણ મિનિટ ચલાવું છું. કાલે આ કળશ (ગાથા) પૂરો ન થયો અને આજે ય કળશ (ગાથા) પૂરી ન થઈ. અમૃતના કળશ છે, એક એક ગાથામાં અમૃત ભર્યા છે. આહા! અજ્ઞાન અને મિથ્યાત્વનો નાશ થાય, એવા ઉપાય આમાં બતાવતા ગયા છે. આહા ! આમાં પણ.... “પોતાનાં સ્થાનથી છૂટીને ” એટલે પોતાને જાણવાનું છોડીને, ઉપયોગથી આત્મા અનન્ય છે એટલે ઉપયોગમાં આત્મા જણાયા કરે છે, એ ઉપયોગમાં આત્મા જાણવાના બદલે, એ ઉપયોગ પરને જાણવા જાય, એ ઉપયોગનો સ્વભાવ જ નથી! આત્માને જાણવાનું છોડે નહીં ને પરને જાણવા જાય નહીં, એનું “શેય” તો “એક જ છે “જ્ઞાયક'! ઉપયોગનું જોય તો, “એકલું સામાન્ય (દ્રવ્ય) છે. જે સામાન્યનું વિશેષ છે તે જ વિશેષનું સામાન્ય છે (એટલે) જે સામાન્યનું વિશેષ છે ઉપયોગ, તે જ વિશેષનો વિષય સામાન્ય (દ્રવ્ય-ધ્રુવ) છે. બીજો, પદાર્થ (પર્યાય) નથી એમ. એમ જાણીને તું જાણનારને જાણી લે ને ! “જાણનાર જણાય છે” ના પક્ષમાં આવી જા. અરે ! (સ્વ) જ્ઞાતાના પક્ષમાં આવી જા, તો તને જ્ઞાતાનાં દર્શન થશે જ. “હું તો જાણનાર છું ને જાણનાર જ જણાય છે” સર્વ વિશુદ્ધજ્ઞાન અધિકાર છે. છેલ્લે છેલ્લે, હવે બધું (અભેદ) કહેતા જાય છે! કુંદકુંદ ભગવાનની વાણી અફર છે. અને મોક્ષ તારી પાસે જ છે પરથી કાંઈ થવાનું નથી. આખા સિદ્ધાંતનો સારામાં સાર તો બહિર્મુખતા છોડી અંતર્મુખ જવું તે છે. શ્રીમદ્ રાજચંદ્ર કહ્યું છે ને! “ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર અંતર્મુખ અવલોકતાં વિલય થતાં નહીં વાર” જ્ઞાનીના એક વચનમાં અનંતી ગંભિરતા ભરી છે. અહો ! ભાગ્યશાળી હશે તેને આ તત્ત્વનો રસ આવશે. અને તત્ત્વના સંસ્કાર ઊંડા ઊતરશે. (દ્ર.દ. જિ, ૫. ટે. વિ. બોલ ૮૫૦) Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #71 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી ૫૨માત્મને નમઃ શ્રી સદ્ગુરુવે નમઃ શ્રી સમયસાર ગાથા તા. ૧૬-૯-૯૧ જામનગર પ્રવચન નં. ૪ આ ઉત્તમ ક્ષમાદિ ધર્મોનું આરાધન સમ્યગ્દર્શનપૂર્વક થઈ શકે છે. આ ભાદરવા સુદ પાંચમથી ચૌદશ સુધીના દિવસોને ‘દશલક્ષણ પર્વ' કહેવાય છે, ને તે જ પર્યુષણ પર્વ છે. નિગ્રંથ સંત મુનિવરોને સમ્યગ્દર્શન-જ્ઞાન પૂર્વક ‘ઉત્તમ સત્ય ધર્મ’ કેવો હોય એનું વર્ણન શ્રી પદ્મનંદી આચાર્યદેવ કરે છે. ઉત્કૃષ્ટ જ્ઞાનને ધારણ કરનારા મુનિવરોએ પ્રથમ તો મૌન જ રહેવું જોઈએ, એટલે કે પરમસત્ય આત્મસ્વભાવની એકાગ્રતામાં રહીને બોલવાનો વિકલ્પ જ ન થવા દેવો જોઈએ, અને જો વિકલ્પ ઊઠે તો એવા વચન બોલવા જોઈએ કે જે સદાય સ્વપરને હિતકારી હોય, અમૃત સમાન મિષ્ટ હોય અને સત્ય હોય-મીઠાં વચન હોય અમૃત તુલ્ય ! સ્વ-પરનો ઘાતક થાય એવો ભાવ, એવા શબ્દો મુનિવરોને એ દશામાં ઉત્પન્ન જ થતા નથી. એવા ભાવોને ‘વ્યવહાર સત્ય' કહેવાય અને (નિજ) સ્વરૂપમાં લીન થઈને કાંઈ અંતર્જલ્પ કે બહિર્જલ્પના ભાવો જ ન ઉત્પન્ન થાય, નિર્વિકલ્પ ધ્યાનમાં આત્માનું વેદન (સ્વસંવેદન ) આવે એને ‘નિશ્ચય સત્યધર્મ' કહેવામાં આવે છે. હવે, આ ચારિત્રના ભેદો છે દશ! એ દશ ભેદ ચારિત્રના છે, ચારિત્રનું કારણ સમ્યગ્દર્શન છે. અને સમ્યગ્દર્શન કેમ પ્રગટ થાય એના પછી ચારિત્ર આવે, સમ્યગ્દર્શન પ્રગટ થયા વિના, કોઈ પણ જીવને ચારિત્રની દશા આવી શકતી જ નથી, એ ત્રિકાળ નિયમ છે. (તેથી ) તો આપણા ઉપકારી (પૂજ્ય ) ગુરુદેવે, સમ્યકચારિત્રનું કારણ (એવું ) સમ્યગ્દર્શન શું ચીજ છે? એનો વિષય શું છે? અને એ કેમ પ્રગટ થાય? એનો વિષય (ધ્યેય) મુખ્યપણે આપ્યો ! એમાં સમ્યગ્દર્શન પ્રગટ ન થવામાં (કારણ ) જે અજ્ઞાનભાવ, એ અજ્ઞાનભાવના બે ભેદ છે, એક ‘૫૨નો હું કર્તા છું’ અને બીજું ‘૫૨નો હું જ્ઞાતા છું’–એ બે ભૂલ છે. . કર્તાબુદ્ધિ છોડાવવા માટે તો આખા સમયસારની રચના કરી (કર્તાકર્મ અધિકા૨ આખો રચ્યો !) હવે આ ‘સમયસાર' પૂર્ણાહુતિના આરે આવીને ઊભું છે ત્યારે આચાર્ય ભગવાનને એક વિચાર આવ્યો કે, હવે જ્ઞાતાબુદ્ધિ કેમ છૂટે, એની ગાથા મારે રચવી જોઈએ (એ વિકલ્પના કારણે ) આ ગાથા રચના ૩૭૩ ગાથાથી ૩૮૨ ગાથા સુધી કરી. એનું (આપણે ) અધ્યયન ચાલે છે. (તેમાં) ૩૭૩, ૭૪ અને ૩૭૫ મી ગાથાઓ ચાલે છે, એનો અન્વયાર્થ:( ગાથા-૩૭૫ ) “ “અશુભ અથવા શુભ શબ્દ તેને એમ નથી કહેતો કે ‘તું મને સાંભળ; અને આત્મા પણ (પોતાના સ્થાનથી છૂટીને), ક્ષોત્રેન્દ્રિયના વિષયમાં આવેલા શબ્દને ગ્રહવા (જાણવા ) જતો નથી.” Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #72 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ४८ પ્રવચન નં. – ૪ અશુભ અથવા શુભ શબ્દ તને એમ નથી કહેતો કે “તું મને સાંભળ–કોઈ શબ્દ નીકળે, એ એમ કહેતો નથી, અજ્ઞાનીને કે “તું મને સાંભળ' અને આત્મા પણ પોતાના સ્થાનથી છૂટીને એટલે પોતાને જાણવાનું છોડીને, શ્રોત્ર ઇન્દ્રિયના વિષયમાં આવેલા શબ્દને જાણવા જતો નથી. એ શ્રોત્રઇન્દ્રિયનો વિષય છે, એ શબ્દ કાનનો વિષય છે, કાન તો આ દ્રવ્ય ઇન્દ્રિય-જડ છે, એ નિમિત્તપણે છે, નૈમિત્તિકપણે ભાવેન્દ્રિય છે અહીંયા ઊઘાડ છે, એ ઊઘાડનો જે વિષય છે ભાવઇન્દ્રિયનો જે વિષય છે શબ્દ! તે જ્ઞાનનો વિષય નથી, જ્ઞાનનો વિષય (તો) આત્મા છે. અને ભાવ ઇન્દ્રિયનો વિષય શબ્દાદિ છે. વિષય ભેદે મોટો ભેદ નામ તફાવત છે. આત્માનું જ્ઞાન શબ્દને જાણતું નથી અને શબ્દસંબંધીનું જે જ્ઞાન થાય તે આત્માને જાણતું નથી. એવા બે (પ્રકારના જ્ઞાન) વચ્ચે, બેનો વિષય ભિન્ન ભિન્ન છે, બેયનો વિષય જ જુદો છે, જ્ઞાનનો વિષય એકલો આત્મા છે અને ઇન્દ્રિયજ્ઞાનનો વિષય એકલો કર્ણ, શબ્દ આદિ સ્પર્શ વગેરે છે! (કહ્યું ને) શ્રોત્રઇન્દ્રિયના વિષયમાં આવેલા શબ્દને (ગ્રહવા-જાણવા જતો નથી). જ્ઞાનમાં એ શેય નથી થયું, શબ્દ છે ને એ જ્ઞાનનું “ય ” થયું નથી ! એ ભાવેન્દ્રિયનું જ્ઞય' છે. શબ્દને ગ્રહણ કરે છે ભાવેન્દ્રિય ! ભાવેન્દ્રિય કહે છે શબ્દને કે “તને જાણી લઉં”પણ, મારા પરમાત્મા ( જ્ઞાયક ) સુધી તું નહીં પહોંચી શકે ! અને મારા પરમાત્મા (એક જ્ઞાયક ભાવ) પોતાને જાણવાનું છોડી અને તને જાણવા બહાર આવશે નહીં, એ ઢાલ તરીકે રહે છે. (જેમ કે) તલવારની રમઝટ બોલતી હોય તો તલવારનો ઝાટકો (વાર) ઝીલવા માટે આડી ઢાલ રાખી દીએ, ઢાલ ઉપર ઘા આવે, પણ અહીં (પોતા પર) ઘા એનો ન આવે ! એમ હું ચોકીદાર (રક્ષક) તરીકે કામ કરું છું, મારા પરમાત્મા તો અદરમાં બિરાજમાન છે. તેની સામે એકવાર જોઈ લે. એ તને જાણે એવો એનો (સ્વભાવ) ધર્મ નથી, ને તારા ધર્મમાં એ નથી કે મારા પરમાત્માના જ્ઞાનનું જ્ઞય થાય, એ (પર) જ્ઞાનનું ય થાય તો ભાવેન્દ્રિયનું ( જ્ઞય) થાય! જ્ઞાનનું જ્ઞય તો “જ્ઞાયક એકલો આત્મા જ છે.' એ શબ્દ જ્ઞય તો ખરું ને? શબ્દ જ્ઞાનનું જ્ઞય નથી, ઇન્દ્રિયજ્ઞાનનું જ્ઞય છે. આમાં (ગાથામાં) લખેલું છે એનો અર્થ ચાલે છે, “શ્રોત્રેન્દ્રિયના વિષયમાં આવેલા શબ્દને” (એટલે કે) શબ્દ ક્યાં સુધી આવ્યો? એની મર્યાદા, શબ્દને કોણ સાંભળે છે? કે ભાવઇન્દ્રિય એને જાણે છે- સાંભળે છે. આહાહા! અંદર પરમાત્મા બેઠેલો છે-ચિદાનંદ આત્મા! શુદ્ધચૈતન્ય ઘન! એમાં એક ઉપયોગ લક્ષણ” છે (હરક્ષણે) પ્રગટ થાય છે, એ “ઉપયોગમાં ઉપયોગ છે” તેથી ઉપયોગ ઉપયોગને જાણે છે, ઉપયોગ શબ્દને જાણતો નથી. “શ્રોતેન્દ્રિયના વિષયમાં આવેલા શબ્દને ભગવાન આત્મા જાણવા જતો નથી. ચોખ્ખો પાઠ છે, ભેદજ્ઞાનની ગાથા છે. આહા! અતીન્દ્રિય જ્ઞાનમયી આત્મા ભિન્ન અને ઇન્દ્રિયજ્ઞાન ભિન્ન! આહા! પરસમ્મુખ થયેલું જ્ઞાન ભિન્ન અને સ્વસમ્મુખ થયેલું જ્ઞાન ભિન્ન! (બન્ને) ભિન્ન ભિન્ન છે, એના વિષય જુદા છે. એ તો બે-ત્રણ દિવસ ચાલી ગાથા હવે આગળ, આ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #73 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન ૫૦ ચક્ષુઇન્દ્રિયની વાત આવી. અહીંથી આમ શરૂ થાય છે, એક-બે-ત્રણ-ચાર અને પાંચ. “અશુભ અથવા શુભ રૂપ તને એમ નથી કહેતું કે “તું મને જો ”; અને આત્મા પણ (પોતાના સ્થાનથી છૂટીને), ચક્ષુ-ઇન્દ્રિયના વિષયમાં આવેલા (અર્થાત્ ચક્ષુગોચર થયેલા) રૂપને ગ્રહવા જતો નથી.' અશુભ અથવા શુભરૂપ આ બધા રૂપી પદાર્થો છે ને! રૂપી પદાર્થના કાળા, ધોળા, પીળા, લાલ એવા બધા રૂપો છે. લાંબા-ટૂંકા-પહોળા (આદિ) પદાર્થોના જે રૂપ છે, એ રૂપ તને એમ નથી કહેતું કે “તું મને જો ”-રૂપી પદાર્થનું રૂપ એમ નથી કહેતું કે “તું મારી સામે જો –હું તારા જ્ઞાનનું જ્ઞય થવા તૈયાર છું, ત્યારે આત્મા કહે છે કે મારા જ્ઞાનનું જ્ઞય તો મારો આત્મા છે. મારા જ્ઞાનનું ય, રૂપી પદાર્થનું રૂપ (નથી) અને હું જાણતો નથી. આહા હા ! મને તો જાણનાર જણાય છે, રૂપી પદાર્થ તો જણાતો નથી અને રૂપીનું રૂપ પણ જણાતું નથી! રૂપ, એમ કહેતું નથી કે “તું મને જો ”—મારી સામે જો એમ કોઈરૂપ કહેતું નથી, અને આત્મા પણ....આ જ્ઞાનમયી આત્મા પણ....પોતાના સ્થાનથી છૂટીને એટલે પોતાને જાણવાનું છોડીને, ચક્ષુઇન્દ્રિયના વિષયમાં આવેલા આ જે રૂપીપદાર્થના રૂપ છે, એ જ્ઞાનનો વિષય નથી. (એ મને જણાય છે) એ ભ્રાંતિ છે અનાદિકાળથી અજ્ઞાનીને! કે આ બધા જાણવાના પદાર્થ છે ને! એ મારા શેય છે ને! હું એનો જાણનાર, એ ભીંત ભૂલી ગયો, એને (આત્માનો) અનુભવ ન થાય. અહા ! એને સમ્યગ્દર્શન નહીં થાય આહા ! પર ઉપર લક્ષ રાખે, પરને જાણવાનો અભિપ્રાય ચાલુ રાખે અને આત્મા જણાઈ જાય એમ ત્રણકાળે બનવાનું નથી. કેમકે છદ્મસ્થનો ઉપયોગ જ્યારે પરણેયને જાણવાનું “લક્ષ' કરે છે, ત્યારે એ ઇન્દ્રિયજ્ઞાનનો ઉપયોગ આત્માને જાણી શકતો નથી, અને (ઉપયોગ) અંતર્મુખ થઈને, શુદ્ધઉપયોગ થઈને, આત્મા જ્યારે જાણવામાં આવે છે, ત્યારે રૂપીનું રૂપ જાણવામાં આવતું નથી! આત્મા પણ ચક્ષુ-ઇન્દ્રિયના વિષયમાં આવેલા એમ, ચક્ષુ-ઇન્દ્રિય એટલે ભાવઈન્દ્રિયઉઘાડ, ઇન્દ્રિયજ્ઞાનનો ઉઘાડ (અને) જ્ઞાનનો ઉઘાડ જુદો (જુદો છે) ને ઇન્દ્રિયજ્ઞાનનો ઉઘાડ જુદો છે, બે પ્રકારના ઉઘાડ છે. એક ઉપયોગ-ક્ષયોપશમ (જ્ઞાન) છે અંદરમાં ઉઘાડ, ‘ઉપયોગ લક્ષણ” એ તો “ઉપયોગ લક્ષણ' છે, એ તો ખરેખર પર્યાયાર્થિક નયનો પારિણામિક ભાવ છે, એને કોઈ કર્મની અપેક્ષા નથી (તે તો) સ્વભાવનો અંશ છે, એ કર્મકૃત નથી એ આત્મકૃત છે અથવા એ પર્યાયકત છે, પણ કર્મકત તો નથી. ઇન્દ્રિયજ્ઞાન કર્મકૃત છે, એ જીવકૃત નથી. જેમ રાગ કર્મકૃત એમ ઇન્દ્રિય જ્ઞાન શેયકૃત છે અહાહા ! એને પરણેયનું અવલંબન હોય? ઇન્દ્રિયજ્ઞાનને, પરમાત્માનું અવલંબન હોય નહીં. આહા....! ચક્ષુ-ઇન્દ્રિયના વિષયમાં આવે છે (રૂપ) ચક્ષુ ઇન્દ્રિય એને જાણે છે રૂપી પદાર્થને. એના વિષયમાં આવેલા અર્થાત્ ચક્ષુગોચર થયેલા-ચક્ષુને ગમ્ય-ગોચર ઈ જાણે છે આંખ જાણે છે પરને, Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #74 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૫૧ પ્રવચન નં. - ૪ હું પરને જાણતો નથી. આ પ્રતિમાના દર્શન કરવા ઊભા રહે ને! આપણે ઊભા રહીએ ત્યારે એ ચક્ષુ ઇન્દ્રિય પ્રતિમાના દર્શન કરે છે, હું તો મારા પરમાત્માના દર્શન કરું છું ! આહાહા! અંતરમાં ઉત્પન્ન થતો જે જ્ઞાન ઉપયોગ એમાં જાણનાર જણાય છે, એ ઉપયોગમાં પ્રતિમા જણાતા નથી! પ્રતિમા જણાય છે એટલી વાત સાચી, પણ એ ચક્ષુઇન્દ્રિયનો વિષય છે, બહિર્મુખ જ્ઞાનનો વિષય છે, અંતર્મુખ જ્ઞાનનો વિષય તો નિજ પરમાત્મા છે! આહા! પરમાત્મા બે જગાએ છે, પરમાત્મા એક જગાએ નથી ! એ પરમાત્મા છે ને! આહા...હા ! એ આ પરમાત્માથી ભિન્ન છે અને એ પરમાત્માને જાણનારું જે જ્ઞાન, એ મારા જ્ઞાનથી ભિન્ન છે! ચક્ષુ-ઇન્દ્રિય દર્શન કરે છે, ચક્ષુઈન્દ્રિય દર્શન કરે ત્યારે એને શુભ ભાવ થાય છે... પણ મારું જ્ઞાન, મારા આત્માને જાણે છે તેથી મારામાં શુભભાવ થતો નથી ! શુભભાવનું કારણ ચક્ષુ-ઇન્દ્રિય છે. આત્મજ્ઞાન, રાગનું કારણ ન થાય!! બે ભાગ છે. ઇન્દ્રિયજ્ઞાન અને અતીન્દ્રિયજ્ઞાનમય આત્માના બે ભાગ છે! કહે છે કેટલાક...કે આ વાત અંદરની નવી (છે) ! નવી તો નથી, જુની જ છે આહા ! ગુરુદેવ! ખૂબ આ વાતનું સ્પષ્ટીકરણ કરી ગયા છે. (કહે છે કે, ભગવાન! તારી પાસે પર પદાર્થને જાણવાની કોઈ ચહ્યું જ નથી. તારી પાસે બે (જ) ચક્ષુ છે. એક દ્રવ્યને જાણે અને (એક) કાં પર્યાયને જાણે ! એનાથી આગળ તારી પાસે કોઈ જ્ઞાન છે નહીં, અને છતાં તું એમ જાણતો હો-માનતો હો (કે) “હું પરને જાણું છું” તો એ દિગમ્બર જૈન નથી એટલે કે અજૈન છે એટલે કે મિથ્યાદષ્ટિ છે!! મને પરને જાણવા જતા મારો ભગવાન આત્મા ભૂલી જવાશે. ત્યારે, શું દર્શન કરવાના બંધ કરી દેવા? અરે! ભાઈ, બંધ કરવાની વાત નથી, બંધ કરવાની તારામાં શક્તિ નથી, ઇન્દ્રિયજ્ઞાનને ઉત્પન્ન કરવાની શક્તિ નથી, માટે રોકવાની શક્તિ પણ તારામાં નથી અને વધારવાની શક્તિ પણ તારામાં નથી અને એનો અભાવ કરવાની શક્તિ પણ તારામાં નથી તારું કર્તવ્ય નથી. ઇન્દ્રિયજ્ઞાનને, ઇન્દ્રિયજ્ઞાનનું કામ કરવા દે! સાધકને ઈન્દ્રિયજ્ઞાન તો છે...ઈ એનું કામ કરે છે. હું મારું કામ કરું છું !! આહા ! ઇન્દ્રિયજ્ઞાન, મારા કામમાં બાધક કંઈ થતું નથી અને હું મારું કામ કરું તેથી ઇન્દ્રિયજ્ઞાનનો અભાવ થાય, એમ પણ છે નહીં. એનાં “સ્વકાળે” એનું કામ કરશે. કાળ થશે (પાકશેત્યારે અભાવ થઈને કેવળજ્ઞાન થઈ જશે. આહા...હા ! એ સ્વયંકૃત છે. જીવકૃત નથી. અહીંયા (કપાળ) કાપા થઈ જાય એવી વાત છે, થોડી ઝીણી છે! એમના ચહેરા ઉપરથી ખ્યાલ આવી જાય-ચહેરા ઉપરથી ખ્યાલ આવી જાય! ઝીણી છે, બહુ ઝીણી છે !! વાત સાચી છે (પરંતુ) ઝીણીનો અર્થ, ન સમજાય-એવો અર્થ નથી. ઝીણી છે એટલે આપણા ઉપયોગને એકાગ્ર કરીને (સમજવું!) આ (સૂક્ષ્મતત્ત્વ) આચાર્યભગવાન સમજાવવા માગે છે, એને સમજવામાં ઉપયોગ આપણે લગાવવો, તો ઉપયોગ સૂક્ષ્મ થઈ જશે, અને જણાઈ જશે અને આગળ જતાં આત્મા પણ જણાશે તને! આત્માનો અનુભવ કરવાની વિધિ બતાવી છે! Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #75 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પર જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન આહા! ઇન્દ્રિયજ્ઞાન બહાર રખડે છે-રખડુ છે! ઇન્દ્રિયજ્ઞાન રખડુ છે! અરે ! ઇન્દ્રિયજ્ઞાન વ્યભિચારી છે. શું કહ્યું? ઇન્દ્રિયજ્ઞાન પરના સંગે થાય છે. આત્મજ્ઞાન, આત્માના સંગે થાય છે, એને પરના સંગની જરૂર નથી. આહાહા! “ચક્ષુ-ઇન્દ્રિયના વિષયમાં આવેલા રૂપને ગ્રહવા જતો નથી.” જાણવા જતો નથી ! રૂપ કહેતું નથી કે તું મને જાણ ! અને આત્મા (પણ) પોતાને જાણવાનું છોડીને એને જાણવા જતો નથી. આવી સ્થિતિ છે આહા! આવી સ્થિતિ છે! સ્વીકાર કરે તો અનુભવ થાય, એવી સ્થિતિ છે. ચાર ગાથા થઈ, પાંચમી ગાથા ગંધની (છે). પહેલાં આ આવ્યું (કર્ણ) પછી (ચક્ષુ), આ આવ્યું હવે (નાક) ! આત્માને નાક નથી, આત્મા નાક વિનાનો છે! એટલે દુર્ગધ અને સુગંધ એને જાણતો નથી. (નાક વિનાનો કહ્યો તો) આ સારા સેન્સમાં છે હોં? સમાજની વાત નથી. આનાક એટલે આ જે દ્રવ્ય ઇન્દ્રિય છે ને! જડ ઇન્દ્રિય એનો તો આત્મામાં અભાવ છે અને અહીંયાં જે ઉઘાડ છે જે સુગંધ-દુર્ગધ જાણવાનો, એ (ઉઘાડ) સુગંધને જાણે, દુર્ગધને જાણે એ ઇન્દ્રિયજ્ઞાન પણ (એ) આત્માને જાણે નહીં. અશુભ અથવા શુભ ગંધ તને એમ નથી કહેતી કે “તું મને સુંઘ': અને આત્મા પણ ઘાણંદ્રિયના વિષયમાં આવેલી ગંધને (પોતાના સ્થાનથી વ્યુત થઈને) ગ્રહવા જતો નથી.” અશુભ અથવા શુભ ગંધ તને એમ નથી કહતી કે “તું મને સૂંઘ –પદાર્થ એમ કહેતા નથી કે તું મને સૂંઘ અને આત્મા પણ આહા...! અંદર આત્મા બિરાજમાન છે. આ દ્રવ્ય ઇન્દ્રિયથી ભિન્ન! ક્ષયોપશમના ઉઘાડથી પણ ભિન્ન! અતીન્દ્રિય જ્ઞાનમય આત્મા અંદર બિરાજમાન છે–બધાના આત્માની વાત ચાલે છે. આહા! “ગંધ એમ નથી કહેતી કે “તું મને સુંઘ” અને આત્મા પણ ઘાણઇન્દ્રિયના વિષયમાં આવેલી ગંધને ' જુઓ! એ નાકનો વિષય છે, જ્ઞાનનો વિષય નથી. મને સુગંધ આવી!” “મને દુર્ગધ આવી' મને એટલે કોને? મને એટલે કોને! શરીરને! નાકને! ઇન્દ્રિયજ્ઞાનને ! આત્માને ! અહા ! મને એટલે કોને? ગંધ કોને આવે છે? ગંધનો જ્ઞાતા કોણ થયો છે? કે આત્મા! કે આત્મા ગંધનો જ્ઞાતા નથી! અપૂર્વ વાત છે અસાધારણ (વાત છે) ! ગુરુદેવ કહેતા હતા-કોઈ વખતે એવી સૂક્ષ્મ વાત આવે (તો) સમજાય એટલું સમજો (બાપુ) બીજો તો ઉપાય નથી ”—એ કહેતા હતા, જ્યારે...સૂક્ષ્મ આવે કોઈ વાત! “સમજાય એટલું સમજો ” –સમજવા જેવી તો છે આ વાત! આહા....હા! “ગંધ એમ કહેતી નથી કે તું મને સૂંઘ અને આત્મા પણ...' ઘાણઇન્દ્રિયના વિષયમાં આવેલી ગંધનેભાવઇન્દ્રિય એને જાણે છે (ગંધને) અને ભાવ ઇન્દ્રિયમાં એ જણાય છે. ભાવેંદ્રિય એને-ગંધને જાણે છે, આત્માને જાણતી નથી. ગંધ છે એ ભાવેન્દ્રિય માં શેય થાય છે, આત્મામાં જ્ઞય થતું નથી. આત્મામાં તો “જ્ઞાયક' શેય થાય છે, ગંધ ય થતું નથી. એ ગંધ જ્ઞય તો ખરું કે નહીં? કેવું? પ્રશ્ન મોટો ! ગંધ, mય તો ખરું ને? એ કેનું mય છે? એની Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #76 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૫૩ પ્રવચન નં. – ૪ ઊંડી મીમાંસા (તો) કર, તો અંદરમાંથી નીકળશે કે, ઘાણઇન્દ્રિયનું જ્ઞય છે, મારા જ્ઞાનનું શેય થતું નથી ! અત્યાર સુધી થયું નથી ! (માત્ર!) તને ભ્રાંતિ થઈ ગઈ છે, તારા જ્ઞાનનું જ્ઞય તો ત્રિકાળી આત્મા’ થયા કરે છે. આબાળ-ગોપાળ સૌને ભગવાન આત્મા જણાયા કરે છે ! એટલે શય થયા કરે છે! જણાયા કરે છે !! એનો અર્થ શું? ( જ્ઞાયક) જ્ઞય થયા કરે છે અને ગંધ ” જ્ઞય થતી નથી, રૂપ” જ્ઞય થતું નથી, “શબ્દ” જ્ઞય થતો નથી. આહા! શબ્દની સાથે, રૂપની સાથે, ગંધની સાથે જ્ઞાતા-શેયના સંબંધનો ત્રિકાળ અભાવ છે અને આત્માની સાથે જ્ઞાતા-શેયના સંબંધનો ત્રિકાળ સભાવ છે. માને તો સમ્યગ્દર્શન! ન માને તો...( મિથ્યાદર્શન તો છે જ અનાદિનું!) ત્રિકાળ સભાવ છે જ્ઞાનમાં જ્ઞાયક જણાયા જ કરે છે અને જ્ઞાન એને જાણ્યા જ કરે છે, મારા આત્માને પરપદાર્થોની સાથે જ્ઞાતા-શેયનો સંબંધ ત્રિકાળ અભાવરૂપ છે. અહા! મારો આત્મા-જ્ઞાતા ભૂતકાળમાં થયો નથી (પર) શયનો, વર્તમાનમાં (પર) મારું ય નથી અને ભવિષ્યકાળે પણ પરપદાર્થ મારું ય થવાનું નથી. એક વાત ઓલી બાજુથી-નાસ્તિની વાત કરી, હવે અસ્તિથી મારો આત્મા મારા જ્ઞાનમાં ભૂતકાળમાં શેય થયા કરતો હતો, વર્તમાનમાં થાય છે, અને ભવિષ્યકાળે પણ મારો આત્મા જ શેય રહેવાનો છે. તેનું નામ પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન ને આલોચના કહેવામાં આવે છે, આ પ્રતિક્રમણ છે ખરું (સાચું) ! ઓલું શુભભાવ રૂપ હોય એ ઠીક છે! હવે એનાથી કંઈક આગળ વધવાની વાત પહેલી (પ્રાથમિક) ચોપડીમાં ક્યાં સુધી રહેવું હવે? આ તો સર્વજ્ઞ ભગવાનના શ્રી મુખેથી નીકળેલી (ખરેલી) “3ૐકાર ધ્વનિ' સાંભળીને અહીં પધાર્યા કુંદકુંદઆચાર્ય અને આ ગાથા (ઓની) રચના કરી છે. સાક્ષાત્ કેવળી, શ્રુતકેવળી સમીપે આઠ દીવસ રહ્યા હતા, અનુભવ તો હતો-ભાવલિંગી મુનિ (રાજ) તો હતા, પણ વિશેષ એમને (તીર્થકરના) દર્શન કરવાનો ભાવ આવ્યો! વિરહુ લાગ્યો વિરહુ! અરિહંત અત્યારે (ભરતભૂમિમાં) નથી સાક્ષાત્ ! અહાહા ! દ્રવ્યઅરિહંત (આ ક્ષેત્રે) અત્યારે નથી, ભાવ અરિહંતતો છે દ્રવ્ય અરિહંતના દર્શન કરવાનો ભાવ આવ્યા અને યોગાનુયોગ કોઈ ( એવી) એની પાત્રતા હતી કે ત્યાં (મહાવિદેહ) પધાર્યા, આઠ દિવસ રહ્યા ! આત્મા જ જ્ઞાતા, આત્મા જ શેય અને આત્મા જ જ્ઞાન છે. આત્માનું જ્ઞાન (છે), પરપદાર્થ આત્માના જ્ઞાનનું શય થઈ શકે જ નહીં, જો પર પદાર્થ એ જ્ઞાનનું ય થાય તો એ “કર્મ” થઈ જાય અને આત્મા એનો “કર્તા” થાય! એમ તો બનતું નથી. માટે, જ્ઞાતા-ૉય અહીંથી છૂટે નહીં, અહીંથી છૂટે તો ત્યાં થાયને? શું કહ્યું? આત્મા, આત્માને જાણવાનું છોડે (એટલે ) અહીં જ્ઞાતા શયનો સંબંધ તોડે, તો પરની સાથે ( જ્ઞાતાયસંબંધ) થાયને? અહીંથી (તો) જ્ઞાતાયનો સંબંધ તોડતો (તૂટતો) નથી, માટે પરપદાર્થની સાથે જ્ઞાતા-શયનો સંબંધ થઈ શકતો નથી. (સંબંધ). Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #77 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updařes જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન થયો છે ને છોડે છે એમ પણ નથી. આહા....હા ! ‘ નાસ્તિ સર્વોપિ સમ્બન્ધ: પદ્રવ્યાત્મતત્ત્વયો: ' (સ. સાર. કળશ ૨૦૦) આ આત્માને ૫૨૫દાર્થની સાથે કર્તાકર્મસંબંધ નથી, નિમિત્ત-નૈમિત્તિકસંબંધ નથી અને જ્ઞાતાશેયનો સંબંધ પણ નથી. એવો શ્લોક છે એના ઉપર પણ...ગુરુદેવના વ્યાખ્યાન થઈ ગયા છે. અહા....હા! ગુરુદેવ બધી વાત કરી ગયા છે. (નાસ્તિ સર્વોપિ સમ્વન્ધ:) આ કોઈ નવી વાત આવે છે એમ છે નહીં, જૂની વાતને ઉભય રીતે રજૂ કરવામાં આવે છે, વાત તો જૂની છે નવી નથી. ધ્યાન નહોતું ખેચાતું તો ધ્યાન ખેંચવાનું ચાલે છે બસ ! કોઈ નવી વાત છે નહીં. લ્યો! આ ગંધનું (સ્પષ્ટીકરણ ) થઈ ગયું. ‘ઘ્રાણઇન્દ્રિયના વિષયમાં આવેલી ગંધને પોતાના સ્થાનથી ચ્યુત થઈને ગ્રહવા જતો નથી ’–વે આગળ ‘ ટીકા’ આવવાની છે ને! બહુ ઊંચા પ્રકાર (ની છે.) એમાં માલ બહુ ભર્યો છે! ૫૪ (આ પાંચ ગાથાનો અન્વયાર્થ લઈ ) આ ટૂંકાણમાં સિદ્ધાંત સિદ્ધ કર્યો, આ એક સિદ્ધાંત સિદ્ધ થઈ ગયો, પછી બધામાં એપ્લાય કરી દેવો. અશુભ અથવા શુભ૨સ તને એમ નથી કહેતો-ખાટોમીઠો રસ, કેરી એમ નથી કહેતી કે મને તું ચાખ, ફૂલ એમ કહેતું નથી કે તું મને સૂંઘ! અને કેરીનો રસ, એમ નથી કહેતો કે આ ખાટું છે-મીઠું છે, આ દહીં ખાટું છે કે મીઠું છે એમ દહીં કહેતું નથી, કે સાકર કહેતી નથી કે આ મીઠી છે તું ચાખ મને, લીંબુ એમ કહેતું નથી કે તું મને ચાખ! કાંઈ સંબંધ જ નથી તારે ૫૨૫દાર્થની સાથે! ૫૨૫દાર્થની સાથે, સંબંધ માને છે અને ધારે છે-એ વિસંવાદની કથા છે. શરૂઆતમાં કહી દીધું ૫૨૫દાર્થની સાથે સંબંધ માને છે એ દુઃખદાયક છે એ વિસંવાદિની કથા છે. વિસંવાદિની કથા એટલે દુ:ખદાયક કથા છે. મને આની સાથે આવો સંબંધ છે. મને આની સાથે આવો સંબંધ છે, મારા આ ભાઈ છે નાના અને હું એનો મોટોભાઈ છું! બે ભાઈ વચ્ચે નાના-મોટાના સંબંધનો અભાવ છે. કોણ કોનો ભાઈ ? અહા ! કોણ કોના માતા અને કોણ કોના પિતા ? કોણ કોના ભાઈ? ગિની, ભાર્યા (આદિ સાથે ) કાંઈ લેવાદેવા નથી, જ્ઞાતા-શેયનો સંબંધ ત્યાં નથી. (અરે! ભાઈ) જ્ઞાતા-શેયનો સંબંધ અહીં (સ્વમાં) છે જોઈ લે ને! આહાહા! ચાલુ છે... પહેલાં ભેદથી જો તો....અભેદમાં આવી જઈશ! હું જ જ્ઞાતા ને હું જ શેય છું!! આ રસ, રસ ખાટો-મીઠો રસ એમ કહેતો નથી કે ‘તું મને ચાખ '; ઈ તો ન કહે ઠીક છે (કારણકે) જડ છે, પણ આત્મા તો એ રસ ચાખવા જાય કે નહીં? ન જાય. એ જીવ ચાખે છે? (ના.) અંદરમાં એક ઉઘાડ છે જે ભાવેંદ્રિયનો એનામાં એ જ્ઞાન (જાણવું) થાય છે-એનું જ્ઞાન આત્મામાં થતું નથી. આહાહા! ખાટામીઠા પદાર્થનું જ્ઞાન, આત્માને થતું નથી અને આત્મા એ ખાટું મીઠું છે એમ જાણવા જતો નથી. અહાહા! એને કયાં ફુરસદ છે કે પોતાને જાણવાનું છોડીને, એને જાણવા જાય! પોતાને જાણવાનું Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #78 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પપ પ્રવચન નં. – ૪ છોડે તો તો એને જાણવા જાય, પણ પોતે પોતાને જાણવાનું કોઈ કાળે પણ છોડતો નથી, છોડે તો આત્મા જડ (અચેતન) થઈ જાય-જ્ઞાન વિનાનો-લક્ષણ વિનાનો-ઉપયોગ વિનાનો થાય! ઠરવાની વાત છે હોં? (શ્રોતા:) આમ આપણામાં “જ્ઞાન' શબ્દનો ઉપયોગ કરે ને, એટલે ગોટાળો થઈ ગયો! એનું નામ બીજું પાડવાની જરૂર હતી ! (ઉત્તર) એનું નામ શય જ છે. પ્રચલિત “જ્ઞાન” (શબ્દ) છે-ઇન્દ્રિયજ્ઞાન! બાકી છે તો “શય” (પરય), જ્ઞાન એમાં નથી! નામ નિક્ષેપ છે, ભાવનિક્ષેપ એમાં નથી. જેમ મહાવીર' નામ પાડ્યું હોય છોકરાનું પણ જ્યાં ઉંદર નીકળે ને ભાગે ! બિલાડી નીકળે તો ભાગે! (અરે!) તારું નામ “મહાવીર” રાખ્યું છે-મહાવીર-વીર્યવાન ! એ તો (નામ નિક્ષેપે ) નામ માત્ર છે, સમજી ગયા? એમ આ “ઇન્દ્રિયજ્ઞાન” નામ માત્ર છે, ભાવ....એમાં જ્ઞાનનો ભાવ નથી. અહાહા! કેમકે એ (ઇન્દ્રિયજ્ઞાન) આત્માને જાણતું નથી ને! માટે જ્ઞાન નથી. જે જ્ઞાન આત્માને જાણેને, એને “જ્ઞાન” કહેવામાં આવે છે. એને જ્ઞાન કેમ ન કહેવાય ? આત્માને જાણતું નથી માટે તેને જ્ઞાન કહેવાય નહીં જે જ્ઞાન આત્માને જાણે છે તેને જ્ઞાન કહેવામાં આવે છે. (કહે છે) “તું મને ચાખ” અને આત્મા પણ રસના ઇન્દ્રિયના વિષયમાં આવેલા રસને પોતાના સ્થાનથી છૂટીને ગ્રહવા-જાણવા જતો નથી. આત્મા રસને જાણતો જ નથી ! આહા...હા! આ સમર્થ આચાર્ય સિવાય કોણ કહે? અહાહા ! જેમનું ત્રીજું નામ છે (મંગલાચરણમાં) ! આ અભુતમાં અભુત વાત છે. સમયસાર એટલે સમયસાર! ! ભગવતી શાસ્ત્ર છેદૈવી શાસ્ત્ર છે!! રસના-ઇન્દ્રિયના વિષયમાં આવેલા રસને આહા! એ ભાવઇન્દ્રિયનો વિષય છે, જ્ઞાનનો વિષય નથી રસ. તેમ આ જીભનો ય વિષય નથી. આત્માનો ય વિષય નથી, પણ જે ઉઘાડ છે ને ભાવઇન્દ્રિય, એનો વિષય છે. આ જીભ (એને) ન જાણે, રસ પણ જડ અને જીભ પણ જડ છે, જડ જડને જાણે? (ન જાણે.) પણ જે આ (દ્રવ્યેન્દ્રિય પાસે) ઉઘાડ છે ને! ઈ એને જાણે છે ને ત્યારે આત્મા આત્માને જાણવારૂપ પરિણમે છે, એમ એકસમયમાં બે ક્રિયા ચાલે છે ! શું કહ્યું? આબાળ-ગોપાળ સૌને ભગવાન આત્મા જણાય છે કે નહીં? જ્યારે ભાવેંદ્રિય રસને જાણે, ત્યારે આ જાણવાનું બંધ થઈ જતું હશે? શું શબ્દ છે કે સૌને સદાકાળ એક સમયના આંતરા વિના બાળગોપાળ (સૌને) ભગવાન આત્મા, એને જણાય રહ્યો છે-નિરંતર જણાય છે, એમ કહ્યું ને તો જ્યારે રસને ભાવઇન્દ્રિય-રસને ચાખતી હોય ત્યારે જ્ઞાન (માં) આત્માને જાણવાનું બંધ થતું હશે? વિચારો! ઊંડી મીમાંસા કરો, ઊંડી મીમાંસાની જરૂર છે. અહા! જ્યારે તીખો રસ કે આઈસ્ક્રીમ જીભ ઉપર મૂકે, ત્યારે એ જે ભાવેંદ્રિય છે ને! ઈ એને રસને ચાખે છે, એ વખતે જ્ઞાન આત્માને જાણવાનું બંધ થતું નથી. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #79 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન પ૬ (ત્યારે) કોઈ એમ કહે કે: “ઉપયોગ” તો એક સમયમાં એક હોય ને! એવા તર્ક તો આવે વિદ્વાનોને ! સામાન્યને ન આવે, વિદ્વાનોને આવે ભાઈ ! (તેમને કહ્યું) જે ઇન્દ્રિયજ્ઞાનનો “ઉપયોગ” છે ત્યારે આત્માને જાણવાનો “ઉપયોગ” નથી, પણ એક જ્ઞાનલક્ષણ એવું પ્રગટ થાય છે કે જેમાં આત્મા જણાયા જ કરે છે. જ્યારે શાસ્ત્રમાં લખ્યું છે, ત્યારે (તેની) ખબર તો છે કે પાંચ ઇન્દ્રિયના વિષયની પ્રવૃત્તિ તો ચાલુ છે અજ્ઞાનીને (અને) એ કાળે આત્મા જણાય છે એમ લખ્યું, સૌને સદાકાળ નિરંતર ભગવાન આત્મા જણાય છે! જ્યારે રોટલી, દાળ, ભાત, શાક જમતો હોય ત્યારે? કે, જાણવાનું બંધ કરે છે જ્ઞાન આત્માને જાણવાનું! તો બે ક્રિયા થઈ કે નહીં? ઈન્દ્રિયજ્ઞાનની ક્રિયા જુદી ને આત્મજ્ઞાનની ક્રિયા જુદી. આત્મજ્ઞાનમાં આત્મા જણાય છે ને ઇન્દ્રિયજ્ઞાનમાં પર જણાય છે. આત્માને ભૂલીને હું એને જાણું છું ( બસ!) જ્ઞાનનું અજ્ઞાન થઈ ગયું! હું એને જાણું છું (તો) એ જ્ઞાન ન રહ્યું! હું મને જાણું છું ને ઇન્દ્રિયજ્ઞાન એને જાણે છે, એમ પણ (જ્ઞાનીને) સવિકલ્પદશામાં છે, નિર્વિકલ્પ ધ્યાનમાં તો ઇન્દ્રિયજ્ઞાનનો વ્યાપાર બંધ થઈ જાય છે. પછી “એને જાણે છે” એવો વ્યવહાર પણ રહેતો નથી. વાત અપૂર્વ છે! ભવના અંતની વાતો છે!! ભવ એટલે દુઃખ. કાલે એક ભાઈ આવ્યા હતા, બેઠા છે ને! બહુ પ્રશંસા કરતા હતા. અહાહા ! આ ગાથા ખલાસ! અને બધાને સમજાય એવું છે, એમ કહ્યું! આ વાત જ અમે તો સાંભળી નથી કોઈદિ'! આ વાત તો નવી દેખાય છે! છે તો જૂની..પણ એ પ્રકારના ઉપાદાનની તૈયારી નહીં-ભાગ્ય નહીં, એટલે કાન ઉપર આવી નહોતી! અત્યારે ઉપાદાન જાગ્યું છે અને એવું ભાગ્ય પણ (શ્રોતાઃ તાળીઓ પાડે છે.)... એને જેમ છે તેમ સમજાવા લાગે ! આ વાત તો ઊંચી છે, સમજવા જેવી છે! અરે! એટલું આવે ને તોય ઘણું છે! અરે ! એટલું આવે ને કે આ વાત તો અપૂર્વ છે, આ તો સમજવા જેવી છે. અહા ! એટલે જિનવાણીનો મહિમા આવે, અને જિનવાણીમાં આવું કહ્યું છે, એવું મારું સ્વરૂપ મેં સાંભળ્યું તો મારો (પોતાનો ) મહિમા આવવા લાગે છે. મહાભાગ્યશાળી ચક્રવર્તી કરતાં પણ પુષ્ય વધી જાય ત્યારે જિનેન્દ્ર ભગવાનની વાણી કાન ઉપર આવે છે! આ સર્વજ્ઞભગવાનની વાણી છે, ત્રણ લોકના નાથની વાણી આવી છે અહીંયાં (વિદેહથી)......ઈ વાણીને લઈને આવ્યા આપણા માટે અને, સીમંધર ભગવાનના શ્રીમુખથી નીકળ્યું કે આ રાજકુમાર ભરતક્ષેત્રમાં જઇને કુંદકુંદવાણીનો પ્રચાર-પ્રસાર કરશે, એટલે ગુરુદેવે એમ કહ્યું કે એનો અર્થ એ થયો કે “મને સીમંધર ભગવાને અહીં મોકલ્યો છે... અહાહ આ વાત મલાડમાં કાનો કાન સાંભળેલી છે હોં? વાયા, વાયા નથી. યોગ એવો કોઈ થઈ ગયો, એવો યોગ પ્રગટ થઈ ગયો! અહાહા! કુંદકુંદ ભગવાન તો ત્યાંથી વાણી સાંભળીને આવ્યા, પણ તેઓશ્રી પણ સીમંધર Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #80 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૫૭ પ્રવચન નં. – ૪ ભગવાનની સાક્ષાત્ વાણી સાંભળવા જતા હતા, આયુષ્ય પૂરું થયું ને, અહીંયાં (કાઠિયાવાડમાં) સીધો જન્મ થયો! આ વાત બધી બહાર આવી ગઈ છે, કંઇ ખાનગી નથી, માને એની બલિહારી! ન માને એની હોનહાર ! બસ, બીજું શું થાય? તું મને ચાખઅને આત્મા પણ રસના ઇન્દ્રિયના વિષયમાં આવેલા રસને જાણવાચાખવા જતો નથી. પોતાને જાણવાનું છોડે તો એને જાણે ને? અહાહા ! એક સમયમાં બે લક્ષ ન હોય-બે ક્રિયા ન હોય જ્ઞાનની ! શું કહ્યું? જ્ઞાનની એક જ ક્રિયા છે આત્મા ને જાણવાની, અને ઇન્દ્રિયજ્ઞાનને પરને જાણવાની ક્રિયા છે. ઇન્દ્રિયજ્ઞાન, સ્વ-પરને જાણે નહીં. અને જ્ઞાન સ્વ-પરને જાણે નહીં-એકલા અને જાણે છે. સ્વ-પરનો પ્રતિભાસ, સ્વ-પરનો પ્રકાશક એ વિષય જુદો છે, સ્વ-પરનો પ્રતિભાસ તો છે, લોકાલોક પ્રતિભાસે છે સ્વનેપર, એવો સ્વાર પ્રકાશક સ્વચ્છ પર્યાયનો સ્વભાવતો છે. પણ લક્ષ બે ઉપર ન હોય, લક્ષ એક ઉપર જ છે-ન્હોય. પર ઉપર જેનું લક્ષ છે એને સ્વનું લક્ષ નથી. સ્વનો પ્રતિભાસ છે, લક્ષ નથી. એ ઝીણું પડ્યું! ભાઈને ઝીણું પડયું! એ ખ્યાલ આવી જાય. એ ઝીણું જ છે જરા! પર્યાય છે ને! જેમ દર્પણ છે ને! દર્પણમાં સ્વ-પરનો પ્રતિભાસ થાય છે ને! (સ્વચ્છતાનો સ્વભાવ છે ને!) એવી જે જ્ઞાનની પર્યાય, અજ્ઞાની ભલે હોં! પણ (તેને) જ્ઞાનની પર્યાયમાં સ્વ-પરનો પ્રતિભાસ બધાને થાય છે. હવે સ્વ-પરના પ્રતિભાસમાં યુગપ સ્વ અને પર પ્રતિભાસે છે પણ બેને એક સાથે જાણે છે એમ છે નહીં. કાં પરનું “લક્ષ' કરીને પરને જાણે અને કાં સ્વનું લક્ષ કરીને સ્વને જાણે ! લક્ષ એકનું, પ્રતિભાસ બેનો! સ્વ-પરનો પ્રતિભાસ બંધ-મોક્ષનું કારણ નથી (પરંતુ) સ્વનું લક્ષ, મોક્ષનું કારણ અને પરનું લક્ષ, બંધનું કારણ છે. “અનુભવ, લક્ષ, પ્રતિત’ તે ત્રણ શબ્દ આવ્યા છે શ્રીમમાં. (તેમાં) લક્ષ એટલે જ્ઞાન, પ્રતિત એટલે શ્રદ્ધા, અને અનુભવ એટલે ? હવે, આગળ ટીકામાં “માલ” બહુ ભર્યો છે! અને એકદમ સુક્ષ્મ આવશે, આના કરતાં પણ (અતિસૂક્ષ્મ આવશે.) ટીકા એટલે મૂળનો વિસ્તાર !! આહા! અશુભ અથવા શુભ સ્પર્શ લ્યો! આ સ્પર્શેન્દ્રિય છે ને! ટાઢી-ઊની અવસ્થા જણાય અને જાણે ! ટાઢી-ઊની અવસ્થા જણાય અને ઇન્દ્રિયજ્ઞાન એને જાણે. એનામાં શેય છે ને! એ ઇન્દ્રિયજ્ઞાનનો વિષય થાય છે. સ્પર્શ છે ને ટાઢી-ઊની અવસ્થા એ ઇન્દ્રિયજ્ઞાનનો વિષય થાય છે, પણ એ ટાઢી-ઊની અવસ્થા આત્માનો વિષય બનતી નથી, એ આત્માનું જ્ઞય નથી, એ શેય ભિન્ન અને જ્ઞાન ભિન્ન છે. “અશુભ અથવા શુભ સ્પર્શ તને એમ નથી કહેતો કે “તું મને સ્પર્શ'; અને આત્મા પણ (પોતાના સ્થાનથી છૂટીને) કાયાના (સ્પર્શેન્દ્રિયના) વિષયમાં આવેલા સ્પર્શને ગ્રહવા જતો નથી” અશુભ અથવા શુભ સ્પર્શ તને નથી કહેતું કે “તું મને સ્પર્શ-ટાઢી-ઊની અવસ્થા અને આત્મા પણ, પોતાના સ્થાનથી છૂટીને-પોતાને જાણવાનું જ છોડે આત્મા તો તો જડ થઈ જાય, પોતાને આત્મા Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #81 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૫૮ જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન જાણવાનું છોડતો જ નથી, અને પરને જાણવા જતો જ નથી. પોતે પોતાને જાણવાનું જ છોડી દીએ-જ્ઞાન, આત્માને જાણવાનું છોડ તો આત્મા જ્ઞાન વગરનો થઈ ગયો, તો જ્ઞાન વગરની વસ્તુ તો જડ હોય ! આટલું ન સમજાય? સૂર્યનો પ્રકાશ છે, આજે સૂર્ય ઊગ્યો પણ એના પ્રકાશમાં આજે સૂર્ય દેખાતો નથી ! બોલો! એક મૂરખ માણસે છાપામાં છપાવ્યું કે આજે સૂર્યનો ઉદય થયો, પણ એ પ્રકાશમાં આજે (સૂર્ય દેખાતો નથી) રોજ તો સૂર્ય દેખાતો હતો એ પ્રકાશમાં પણ આજે સૂર્ય દેખાતો નથી! એ કેટલા ટકા સાચી વાત હશે? એમ આ “ઉપયોગ લક્ષણ' (આત્માનું) બધાએ તત્ત્વાર્થ સૂત્ર” માં વાંચ્યું પણ “મને આત્મા જણાતો નથી” ખોટી વાત છે (જા!) તને આત્મા જણાય છે. (સ. સાર) ૧૭–૧૮ ગાથામાં લખ્યું છે. “સૂર્યનો પ્રકાશ તો થયો આજ પણ એમાં (સુર્ય) દેખાણો નહીં. એમ આ જ્ઞાન તો પ્રગટ થાય છે પણ આત્મા એમાં જણાતો નથી! ' એણે કયા શયને જ્ઞાન માન્યું? શયને જ્ઞાન માન્યું છે, ઇન્દ્રિયજ્ઞાનને (જ્ઞયને) જ્ઞાન માન્યું છે. એટલે એમાં આત્મા જણાતો નથી. ઈન્દ્રિયજ્ઞાનથી જુદું જ્ઞાન ઉપયોગલક્ષણ છે. તત્ત્વાર્થ સૂત્રમાં” ઉપયોગો લક્ષણ છે કે નહીં ? અને પાંચ ભાવ પછી “ઉપયોગોલક્ષણ” કહ્યું! એ એ પાંચ ભાવમાં કાંઈ “ઉપયોગો લક્ષણ' ન આવ્યું ! એક પારિણામિક ભાવ એના અને ચાર ભાવ (પર્યાયના) ઉદય, ઉપશમ. ક્ષયોપશમ અને ક્ષાયિક-એમાં ઉપયોગ” ન ન આવ્યો. કેમકે તેમાં કર્મ-સાપેક્ષ વાત આવી બધી એમાં (ચાર ભાવમાં) અને ઉપયોગ' કર્મથી નિરપેક્ષ છે, એ સ્વભાવભૂત છે, એ નૈમિત્તિક નથી, એ વિભાવ નથી. એ સ્વભાવનો અંશ છે, માટે તેમાં સ્વભાવ જણાયા જ કરે છે! બોલો! ભાઈ ! આહા ! ઉદય, ઉપશમ, ક્ષય, ક્ષયોપશમ, પર્યાયના ચાર ધરમ છે એ તો સાપેક્ષ છે (તેમાં) કર્મના સદભાવ અને અભાવની અપેક્ષા છે, માટે એ વિભાવ છે. માટે હેય છે, ઈ ભાવાન્તર છે એને ગોચર (આત્મસ્વભાવ) નથી. અને ઉપયોગ લક્ષણ તો સ્વભાવનો અંશ છે, એમાં તો સ્વભાવ જણાયા જ કરે છે. તન્મય છે ઇ તાદાભ્ય છે! ઉપયોગ અને આત્મા ભિન્ન નથી. પ્રકાશ અને સૂર્ય ભિન્ન હોય તો ઉપયોગ અને આત્મા ભિન્ન હોય! પણ એમ તો બનતું નથી. માટે ઉપયોગ જે (નિરંતર) પ્રગટ થાય છે એ પ્રગટ ઉપયોગમાં ઇ ( જ્ઞાયક ) જણાયા કરે છે, જ્ઞાન જાણે અને જ્ઞાયક એમાં જણાય ! જ્ઞાનમાં જ્ઞાનત્વ છે અને જ્ઞાયકમાં mયત્વ-પ્રમેયત્વ નામનો ધર્મ છે. છે કે નથી? આહાહા! પ્રમેયત્વ ધર્મ છે, બધા ભયાને પ્રવેશિકામાં! જ્ઞયત્વ-પ્રમેયત્વ નામનો ધર્મ છે (આત્મામાં) “પણ મને (હું ) જણાતો નથી' તો પ્રમેયત્વને ઊડાડ્યો એણે ! અને જો પ્રમેયત્વ ધર્મને માનતો હોત, તો તારા જ્ઞાનમાં જણાય, જણાય ને જણાય! પણ આ (જ્ઞાન) ઇન્દ્રિયજ્ઞાનથી જુદું જ્ઞાન છે એ ખ્યાલમાં રાખવું! ઇન્દ્રિયજ્ઞાનમાં પ્રતિભાસ થાય છે, ઈન્દ્રિયજ્ઞાનમાં અનુભવ ન થાય. પણ....ઉપયોગમાં તો પ્રતિભાસ પણ થાય છે અને પ્લસ પણ કાંઈક Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #82 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates ૫૯ પ્રવચન નં. - ૪ છે !! અને (જ્ઞાયકદેવ ) પ્રત્યક્ષ પણ એમાં થાય છે, અભેદ થાય તો પ્રત્યક્ષ થઈ જાય ! ભેદ રહે તો પરોક્ષ થાય-૫૨ોક્ષપણે જાણે છે અને જણાય છે, આવી ક્રિયા ચાલુ છે, પણ જાણનાર જણાય છે ’ ને અભેદ થઈ જાય તો પ્રત્યક્ષ થઈ જાય, જણાય છે માટે જાણી લ્યે છે જ્ઞાન ? આ બાળ-ગોપાળ સૌને જ્ઞાયક જણાય છે ને ! માટે કો · ક આત્મા એને જાણી લ્યે છે, કો ’ક-કો ’ક ! છે તો સહેલું, અઘરું છે નહીં. 6 " એક ગાથા છે બાકી. અશુભ અથવા શુભ સ્પર્શ-ટાઢી-ઊની અવસ્થા પુદ્ગલની તને એમ નથી કહેતી કે ‘તું મને સ્પર્શ’–ટાઢી-ઊની અવસ્થા બોલાવતી નથી કાંઈ! અને આત્મા પણ પોતાને જાણવાનું છોડીને કાયાના વિષયમાં આવેલા-કાયા એટલે સ્પર્શેન્દ્રિય (શીરાકારે ) અખંડ છે. સ્પર્શેન્દ્રિય છે ને! ઇ અખંડ છે. સ્પર્શ ઇન્દ્રિયના વિષયમાં આવેલા સ્પર્શને જાણવા જતો નથી, ગ્રહવા એટલે પકડવા (એમ) નહીં, ગ્રહવા એટલે જાણવા જતો નથી. આત્મા, આત્માને જાણવાનું છોડીને પ૨ને જાણવા જાય? અહા...હા ! જ્ઞાયકથી જ્ઞાન છૂટું પડી જાય તો શાયકનું અસ્તિત્વ રહેતું નથી! હું ૫૨ને જાણું છું જે એમ માને છે (એણે ) એના આત્માનો નાશ કર્યો, એમ ‘સેટિકા' ની ગાથાઓમાં કહ્યું છે. અને આત્મા પણ કાયામાં આવેલા વિષયને–સ્પર્શને જાણવા જતો નથી' આ પાંચ ઇન્દ્રિયનો વિષય પૂરો થયો. - અશુભ અથવા શુભ ગુણ લ્યો! હવે, મનના બે વિષય છે. પાંચ ઇન્દ્રિય જ્ઞાનના પાંચ વિષય-શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ-ટાઢી-ઊની અવસ્થા એ પાંચ થયા ને! પાંચ વિષયની વાત કરી, હવે અહીં છઠ્ઠું (એક) મન છે, મનના બે વિષય છે મનના બે વિષય છે, જે આ (પંચેન્દ્રિયની ) પાંચ વાત આવીને, તેના કરતાં જરા સૂક્ષ્મ છે. અહીં (છાતીમાં હ્રદય પાસે ) એક દ્રવ્યમન છે, જેમ આ દ્રવ્યઇન્દ્રિય (આ આંખ, કાન આદિ શરીરનો અવયવ ) દ્રવ્યઇન્દ્રિય કહેવાય, એનો ઉઘાડ એને ભાવેન્દ્રિય કહેવાય, (એમ ) અહીંયાં આઠ પાંખડીના ફૂલના આકારે એક દ્રવ્યમન છે ‘મનોવર્ગણા ' થી બનેલું છે. ( પુદ્દગલની ) એકવીસ કે બાવીસ જાતની વર્ગણા છે, જેમ કે) આહારવર્ગણા, ભાષાવર્ગણા, મનોવર્ગણા વગેરે કાર્માણવર્ગણા, તેજસવર્ગણા એમ (દ્રવ્યમનમાં ) મનોવર્ગણા નામના રજકણ છે. (વર્ગણા ઘણી સૂક્ષ્મ હોય છે) એનું આ બનેલું છે જડ-મન અહીંયાં, એ ઓપરેશન કરે તો પણ દેખાય નહીં, મન (મગજમાં ) અહીં નથી, મન (છાતીમાં હ્રદય પાસે) અહીં છે. આહા ! મારા મનમાં એમ આવ્યું અહીં મન (મગજમાં) ક્યાં છે? મન તો (હ્રદય ) અહીં છે, ભાવમન પણ અહીંથી ઊઠે છે, એનો ઉત્પાદ અહીંથી થાય છે આહા....હા! હ્રદયમાં છે, અત્યાર સુધીમાં ઓપરેશન કર્યું કોઈને દેખાણું નહીં ને દેખાશે જ નહીં લે! તારા સ્થૂળ જ્ઞાનનો (એ મનોવર્ગણા પણ) વિષય નથી. ‘અશુભ અથવા શુભ ગુણ '–પહેલાં બહારના છ દ્રવ્યને લઈ લઈએ પછી અંદરમાં ગુણ અને દ્રવ્ય પછી લેશું. ‘અશુભ અથવા શુભ ગુણ તને એમ નથી કહેતું કે ‘તું મને જાણ ’–જેમ કે પુદ્દગલનો ગુણ એમ નથી કહેતો કે ‘તું મને જાણ' ઈ તો પાંચ ઇન્દ્રિયના (વિષયમાં ) સ્થૂળમાં ગયું કેમકે રૂપી પદાર્થને Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #83 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન જાણનાર જે ભાવ ઇન્દ્રિય એ પણ સ્થળ છે, હવે એક ગુણ અને દ્રવ્ય એ સૂક્ષ્મ છે. જેમકે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ એના જે ગુણો ગતિહેતુત્વ, સ્થિતિહેતુત્વ, વર્તના-હેતુત્વ આવે ને! એના ગુણો કહેવાય, ગુણો-ધર્મો એ મનનો વિષય છે. બહાર પદાર્થો જે છે એ દ્રવ્યરૂપે પણ છે અને એના ગુણો પ્રગટપર્યાય પ્રગટ થાય છે-પર્યાયને (પણ) ગુણ કહેવાય. તો કહે છે કે એ ગુણ તને એમ નથી કહેતું કે “તું મને જાણ” એ ધર્માસ્તિકાય એમ નથી કહેતું કે “તું મને જાણ”, અધર્મદ્રવ્ય એમ નથી કહેતું કે “તું મને જાણ” આહા! અરે ! અનંતા સિદ્ધો એમ કહેતા નથી કે “તું મને જાણ ” આ હજી બહારની વાત ચાલે છે, અરિહંત પરમાત્મા એમ કહેતા નથી કે “તું મને જાણ આહાહા ! અપૂર્વ વાત છે! આ તો પરથી ખસીને, સ્વમાં આવે એવી વાત ચાલે છે. તો....બધો વ્યવહારનો લોપ થઈ જશે, વ્યવહારનો લોપ થશે તો... નિશ્ચય પ્રગટ થશે, અનુભવ થશે તને! એમાં શું વાંધો આવ્યો! તું તો એવો છો નહીં! આહાહા! તને શું તકલીફ પડી? કે બધું જાણવાનું છોડી દેશો? બધું જાણવાનું છૂટશે, તો એક જણાઈ જશે! એ તો કહેવું છે અમારે, અમારે શું કહેવું છે ! “બધું જાણવાનું છૂટી જશે તો એક જણાઈ જશે!! આહાહા! ભાઈ ખુશી થાય છે, આત્મા છે ને! પોતાના ઘરની વાત છે આ. એ કારખાનાને જોવાનું છોડી દે, મારા જ્ઞાનનું ઝેય નથી. મારા જ્ઞાનનું ઝેય તો આત્મા છે! તો... કારખાનું જ્ઞાનમાંથી–દષ્ટિમાંથી છૂટી જશે, એનો તો લોપ થઈ જશે! તો આત્માનો ઉદય થઈ જશે ! (લક્ષમાંથી ) લોપ થશે એટલે એનો અભાવ નહીં થાય, કોઈએ બીવાનું નહીં આહા...હ! એનું લક્ષ છૂટી જાય છે. કારખાનાનો અભાવ નથી થતો-એ બન્ને મિત્રો છે બેયને કારખાના છે! અરે! ભગવાન (એ) મારા જ્ઞાનનું શેય નથી. એ કારખાનાં તો તમારાં નથી, એનો સ્વામી તો પુદ્ગલ છે, ચેતન-પરમાત્મા એનો સ્વામી થઈ શકે નહીં પણ (એ) મારા જ્ઞાનનું ય પણ ન હોય ! મારા જ્ઞાનનું જ્ઞય તો ભગવાન આત્મા છે-નિજ પરમાત્મા દેખાય છે, બીજું કાંઈ દેખાતું નથી, ત્યારે દેખાશે આત્મા! બીજું દેખાય છે ને બીજાને દેખું છું એવો જ્યાં સુધી અભિપ્રાય છે, રુચિ છે ત્યાં સુધી ઉપયોગ ” બહાર ભટકશે, ઉપયોગ અંદરમાં આવશે નહીં આહા ! એ ગુણ, ગુણ અરિહંતના આટલા ગુણ અને સિદ્ધના આટલા ગુણ એ મારા જ્ઞાનનો વિષય નથી. અરિહંતના ગુણ ને સિદ્ધના ગુણ ન જાણવાં? એને જાણીશ તો આત્માને ક્યારે જાણીશ? તને જાણવામાં આવશે? ત્યાં (બીજાને જાણવા) રોકાઈ જાય તો આત્મા કે દિ' જાણવામાં આવશે? ત્યારે એ છે ખરું કે નહીં? કે, હા છે, એ મનનો વિષય છે, મારો વિષય નથી. મન ઉપર છોડી દે ને! મન એને જાણ્યા કરશે, હું મને જાણ્યા કરીશ! એ પણ થોડો ટાઈમ મન રહેવાનું છે, પછી મનનો પણ અભાવ થઈને કેવળજ્ઞાન થઈ જશે ! Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #84 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates ૧ પ્રવચન નં. - ૪ ગુણની વાત છે, પદાર્થના ગુણો ! ધર્મ, અધર્મ, આકાશ, કાળ, અનંતા સિદ્ધો, અનંતા નિગોદ ( જીવો ) એ બધા બહારના પદાર્થો છે ને! પછી અંદરની વાત હવે આવશે, પહેલાં બહારના પદાર્થો, ગુણો એટલે પર્યાયો, એ બુદ્ધિનો વિષય છે, આત્માનો વિષય નથી. (વે) બે ગાથા સૂક્ષ્મ છે! બે ગાથા કાલ આવશે! આ પૂરું થયું આટલું ! જાણન ક્રિયા દ્વારા સૌને જાણનાર જ જણાયા છે. અજ્ઞાની ને પણ સમયે સમયે જ્ઞાનની પર્યાયમાં પોતાનો જ્ઞાનમય આત્મા ઊર્ધ્વપણે જણાઈ રહ્યો છે. જાણપણું નિજ આત્માનું છે. છતાં એ છે તે હું જ છું ” એમ અજ્ઞાનીને થતું નથી. અજ્ઞાની ૫૨ની રુચિ આડે શાનમાં પોતાનો, શાયકભાવ જણાતો હોવા છતાં તેનો તિરોભાવ કરે છે. અને જ્ઞાનમાં ખરેખર જે જણાતા નથી એવા રાગાદિ ૫૨ શેયોનો આવિર્ભાવ કરે છે. (પ્રવચન રત્નાકર ભાગ-૨ પાનું-૩૩) Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #85 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી શુદ્ધાત્મને નમ: શ્રીપરમાત્માને નમઃ શ્રી સખયસા.૨ ગાથા ૩૭૩-૩૮૨ તા. ૧૭–૯-૯૧ જામનગર પ્રવચન નં. ૫ આજે પર્યુષણનો પાંચમો દિવસ છે. પર્વના દિવસ છે, પર્વાધિરાજ ! એ દિવસોમાં આત્માની આરાધના કરવાના દિવસો છે. એ શુદ્ધાત્માને ભૂલીને અનંતકાળથી રખડે છે, એને દુઃખના નાશનો ઉપાય તો (આ છે કે ) આત્માનું લક્ષ કરી, અનુભવ કરી, પ્રતીતિ કરવી અને એમાં વિશેષ ઠરવું, એ જ નિશ્ચયમોક્ષનો-સુખનો માર્ગ છે, એવી દશા પ્રગટ કરવા યોગ્ય છે. ઉપાદેય તો આત્મા છે, પણ આત્મા ઉપાદેય થતાં એવી દશાઓ સહજમાં પ્રગટ થઈ જાય છે. દશલક્ષણી પર્વનો આજે પાંચમો દિવસ છે, આજે ઉત્તમશૌચધર્મનો દિવસ છે. લોભકષાયનાં અભાવપૂર્વક પવિત્ર પરિણામ પ્રગટ થાય છે. આત્મા તો ત્રિકાળ પવિત્ર છે, પણ પરિણામ પવિત્ર થઈ જાય છે, અહીં ધર્મ એટલે પર્યાયની વાત છે. દશપ્રકારના ધર્મ છે ઉત્તમક્ષમા આદિ, એ પર્યાયની વાત છે. ભગવાન આત્મા તો ક્ષમાનો સાગર છે, પણ એનું અવલંબન લેતાં, જેવો સ્વભાવ છે એવી પર્યાય પ્રગટ થાય છે, એને ઉત્તમક્ષમા કહેવામાં આવે છે. આ પવિત્રતા! પરપદાર્થને કરવાનો ભાવ એ તો મહાપાપ છે, એ પરપદાર્થ પ્રત્યે મહા ઉદાસીનતા મુનિઓને હોય છે, એમની વાણી એવી હોય છે કે કોઈનું મન ન દુભાય, એમની વાણી નીકળે તો તે સ્વ-પર હિતરૂપ વાણી હોય, મુમુક્ષુની પણ હો! મુનિઓ માટેની જ (વાત) નથી, મુમુક્ષુ માટે છૂટ નથી. ગમે તેવી ભાષા બોલે ને સામાનું મન દુભાય આહા.....! એવી ભાષા પણ (મુમુક્ષુની) ન હોય. મન, વચન, કાયાનો વ્યાપાર પણ વિવેક પૂર્વક હોય, મુમુક્ષુને! અને દુર્ભેદ એવા અંતરના મેલને જેણે ધોઈ નાખ્યો છે, એવું પવિત્ર હદય-અંતર, તે ઉત્તમ શૌચધર્મ છે, શૌચ એટલે પવિત્રતા. તે સિવાય બીજો કોઈ શૌચ ધર્મ નથી. શૌચ એટલે પવિત્રતા! જેને પવિત્ર આત્માનું ભાન નથી અને દેહને જ પોતાનો માની રહ્યો છે, એવો અજ્ઞાની જીવ શરીરને પવિત્ર રાખવું, તેને શૌચધર્મ માને છે એ તો ગૃહીત મિથ્યાષ્ટિ જીવ છે. આચાર્યદેવ કહે છે કે એ શૌચધર્મ નથી. શરીરને પોતાનું માનવું તે તો મહાન અશુચિઅપવિત્રતા છે, તે તો આસ્રવતત્ત્વ છે. આહાહા! “જે આત્મા, એ ભેદજ્ઞાનરૂપી જળથી '..એક પ્રશ્ન આવ્યો’ તો અમને ઘણાં વર્ષ પહેલાં, ત્યારે રાજકોટમાં કન્ટીન્યુ (હંમેશા) વાંચતો” તો હું, અને ઘણા દાક્તરોવકીલો પણ સાંભળવા આવતા હતા, તે કાળની વાત કરું છું. ત્યારે એક ભાઈએ ચાલુ વાંચનમાં કહ્યું કેઃ “લાલચંદભાઈ, Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #86 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૬૩ પ્રવચન નં. - ૫ આપની નિશ્ચયની વાત તો એકદમ બરાબર આવે છે અને એ તો બરાબર જ છે, પણ સાથે સાથે જો કંઈક વ્યવહારની વાત આવે, તો સોનામાં સુગંધ ભળીજાય એમ. તો મેં કહ્યું કે આવતી કાલથી હું વ્યવહારની વાત પણ લઈશ, તો (તે ભાઈ ) ખુશી થઈને ઘરે ગયા. પ્રસિદ્ધ માણસ છે એ વ્યક્તિ, હા નામ ન લેવાય, અહીંયાં વિકથાની તો મનાઈ છે સખત ! અહીંયાં તો આત્મકથા ચાલે છે. તો આ વ્યવહારની–ભેદજ્ઞાનની વાત આવીને! તો બીજો દિવસે કહ્યું: “કે પુણ્ય પાપના પરિણામથી આત્મા ભિન્ન છે, એવું વારંવાર આત્માનું સ્મરણ કરવું-આ એનું નામ વ્યવહાર છે. ઇ આશા રાખીને બેઠા હતા કે કાંઈક શુભભાવની વાત કરશે, શુભ (ભાવ) કરતાંકરતાં આગળ વધીને ધરમ થશે, એવી વાત તો આવી નહીં. વીતરાગની ગાદી ઉપર આત્મા શુભભાવને કરે છે, એ વાત તો છે નહીં, અને શુભભાવથી લાભ થાય છે એ વાત (પણ) છે નહીં. “જે ભાવથી બંધ થાય એ ભાવથી મોક્ષ ન થાય” આ શ્રીમદ્જીનું વાકય છે. જે શુભાશુભ ભાવથી બંધ થાય, એ ભાવથી ત્રણકાળમાં મોક્ષ ન થાય. આહા..! એ ભેદજ્ઞાન છે ને ઇ વ્યવહાર છે. ભેદજ્ઞાન એટલે ભાવકર્મ, દ્રવ્યકર્મ (નોકર્મ) થી મારો આત્મા ત્રણે કાળ ભિન્ન છે અને ઉપયોગથી મારો આત્મા ત્રણેકાળ અનન્ય-અભિન્ન છે, એવો સ્વ અને પરના વિભાગનો વિચાર કરવો, તેનું નામ વ્યવહાર છે. અભેદનો અનુભવ કરવો એ તો નિશ્ચય છે. પણ અભેદ સુધી ન પહોંચી શકે, તો આટલો વ્યવહાર મુમુક્ષુને હોય છે કે ભેદજ્ઞાનનો વિચાર વારંવાર કરે છે, હું અકર્તા છું, કર્તા નથી. “જાણનાર જણાય છે, ખરેખર પર જણાતું નથી. અહા ! પરને જાણનારું ઇન્દ્રિયજ્ઞાન છે ને મને જાણનારું આત્મજ્ઞાન છે એમ વારંવાર ભેદજ્ઞાનનો વિચાર કરવો-માનસિક વિચાર તે વ્યવહાર છે બંધનું કારણ છે. શું કહ્યું? ઇ વ્યવહાર કહ્યો એમાં મીઠું લાગ્યું! પછી કહ્યું “એ પણ બંધનું કારણ (છે).' (કારણ કે તે) વિકલ્પ છે ને! રાગ છે ને! ઇન્દ્રિયજ્ઞાન છે ને! કષાયની મંદતા છે ને! કષાયનો અભાવ ક્યાં છે એમાં? (નથી.) આ ભેદજ્ઞાનનો શબ્દ આવ્યો ને, તેના ઉપરથી વિચાર આવ્યો. આત્માએ ભેદજ્ઞાનરૂપી જળથી તે મિથ્યા માન્યતારૂપી અશુચિને ધોઇ નાખી છે, એટલે ભેદજ્ઞાન કરી-અભેદ આત્માનો અનુભવ, તેનું નામ ભેદજ્ઞાન છે. જેટલા સિદ્ધ થયા આજ સુધી તે બધા ભેદવિજ્ઞાનથી થયા છે. (સ. સાર કળશ ૧૩૧) શ્લોક આવે છે ને! भेदविज्ञानतः सिद्धाः सिद्धा ये किल केचन । अस्यैवाभवतो बद्धा बद्धा ये किल केचन।।१३१ ।। તે જ આત્મા શૌચધર્મ છે. રાગથી-રાગનું લક્ષ છોડીને આત્માનું લક્ષ કરવું! છ દ્રવ્યનું લક્ષ છોડીને, આત્માનું લક્ષ કરવું. નવ તત્ત્વના ભેદનું લક્ષ છોડીને, આત્માનું લક્ષ કરવું. દેવ-ગુરુ-શાસ્ત્રનું લક્ષ છોડીને, આત્માનું લક્ષ કરવું. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #87 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન ૬૪ આહા...હા! સાક્ષાત્ તીર્થંકર પરમાત્મા બિરાજતા હોય ને? તેનું લક્ષ છોડી, આત્માનું લક્ષ કરવું આહા...હા...હા! તે ભેદજ્ઞાન છે! અને તેનું ફળ વીતરાગતા છે. ભેદજ્ઞાનનું ફળ રાગ ન હોય. વિતરાગતા હોય. જેટલા સિદ્ધ થયા, તેઓ ભેદવિજ્ઞાનથી થયા છે ને! તે ચારિત્રનો અધિકાર આ ચાલે છે, પાંચમો દિવસ (છે) શૌચધર્મનો ! હવે, એ ચારિત્રદશા પ્રગટ થવા પહેલાં જીવને સમ્યગ્દર્શન-જ્ઞાન પ્રગટ થાય છે, એ સમ્યગ્દર્શન-જ્ઞાન કેમ પ્રગટ થાય? તેનો ઉપાય કુંદકુંદઆચાર્ય ભગવાને સમયસારમાં છેલ્લે સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર” પૂર્ણાહુતિને આરે છે શાસ્ત્ર, ત્યારે ૩૭૩ થી ૩૮૨ ગાથા દસ ગાથાઓમાં છેલ્લે અપૂર્વ વિધિ ભેદજ્ઞાનની બતાવી છે. (ખરેખર તો) આખું સમયસાર (ચારસો પંદરેય ગાથા) ભેદજ્ઞાનથી (ભરેલી) છે. તેમણે પોતે પ્રતિજ્ઞા કરી છે “હું એકત્વવિભક્ત આત્માને જણાવીશ” (એટલે કે) અનંતગુણોથી એકત્વ-એકપણું અને પરભાવ અને પદ્રવ્યથી વિભક્ત નામ જુદાપણું-એવી વાત હું તમને કહીશ, એ ઠેઠ જે પ્રતિજ્ઞા લીધી છે ને તે ઠેઠ અહીં ૩૮ર ગાથા સુધી પ્રતિજ્ઞાનું પાલન કરતા આવ્યા છે! અહીં ઇન્દ્રિયજ્ઞાનથી, અતીન્દ્રિયજ્ઞાનમયી આત્મા ભિન્ન છે, તેવું ભેદજ્ઞાન છે. જેમ રાગથી આત્મા ભિન્ન છે એમ ઇન્દ્રિયજ્ઞાનથી પણ આત્મા ભિન્ન છે. કયારે? કે રાગના સદ્દભાવ વખતે (પણ) આત્મા રાગથી ભિન્ન છે! અને ઇન્દ્રિયજ્ઞાનના સદ્ભાવ વખતે પણ આત્મા ઇન્દ્રિયજ્ઞાનથી ભિન્ન છે! એ રાગ અને ઇન્દ્રિયજ્ઞાન અંદર લક્ષ કરવામાં નડતું નથી. કેમ...? શિષ્યનો પ્રશ્ન (સ. સાર) ચૌદમી ગાથામાં આવ્યો કે આ પાંચ ભાવો છે તે વિદ્યમાન છે ( શિષ્યની જિજ્ઞાસા:) કર્મથી બંધાયેલો છે, નર-નારકાદિ પર્યાયો છે, ગુણભેદ દેખાય છે, આ અગુસ્લઘુગુણના વિશેષભાવો પણ પ્રગટ વધઘટવાળા દેખાય છે અને રાગથી અત્યારે મારો આત્મા સહિત છે, તે કાળે (શુદ્ધ) આત્માનો અનુભવ કેમ થઈ શકે ? એનાં સદ્દભાવ વખતે (શુદ્ધ) આત્માનો કેમ અનુભવ થાય? એમ શિષ્યનો પ્રશ્ન આવ્યો. તેનો ઉત્તર અપૂર્વ આપ્યો. કે એ બધા ભાવો આત્મામાં, અભૂતાર્થ હોવાથી (શુદ્ધાત્માની) અનુભૂતિ થઈ શકે છે. (અર્થાત્ ) શુદ્ધ આત્મામાં એનો અભાવ છે. તું શુદ્ધઆત્માનું લક્ષ કર ને....! જે એ (ભાવો) સહિત હશે તો તો એનું લક્ષ પણ સાથે આવશે, પણ (અનુભૂતિ થતાં) એનું લક્ષ છૂટી જાય છે ને એકલા આત્માનું જ લક્ષ થાય છે–સામાન્ય નું તેથી અમે અનુભવથી કહીએ છીએ કે ભગવાન આત્મામાં (એ) પાંચભાવનો અભાવ છે એટલે (શુદ્ધ) આત્માનો અનુભવ થઈ શકે છે. આહા ! તેમ ઇન્દ્રિયજ્ઞાન સભાવમાં પણ, ઇન્દ્રિયજ્ઞાનનું લક્ષ છોડીને (અતીન્દ્રિય) આત્માનો અનુભવ થઈ શકે છે. અને અનુભવ પછી ઇન્દ્રિયજ્ઞાન તો રહેશે થોડો કાળ, કેવળજ્ઞાન નહીં થાય ને ત્યાં સુધી (સાધનદશામાં) ઈન્દ્રિયજ્ઞાનનો વ્યાપાર રહેશે. (પહેલાં-અજ્ઞાનદશામાં) એકલો ઇન્દ્રિયજ્ઞાનનો વ્યાપાર હતો. હુવે ભેદજ્ઞાન થઈને અનુભવ થયો, તો એક બીજો અતીન્દ્રિયજ્ઞાનમાં આત્મા જણાય એવો (અતીન્દ્રિયજ્ઞાનનો) વ્યાપાર ચાલુ થઈ ગયો ! Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #88 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates ૬૫ પ્રવચન નં. - ૫ આહા...હા ! ( સાધકને) બે પ્રકારના વ્યાપાર ચાલુ છે. જેમ અસ્થિરતાનો રાગ છે ને એમ અસ્થિરતાજનક ઇન્દ્રિયજ્ઞાન છે, એ અસ્થિરતાનો ભાગ છે. એ જીવની જાત નથી. એ જ્ઞેયની જાત છે એ ઇન્દ્રિયજ્ઞાન ! એવી અપૂર્વ ગાથા-મોટા દિવસો છે માંગલિક એમાં ગાથા આવી છે. કોઈને એમ લાગે કે જાણે ( સાધકને ) ઇન્દ્રિયજ્ઞાનનો અભાવ થઈ જતો હશે, ( પરંતુ ) ઇન્દ્રિયજ્ઞાનનો અભાવ થતો નથી, રાગનો ય અભાવ થતો નથી. ‘રાગના રાગનો અભાવ થાય ’ ‘ અને ઇન્દ્રિયજ્ઞાનમાં એકત્વબુદ્ધિ, એનો અભાવ થાય ’ પણ ઇન્દ્રિયજ્ઞાનનો અભાવ ન થાય. દૃષ્ટિમાં અભાવ થઈ ગયો, પણ દશામાં ઇન્દ્રિયજ્ઞાન થોડું રહી ગયું અને થોડું અતીન્દ્રિયજ્ઞાન પ્રગટ થઈ ગયું ! આહા... ! આ ચોથાગુણસ્થાનથી આ સ્થિતિ થાય છે. હવે, આપણે અત્યાર સુધી તો પાંચ ઇન્દ્રિયના વિષયની વાત ચાલી-સ્પર્શ, રસ, ગંધ, વર્ણ ને શબ્દ એ પુદ્દગલની અવસ્થાઓ છે. અને એને જાણનારી પાંચ ભાવ ઇન્દ્રિય છે. ભાવઇન્દ્રિય કહો કે ઇન્દ્રિયજ્ઞાન કહો એક જ વાત છે. આ (શરી૨નો અવયવ ) દ્રવ્યઇન્દ્રિય છે ને જે (જ્ઞાનનો) ઉઘાડ છે. તેને ભાવઇન્દ્રિય કહેવામાં આવે છે. આ બેયથી ભિન્ન અતીન્દ્રિયજ્ઞાનમયી આત્મા અંદરમાં જુદો છે અને તેનું લક્ષ કરતાં એક અતીન્દ્રિયજ્ઞાન જાત્યંતર જ્ઞાન પ્રગટ થાય, તેમાં અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવે !! એ પાંચ ( ઇન્દ્રિયોની ) સ્થૂળ વાત તો થઈ ગઈ, પુદ્દગલ પોતે સ્થૂળ છે અને પાંચ ઇન્દ્રિયો પણ સ્થૂળ છે. પણ હવે એક મન જે છે મન, એ મનનો વિષય રૂપી-અરૂપી બેય છે. પાંચ ઇન્દ્રિયોનો વિષય તો એકલો રૂપીપદાર્થ છે એ રૂપીને જ જાણે, અરૂપીને ન જાણે પાંચ ઇન્દ્રિયો પણ એક મન છે મન, ભાવમન. એનો વિષય રૂપી-અરૂપી બન્ને છે. એ બેયને વિષય કરે છે. એ હવે, વાત ચાલુ થાય છે. જુઓ! નીચેથી ત્રીજી ગાથા છે. (દસમાંથી ) આઠમી ગાથા છે. " અશુભ અથવા શુભ ગુણ તને એમ નથી કહેતા કે: ‘તું મને જાણ' ગુણ, ગુણ (કહ્યા ને!) જેમ કે અનંતા જીવો છે અને અનંતા જીવોની વિશેષ પર્યાય છે-એ પર્યાયને ગુણ કહેવાય, એ પર્યાય વિકારી હોય કે અવિકારી પણ તેને પણ ગુણ કહેવાય ! એ અનંતા જે જીવો છે, એમાં અનંતી પર્યાયો જે થાય છે-એ બુદ્ધિનો વિષય છેમનનો વિષય છે, જ્ઞાનનો વિષય નથી. જેમકે અનંતા જીવો છે ને! એમાં આપણે અનંતા સિદ્ધ લ્યો ! ને અનંતાનંત નિગોદના જીવ લ્યો, વચ્ચે બધાં (બીજા) આવી જાય! જે અનંતા સિદ્ધ પરમાત્મા થઈ ગયા ને! એમાં આઠ ગુણ પ્રગટ છે. અરિહંત ના છેતાલીસ અને સિદ્ધના આઠ કુલ ચોપન થયા ને....એ ગુણ એટલે પર્યાય, સિદ્ધની આઠ પર્યાય પ્રગટ થાય છે એ ગુણ શબ્દે કહેવાય છે. એવી જે આઠ પર્યાયથી સિદ્ધ પરમાત્માનો આત્મા ભિન્ન છે. પ્રમાણજ્ઞાનથી બહાર પદાર્થ છે, એનો પ્રવેશ આત્મામાં નથી, એટલે ભિન્ન છે. અત્યંત ભિન્ન છે દ્રવ્યે ભિન્ન, ક્ષેત્રે ભિન્ન, કાળે ભિન્ન, ભાવે ભિન્ન-ચોતરફથી ભિન્ન છે! Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #89 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates SS જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન એ સિદ્ધની આઠગુણની અવસ્થા, એને બુદ્ધિ જાણે છે-મન જાણે છે. એ મનનો વિષય છે, આત્માના જ્ઞાનનો એ વિષય નથી, કેમ વિષય નથી? એનું કારણકે આત્માનું જ્ઞાન જે છે એને આત્માનું જ લક્ષ છે અને “જેને જેનું લક્ષ હોય તેને જ જાણે અને એ જ જણાયસિદ્ધાંત! અરે, એક સિદ્ધાંતને પકડી લ્યો ને પછી એપ્લાય કરો બધામાં શું કહ્યું? કે “જેને જેનું લક્ષ હોય એને જ ઇ જાણે ” અને એ જ આત્મા એમાં જણાય” પણ જેનું લક્ષ પર ઉપર નથી, સિદ્ધભગવાનના ગુણ ઉપર લક્ષ નથી, માટે આઠગુણને ભગવાન આત્મા જાણતો નથી! જરા વાત તો સૂક્ષ્મ છે! પણ આત્મા જ સૂક્ષ્મ છે ને! આત્મા જ સૂકમ છે!! તો એનો ઉપયોગ પણ સૂક્ષ્મ જ હોય ને! અને (આત્માર્થી) સૂક્ષ્મ બોધનો અભિલાષી હોય. એ એક એનું બહિર્ભત લક્ષણ છે. લક્ષણ તો છે પણ બહિર્ભત લક્ષણ છે. અંતરભૂત લક્ષણ એ નથી. એ એમ કહે-હે (સદ્ધ) ગુરુ! હજી કંઈક હોય તો આપી ઘો, અમે સૂક્ષ્મ તત્ત્વ ઝીલવા માટે આવ્યા છીએ, કાંઈ બાકી રાખશો મા..... સાંભળનારા શ્રોતા, તૈયાર છે આપની વાણી અને વાણીના ભાવને ઝીલવા માટે, એવા નિકટવર્તી શિષ્ય પ્રશ્ન કર્યો છે, એને ઉત્તર (સદ્ગુરુ) આપે છે કે સાંભળ! સિદ્ધભગવાનના આઠ ગુણ, સિદ્ધભગવાન તારાથી ભિન્ન છે કે અભિન્ન? કે સાહેબ, એ તો ભિન્ન છે. તો કહે છે કે એને જાણનારું એક મન છે–બુદ્ધિ (છે) તે એને જાણે છે. ઇ એને કેમ જાણે છે? કે એનું લક્ષ પર ઉપર છે એટલે એનો વિષય પર જ હોય, સિદ્ધભગવાન પર છે. આ જીવની અપેક્ષાએ સિદ્ધપરમાત્મા, એ પરમાત્મા પૂજનિક છે, નમો અરિહંતાણું, નમો સિદ્ધાણં નમસ્કાર કરું છું સર્વ સિદ્ધોને-ત્રિકાળવર્તી સિદ્ધોને નમસ્કાર કરું છું, પણ એ નમસ્કાર કરે છે કોણ? આહા ! ઇન્દ્રિયજ્ઞાન નમસ્કાર કરે છે ! જો અતીન્દ્રિયજ્ઞાન એને નમસ્કાર કરતું હોય તો એ વખતે એને શુદ્ધભાવ ઉત્પન્ન ન થવો જોઈએ. ન્યાય સમજાય છે? (પંચપરમેષ્ઠીને) નમસ્કાર કરતી વેળાએ તો શુભભાવ થાય છે ને! તો અતીન્દ્રિયજ્ઞાનમાં શુભભાવનો જન્મ ન હોય, અતીન્દ્રિયજ્ઞાનને પરનું અવલંબન ન હોય પરનું લક્ષ જ ન હોય, સર્વથા સ્વનું લક્ષ હોય છે. અને ઇન્દ્રિયજ્ઞાનનું લક્ષ સર્વથા પર હોય છે. એ પરનું લક્ષ કરે છે ઈન્દ્રિયજ્ઞાન તેથી એના ભાગમાં શુભભાવ ઉત્પન્ન થાય છે. “મારો આત્મા મને લક્ષ કરીને જાણે છે, તો અમારા ભાગમાં તો વીતરાગતા પ્રગટ થાય છે” આહ......! અમારા ભાગમાં રાગ પ્રગટ થતો નથી. ભાવ બેય જુદા છે. આહ....! જેને જેનું લક્ષ હોય, તેને તેજ પદાર્થ જણાય. જેને જેનું લક્ષ ન હોય એને એ પદાર્થ ન જણાય !! અનાદિ કાળથી આત્માનું લક્ષ નથી કરતો, તો એને આત્મા નહીં જણાય! પછી કહે છે અમને કેમ સમ્યગ્દર્શન થતું નથી ? કે તારું લક્ષ આત્મા ઉપર ક્યાં છે? તારું લક્ષ તો પર ઉપર છે અને પર ઉપર લક્ષ કરનારું ઈન્દ્રિયજ્ઞાન છે, એને તું માને છે કે મારું લક્ષ પર ઉપર છે, પણ તારું લક્ષ પર ઉપર નથી કેમકે ઇન્દ્રિયજ્ઞાન તારું નથી, એટલે તારું લક્ષ પર ઉપર જતું જ નથી. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #90 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates વોટc 2 ૬૭ પ્રવચન નં. - ૫ કોઈ દિવસ જાયજ નહીં! આત્માનું લક્ષ પર ઉપર જતું નથી. હલી ગયા ભાઈ ! આ લે એવી વાત છે, મિથ્યાત્વનો નાશ થાય એની વાત છે! જેને જેનું લક્ષ હોય તે જણાય અને જેને જેનું લક્ષ નથી તે ન જણાય. આત્મા ઉપર લક્ષ નથી ગયું અનંતકાળથી, માટે આત્મા જણાતો નથી. અને ઇન્દ્રિયજ્ઞાનનું લક્ષ પર ઉપર ગયું છે, મારું લક્ષ પર ઉપર જતું નથી મારું જ્ઞાન મને છોડીને, પરને જાણવા-પરનું લક્ષ કરવા જતું નથી એટલે એવા જ્ઞાનમાં રાગ-દ્વેષ-મોહની ઉત્પત્તિ થતી નથી. અને જે ઇન્દ્રિયજ્ઞાન, પરનું લક્ષ કરીને (પરને) પોતાનું માને છે, એકત્વ કરે છે એ ઇન્દ્રિયજ્ઞાન સાથે અવિનાભાવ સંબંધ કષાયનો છે. અતીન્દ્રિયજ્ઞાનની સાથે, કષાયનો સંબંધ નથી. એની સાથે અવિનાભાવ કહેવો હોય તો વીતરાગતા સૂનો સંબંધ) છે. પણ રાગ, આત્માના લક્ષ રાગ થાય નહીં. અને આત્માના જ્ઞાનમાં પણ રાગ થાય નહીં. આહા....હા! કને જેનું લક્ષ હોય ઈ જણાય! તો ઇન્દ્રિયજ્ઞાનનું લક્ષ પર ઉપર છે તો એ પાંચ ઇન્દ્રિયો એ પરપદાર્થને વિષય કરે છે અને પ્રસિદ્ધ કરે છે અને છઠું મન એનું લક્ષ પણ પર ઉપર છે. મનનો વિષય આત્મા નથી. અહી... હા....હા ! રૂપી, અરૂપી બે કેમ કહ્યું મનનો વિષય? કે પુદ્ગલને વિષય કરે પણ ધર્માસ્તિકાયને તે વિષય કરે છે. અને ધર્માસ્તિકાયને જાણીને એમાં અધ્યવસાન પણ કરે છે. જો મન ધર્માસ્તિકાયને ન જાણતું હોય, તો ધર્માસ્તિકાયમાં મમત્વ એને થાત જ નહીં (પરંતુ ) ધર્માસ્તિકાયમાં મમત્વ થાય છે અને અને ભાવબંધ થાય છે. (સ. સાર.) બંધ અધિકારમાં આ વાત લખી છે. આહા...! ગુરુદેવના સમયની વાત છે, બનાવ તો ઘણા બને ને એમના વખતમાં... મહાપુરુષ હતા અહાહા! મોટા-મોટા વિદ્વાનો અને મોટા ત્યાગીઓ પણ ત્યાં આવે (એમને) સાંભળવા, એમાં ફૂલચંદજી સિદ્ધાંતશાસ્ત્રી ત્યાં આવ્યા 'તા. બહુ વિદ્વાન આહાહા ! ગુરુદેવના ભક્ત અને બંધઅધિકાર ચાલે એ વખતે બપોરના ત્રણથી ચાર. એમાં એમ આવ્યું! આ મનનો વિષય રૂપી, અરૂપી બન્ને છે એ સિદ્ધ કરું છું. એમાં એમ આવ્યું કે આ ધર્મદ્રવ્ય મને જણાય છે ને એને હું જાણું છું. કુંદકુંદઆચાર્ય ભગવાને કલમ ચલાવી “જેવી રીતે હું પરને મારી શકું છું એવો જે તારો અભિપ્રાય છે, એ હિંસા છે. એવી રીતે હું ધર્મદ્રવ્યને જાણું છું એ ભાવહિંસા થઈ-અધ્યવસાન છે. અને અંદર ખળભળાટ થઈ ગયો! ચાલુ વાંચનમાં તો પુછાય નહીં અને પુછવાનો કાળ (સમય) તો રાખ્યો તો રાતના-પ્રશ્નોત્તરનો ટાઈમ હતો એટલે મૌન થઈને સાંભળી લીધું. પછી સાંજે હું અને મુ. ખીમચંદભાઈ અને ફૂલચંદજી સિદ્ધાંતશાસ્ત્રી ત્રણેય જણાં જિંથરીને રસ્તે ફરવા જતાં હતાં, સાંજે જમ્યા પછી. તેમાં ફૂલચંદ સિદ્ધાંતશાસ્ત્રીએ પ્રશ્ન કર્યો કે લાલચંદભાઈ યે કયા બાત આયી ? (મેં કહ્યું) કયા આયી બોલો, તો કહે.છ દ્રવ્યકો જાનતા હૈ, ઈસમેં મિથ્યાત્વકા દોષ કયા આયા ? આત્મા જ્ઞાતા હી હૈ ઔર વહ શેય હૈ, ઐસા કયું લિખા આચાર્ય ભગવાનને? Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #91 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updařes જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન ૬૮ કીધું ઐસા કરો કેમકે મોટા પંડિત ! મેં કહ્યું હમણાં આપણે પાકલાકમાં પાછા વળશું અને ગુરુદેવને તમે સીધો પ્રશ્ન કરજો. સમજી ગયા.! મોટા વિદ્વાન હોય તેને ગુરુદેવ સમાધાન કરે ને તો સમાધાન થઈ જાય. સ્તુતિ પૂરી થઈ અને પ્રશ્ન મૂક્યો એણે. હૈ સાહેબ ! આજ તો એવી વાત આવી, બંધઅધિકારમાં ભાવબંધનું સ્વરૂપ ! સમકક્ષી પાપ! ૫૨ને જીવાડી શકું-મારી શકું. ૫૨ને સુખી-દુઃખી કરી શકું અને ૫૨ને જાણી શકું! સમકક્ષી મિથ્યાત્વ ભાવબંધ! આ વાત બંધ અધિકારમાં મૂકી. આ વાત બીજા કોઈ શાસ્ત્રોમાં છે નહીં, એવી અપૂર્વ વાત ! એટલે ત્રીજું નામ યથાર્થ છે એમનું ! ગુરુદેવે જવાબ આપ્યો અરે ! જે જ્ઞાન આત્માનું છે એને છોડીને એ ૫૨નું લક્ષ કરે છેધર્માસ્તિકાયનું તો એ તો અધ્યવસાન-મિથ્યાત્વ-મિથ્યાદર્શન-મિથ્યાજ્ઞાન-મિથ્યાચારિત્ર થઈ ગયું ! એકાંત પરપ્રકાશક છે ને ઇન્દ્રિયજ્ઞાન, તે આત્માને જાણતું નથી, આત્માને જાણવાનું છોડીને ૫૨ને જાણે છે. (એ ઇન્દ્રિયજ્ઞાન ) આત્માને જાણવાનું છોડીને ૫૨ને જાણવા રોકાણું છે એમાં પાપની ઉત્પત્તિ થઈ છે, છે ધર્માસ્તિકાય એક તત્ત્વ, તે અપેક્ષાએ તેને શુભભાવ પણ કહેવાય, શુભભાવ છે પણ પાપની સાથે પુણ્ય આવ્યું. પાપની મુખ્યતા છે, પુણ્યની અહીં ગૌણતા છે. ઘણું-ઘણું આમાં (ભરેલું) છે આમખોલે તો ખબર પડે અને બહુબોલે તો હચમચાટ પણ સમાજમાં થઈ જાય! એટલે થોડું લખ્યું ઝાઝું કરીને જાણજો, બીજું શું કરીએ! અહા...હા ! હા, છ દ્રવ્યનો પ્રતિભાસ છે અતીન્દ્રિયજ્ઞાનમાં ! પ્રતિભાસ જુદી ચીજ છે ને લક્ષ જુદી ચીજ છે, આ તો લક્ષની મુખ્યતા છે, પ્રતિભાસની મુખ્યતા નથી. એ તો ૫રમાત્માને પણ છ દ્રવ્યનો ધર્માસ્તિકાય આદિનો પ્રતિભાસ છે એ હો પણ દોષ નથી કેમકે ઇન્દ્રિયજ્ઞાન એને જાણે છે. હું તો મારા આત્માને જાણું છું. આહા.....હા ! જ્ઞાનની પર્યાય એક ને ભાવ બે- ૫૨લક્ષીજ્ઞાન ને સ્વલક્ષીશાન !! જેટલું ૫૨સત્તાવલંબી જ્ઞાન છે એ બંધનું કા૨ણ છે! ધર્માસ્તિકાયનો જે ગુણ છે, ગતિòતૃત્વ ! અધર્માસ્તિકાયનો ગુણ સ્થિતિòતુત્વ ! આકાશનો (ગુણ છે) અવગાહનહેતુત્વ! અને જીવનો ગુણ ઉપયોગ લક્ષણ. પુદ્દગલની વાત તો આવી ગઈ તો એ બધા જે ગુણો છે કહે છે કે એના ગુણોને જે જાણે છે તે ઇન્દ્રિયજ્ઞાન (મન ) જાણે છે. એ એમ કહેતા નથી કે ‘તું મને જાણ ' સિદ્ધભગવાનના આઠ ગુણ કહેતા નથી કે ‘તું મને જાણ ’ ધર્માસ્તિકાયનો ગુણ છે એ કહેતું નથી કે ‘તું મને જાણ ’, કાળદ્રવ્ય કહેતું નથી કે ‘તું મને જાણ' એનો ધર્મ-ગુણ એમ કહેતા નથી, પછી દ્રવ્યની વાત આવશે, પછી અંદરમાં એક ગુણ છે તેની વાત ચાલે છે, એ ગુણ એમ કહેતું નથી કે ‘તું મને જાણ’ અને આત્મા પણ, પોતાના સ્વભાવને જાણવાનું છોડી–જાણનારનું જાણવું છોડી' અને આત્માનું જ્ઞાન–સોય તો ખેંચાઈને ચુંબકપાષાણ તરફ જાય છે-પણ આ આત્માનું જ્ઞાન પદ્રવ્યોમાં ખેચાતું નથી, પોતાનું સ્થાન છોડતું નથી ને પરભાવમાં જતું નથી. આહાહા ! સમયે સમયે બાળગોપાળ સૌને ભગવાન આત્મા જણાય છે! એ જાણવાનું છોડીને, ઇન્દ્રિયજ્ઞાન Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #92 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates ૬૯ - ૫ પ્રવચન નં. જેને જાણે છે એને જાણવા જતો નથી. ઇંદ્રિયજ્ઞાન જેને જાણે છે-મન જેને જાણે છે એને આત્મજ્ઞાન જાણવા જતું નથી એટલે જાણતું જ નથી. આહા...હા ! વ્યવહારના પક્ષવાળાને કઠિન પડે એવું છે પણ અમૃત છે ભાઈ! એ જ્ઞાન, ધર્માસ્તિકાય આદિના ગુણોને જાણવા જતું નથી, જો જાણવા જાય તો આત્માનો નાશ થાય. એને જાણવા જાય તો આત્માનો નાશ થઈ જાય, ઈ-મય થઈ જાય, જ્ઞાન ઇમય થઈ જાયતન્મય થઈ જાય એમાં અને આંહીથી જ્ઞાનલક્ષણ છૂટું પડી જાય તો લક્ષનો અભાવ થાયઆત્માનો પણ અભાવ થાય! લક્ષ અને લક્ષણ કચિત્ અભેદ છે. નામભેદે ભેદ લક્ષણભેદે ભેદ, પ્રયોજનભેદે ભેદ, પણ વસ્તુવૃત્તિએ એક અખંડ સત્તા છે એક સત્તા છે. સત્તા એક છે પણ સત્ત બે છે એમાં-એક ત્રિકાળ સત્ત ને એક ક્ષણિક સત્! શું કહ્યું ? સામાન્ય, વિશેષ પદાર્થનું સ્વરૂપ છે. સત્તા એક છે. જેમ, ‘ ઉત્પાદ-વ્યયધ્રૌવ્યયુક્ત સત્' સત્તા એક છે પણ એમાં સત્તુ ત્રણ છે. ઉત્પાદ સત્ત વ્યયસત્ ને ધ્રુવ સર્! ઈ સત્ત ક્યારે રહે કે એકમાં બીજાની નાસ્તિ હોય. ‘સત્તા' પદાર્થની સિદ્ધિ કરે છે અને ‘સત્' પ્રયોજનની સિદ્ધિ કરે છે. ‘સત્તા' પદાર્થની સિદ્ધિ કરે છે અને ‘સત્' પ્રયોજનની સિદ્ધિ કરે છે. ઘણા (લોકો ) પ્રશ્ન કરે છે મને કે : ઉત્પાદવ્યયધ્રુવ યુ ંસત્ એક સતા છે ને ત્રણ કટકા કાં કરો ? અહા....હા! ભાઈ ! દ્રવ્ય અપેક્ષા એ એક સત્તા છે-પ્રમાણ અપેક્ષાએ એક સત્તા છે, એની કાંઈ ના નથી. ‘તત્ત્વાર્થસૂત્ર' આંહી અમારા શિર ઉ૫૨ છે અહાહા! ઉમા સ્વામી ભગવાન પૂનિક છે, ભાલિંગી સંત હતા નિકટવર્તિ હતા, અલ્પકાળમાં તો મોક્ષ એમનો થવાનો છે. કોઈ એકાવતારી ને કોઈ એકાદ ભવ, જુદી વાત છે! આહા...! ‘સત્તા' એક છે ઉત્પાદવ્યયધ્રુવ યુક્તસત્ત્ની અપેક્ષાએ-પદાર્થની અપેક્ષાએ, પણ એ ઉપાદેય તત્ત્વ નથી, પરિણામી તત્ત્વ ઉપાદેય નથી. આહા....હા...હા...! એ પર્યાય સાપેક્ષ દ્રવ્ય થયું! અહીંયા તો એમાં ભેદજ્ઞાન કરવાનું છે કે ઉત્પાદ વ્યયનો મારામાં અભાવ છે ને હું તો ધ્રુવસ્વરૂપે છું! ત્યારે બે સત્ થઈ જાય. એક સામાન્ય સત્ ને એક વિશેષસત્! સામાન્ય સાં વિશેષસત્નો અભાવ છે, એવું અસ્તિનાસ્તિ અનેકાંત, ભેદજ્ઞાન૫૨ક છે ઈ. મુંબઈમાં બહુ ચર્ચા ચાલી, પછી એક દૃષ્ટાંત આપ્યું, હવે આવું ચાલતું નથી ! આવું ક્યાંક ક્યાંક ચાલ્યા કરે ! ટૂંકામાં કહી દઉં કે મુંબઈમાં એવો બનાવ બની ગ્યો, ભાઈ ? કાપડ લીધું ને સિલાઈ પણ થઈ ગઈ, મોંઘી બહુ, પાઘડી તો ગઈ, ટોપી પણ ગઈ, ઉઘાડા માથા તો છે એમાં એક ભાઈએ વિચાર કર્યો કે આ ઝભ્ભાના સો રૂપિયા આપવા સિલાઈના ! · સોના કરતાં ઘડામણ મોંઘું’ એના કરતાં આપણે ઝભ્ભો સિવડાવવો જ નથી એટલે (કાપડ) ઓઢી ને નીકળ્યો ઝવેરી બજારમાં! સફેદ હો! સફેદ કપડું ઓઢીને એકલું ! ઓળખીતા મળેને...! કે ભાઈ, શું થયું કોણ મરી ગયું? કોણ ગુજરી ગયું? ભારે થઇ કહે આતો ! કોઈ ગુજરી ગયું નથી ત્યાં આગળ વધ્યા તો બીજા ભાઈ મળ્યા કહે કે ભાઈ, ક્યારે જવું છે સ્મશાને? સ્મશાન યાત્રા કોની છે ને ક્યારે જાવું છે? તો તે કહે સ્મશાન યાત્રા તો કોઈની નથી, તો પછી Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #93 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updařes જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન ૭૦ ત્યારે તમે આ શું ઓઢયું છે? એણે વિચાર કર્યો કે આ ચાલે એવું નથી. (સીલાઈના ) સો રૂપિયા ખરચવા પડશે, ગયા દરજી પાસે, દરજી ને કહ્યું ને કપડું બતાવ્યું એણે લીધી કાતર, હાં હાં કાપવું નથી (દરજીએ કહ્યું) જો કાપીશ નહી તો ઝભ્ભો નહીં થાય, એ પહેલાં કાપીશ અને પછી સાંધીશ અને એવું સાંધીશ કે ક્યાંય એનો સાંધો દેખાશે નહીં-સાંધો તો સાંધો રહેશે, પણ સાંધો દેખાશે નહીં, એવું સાંધીશ હું તો કહે ભલે એમ કરો! કાતર લગાવી પ્રથમ કાપ્યું ને પછી સીવ્યું! કાપ્યું ને પછી સીવ્યું! (તેમ) ઉત્પાદવ્યય ધ્રૌવ્ય યુક્ત સત્ ના બે કટકા કર્યાં નવિભાગથી અને પછી અભેદ થઈને અનુભવ કર્યો ! આહા...હા ! અભેદ થયું પર્યાયથી ને એવું અભેદ થયું કે ભેદ ૨હી જાય ને ભેદ દેખાય નહીં એવું અભેદ થયું ! આહા...હા ! એ પર્યાયનાં ષટ્કા૨ક પર્યાયમાં છે કર્તા-કર્મ ( આદિ ) ને દ્રવ્યમાં નિષ્ક્રિય ષટ્કા૨ક પણ છે, પણ એ પર્યાયનાં ષટ્કા૨ક એમાં જ્યારે સંકેલો કરે છે ત્યારે એ પર્યાય અભિમુખ થાય છે આત્મામાં, ત્યારે પર્યાયના ષટ્કા૨કના ભેદ દેખાતા નથી. અભેદ એક વસ્તુ...અનુભવના કાળમાં! આહાહા! એવું છે ભાઈ! ષટ્કારકના ભેદ, ભેદ છે પણ ભેદ દેખાતા નથી. એમ સાંધ્યુ ખરું, સાંધો તો રહી ગયો, પણ દેખાય નહીં એવો સાંધો છે. અનુભૂતિ તે આત્મા છે, સમ્યક્દર્શન તે આત્મા છે કચિત્! આહા...હા ! પણ, એ પર્યાય અડે છે તો એવી અડે છે... કે ઉત્પાદ, ધ્રુવ ન થાય ને ધ્રુવ, ઉત્પાદ ન થાય ને ધ્રુવ (કે ) ઉત્પાદનો ભેદ પણ દેખાય નહીં એવી અનુભૂતિના કાળની સ્થિતિ હોય છે એટલે ભેદનું લક્ષ છૂટી જાય છે. અને અભેદ આત્મા, અનુભવમાં આવે છે. અભેદ દ્વા૨ા અભેદ અનુભવમાં આવે છે! અભેદ દ્વારા-અભેદ ના લક્ષે-જુનાં અભેદ ના લક્ષે એક નવું અભેદ થઈ જાય છે એને ‘ સમ્યગ્દર્શન જ્ઞાનચારિત્રાણિ મોક્ષમાર્ગ:’ કહેવામાં આવે છે એક જૂનું અભેદ-ત્રિકાળ અભેદ તેમાં ગુણભેદ નથી, અનુભૂતિના કાળે પર્યાયભેદ હોવા છતાં પર્યાયભેદ દેખાતો નથી. આહા...હા ! એવી વસ્તુસ્થિતિ છે. હવે કહે છે. કે ‘એ ગુણ કહેતા નથી કે ‘તું મને જાણ.' અને આત્મા પણ પોતાને જાણવાનું છોડીને, બુદ્ધિ ના વિષયમાંઃ આવેલા.....જ્ઞાનનો વિષય નથી! ધર્માસ્તિકાય, એના ગુણો-પર્યાયો કે બહારના પદાર્થના સિદ્ધ ભગવાનના ગુણો, તે જ્ઞાનનો વિષય એક શુદ્ધ આત્મા જ છે. ‘ જેનું લક્ષ હોય એને જ જાણે ’–અતીન્દ્રિયજ્ઞાનનું લક્ષ નથી. જ્ઞાનીનું લક્ષતો આત્મા ઉપર લાગી ગયું છે એને એ જાણે છે. અને સિદ્ધભગવાન ઉપર લક્ષ નથી, માટે એને જાણતા નથી, પણ છતાં સ્વપરપ્રકાશની અપેક્ષાએ-પ્રતિભાસની અપેક્ષાએ, લોકાલોક ને જાણે છે એમ ઉપચાર થી કહેવામાં આવે છે. ‘પ્રતિભાસની વાત જુદી ને લક્ષની વાત જુદી ! માર્મિક છે લક્ષની વાત ! બુદ્ધિના વિષયમાં આવેલ ગુણને ગ્રહવા એટલે જાણવા જતો નથી આહા...હા! પોતાને જાણવાનું છોડે....તો પ૨ જણાય! પોતાને જાણવાનું છોડતો નથી, ૫૨ ક્યાંથી જણાય ? Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #94 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates ૭૧ પ્રવચન નં. - ૫ (જેમકે) રસોઈ થઈ ગઈ હતી, ભાણામાં પીરસાઈ ગયું હતું, જમવા બેઠા હતા એમાં કો'ક આવીને કહે ‘બાજુવાળા જમ્યા છે કે નહીં, જરા જોઈ આવો તો ખરા! (તો તે કહે ) કે મને પહેલાં જમી લેવા દે, પછી જોવાની વાત કર ! (તેમ ) હમણાં તો મને મારા આત્મા ને જાણી લેવા દે ને! છ દ્રવ્ય જણાય છે કે ન જણાય? પછી વાત રાખને, હમણાં રહેવા દેને થોડીક વા૨ ! અહા...હા ! પ્રતિભાસતો થયા કરશે. પરિણામ મારા કર્યા વિના થાય છે અને પરિણામ મારા જાણ્યા વિના જણાઈ જાય છે! એવી એક સહજ સવિકલ્પ દશાની વાત છે, નિર્વિકલ્પ ધ્યાનમાં તો એ પરિણામ પણ દેખાતાં નથી, આવી અપૂર્વ વાતો છે !! પરિણામ મારા, કર્યા વિના, થયા કરે છે–થાય જ છે!! તમારા કરવાથી થાય ? નહીં? આ બધી વ્યવસ્થા છે ને! (શ્રોતાઃ) થયા કરે છે એ (ઉત્તર:) થયા કરે છે આહાહા! અને પરિણામો, મારા જાણ્યા વિના એટલે એનું લક્ષ કર્યા વિના, સહજ મારી સત્તામાં જણાય છે! એ પરિણામને ઇંદ્રિય-જ્ઞાન જાણે છે, મારું જ્ઞાન એને જાણતું નથી. આહા...! એવી વસ્તુ છે! પછી એક બીજો શ્લોક (ગાથા) રહી છેલ્લી! એ પણ સાથે લઈ લઈએ ‘આવું’ જાણીને પણ મૂઢ જીવ ઉપશમને પામતો નથી' એટલે સમ્યગ્દર્શન-જ્ઞાનને પામતો નથી. અને શિવ બુદ્ધિનેકલ્યાણકારી બુદ્ધિ ને- સમ્યજ્ઞાનને નહીં પામેલો પોતે ૫૨ને જાણવાનું મન કરે છે. આહા...! ઈ અપરાધ છે એનો. હવે, એક રહી વાત. પછી અંદરમાં ઉતરશું આપણે, પહેલાં બહારની વાત લઈએ, ‘અશુભ અથવા શુભ દ્રવ્ય તને એમ નથી કહેતું, કે મને જાણ ' આહા..! બહારના (અર્થાત્ ) આત્મા સિવાય છ દ્રવ્ય-અનંતા જીવો, એમ કહેતા નથી કે તું મને જાણ ! અનંતા પુદ્દગલો ધર્મ, અધર્મ આકાશ અને અસંખ્યાત કાલાણુ-દ્રવ્યો એમ કહેતાં નથી કે તું મને જાણ અને આત્મા પોતાને જાણવાનું છોડીને એને જાણવા જતો નથી. છતાં પણઆવું હોવા છતાં મૂઢજીવ ઉપશમને પામતો નથી અને હું પ૨ને જાણું છું એવા પક્ષમાં પડયો છે, એટલે જાણનાર એને જણાતો નથી! લક્ષ ફરતું નથી. અને હું પરને જાણતો નથી જાણનાર જણાય છે એમાં લક્ષ ફરી જાય છે ને અનુભવ થઈ જાય છે!! હવે, એ છ દ્રવ્ય એમ કહેતાં નથી કે ‘તું મને જાણ.' અને આત્મા પણ એ બુદ્ધિના વિષયમાં આવેલા દ્રવ્યને...જાણવા જતો....નથી. એ બહા૨ના ગુણ અને દ્રવ્યની વાત કરી. હવે, અંદરમાં...ગુણ અને દ્રવ્ય, અંદરમાં ગુણ ને દ્રવ્ય! જે પર્યાય ઉત્પન્ન થાય છે ને સમયે –સમયે. આત્મામાં સમયે-સમયે એક અવસ્થા ઉત્પન્ન થાય છે. ચૌદગુણસ્થાન, ચૌદ માર્ગણાસ્થાન, જીવ સમાસ-એ બધા ક્રમે ક્રમે ઉત્પન્ન થાય છે ને એ જીવના ગુણ કહેવાય, અહીંયાં ગુણ-દોષની વાત નથી (પણ) પર્યાય ને ગુણ કહેવાય. એ સામાન્યનું વિશેષ છે. ચૌદગુણસ્થાન, માર્ગણા સ્થાન છે ને-એ સામાન્ય આત્મા છે તેના વિશેષ પર્યાયો છે. તેને ગુણ કહેવાય. કહે છે કેઃ એ ચૌદગુણસ્થાન, માર્ગણા સ્થાન એમ કહેતાં નથી કે ‘તું મને જાણ ’ અને આત્મા પણ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #95 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન ૭૨ એ બુદ્ધિગોચર ગુણને જાણવા જતો નથી. એ બુદ્ધિગોચ૨ ગુણ છે, જ્ઞાનગોચર નથી. ચૌદમાર્ગણા સ્થાન જીવસમાસ ( બુદ્ધિગોચર છે) કહ્યું તું ને કે સૂક્ષ્મ વાત આવશે હવે ! ( શ્રોતાઃ ) પણ મીઠી છે. (ઉત્ત૨:) અહીંયાં પણ મિઠાઈ આપે છે ને! સાંભળ્યું ' તું, મીઠું મોઢું બધાને કરાવે છે. આહા....હા! શું કહે છે! કે ચૌદમાર્ગણા સ્થાન, ગુણ સ્થાન તેને જાણવા તો જોઈએ ને! આહા..... હા ! ક્યાં તારું વજન ગયું? એ ગુણસ્થાન, માર્ગણાસ્થાન એ વિભાવ છે આત્મા નો ત્રિકાળ સ્વભાવ..નથી. ક્ષણિક પર્યાય છે અને એ પ્રગટ થાય છે માટે મને એ બધા પર દ્રવ્ય છે. શું કહ્યું? એ પર્યાયો પ્રગટ થાય છે ને! નવ તત્ત્વો ઉત્પન્ન થાય છે ને! પ્રગટ છે તે સ્વદ્રવ્ય છે અને ‘પ્રગટ થાય છે તે' પરદ્રવ્ય છે કેમકે પ્રગટ થાય છે. (પર્યાયો ) સમયવર્તી ! એ ગુણો એમ કહેતા નથી કે ‘તું મને જાણ' અને આત્મા પોતાને જાણવાનું છોડીને, એ ચૌદગુણસ્થાન, માર્ગણાસ્થાનને (જીવસમાસને) જાણવા જતો નથી. ઈ કેમ જાણવા જતો નથી ? અહીંયાં જાણવાનું કેમ છોડતો નથી? અને ૫૨ને કેમ જાણવા જતો નથી ? એનો ન્યાય આપ્યો કે એ કહેતાં નથી કે તું મને જાણ! અને આત્મા પોતાના સ્વભાવને છોડીને એને જાણવા જાય, તો તો અજ્ઞાની થઈ જાય. . આ તો અજ્ઞાનનો કેમ નાશ થાય એની ગાથા છે. આહા...હા ! એ કહેતા નથી કે તું મને જાણ, અને આત્મ પણ ‘બુદ્ધિગોચર ગુણને ' જ્ઞાનગોચર નથી ચૌદ ગુણસ્થાન, માર્ગણાસ્થાન (શ્રોતાઃ) બરોબર, બરોબર (ઉત્ત૨:) એ જ્ઞાનગોચ૨ નથી. બુદ્ધિગોચર એટલે મનનો વિષય છે ! આત્માના જ્ઞાનનો વિષય એ નથી. આત્માના જ્ઞાનનો વિષય તો એકલો સામાન્ય ! સામાન્ય ! સામાન્ય ! સામાન્ય ને અવલોતો ને વિશેષને નહીં અવલોતો! આહા....! વિશેષનું અવલોકન મને નથી. કેમકે વિશેષોને –પર્યાયભેદોને-ગુણોને-ઈ ઇંદ્રિયગોચર છે, બુદ્ધિગોચર છે, એ જ્ઞાનગોચર નથી. ઈ મેં તને બતાવ્યું....કે ઇંદ્રિય ( જ્ઞાન ) એને જાણે છે, તું એને જાણતો નથી, છતાં ‘ઉપશમને પામતો નથી! હું એને જાણું છું, !! (એમ જ રટણ કરે છે?) શું કહ્યું ? જેમ કર્તાબુદ્ધિવાળો, કર્તાબુદ્ધિ નહોતો છોડતો, ત્યારે શિષ્ય પ્રશ્ન કર્યો કે ‘આ પરિણામ જે થાય છે એનો હું કર્તા નથી અને આપ કહો છો કે આત્મા અકર્તા છે, તો મને કાંઈ ન્યાય, યુક્તિ આપો તો હું માની લઉં આપની વાત. મને કાંઈ માનવામાં વાંધો નથી. પણ અત્યાર સુધી તો મને એમ ભાસ્યું છે ‘કે આ પરિણામને હું જ કરું છું-આત્મા જ કરે છે. ૫૨ કરે છે એ શલ્ય તો નીકળી ગયું છે. હું સાંખ્યમતી નથી, હું તો જૈનમતી છું. એ જૈનમતમાં આવ્યો પણ તું જૈન થયો નથી. કેમકે પરિણામ સ્વતંત્ર થયા કરે છે થવાયોગ્ય થાય છે-એનાં ષટ્કા૨ક થી થાય છે - કર્તાકર્મનું અભેદ પર્યાયમાં છે. એને બદલે હું એને કરું છું પરિણામ ને...તારી બુદ્ધિ મિથ્યા છે. ત્યારે સાહેબ, તેને કોણ કરે છે-પરિણામને કૃપા કરીને જલ્દી હવે Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #96 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૭૩ પ્રવચન નં. - ૫ બતાવો. મોડું થાય છે. તો હું કર્તબુદ્ધિ છોડી દઈશ, મને કાંઈ આગ્રહ નથી. પણ મને તમે કંઈક ન્યાય આપો,-લોજિક આપો-યુક્તિ આપો એમને એમ હું માની લઉં એવો, આપનો આ શિષ્ય નથી. હું આપનો શિષ્ય છું ને આપે મને શિખવાડયું છે કે અનુભવથી પ્રમાણ કરજે. હું આપનો શિષ્ય છું. કાચોપોચો બીજાનો શિષ્ય નથી. ગુરુ ખુશી થઈ ગયા. વાહ! શિષ્ય તો પરીક્ષક લાગે છે બહુ સારું! આજ્ઞા પ્રધાની નથી પણ પરીક્ષા પ્રધાની છે. આમ જે મહારાજ! જે મહારાજ! ઈ કરવાવાળો નથી. કહે, સાહેબ ! જરા મને યુક્તિ આપો તો હું અકર્તા છું, પરિણામનો કર્તા નથી માની લઈશ! ભાઈ સાંભળ! પરિણામનો કર્તા પરિણામ છે. આહા...હા..હા! તો પરિણામ, પરથી પણ ન થાય? કે નહીં. અને સ્વથી ન થાય? કે નહીં સ્વથી થાત તો પરિણામ પરાધીન થાત, સત્નો નાશ થાત! આત્મા એને કરે, તો ત્રિકાળ અકર્તા સત્નો નાશ થાય. એ અકર્તાપણું છોડે નહીં ને પરિણામ કોઈની અપેક્ષા રાખે નહીં. સ્વયં કૃત છે પરિણામ! થવા યોગ્ય થાય છે. આહા...! શિષ્ય પગમાં પડી ગ્યો! જલ્દી હો, વાર ન લાગી. ગળે ઊતરી ગયું, બસ મને આજે સંતોષ થઈ ગયો! તમે કર્તા બતાવ્યો ને! કર્તા બતાવ્યો એટલે સંતોષ થઈ ગ્યો એટલે હું અકર્તા છું એ આજે સ્વીકારી લઉં છું. પછી.. હવે, આ ઇંદ્રિયજ્ઞાન બધાને જાણે છે તું જાણતો નથી, એમ કહ્યું –કે તું એને જાણતો નથી, (તો કહે) હું નથી જાણતો, તો કોણ જાણે છે? એ બતાવો. તો હું જાણું છું એવું શલ્ય-ભ્રાંતિ નીકળી જાય? કે ઇન્દ્રિયજ્ઞાન પરને જાણે છે-' પરના) દ્રવ્યને અને ગુણને! પરના ને પોતાના ગુણોને (એટલે કે) પોતાનું પરિણામી દ્રવ્ય! એ જ્ઞાન તો સામાન્ય ને જાણે છે, તે પરિણામને અને પરિણામીને પણ જાણતું નથી. એ મનનો વિષય છે. આહાહા! જેનાં લક્ષ જ્ઞાન થાય ને..જેનાં લક્ષે જ્ઞાન પ્રગટ થાય, જેનાં લક્ષ જ્ઞાન વધે, જેનાં લક્ષે જ્ઞાન પૂર્ણ થાય, એ જ જ્ઞાનનો વિષય હોય. ભેદના લક્ષ, પર્યાય અને ગુણભેદનાં લક્ષ જ્ઞાન પ્રગટે ય ન થાય, વધે પણ નહી ને પૂર્ણ પણ ન થાય. અને પરિણામી દ્રવ્ય-પર્યાયસાપેક્ષ – વ્યવહારનયનો વિષય, તેના લક્ષ જ્ઞાન પ્રગટ, ન થાય. માટે એ મનનો વિષય છે, મારો વિષય નથી. મારો વિષય તો એક જ્ઞાનાનંદ ધ્રુવ પરમાત્મા એક જ મારો વિષય છે. આહા...! એવી અંદરની બે વાત આવી. અંદરની વાત! ગુણસ્થાન, માર્ગણાસ્થાનને હું જાણતો નથી. કેમકે એને ઇન્દ્રિયજ્ઞાન જાણે છે. એક (વાત) ઈદ્રિયજ્ઞાન એને જાણતાં, રાગીપ્રાણીને રાગ થયા વિના રહેતો નથી. આહીં તો વીતરાગભાવ કેમ પ્રગટ થાય, એની આ ચર્ચા ચાલે છે બાપુ! આહાહા! પછી કહે છે કે દ્રવ્ય, દ્રવ્ય! પરિણામી દ્રવ્ય, પર્યાય સાપેક્ષ દ્રવ્ય-જેમાં અનંતગુણ, જેમાં અનંત પર્યાય, જેમાં અપેક્ષિત અનંત ધર્મ, એવું જે દ્રવ્ય, છદ્રવ્ય માંહેનું (આત્મ) દ્રવ્ય! કે જે પદાર્થ અને ઈદ્રિયજ્ઞાન જાણે છે હું જાણતો નથી. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #97 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updařes જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન ૭૪ કેમ કે હું એને અનંતકાળથી જાણું છું છતાં મને આત્મઅનુભવ થતો નથી એ પ્રુફ છે. ઇન્દ્રિયજ્ઞાન એને જાણે છે. તારું જ્ઞાન એને જાણતું નથી. કેઃ પરિણામને ન જાણે ? કે ‘ નહીં ’. કેઃ પરિણામીને ન જાણે ? કે ‘ નહીં ’ તો, ફરમાવો કોને જાણે મારું જ્ઞાન? કે અપરિણામી ને જાણે ! નિષ્ક્રિયને જાણે ! સામાન્યને જાણે !વિશેષને (તો ) ન જાણે અને સામાન્ય-વિશેષ ને પણ ન જાણે ! એકલા સામાન્યને જાણતાં એને અતીન્દ્રિયજ્ઞાન પ્રગટ થાય, ટકે તો પૂર્ણ થઈને કેવળ શાન થઈ જાય, એવી અપૂર્વ વાતો છે ! થઈ ગઈ ગાથા પૂરી. હવે એનું આ છેલ્લું એક રહ્યું-છેલ્લી ગાથા રહી. આહા! મૂઢ જીવ, આમ હોવા છતાં આહા! શિવબુદ્ધિને પામતો નથી. અને હું જાણું છું-હું જાણું છું ૫૨ને ! અરે ! ૫૨ને જાણનારો બતાવ્યો તને. હવે તો છોડ ભ્રાંતિ ! આ શરીર છે તે શરીરમાં જણાય છે કે આત્માની જ્ઞાનની પર્યાયમાં જણાય છે? જે પર્યાયનું અસ્તિત્વ છે તેમાં તે જણાય છે. ખરેખર તે (શરી૨ ) જણાતું નથી. પરંતુ ખરેખર તો એની પર્યાય જણાય છે. એ પર્યાય પણ એમાં નથી. આહાહા ! એ ચીજ તો આવતી નથી. પણ એ ચીજને જાણતો નથી. એતો જાણના૨ને જાણે છે. (નિયમસારજી - ૧૨૦ કળશ ઉ૫૨ના પૂ. ગુરુદેવશ્રીના પ્રવચનમાંથી ) Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #98 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી સમયસાર ગાથા ૩૭૩-૩૮૨ તા. ૧૮-૯-૯૧ જામનગર પ્રવચન નં. ૬ આજે “સંયમ ધર્મ” નો દિવસ છે. દશલક્ષણ (પર્વનો છઠ્ઠો દિવસ “ઉત્તમ સંયમ” નો છે. આત્મ સ્વભાવની શ્રદ્ધાજ્ઞાનપૂર્વક શુભાશુભ ઇચ્છાઓને રોકીને, આત્મામાં એકાગ્ર થવું એ પરમાર્થે “ઉત્તમ સંયમ ધર્મ છે. અને જ્યારે એવો વીતરાગ ભાવ ન થઈ શકે ત્યારે સમ્યક શ્રદ્ધાજ્ઞાનપૂર્વક, અશુભ રાગને છોડીને છ કાય જીવોની રક્ષાનો જે શુભરાગ હોય છે તેને વ્યવહાર સંયમ (ધર્મ) કહેવામાં આવે છે. હવે, આચાર્યદેવ સંયમધર્મનું વર્ણન કરે છે. જેનું ચિત્ત દયાથી ભીંજાયેલું છે અને જે સમિતિમાં પ્રવર્તમાન છે તથા ઇન્દ્રિય-વિષયોનો ત્યાગ છે, એવા મુનિવરોને “સંયમ ધર્મ' છે તેમ મહામુનિઓ કહે છે. જેઓને આત્મભાનપૂર્વક વીતરાગભાવરૂપ અકષાય કરૂણા પ્રગટી છે, તેમને કોઈ (પણ) પ્રાણીને દુઃખ દેવાનો વિકલ્પ જ થતો નથી ! તેથી તેમનું ચિત્ત, દયાથી ભીંજાયેલું છે તેમ કહેવામાં આવે છે. રાગભાવ તે ખરેખર હિંસા છે, કેમકે તેમાં પોતાના આત્માનાં ચૈતન્યપ્રાણ હણાય છે! હિંસાનો અર્થ કર્યોઃ રાગની ઉત્પત્તિ તે જ ખરેખર હિંસા છે. હિંસાનો અર્થ કરે છે કે પોતાના ચૈતન્ય પ્રાણનો તેમાં ઘાત થાય છે, વીતરાગ ભાવ તેમાં હણાઈ જાય છે, માટે ખરેખર- નિશ્ચયથી હિંસા તો એટલી જ છે કે રાગની ઉત્પત્તિ થવી ! તે જ ખરેખર હિંસાભાવ છે. તેથી તેમાં સ્વજીવની દયા આવી–વીતરાગભાવ જ તે સાચી દયા છે, કેમકે તેમાં સ્વ કે પર કોઈ જીવોની હિંસાનો ભાવ નથી. એવી વીતરાગી દયાથી જેનું ચિત્ત ભીંજાયેલું છે, તે મુનિવરોને “ઉત્તમ સંયમ ધર્મ' છે. અને સંપૂર્ણ વીતરાગભાવ ન હોય ને રાગની વૃત્તિ ઊઠે ત્યારે પાંચ સમિતિમાં પ્રવર્તવારૂપ શુભભાવ હોય છે, તેને પણ સંયમ ધર્મ” કહેવાય છે. પરમાર્થે તો વીતરાગભાવ તે, ધર્મ છે, રાગભાવ ધર્મ જ નથી. ઇન્દ્રિયના વિષયોનો કે જીવહિંસાનો વિકલ્પ મુનિને હોય જ નહીં, પરંતુ જોઇને ચાલવું ઇત્યાદિ પ્રકારના શુભ વિકલ્પ આવે, એને પણ છોડીને-તોડીને (આત્મ) સ્વભાવ તરફ ઢળવાનો પ્રયત્ન વર્તે છે, જેટલે અંશે વિકલ્પનો અભાવ કર્યો તેટલે અંશે વીતરાગી સંયમ ધર્મ છે. શ્રીમદ્ રાજચંદ્રજી “અપૂર્વ અવસર' માં કહે છે:સંયમના હેતુથી યોગ પ્રવર્તના, સ્વરૂપ લક્ષે જિન આજ્ઞા આધીન જો; એ પણ ક્ષણ ક્ષણ ઘટતી જાતી સ્થિતિમાં, અંતે થાયે નિજસ્વરૂપમાં લીન જો. સંયમનો અર્થ કર્યો કેઃ રાગની ઉત્પત્તિ ન થવી અને ઇન્દ્રિયજ્ઞાન તરફનું વલણ છૂટી જવું તેને Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #99 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૭૬ જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન સંયમધર્મ કહે છે, નિશ્ચયથી તો તે જ છે. હવે એ મુનિરાજને ચારિત્રદશા પ્રગટી, એની (પહેલા) પ્રથમ એને સમ્યગ્દર્શન પ્રગટ થયું હતું. સમ્યજ્ઞાન-સમ્યગ્દર્શન પ્રગટ થાય છે પછી તેને કાંતો તે જ ભવમાં અને કાં એકાદ-બે ભવ પછી, તેમને ચારિત્રદશા આવે છે અને કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે. એ સમ્યગ્દર્શન કેમ પ્રગટ થાય? અને મિથ્યાદર્શન કેમ જાય? તેનો એક પ્રકાર ( વિધિ) સર્વવિશુદ્ધજ્ઞાન અધિકારમાં આચાર્યદવ સમજાવે છે–ગાથા ૩૭૩ થી ૩૮ર છે. મૂળ વાત છે. મૂળમાં ઘા! મોહને જીતવાનો ઉપાય! ઇન્દ્રિયજ્ઞાનને જીતતાં મોહ જીતાય છે! એવી આ એક અપૂર્વ ગાથા છે!! તેમાં ગુણભેદ અને પર્યાયભેદ જે દેખાય છેજણાય છે. તે કહેશે. અહા ! હવે અહીંયા પોતામાં ઉતારવાનું છે. બે બોલ–ગુણ અને દ્રવ્ય ! છ દ્રવ્ય અને છ દ્રવ્યના ગુણમાં ઉતાર્યું. હવે એક (આ) આત્મા છે. એ આત્મામાં જ્ઞાન. દર્શન, ચારિત્ર (આદિ) ના ગુણભેદ છે, (એટલે ) ગુણો છે પણ ભેદ ઉપર લક્ષ જાય છે, તો રાગી પ્રાણીને રાગ થયા વિના રહેતો નથી. અને ગુણભેદને જાણનારું આત્માનું જ્ઞાન નથી. આત્મજ્ઞાન, અભેદ-સામાન્ય પોતાના શુદ્ધાત્માને છોડીને, ગુણભેદ કે પર્યાયભેદને જાણવા જતું નથી. અર્થાત્ (આત્મા તેને ) જાણતો જ નથી. ત્યારે, ગુણભેદ તો હોય છે ને! પર્યાયભેદો તો હોય છે, તો આત્મા એને નથી જાણતો? તો એને કોણ જાણે છે? આચાર્ય ભગવાન કહે છે એ બુદ્ધિનો વિષય છે! એ જ્ઞાનનો-આત્મ જ્ઞાનનો અતીન્દ્રિયજ્ઞાનનો વિષય નથી. ગુણભેદ અને પર્યાયના ભેદો છેચૌદગુણસ્થાન-માર્ગણાસ્થાન, જીવસમાસ એ જે પર્યાયના ભેદો છે અથવા નિશ્ચયરત્નત્રયના પરિણામના જે ભેદ કે વ્યવહારરત્નત્રયના પરિણામના ભેદો અથવા નવતત્ત્વના પર્યાયભેદો, એ આત્મજ્ઞાનનો વિષય નથી. આત્મજ્ઞાનનો વિષય તો એકલો ત્રિકાળી સામાન્ય શુદ્ધ આત્મા છે. જેના લક્ષે જ્ઞાન થાય એ જ જ્ઞાનનો વિષય હોય ”; “જેના લક્ષે રાગ થાય, એ જ્ઞાનનો વિષય ન હોય ? આત્મજ્ઞાનનો વિષય (તો) એકલો, સામાન્ય ચિદાનંદ આત્મા જ છે, એનો વિષય ગુણભેદ નથી, એ ગુણભેદને અને પર્યાયભેદને વિષય કરનાર “બુદ્ધિ' છે બુદ્ધિનો વિષય છે મનનો વિષય છે, આત્મજ્ઞાનનો એ વિષય નથી. અથવા અતીન્દ્રિય જ્ઞાનનો એ વિષય નથી. આહા ! ગુણભેદ ને પર્યાયભેદ, એ મનનો વિષય છે. માટે હવે એ “બુદ્ધિગોચર” ગુણને આત્મા જાણવા જતો નથી. એનો વિષય જ નથી. એ ઇન્દ્રિયજ્ઞાનનો વિષય છે, ઇન્દ્રિયજ્ઞાન પોતે વિભાવ છે, આત્માનો સ્વભાવ નથી. વિભાવનો વિષય વિભાવ છે. ઇન્દ્રિયજ્ઞાન, ખંડજ્ઞાન, બુદ્ધિ, મન એ પોતે વિભાવ છે, તેથી એનો વિષય પણ વિભાવ એટલે વિશેષભાવ છે! વિશેષભાવ એટલે ગુણભેદ અથવા પર્યાયના જે ભેદો જણાય છે અથવા જે જાણે છે એ આત્મજ્ઞાન નથી જાણતું એને! આત્મજ્ઞાનનો વિષય તો સ્વભાવજ્ઞાનનો વિષય તો, (આત્મ) સ્વભાવ છે, અને વિભાવજ્ઞાનનો વિષય વિભાવ ( અર્થાત્ ) વિશેષ (ભાવ જે) ગુણભેદો અને પર્યાયભેદો છે, કેમકે વિભાવ એટલે ઇન્દ્રિયજ્ઞાન, મન, બુદ્ધિ-જેનું Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #100 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates ૭૭ - ૬ પ્રવચન નં. લક્ષ કરીને ભેદને ) જાણે છે! જેનું અવલંબન લઈને ‘જાણવાની પ્રવૃત્તિ' કરે છે, એનું અવલંબન લેતાં તો એમાં રાગ-દ્વેષ-મોહની ઉત્પત્તિ થાય છે. મોહ, રાગ, દ્વેષની ઉત્પત્તિ, દુઃખનું-સંસારનું કારણ છે. ‘અશુભ અથવા શુભ ગુણ તને એમ નથી કહેતો કે ‘તું મને જાણ ’ અને આત્મા પણ (પોતાના સ્થાનથી છૂટીને ), બુદ્ધિના વિષયમાં આવેલા ગુણને ગ્રહવા જતો નથી.’ . આહા...હા ! અશુભ અથવા શુભ ગુણ-ગુણભેદ અને પર્યાયભેદ તને એમ નથી કહેતો...તને એટલે આત્માને એટલે કે ‘મને ’ (સમજવું એમ કે) ‘તને’ એટલે કે ‘મને’ એમ નથી કહેતા કે તું ‘આ જ્ઞાન છે, દર્શન છે, ચારિત્ર છે’ એવા ( ભેદથી ) ગુણને જાણ! અથવા એમ નથી કહેતા કે આ પર્યાયને તું જાણ! ગુણસ્થાન, માર્ગણાસ્થાનની પર્યાયો પ્રગટ થાય છે તેને-પર્યાયને પણ ‘ગુણ ’ કહેવામાં આવે છે, છે પર્યાય તેને પણ ‘ગુણ ’ કહેવામાં આવે છે. તને એમ નથી કહેતો કે ‘તું મને જાણ' અને આત્મા પણ એ બુદ્ધિગોચર ગુણને જાણવા જતો નથી. એ જાણે ક્યારે એને? કે પોતાને જાણવાનું છોડી દીએ તો તો એને જાણે, પણ આ ભગવાન આત્મા, પોતાને જાણવાનું છોડતો નથી, અને ગુણભેદને પર્યાયભેદને જાણવા જતો નથી ! આવી એક વસ્તુની સ્થિતિ છે! અહા...હા ! એ વસ્તુસ્થિતિથી અજાણ જે જીવો છે એ ગુણભેદને, પર્યાયભેદને જાણવાનું ‘મન કરે છે! તને આટલું આટલું કહ્યું છતાં પણ, આવું જાણીને પણ...છેલ્લી ગાથામાં (આચાર્યદેવ કહે છે) આવું જાણીને પણ મૂઢ જીવ! મોહી પ્રાણી ઉપશમને પામતો નથી, કે આ ગુણભેદને પર્યાયભેદને જાણું એ મારો વિષય નથી. કેમ કે એને વિષય કરતાં કરતાં અનંત કાળ ગયો પણ એને ધરમ થયો નહીં, એને ઉપશમભાવ પ્રગટ ન થયો, ઉદાસીન અવસ્થા પ્રગટ ન થઈ, વીતરાગ દશા પ્રગટ ન થઈ! ઉપશમને પામતો નથી એટલે ઉદાસીન (દા) ને પામતો નથી. સમ્યગ્દર્શનને પામતો નથી. અને શિવબુદ્ધિને છોડીને એટલે પોતાને જાણવાનું છોડીને કલ્યાણકારી બુદ્ધિ એટલે પોતાનું હિત જેમાં થઇ જાય એવી સમ્યગ્નાનની બુદ્ધિને છોડીને, ૫૨ને ગ્રહવાનું મન કરે છે. આહા! પરને જાણવાનું મન કરે છે એ છે એનો વિભાવ! અને એને એમ ભાસે છે કે, ગુણભેદનેપર્યાયભેદને જાણતાં (મને) જ્ઞાન પ્રગટ થાય છે ને જ્ઞાન વધે છે, એવી એને અનાદિ કાળથી ભ્રાંતિ થઇ છે!! બહુ વિષય સારો છે. પર્યુષણનો આજે છઠ્ઠો દિવસ સંયમનો છે. આહા ! ઇન્દ્રિયજ્ઞાનને જીતવું એક સંયમ છે. જેમ કે છકાય જીવની રક્ષાનો ભાવ એ સંયમ છે એમ ઇન્દ્રિયજ્ઞાનને જીતવું (એ સંયમ છે!) છ–કાય (એટલે) છ પ્રકારના જીવો, તેમ પાંચ ઇંદ્રિય અને છઠ્ઠું મન એ પણ ‘છ’–એમ બારને જીતવું તેને સંયમ કહેવામાં આવે છે. એમાં ( આ ) ઇન્દ્રિયજ્ઞાનને જીતવાની વાત ચાલે છે. (ઓ હો હો!) અનંત અનંત કાળ વીત્યો! અગિયાર અંગનો પાઠી થયો! ભેદપ્રભેદને જાણતાં, પોતાને એમ થાય છે કે હવે ‘જ્ઞાન' ઘણું વધ્યું! અને બીજા અજ્ઞાની પ્રાણીઓને ( જીવોને ) પણ એમ ભાસે છે કે: ‘આ પુરુષનું જ્ઞાન હવે પરાકાષ્ટાએ પહોંચ્યું છે! અહાહા ! પરાકાષ્ટાએ પહોંચ્યું છે એટલે Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #101 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન ૭૮ સંસારની પરાકાષ્ટાએ પહોંચ્યું છે, જ્ઞાન તો પ્રગટ થયું જ નથી ભાઈ એને! અહાગુણભેદ અને પર્યાયભેદ એ જ્ઞાનનો વિષય નથી ભાઈ ! જો એ જ્ઞાનનો વિષય હોત તો એને જાણતાં એમને ઉપશમભાવ-સમ્યગ્દર્શન થવું જોઈતું'તું પણ થયું નહીં, એમાં તો એને રાગ, દ્વેષ, મોહ થયો!! આવું જાણીને પણ, કુંદકુંદાચાર્ય ભગવાનને કરૂણા આવી છે કે તને આવું (વસ્તુસ્વરૂપ) જણાવનાર પણ મળ્યા નથી, પણ તારી યોગ્યતા અને તારા પુણ્યના યોગે આ અમે તને કહેનાર મળ્યા છીએ, હવે અમારી વાત તું અપનાવી લે છે, નકાર કરીશ માં!! તું નિષેધ કરજે કે ઇન્દ્રિયજ્ઞાન વડે પરને જાણવું, એ મારો સ્વભાવ નથી પણ એ વિભાવ છે, એ વિભાવનો આદર (સત્કાર) કરીશ નહીં હવે! અહાહાહા! આવું જાણીને પણ એ મૂઢ પ્રાણી! અજ્ઞાની પ્રાણી! મોહી પ્રાણી ઉપશમને પામતો નથી. એટલે શેયથી વ્યાવૃત્ત થઇને, ઇન્દ્રિયજ્ઞાનને જીતીને, અંતર્મુખ થઇને, હુજી આત્માને અનુભવતો નથી ! આટલું (આટલું) કહેવા છતાં પણ તું સમજતો નથી કે પરને જાણતાં તને જ્ઞાન કે સુખ નહીં થાય કેમ કે ગુણભેદમાં કે પર્યાયભેદમાં જ્ઞાન નથી. એ પરદ્રવ્ય છે, એ પરદ્રવ્યને જાણતાં તને સુખ પણ નહીં થાય અને તને જ્ઞાન પણ નહીં થાય. છ દ્રવ્ય તો પ્રસિદ્ધ છે પરદ્રવ્યપણે, પણ એક ગુપ્ત “પદ્રવ્ય પ્રગટ થાય છે સમયે સમયે ! ચૌદ ગુણસ્થાન, ચૌદમાર્ગણા સ્થાનના (જે) ભેદો છે, નવતત્વના ભેદો છે ને! એ પરદ્રવ્ય છે! પ્રગટ છે તે સ્વદ્રવ્ય છે અને પ્રગટ થાય છે તે પરદ્રવ્ય છે! આહા ! ઉદય, ઉપશમ, ક્ષયોપશમ કે ક્ષાયિક ભાવો, એ પણ પરદ્રવ્ય છે, કેમ કે એ પ્રગટ થાય છે (ને પરિણામિક ભાવ પ્રગટ છે) પ્રગટ થાય તે સ્વદ્રવ્ય ન હોય. પ્રગટ...છે છે છે ને છે તેને સ્વદ્રવ્ય કહેવામાં આવે છે. માટે હે મૂઢાત્મા! પરને જાણવાની અભિલાષા છોડી દે! અથવા ઇન્દ્રિયજ્ઞાન એને જાણે તો જાણો ! પણ હું પરને જાણતો નથી. પરને તો જાણતો નથી પણ.... પર્યાયના ભેદને કે ગુણભેદને જાણવું મારો સ્વભાવ નથી. અભેદ સામાન્ય ટંકોત્કીર્ણ પરમાત્માને જાણવો એ મારો સ્વભાવ છે અને એને જાણતાં (જ) જ્ઞાન અને સુખ પ્રગટ થાય છે. અહા ! છતાં, શિવબુદ્ધિને છોડીને, નહીં પામેલો આ આત્મા, એ બધા ભેદોને જાણવાની અભિલાષા કરે છે, એ લોલુપી છે, એ ગૃદ્ધિ છે!જેમ ખોરાકનો (ખાવાનો) વૃદ્ધિ હોય ને કોઈ, એમ આ જાણવાનો વૃદ્ધિ થઈ ગયો છે. અહાહા ! કેટલાકને (તો) એવી પ્રકૃતિ હોય કે એને પરને જાણવાનો જ રસ હોય, પરને જાણે નહીં પૂછપરછ કરીને ત્યાં સુધી એને સુખ ચેન પડતું નથી. અજ્ઞાની, મૂઢ, મોહી (પરને જાણવાનો અભિલાષી) મિથ્યાષ્ટિ જીવ છે. અહાહા ! મુનિરાજને ક્યાં કંઇ ફાળો કરવો છે? અને “ચક્રી વંદે છતાં નહીં મળે માન જ”એને માન કષાય નથી. અહાહા ! કોઇ નમસ્કાર કરે કે કોઈ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #102 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૭૯ પ્રવચન નં. - ૬ તિરસ્કાર કરે! આહાહા ! તિરસ્કાર કરનારા હોય ને અજ્ઞાની અન્યમતિ! પથ્થર મારે (છતાં). સમતા ભાવમાં-નિર્વિકલ્પ ધ્યાનમાં ચાલ્યા જાય છે (મુનિરાજ !) આહા ! આવી વાત તને સાંભળવા મળી ! છતાં હજી તને પરને જાણવાની લોલુપતા, આસક્તિ (છે) એ મિથ્યાત્વનો દોષ છે. (ઉપશમને) નહીં પામેલો પોતે પરને જાણવાનું મન કરે છે. પરને જાણતાં જ્ઞાન પણ થતું નથી અને સુખ પણ થતું નથી. ઇન્દ્રિયજ્ઞાન જેને જાણે છે તેમાં મોહ, રાગ, દ્વેષની ઉત્પતિ અવશ્ય ! અવિનાભાવરૂપ મિથ્યાષ્ટિને થાય છે. અને..સમ્યગ્દષ્ટિ થયા પછી, મોહનો અભાવ થાય છે, પણ...જેટલો ઇન્દ્રિયજ્ઞાનનો વ્યાપાર બહિર્મુખ થાય છે એટલે એને (જ્ઞાનીને) પણ રાગ અને દ્વેષની ઉત્પત્તિનું કારણ થાય છે (તેથી તો જ્ઞાની) એમ જાણીને ફરી ફરી નિર્વિકલ્પધ્યાનમાં જાય છે. જ્ઞાનીઓએ ઇન્દ્રિયજ્ઞાનની એકતા (બુદ્ધિ ) તોડી છે, પણ ઇન્દ્રિયજ્ઞાનની અસ્થિરતા હજી છે. (સાધકને) જ્ઞાન જ્ઞાનમાં એટલું સ્થિર નથી થયું કે ઇન્દ્રિયજ્ઞાનનો તાત્કાલિક અભાવ થાય ! જેમ જેમ જ્ઞાન જ્ઞાનમાં ઠરે છે તેમ તેમ ઇન્દ્રિયજ્ઞાનની અંશે નિવૃત્તિ થતી જાય છે. સંપૂર્ણપણે જ્ઞાન જ્ઞાનમાં જ્યારે ઠરી જાય છે ત્યારે ઇન્દ્રિયજ્ઞાનનો અભાવ થઇને કેવળજ્ઞાન પ્રગટ થાય છે! આ એક ગાથા (ગુણની) થઇ હવે બીજી ગાથા દ્રવ્યની (લઇએ) આહાહા ! (ગાથા) ચાલી 'તી તો ખરી પણ થોડીક ઉતાવળે ચાલી હતી, વધારે સ્પષ્ટીકરણ...! મોટો દિવસ છે ને આજ સુગંધદશમીનો! આ પૂજા-પાઠ ચાલે છે! શું ચાલે છે અત્યારે ? પૂજા-પાઠ એટલે શું? કે: પરને જાણવાનું બંધ કરીને આત્માને જાણ ! એને નિશ્ચયપૂજા કહેવામાં આવે છેનિશ્ચય ભક્તિ કહેવામાં આવે છે-નિશ્ચય પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન આલોચના કહેવામાં આવે છે. અરે! જે પરિણામમાં સુખ ન આવે એ ધરમ ન હોય! જે પરિણામમાં આકુળતા થાય એ ધરમનું ફળ નથી, એ કરમનું ફળ છે! કરમના ફળમાં આકુળતા થાય અને ધરમના ફળમાં તો સુખ પ્રગટ થાય ! હવે બીજો બોલ છે, એ પૂરો થયા પછી “ટીકા” લેશું. અશુભ અથવા શુભ દ્રવ્ય તને એમ નથી કહેતું કે “તું મને જાણ ” અને આત્મા પણ (પોતાના સ્થાનથી છૂટીને) બુદ્ધિના વિષયમાં આવેલા દ્રવ્યને ગ્રહવા જતો નથી.' “અશુભ અથવા શુભ દ્રવ્ય' પોતાને જે આત્મા છે ને! પરિણામ અને પરિણામી ! પહેલાં ગુણભેદ અને પર્યાયભેદ, પરિણામમાં લીધું (કહ્યું) પરિણામને જાણવું એ આત્માનો સ્વભાવ નથી. અને પરિણામી એટલે પર્યાયસહિતનું દ્રવ્ય! અને પણ જાણવું, એ આત્માનો સ્વભાવ નથી. એ બુદ્ધિનો વિષય છે કેમકે પરિણામી દ્રવ્યના લક્ષે જ્ઞાન પ્રગટ થતું નથી. પરિણામી દ્રવ્ય એ વ્યવહારનયનો વિષય છે. ઉત્પાદવ્યયથી સહિત જે આત્મા છે તે માત્ર શેય છે, પણ ધ્યેય નથી. શેયના લક્ષે જ્ઞાન પ્રગટ થતું નથી! ઓનાં (આ પહેલાની ગાથા) કરતાં સૂક્ષ્મ છે વાત! પરિણામનાં લશે તો ધર્મ ન થાય, પણ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #103 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૮૦ જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન પર્યાયસહિત “ઉત્પાવ્યયધ્રૌવ્યુવતું સત-ગુણપર્યયવત દ્રવ્યમ' એવું જે દ્રવ્ય, પર્યાયસાપેક્ષ દ્રવ્ય, પરિણામીદ્રવ્ય, એ પરિણામીદ્રવ્ય પણ બુદ્ધિનો વિષય છે, એ અતીન્દ્રિયજ્ઞાનનો વિષય નથી ! કેમકે એનાં લક્ષ પણ જ્ઞાન પ્રગટ થતું નથી. અહાહા ! અહીંની એક આ મંડળની શોભનાબેન છે, બે બહેનોએ બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા લીધી છે ને! પ્રતિષ્ઠા વખતે. દર્શના ને (શોભના) બેય બેઠી છે બેય (બહેનો) અહા! એણે કોઈને લખ્યું હશે મુંબઇ (પરિણામી આત્મા જ્ઞાનનો વિષય નથી) મુંબઇથી ફરતા, ફરતા ખબર આવ્યા કે આ શું? અહાહા ! પરિણામી દ્રવ્ય! પોતાનો આત્મા! છ દ્રવ્ય તો...દૂર રહો! પણ....આ પરિણામી દ્રવ્યના લશે પણ આત્મજ્ઞાન ઉદય પામતું નથી. કેમ કે એનાં લશે પણ જ્ઞાન પ્રગટ થતું નથી. એ તો અપરિણામી, નિષ્ક્રિય, ધ્રુવ પરમાત્માના લક્ષે જ જ્ઞાન પ્રગટ થાય છે, માટે “પરિણામી દ્રવ્ય” બુદ્ધિનો વિષય છે. એ જ્ઞાનનો વિષય નથી. ભાઈઓ તો કેટલાક અહીં છે પણ બહેનો તો કેટલાંક અહીં તત્ત્વની રુચિવાળા, કેટલાંક હોય! ઇ તો ગામેગામ હોય, થોડા-ઝાઝાતો બધે હોય, ગુરુદેવના ભક્તો-શિષ્યો છે ને! સૌ પોતાનું કામ કરતા હોય! કેટલાક બહાર આવે ને કેટલાક બહાર ન આવે, વાણીનો યોગ પણ ન હોય કેટલાક ને! આહા! શું કહ્યું આ? પરિણામી દ્રવ્ય! “ઉત્પાદવ્યયધુવયુક્તમ્ સત્ ! સપદાર્થ! પદાર્થ પરિણામી છે, પદાર્થ છે ને! ઇ પરિણામી છે. દ્રવ્યપર્યાયનું જોડકું છે! દ્રવ્ય-પર્યાય પરસ્પર સાપેક્ષ છે, એ જે સાપેક્ષ છે, જે પર્યાયથી સહિત પરિણામી (દ્રવ્ય!) ભાઈ? આ અંદરમાં જે પરિણમે છે ને, આત્મા પરિણમતો દેખાય છે ને (૩)! એ પરિણમતા આત્માને દેખવું તે મિથ્યાત્વ છે! પરિણામીનાં લક્ષ, આત્મજ્ઞાન ન થાય ! એ પરિણામીમાં જ અપરિણામી રહેલો છે, એ પરિણામ સાપેક્ષ દ્રવ્યને (દષ્ટિમાંથી) છોડીને, પરિણામ નિરપેક્ષ અપરિણામી (દ્રવ્યને) જો અંદરમાં, તો તને આત્મભાન થશે (આત્મ) અનુભવ થશે, તને સુખ થશે! (શ્રોતા ) યુગલજી ફરમાવે છે “વર્તમાનમેં ગુરુદેવકા તત્ત્વ લાલચંદભાઈ કે પાસ સુરક્ષિત હૈ, એમ જાહેરમાં કહ્યું હતું (ઉત્તર) નિરાભિમાની માણસ સજ્જન છે. જેમ એને દેખાય એમ કહે! અરે ! પ્રભુ પરિણામને જોતાં જોતાં પંડિત થાય પણ જ્ઞાની ન થાય! આહા...હા ! એકવાર... અપરિણામીને જો ને!! જેમાં પરિણામ માત્રનો ત્રિકાળ અભાવ છે ! આહાહા! (એક વાર લે ને) પરિણામીને મન જાણે છે હું તો અપરિણામી ને જાણું છું મારો વિષય (ધ્યય) સ્વભાવનો વિષય સ્વભાવ છે. અને ઇન્દ્રિયજ્ઞાનનો બુદ્ધિનો મનનો વિષય પરિણામી વિભાવ છે. અપરિણામીની અપેક્ષાએ, પરિણામી વિભાવ ભાવ છે. આહા ! એ ધ્યાનનું ધ્યેય નથી અહા! ધ્યેયને લક્ષમાં લે ને! તો ધ્યાન સહજ પ્રગટ થશે, ધર્મધ્યાન! Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #104 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૮૧ પ્રવચન નં. - ૬ અહા! એદ્રવ્ય તને એમ નથી કહેતું કે તું મને જાણ” (કયું દ્રવ્ય?) પરિણામી દ્રવ્ય, પર્યાયસાપેક્ષ દ્રવ્ય ! પરસ્પર સાપેક્ષ દ્રવ્ય છે ને ...પરસ્પર સાપેક્ષ છે પર્યાયથી (સહિત) અને જીવતત્ત્વ છે ને ઇ પર્યાયથી (રહિત) નિરપેક્ષ છે. નિરપેક્ષને જો ને! સાપેક્ષને શા માટે જોઇ રહ્યો છો? અહાહા ! ઈ તને નથી કહેતું કે “તું મને જાણ” ઈ.પરિણામી દ્રવ્ય પરિણમે છે પર્યાયથી ઇ પરિણામી દ્રવ્ય એમ નથી કહેતું તને કે “તું મને જાણ' (અને) આત્મા પણ પરિણામીને જાણવા જતો નથી આહા..હા! (જ્ઞાન) અપરિણામીને (જાણવાનું) છોડતો નથી, જાણવાનું છોડે તો... પરિણામીને જાણે ! અહા! આ હળદરને ગાંઠિયે ગાંધી થઇ જવાય એવું છે નહીં! આ ચાર ચોપડી ભણ્યો ને વિદ્વાન થઇ ગયો અને વ્યાખ્યાન આપવા (લાગ્યો). આહાહા ! એ વસ્તુ જુદી છે ભાઈ, અંદરની !! ' કહે છે... પરમાત્મા ફરમાવે છે કે પરિણામી આત્મા એ મારો વિષય (ધ્યય) નથી. એ તો બુદ્ધિનો વિષય છે, મનનો વિષય છે, એ વિભાવ, વિભાવને જાણે છે! સ્વભાવ, સ્વભાવને જાણે છે!! પરિણામને પહેલાં એ જાણતો નહોતો ને પછી પણ જાણશે નહીં, પછી તો....ઇન્દ્રિયજ્ઞાન અને જાણશે, એમ અમે જાણીએ છીએ. પણ, હું એને જાણું છું એમ સાધકના જ્ઞાનમાં રહેતું નથી. અહા! ઝીણી વાત છે. અજમેરાભાઈ ! હું સૂક્ષ્મ છે હોં, બહુ સૂક્ષ્મ!! અહા! સાધકને શુદ્ધ ઉપયોગમાં ઇન્દ્રિયજ્ઞાનનો વ્યાપાર બંધ થઇ જાય છે. કિલ્લિત -કિલ્લિત, જેમ ઓલા સર્પને મંત્રથી દબાવી દીએને, એમ આ ઇન્દ્રિયજ્ઞાન કિલ્લિત થઇ ગયું હતું શુદ્ધોપયોગ થતાં! હવે (પાછો ઉપયોગ બહાર આવે છે) તો પાછો ઇન્દ્રિયજ્ઞાન ફૂફાડો મારે છે-થોડી 'ક વાર થને ઇન્દ્રિયજ્ઞાન ફૂંફાડો મારે છે એટલે ઊભું થાય છે, પરને પ્રસિદ્ધ કરનારું (પરંતુ) હવે એમાંથી ઝેરનાં દાંત નીકળી ગયા છે એનું નામ હવે સમ્યજ્ઞાન થઇ ગયું છે. મિથ્યા નથી. આહા! મિથ્યાજ્ઞાન રહ્યું નથી છતાં એ આત્મજ્ઞાન છે નહીં, જો ઇન્દ્રિયજ્ઞાન, આત્મજ્ઞાન હોય તો પછી એમાં આત્મા જણાવો જોઇએ, પણ જણાતો નથી, આત્મા એનો વિષય જ નથી. મિથ્યાજ્ઞાન-ઇન્દ્રિયજ્ઞાનનો-જ્ઞાનનો વિષયતો નથી, પણ અનુભવીને જે સમ્યજ્ઞાન નામ પામ્યું; એવું જે મનને બુદ્ધિ પાંચ ઇન્દ્રિય-હવે સમ્યજ્ઞાન છે, સમ્યજ્ઞાન છે છતાં એ આત્માનું જ્ઞાન નથી. આહાહા! આ તો મોટા દિવસ છે ને! પર્યુષણ (પર્વ) છે ને! પર્વાધિરાજ ! આત્માની ઉપાસના કરવાના દિવસો છે. છોડી દે હું પરને જાણું છું, લક્ષ છોડી દે! બુદ્ધિ મિથ્યા છે તારી, બીજો જાણે છે ને, માને છે કે હું જાણું છું!(જેમ) પરિણામને કરે છે પરિણામ અને માને કે હું કરું છું એમ ભેદને અને પરિણામી દ્રવ્યને ઈન્દ્રિયજ્ઞાન-બુદ્ધિ જાણે છે. આહા..હા ! હું જાણતો નથી, મારો વિષય નથી, એનાં લક્ષે જ્ઞાન પ્રગટ થતું નથી! “જેના લક્ષે જ્ઞાન પ્રગટ થાય એ જ જ્ઞાનનો વિષય હોય”-(મહા) સિદ્ધાંત! “જેના લક્ષે જ્ઞાન પ્રગટ ન થાય, વધે નહીં અને પૂર્ણ ન થાય તો એ જ્ઞાનનો વિષય ન હોય”. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #105 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૮૨ જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન ઇન્દ્રિયજ્ઞાનનો વિષય હો તો હો, પણ હવે ઇન્દ્રિયજ્ઞાન લંગડું થઈ ગયું છે ઝાઝો ટાઇમ (સમય) રહેવાનું નથી. આહા! એમાં ઘસારો થવા માંડયો, એમાં ઘસારો થાય છે. ઘસારો સમજ્યા ને? એના અંશો ઘટતા જાય છે. ભલે ! ઉઘાડ વધે પણ એની શક્તિ ઘટે છે! હા, ઠેકડા મારવાની શક્તિ હવે ઘટે છે, ઉઘાડ ભલેને વધે, એના ઉપર ચોકડું ચડી ગયું છે. ભેદજ્ઞાનનું! એને આત્મા ટેકો આપતો નથી. અરે! આ પરિણામી (દ્રવ્યને) હું જાણું છું! આચાર્ય ભગવાન કહે છે, એ તારા જ્ઞાનનો વિષય નથી. તું તો આત્મા છો, પરમાત્મા છો હોં! એ પરમાત્મા (અપરિણામી) એનો વિષય પરિણામી ના હોય-પરિણામી ના હોય, પણ અપરિણામી હોય. અપરિણામીના લક્ષ તો જ્ઞાન પ્રગટ થાય, વધે ને પૂર્ણ થાય. આદિ-મધ્ય-અંતમાં આમાં સમ્યગ્દર્શનની વાત તો છે પણ શ્રેણી સુધીની વાત લઇ લીધી છે. ' અરે! પરપદાર્થો તો ઇન્દ્રિયજ્ઞાનનો ખરેખર વિષય નથી પણ અહીંયા પરિણામ અને પરિણામી–બેયના ભેદને કાઢીને અપરિણામમાં લઇ જાય છે-જ્ઞાયકમાં લઇ જાય છે! તારો વિષય (ધ્યેય) તો “જાણનાર” તેને જાણ ને! આહા ! જેમાં જાણવાની ક્રિયા ન થાય તેને (જડને) જાણવા ક્યાં ગયો? અને શિવબુદ્ધિને છોડી “તું મને જાણ દ્રવ્ય એમ કહેતું નથી. (જુઓ ગાથામાં) દ્રવ્ય કહ્યું છે, તત્ત્વ નથી કહ્યું-જીવતત્ત્વ નહીં, પણ છદ્રવ્યમાં (જે) જીવદ્રવ્ય છે-છએ દ્રવ્ય પરિણામી છે એમ જીવદ્રવ્ય પણ પરિણામી છે. જીવતત્ત્વ અપરિણામી છે. જીવતત્ત્વ પરિણામી ન હોય, બરબાર છે? બધા અભ્યાસી છે. (આ) જીવદ્રવ્યની વાત છે! સાચી વાત છે આ અદ્દભુત ચમત્કારિક વાતો શાસ્ત્રમાં છે. એદ્રવ્ય એમ નથી કહેતું કે “તું મને જાણ” “જો દ્રવ્ય આત્મજ્ઞાનનો વિષય હોત તો નિષેધ ન કરત મુનિરાજ! શું કહ્યું? જીવદ્રવ્ય, જે પર્યાયસાપેક્ષ પરિણામી, એ જો આત્મજ્ઞાનનો વિષય હોત તો અને તેના લક્ષે જો (આત્માનો) અનુભવ થતો હોત, તો એનો નિષેધ ન કરત! એને જાણવાનું બંધ કર, એમ ન કહેત! પણ એના લશે તો આત્મજ્ઞાન ઉદય પામતું નથી માટે એને જાણવાનું બંધ કરી દે! અહા..હા...હા! તું મને જાણ” અને આત્મા પણ...એ દ્રવ્ય કહેતું નથી કે “તું મને જાણ અને આત્મા ‘પણ'... “પણ” લગાવ્યું ને! ઓલું કહ્યું એટલે આ “પણ” લગાવવું પડયું! “આત્મા પણ પોતાને જાણવાનું છોડીને એને જાણવા જતો નથી. આવી સ્થિતિ હોવા છતાં મૂઢપ્રાણી ! આહા! “મને આ જણાય છે ને મને આ જણાય છે ને મને આ જણાય છે!” કે: “ગુણપર્યાયવત દ્રવ્યમ્' છે ને “ઉત્પાદવ્યયધ્રુવયુક્ત સત” છે, એની કોણ ના પાડે છે બાપુ! છે, છે! પણ તારા જ્ઞાનનો વિષય (ધ્યેય) એ નથી. (એનું) અસ્તિત્વ બસ! છે બસ! “છે”. નો નિષેધ નથી, પણ (તેના) લક્ષનો નિષેધ છે. આહા...હા! આ જુવાનિયો બેઠો છે ઈ“ હા પાડે છે! તમારી બાજુમાં, કયા ગામના છો ? ગુણપર્યાયવત્ દ્રવ્યમ્' છે પણ તે જ્ઞાનનો વિષય નથી, એનું લક્ષ કરવા યોગ્ય નથી! કયા ગામમાં રહો છો તમે ? ( શ્રોતા:) ભીંડમાં (ઉત્તર) ભીંડના છો, ભીંડના અચ્છા, જુવાનિયા પકડે તો સારું સમજી ગયા ! બધા પકડે તો સારું પણ..જુવાનિયા પકડે તો પરંપરા ચાલે એવો જરા લોભ રહે છે! Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #106 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૮૩ - પ્રવચન નં. - ૬ શું કહે છે? પ્રભુ! સાંભળ! “દ્રવ્ય એમ કહેતું નથી'-આ છ દ્રવ્ય તો કાઢી નાખ્યા પણ સ્વદ્રવ્ય પોતાનું દ્રવ્ય ! જેને “તત્ત્વાર્થસૂત્ર” માં “ગુણપર્યાયવત્ દ્રવ્યમ્” “ઉત્પાદવ્યયધુવયુક્ત સ' કહ્યું છે-(તે) પરિણામી...પરિણામી..પરિણામી આ પરિણામી દ્રવ્ય એમ નથી કહેતું કે તું મને જાણ” અને આત્મા અપરિણામીને છોડીને એને જાણવા જતો નથી! આવી વસ્તુસ્થિતિ હોવા છતાં, હે મૂઢપ્રાણી! તું પરિણામીદ્રવ્યને ક્યાં જાણવા ગયો? એ તારા જ્ઞાનનો વિષય નથી, એ તો ઇન્દ્રિયજ્ઞાનનો વિષય-બુદ્ધિનો વિષય (છે), મનનો વિષય છે, એ આત્માનો વિષય આત્મજ્ઞાનનો વિષય નથી. (અહીંયા) લક્ષની પ્રધાનતા છે, ધ્યાન રાખવું, પ્રતિભાસ અહીં ગૌણ છે, લક્ષની પ્રધાનતાથી વાત ચાલે છે. આહાહા! બુદ્ધિના વિષયમાં આવેલા “દ્રવ્યને '-આ “જીવતત્ત્વ” એમ કહ્યું નથી ! મફતનો ગ્રહવા જાય છે તારા હાથમાં કાંઈ આવશે નહીં! આવું જાણીને પણ મૂઢ જીવ, દ્રવ્યને જાણવા જાય છે તેથી ઉપશમભાવને પામી શકતો નથી! ઉપશમભાવ એટલે ઉદાસીન ભાવને પામતો નથી-વીતરાગદશાને પામતો નથી, અને શિવબુદ્ધિને છોડીને કલ્યાણકારી બુદ્ધિને છોડીને પોતાને જાણવાનું છોડીને, આ દ્રવ્યને જાણવાનું મન કરે છે! એ તો દુઃખદાયક દૃષ્ટિ છે. એમાં તને કાંઈ ફાયદો નથી. લ્યો! આ બે ગાથા થઇ વિસ્તારથી, હવે ટીકા! આ દશ ગાથા (ની કહેલી વાત ) સમજાણી હોય ને તો ટીકા સમજાશે, મગજમાં આવી હશે ને તો ! આમાં ઇન્દ્રિયજ્ઞાન અને આત્મજ્ઞાન બે (જ્ઞાનો) ભિન્ન ભિન્ન તત્ત્વો છે, ઇન્દ્રિયજ્ઞાનનો વિષય “પર” છે અને આત્મજ્ઞાનનો વિષય “સ્વ” છે. ટીકા - હવે, અમૃતચંદ્ર આચાર્યદવ ટીકા કરે છે, ટીકા એટલે વિસ્તાર, જે એમાં (ગાથામાં-મૂળમાં) છે ને! ગૂઢ ભાવ ભરેલા (છે) એને ખોલે છે, અને મૂળગાથાઓમાં (તો સિદ્ધાંત) દષ્ટાંત નહોતું આપ્યું (વે) ટીકાકાર સિદ્ધાંતને સમજવામાં સરળતા આવે, એટલા માટે દષ્ટાંત એક આપે છે, એ દષ્ટાંત પણ એવું છે કે, કોઇએ કદી સાંભળ્યું ન હોય એવું છે! છે તો પરિચિત, દીવાનું દષ્ટાંત ! ઈ આવશે, જુઓ ! પ્રથમ દષ્ટાંત કહે છે: “આ જગતમાં બાહ્યપદાર્થ-ઘટપટાદિ-,જેમ દેવદત્ત નામનો પુરૂષ યજ્ઞદત્ત નામના પુરુષને હાથ પકડીને કોઇ કાર્યમાં જોડે તેમ, દીવાને સ્વપ્રકાશનમાં (અર્થાત્ બાહ્યપદાર્થને પ્રકાશવાના કાર્યમાં) જોડતો નથી કે “તું મને પ્રકાશ'. આહા ! આ જગતમાં આ વિશ્વમાં બાહ્ય પદાર્થ-ઘટ, પટ આદિ આત્માને છોડીને, બાકીના જે બધા પદાર્થો છેસોફાસેટ, ખુરશી (ગાદી-તકીયા) વગેરે, વગેરે બધું હોય ને! બાહ્યપદાર્થ ઘટ, પટ, આદિ, જેમ-જેવી રીતે દેવદત્ત નામનો પુરુષ યજ્ઞદત્ત નામના પુરુષને હાથ પકડીને કોઇ કાર્યમાં જોડે તેમ-એ પુરુષ બીજાનો હાથ ઝાલીને કહે (ક) હાલ મારી સાથે, આ કામ સાથે મળીને કરીએ, એમ એનો હાથ પકડી, ઝાલીને કામ કરાવે છે ને! તેમ ઘટ-પટ, પ્રકાશને પકડીને એમ કહેતા નથી કે તું મને પ્રકાશ'. કહ્યું...? પ્રકાશ પણ છે ઘટ, પટ પણ છે. “બે” (ય) નું અસ્તિત્વ છે બેનું (બન્નેનું) હોવાપણું છે, દીવો પણ છે ને દીવાનો પ્રકાશ પણ (પ્રગટ) થાય છે અને સામે ઘટપટ આદિ બાહ્ય Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #107 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૮૪ જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન (ચીજો) પણ છે, પણ એ બાહ્યપદાર્થ (ચીજો) ઘટ, પટ આદિ દીવાના પ્રકાશને, એમ કહેતા નથી કે તું મને પ્રકાશ ”—તું મને પ્રકાશ તો જ મારું અસ્તિત્વ છે તેમ તે (પદાર્થો) કહેતા નથી. ઘટ, પટ, એમ કહેતું નથી કે તું મને પ્રકાશ. “દીવાને સ્વપ્રકાશનમાં અર્થાત્ બાહ્ય પદાર્થને પ્રકાશવાના કાર્યમાં જોડતો નથી-ઘટ (ઘડો) એમ કહેતો નથી કે તું મને પ્રકાશ! કેમ કહેતો નથી? (કમ) કે પ્રકાશ તો સ્વયં એને પ્રકાશે છે! શું કહ્યું? માર્મિક વાત કરી હોં? “હા” પાડશોમાં ઘડિકમાં કોઇ, નહીંતર પકડાઇ જશો! (કીધું કેઃ) દીવાનો પ્રકાશ, આજ સુધી કોઇ ઘટ પટ ને પ્રકાશતો જ નથી હાય, હાય! શું થાશે, આ અમારું શું થાશે ! તારું ભાન થઈ જશે આત્માનું, જો તો ખરો જરા” ક! આવશે...ધીમે! ધીમે! આપણે ક્યાં ઉતાવળ છે? અહા! આચાર્ય ભગવાન ટીકાકાર અમૃતચંદ્ર ધર્માત્મા! અતિ આસનભવ્ય ધર્માત્મા! એકા” દ ભવમાં તો જેનો મોક્ષ થવાનો છે! કુંદકુંદભગવાન પાંચમા સ્વર્ગમાં ગયા છે! એ એકાવતારી લોકાંતિક દેવ થયા ને ! હવે ત્યાંથી નીકળીને-ઘણા જીવો મુનિઓ છે ત્યાં, છે અત્યારે! એવા આસનભવ્ય ધર્માત્મા, ફરમાવે છે કેઃ “દીવાને સ્વપ્રકાશનમાં એટલે બાહ્યપદાર્થને પ્રકાશવાના કાર્યમાં જડતો નથી કે તું મને પ્રકાશ'- પરપદાર્થ એમ કહેતું નથી કે “તું મને પ્રકાશ'. (કેટલાકને વળી) ત્યારે એક તર્ક થાય “કે કહ્યા વિના તો એને પ્રકાશે છે ને એ જ તારું અજ્ઞાન છે, એને પ્રકાશતો નથી, ઘડાને પ્રકાશતો નથી, કેમકે “પ્રકાશ્ય” નામની શક્તિ તો દીવામાં છે, એ “પ્રકાશ્ય” નામની શક્તિ ત્યાં ક્યાં વઇ ગઇ છે? દીવાની. દીવો તો દીવાને પ્રકાશે છે, ઘટ-પટને પ્રકાશતો નથી. આહા! આ ચાલતી વાત નથી, દષ્ટાંત સમજવું ય અઘરું પડે!) લાખ્ખો, કરોડો માણસોને પૂછો કે દીવો થાય ત્યારે પરપદાર્થ પ્રસિદ્ધ થાય ને! અંધારું હોય તો પર પદાર્થ પ્રસિદ્ધ ન થાય (ન જણાય!) તો ‘હા’ કહે. આમાં અજ્ઞાનીનો મત કામ આવે નહીં, અજ્ઞાની તો (વસ્તુસ્વરૂપ) હોય, તેનાથી ઊલટું જાણે માને, એનું નામ અજ્ઞાની કહેવાય, ઇ...તો એનું લક્ષણ છે. દીવો, ઘડાને પ્રકાશિત કરતો નથી. છતાં બધા એમ કહે છે (માને છે) કે દીવો, ઘડાને પ્રકાશે છે! “દીવો' સંબંધે પણ એનું અજ્ઞાન છે, “આત્મા' સંબંધે તો અજ્ઞાન છે! થોડી વાત, સૂક્ષ્મ આવશે, હમણાં આવશે, હમણાં આવશે! અદભુત ચમત્કારિક વાત છે, અજમેરાભાઈ ? જેમ કુંભારથી ઘડો થતો નથી, એમ દીવાનો પ્રકાશ ઘટને પ્રકાશતો નથી. આ શું ધડાકો? આ ધડાકો છે, મિથ્યાત્વના નાશનો ઉપાય છે. ભાઈ ! શાંતિથી સાંભળ તું, એનું લોજિક આપશે, કારણ આપશે હોં? એમને એમ પ્રકાશતો નથી, એટલું કહીને બંધ નહીં કરે ઇ...એના કારણ આપશે, કે કેમ એને પ્રકાશતો નથી! અને દીવાનું એ પ્રકાશ્ય કેમ નથી? એના લોજિક-કારણ આપશે ધીમે! ધીમે! આહા ! એ દીવાને એમ કહેતું નથી કે મને સ્વપ્રકાશનમાં પ્રકાશ ! એને જોડતો નથી. જેમ દેવદત્ત યજ્ઞદત્તને બળાત્કારે હાથ પકડીને કામ કરાવે છે, એમ ઘડો, બળાત્કાર કરતો નથી દીવા ઉપર કે Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #108 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates ૮૫ પ્રવચન નં. - ૬ ‘તું મને પ્રકાશ’! એ તો સ્વભાવ જ છે ઘડાને પ્રકાશવાનો ! દીવાનો પ્રકાશ, ઘડાને પ્રકાશવાનો...સ્વભાવ છે? કે (દીવાનો) દીવાને પ્રકાશવાનો સ્વભાવ છે? દીવાની સાથે પ્રકાશનું તન્મયપણું છે કે અતન્મયપણું છે? (દીવાને ) ઘટની સાથે અતન્મયપણું-અન્યપણું છે માટે એને પ્રકાશતો નથી. એને (ઘટને ) પ્રકાશે એમ માને તેણે પ્રકાશને અને ઘટર્ન, બેને એક કર્યાં, પ્રકાશ ભિન્ન, અને ઘટ ભિન્ન ! (તેના ) જ્ઞાનમાંથી નીકળી ગયું! (ન્યાય ) આવશે હજી–લોજિક આપશે હજી હોં? એમાં લોજિક આપશે. આહા ! ‘સ્વપ્રકાશનમાં જોડતો નથી કે ‘તું મને પ્રકાશ ’–‘તું મને જાણ' ઈ તો જ્ઞાનની વાત આવશે-સિદ્ધાંતની ત્યારે ( કહેશે ) આમાં તો...એમ કહેતું નથી કે ‘તું મને પ્રકાશ' અને દીવો પણ ઓલો એમ નથી કહેતું કે ‘તું મને પ્રકાશ' અને દીવો પણ એને પ્રકાશ કરવા જતો નથી ! દષ્ટાંત આપે છે: અને દીવો પણ લોહચુંબક-પાષાણથી ખેંચાયેલી લોખંડની સોયની જેમ પોતાના સ્થાનથી વ્યુત થઈને તેને (બાહ્યપદાર્થને ) પ્રકાશવા જતો નથી; ’ આહા.....હા ! જેમ લોહચુંબક-પાષાણથી ખેંચાયેલી લોખંડની સોય-લોખંડ હોય ને! લોચુંબકમાં એ ખેંચાય છે–સોય એમાં ખેંચાય છે, એવો એક નિમિત્ત-નૈમિત્તિક સંબંધ બનાવ બની જાય છે, એમાં તો એમ થાય છે, પણ આમાં પ્રકાશ ખેંચાઈને ઘડા સુધી જતો નથી. પોતાનું સ્વક્ષેત્ર છોડતો નથી. પોતાને પ્રકાશવાનું છોડતો નથી. પોતાને પ્રકાશવાનું છોડે તો જ એને પ્રકાશે ! (લોખંડની ) સોય તો ખેંચાય, પણ દીવાનો પ્રકાશ, ત્યાં ખેંચાઈને જાય અને પેલું એને ખેંચે એમ છે નહીં. એનું કારણ આપશે હોં? ‘લોખંડની સોયની જેમ પોતાના સ્થાનથી વ્યુત થઈને ' દીવો, એનો પ્રકાશ પોતાને પ્રકાશવાનું છોડીને એમ. પોતાને પ્રકાશવાનું છોડે, તો એને પ્રકાશે! તો તો બરાબર છે પણ પોતાને પ્રકાશવાનું છોડતો (જ) નથી. ચ્યુત થઈને, તેને બાહ્યપદાર્થને પ્રકાશવા જતો નથી. આહા ! લોચુંબક તરફ (લોખંડની) સોય ખેંચાય છે પણ આ દીવાનો પ્રકાશ, એ ઘડા (આદિ ) તરફ ખેંચાઈને એને પ્રકાશ કરવા જતો નથી. પ્રશ્નઃ- પોતામાં રહીને એને પ્રકાશે તો શું વાંધો ? ઉત્તર:- પોતામાં રહીને પોતાને પ્રકાશે! પોતાને પ્રકાશવાનું છોડે (તો એને પ્રકાશે ) એને ભ્રાંતિ થાય છે કેઃ પરને પ્રકાશે છે. દષ્ટાંતે ય પચવું કઠણ પડે તેવું છે! પરંતુ.....હવે એ દીવાનો પ્રકાશ (છે એને ) ઘડો એમ તો નથી કે ‘તું મને પ્રકાશ' અને દીવાનો પ્રકાશ, પોતાના પ્રકાશકને છોડીને, ઘડાને પ્રકાશવા જતો નથી. એમ બે વાત આચાર્યભગવાને કરી, હવે એ ઘડો કેમ કહેતો નથી ? કે ‘તું મને પ્રકાશ’? અને દીવો-પ્રકાશક! એને કેમ પ્રકાશવા જતો નથી ? એની એક ગૂઢ–માર્મિક વાત (આચાર્યદેવ ) કરે છે, લોજિક આપે છે. “પરંતુ વસ્તુસ્વભાવ ૫૨ વડે ઉત્પન્ન કરી શકાતો નહિ હોવાથી તેમ જ વસ્તુસ્વભાવ ૫૨ને ઉત્પન્ન Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #109 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updařes જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન કરી શકતો નહિ હોવાથી,” આહા....હા ! વસ્તુસ્વભાવ! દીવાનો જે પ્રકાશસ્વભાવ છે, એ દીવાનો–વસ્તુનો પોતાનો, પોતાથી સ્વભાવ છે. એ વિભાવ નથી. એ તો એનો સ્વભાવ છે. જેમ, અગ્નિનો ઉષ્ણ સ્વભાવ છે એમ દીવાનો પ્રકાશ સ્વભાવ છે. (દીવાનો) પ્રકાશક સ્વભાવ છે, સ્વ-૫૨ને પ્રકાશ કરે છે, એમ નથી ! ૮૬ અહીંયા એ શલ્ય ગરી ગયું છે, સ્વપ૨પ્રકાશકનું ! મોટું શલ્ય છે, એક અનેકાંતનું અને એક સ્વ૫૨પ્રકાશકનું ! ‘પરંતુ, વસ્તુસ્વભાવ ’ એટલે દીવાનો પ્રકાશ નામનો પોતાનો સ્વભાવ છે, એ વસ્તુનો સ્વભાવ છે. ‘(વસ્તુસ્વભાવ) ૫૨ વડે ઉત્પન્ન કરી શકાતો નહિ હોવાથી, એટલે ઘડો છે એ પ્રકાશને ઉત્પન્ન કરતો નથી. ઘડો છે તો પ્રકાશ છે, ઘડો કર્તા અને પ્રકાશની પર્યાય, ઘડાનું કાર્ય એમ છે નહીં. બે ભિન્ન પદાર્થ વચ્ચે કર્તાકર્મ સંબંધ હોય નહીં. ઘડો છે, માટે આ પ્રકાશ ઘટકૃત છે કે દીવાકૃત પ્રકાશ છે? દીવાનો પ્રકાશ તો દીવાકૃત છે, ઘટકૃત છે નહીં. ‘વસ્તુસ્વભાવ ૫૨ વડે ઉત્પન્ન કરી શકાતો નહિ હોવાથી' એટલે ઘડો હોય તો અહીંયા પ્રકાશ ઉત્પન્ન થાય અને ઘડો ન હોય તો પ્રકાશ ઉત્પન્ન ન થાય, એમ છે નહીં. દીવાનો પ્રકાશ-વસ્તુસ્વભાવ તો પોતાથી પ્રગટ થાય છે. એને ઘડાની અપેક્ષા નથી. એક વાત કરી ત્યાંથી કે: ઘડો કર્તા અને પ્રકાશની પર્યાય કર્મ એમ છે નહીં. હવે, દીવો પ્રકાશક છે એ કર્તા અને ઘટને પ્રકાશે એ એનું કર્મ, એમ છે નહીં. ઘડા વડે પ્રકાશ ઉત્પન્ન કરી શકાતો નથી અને પ્રકાશ, ઘડાને પોતાનું પ્રકાશ્ય બનાવી શકતો નથી. પોતાનું પ્રકાશ્ય એ ક્યારે બનાવે ? કે પ્રકાશ્યશક્તિનો અહીંથી અભાવ થાય, તો એનું પ્રકાશ્ય થાય, પણ એનું પ્રમેયત્વ, એનું પ્રકાશત્વ એનામાં છે ને આનું આનામાં છે. અહા! એના વડે તો ન થાય પ્રકાશ ઉત્પન્ન ! દીવાનો પ્રકાશ ! વસ્તુસ્વભાવ ૫૨ વડે તો ઉત્પન્ન ન થાય, ઘડા વડે તો પ્રકાશ ઉત્પન્ન ન થાય એ તો ઠીક! પણ....પ્રકાશકનું જે પ્રકાશ્ય છે એ ઘડો નથી! કેમકે ઘડો પ્રકાશ્ય ક્યારે થાય ? કેઃ અહીંયા પ્રકાશક જે છે એનો પ્રકાશ નામનો પ્રકાશ્ય/પ્રકાશક, પ્રકાશ અને પ્રકાશ્ય (તેમાં) પ્રકાશક દ્રવ્ય છે, પ્રકાશ એનો પર્યાય છે (પ્રકાશ્ય નામનો ગુણધર્મ છે) (દીવાને ) પ્રકાશપર્યાય, દીવાને પ્રસિદ્ધ કરે છે, ઘટને નહીં. એનો પ્રકાશ્ય નામનો ધર્મ દીવાના દ્રવ્ય-ગુણ-પર્યાય ત્રણેમાં વ્યાપેલો છે. એટલે પ્રકાશ્ય નામનો જે ધર્મ છે એ પોતાના પ્રકાશ્ય નામના સ્વભાવને છોડી અને ઘડો એનું પ્રકાશ્ય થાય એમ ત્રણકાળે બનતું નથી, એમ છે નહીં. એની દષ્ટિ, દીવા ઉ૫૨ નથી અને ઘડા ઉ૫૨ છે, એને એમ લાગે છે (ભાસે છે) કે ઘડાથી પ્રકાશ ઉત્પન્ન થાય અને પ્રકાશ ઘડાને પ્રસિદ્ધ કરે! બેય વાત ખોટી છે સો ટકા ! ( આચાર્યદેવ ) પછી સિદ્ધાંતમાં વધારે સમજાવશે, આ જરા આમાં અટપટું છે! સિદ્ધાંતમાં વધારે સહેલું આવશે, વખત થઈ ગયો લ્યો....! Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #110 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates શ્રી સદ્દગુરુદેવાય નમઃ શ્રી સમયસાર ગાથા ૩૭૩-૩૮૨ તા. ૧૯-૯-૧૯૯૧ જામનગર પ્રવચન નં.-૭ આ પર્યુષણ પર્વાધિરાજના ઉત્તમ માંગલિક દિવસો ચાલે છે...એમાં અનંતકાળથી જે આત્મા, પોતાનો શુદ્ધાત્મા છે એને ભૂલીને પરભાવને, પરદ્રવ્યને પોતાના માને છે, તે માન્યતા મિથ્યાદષ્ટિ-અજ્ઞાનીની છે. પરભાવ અને પરદ્રવ્ય તે આત્માની ચીજ નથી, એમ એનું ભેદજ્ઞાન કરીને, શુદ્ધાત્માનું લક્ષ કરીને એનો અનુભવ કરવો, તેને આરાધના કહેવામાં આવે છેઉપાસના કહેવામાં આવે છે-એને આત્માની સેવા કરી કહેવામાં આવે છે, એવા દિવસો છે. અહા ! આખા જગતથી જુદો આત્મા છે. પરિણામમાત્રથી પણ આત્મા ભિન્ન છે. એમાં ઇન્દ્રિયજ્ઞાન અને પરિણામ છે, તેનાથી આત્મા ભિન્ન છે. એવા પરિણામમાત્રથી ભિન્ન આત્માનું અંતર લક્ષ કરીને, એને પ્રત્યક્ષ અનુભવમાં લેવો, એનું નામ પર્યુષણપર્વ કહેવામાં આવે છે. એનું નામ આરાધના કરી, કહેવામાં આવે છે અથવા એનું નામ જ સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રના પરિણામ, મોક્ષમાર્ગ કહેવામાં આવે છે. પર્યુષણપર્વનો આજે સાતમો દિવસ છે. ‘ઉત્તમ તપ ધર્મ' નો, આજે ઉત્તમતપધર્મનો દિવસ છે. ભાદરવા શુદ પાંચમને દિવસે ‘ઉત્તમ ક્ષમા ધર્મ' કહેવાય છે. અને અગિયારસને દિવસે ઉત્તમતપધર્મ કહેવાય છે. પણ તેથી એમ ન સમજવું કે પાંચમને દિવસે ક્ષમા સિવાય બીજા ધર્મો હોય જ નહીં અને અગિયારસને દિવસે તપધર્મ જ હોય ? ખરેખર તો, આત્માના વીતરાગભાવમાં ઉત્તમક્ષમા આદિ દશે (ય) ધર્મો એક સાથે સમાયેલા છે, એક દિવસે એક ધર્મ ને બીજા દિવસે બીજો ધર્મ એમ નથી. પરંતુ એક સાથે દશેય ધર્મોનું વ્યાખ્યાન થઈ શકે નહીં તેથી ક્રમસ૨ એક, એક ધર્મનું વ્યાખ્યાન કરવાની પદ્ધતિ છે. પાંચમ, છઠ્ઠ, સાતમ વગેરે દિવસો તે તો કાળની અવસ્થા છે, એ તો જડ છે તેમાં કાંઈ ઉત્તમ ક્ષમા આદિ ધર્મો રહેલા નથી. સમ્યગ્દર્શન જ્ઞાનપૂર્વક આત્માના વીતરાગભાવમાં ઉત્તમ ક્ષમા આદિ ધર્મો રહેલા છે. જેને આત્માની સાચી ઓળખાણ ન હોય, તેને ઉત્તમ ક્ષમા આદિ એક્કેય ધર્મો હોતા નથી. ઉત્તમ ક્ષમા આદિ ધર્મો તે, સમ્યક્ચારિત્રના ભેદો છે. મુખ્યપણે મુનિદશામાં આ ધર્મો હોય છે અને ગૌણપણે શ્રાવકને અને અવિરતસમ્યગ્દષ્ટિને પણ આવા ચારિત્રની સ્થિરતાના પરિણામમાં અંશે વીતરાગતા પ્રગટ થઈ, એમાં ઉત્તમ ક્ષમા આદિ દશેય ધર્મો એમાં અંશે સમાઈ જાય છે. વીતરાગ ભાવમાં એ દશેય ધર્મો સમાઈ જાય છે. એ આત્માના ધર્મો છે, એ પ૨નાં ધર્મો નથી. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #111 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન ૮૮ વીતરાગતા એ ધર્મ છે, વીતરાગ ભાવ એ ખરેખર ધર્મ છે અને ધર્મી એવા જ્ઞાનાનંદ પરમ આત્માનાજ આશ્રયે એ ધર્મો પ્રગટ થાય છે, પરના આશ્રયે એ ધર્મો પ્રગટ થતાં નથી. આવી ચારિત્ર દશા મુનિરાજને મુખ્યપણે દશ ધર્મો હોય છે, ગૌણપણે શ્રાવક અને અવિરત સમ્યગ્દષ્ટિને પણ હોય છે, એવા ઉત્તમ દિવસો છે. આહાહા! પરની સામે જોવાનું સર્વથા બંધ કરી દે! આહાહા! પરને તો તું જાણતો નથી, એટલે પરને જોવાનું બંધ કરી દે એમ પણ અમે હવે કહેતા નથી, અમે તો એમ કહીએ છીએ કે તારા પરિણામને પણ જોવાનું બંધ કરી દે! પરિણામ, એ આત્મજ્ઞાનનો વિષય નથી, પરિણામ એ બુદ્ધિનો વિષય છે. કેમ એ જ્ઞાનનો વિષય નથી? કે, પરિણામના લક્ષે અતીન્દ્રિયજ્ઞાન પ્રગટ થતું નથી. માટે જેના લક્ષે જ્ઞાન પ્રગટ થાય છે તે જ જ્ઞાનનો વિષય હોય! પરિણામના લક્ષે જ્ઞાન પ્રગટ ન થઈ શકે, એ તો અતીન્દ્રિયજ્ઞાન તો.........આત્માના આશ્રયે થાય છે. માટે-પર્યાયાર્થિક ચક્ષુ સર્વથા બંધ કરી દે! પરિણામને જાણવાનું સર્વથા બંધ કરી દે! અને પરિણામથી ભિન્ન જે શુદ્ધાત્મા! અંદરમાં બિરાજમાન છે, શુદ્ધિચૈતન્યઘન પરમ આત્મા, તેને અંદરમાં જઈનેતેનું લક્ષ કર તો ભવનો અંત આવશે બાકી તો બહારની ક્રિયા, એ તો શુભભાવ છે, બંધનું કારણ છે. ભાઈ ! અહા ! એ તો અનંત વાર કર્યું ને નવમી નૈવેયકે ગયો! એ કોઈ અપૂર્વ નથી, શુભાશુભ (ભાવ) એ કોઈ અપૂર્વ ચીજ નથી. નારકીના ભાવ કરતાં પણ અસંખ્ય અનંત ગુણા ભવ કરી સ્વર્ગમાં ગયો! તો સ્વર્ગમાં તો શુભભાવ થાય ત્યારે જાય છે, તો એ કાંઈ (શુભભાવ) અપૂર્વ વાત નથી. એનો મોક્ષ કેમ ન થયો? એ.....આત્માને જાણવાનું એણે છોડી દીધું અને પર જાણવા રોકાઈ ગયો અને કાં (પરનું) કરવા રોકાઈ ગયો!! (પરને) કાં કરવાની બુદ્ધિ ને કાં જાણવાની બુદ્ધિ-બે પ્રકારના દોષો, એ દશ ગાથામાં હવે આવે છે. ચારિત્રનું કારણ સમ્યગ્દર્શનશાન છે “વારિત્ર વસ્તુ ઇમ્પો' ખરેખર ચારિત્ર તે જ ધર્મ છે અને એ મોહ-ક્ષોભ રહિત આત્માના પરિણામ છે, ચારિત્ર સાક્ષાત્ કારણ છે મોક્ષનું! અને સમ્યગ્દર્શન-જ્ઞાન પરંપરા મોક્ષનું કારણ છે! માટે પહેલાં સમ્યગ્દર્શન પ્રગટ કરવું જોઈએ અજ્ઞાનીએ અને પછી જ ચારિત્રની સ્થિરતા આવે છે, એવો અબાધિત નિયમ છે. હવે, એ સમ્યગ્દર્શન કેમ પ્રગટ થાય ? અને પ્રગટ થયા પછી ચારિત્ર જરૂર આવે જ, આવ્યા વગર રહેતું નથી, ચારિત્ર એટલે સ્વરૂપમાં ઠરવું. ચારિત્ર એટલે શું? “સ્વરૂપે ચરણમ્ ઈતિ ચારિત્રમ્' સ્વરૂપમાં જમવું-ઠરવું-લીન થવું એનું નામ પરમાત્મા ચારિત્ર કહે છે. પાંચ મહાવ્રતના પરિણામ એ વ્યવહાર-ચારિત્ર છે, અથવા એ ચારિત્રનો મળ અને મેલ છે. એ વ્યવહાર ચારિત્ર એ બંધનું કારણ છે. એ સમ્યગ્દર્શન કેમ પ્રગટ થાય? એની ગાથા છે. અજ્ઞાની જીવને સંબોધે છે. આટલું આટલું Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #112 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૮૯ પ્રવચન નં. - ૭ અમે કહીએ છીએ છતાં હે! મૂઢ જીવ, તું સમજતો નથી! એમ કહેશે. દશ ગાથા (૩૭૩ થી ૩૮ર) ની ટીકા ચાલે છે. ટીકાની ચાર-પાંચ લીટી ફરીથી (લઈએ !) ટીકા:- પ્રથમ દષ્ટાંત કહે છે. આ જગતમાં બાહ્યપદાર્થ-ઘટપટાદિ, જેમ દેવદત્ત નામનો પુરુષ યજ્ઞદત્ત નામના પુરુષને હાથ પકડીને કોઈ કાર્યમાં જોડે તેમ, દીવાને સ્વપ્રકાશનમાં ( અર્થાત્ બાહ્યપદાર્થને પ્રકાશવાના કાર્યમાં) જોડતો નથી કે “તું મને પ્રકાશ” અને દીવો પણ લોહચુંબક-પાષાણથી ખેંચાયેલી લોખંડની સોયની જેમ પોતાના સ્થાનથી ચુત થઈ તેને (બાહ્યપદાર્થને) પ્રકાશવા જતો નથી; આહા ! પ્રથમ દષ્ટાંત કહે છે “આ જગતમાં બાહ્યપદાર્થ ઘટ-પટ આદિ–છ દ્રવ્ય આવી ગયા! એમાં. “જેમ દેવદત્ત નામનો પુરુષ યજ્ઞદત્ત નામના પુરુષને હાથ પકડીને કોઈ કાર્યમાં જોડે તેમ”—એવો એક દષ્ટાંત આપ્યો! આવું તો જગતમાં દેખાય છે, પણ જગતમાં જેવું દેખાય છે, તેવું આત્મામાં છે નહીં એમ. જગતમાં જેવું તને દેખાય છે, એવી આત્માની સ્થિતિ છે નહીં. જો કે “તેમ દીવાને સ્વપ્રકાશનમાં” દીવાનો દષ્ટાંત આપ્યો, દીવાનો! અહાહા ! તેમ દીવાને સ્વપ્રકાશનમાં અર્થાત્ “બાહ્ય પદાર્થને પ્રકાશવાના કાર્યમાં જોડતો નથી” ઘડો, દીવાને એમ કહેતો નથી કે “તું મને પ્રકાશ' આહાહા...હા ! એ કહેતો જ નથી ઘડો, કે તું મને પ્રકાશ ! એક સાઈડ (બાજુ) સામેની સાઈડથી (બાજુએ) થી કહ્યું. હવે, દીવાની સાઈડથી વાત કરે છે કે તે દીવો પણ “જેમ લોહચુંબક-પાષાણ તરફ ખેંચાયેલી લોખંડની સોય” એવો તો બનાવ દેખાય છે કે લોખંડની સોય, લોહચુંબક-પાષાણ-પથ્થર હોય તો એની તરફ ખેંચાઈને જાય છે, એવું તો બને છે, પણ...અહીંયા એવું બનતું નથી કે જ્ઞાન આત્માથી છૂટીને–દીવાનો પ્રકાશ (દીવાથી) છૂટીને ઘટને પ્રકાશવા જાય, એમ કોઈ કાળે બનતું નથી' આટલું આવ્યું હતું ને! (હવે) બે લીટી જરા સૂક્ષ્મ છે! પરંતુ, વસ્તુ-સ્વભાવ પર વડે ઉત્પન્ન કરી શકાતો નહિ હોવાથી તેમ જ વસ્તુસ્વભાવ પરને ઉત્પન્ન કરી શકતો નહિ હોવાથી,” પરંતુ વસ્તુસ્વભાવ એટલે દીવાનો, દીવો વસ્તુ છે ને એનો જે સ્વભાવ પ્રકાશ છે. અને એ જે પ્રકાશ થાય છે એ દીવાથી થાય છે, જે પ્રકાશ નામની જે પર્યાય છે તે દીવા નામના દ્રવ્યનું જ વિશેષ કાર્ય છે. એ પ્રકાશ, ઘડાનું કાર્ય નથી. ઘડો કર્તા થાય અને દીવાનો પ્રકાશ, ઘડાનું કાર્ય થઈ જાય એમ ત્રણકાળે બનવાનું નથી. ઘડાના સદ્ભાવમાં કે ઘડાના અભાવમાં, પ્રકાશ તો દીવાથી જ થઈ રહ્યો છે અને જેનાથી પ્રકાશ થાય એ પ્રકાશ એને જ પ્રસિદ્ધ કરે, જેનાથી ન થાય (એને પ્રસિદ્ધ ન કરે) ઘડાથી તો, એ દીવાનો પ્રકાશ પ્રસિદ્ધ કરી શકાતો નથી. ઘડાથી પ્રકાશ થતો હોય, તો તો બરાબર છે. (શું થાય) તો? તો પ્રકાશ પરાધીન થઈ જાય! તો (જ્યારે) ઘડો ઉઠાવી લેવામાં આવે તો પ્રકાશનો નાશ થઈ જાય. (ખરેખર) પ્રકાશ ઘડાથી નથી, પ્રકાશ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #113 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updařes ૯૦ જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન તો પ્રકાશથી છે. આ...હા...હા! અને જેનાથી છે અને પ્રકાશે ! અને.....જેનાથી પ્રકાશ ન થાય અને પ્રકાશતો નથી. ‘વસ્તુસ્વભાવ પર વડે ઉત્પન્ન કરી શકાતો નથી’-ઘડા વડે પ્રકાશ ઉત્પન્ન થઈ શક્તો નથી. ‘તેમ જ વસ્તુ સ્વભાવ....' ઓલું તો સમજાય કે ઘડાથી પ્રકાશ થાય નહીં. એ તો કદાચિત્ હજી સમજાય, પણ દીવાનો પ્રકાશ ઘડાને...પ્રકાશતો નથી ! એ કઠણ પડે! (ગળે ઉતારવું!) શું કહ્યું...? કેઃ દીવાનો પ્રકાશ દીવાથી થાય છે તેથી પ્રકાશ દીવાને જ પ્રસિદ્ધ કરે છે. જો પ્રકાશ, ઘડાથી થાય તો પ્રકાશ ઘડાને પ્રસિદ્ધ કરે, પણ ઘડાથી પ્રકાશ થતો જોવામાં આવતો નથી, એ તો દીવાથી પ્રકાશ થાય છે, એમ જોવામાં આવે છે. એમ અનુભવમાં આવે છે. ‘તેમજ વસ્તુસ્વભાવ પરને ઉત્પન્ન કરી શકતો નહિ હોવાથી ' વસ્તુસ્વભાવ એટલે પ્રકાશક એનો જે પ્રકાશ એ વસ્તુ છે. એ પ્રકાશક દીવામાં પ્રકાશ્ય નામની એક શક્તિ છે, તેથી પ્રકાશ, દીવાને પ્રસિદ્ધ કરે છે. પણ એ વસ્તુસ્વભાવ ઘડાને ક્યારે પ્રકાશે ? કેઃ પ્રકાશ્ય નામનો જે દીવાનો સ્વભાવ-ધર્મ તે અહીંથી કાઢીને ઘડામાં નાખી દે તો તો ઘડાને પ્રકાશે પણ એમ તો બનતું નથી ( અશક્ય છે) આા ! પ્રકાશક, પ્રકાશ્ય અને પ્રકાશ, જ્ઞાતા, જ્ઞાન, શેય-જ્ઞાતા, જ્ઞાન, જ્ઞેય એક સત્તામાં હોય છે. જ્ઞાતા, જ્ઞાન અને જ્ઞેયની ભિન્ન સત્તા છે નહીં. આત્મા જ્ઞાતા ને જ્ઞાન દુકાનને પ્રસિદ્ધ કરે એમ છે નહીં. એ હમણાં સિદ્ધાંતમાં આવશે. ‘પરને ઉત્પન્ન કરી શક્યો નહિ હોવાથી' દીવો જેમ, બાહ્યપદાર્થની અસમીપતામાં એમ કહે છે કે....હું નહીં પ્રકાશું!) ઘડો આદિ પદાર્થ ન હોય, તો દીવો તો છે. જો દીવો બાહ્ય પદાર્થને કારણે પ્રકાશતો હોય, તો બાહ્યપદાર્થો લઈ લ્યો (ત્યાંથી ) તો અંધારું થઈ જાય ? પણ એમ જોવામાં આવતું નથી, એમ અનુભવમાં આવતું નથી. દીવો જેમ બાહ્યપદાર્થની અસમીપતામાં (પોતાના સ્વરૂપથી જ પ્રકાશે છે) તેમ બાહ્ય પદાર્થની સમીપતામાં પણ પોતાના સ્વરૂપથી જ પ્રકાશે છે.’ બાહ્ય પદાર્થના અસદ્દભાવમાં પણ દીવો તો દીવાથી છે. અને દીવાનો પ્રકાશ? દીવો ભલે દીવાથી હોય, પણ દીવાનો પ્રકાશ તો ઘટથી થાય છે ને? એમ છે નહીં. અસદ્ભાવમાં (કે સદ્દભાવમાં દીવો પોતાના સ્વરૂપથી જ પ્રકાશે છે.) અહા...હા ! આ ચોપડા ખોલીને વાંચે તો કામ આવે એવું છે. પણ ખોલે તો ને! એક વખત હું કલકત્તા ગયો હતો, જમવા ગયો, મુમુક્ષુ હતા, તો મને સમયસારની ગાથા જોવાનો વિચાર આવ્યો, સમયસાર લાવો, સમયસાર આપ્યું કબાટમાંથી (કાઢીને ) તો પાનાં બધા બંધ ! કાપેલા નહીં! તો હ્યું: આ શું સમયસાર વાંચતા નથી? તો કહે ભાઈ! વાંચતા નથી, કબાટમાં એવી રીતે પેક કરીને રાખ્યું છે! બાટમાં રાખવા માટે શાસ્ત્ર લીધા છે કે અધ્યયન કરવા માટે? આવું છે. અરે ! પરમાત્મા બનવાનું આ શાસ્ત્ર છે નિમિત્તપણે ! ઉત્કૃષ્ટ નિમિત્ત!! આમ તો ચારેય અનુયોગ નિમિત્ત છે જિનવાણીનાં પણ ‘દ્રવ્યાનુયોગ ' એમાં મુખ્ય અને દ્રવ્યાનુયોગમાં પણ સમયસાર, નિયમસાર છે, તેમાં દષ્ટિ પ્રધાન કથન છે. ‘બાહ્ય પદાર્થની અસમીપતામાં' એટલે એની ગેરહાજરીમાં, Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #114 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates ૯૧ પ્રવચન નં. - ૭ ઘડો ન હોય તો (પણ) પ્રકાશ તો પ્રકાશે છે. ઘડો લઈ લ્યે તો અંધારું થઈ જાય, પણ ઘડાથી તો પ્રકાશ છે નહીં, ઈ.....એની પર્યાય (પ્રકાશની ) પ્રકાશકથી થાય છે. એની પર્યાય થાય છે ( એના ) દ્રવ્યથી, ( દ્રવ્યથી ) એની પર્યાય થાય. પરથી પર્યાય થાય નહીં. ‘બાહ્ય પદાર્થની અસમીપતામાં' પોતાના સ્વરૂપથી પ્રકાશે છે, એને ઘડાની જરૂર નથી. પ્રકાશક, પ્રકાશ્ય અને પ્રકાશ એ ત્રણેય અભેદવસ્તુ છે, (વસ્તુ) એક છે એમાં (આ ) ત્રણ ધર્મો છે. દ્રવ્યરૂપ ધર્મ રહેલો છે, પર્યાયરૂપ ધર્મ રહેલો છે અને દ્રવ્યપર્યાય બેને પ્રસિદ્ધ કરે એવો ધર્મ પણ એમાં રહેલો છે પ્રકાશ્ય નામનો. ‘તેમ બાહ્ય પદાર્થની સમીપતામાં પણ’ ઘડાની ગેરહાજરીમાં પણ પ્રકાશ, પ્રકાશથી (છે) અને ઘડો મૂકો તો પણ પ્રકાશ ઘડાથી નથી. પ્રકાશ તો દીપકથી રહેલો છે. ‘તે પોતાના સ્વરૂપથી પ્રકાશે છે' એમાં પરની અપેક્ષા, પ્રકાશની ક્રિયા થવામાં, કોઈ ૫૨ની અપેક્ષાની જરૂર નથી. સ્વભાવભૂત ક્રિયા છે. પ્રકાશપર્યાય એ દીવાની સ્વભાવભૂત ક્રિયા છે, સ્વભાવભૂત ક્રિયા નિરપેક્ષ હોય, એ ૫૨થી હોઈ શકે નહીં. અહા...હા ! ‘ સ્વરૂપથી પ્રકાશે છે ’ એમ સ્વરૂપથી પ્રકાશતા એવા તેનેદીવાને ‘વસ્તુસ્વભાવથી જ વિચિત્ર પરિણતિને પામતો એવો મનોહર કે અમનોહર ઘટપટાદિ બાહ્ય પદાર્થ, જરાય વિક્રિયા ઉત્પન્ન કરતો નથી ’ આહા....હા! એ પ્રકાશમાં કિંચિત્ માત્ર ફરક પડતો નથી, સામે સિંહ હોય, હરણિયું હોય, સાપ હોય અહા....હા! બાહ્ય પદાર્થ ગમે (તે હોય ), ગમે તેવા પ્રતિમા હોય, તો પણ દીવાના પ્રકાશમાં કિંચિત્ માત્ર ફેર પડતો નથી. આહા ! નિમિત્ત ગમે તેવા હોય પણ ઉપાદાનમાં કિંચિત્ માત્ર ફરક પડતો નથી કેમકે ઉપાદાન સ્વશક્તિથી થાય છે. નિમિત્તથી નિ૨પેક્ષ છે ઉપાદાનની શક્તિ. દીવાના પ્રકાશમાં કિંચિત્માત્ર ફેર પડતો નથી અહા....હા! દીવાના પ્રકાશમાં મલિનતા તો આવતી નથી, પણ ઘણા પદાર્થો (દીવાની) સામે આવે તો દીવાનો પ્રકાશ વધી જાય અને ઘણા પદાર્થો લઈ લેવામાં આવે તો એ પ્રકાશ ઓછો થઈ જાય, એમ ૫૨ના કારણે હીનાધિક અવસ્થા પ્રકાશની પર્યાયમાં થતી નથી. આ તો લોજીક અને ન્યાયથી બધી વાત છે. બેસી જાય અહા....હા! મૈયા, યે વૈત નાવે સી વાત હૈ! ક્યાં ગયા શેઠીજી, થોડા-થોડા પલળ્યા છે! સાવ પલળી જાય તો તો....! આહા ! સત્ય સાંભળવા ન મળે! આ કરો ને તે કરો! આમ કરો ને તેમ કરો ! ધમાલ ! ધમાલ ! ધમાલ ! કરવામાં (તો ) આકૂળતા આકૂળતા છે અને ૫૨ને જાણવામાંએ આકુળતા છે. અને... સ્વને જાણવામાં અનાકુળ આનંદનો સ્વાદ આવે છે, આહાહા ! એવું છે! એ દષ્ટાંત પૂરો થયો, હવે સિદ્ધાંતમાં જરા ઉતારવું છે આપણે (જો કે) દૃષ્ટાંતે ય કઠણ પડે એવું છે! (કહ્યું ) કેઃ પ્રકાશ્ય નામનો ધર્મ-સ્વભાવ, એના દ્રવ્ય-ગુણ-પર્યાય (ત્રણેમાં ) છે. પ્રકાશ્ય જે પ્રકાશની Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #115 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન પર્યાય છે એ દ્રવ્ય, ગુણ, પર્યાય ત્રણેયને પ્રસિદ્ધ કરે છે. પણ એ પ્રકાશ્ય નામનો ધર્મ ઘડામાં જાય નહીં. ઘડામાં જાય તો તો એને પ્રસિદ્ધ કરે ! હવે એમાંનો (ત્રણમાંનો) એક ગુણ એમાંથી વહ્યો જાય, તો તો, દીવાનો પ્રયત્વગુણ-જ્ઞયત્વગુણ નાશ થઈ જાય! (ઉપાદાનમાંથી) એક (પણ) ધર્મ બહાર જાય નહીં અને બહારનો એક પણ ધર્મ ઉપાદાનમાંથી આવે નહીં પદાર્થનો એક પણ ધર્મ (પદાર્થની) બહાર નીકળે નહીં, અને બહારના પદાર્થોના અનંતધર્મોમાંથી એકપણ ધર્મ દીવામાં આવે નહીં. (કારણકે) ધર્મ અને ઘર્મી એક પદાર્થ છે. એ ધર્મની લેવડ-દેવડ (લેતી-દેતી) કરવાનો વસ્તુનો સ્વભાવ (જ) નથી. આહા...હા! આદાન-પ્રદાન કરો, થોડું! (પરંતુ) એવું છે નહીં. બે જડ પદાર્થો છે, એમાં એક જડનો ધર્મ, બીજામાં ન આવે, તો ચેતનનો ધર્મ તો ક્ય થી જડમાં આવે? અને જડનો ધર્મ તો ક્યાંથી ચેતનમાં જાય? (અશક્ય છે) અનંતધર્માત્મક આખો એક પદાર્થ અકબંધ રહેલો છે. પોતાના એક પણ ધર્મને છોડે નહીં, અને પરધર્મને ગ્રહે નહીં, એવો (જ) વસ્તુનો સ્વભાવ અનાદિ-અનંત (સૌ) પદાર્થનો રહેલો છે. આ પદાર્થ વિજ્ઞાન છે! (વસ્તુ વિજ્ઞાન) આ જે વિજ્ઞાન, વિજ્ઞાન કહે છે ને! એ વિજ્ઞાન શબ્દ જિનવાણીમાંથી આવેલો છે–ભેદવિજ્ઞાન (વીતરાગવિજ્ઞાન) એ શબ્દ, સર્વજ્ઞ ભગવાનના શ્રીમુખેથી નીકળેલો છે. આજના (લૌકિક) વિજ્ઞાનીઓનું વિજ્ઞાન એ તો જડનું વિજ્ઞાન છે, આ તો ચેતનનું વિજ્ઞાન છે. એવી રીતે હવે સિદ્ધાંત આવે છે. એવી રીતે હવે દોષ્ટત છે એટલે સિદ્ધાંત છે. એવી રીતે હવે દષ્ટાંત છેઃ બાહ્ય પદાર્થો - શબ્દ, રૂપ, ગંધ, રસ, સ્પર્શ તથા ગુણ ને દ્રવ્ય- “બાહ્ય પદાર્થો ” એમાં બાહ્યપદાર્થોમાં ઘટ-પટ આદિ લીધું હતું. આમાં જ્ઞાનની સાથેના સંબંધથી વિચારે છે. તો બાહ્ય પદાર્થો એટલે શું? કેઃ શબ્દ, રૂપ, ગંધ, રસ, સ્પર્શ તથા ગુણ અને દ્રવ્ય.-એ પાંચે પર્યાય પુદ્ગલની છે અને આ ગુણ છે એ પણ જડની પર્યાય છે અને એ ગુણ, દ્રવ્ય છે એ પણ બાહ્યના જડ છે. પછી અંદરમાં ગુણ અને દ્રવ્ય, એ સૂક્ષ્મ છે. જેમ દેવદત્ત યજ્ઞદત્તને હાથ પકડીને કોઈ કાર્યમાં જોડે તેમ, આત્માને સ્વજ્ઞાનમાં (બાહ્યપદાર્થોને જાણવાના કાર્યમાં) જોડતા નથી કે “તું મને સાંભળ', તું મને જો, તું મને સુંઘ, તું મને ચાખ, તું મને સ્પર્શ, તું મને જાણ.' “જેમ દેવદત્ત યજ્ઞદત્તને હાથ પકડીને કોઈ કાર્યમાં જોડે તેમ આત્માને' તેમ આત્માને એમ. ઓમાં (દષ્ટાંતમાં) તો એમ દેખાય છે, એકબીજા, એકબીજાનું કામ કરે છે (એમ દેખાય છે) આહાહા! પણ એમ આત્માને, આત્મા અહીંયાં છે એને! “સ્વજ્ઞાનમાં' એટલે બાહ્યના જે પદાર્થો છે એ આત્માને એમ કહેતા નથી કે તું મને જાણ ! “સ્વજ્ઞાનમાં” એટલે બાહ્ય પદાર્થોને જાણવાના કાર્યમાં જોડતા નથી” શું કહ્યું? આત્માને એમ નથી કહેતા..બધા બહારના પદાર્થો, કે તમે મારી સામે જુઓ! મને સાંભળો, મને જુઓ, મને સૂવો, મને ચાખો, મને સ્પર્શ કરો ! આમ બાહ્ય પદાર્થો, આત્માને એમ કતા નથી કે મને, (ક) તમારું “લક્ષ” મારા ઉપર લાવો! Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #116 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પ્રવચન નં. - ૭ મને તમે જાણો તો જ...તમને તમારું જ્ઞાન ટકશે, વધશે અને પૂર્ણ થશે! કહે છે? બાહ્યપદાર્થ! (એ) તને કહેતા નથી કે “તું મને જાણ”. ઈ...તને કહેતા નથી, મફતનો (માને છે) મને કહ્યું, મને કહ્યું મને કહ્યું!તને તો કંઈ કહ્યું નથી. તું શા માટે રોષ અને તોષ કરી રહ્યો છે!! કે પાંચ માણસની વચ્ચે મારી આબરૂ પાડી લીધી! પણ તને કંઈ કહ્યું નથી પછી આબરૂ પડી કે ન પડીનો પ્રશ્ન ક્યાં છે! એણે તને કંઈ કહ્યું નથી ને તું એ શબ્દને સાંભળતો (ય) નથી! આહા.હા! એ શબ્દને સાંભળનારો તો મારાથી ભિન્ન છે અને મને જાણનારો એનાથી ભિન્ન છે! એમ લે ને!શાંતિ થઈ જશે. અહા ! પાંચ માણસની વચ્ચમાં મારી આબરૂ પાડી, અને છાપામાં છપાવ્યું, કોણે છાપામાં છપાવ્યું? એને કોણ જાણે છે? હું તો કંઈ જાણતો નથી. ભાઈ! તમારા વિરુદ્ધ આ છપાવ્યું? વાંચો તો ખરા? કે મારો વિષય નથી ! મારું જ્ઞાન તો મને-આત્માને જાણવાનું છોડીને, પરને જાણવા જાય, એવો આત્માનો (મારો) સ્વભાવ જ નથી. એ.જ્ઞાન, આત્માને જાણવાનું છોડતું જ નથી! છોડી શકે જ નહીં. દીવાનો પ્રકાશ (દીવાને) છોડીને, ઘટપટને પ્રકાશવા જઈ શકતો જ નથી. આ પહેલા નંબરની (સમ્યગ્દર્શનની) પ્રાથમિક હુજી વાત છે, આહ! ચારિત્રની વાત નથી આ”! વળી કેટલાક કહે છે) કે આ તો બહુ ઝીણી વાત છે, કે, ના, ના. ઝીણી-ઝીણી નથી. આ મૂળ પાયાની-જૈનધર્મના મૂળ એકડાની વાત છે. કે જાણનાર જણાય છે' ખરેખર પર જણાતું નથી.” અહીંયા તો, આચાર્યભગવાન કહે છે. આવો! આવો! અહીંયાં આવો! આ પદ તમારું છે! તમે માનેલું પદ તમારું નથી. શું કહે છે કે પ્રભુ! આ વાત તે સાંભળી નથી! “હું પરને કરું છું ને હું પરને જાણું છું'- એવું અજ્ઞાન તારી પાસે અનાદિકાળથી છે અને એનાથી તું દુઃખી થઈ રહ્યો છો! અહ! શાસ્ત્રમાં એમ આવે છે. પંડિતજી એમ લખે છે જયચંદજી પંડિત કે તારું દુઃખ અમે જઈ શક્તા નથી, જ્ઞાનીને કરુણા આવે છે. એ બીજાનું દુઃખ જોઈ શક્તા નથી એટલે સવિલ્પ દશામાં એમને કરુણાનો ભાવ એ પ્રકારે આવી જાય છે. અહીં ! છે દોષ, કરુણા જ્ઞાનીને આવે, એને તો એ નુકશાન થયું! પણ, બીજાને લાભમાં એ એની વાણી નિમિત્ત થાય છે, જ્ઞાની નિમિત્ત થતાં નથી. અહહા! વાણી નિમિત્ત થાય, જ્ઞાની ક્યાંથી નિમિત્ત થાય ? અહા ! અરે! બાહ્યપદાર્થ તને એમ કહેતા નથી કે “તું મને સાંભળ' (આચાર્ય) ભગવાને શરૂઆતમાં કહ્યું હતું, તને તો કંઈ કહ્યું નથી! તને તો કંઈ કંઈ કહેતું નથી! કે, સાહેબ! પાંચ માણસની સાક્ષીમાં પૂછો, મારી આબરૂ પાડી દીધી શું? પણ...તને કાંઈ કહ્યું જ નથી (ને) મફતનો દુઃખી શું કામ થાશ! અને તે એનું કંઈ સાંભળ્યું નથી ! પરને લક્ષ કરીને જોવાનું આત્માના સ્વભાવમાં નથી!સ્વને લક્ષ કરીને-આત્માને, આત્માનો જોવાનો સ્વભાવ છે, એમાં શાંતિ તને છે! Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #117 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન ૯૪ અને આત્મા પણ...હવે ઓલી સાઈડમાં (બાજુમાં) “અને આત્મા પણ લોહચુંબકપાષાણથી ખેંચાયેલી લોખંડની સોયની જેમ પોતાના સ્થાનથી વ્યુત થઈને તેમને (બાહ્યપદાર્થોને) જાણવા જતો નથી” એ કહેતા નથી પદાર્થ કે તું મને સાંભળને! જાણને! સૂંઘને! અને સ્પર્શ કર, એમ પદાર્થ તો કહેતા નથી, પદાર્થ-અચેતન તને કહેતા નથી, અને ચેતન આત્મા પણ પોતાને જાણવાનું છોડીને, એને જાણવા જતો નથી. આહ! પરપદાર્થ સાથે કર્તાકર્મ સંબંધ તો નથી પણ જ્ઞાતા-શેયના સંબંધનો ત્રિકાળ અભાવ છે! પણ હું જ્ઞાતા અને શબ્દ મારું શેય, હું એને શેયપણે (માત્ર) જાણું છું. મને એમાં ક્યાં રાગ થાય છે? “જાણવું” તો સ્વભાવ છે! (અરે !) એનો જ્ઞાતા થવું તારા સ્વભાવમાં જ નથી! એ શેયનો જ્ઞાતા જુદો ને શાયકનો જ્ઞાતા જુદો છે. કઠણ પડ છે? ખ્યાલ આવી જાય તરતજ !( જણાય ) આ તે બધું ખોટું શું? આ બધો (લોકમાં) વ્યવહાર ચાલે છે! એ બધું (શું) ખોટું? હા ભાઈ....! એ અજ્ઞાનીના ભાવ બધા અજ્ઞાનમય જ હોય છે-હું જાણું છું અને હું કરું છું અહા...હા! એવો એનો અભિપ્રાય અનાદિકાળનો છે, તો દુઃખી થાય છે, જ્ઞાનીને કરુણા આવે અને ગાથા લખી અને કહે છે: પ્રભુ! પદાર્થ કહેતા નથી કેઃ “તું મને જાણ” અને આત્મા પણ પોતાને જાણવું છોડીને એને જાણવા જતો નથી. જો....જ્ઞાન આત્માને જાણવાનું છોડી દે તો આત્મા જડ થઈ જાય ! એમ તો કોઈ કાળે બનતું નથી. જાણે છે બાહ્ય પદાર્થને “બીજો ” અને આ માની બેઠો છે કે હું પરને (જાણું છું)! પરને જાણનારું જ્ઞાન, આત્માથી અત્યંત ભિન્ન છે-ઇન્દ્રિયજ્ઞાન સર્વથા ભિન્ન છે. ઇન્દ્રિયજ્ઞાન અને ભગવાન આત્મા, એક વસ્તુ નથી! એ બે વસ્તુ ભિન્ન, ભિન્ન છે. દ્રવ્ય ભિન્ન, ક્ષેત્રે ભિન્ન, કાળે ભિન્ન અને ભાવે ભિન્ન! ઇન્દ્રિયજ્ઞાનનું ક્ષેત્ર, અતીન્દ્રિયજ્ઞાનમયી ભગવાન આત્માના ક્ષેત્રથી ભિન્ન છે. આત્માના ક્ષેત્રમાં ઇન્દ્રિયજ્ઞાન ઉપજતું નથી, ચંદનના ક્ષેત્રમાં તો ચંદનના ઝાડ ઉગે છે, . ઝાડ ઉગે નહીં. આ શીતલભૂત ભગવાન આત્મામાં તો..જ્ઞાન અને આનંદ ઉપજે છે. એમાં રાગ, દ્વેષ અને ઇન્દ્રિયજ્ઞાનની આકુળતા ઉત્પન્ન થતી નથી. એ તો આત્માથી સર્વથા ભિન્ન છે. ભિન્ન ભિન્નને જાણે છે. હું ભિન્નને જાણતો નથી, અને ભિન્નને જાણનારા જ્ઞાનને પણ જાણતો નથી! હું તો અભેદ આત્માને જાણું છું!! અભેદ આત્માને અભેદ થઈને જાણું છુંઅભેદ આત્માને અંતર અભેદ થઈને હું જાણું છું- “હું જાણું છું' એવો વિકલ્પ પણ અનુભવના કાળમાં હોતો નથી! પણ..સવિકલ્પ દશામાં આવીને બીજાને સમજાવે છે. આહા ! અને આત્મા પણ “લોહચુંબક-પાષાણથી ખેંચાયેલી લોખંડની સોયની જેમ” લોખંડની જે સોય છે અને એના ઉપર કાટ–કોટેશન ન હોય કાટ વગેરે ને પ્લાસ્ટિક ન ચડાવ્યું હોય અને સોય ચોખ્ખી હોય, તો એ ખેંચાય, બાકી પ્લાસ્ટિક ચડાવેલી સોય મૂકો તો એ ખેંચાય નહીં એમ કહે છે કે ત્યાં તો (લોહચુંબક ને સોયમાં) સોય તો ખેંચાય છે પણ આત્માનું જ્ઞાન, અને કોઈ પર (ચીજ) ખેંચી શકતું Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #118 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૯૫ પ્રવચન નં. - ૭ નથી. પર (વસ્તુ) ખેંચી શકે તો નહીં પણ આ (જ્ઞાન) ખેંચાઇને ત્યાં જાય નહીં, એનું લક્ષ જ ન કરે ! આત્માનું જ્ઞાન આત્માને લક્ષ કરીને જ પરિણમે છે. પોતાને જાણતું જ પરિણમે છે. આહાહા! અનાદિ-અનંત જ્ઞાન જ્ઞાયક ને જાણતું પરિણમે છે! જાણે છે જ્ઞાન, ને જણાય છે જ્ઞાયક! જાણે છે જ્ઞાન અને જાણે છે જ્ઞાયક! આવું ફંકશન-પ્રક્રિયા અનાદિ અનંત ચાલે છે, બાળ-ગોપાળ સૌને ભગવાન આત્મા જણાય છે, આત્મા જણાય છે, આત્મા જણાય છે કેમકે એમાં પ્રમેયત્વ-શેયત્વ નામનો સ્વભાવ છે. અને જ્ઞાનમાં જ્ઞાનત્વ છે એટલે જ્ઞાન જ્ઞાયકને જાણે છે! જાણે અને જણાય, જાણે અને જણાય, જાણે ને જણાય એ (પ્રક્રિયા) અંદરમાં છે. અહા....! જ્ઞાન, બહારને જાણતું નથી અને બાહ્યના પદાર્થો અંદર જણાતા નથી ! આહાહાહા ! બે ભાગ પડી જાય છે-ઇન્દ્રિયજ્ઞાન અને અતીન્દ્રિયજ્ઞાન! મહાપદાર્થ અંદરમાં બિરાજમાન છે. આ ભેદ જ્ઞાનની ઉત્કૃષ્ટ વાત ચાલે છે. “અને આત્મા પણ લોહચુંબક-પાષાણ થી ખેંચાયેલી લોખંડની સોયની જેમ પોતાના સ્થાનથી વ્યુત થઈને” એટલે જ્ઞાન પોતાને જાણવાનું છોડીને, પરને જાણવા જતો નથી, એટલે પરનું “લક્ષ' કરતો નથી. “પરનું લક્ષ કરવું એ જ્ઞાનનો સ્વભાવ નથી, પરનું લક્ષ કરવું એ અજ્ઞાનનો-વિભાવ છે. પરનું લક્ષ કરે એ જ્ઞાન નથી, એ ભાવેન્દ્રિય છે-ઇન્દ્રિયજ્ઞાન છે. ઈન્દ્રિયજ્ઞાનનો જન્મ પરના લક્ષ થાય અને જ્ઞાનનો જન્મ તો સ્વના લક્ષે થાય છે. એ તો પરને જાણતું નથી. ને પરને જાણવા જતું નથી ને પર જણાતું (ય) નથી. જેનાથી જ્ઞાન પ્રગટ થાય એ જ જ્ઞાન એનું કર્મ થાય અને જેનાથી જ્ઞાન પ્રગટ થાય એ જ્ઞાનમાં એજ જ્ઞાન જણાય! માટે “જ્ઞાયક જ શેય” થાય. જ્ઞાન કર્મ થાય અને જ્ઞાયક ય થાય. એ કર્મ પણ પોતે અને શેય પણ પોતે ! ભેદથી જુઓ તો પર્યાય અને અભેદથી જુઓ તો આત્મા શેય છે! અને આત્મા જ કર્તાકર્મ છે બધું અંદર જ છે જ્ઞાન પણ અંદર, શેય પણ અંદર અને જ્ઞાતા પણ અંદર-ધર્મ કરવો હોય તો આ રીત (વિધિ) છે. આહ! કરમ તો કરતો આવે છે (અનાદિથી) પણ ધર્મ કર્યો નહીં અને હજી હું પરને જાણું છું એવા અસભૂતવ્યવારના-જુદી વ્યવહારના પક્ષમાં રહેશે તો એ સમ્યની સન્મુખ નથી. “આત્મા આત્માને જાણે છે” એમાંય અનુભવ થતો નથી, તો આત્મા “પરને જાણે છે' - એમાં અનુભવ ક્યાંથી થાય? આત્માને જાણે છે તેવા ભેદમાં પણ આત્માના દર્શન થતાં નથી. કેમકે “જાણે ને જણાય” એક સત્તામાં છે. જાણનાર બીજોને જણાય બીજો એવી બે સત્તા અંદરમાં નથી. એવી એક સત્તાના ત્રણ ધર્મો છે, સત્તા એક અને ધર્મ ત્રણ-જ્ઞાતા જ્ઞાનને જોય! આહાહા ! જાણે પણ જ્ઞાન અને જણાય પણ જ્ઞાન! જાણે જ્ઞાન અને જણાય રાગ એમ છે નહીં! એકવાર હૈદ્રાબાદમાં ગુરુદેવ પધાર્યા હતા. ત્યારે ત્યાં ઊતારા આપ્યા હતા. તેમાં બાબુભાઈ અને હું ઉતર્યા હતા, બપોરે જમીને, મને આરામ કરવાની જરા ટેવ, બાબુભાઈ કહે, “હું ગુરુદેવ પાસે જાઉં Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #119 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updařes જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન ૯૬ છું' મેં કહ્યું: ‘જાવ ખુશીથી' તે ગયા, ગુરુદેવ પાસે બાબુભાઈ ઝવેરી. ગુરુદેવ એકલા બેઠા હતા. આ બેઠા વિનયપૂર્વક વંદન કરીને. પછી પાંચ મિનિટ સુધી કાંઈ બોલ્યા નહીં ગુરુદેવ ! એટલે દર્શન કરીને ઉભા થઈ ગયા (તેમને થયું) કે: ગુરુદેવ, એના વિચાર માં –ધ્યાનમાં હોય એટલે આપણે નીકળી જઈએ, એટલે તે ઉઠયા ! (ગુરુદેવ બોલ્યા ) બેસો, બેસો ! એટલે કહે (મનમાં ) મજા આવી ગઈ ! આજ કાંઈક ‘માલ ’ મળશે આજ ! ' બાબુભાઈ ! આ રાગને જાણે છે ને એ જ્ઞાન નથી, અજ્ઞાન છે. જ્ઞાન, ને (૫૨નું ) કરે એ તો પ્યો૨ અજ્ઞાન છે ચોખ્ખું ! પણ જ્ઞાન, રાગને જાણે છે ને એ જ્ઞાન નથી પણ અજ્ઞાન છે! મને આવી ને વાત કરી. મેં કહ્યું: તમારું આજ કામ થઈ ગયું! તમને લોટરી લાગી ગઈ! આ મૂળચીજ છે, જૈનદર્શનની પાયાની ચીજ! અહા...હા! જ્ઞાન, રાગનું હોય તો રાગને જાણે ! જ્ઞાન, રાગનું છે? રાગનું તો નથી, જ્ઞાન તો શાયકનું છે. તો શાયક ને જાણે કે રાગને જાણે ? ‘ જે જેનું હોય તે તે જ હોય ’ જ્ઞાન, આત્માનું હોવાથી જ્ઞાન તે આત્મા જ છે. આ બનેલો બનાવ છે હોં! અને બાબુભાઈ હજુ બેઠા છે, હયાત છે, એટલે પૂછી લેવું ગમે ત્યારે, બનેલો બનાવ હૈદ્રાબાદનો ઘણાં વર્ષો પહેલાની વાત છે. હૈદ્રાબાદ ગુરુદેવ પધાર્યા હતા. લગભગ વીસ થી પચ્ચીસ વરસ થઈ ગયા હશે કે ત્રીસ વરસ થયા હશે ( બરાબર ) યાદ નથી. અરે ! રાગને કરવું અને રાગને જાણવું–સાહેબ, બારમી ગાથામાં (સ. સારમાં ) ચોખ્ખું લખ્યું છે. સાધક છે ને! સાધક થયા પછી નિર્વિકલ્પ ધ્યાનમાં ન હોય અને (સાધક ) સવિકલ્પદશામાં આવે ત્યારે ‘વ્યવહાર જાણેલો પ્રયોજનવાન' કહ્યું છે. અમે બારમી ગાથા વાંચી છે, બારમી ગાથા અમે વાંચી છે કેઃ થોડો રાગ અને થોડા વીતરાગભાવ-એવા બે પ્રકારના પરિણામ સાધકને હોય (છે) તો ‘ જાણેલો પ્રયોજનવાન' કે એને જાણે છે અને તમે કહો છો કે રાગને જાણવું અજ્ઞાન ? ગાથા કહે છે કે ‘રાગને જાણવું વ્યવહાર જ્ઞાન, ભલે નિશ્ચયજ્ઞાન નહીં તો કાંઈ નહીં (પણ અજ્ઞાન ?) અહા...હા! એ રાગ ને જાણનારું જ્ઞાન, આત્મજ્ઞાન નથી. એ મનનો ધર્મ છે, એ... બુદ્ધિનો ધર્મ છે, એ જ્ઞાનનો ધર્મ નથી. (ગાથામાં) ગુણની વાત આવીને ? અહાહા...હા ! ઈ...ગુણભેદ, ગુણભેદને અતીન્દ્રિયજ્ઞાન નથી જાણતું! ભલે પ્રતિભાસ છે એમાં પણ એનું ‘ લક્ષ ’ એમાં નથી એટલે જાણતું નથી. અહા ! ઇન્દ્રિયજ્ઞાનનું ‘લક્ષ ’ ૫૨ ઉપ૨ છે એટલે એ ૫૨ને જાણે છે, ઇન્દ્રિયજ્ઞાન સ્વને ન જાણે છે અને આત્મજ્ઞાન ૫૨ને જાણતું નથી. ભલે! લોકાલોકનો પ્રતિભાસ થાય છે. સ્વપર પ્રકાશક છે એની ‘ના' નથી, પ્રકાશકનો નિષેધ નથી, પણ (૫૨ના ) લક્ષનો નિષેધ છે. ૫૨નું લક્ષ છોડી દે તું ! ભાઈ ! આ સ્વપરપ્રકાશની ગૂંચ બહુ પડી ગઈ છે, નીકળી નથી! સ્વપ૨પ્રકાશક! સ્વપરપ્રકાશ એટલે શું? સ્વને ય લક્ષપૂર્વક જાણે ? અને ૫૨નેય લક્ષપૂર્વક જાણે ? એમ ત્રણકાળમાં (બનતું નથી, લક્ષ એક નું હોય ) Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #120 -------------------------------------------------------------------------- ________________ ૯૭ Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates પ્રવચન નં. - ૭ બહિરાત્મા હોય, અંતર આત્મા હોય કે પરમાત્મા હોય-કાં સ્વનું લક્ષ કરીને જાણે અને કાં ૫૨નું લક્ષ કરીને જાણે. (૫૨નું લક્ષ કરે) તો....દુ:ખી થાય. શું કહ્યું...? સ્વપર પ્રકાશક એટલે શું? કેઃ સ્વ-૫૨ બેયનો પ્રતિભાસ થાય છે. પ્રતિભાસ બંધ-મોક્ષનું કા૨ણ નથી. (જ્ઞાનમાં) સ્વ અને ૫૨ એ બેયનો પ્રતિભાસ થાય છે, એ બંધનુ કા૨ણ કે મોક્ષનું કા૨ણ નથી. (ઓહો !) નિગોદના જીવમાં ય સ્વપ૨પ્રકાશક પર્યાય છે, જો સ્વપ૨પ્રકાશક એ સ્વભાવ હોય અનુભવવા માટે તો તો એને સમ્યગ્દર્શન હોવું જોઈએ નિગોદના જીવમાં એને ય સ્વપ૨પ્રકાશક તો છે. (વિચારવાનો ) આ ટાઈમ ક્યાં મળે! ‘પંચાસ્તિકાય ’ ની ૧૨૧ ગાથા છે, એમાં છે કેઃ આ સ્વપરપ્રકાશકની જ્ઞપ્તિ એટલે ગુણગુણીનાં ચિત્ અભેદથી એ એકેન્દ્રિય આદિ બધા જીવોમાં રહેલું એ એનું લક્ષણ છે, એ એનું સ્વપર-પ્રકાશક એનું લક્ષણ છે. પ્રમાણભૂત લક્ષણ છે એ પણ ! એમાંથી નય કાઢે છે કેઃ સ્વને જાણે છે અને ૫૨ને જાણતું નથી. અહા...હા ! એમાં ( અર્થાત્ સ્વપ૨પ્રકાશક લક્ષણમાં ) અતિવ્યાપ્તિ નામનો દોષ આવે છે. (કા૨ણ ) સ્વ૫૨પ્રકાશક અજ્ઞાનીની પર્યાયને કહેવાય, સાધકની પર્યાયને કહેવાય, અને ૫૨માત્માની પર્યાયને પણ સ્વપ૨પ્રકાશક કહેવાય ! પણ એ લક્ષણથી લક્ષગત આત્મા થતો નથી. એકલા કેવળ સ્વપ્રકાશક લક્ષણથી આત્મા લક્ષમાં આવે છે. એમ નિયમસાર શાસ્ત્રમાં, સમયસાર શાસ્ત્રમાં-ઠેકઠેકાણે કહ્યું છે. અહા...હા ! શુદ્ધજ્ઞાન વડે કેવળ શુદ્ધઆત્માને જે જાણે છે તેને ભગવાન શ્રુતકેવળી કહે છે. લ્યો! સ્વપ૨ને જાણે છે માટે શ્રુતકેવળી છે એમ નથી લખ્યું ! અહા...હા ! અહીંયાં ગૂંચ મોટી છે, સ્વપ૨પ્રકાશકની ! અહા....હા! તમે એકલો આત્માને જાણે છે અને ૫૨ને જાણતો નથી, તો તમે " સ્વપ૨પ્રકાશક ’ ને ઉડાડો છો ? ! ઉડતું નથી, સ્વપ૨પ્રકાશક સ્થપાય છે એમાં. જે આત્માને જાણે એને સમ્યજ્ઞાન થાય છે અને સમ્યગ્ગાનમાં લોકાલોક જણાય છે-પ્રતિભાસે છે. (સ્વ-૫૨) પ્રતિભાસે પણ એ પ્રતિભાસને જાણતો નથી. પ્રતિભાસના વિષયને જાણતો નથી અને નિર્વિકલ્પ ધ્યાનમાં પ્રતિભાસને પણ જાણતો નથી. સવિકલ્પ (દશા) માં પ્રતિભાસને જાણે છે (પણ) ૫૨ને જાણતો નથી. એવી અપૂર્વ વાતો અંદરમાં રહેલી છે. ‘વાત છે ઝીણી, લોઢા કાપે છીણી ' એવું છે આ...પ્રજ્ઞાછીણી છે ને! પ્રજ્ઞાછીણી, ઇન્દ્રિયજ્ઞાન અને અતીન્દ્રિયજ્ઞાન (સાંધ) બે વચ્ચે એ પ્રજ્ઞાછીણી નાખ! તો.. ઇન્દ્રિયજ્ઞાન ભિન્ન અને આત્માભિન્ન, એવો તને અનુભવ થશે. ‘આત્મા પણ એ સોય ની જેમ પોતાના સ્થાન થી ચુત થઈને ’–પોતાને જાણવાનું છોડીને એટલેકે તેમને-બાહ્ય પદાર્થોને જાણવા જતો નથી. પોતાને જાણવાનું છોડીને ૫૨ને કોણ જાણવા જાય? પોતાની ફેકટરી ચલાવતાં, ચલાવતાં કહે કે એક અઠવાડિયું મારી ફેકટરીમાં કામ કરવા આવોને ? ( તો તે કહે) કે મારી ફેકટરી બંધ કરી તારી ફેકટરી માં આવું? એમ! કોઈ કહે Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #121 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updařes જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન ૯૮ ડાહ્યોમાણસ ! તું માણસ રાખી લે, એન્જીનીયર રાખી એની કોણ ના પાડે ? પણ હું મારી ફેકટરી આઠ દિવસ બંધ રાખીને તારી ફેકટરીમાં કામ કરવા આવું એમ કોઇ કરે ને ડાહ્યો માણસ એમ કોઈ કરે? એમ પોતાને જાણવાનું છોડીને ૫૨ને જાણવા જાય! મૂરખ છે. એક આઠ દિવસ તો મારી ફેકટરી ચલાવો ને ? આઠ દિવસ મારી ફેકટરી ને તાળું મારું અને તારું કામ કરું એમ ? ‘હું મને જાણવાનું છોડીને તને જાણવા જાઉં એ મારો ધર્મ નથી. . ‘હા' એટલું ખરું કેઃ પ૨ને જાણનાર જ્ઞાન તને બતાવ્યું કેઃ ઇન્દ્રિયજ્ઞાન ૫૨ને જાણે છે. એમાં પોતાની છુટ્ટી થઈ ગઈ, બતાવ્યોને...જાણનાર પરનો જાણનાર બતાવ્યો તને કેઃ ઇન્દ્રિયજ્ઞાન ૫૨ને જાણે છે, બુધ્ધિ પ૨ને જાણે છે (મન ૫૨ને જાણે છે) તને જાણનાર (તો ) બતાવ્યો, હવે એને હું જાણું છું છોડી દે ને ! જેમ આત્મા અકર્તા છે (એમ કહ્યું) તો શિષ્યનો પ્રશ્ન આવ્યો કેઃ પરિણામ ને આત્મા કરતો નથી, તમે કહો છો કે આત્મા અકર્તા છે, તો મારો એક પ્રશ્ન છે કે..શિષ્ય પ્રશ્ન કરે છે કેઃ પરિણામને આત્મા કરતો નથી, બંધ મોક્ષના પરિણામને આત્મા કરતો નથી. ઠીક છે પ્રભુ! આપની વાત મને મંજુર છે, પણ...મને સમાધાન કરાવી દ્યો તો મારું કામ થઈ જાય! તો કહે શું તારો પ્રશ્ન છે? (શિષ્યે કહ્યું ) કે: એ પરિણામને આત્મા કરતો નથી, તો પરિણામને કોણ કરે છે? તમે એમ કહી શકો છો કે પુદ્દગલ કરે છે, તમારે જે કહેવું હોય એ કહો, મને કંઇ વાંધો નથી, પણ એનો ક૨ના૨ બતાવો ? કર્તા બતાવો આત્મા એનો કર્તા નથી આ પુણ્ય-પાપના પરિણામનો, ધર્મનો કર્તા નથી, તો એનો કર્તા બતાવો મને (કે પરિણામનો કર્તા કોણ છે?) શિષ્યનો પ્રશ્ન સારો હતો, વ્યાજબી હતો. અને અકર્તાસ્વભાવ લક્ષમાં લેવા માટેનો પ્રશ્ન કર્યો, એનું પ્રયોજન તો સારું હતું ! (સદ્દગુરુ) કહે, તારો પ્રશ્ન બહુ સારો છે, સાંભળ હવે ! પરિણામનો કર્તા પરિણામ છે. પરિણામથી પરિણામ થાય છે. ૫૨થી પરિણામ થતાં નથી ને સ્વથી થતાં નથી. કેમકે એનામાં ‘ ક્ષણિક ઉપાદાન ’ છે. ક્ષણિક ઉપાદાનને નિમિત્તની અપેક્ષા ન હોય, નૈમિત્તિકને નિમિત્તની અપેક્ષા આવે, ઉપાદાનને નિમિત્તની અપેક્ષા ન આવે. (ઉપાદાન નિરપેક્ષ હોય !) શું કહો છો ? પરિણામ, દ્રવ્યના કર્યા વિના-મારા કર્યા વિના, પરિણામ થયા જ કરે છે! કે: હા, તારા કર્યા વિના અત્યાર સુધી થયા છે અને ભવિષ્યમાં પણ તારા કર્યા વિના જ પરિણામ થયા કરશે. કેમકે પરિણામમાં ષટ્કારકની શક્તિ છે તે ‘ક્ષણિક ઉપાદાન ’ છે. એને તું નૈમિત્તિક ન જો!! નૈમિત્તિક જોઈશ તો કર્મકૃત લાગશે! અહા...હા ! માટે એ (પરિણામ ) સ્વયંસ્કૃત છે. કર્મકૃત પણ નથી એ પરિણામ અને જીવકૃત પણ નથી. પરિણામનો કર્તા પરિણામ છે. કર્તા એ પરિણામ અને કર્મ એ પરિણામ, સંપ્રદાન, અપાદાન, અધિકરણ બધુંય એમાં રહેલું છે. એવા ષટ્કા૨કના ભેદથી જોઈશ અહા...હા ! પછી અભેદ થી જોઈશ તો તને અનુભવ થશે! હવે તો ખ્યાલ આવ્યો ને! (સમાધાન થયું ને?) કેઃ હા, પ્રભુ! આજે નક્કી થયું કે મારા કર્યા પરિણામ થતા Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #122 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૯૯ પ્રવચન નં. - ૭ નથી, મારું કંઈ ધાર્યું થતું નથી. થાય કાંઈ ધાર્યું હું? બધાને થોડો-ઝાઝો તો અનુભવ હોયને? કે ન હોય? થોડો-ઝાઝો અનુભવ તો હોય ને કે ન હોય? પોતાની ઈચ્છા પ્રમાણે કંઈ થાય છે? અહાહા ! (થવા યોગ્ય થાય છે!) તો શિષ્ય પકડી લીધું કે બરાબર છે! તમે મને કર્તા બતાવ્યો! માટે હું અકર્તા-જ્ઞાતા છું આ વાત વ્યાજબી છે. પછી..બીજે દિવસે શ્રી ગુરુ કહે છે કે આત્મા પરનો જ્ઞાતા નથી (શિષ્ય વિચારે છે) અરે! પરનો કર્તા નથી, પરિણામ નો કર્તા નથી એ વાત આપે કરી અને મેં પ્રશ્ન પૂછયો કે: કર્તા બતાવો ! તો આત્મા અકર્તા છે એમ શ્રદ્ધા માં લઈ લઉં! અને આપે મને કર્તા બતાવ્યો કેઃ પરિણામનો કર્તા પરિણામ છે. હવે આજ કહો છો આપ કે પરનો જ્ઞાતા નથી! તો જ્ઞય તો છે કે નહી પદાર્થ ? જગતના પદાર્થ ? કેઃ હા, શેય તો છે. તો શેય હોય તો એને કોઈ જાણનાર પણ હોવું જોઈએ, જાણનાર’ બતાવો મને! તો હું માની લઉં કે હું એનો જ્ઞાતા નથી. હું તો જ્ઞાયક નો જ જ્ઞાતા છું તો એનો કોઈ જ્ઞાતા બતાવો? એનો જાણનાર બતાવો? પુદ્ગલ નો જાણનાર, શબ્દનો જાણનાર (જગતના પદાર્થોનો જાણનાર) બતાવો પ્રભુ! અહાહા! કહેઃ બતાવું? કે: હા, પ્રભુ! બતાવો, તો હું સ્વીકારી લઈશ. ( તો સદગુરુ કહું સાંભળ ) કે પરસન્મુખ થયેલું ઇન્દ્રિયજ્ઞાન એ ૫રને જાણે છે. સ્વસમ્મુખ આત્મા ને જાણે છે. આ તને બતાવ્યું કે ઇન્દ્રિયજ્ઞાન પરને જાણે છે લે ! આ ગાથાઓ-દશ ગાથા (૩૭૩ થી ૩૮૨) માં બતાવ્યું ને છતાં મૂઢ જીવ ઉપશમભાવને પામતો નથી અને એમ કહે છે કે હું પરને (જાણું છું) આ દશ ગાથા (સદ્ગુરુમુખેથી) સાંભળીને પણ કોઈ જીવ, એમ કહે કે હું પરને જાણું છું, નરમ પડયો નથી. અને સમ્યગ્દર્શન નહીં થાય! આ શાપ નથી પણ હકીકત છે! અહીંયા આશીર્વાદ કે શાપની વાત અહીંયા છે નહીં. અમારા પિતાશ્રીના માતુશ્રી હતા. મોટી ઊંમરનાં હતા. ૧૦૧ વર્ષે ગુજરી ગયા. નજરે જોયેલી વાત. બાળકો નાના હોય તેને ડોશીમા ખોળામાં લે. અને તેને કડવાણી પાવી હોય. બાળકતો ઠેકડા મારતું હો પણ તેને પકડી મોટું ફાડીને કડવી દવા નાખે. પણ તેનો આશય શું હતો ? બાળકને પેટમાં દુઃખતું હતું ને આખી રાત સુતો નહતો અને રાડો નાખતો હતો તેથી કડવાણી પાઈ દીધી, તેમ બાળકને અહાહા ! એમ દશ ગાથા (૩૭૩/૮૨) સાંભળ્યા પછી પણ, અમે તને જાણનાર બતાવ્યો કે: ઇન્દ્રિયજ્ઞાનનો વિષય છે, મારો વિષય નથી. ઇન્દ્રિયજ્ઞાન જાણો તો જાણો ! હું પરને જાણતો નથી. (શ્રોતા હર્ષથી તાળીઓ પાડે છે.) આવી કુંદકુંદ ભગવાનની વાણી આવી અને હજી તું ઢીલો પડતો નથી ! સમ્યગ્દર્શન થતાં ભલે વાર લાગે, પણ ઢીલો ય પડતો નથી! વિકલ્પાત્મક દશામાં પણ નિર્ણય કરતો નથી કે હું પરને જાણતો નથી, જાણનાર જણાય છે. અહાહા! તો સમ્યગ્દર્શન થવાનો અવકાશ આવશે નહીં! અહાહા! બે ભૂલ છે-પરિણામની કર્તા બુદ્ધિ અને પરિણામની જ્ઞાતાબુદ્ધિ !! Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #123 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન ૧OO અને આત્મા પણ લોહચુંબક પાષાણથી ખેંચાયેલી સોયની જેમ પોતાના સ્થાનથી ચુત થઈને તેમને એટલે બાહ્ય પદાર્થોને જાણવા જતો નથી આ સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, શબ્દ કહ્યા ને ! છ દ્રવ્ય, દેવ-ગુરુશાસ્ત્ર !! આહા! દેવ-ગુરુશાસ્ત્રને જાણનારું જ્ઞાન જુદું અને આત્માને જાણનારું જ્ઞાન જુદું! અને નવતત્વના ભેદોને જાણનારુ જ્ઞાન જુદું અને આત્માને જાણનારું જ્ઞાન જુદું! (વાહ! અનુભવીની મસ્તી) બે જ્ઞાન છે, પર્યાય એક! અને ભાગ એના બે, સમય એક, પર્યાય એક, અને ભાગ (બે) ! જ્ઞાનની પર્યાય એક, સમય એક અને ભાગ બે! અહાહા! આવી અલૌકિક વસ્તુ છે!! અને ભગવાન કુંદકુંદદેવે આપણને બતાવ્યું! ઓલાએ કહ્યું: તમે મને (પરનો ) જાણનાર બતાવો તો હું એનો જાણનાર નથી એમ માની લઈશ ! કહું—એમ ! બતાવું તને! જા ઈન્દ્રિયજ્ઞાન અને જાણે છે, તું એને જાણતો નથી. હવે તો હું મૂઢ! એમ લખ્યું ને એણે, કે નથી લખ્યું? જો તો ખરા ફરીથી... વાંચી લઈએ આપણે, ભૂલી જાય એમાં! (જુઓ છેલ્લી દશમી ગાથા) “આવું જાણી ને પણ મૂઢ જીવ ઉપશમને પામતો નથી' કરુણાનો શબ્દ છે હોં! કડવી દવા પાઈને માજીએ એની પાછળ કરુણા છે! હે મૂઢ જીવ! મૂઢ જીવ! ઉપશમને પામતો નથી. ઉદાસીન થતો નથી. પરને જાણું છું પક્ષ છોડતો નથી, છોડી દે પક્ષ! અહાહા ! છોડી દે પક્ષ, હું એને જાણતો નથી ત્યાં જાણનાર જણાઈ જશે! નાસ્તિનું જોર આવશે ત્યાં અસ્તિના જોરમાં અનુભવ થઈ જશે, (તાળીઓ) તને જાણ! નાસ્તિનું જોર આવશે ત્યાં અસ્તિના જોરમાં અનુભવ થઈ જશે, અહાહા ! થઈ જશે હો ! એમ કહે છે, ગેરેંટી આપે છે જ્ઞાનીઓ! બરોબર છે? કે: સાહેબ, એમ નહીં થોડો સ્યાદ્વાદ રાખો ! જ્ઞાન આત્માને જાણે અને પરને પણ જાણે એમ રાખોને, સ્વપરપ્રકાશક છે ને! ભલે! એંસી-નેવું ટકા અને જાણે પણ દશ ટકા પર ને જાણે, એમ તો અમારું કંઈક તો રાખો! ઉપાદાનને જાણે અને નિમિત્તને ન જાણે, એમ રહેવા ધો! કંઈક ઉપાદાનને જાણે અને કંઈક પરપદાર્થને જાણે, અમારું રહ્યું ને તમારુંય રહ્યું! ઓલો! ના પાડે છે-ના પાડે છે. કહે છે કે જ્ઞાન આત્મા ને જાણે છે ને ફેકટરી ને જાણતું નથી. તો ફેકટરીએ શું કામ જાવ છો? કે કોણ જાય છે? એ.આત્મા આત્માના ક્ષેત્રને છોડીને ક્યાંય બહાર જતો નથી. એ તો ફેકટરીમાં હોય, દુકાનમાં હોય કે સિદ્ધ દશામાં હોયએતો સ્વક્ષેત્રમાં જ બિરાજમાન છે. અને પોતાને જાણ્યા જ કરે છે. સંયોગની દ્રષ્ટિથી જો નહીં, એને સ્વભાવની દૃષ્ટિથી જો ! તો ઉકેલ આવી જશે. કોઈ ફેકટરીમાં જતું નથી, ફેકટરીમાં બેસતું નથી, કોઈ રસોડામાં માતાજી રસોઈ કરતા નથી, એ તો જ્ઞાનમાં બિરાજમાન છે, આત્મા તો! આહા...હા! આત્મા, જ્ઞાનની બહાર જાય નહીં અને રાગમાં આવી શકે નહીં, પોતાનો સ્વભાવ છોડે નહીં ને પરભાવમાં જાય નહીં. આહાહા! આવી અપૂર્વ વાતો (છે). Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #124 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી પરમાત્મને નમઃ ન શ્રી સમયસાર, ગાથા ૩૭૩-૩૮૨ તા. ૨૦-૯-૧૯૯૧ જામનગર પ્રવચન નં.-૮ દશધર્મોમાં આજે “ઉત્તમ ત્યાગ ધર્મ' નો દિવસ છે. તેનું વર્ણન ચાલે છે. તેના શ્લોકનો અર્થ:- સમ્યક પ્રકારે મૃતનું વ્યાખ્યાન કરવું-દ્રવ્યશ્રુત અને મુનિ વગેરેને પુસ્તક, સ્થાન તથા પીંછી, કમંડળ આદિ સંયમના સાધનો આપવા તે ધર્માત્માઓનો ઉત્તમત્યાગધર્મ છે. હું શુદ્ધ આત્મા છું'-મારું કંઈ પણ નથી. એવા સમ્યજ્ઞાનપૂર્વક, અત્યંત નિકટ ( એવા) શરીરમાં પણ મમતાને ત્યાગ કરીને-શરીરનો ત્યાગ થઇ શકતો નથી પણ - મમતાનો ત્યાગ થઈ શકે છે-(મમતાનો) ત્યાગ કરીને (એટલે ) શુદ્ધ સ્વરૂપમાં રમણતા પ્રગટ કરે, ત્યાં મુનિમહારાજને સર્વ પરભાવોનો ત્યાગ થઇ જાય છે. આ ત્યાગધર્મની વાત ચાલે છે. બાહ્યપદાર્થોને તો આત્માએ ગ્રહણ કર્યા નથી કે તેનો ત્યાગ કરે ! પર્યાયમાં મમત્વ ગ્રહણ કર્યું છે, એ નિર્મમત્વ સ્વભાવનું અવલંબન લેતાં, પર્યાયમાંથી મમત્વ નીકળી જાય છે. પર્યાયની સામે જોતાં, પર્યાયમાંથી મારે મમત્વ છોડવું છે (એ રીતે) તો મમત્વ છૂટી શકતું નથી. પણ પર્યાયમાં જે મમતા છે, એના ત્યાગની વિધિ પણ કોઇ અપૂર્વ છે. (વિધિ આ છે) કે જેમાં મમત્વ નથી એવો જે શુદ્ધાત્મા, એ નિર્મમત્વ સ્વભાવી છે અનાદિઅનંત! એવા નિર્મમત્વ સ્વભાવનું અવલંબન લેતાં, પરિણામમાં મમતા છૂટી જાય છે અને તેને મમત્વભાવનો ત્યાગ કર્યો કહેવામાં આવે છે. “ત્યાગ વિરાગ ન ચિત્તમાં, થાય ને તેને જ્ઞાન આવે છે ને? પણ...આ ત્યાગની વ્યાખ્યામાં મોટો ફરક છે. પરપદાર્થના ત્યાગ ગ્રહણમાં જગતના જીવો લાગી ગયા (પરંતુ) એનું તો (આત્માની) પર્યાયમાં ય ગ્રહણ-ત્યાગ થઈ શકતું નથી. (આત્મ) દ્રવ્યમાં તો (પર) પદાર્થ આવી શકતો જ નથી, પણ પરિણામમાં ય આવે નહીં, આવે અજ્ઞાનભાવે તો એટલું આવે કે દેહુ આદિ મારાં છે, કુટુંબ મારું છે આ લક્ષ્મી-ઝવેરાત-સોના-ચાંદી મારાં છે એમ પર્યાયમાં મમત્વભાવ (મારાપણાનો ભાવ) પ્રગટ થાય છે, (છતાં) તે વખતે પણ એ મમત્વતાં પરિણામથી-આસ્રવતત્ત્વથી ભિન્ન, અંદરમાં આત્મા બિરાજમાન છે (શુદ્ધાત્મા !) એ... નિર્મમ સ્વભાવી છે અનાદિઅનંત ! તેવા નિર્મમત્વ સ્વભાવનું અવલંબન લેતાં, નિર્મમત્વભાવ તે હું છું” એમ અંદરમાં દષ્ટિ લગાવતાં, એને પર્યાયમાં મમત્વ (ભાવ) છૂટી જાય છે. સંયોગ રહી જાય છે, મમતા છૂટી જાય છે અને સમ્યગ્દર્શનશાન પ્રગટ થઈ જાય છે. સમ્યગ્દર્શનને બાધક મમત્વભાવ છે, સંયોગ બાધક નથીસંયોગીભાવ બાધક થાય છે. “સંયોગ મારા” એવો જે મમતાનો ભાવ, એનું નામ મોહ અથવા મિથ્યાત્વ કહેવામાં આવે છે. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #125 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન ૧/૨ અહીંયા કહે છે, શુદ્ધ આત્મસ્વરૂપમાં રમણતા કરે ત્યાં મુનિઓને સર્વ પર ભાવોનો ત્યાગ થઇ જાય છે. પાંચ મહા વ્રતનો ત્યાગ થઇ જાય છે. શું કહ્યું? ત્યાં શુદ્ધ ઉપયોગમાંનિર્વિકલ્પ ધ્યાનમાં મુનિરાજ આવે છે. સાતમાં ગુણ-સ્થાને, જે વખતે છઠ્ઠા ગુણસ્થાનમાં ઉત્પન્ન થતાં એ પાંચમહાવ્રતના (પરિણામ) શુભરાગ-વિકલ્પ, એ અનુભવના કાળમાં ઉત્પન્ન થતો નથી, શુભભાવ! એટલે સાતમાં ગુણસ્થાને આવતાં તેમને અસ્થિરતાના રાગનો પણ ત્યાગ થઇ જાય છે (એટલે) એની ઉત્પત્તિ થતી નથી. છઠ્ઠ ઉત્પત્તિ થતી હતી-અઠાવીસ મૂળગુણના વિકલ્પ, પણ અંદરમાં જતાં એ ભાવ ઉત્પન્ન થતો નથી, માટે સર્વ ( રાગ) ભાવનો ત્યાગ, શુદ્ધોપયોગની ભૂમિકામાં આવતાં થઈ જાય છે, પરભાવનો ત્યાગ થઇ જાય છે! આત્માના ભાનપૂર્વક, શરીર આદિ સર્વે પદાર્થો ઉપરની મમતાનો ત્યાગ કર્યો! શરીરનો ત્યાગ નથી કર્યો, ત્યાગ થઈ શકતો નથી કેમ કે શરીરનું ગ્રહણ જ આત્માએ કર્યું નથી. આમાં આકિંચન્ય ધર્મ પણ આવી જાય છે. એક જ શ્લોકમાં આચાર્ય એ બે ધર્મોનું વર્ણન કર્યું છે, આ મુનિરાજની ચારિત્રદશાની-દશલક્ષણ, પર્વની વાત થાય છે, હવે એ ચારિત્રદશા પ્રગટ થવા પહેલાં ગૃહસ્થ અવસ્થામાં, એને ભેદજ્ઞાનથી અભેદઆત્માનો અનુભવ થાય છે-ભેદજ્ઞાન કરતાં, અભેદ આત્માનો અનુભવ થાય છે કે પુણ્ય-પાપના પરિણામ ભલે પર્યાયમાં હોય, એ ઉત્પાદની ઉપાધિ છે. પુણ્ય-પાપના પરિણામ, ઉત્પાદની ઉપાધિ છે! ઉત્પાદ-વ્યય તો પર્યાયનો સ્વભાવ છે, ઉત્પાદ-વ્યય બંધનું કારણ નથી, પણ ઉત્પાદમાં એક ઉપાધિ રાગની આવે, તે બંધનું કારણ છે. અને ઉત્પાદમાં વીતરાગ ભાવની ઉપાધિ આવે તે મોક્ષનું કારણ છે. ઉપાધિ એટલે વધારાની ચીજ. આહા..હા ! મનુભાઈ? ઝીણું તો છે જ (શ્રોતા:) ઝીણું જ આવે! (ઉત્તર) સારું ને એ તો હું! હવે તો પંચાવન વર્ષ થઇ ગયા ( ગુરુદેવની હાજરીના) પીસતાલીસ પ્લસ દશ, હવે તો ઝીણું આવે ને ! આહાઆત્મા સૂક્ષ્મ છે! આહા! ઉત્પાદ-વ્યય એ તો વસ્તુનો સ્વભાવ છે એ કાંઈ બંધ-મોક્ષનું કારણ નથી, પણ ઉત્પાદમાં જો પરનું “લક્ષ” કરે તો એમાં રાગની ઉત્પત્તિ થાય છે થાય છે એની યોગ્યતાથી રાગ”—પણ એ વખતે એનું લક્ષ” પર ઉપર હોય છે તો પરનાં લક્ષે રાગ થયો એમ કહેવામાં આવે છે (કરે છે જીવ પોતે) પરનાં લક્ષ” વગર રાગ થાય છે એ ‘નિરપેક્ષ' કથન છે. એ ‘તત્ સમયની યોગ્યતા”....પણ એ વખતે એનું “લક્ષ” આત્મા ઉપર ન હોય..પણ પર ઉપર હોય...તો પરનાં આશ્રયે- પરનાં લક્ષે રાગ થાય, એ ઉત્પાદની ઉપાધિ બંધનું કારણ છે...અને જ્યાં આત્માનો અનુભવ થાય, ત્યાં એ ઉત્પાદ, રાગની ઉપાધિ છોડી દયે છે, અને વીતરાગ ભાવની ઉપાધિ, મળે છે એ મોક્ષનું કારણ છે! ઉત્પાદ-વ્યય તો સ્વભાવ છે પર્યાયનો, એ બંધ- મોક્ષનું કારણ નથી. એની ઉપાધિ એટલે વધારાની ચીજ! એમ કે...ઉત્પાદ પ્લસ રાગ અથવા ઉત્પાદ પ્લસ વીતરાગતા ! “ઉત્પાદ-વ્યય-ધ્રુવ યુક્ત સત્” એ તો વસ્તુનો સ્વભાવ છે, અજમેરાભાઈ! મનુભાઈ કહે છે ઝીણું ઝીણું આવે છે. (અજમેરાભાઈ:) વીતરાગતાને ઉપાધિ ક્યો તો ન કયે ઝીણું? (ઉત્તર) ઝીણું કહે છે, Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #126 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૦૩ પ્રવચન નં. - ૮ બરાબર છે. અહીં..હા ! પણ એ પ્રકારનો અભ્યાસ કરવાનો વખત મળતો નથી! વખત તો ઘણો મળે છે બીજો કામ કરવામાં! વખત તો ઘણો મળે! પણ આ કામમાં કાંઇક પૈસા ટકાનો નફો દેખાતો નથી ને એટલે...અહાહા ! અરે ! આમાં તો શાશ્વત સુખ મળે છે! ભવનો અંત આવે છે ભાઈ ! આ વાત, સાધારણ નથી !! વન વે ટાફીક છે–એકલો નફાનો વેપાર ! નુકસાનનો વેપાર કરી નથી. એ નફામાં ભાઈ ઓનો ભાગ ન પડે! આ આત્માનો અનુભવ કરે અને કમાણી થાય-જ્ઞાનલક્ષ્મી પ્રગટ થાય, તો કોઈ કાંઈ ભાગ માગે? અહા...હા...હા! માટે આ કામ કરવા જેવું છે !....તો, એના માટે ચારિત્ર પહેલાં સમ્યગ્દર્શન ગૃહસ્થ અવસ્થામાં પ્રગટ થાય છે. એ કેમ પ્રગટ થાય ? એનો અધિકાર આપણે ચાલે છે. કોઇને જરૂરત લાગતી નથી...હજી સુખની...અને સંસારના દુઃખ એનાથી થાક્યો નથી હુજી....જો થાક લાગે ” તો સુખ શોધે ને! પણ હજી થાક લાગ્યો નથી આહા..હા...હા! અનંત અનંત કાળ વીત્યો ચારગતિમાં ભ્રમણ-પરિભ્રમણ કરતાં પણ એને હજી એ દુઃખ નથી ભાસતું, એ સંયોગમાં સુખની કલ્પના થઈ ગઈ છે! સુખતો છે નહીં. કલ્પના માત્ર છે. હવે દષ્ટાંત પૂરો થયો, એક સિદ્ધાંતની વાત...દશ ગાથાનો મર્મ બતાવે છે ટીકાકાર (અમૃતચંદ્ર ) આચાર્ય મહારાજ! “એવી રીતે હવે દર્દાત છે - દર્રત એટલે સિદ્ધાંત છે કે – બાહ્ય પદાર્થો-આત્મા સિવાય, બહારના પદાર્થો ઘણા છે-અનંતા પદાર્થ છે, અનંતા જીવો છે, અનંતાનંત પુગલ પરમાણુઓ છે, એક ધર્માસ્તિકાય, એક અધર્માસ્તિકાય, એક આકાશ ને અસંખ્યાત કાલાણુઓ-એવા દ્રવ્યો છે. આત્મા સિવાય, ભિન્ન બાહ્ય પદાર્થોમાં બધા આવી ગયા ! અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, (સર્વ) સાધુજી પણ બાહ્યપદાર્થમાં આવી ગયા ! ઇ બર્હિતત્ત્વ છે, અંતતત્ત્વ તો...અહીંયાં આત્મા છે ! આહાહા “શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ તથા ગુણ અને દ્રવ્ય-' પહેલાં ગુણ અને દ્રવ્ય, છ દ્રવ્યમાં ઉતારવા અને પછી ગુણ અને દ્રવ્ય અહીં સ્વદ્રવ્યમાં લેવા. “જેમ દેવદત્ત યજ્ઞદત્તને હાથ પકડીને કોઇ કાર્યમાં જોડે તેમ '-એ દષ્ટાંત થયો. દાંત પ્રમાણે સિદ્ધાંત નથી, દષ્ટાંતથી સિદ્ધાંત જુદા પ્રકારનો (વિરુદ્ધપ્રકારનો) છે! આહા ! એક ભીંડવાળા બહેનને આ નહોતું સમજાતું. સવારે પૂછયું 'તું. કહે છેઃ “જેમ દેવદત્ત યજ્ઞદત્તને હાથ પકડીને કોઇ કાર્યમાં જોડે તેમ..આત્માને (સ્વજ્ઞાનમાં જોડતા નથી)” આ આત્માને બાહ્યપદાર્થો એમ કહેતા નથી કે “તું મને જાણ ” આહાહા ! બાહ્યપદાર્થો આને જાણવાના કાર્યમાં જોડતા નથી કે “તું મને જાણ” કેમ કે...તારામાં જ્ઞાન છે અને મારામાં જ્ઞય છે!! આત્મા કહે છે મારામાં જ્ઞાન છે અને મારામાં જ જોય છે, મારાથી બાહ્ય કોઈ પદાર્થ, મને શેયપણે દેખાતું નથી ! મારાપણે તો દેખાતું નથી, નિમિત્તપણે તો કોઈ પદાર્થ દેખાતો નથી પણ જગતમાં કોઈ પદાર્થ મને શેયપણે પણ દેખાતો નથી. શેયપણે દેખાતો હોય તો એક મારો શુદ્ધઆત્મા છે. અમારા પરિણામ પણ અમને શેયપણે જણાતા નથી, તો છે દ્રવ્ય...(દૂર રહ્યા !) Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #127 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન ૧/૪ આહા..હા! એ...અમને જોય થઈ જાય, ધ્યાનનું ધ્યેય થઇ જાય. ઉપાદેયપણે જોય થઇ જાય અરે! ઉપાદેયપણે તો શેય ન થાય, હેયપણે પણ શેય ન થાય! ને...શેયપણે પણ જોય ન થાય !! આહા....!! આ તો ધર્મના દિવસો છે ને! આરાધનાના દિવસો છે ને!! એક આત્મામાં જ જ્ઞાતા, જ્ઞાન ને શેય-એવા ત્રણ ભેદ થઇ...એક આત્મા છે.! ભેદ કરીને સમજાવવા છતાં પણ એ આત્મામાં ત્રણ કટકા થતા નથી. કેઃ જ્ઞાતા અહીંયાં (મગજમાં) જ્ઞાન અહીંયાં અને શેય પગ પાસે એમ છે નહીં. અખંડ-અભેદ, એક વસ્તુના ત્રણ ધર્મો છે એ ત્રણ ધર્મને ધારીને બેસનાર ધર્મી આત્મપદાર્થ (આત્મદ્રવ્ય ) છે. ધર્મી એક છે, એના ત્રણ ધર્મો છે-જ્ઞાતા પણ આત્મા, શય પણ આત્મા, અને જ્ઞાન પણ આત્મા ! અહીંયાં જ્ઞાતા છે અને જગતના પદાર્થો (ન્યાં એ) મારા જ્ઞાનનું શેય છે, એમ છે નહીં! એ વ્યવહારે તો શેય છે કે નહીં? પણ વ્યવહાર એટલે શું? “કોથળામાં પાંચશેરી” ન રખાય, ચોખ્ખું કરો. કહે! આત્મા જ્ઞાતા અને જગતના પદાર્થો-લોકાલોક, નિશ્ચયે શેય નથી પણ વ્યવહારે મારા જ્ઞાનનું જ્ઞય છે. આહા....જ્યાં સુધી વ્યવહારે જ્ઞાનનું જ્ઞય દેખાશે, ત્યાં સુધી આત્મા...માં શયનો ભેદ, વ્યવહાર પણ દેખાશે નહીં! બેન! આહા...હા! ફરીને..આ તો, આરાધનાના-ઉપાસનાના દિવસો છે! ગણેશ? આહાહા ! મોટો શાકભાજીનો વેપારી છે એ વરસના લાખ-બે લાખ કમાય છે. ગુરુદેવનો અનુયાયી! ભક્ત ચુસ્ત હોં! આહા! એક વખત કહ્યું ! આત્મારાગને કરતો નથી. ભાઈ ! પરમાત્મારાગને કેમ કરે? તેણે કહ્યું ! અરે! પરમાત્માને રાગનું કાર્ય સોંપવું એ તો મોટી મૂઢતા છે. અહા ! બોલો! પટેલ છે. અજૈન હતા પણ જૈન થઇ ગ્યા! અહાહાહા! અરે ! ઊંધું માને તો જૈન પણ અર્જન છે! મીઠાશથી કહેવામાં આવે છે..હિત ખાતર! કહે છે પ્રભુ! જ્ઞાતા પણ આત્મા, શેય પણ આત્મા અને જ્ઞાન પણ આત્મા! એવા જ્ઞાતા અને શેયનો વ્યવહાર અંદર છે, વ્યવહારે ય અંદર અને નિશ્ચય પણ અંદર છે... નિશ્ચય અંદર છે ને વ્યવહાર બહાર છે એમ છે નહીં. અભેદમાં ભેદ કરવો તેને વ્યવહાર કહેવામાં આવે છે. અને જે ભિન્ન છે અને જાણે છે તેને વ્યવહાર કહેવામાં આવતો નથી. અહાહા ! એ અતીન્દ્રિયજ્ઞાનનો વ્યવહાર નિશ્ચય બધું અંદરમાં રહેલું છે! એ વાત કહે છે કે બધા પદાર્થો, તને એમ નથી કહેતા કે “તું મને સાંભળ” આંખને કહેતા નથી કે: “તું મને જો' નાક (ને કહેતા નથી) કેઃ “તું મને સુંઘ' આહા! “તું મને ચાખ' “તું મને સ્પર્શ કર' બહારના પદાર્થ એમ કહેતા નથી “તું મને જાણ' આહા! પંચપરમેષ્ઠિ પરમાત્મા એમ કહેતા નથી કે તું મને જાણ અને આત્મા પણ આત્માને જાણવાનું છોડીને પંચપરમેષ્ઠિને જાણવા જતો નથી-એવી સ્થિતિને ધરમ કહેવામાં આવે છે! ત્યારે પંચપરમેષ્ઠિને...દર્શન પૂજા? ભાઈ, આ ભાવ. આર્યજીવને ભાવ આવે! સમ્યગ્દષ્ટિને Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #128 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૦૫ પ્રવચન નં. - ૮ પણ આવે, મિથ્યાષ્ટિને ભાવ...તો આવે, પણ એ...કર્તાનું કર્મ અને જ્ઞાનનું જ્ઞય થઈ જાય, એવો આત્માનો સ્વભાવ નથી! કર્તાકર્મ પણ એક દ્રવ્યમાં અને જ્ઞાનજ્ઞય પણ એક દ્રવ્યમાં છે. કર્તા આત્મા ને જ્ઞાનની પર્યાય કર્મ ! (ભેદથી કથન) અભેદથી આત્મા જ કર્તા અને આત્મા જ કર્મ ! આત્મા જ્ઞાતા અને આત્મા જ જ્ઞય-ભેદથી એટલું છે, અભેદથી આત્મા જ જ્ઞાતા અને આત્મા જ mય અભેદ ! આહા! ઝીણું તો પડે! બહુ ઝીણું પડે છે. કાલ કહેતા હતા અને અત્યારે દેખાય છે મનુભાઈ! પણ સમજવા જેવું છે. સમજાય એવું છે. ન સમજાય..કોઇ સમજશે નહીં માટે આ ગાથા લખી છે? એનાં (આચાર્યદેવનાં) જ્ઞાનમાં આવી ગયું છે કે હું લખું છું એનો મર્મ સમજનારા પંચમઆરાના છેડા સુધી પાકશે ને સમ્યગ્દષ્ટિ થઈ જશે જ! એમ સમજીને આ દશગાથા લખી તાડપત્રમાં ! આહાહા ! એમણે આપણા માટે મહેનત કરી છે, આપણા ધર્મપિતા હતા કુંદકુંદ આચાર્ય! આહાહા! ધર્મને, જૈનદર્શનને ટકાવી રાખ્યો આહા....હા! નહીંતર તો...અંધારું થઇ જાત એવી સ્થિતિ હતી. અહા! બહારના પદાર્થ એમ કહેતા નથી કે “તું મને જાણ –આ પ્રતિમાની સામે આપણે ઊભા રહીએ, દર્શન કરીએ...તો પ્રતિમા એમ કહે છે કે તમે મારી સામે જુઓ, કોઇને પણ (એવો) અનુભવ થયો હોય? આટલા બધાયમાં પૂછો, બહેનો ભાઈઓને કોઇ દિ' પ્રતિમાએ કહ્યું છે કે તમે મારી સામે જુઓ. મારા દર્શન કરો, એમ પ્રતિમા કહેતા નથી, અને અંદર આત્માપરમાત્મા-ચૈતન્ય પ્રતિમા બિરાજમાન છે, એ પોતાના ચૈતન્યસ્વભાવને છોડીને, એ પરને જાણવા જતો નથી. એ તો સ્વનેજ જાણ્યા કરે છે, પણ..એ વખતે બહિર્મુખ જ્ઞાન પણ સાથે ઉત્પન્ન થાય છે, એ પ્રતિમાને જાણે છે (દર્શન કરે છે) એક અંતર્મુખજ્ઞાન અને એક બહિર્મુખજ્ઞાન, પર્યાય એક જ્ઞાનની અને અંદરમાં ભાગ બે છે! બહિર્મુખચકું અને અંતર્મુખચક્ષુ! અંતર્મુખીજ્ઞાન આત્માને નિરંતર જાણ્યા કરે છે અને બહિર્મુખી જ્ઞાન-ઇન્દ્રિયજ્ઞાન તેની યોગ્યતા પ્રમાણે તે તે પ્રકારના વિષયોને તે જાણે છે! પણ એ એને જાણે છે પણ હું એને જાણતો નથી, આનું ભેદવિજ્ઞાન ને વિવેક છે. એ વાત આમાં છે. આમાં લખેલી છે, એનો જ અર્થ ચાલે છે, આ વાત કાંઇ નવી નથી. પોતાને નવી લાગે, સાંભળી નથી તેથી નવી લાગે! મેં અત્યાર સુધી સાંભળી નથી ને માટે આ વાત નવી લાગે છે. બાકી તો આ વાત જુની છે. ૨૦૦૦ વર્ષ પહેલાંની આ વાત છે. અરે ! અનંતકાળ પહેલાની આ વાત ચાલી આવે છે. આ વાત કાંઇ નવી નથી. (શ્રી) ઋષભદેવ ભગવાનની દિવ્યધ્વનિમાં આ ગાથા (વાત) આવી હતી, ભગવાન શ્રી મહાવીરના શ્રીમુખેથી પણ આ ગાથા (વાત) આવી હતી અને સીમંધરપ્રભુના મુખમાંથી પણ આ જ ગાથા આવી અને એમણે (કુંદકુંદદેવે) ઝીલી! આહા....હા ! “સીમંધર મુખથી ફૂલડાં ખરે, એની કુંદકુંદ ગૂંથે માળ રે!” અને એ પછી માળ જે ગૂંથે, એ લાયકજીવ ડોકમાં ( ગળામાં) પહેરી લ્ય તો અનુભવ થઈ જાય, એ આપણા માટે ગૂંથી છે. આહાહા ! શાસ્ત્રો લખ્યા છે તે આપણા Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #129 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updařes જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન માટે છે ને! ઓહો હો ! ‘અને આત્મા પણ ' આ સાઇડથી વાત કરે છે, પેલી સાઇડથી વાત કરી કેઃ પદાર્થો (બાહ્યપદાર્થો ) તને એમ કહેતા નથી કે: ‘તું મારી સામે જો' મફતમાં ગાંડિયો થઇને એની સામે જુએ છે, ઇ...ગાંડાલાલ છે! શું કહ્યું? એ...ડાહ્યાલાલ નથી. ગાંડલાલ ને ડાહ્યાલાલ બે પ્રકારના જીવો હોય છે, સમ્યગ્દષ્ટિ ડાહ્યાલાલ છે બધા! નામથી નહીં હોં? ભાવથી ડાહ્યાલાલ છે. અને ‘હું મને જાણતો નથી' (પરંતુ) મને, આ બધું જણાય છે, એ ગાંડાલાલ છે! ગાંડાલાલ એટલે સમજાણું ને ? મિથ્યાદષ્ટિ. ભીંત ભૂલી ગયો છે! સમયે-સમયે જણાય છે પોતાનો આત્મા અને મનાઇ ગયું છે કેઃ હું પ૨ને જાણું છું! દષ્ટિ બહિર્મુખ રહી ગઇ, અંતર્મુખી દૃષ્ટિ એને થતી નથી ! ૧૦૬ દૃષ્ટિ અંતર્મુખ થઇને (આત્મ ) અનુભવ કેમ થાય, એની અપૂર્વ ગાથા છે. એની જેટલી પ્રશંસા કરીએ ! એટલી વાણીથી થાય એમ નથી. ‘અને આત્મા પણ...ઓલા કહેતા નથી કે: ‘તું મને જાણ' આહાહા ! ‘અને આત્મા પણ લોચુંબક-પાષાણથી ખેંચાયેલી લોખંડની સોયની જેમ '–લોખંડની સોય તો... પોતાનું સ્થાન છોડી...અને લોખંડનાગોળામાં (લોહચુંબકમાં ) ચોંટે છે. અહીંથી ખસીને વાં (ત્યાં) જાય છે. અહીંથી ખસી જાય-આકાશના આ ક્ષેત્રેથી ખસીને, આકાશના બીજે ક્ષેત્રે જે છે લોહચુંબકપથ્થર, ત્યાં (સોય) જાય છે તેમાં તો એમ થાય છે, પણ આત્માનું જ્ઞાન અહીંથી છૂટીને ત્યાં ( જ્ઞેયપાસે ) જતું નથી. આહા...હા ! દષ્ટાંતથી સિદ્ધાંત અવળો (વિરૂદ્ધ) છે! સિદ્ધાંતથી દષ્ટાંત અવળું આપ્યું છે! શું કામ ? એની બુદ્ધિ કંઇક ચલાવે! આ શું લખ્યું? શું લખ્યું? શું લખ્યું છે? એમાં ઉપયોગ લગાવે એટલા માટે કોઇક વાર અઘરી વસ્તુ મૂકે! આહા! અઘરી મૂકવાનું શું કારણ? કે એ સૂક્ષ્મ ઉપયોગ કરે ત્યારે સમજાય! એ વિના સમજાય નહીં. આહા..હા..! એવો બનાવ એક બની ગયો, જૂનાગઢ-ગિ૨ના૨ ઉપ૨! ધરસેન આચાર્ય ભગવાન, ત્યાં થઇ ગયા. અને એમને ઘણું જ્ઞાન કરણાનુયોગનું! કરણાનુયોગનું જ્ઞાન ઘણુંબહોળું હતું, ધવલ, મહાધવલ ઇત્યાદી હજારો, લાખો શ્લોક મોઢે હતા તેમને! તેમને ખ્યાલ આવ્યો કે દિનપ્રતિદિન લોકોની ધારણા શક્તિ ઊતરતી જાય છે અને મારી પાસે જે માલ (જ્ઞાન) છે તે તાડપત્રો ઉપર તો મેં લખ્યું નથી, મારા જ્ઞાનના ભંડારમાં ભર્યું છે પણ આ કાયમ રહી જાય તેના માટે એમને વિચાર (વિકલ્પ ) આવ્યો ! પછી....દક્ષિણ ( ભારતમાં ) મુનિસંઘ હતો, ત્યાં શ્રાવક મારફત સંદેશો મોકલ્યો અને કહે કે કોઇ બે મુનિઓને અહીં મોકલો તો મારી પાસે જે જ્ઞાન છે તે હું એમને આપી દઉં તો એ પરંપરા ચાલે. તો (ત્યાંથી ) બે મુનિઓ આવતાં પહેલાં રાત્રિના તેમને (ધરસેન આચાર્યને ) સ્વપ્ન આવ્યું, બે સફેદ બળદ! એમણે સ્વપ્નમાં જોયા, ખ્યાલ આવી ગયો કે બે મુનિ, સમર્થ આચાર્ય આવે છે, થોડા દિવસ થયાં ત્યાં બે મુનિરાજ પધાર્યા ગિરનાર ઉપર, એની ગુફા છે ત્યાં એ તપ કરતા તા, ધરસેન આચાર્ય! Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #130 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૦૭ પ્રવચન નં. - ૮ ત્યાં એની ગુફા છે. પણ અન્યમતિઓએ ત્યાનો કબજો લઇને તાળું મારી દીધું છે, ઇ ગુફા મેં જોઇતી, તે દિવસે દરવાજો નહોતો એને મેં જોઇ ત્યારે ! અને એ બે મુનિરાજ આવ્યા, હવે એને આ બધું જ્ઞાન આપવું છે! તો એની પહેલાં, એમણે પરીક્ષા કરી એમની ! ને બેયને જુદાજુદા મંત્રો આપ્યા! લખીને, તાડપત્ર ઉપર, કે તમે આની સાધના કરો ને સાધના (સિદ્ધ) થઇ જાય પછી મારી પાસે આવો! એટલે બે યા (મુનિરાજ) ગયા જંગલમાં અને ત્રણ ઉપવાસ! ઉપવાસ ત્રણ ઉપરા-ઉપર, આહાર કરવા ન જાય! અને મંત્રની સાધના કરી. (સિદ્ધ થતાં મંત્ર) તો એકને મોટા દાંતવાળો દેવ આવ્યો પૂંછડાવાળો! અને એકને પૂંછડીવાળીને શીંગડાવાળી દેવી આવી. (મુનિરાજે) વિચાર ર્યો આ શું? આ શાસનદેવી નહીં! આ શાસનના રક્ષક નથી ! પછી, એમણે મંત્રો તપાસ્યા ફરીથી જુદા જુદા બે ય (મુનિરાજ) ભેગા ન થાય. સમર્થ આચાર્યો! એમાં ઇરાદાપૂર્વક ધરસેન આચાર્ય (મંત્રમાં) કોઇમાં શબ્દ ફેર, કોઇમાં કાનોમાત્રા ફેરફાર કરીને લખેલું ઇરાદાપૂર્વક! (મુનિરાજની) પરીક્ષા કરવા માટે. એટલે બેય સમર્થ આચાર્ય (હતા). (મંત્રોમાં) શુદ્ધિ કરી લીધી. પૂછવા ન ગયા, ધરસેન આચાર્યને! (બન્ને મુનિઓએ સાધના માટે ) બીજા ત્રણ ઉપવાસ અને સાધના કરી. શાસનદેવી હાજર થયાં ! (મુનિરાજ) આવ્યા, નમસ્કાર કર્યો! છ દિવસ થઈ ગયા, એટલે (ધરસેન આચાર્ય) સમજી ગયા ! (પછી પૂછ્યું ) કે શું થયું? કેઃ સાહેબ! મંત્રમાં જરા ફેરફાર હતો. અમે સાધના કરીને પહેલાં આમ (આમ ) થયું” તું! બરાબર છે. પરીક્ષા થઈ ગઈ, બેસી જાવ સામે! બસ! આ (ધરસેન આચાર્ય) બોલે ને ઓલા (બન્ને મુનિરાજ) ઝીલે! આહા ! પુષ્પદંત ને ભૂતબલિ-બન્ને મુનિરાજે હજજારો શ્લોક મોઢે (યાદ) કરી લીધા. અને ત્યાંથી વિહાર કરીને, અંકલેશ્વર પધાર્યા. ત્યાં...એમણે વિચાર કર્યો કે હવે યાદશક્તિ ઘટી જાય તે પહેલાં આપણે તાડપત્રો ઉપર આને દ્રવ્યશ્રતને અંકિત કરી લઇએ (એ વિકલ્પને અનુકૂળ ) ત્યાં વનના વન છે (તાડપત્રના) અંકલેશ્વરમાં, સૂકા પાંદડાં ! તોડ-બોડે નહીં ત્યાં પડી ગયા હોય ને એના ઉપર લખ્યું ને એનામાંથી આ બધું ધવલ, મહાધવલ લખાઇ ગયા! (શ્રુતના લખાણનો પ્રારંભ અહીંથી થયો !). એમાં એવો બનાવ બન્યો કે મૂળ બિદ્રિમંદિરના ભટ્ટારકે પોતાના કબજામાં રાખ્યા, તાળા ચાવીમાં! પછી એક પંડિતને (તેમની પાસે) મોકલ્યા, તેને સમજાવ્યું કે આ તાડપત્ર જીર્ણ થઈ જશે! આપણે એની એક કોપી કરી લઇએ, ને એ કોપી તમારી પાસે રાખો (મૂળ તાડપત્ર!) અમારે તો એની જરૂર નથી. તમારી ઇચ્છા હોય તો હું કરી દઉં મારી શક્તિ છે. (પંડિતે) સમજાવ્યા અને ભટ્ટારકે હા પાડી. પછી એ એક કોપી દિવસે કરે અને એક કોપી રાતના કરે-બે કોપી કરે ! અને બીજી કોપી વાં મોકલી દીધી. આ એમાં આ બધું સાહિત્ય (શાસ્ત્ર) બહાર આવ્યું! નહીંતર બહાર આવત નહીં! એક ઇતિહાસ હતો. સમજી ગયા? જિનવાણીને જેલમાં પૂરી” તી! પણ યોગાનુયોગ જુઓ! જ્યાં ગુરુદેવનો ઉદય થયો, ત્યાં એનો અનુવાદ થવા માંડયો! ત્યાં સુધી અનુવાદ ન હતો! આવો Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #131 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન ૧૦૮ બનાવ, બને છે કુદરતી ! આહાહા! આ જિનવાણી છે હો? અરેએ જિનવાણી કહેતી નથી કે “તું મને સાંભળ ને?' દિવ્યધ્વનિ એમ કહેતી નથી કે “તું મને સાંભળ'. સર્વજ્ઞ ભગવાન કહેતા હશે? કે આ મારી દિવ્યધ્વનિ છે અમૃત જેવી છે તું સાંભળ! આહા ! સાંભળ, કહે ક્યાંથી? કેમકે આત્માને કાન નથી ને ભાવ ઇન્દ્રિયનો પણ અભાવ છે. ક્યાંથી સાંભળે? અને સાંભળ એમ કહે જ નહીં. આહાહાહા ! એવી અપૂર્વ વાત, અંદરની છે! તો કહે છે કેઃ પર પદાર્થ કહેતા નથી કે તું મને જો, સાંભળ સૂંઘ અને આત્મા પણ પોતાના સ્વભાવને છોડી-“જાણનારને જાણ્યા કરે એને બદલે પરને જાણવા જાય, એવો આત્માનો મૂળ સ્વભાવ નથી.” પણ એ ગાંડાલાલ સમજ્યો નહીં એટલે પરને જાણવાની રૂચિ અને બુદ્ધિ કરે છે, મન કરે છે આહા! આવ્યું ને! મૂઢ જીવ, આવ્યું હતું જુઓ! “આવું જાણીને પણ.... મૂઢ જીવ! અજ્ઞાની બહિષ્કારી! ઉપશમને પામતો નથી!' આહા! ઉદાસીનતા ને પામતો નથી વીતરાગભાવને પામતો નથી. અને શિવબુદ્ધિને છોડીને-કલ્યાણકારી, સમ્યજ્ઞાનની બુદ્ધિને છોડીને-પોતાને જાણવાનું છોડીને પરને ગ્રહવાનું મન કરે છે. પરને જાણવાનું મન કર્યા કરે છે! ચોવીસે (ય) કલાક આનું શું થયું? એનું શું થયું? ઓનું શું થયું? એનું શું થયું? (વિકલ્પની ભઠ્ઠી !) અરે! ભાઈ અરે! મારું શું થયું? ઇ...તો વિચાર આહા ! વિકથા છોડી દે! પ્રમાણની બહાર જવા જેવું નથી અને પ્રમાણમાં પણ અટકવા જેવું નથી.'-આહા! ત્યારે કામ થાય એવું છે! “અને આત્મા પણ લોહચુંબક-પાષાણથી ખેંચાયેલી લોખંડની સોયની જેમ પોતાના સ્થાનથી ટ્યુત થઈને’–પોતાને જાણવાનું છોડીને આહા..! ઉપયોગથી આત્મા અનન્ય છે અને એ ઉપયોગમાં આત્મા, બાળ-ગોપાળ સૌને નિરંતર જણાયા કરે છે! એ... “ જાણનારને જાણવાનું છોડી અને જેમાં જ્ઞાન અને આનંદ નથી, એને (પરને) જાણવાનું તું મન કરી રહ્યો છો !! મૂઢ, મોહીપ્રાણી! મિથ્યાદષ્ટિ છો તું. અહાહા ! તને જ્ઞાન ઉદય થશે નહીં, અમે (અમારા અનુભવથી) કહીએ છીએ, એમ તું કર તો મોહનો નાશ થઈ. નિર્મોહ દશા પ્રગટ થશે. બાહ્યપદાર્થો ને જાણવા જતો નથી, લ્યો! એટલી વાત (આચાર્ય ભગવાને) કરી. હવે થોડી સૂક્ષ્મ વાત કરે છે કે જ્ઞાન કેમ પ્રગટ થાય? અને જ્ઞાન કોને જાણે? એજન્ડા ઉપર (આત્મ-અનુભવ માટે) બે વાત છે, હવે! આત્મજ્ઞાન કેમ પ્રગટ થાય? અને પ્રગટ થયેલું આત્મજ્ઞાન (સત્યજ્ઞાન) કોને જાણે? એના કારણો આપે છે. આત્મજ્ઞાન કેમ પ્રગટ થાય ? તેનું પણ કારણ આપે છે–લોજીક! અને આત્મજ્ઞાન પ્રગટ થયેલું, કોને જાણે? તેનું પણ (ન્યાય આપી) સ્પષ્ટીકરણ કરશે. આહા ! “પરંતુ, વસ્તુસ્વભાવ” વસ્તુસ્વભાવ શબ્દ પડ્યો છે જુઓ! “વસ્તુસ્વભાવ” એટલે જ્ઞાનમય આત્મા વસ્તુ છે, એનો “સ્વભાવ” જ્ઞાન છે, એનામાં (નિરંતર) જ્ઞાન પ્રગટ થાય છે, સમયે-સમયે “ઉપયોગ લક્ષણ” છે ને! એ પ્રગટ થઈ જ રહ્યો છે. (આત્મ) દ્રવ્ય પ્રગટ થતું નથી, દ્રવ્ય તો Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #132 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧/૯ પ્રવચન નં. - ૮ પ્રગટ (જ) છેછે...છે..ને છે (સદેશ-સંદેશ) અનાદિ અનંત, એ પ્રગટ છે. ઈ.... “ત્રિકાળ વર્તી' વસ્તુ છે ને જ્ઞાન (ઉપયોગ) પ્રગટ થાય છે એ સમયવર્તી' છે-પણ વસ્તુ છે, દ્રવ્ય પણ વસ્તુ છે ને પર્યાયપણ વસ્તુ છે. વસ્તુના ધર્મ ને પણ વસ્તુ કહેવામાં આવે છે, સમજાણું? (જુઓ !) અહીંયા એવો વિકલ્પ ન કરવો કે પર્યાય છે ને ! તે) પરદ્રવ્ય છે ને! હેય છે ને! તો..નહીં સમજાય! “જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, તહાં સમજવું તેવું” અહીંયાં ય પ્રધાન કથન છે, ઈ...આત્મભાન કરાવે છે! આહાહા! આ જ્ઞાન પ્રધાન કથન છે.. પણ સમ્યક જ્ઞાન પ્રધાન કથન છે, મિથ્યાજ્ઞાન નથી આમાં આવતું! “વસુસ્વભાવ”વસ્તુ એટલે, જેમાં ગુણ અને પર્યાયો વસે, તેને વસ્તુ કહેવાય. એકલા ગુણો વસે અને જ્ઞાનની પર્યાય એમાં વસતી નથી એમ છે નહીં, આ ધારણાનો વિષય નથી. (કેટલાકને) દષ્ટિનો વિષય હાથમાં આવી ગયો (એટલે ધારણામાં આવ્યો છે અને જ્યાં એ ( જ્ઞાની) જ્ઞયની વાત કરે, સ્વયની ! (ત્યાં) અહંઠું! આ તો પર્યાયની વાત આવી, આ તો પર્યાયની વાત આવી ! (એમ પર્યાયને ઉડાડે!) અરે! આ તો ધર્મની વાત છે. પર્યાયની વાત નથી, સાંભળ તો ખરો !! આહાહા.! જ્ઞાન (પર્યાય) આત્માનો ધર્મ છે અને એ જ્ઞાન વડે આત્મા જણાયા કરે છે એનો નિષેધ ન કર! આહા...હા! એ....જ્ઞાનનો (ઉપયોગનો) નિષેધ કરીશ તો તને અનુભવ નહીં થાય, એ જ્ઞાન આત્મા છે! આહા! એક સમયની પર્યાય પણ આત્મા છે! એ આત્માનો એક ભાગ (અંશ) છે. એ સ્પેરપાર્ટ છે! ને ઈ. આત્માનો સ્પેરપાર્ટ છે! દ્રવ્યઇન્દ્રિય અને ભાવ ઇન્દ્રિય ને રાગ એનો (આત્માનો) ભાગ નથી! એ ય ના ભાગમાં જાય છે. આ તો (ઉપયોગ તો) જ્ઞાયકનો એક ભાગ છે. આહા...હા! એકલા દષ્ટિના વિષયનો પક્ષ, પક્ષ! દષ્ટિનો વિષય તો આવ્યો નથી (અનુભવમાં !) દષ્ટિનો વિષય (જને) આવે, એ જ્ઞાનનો નિષેધ ન કરે ! (આત્મ) જ્ઞાન પ્રગટ થયું ન હોય અને “દષ્ટિના વિષયના પક્ષમાં રોકાઈ જાય, તો અનુભવ નહીં થાય! આહા! મુંબઈમાં એક એવો બનાવ બન્યો! સીત્તેર જણા, એકલા દષ્ટિના વિષયમાં (પક્ષમાં) એકદમ ચડી ગયા! આહાહા! સીત્તેર જણા! “દ્રવ્ય દષ્ટિ”—પ્રકાશ” નીકળ્યું ને! (માત્ર વાંચીને) એકદમ ધૂને ચડી ગયા બસ! અને જ્યાં કોઈ પર્યાયની વાત..(કરે તો) અરે, (આ તો) પર્યાયની વાત! પર્યાય તો અલોકાકાશમાં છે, લોકાકાશમાં પર્યાય છે નહીં! આ છદ્રવ્યથી ભરેલો લોક, તેમાં જ્ઞાનની પર્યાય નથી ! ઈ...તો (પર્યાયને) અલોકાકાશમાં, બહાર મોકલી દીધી બધાએ ભેગા થઈને હોં? સમૂહ ભેગાં થઈને! આહાહા! સમજ્યા વિના બધું ચાલે! કંઈ વાંધો નહીં ત્યારે બધું ચાલતું તું!! એટલે ગુરુદેવ પાસે વાત આવવા માંડી કે આવું બધું છે ત્યાં! ( પ્રવચનમાં) ત્યારે રામજીભાઈ જરા ટપકું મૂકે (ગુરુદેવથી) સ્પષ્ટીકરણ કરાવવા કે સાહેબ! પર્યાય તો “હેય' છે, પર્યાય તો “પદ્રવ્ય” છે, આપણે પર્યાયનું શું કામ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #133 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન ૧૧૦ છે? (ગુર્દેવે કહ્યું:) કોણે કહ્યું પર્યાય હેય છે? પર દ્રવ્ય છે? પર્યાય (તો) આત્મા છે. ગુરુદેવ કહે ! ચોખવટ કરાવવા માટે સમજી ગયા? કે જ્ઞાનની પર્યાયને ઉડાડશો તો આત્માનો અનુભવ નહીં થાય. અને બહુ વધારશો તો તમને ચીજ મળશે નહીં. હા..કાચો પારો છે “આ”. એમને એમ “હળદરના ગાંઠિયે” કાંઈ ગાંધી થવાય એવું નથી. પછી....એવું ચાલતુંતું બધું! ગુરુદેવ પાસે વાત આવે. ચર્ચાઓ થાય! કે આવો એક બનાવ મુંબઈમાં બની ગયો છે! મારી પાસે પણ એ વાત તો આવવા મંડી. એમાં યોગાનુયોગ મારે મુંબઈ જાવાનું થયું, મારા કામે, થોડો ટાઈમ રહેવા માટે, બાપુજી ની હારે ચર્ચા થઈ. બાપુજી! વો તો આવું ચાલે છે. કે તું તારે સ્પષ્ટીકરણ કરી દે તો બસ! આહા! મેં કહ્યું: સ્પષ્ટીકરણ તો કરીશ, પણ જો ઈ સાંભળવા આવશે ને...તો તો સુલટી જશે, પણ સાંભળવા નો આવે તો લાચાર! પણ અમારી છાપ, ઓલી દષ્ટિપ્રધાન કથનને કે આ તો એકલી દષ્ટિની વાત કરે છે, આપણે બધાંએ જાવું ત્યાં, પર્યાયની વાત કરે ને ત્યાં જવાય જ નહીં. ત્યાં જવાય જ નહીં. ત્યાં જાયેય નહીં એ લોકો ! તો બધા આવવા માંડ્યા, હું તો રાજી થયો! હું.હું આવ્યા છે સાંભળવા તો વાંધો નહીં આવે! ત્રણ મહિના સુધી ચલાવ્યું કે ધ્યેયપૂર્વક mય એક સમયમાં થાય છે. એને બે સમય લાગતા નથી ! ધ્યેય, પર્યાયથી રહિત છે અને જ્ઞય થાય છે ઈ..પર્યાયથી સહિત છે, જ્ઞાનમાં આખો આત્મા જ્ઞય થઈ જાય છે. આહા..હા ! એ ત્રણ મહિના ચલાવ્યું ધ્યેયપૂર્વકલ્શય! ધ્યેયપૂર્વક જ્ઞય!—એ ત્રણ મહિના બરાબર ચલાવ્યું ને ઓલું ઓપરેશન કરતાં પહેલાં એના બધા ટેસ્ટીંગ થાતાં હોય પછી ઓપરેશન સકસેસ થાય, એમને એમ સર્જન ઓપરેશન કરે નહીં. (એમ) મને થયું કે હવે ઓપરેશન કરવાનો કાળ પાડ્યો છે, એમાં બાબુભાઈ ઝવેરીને ત્યાં મને જમવાનું કહ્યું! એટલે બધાય ઈ.ગ્રુપના તો આવે જ ને! એમાં વચ્ચે એક ભાઈએ એમ કહ્યું કે આ પર્યાયની વાત શું કરો છો તમે? શય, યતો છે જ નહીં. મેં કહ્યું: સાંભળો તમે થોડોક ટાઈમ, સાંભળશો તો ખ્યાલ આવશે. પછી નરમ પડ્યા, પછી જમવાને વાર હતી અર્ધા કલાકની, પછી મેં કહ્યું, દાખલો આપ્યો. મેં કહ્યું ભાઈ જુઓ! હાથ માં બળતરા થતી હોય હાથમાં, તો ઈ બળતરા થાતી 'તી સહન ન થયું એટલે એ ગયા વૈદરાજ પાસે કે: આનો કંઈ ઉપાય..બતાવો? કે: આનો ઉપાય સહેલો છે. કે શું સહેલો છે? કહે બરફની પાટ ઉપર હાથ મૂકી ધો! બિલકુલ ઉષ્ણતા લાગશે નહીં ઠંડક! ઠંડક ! ઠંડક થઈ જશે. એમ દાખલો આપ્યો બધાને ! એમ.આ પર્યાયને સર્વથા ભિન્ન કહી છે જ્ઞાનની પર્યાયને, કોઈ અપેક્ષાએ દષ્ટિપ્રધાન કથનથી, પણ સ્યાદ્વાદની અપેક્ષાએ જ્ઞાનની પર્યાય આત્માથી સહિત છે ત્યારે જ અનુભવ થાય છે. જ્ઞાનની પર્યાય ચડી જાય છે. જ્ઞાનની પર્યાય અડી જાય છે પણ નહીં અડી આવી અડી જશે! અડે ખરી પણ ન અડે એવી! અભેદ થાય પણ સર્વથા અભેદ ન થાય! એવું અભેદ છે!! Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #134 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૧૧ પ્રવચન નં. - ૮ ઈ.સમજાવ્યું, હથિયાર હેઠા, ઓપરેશન સકસેસ થઈ ગયું! આ અમારી મોટી ભૂલ હતી, આ અમારી મોટી ભૂલ હતી ! પછી, બાબુભાઈ ગયા સોનગઢ સોનગઢમાં ગુરુદેવે બાબુભાઈને ઉઘડા લીધા! શું આ કરો છો બાબુભાઈ ? શું ચાલે છે? કે સાહેબ ! હવે તો આપે લાલચંદભાઈને મોકલ્યા છે ને એટલે અમે સવળા થઈ ગયા છીએ. કેવી રીતે થયા સવળા? કહે-લાલચંદભાઈએ તો આમ દષ્ટાંત આપ્યો ! એમ.લાલભાઈ એ આવો દષ્ટાંત આપ્યો ! એમ કહીને એના ખભા ઉપર હાથ મૂક્યો, ગુરુદેવ રાજી થ્યા! આહા..હા! આવો પણ બનાવ બની ગયો! એમ.એકલા દષ્ટિના વિષયથી અનુભવ ન થાય, દષ્ટિના વિષય સાથે જ્ઞાન પણ આવે છે-સમ્યજ્ઞાન પ્રગટ થાય છે. આત્મામાં સ્યાદવાદનો અભાવ પણ....આત્મજ્ઞાનમાં ચાવ્યાજનો સભાવ છે !! (શ્રોતાઃ) એક વાર ગુરુદેવે પરીક્ષા લીધી હતી, કર્તા થયો? (ઉત્તર) હા, ગુરુદેવે પરીક્ષા લીધી હતી બરાબર છે. શું કહ્યું પ્રભુ? આતો કોઈ..અપૂર્વ વાત છે! શાંતિથી...ધીરજથી મધ્યસ્થ થઈને, કેવળ પોતાનું હિત કરી લેવું છે. પક્ષપાત છોડી ને પોતે સમજે તો સમજાય તેવું છે. આ દષ્ટાંત શા માટે દીધો અમારી પ્રશંસા માટે નહીં! પણ, દષ્ટિપૂર્વક જ્ઞાન પ્રગટ થાય..થાયને...થાય જ ! આહાહા! હવે કહે છે, “વસ્તુસ્વભાવ પર વડે ઉત્પન્ન કરી શકાતો નથી” શું કહ્યું? વસ્તુનો જે સ્વભાવ, વસ્તુ એટલે દ્રવ્ય, દ્રવ્યને વસ્તુ કહેવાય, જ્ઞાનગુણને પણ વસ્તુ કહેવાય, જ્ઞાનની પર્યાયને પણ વસ્તુ કહેવાય. (પર્યાય ) અવસ્તુ નથી આહા ! સમયવર્તી છે પણ વસ્તુ છે. એકસમય પૂરતું, પણ સત્ છે, અસત્ત નથી ! જ્ઞાનની પર્યાય છે એમાં આત્મા જણાય છે. જો, જ્ઞાનની પર્યાયને ઉડાડશો તો બાળ-ગોપાળ સૌને ભગવાન આત્મા અનુભવમાં આવે છે, એ સૂત્ર ખોટું પડશે. આહા...હા ! અહીંયાં કહે છે “વસ્તુસ્વભાવવસ્તુનો સ્વભાવ! એટલે દ્રવ્ય, ગુણ ને પર્યાય ત્રણેય લેવા ( સમજવા.) આહા! જેમ દીવામાં, પ્રકાશક, પ્રકાશ અને પ્રકાશ્ય ઈ...અભેદ દીવામાં જ છે, એનું પ્રકાશ્ય ઘટપટ નથી. એની (દીવાની) અંદર ત્રણ ધર્મો છે, એમ આત્મામાં ત્રણ ધર્મો છે, -જ્ઞાતા જ્ઞાનને શેય! વસ્તુસ્વભાવ પર વડે ઉત્પન્ન કરી શકાતો નથી' (એટલે કરી શકાતો) નહીં હોવાથી, આત્મામાં જે જ્ઞાન ઉત્પન્ન ( પ્રગટ) થાય છે, ઈ...શયથી (પરશેયથી) ઉત્પન્ન થતું નથી, એ જ્ઞાન તો આત્માથી જ ઉત્પન્ન થાય છે. આત્માથી ઉત્પન્ન થતું હોવાથી, આત્મા જ એ જ્ઞાનનો કર્તા છે. અને (પર) શયથી જ્ઞાન ઉત્પન્ન થતું નથી માટે (પર) જ્ઞય કર્તા અને અહીંયાં જ્ઞાનની પર્યાય, (પર) જ્ઞયનું કર્મ થઈ જાય, એમ ત્રણકાળમાં બનતું નથી. ફરી ને....(શ્રોતા ) બે-ચાર વાર કહેશો ત્યારે સમજાશે! (ઉત્તર) બરાબર છે. ઈ સમજવાની Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #135 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updařes જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન ૧૧૨ જિજ્ઞાસા બતાવી એણે ! વાત સાચી છે, અનાદિકાળનું અજાણ ( આત્મ) તત્ત્વ છે ને? એણે શુદ્ધ આત્માના દર્શન તો કર્યા નથી! અને જેમણે દર્શન કર્યાં (છે) એની સંગત પણ કરતો નથી ! આહા...હા ! એમ શાસ્ત્રમાં આવે છે. આહા....! શું કહે છે? કેઃ વસ્તુનો જે સ્વભાવ છે-જેમ સૂર્યનો સ્વભાવ પ્રકાશ છે, એ જે પ્રકાશની પર્યાય પ્રગટ થાય છે એ મકાન (આદિ) થી પ્રકાશ ઉત્પન્ન થતો નથી. એ પ્રકાશની પર્યાય તો...સૂર્યથી જ પ્રગટ થાય છે, એમાં એનો વ્યાપ્ય-વ્યાપક સંબંધ છે. સૂર્ય કર્તા, અને પ્રકાશની પર્યાય એ એનું કર્મ છે સૂર્યથી જ સૂર્યનો પ્રકાશ પ્રગટ થાય છે પણ મકાન ( આદિથી ) પ્રકાશ પ્રગટતો નથી. એમ...આ વસ્તુનો સ્વભાવ-આત્મ વસ્તુ છે એનો સ્વભાવ, એવો છે કે, પરવડે જ્ઞાન ઉત્પન્ન થતું નથી. પ૨પદાર્થ એમાં કર્તા થાય એમપણ નથી. ૫૨૫દાર્થ શૈયો (૫૨ શૈયો ) જ્ઞાનની પર્યાયનું કારણ થઈ જાય એમ પણ નથી. આહા ! એતો સ્વયં પોતાની જ્ઞાનની પર્યાય તત્ સમયની યોગ્યતાથી પ્રગટ થાય છે. આહા ! એ જ્ઞાનની પર્યાય સત્ હોવાથી તેને શેયની અપેક્ષા નથી. ‘જ્ઞેયથી જ્ઞાન થતું નથી.' અને (૫૨) શેયથી જ્ઞાન નહીં થતું હોવાને કારણે...( ૫૨ ) શેયનું જ્ઞાનપણ થતું નથી! સ્વજ્ઞેયથી જ્ઞાન થાય અને જ્ઞાન પ્રગટ થાય એનું શૈય−(સ્વગ્નેય ) આત્મા જ થાય પણ ૫૨૫દાર્થ (૫૨જ્ઞેય) જ્ઞેય થઈ શકે નહીં. આહા...! (દષ્ટાંત સૂર્ય ને પ્રકાશનું સમજાશે) આ (આત્મા ને જ્ઞાન સિદ્ધાંત) બે ચાર વાર કહેશું ત્યારે સમજાશે, એવું છે, બરાબર છે ઈ? આજ સુધી શું થાય છે (માને છે) કે શાસ્ત્રથી જ્ઞાન થાય! પણ શાસ્ત્રથી જ્ઞાન થાય એમ છે નહીં. આહા...હા ! આ ભાઈનું નામ ભૂલી ગયા...કેવા ? ગુલાબ ભાઈ! પ્રેમી છે. હું આવું ત્યારે ખાસ આવે! શું કહ્યું? કે પ્રભુ! તારા ઘરની વાતની તને ખબર નથી! કે તારામાં શું છે? તારી પાસે શું છે નિધિ ? એ ખબર નથી! બેન્કબેલેન્સની ખબર છે પ્રફુલ્લભાઈ ? અંદરમાં–અહીંયાં શું છે ખજાનો ! એ ખજાનાની ખબર નથી! ખજાનો છે અંદર (આત્મામાં) જ્ઞાન, દર્શન, ચારિત્ર, સુખ, વીર્ય અનંત અનંત ગુણ ભંડાર અંદર ભરેલા છે! એક-એક ગુણ પરિપૂર્ણ છે, એવા અનંત ગુણનો પિંડ, ગુણી-ગોદામ છે અંદરમાં આહા..હા! સમાજ આમ કહેશે ને સમાજ તેમ કહેશે, (અરે! એની ફિકર ક્યાં છે) અમારો ‘સમાજ’ અમારી પાસે છે (અમે પોતે છીએ!) અમારો સમાજ! આ બહાર અમારો સમાજ નથી. અમને સમાજની દરકારે ય નથી ! આહા ! પોતાના અનંતગુણમય (આત્માદ્રવ્ય ) પોતાનો સમાજ છે અને અનંત ગુણમય એનું કુટુંબ છે! આ કુટુંબ-કબીલા (પરિવાર) એ આત્માનું કુટુંબ નથી. એ તો ‘ધૂતારાની ટોળી' છે! બાપુજી! બાપુજી! બાપુજી કરશે ને જ્યાં સુધી રૂપીયા આપશે ત્યાં સુધી...ઠીક! પણ કોક દિ' રૂપિયા જો ન આપ્યા વાપરવા, એવા છોકરાવ કહે કે હું આપઘાત કરીશ રૂપિયા નહીં આપો તો Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #136 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૧૩ પ્રવચન નં. - ૮ (બાપને) ડરાવે! આહા! “ધૂતારા ની ટોળી' છે. આહા..હા...હા..! અરે ! આત્મા તો દગો ન ધે કોઇ દિ' તને બહારનો સમાજ તને દગો દેશે પણ આ દગો નહી ઘે! એક બનાવ એવો બની ગયો. એક પ્રભાસ પાટણ નહીં પણ એક (ગુજરાત) પાટણ છે જે મહેસાણા પાસે છે. સિદ્ધપુર પાટણ! હાં સિદ્ધપુર પાટણ. ત્યાં બનેલો એક બનાવ. શ્વેતામ્બરમાં જૈન મંદિરો ઘણાં ત્યાં. ત્યાં દિગમ્બર હશે તો પણ કંઈ ખબર નથી. મંદિરો પણ ઘણાં, બધે ચાર-ચાર મંદિરો (ગલીએ ગલીએ) એમાં એક વાર શ્વેતામ્બરનાં સાધુ આવ્યા. ઘણે ભાગેતો આનંદધનજીની વાત છે. અથવા બીજા કોઇ હશે યાદ નથી પણ એ તો બરાબર એનો ટાઇમ હતો નવથી દશ વ્યાખ્યાનનો. ઇ ટાઇમ હતો તેનો, બરાબર નવમાં પાંચ મિનિટ (ઓછી) તે આવી ગયા પોતે. અને નવ વાગ્યા એટલે મંગલાચરણ શરૂ કર્યું. કોઇ શ્રોતાએ કહ્યું સાહેબ ! હમણાં વાંચન ન કરો? મહારાજ કહે કેમ? શ્રોતાઃ શેઠ હજુ આવ્યા નથી. એટલું કહ્યું ત્યાં સાધુ ઉભા થઇને જંગલમાં ચાલ્યા ગયા. આહા! અમારો શેઠ કોઇ હોય નહીં. આહા! અમે તમે કહો તેમ ન કરીએ. અમે તમારા નોકર નથી એવો બનાવ બની ગયો સાધુ જતા રહ્યા જંગલમાં, પછી બધા શ્રાવકોતેડવા ગયા જંગલમાં પણ આવે કોણ? આહા! આ મારગતો વીરનો છે. કાયરનાં નહીં કામ જ ને ? આત્મા તો કહે છે કે-વસ્તુસ્વભાવ એવો છે કે, પરથી જ્ઞાન ઉત્પન્ન થતું નથી–પર શય છે તો અહીંયાં જ્ઞાન થાય છે? ઘડિયાળ છે તો અહીંયા જ્ઞાન થાય છે? અરે! ઘડિયાળનું ય જ્ઞાન થતું નથી ને ઘડિયાળથી આત્માનું જ્ઞાન થતું નથી. શું કહ્યું? ઘડિયાળનું જ્ઞાન કરનાર જુદો અને આત્માનું જ્ઞાન કરનાર જુદો છે, અહીંયા તો ઇન્દ્રિયજ્ઞાન અને અતીન્દ્રિયજ્ઞાન વચ્ચેના ભેદ જ્ઞાનની વાત ચાલે છે. અહા! ગુરુદેવ બહુ ખુશી થાયને જ્યારે તત્ત્વ સૂક્ષ્મ આવે! “અમૃત વરસ્યારે પંચમકાળમાં” એમ કહે! (એમ) આ અમૃતની ગાથા છે! “વસ્તુસ્વભાવ પર વડે ઉત્પન્ન કરી શકાતો નથી -કોઈ જોયો-જગતના પદાર્થો, જ્ઞાનને ઉત્પન્ન કરે-જ્ઞાનની રચના કરે એમ ત્રણકાળમાં બન્યું નથી, બનતું પણ નથી અને બનશે પણ નહીં, જ્ઞાન ઉત્પન્ન થાય છે તો આત્માથી જ થાય છે-આત્માથી આત્માનું જ્ઞાન થાય છે. આહા! આત્માથી ઇન્દ્રિયજ્ઞાન પણ ઉત્પન્ન થઈ શકતું નથી. રાગનો ય કર્તા નથી ને વિભાવ ભાવ-ઇન્દ્રિયજ્ઞાનનો પણ આત્મા કર્તા નથી. કેમકે સર્વથા ભિન્ન છે. ઈ....અને અતીન્દ્રિયજ્ઞાન કથંચિત્ ભિન્ન-અભિન્ન છે! ઇન્દ્રિયજ્ઞાન તો સર્વથા ભિન્ન છે ને આત્મજ્ઞાન કથંચિત્ ભિન્ન-અભિન્ન છે. આહા..હા! “વસ્તુનો સ્વભાવ પર વડ ઉત્પન્ન કરી શકાતો નથી” એટલે જગતના પદાર્થોનું-જ્ઞયનું “લક્ષ” કરે તો અહીંયા આત્મજ્ઞાન થાય એમ છે નહીં. સ્વના લ” જે જ્ઞાન પ્રગટ થાય છે, તેથી આત્મકૃત છે જ્ઞાન! શેયકૃત નથી માટે આત્મકૃત જ્ઞાન છે, તેનો તો કર્તા કથંચિત્ જ્ઞાનનો કહેવાય એ પણ કથંચિત સર્વથા તો નથી. અને આત્માનું જ્ઞાન હોવાથી જ્ઞાન તે આત્માને જ જાણે છે, પરને જાણતું નથી. વસ્તુ સ્વભાવ પરવડે ઉત્પન્ન કરી શકાતો નથી. અને વસ્તુ સ્વભાવ પરને ઉત્પન્ન કરી શકતો નથી એટલે Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #137 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updařes જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન ૧૧૪ અહીંયા જ્ઞાતા, જ્ઞાન, ને શેય એ ત્રણ ધર્મો છે. એટલે આમાં આ જ્ઞેય ચાલ્યું જાય અને જ્ઞાન (૫૨) આને જાણે એમ ત્રણ કાણકાળે બનતું નથી આ (૫૨) શૈયજ નથી આ નથી આત્માનું. શૈયતો આત્માજ છે. એકજ જ્ઞેય છે તેના બે જ્ઞેય જ નથી. આહા...વસ્તુ સ્વભાવ ૫૨થી ઉત્પન્ન થઈ શકતો નથી, અને વસ્તુ સ્વભાવ ૫૨ને ઉત્પન્ન કરી શકતો નથી એટલે અહીંયા જ્ઞેયત્વ ભાવને છોડે, તો ત્યાં જ્ઞેય સ્થાપે. પણ જ્ઞેય તો આત્મા છોડતો નથી માટે આત્માજ જ્ઞાન, આત્માજ શેય, આત્માજ જ્ઞાતા છે. એમ ત્રણ અભેદ પણે અનુભવ થાય છે. એ હવે બીજો બોલ આવશે. અહીંયાં તો કહે છે-વાણીનો ખ્યાલ કર્યો એવો વિકલ્પ એ, ય..જડ છે. આ... એ ત૨ફના જ્ઞાનનો અંશ પ્રગટયો, એ પણ ખરેખર ચૈતન્યનો અંશ નહીં લે..!! કહે છે, ચૈતન્યનો અંશ નહીં ને ખરેખર એટલું જ્ઞેય નહીં ને ખરેખર જ્ઞાન નહીં. (પૂ. ગુરુદેવશ્રી-ધ્યેયપૂર્વક જ્ઞેય પાના નં. ૨૦૦) Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #138 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates શ્રી ૫૨માત્મને નમઃ શ્રી સમયસાર ગાથા ૩૭૩-૩૮૨ તા. ૨૧-૯-૧૯૯૧ જામનગર પ્રવચન નં.-૯ આજે પર્યુષણ પર્વનો નવમો દિવસ છે. ‘ઉત્તમ આકિંચન્ય ધર્મ ’-જેમનો મોહ ગળી ગયો છે, પોતાના આત્મહિતમાં સદા રત છે, તથા પવિત્ર ચારિત્રને ધારણ કરનારા છે અને ગૃહ આદિ છોડીને મોક્ષને અર્થે જેઓ તપ કરે છે એવા મુનિ (ભગવંતો) વિરલા જ હોય છે. તથા જેઓ પોતાના હિત માટે તપ કરી રહ્યા છે તેમજ બીજા તપસ્વી મુનિઓને શાસ્ત્ર આદિક (નું) દાન કરે છે. અને પોતાના સહાયી છે-તેમના સહાયી છે, એવા યોગીશ્વરો આ જગતમાં અત્યંત દુર્લભ છે! મુનિ ( ભગવંતોને ) શાસ્ત્રનું અગાધ...જ્ઞાન હોય, તેનું પણ મમત્વ કે અભિમાન મુનિરાજને હોતું નથી. બીજા મુનિઓને જ્ઞાનનો ઉપદેશ દેવામાં, જરાય સંકોચ કરતા નથી. હું મારું બધું રહસ્ય આને કહી દઈશ..તો તે મારાથી આગળ વધી જશે, તેવા ઈર્ષ્યાભાવનો વિકલ્પ પણ મુનિને હોતો નથી ! બીજાં કોઈ પોતાની આગળ વધીને, પોતાની પહેલાં કેવળજ્ઞાન પામી જતાં હોય તો...તેમાં અનુમોદના છે! એવી રીતે સમ્યગ્દષ્ટિ ગૃહસ્થોને પણ જ્ઞાન-ચારિત્ર આદિ ગુણોમાં જે પોતાની અધિક હોય, તેમની પ્રત્યે અનુમોદના અને બહુમાન હોય છે! વિકલ્પ વખતે, અધિક ગુણવાન પ્રત્યે જો અનુમોદના ન હોય...તો તેવા જીવને ગુણની રુચિ નથી. મુનિ (મહારાજ) અંતરમાં જરા પણ ગોપવ્યા વગર...સ૨ળપણે...પાત્ર જીવને સર્વ રહસ્યોનો ઉપદેશ કરે છે! ઉપદેશના વિકલ્પને પણ પોતાનો માનતા નથી ! શરીરનું ને વિકલ્પનું મમત્વ જેમને નથી અને આહા૨ તથા ઉપદેશ આદિના વિકલ્પને તોડીને વીતરાગસ્વભાવમાં સ્થિત છે તેવા’ ઉત્તમ આચિન્ય ધર્મ' માં રત મુનિઓ....આ જગતમાં ધન્ય છે!! અહા! તેમને ચારિત્ર દશા તો છે. કેવળજ્ઞાન લેવાની ઉગ્ર તૈયારીવાળા છે બારઅંગનું જ્ઞાન હોય ! તેમાં પણ આસક્તિ નથી-મમત્વ નથી !! હજી ક્યારેક જરાક ઉપદેશ આદિની વૃત્તિ ઊઠે છે, તેને છોડીને સ્વભાવમાં એકદમ સંપૂર્ણ સ્થિરતા વડે કેવળજ્ઞાન પ્રગટ કરવાના કામી છે એવા મુનિઓ દુર્લભ છે. મુનિઓ ઉપદેશાદિ દેવામાં કોઈ ઊંચી વાતને..કે મહિમાવંત ન્યાયને છુપાવતા નથી. જ્ઞાનદાન આપવાથી તે કાંઈ ખૂટે તેમ નથી. પણ ઊલટી પોતાને જ્ઞાનસ્વભાવની ભાવના ઘુંટાતા...જ્ઞાન એકદમ ખિલતું જાય છે! પોતાને જ્ઞાન ઘણું થયું હોય અને બીજાને કહેવામાં એ (કંઈ ) છુપાવતા નથી. ઊલટું...એને જ્ઞાન દેવામાં એટલે ઉપચારનું કથન-એમાં એનું જ્ઞાન ઘુંટાતા જ્ઞાન વધતું જાય છે, ઘટતું Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #139 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૧૬ જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન નથી ! જ્ઞાનસ્વભાવની ભાવના ઘુંટાતા.... જ્ઞાન એકદમ ખિલતું જાય છે!! (જુઓ ને!) લૌકિકમાં પણ જેને પોતાના પુણનો વિશ્વાસ હોય છે, એ જીવ દાનમાં, લક્ષ્મી વગેરે ખર્ચવામાં સહજપણે ઉદાર હોય છે-પુણ્યનો વિશ્વાસ હોય એને! લોભી જીવને પુણ્યનો વિશ્વાસ ન હોય એટલે ધર્મકાર્યમાં પૈસા ખર્ચે નહીં. એમ કહે છે! “તે જીવ દાનમાં લક્ષ્મી ખર્ચવામાં સહજપણે ઉદાર હોય છે. દાનમાં વધારે લક્ષ્મી ખરચવાથી મારી લક્ષ્મી ખૂટી જશે, એવી તેને શંકા પડતી નથી.' હજી પુણ્યની શ્રદ્ધાની વાત છે આ, આત્માની શ્રદ્ધાની વાત તો આવી રહી! અહાહા એવી તેને શંકા પડતી નથી! તેમ...લોકોત્તર મુનિવરોને પોતાના પુરુષાર્થની પ્રતીતિ છે કે મારા જ્ઞાનનો વિકાસ અટકવાનો નથી-મારા સ્વભાવ ને આશ્રયે મારા જ્ઞાનની વૃદ્ધિ જ છે! તે મુનિ(ભગવંતો) બીજાને શાસ્ત્રદાન દેવાને જરાય અચકાતા નથી. આ રીતે મુનિરાજ પણ પોતાને ન્યાયો આવ્યા હોય અંદરમાંથી એને બીજાઓને આપતા જાય છે, એ (કંઈ પણ) છુપાવે નહીં! એવી સ્થિતિ ચારિત્રવત મુનિઓની હોય છે. હવે, એ ચારિત્રદશા પ્રગટ થવાનું મૂળ કારણ સમ્યગ્દર્શન છે...અને સમ્યગ્દર્શનનું કારણ ભેદવિજ્ઞાન છે! આત્માનો અનુભવ થાય એનું કારણ ભેદજ્ઞાન-ભેદવિજ્ઞાન છે! એ અતીન્દ્રિયજ્ઞાનમયી આત્મા ભિન્ન છે ને ઇન્દ્રિયજ્ઞાન ભિન્ન છે. બે જ્ઞાનો વચ્ચે અત્યંતઅભાવ છે! આત્મજ્ઞાનમાં ઈન્દ્રિયજ્ઞાનની નાતિ છે. એવા ભેદજ્ઞાનના પ્રકારથી ઈન્દ્રિયજ્ઞાન ઘટતું જાય છે ને આખરે રોકાઈને આત્માનો અનુભવ થાય છે ને પછી તો (એનો) અભાવ થઈને કેવળજ્ઞાન થશે !! આહ...એવી વાત્ આ દશ ગાથામાં (૩૭૩/૮૨) માં (આચાર્ય દેવે ) કરી છે. અહા! જ્ઞાન ને જ્ઞાન વચ્ચેનું ભેદજ્ઞાન! એટલે જ્ઞાન ને અજ્ઞાન વચ્ચેનું ભેદજ્ઞાન! એટલે કે અતીન્દ્રિયજ્ઞાન અને ઈન્દ્રિયજ્ઞાન વચ્ચેનું (ભેદવિજ્ઞાન!) ઇન્દ્રિયજ્ઞાન કહો કે અજ્ઞાન કહો એમાં કાંઈ ફરક નથી! ટીકા ચાલે છે ૩૭૩ થી ૩૮ર ગાથા (શ્રી સમયસાર) તેની ટીકા ચાલે છે. ટીકામાં દષ્ટાંત પૂરું થયું હવે સિદ્ધાંત! એ આત્મામાં ઊતારે છે–આત્માના જ્ઞાનમાં ઉતારે છે, આ ૩૭૩ ગાથા પહેલાં ૩૭ર ગાથા આચાર્યભગવાને કહ્યું છે જુઓ! अण्णदविएण अण्णदवियस्स णो करीण गुणुप्पाओ। તફા ડું સળવળા ૩Míતે સદાવેળા રૂ૭૨ના કો દ્રવ્ય બીજા દ્રવ્યને ઉત્પાદ નહિ ગુણનો કરે, તેથી બધાંયે દ્રવ્ય નિજ સ્વભાવથી ઊપજ ખરે. ૩૭ર ગાથાર્થ:- અન્ય દ્રવ્યથી અન્ય દ્રવ્યને ગુણની ઉત્પત્તિ કરી શકાતી નથી; તેથી (એ સિદ્ધાંત છે કે, સર્વ દ્રવ્યો પોતપોતાના સ્વભાવથી ઉપજે છે. (કહે છે કે:) એક દ્રવ્ય બીજા દ્રવ્યના પરિણામનો ઉત્પાદક નથી ! સર્વ દ્રવ્યો પોતપોતાના સ્વભાવથી Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #140 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates પ્રવચન નં. ૯ ૧૧૭ ઊપજે પણ અન્યદ્રવ્ય એના પર્યાયને ઉપજાવી શકતું નથી. એ વિસ્તારથી વાત એમાં છે. એમાં રાગે ય લઈ લેવો (સમજી લેવો) અને વીતરાગભાવ પણ લઈ લેવો! બીજાં દ્રવ્યથી સ્વ દ્રવ્યનાં પરિણામ ઉત્પન્ન કરી શકાતા નથી! અને આ દ્રવ્ય, બીજાં દ્રવ્યનાં પરિણામ ઉત્પન્ન કરી શકતું નથી! એક દ્રવ્ય બીજા દ્રવ્યનાં પરિણામને ઉત્પન્ન કરી શકતો નથી ને ! (તેથી ) ૫૨દ્રવ્યના પરિણામને ઉત્પન્ન આત્મા કરી શકતો નથી ! માટીથી ઘડો ઉત્પન્ન થાય છે પણ કુંભા૨થી ઘડો ઉત્પન્ન થઈ શકતો નથી એમ ! – એમ...જ્ઞેયથી આત્મજ્ઞાન ઉત્પન્ન થઈ શકતું નથી, ને આત્મજ્ઞાન...૫૨શેયોને૫૨૫દાર્થોને શેય બનાવી શકતું નથી. શું કહ્યું? ૫૨૫દાર્થો (ને આત્મા જ્ઞેય બનાવી શકતો નથી !) / હવે તો આઠ દિવસ તો થઈ ગયા છે, હવે તો બે દિવસ રહ્યા, તો હવે એટલું તો જ્ઞાન ઉઘડી ગયું હોય ને બધાનું! (કે આત્માનું જ્ઞાન ૫૨ને જાણતું નથી!) સૂક્ષ્મ હોય (વાત ) પણ સમજાય! આહા...હા ! શું કહ્યું ? કે આત્મા છે ભગવાન જ્ઞાનમયી આત્મા ! અને જગતના પદાર્થો છે અસ્તિત્વરૂપે ! એ પદાર્થો કોઈ....આત્માના જ્ઞાનને ઉત્પન્ન કરી શકતા નથી. અને આત્મા જગતનાં કોઇ પદાર્થને જ્ઞેયપણ ઉત્પન્ન કરી શકતા નથી. શું કહ્યું ? કે આ આત્મા છે ને! એનાં જ્ઞાનનું જ્ઞેય પોતાનો આત્મા છે. એનાં જ્ઞાનનું શેય...આત્માને છોડીને આખું વિશ્વ (જે છે) એ આત્મજ્ઞાનનું જ્ઞેય નથી! ઇન્દ્રિયજ્ઞાનનું શેય છે!! પણ આત્મજ્ઞાનનું જ્ઞેય નથી !! શું...કહ્યું ?! શાતા-શેયનો સંબંધ છે ને? ૫૨ની હારે! કઈ નયનું કથન છે? (અસદ્ભૂત ) વ્યવહા૨નયનું કથન છે. આત્મા જ્ઞાતા ને જગતના પદાર્થો જ્ઞાનનું શેયઆત્મા સિવાય બહારના પદાર્થો! કઈ નયનું કથન છે નિશ્ચય નયનું કથન છે? કે વ્યવહા૨ નયનું કથન છે ? વિચારો !! તો...અંદરમાંથી જવાબ આવશે કે...આત્માનું જ્ઞાન...એ તો એમાં આત્મા જ્ઞેય થાય છે, ૫૨૫દાર્થો એમાં શેય થતા નથી! ૫૨૫દાર્થો જ્ઞાનને ઉત્પન્ન કરી શકતા નથી, જ્ઞાનને એટલે આત્મજ્ઞાનને! ઉત્પન્ન તો કરી શકતા નથી...પણ આત્મજ્ઞાનમાં ૫૨૫દાર્થ, નિમિત્તપણે પણ ઉત્પાદક નથી- ઉપાદાનપણે પણ ઉત્પાદક નથી અને નિમિત્તપણે પણ અતીન્દ્રિય જ્ઞાનને ઉત્પન્ન કરી શક્તા નથી. આહા...હા ! ઝીણી વાત છે!! આહા...હા ! શું કહ્યું પ્રભુ! શાંતિથી સાંભળવા જેવી છે વાત ! અહા! કે જગતના પદાર્થો....એ આત્મજ્ઞાનનું જ્ઞેય નથી. જગતના પદાર્થો...જ્યાં સુધી ઇન્દ્રિયજ્ઞાન છે ત્યાં સુધી ઇન્દ્રિયજ્ઞાનનું જ્ઞેય (જગતના પદાર્થો) ભલે હો ! પણ મારા જ્ઞાનનું જ્ઞેય તો મારો આત્મા છે! મારા...જ્ઞાનનું...શેય જગતના પદાર્થો નથી. (લોકો દલીલ કરે ) પણ આવે છે ને વ્યવહારે, ૫૨ને જાણે છે આત્મા ! (સ્વપ૨પ્રકાશક છે ને!) ( જ્ઞાની કહે છે) વ્યવહારે જાણે છે એટલે શું? એનું સ્પષ્ટીકરણ જોઈએ. (દલીલ કરે કે) નિશ્ચયે નથી જાણતું ૫૨ને પણ વ્યવહારે જાણે છે તો નિશ્ચયે (જ) જાણે છે એમ કહેવામાં શું વાંધો હતો ? (જ્ઞાની Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #141 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન ૧૧૮ અનુભવી કહે) કે નિશ્ચયે તો જ્ઞાન જેમાં જેનું હોય, જેમાંથી ઉત્પન્ન થાય અને જેમાંથી આવે ને જેમાં સમાય...એ જ જ્ઞાનનું ઝેય હોય ! જગતના પદાર્થ એ જ્ઞાનનું શેય નથી ભાઈ ! એ તો ઇન્દ્રિયજ્ઞાનનું શેય છે. વ્યવહાર mય એટલે....? આત્મા વ્યવહાર પરને જાણે છે એટલે શું? જાણે છે. બુદ્ધિ-મન! ઉપચાર આવ્યો કે આત્મા અને જાણે છે, એ ઉપચરિત કથન છે-એ વ્યવહારનયનું કથન છે, એ સાચું કથન નથી !! જગતના પદાર્થો આત્માના જ્ઞાનને ઉત્પન્ન કરી શકતા નથી. તેમ આત્માનું જ્ઞાન, જગતને શેયપણ ઉત્પન્ન કરી શકતું નથી. જગતના પદાર્થો છે બસ! જગતના પદાર્થો અસ્તિત્વરૂપે છે બસ!! આહા...! એનાથી મારું જ્ઞાન ઉત્પન્ન ન થાય અને મારું જ્ઞાન–મારા જ્ઞાનનું જ્ઞય એ (જગત) ન થાય! આત્માથી આત્માનું જ્ઞાન ઉત્પન્ન થાય, તેથી. એ જ્ઞાન....જ્ઞાયકને જ જાણે છે! જેનાથી ઉત્પન્ન થાય તે જોય છે! અને જેને ઉત્પન્ન કરે તે પણ શેય છે!!દ્રવ્ય, ગુણ ને પર્યાય એ બધું સ્વર્શયમાં જાય છે (એટલે કે અનુભવમાં શેય થાય છે). આહ...! પરપદાર્થ “નિમિત્ત” પણ નથી ને પરપદાર્થ-જગતનો કોઈ પણ પદાર્થ “શેય” પણ નથી. વ્યવહારે શય કહેવામાં આવે, એનો અર્થ શું? કે સવિકલ્પદશામાં (સાધકને) ઇન્દ્રિયજ્ઞાન હોય છે, સાધકને પણ (છે) તો ઇન્દ્રિયજ્ઞાન અને જાણે છે બુદ્ધિ અને જાણે છે. જાણે છે ગુણભેદને ને પર્યાયને! ભલે જાણે !! પણ મારા જ્ઞાનનું શેય નથી ! શબ્દ છે ને શબ્દ, (પાંચ ઇન્દ્રિયોના) પાંચ બોલ આવ્યા હતા ને! પાંચ ને બે (મન-બુદ્ધિ) ના (થઈ ) સાત બોલ છે. (કહે છે) શબ્દનું જ્ઞાન તે આત્માનું જ્ઞાન નથી. શબ્દ છૂટે છે ને ધ્વનિ! એ શબ્દનું જ્ઞાન તે આત્માનું જ્ઞાન નથી. પછી બીજું (કહ્યું) રૂપ, રૂપ! કાળો ધોળો પદાર્થ-એ રૂપનું જ્ઞાન તે આત્માનું જ્ઞાન નથી. પછી આ ઘાણ (ઇન્દ્રિય) સુગંધ ને દુર્ગધ! એનું જે જ્ઞાન થાય છે તે આત્માનું જ્ઞાન નથી. આ રસ, રસ-ખાટો-મીઠો, ખાટામીઠાનું રસનું જે જ્ઞાન થાય છે ને! તે જ્ઞાન આત્માનું જ્ઞાન નથી. ટાઢી-ઊની અવસ્થાનું જે જ્ઞાન થાય છે ને ! તે આત્માનું જ્ઞાન નથી. ( આશ્ચર્ય ઊપજાવે!) એનું જ્ઞાન થાય છે એમ કહેવું ને તે આત્માનું નથી! એનું જ્ઞાન થાય છે એ નામ નિક્ષેપે છે. ખરેખર! જ્ઞાન એનું નામ નથી. આહા..! અભૂતાર્થનયે જ્ઞાન એને કહેવામાં આવે છે. એ શેયનું જ્ઞાન એ શેય જ છે!! આત્માનું જ્ઞાન એ આત્મા જ છે! (જુઓ ભાઈ !) બે ભાગલા છે. “શયનું જ્ઞાન' એ ભાઈ ? ( જ્ઞયનું જ્ઞાન (તે શેય જ છે.અપૂર્વ વાત છે લ્યો ! (ભાઈ કહે છે) આત્મા છે ને! ખરેખર! એમ લાગે છે મને તો....કે જો સત્યવાણી આવે, તો જગતના જીવો અપનાવી લ્ય! જુઓ ને ભાઈ એ આ શું કહ્યું ! કહ્યું ને! અપૂર્વ વાત છે. આહા...હા! એ સ્પર્શ (ગુણમાં) ટાઢી-ઊની અવસ્થાનું જે જ્ઞાન થાય છે, તે જ્ઞાન આત્માનું નથી. એ કેનું જ્ઞાન છે ઈ ? કે “જ્ઞયનું જ્ઞાન” થયું! તો (પર) જ્ઞયનું જ્ઞાન છે તે ‘ય’ જ છે. અને આત્માનું જ્ઞાન છે તે આત્મા જ છે! આહા! “ જેનું જે હોય તે તે જ હોય” આત્માનું જ્ઞાન હોવાથી જ્ઞાન તે આત્મા જ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #142 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates ૧૧૯ પ્રવચન નં. - - છે! અને ઠંડી-ગરમ અવસ્થા જે છે પુદ્ગલની, એના સંબંધે જે જ્ઞાન થયું-શેયના સંબંધે શેયના લક્ષે જે જ્ઞાન થાય....તે જ્ઞેયનું જ્ઞાન છે તે આત્માનું જ્ઞાન નથી. હવે ! બહા૨માં...ગુણ અને દ્રવ્યના બે બોલ રહ્યા. પહેલા બહાર ઉતારશે ને પછી અંદર ઉતારશે ! એમ...કુલ પાંચ ઇન્દ્રિયના વિષય પૂરા થયા, એ રૂપી પદાર્થને જાણે પાંચ ઇન્દ્રિયો ! અને બુદ્ધિ અથવા મન છે ને એ રૂપી-અરૂપી બેયને જાણે! તો...સિદ્ધ ભગવાનના જે આઠ ગુણો છે ને, એ સિદ્ધ ભગવાનના આઠ ગુણનું જ્ઞાન થાય છે, તે આત્માનું જ્ઞાન નથી. અને અરિહંત ભગવાનના છંતાલીસ ગુણ છે ને, એ છંતાલીસ ગુણનું જે જ્ઞાન થાય છે, તે આત્માનું જ્ઞાન નહિ પ્રભુ! આહા...હા...હા ! એના સંબંધે જે શુભરાગ થાય, એ તો આત્માનો છે જ નહીં પણ જે છંતાલીસ ગુણ અરહિંત ભગવાનના છે, એનું ‘ લક્ષ ’ કરીને-એનો સબંધ કરીને ( એનો આશ્રય કરીને ) જે શેયાકાર જ્ઞાન થાય છે તે જ્ઞેયાકાર જ્ઞાન આત્માનું નથી. સિદ્ધ ને અરિહંત બે આવ્યા પછી આચાર્યના કેટલા ? છત્રીસ (ગુણ ) આચાર્ય પ્રભુના છત્રીસ ગુણો! આહા...! આ જો પાંચ ને બે સાત, પહેલાં પાંચ કહ્યાને, પાંચ-શબ્દ રૂપ, રસ, ગંધ ને પુદ્દગલ અને પછી આ અનંત જીવો, ધર્મ-અધર્મ (અસ્તિકાય) ને આકાશ, કાળ, એ બહારની વાત કરીએ છીએ ભગવાન હોં? ૫રમાત્મા ! છત્રીસ ગુણ આચાર્ય (ભગવંતના ) એ ગુણ સંબંધીનું જે જ્ઞાન થાય છે એ જ્ઞાન આત્માનું નહીં, પ્રભુ ભૂલ્યો! ( શ્રોતાઃ ) જ્ઞાન નથી ? ( ઉત્ત૨: ) ઇન્દ્રિયજ્ઞાન છે. આહા..હા! પ્રભુ! કોઈ અપૂર્વ વાત છે આ દશ ગાથા! આ દશ ગાથા એવે ટાઈમે લખાણી છે આહા...! જે જાણે...એના માટે લખાણી છે! જે જાણે...ને માને નહીં એના માટે આ ગાથા નથી.? આહા...હા ! છત્રીસ ગુણો જે આચાર્ય પ્રભુના...જે પૂજનિક છે આપણને ! એ ગુણની આપણે પૂજા કરીએ છીએ. દોષની પૂજા ન થાય, ગુણ પૂજનિક છે. અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુજીના જે ગુણો છે ને એ પૂનિક છે વ્યવહારે પૂજનિક છે. એ પૂજનિક હોવા છતાં પણ પ્રભુ સાંભળ ! એની પૂજાનો વિકલ્પ તે આત્માનું જ્ઞાન નથી. અને વિકલ્પનું જ્ઞાન પણ આત્માનું જ્ઞાન નથી. છત્રીસ ગુણો છે ને! ભગવાનના-આચાર્ય પ્રભુના! આહા...! નમો અરિહંતાણં, નમો સિદ્ધાંણ, નમો આયરિયાણં, હું નમસ્કાર કરું છું આચાર્ય પ્રભુ આપને, આપના ગુણને નમસ્કાર કરું છું, કે મારે પણ આપના જેવું થાવું છે ને એટલે હું નમસ્કાર કરું છું. હું શુભભાવ માટે નમસ્કાર કરતો નથી. આહા..હા! અમારી ભાવિ પર્યાયમાં પણ... આચાર્ય, ઉપાધ્યાય/કોઈને આચાર્ય, કોઈને ઉપાધ્યાય, કોઈને સામાન્ય સાધુ (પદ) થવાનું જ છે ને પર્યાય! એ પર્યાયને જાણે તે આત્માનું જ્ઞાન નથી. ( શ્રોતાઃ ) વાહ! વાહ ! આચાર્ય પછી ઉપાધ્યાય (એમના ) કેટલા ગુણો ? પચ્ચીસ. ઉપાધ્યાયજીના પચ્ચીસ ગુણો! એનું Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #143 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન ૧૨૦ જ્ઞાન તે આત્માનું જ્ઞાન નથી. આત્માનું જ્ઞાન તે જ આત્માનું જ્ઞાન છે, પરનું જ્ઞાન તે આત્માનું જ્ઞાન હોઈ શકે નહીં. આહાહા ! એ શેયના સંબંધવાળું જે જ્ઞાન થાય છે ને! એ mયનું જ્ઞાન છે! એ આત્માનું જ્ઞાન નથી! (જુઓ !) આ પાપના નિમિત્તની વાત તો આપણે કરતા જ નથી–ફેકટરી વગેરે દુકાન (ના ધંધા આદિની) સમજી ગયા? આ બેઠો પછવાડ ડોકટર! દાંતનો ડોકટર, દાંતનો ડોકટર બની ગયો છે, પાસ થઈ ગયો હુમણાં આહા..હા..હા! કહે છે કે દાંતનું જ્ઞાન તે આત્માનું છે ઈ તો અમે વાત જ કરતા નથી, પણ જે પૂજનિક અમારા છે-રોજ અમે એની પૂજા કરીએ છીએ, નમસ્કાર કરીએ છીએ, નમસ્કાર કરીએ છીએ, વંદન કરીએ છીએ આહાહા! હાલતાંચાલતાં, સૂતાં-બેસતાં, આહાર લેતાં ને આહાર પૂરો થયા પછી પણ અમે “નમસ્કાર મંત્ર બોલીએ છીએ અને જેને અમે નમસ્કાર કરીએ છીએ, એનું જ્ઞાન તે આત્માનું જ્ઞાન નથી. આ..હા..હા..હા..! આ વાત છે!! દશ ગાથામાં છે. દશ ગાથાનો ટોટલ (સરવાળાનો મર્મ) ચાલે છે હવે! ક્રીમ એનું માખણ...આ તારણ !! પછી, સાધુજી! ઉપાધ્યાય પછી સાધુ, એના કેટલા ગુણ? અઠ્ઠાવીસ ગુણ. નમસ્કાર કરવા યોગ્ય છે. પણ એ સાધુજીના ગુણનું....જ્ઞાન (અહા!) સાધુજીના ગુણનું જ્ઞાન, તે આત્માનું જ્ઞાન નથી, ઇન્દ્રિયજ્ઞાન છે. ઈ ભાવઇન્દ્રિયનો વિષય છે, મારો વિષય નથી. શેય ખરું..પણ કોનું? શેય તો ખરું! પણ કોનું શેય? અતીન્દ્રિયજ્ઞાનનું ષેય કે ઇન્દ્રિયજ્ઞાનનું શેય? (શ્રોતા:) ઇન્દ્રિયજ્ઞાનનું શેય!! (ઉત્તર) (હા) ઇન્દ્રિયજ્ઞાન તો મારાથી ભિન્ન છે તો (તે) મારું જ્ઞાન નથી. મારાથી અભેદ થતું નથી. મને પ્રસિદ્ધ કરતું નથી. મારું લક્ષણ એમાં નથી. આહા...હા..હા! પછીદ્રવ્ય આવ્યું દ્રવ્ય! (વિશ્વમાં) છ દ્રવ્ય છે ને! ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય (આકાશ, કાળ, જીવ, પુદગલ) એનું જે જ્ઞાન–છદ્રવ્યનું જે જ્ઞાન તે આત્માનું જ્ઞાન નથી. અને આત્માનું જ્ઞાન તે આત્માનું જ છે. આત્માનું જ્ઞાન, તે જ્ઞાન આત્મા જ છે. ભેદથી જ્ઞાન કહેવાય અભેદથી તેને આત્મા કહેવાય! (વીજળી ગઈ..!) “થવા યોગ્ય થાય છે” વીજળી આવે ને જાય, કોઈ એનું કર્તા નથી. પણ એનો કર્તા તો નથી પણ એનો જ્ઞાતા તો ખરો ને આત્મા? ( વીજળી ગઈ તેની ખબર તો પડીને !) નિશ્ચયે જ્ઞાતા નહીં તો કાંઈ નહિ! પણ ભાઈ ! વ્યવહારે તો જ્ઞાતા ખરોને એનો? (જુઓને હમણાં વીજળી ગઈ એની ખબર તો પડીને ?) હવે કોણ “હા' પાડ! કોઈ ભાઈ હવે હા પાડે એવા અહીં નથી. આહા..હા ! એ જ્ઞાન આત્માનું નહીં પ્રભુ ભૂલ્યો તું! એ શાસ્ત્રનું જ્ઞાન આત્માનું જ્ઞાન નથી. અહા..હા! આત્માનું જ્ઞાન છે તે જ આત્માનું જ્ઞાન છે જે જ્ઞાનમાં આત્મા પ્રસિદ્ધ થાયજેમાં આનંદનો સ્વાદ આવે!! તેને પરમાત્મા જ્ઞાન કહે છે. (જુઓ !) ભાઈ ! જમીન તો (તમારી) નહીં પણ આ જમીન આટલા ફટ ને વાર છે એવું જે જ્ઞાન Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #144 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૨૧ પ્રવચન નં. - ૯ થાય એ જ્ઞાન પણ આત્માનું નથી, તો જમીન તો આત્માની ક્યાંથી હોય? ઈ તો જડ છે. આહા ! એનો સ્વામી આત્મા તો છે જ નહીં. (મારી છે, એમ માને છે તો જડ થઈ જાય છે (માન્યતામાં) જડ થઈ જાય એટલે સમજાણું? જ્ઞાન બિડાઈ જાય ! જડ થઈ જાય એટલે? પરપદાર્થને જે પોતાના માને છે, એને ક્રમે જ્ઞાન બિડાઈ જાય છે. અને જે જ્ઞાન આત્માને જાણે છે એ જ્ઞાન ખીલી ઊઠે છે ને અલ્પકાળમાં કેવળજ્ઞાનનો ભડકો થઈ જાય છે!! આહાહા! લાંબો કાળ લાગતો.....નથી! જે જ્ઞાન આત્માને પ્રસિદ્ધ કરે છે-જે જ્ઞાનમાં આત્મા અભેદપણે જણાય છે એ જ્ઞાન તો વધતું-વધતું શ્રેણી આવીને કેવળજ્ઞાન પ્રગટ થઈ જાય છે. આહા...હા! હવે, અંદરના ચૌદગુણસ્થાન, માર્ગણાસ્થાન ને જીવસમાસ, જે છે શાસ્ત્રમાં હોં? એ (ભેદ) છે ખરા! અને એને જાણનારું જ્ઞાન પણ છે! પણ...એને જાણનારું જ્ઞાન એ મારું જ્ઞાન નથી. ચૌદ ગુણસ્થાન ને આ બધાં/કયાં ગયો ધીરજ-નીરજ કયાં ગયો! ઓલો મોટો! આ બેય ભાઈ રહ્યા આંહી, અકલંક-નિકલંકની જોડી છે ઈ બેય ! પાવરફુલ-હોંશિયાર બેય ! બેય હુંશિયાર છે! એ ચૌદગુણસ્થાન ને માર્ગણાસ્થાન! એ જયપુરમાં ભણાવે કે જામનગર ભણાવે કે સોનગઢ ચાલતો હોય કલાસ.એ છે ચૌદગુણસ્થાન, નથી એમ નહીં. અને એનું જ્ઞાન પણ થાય છે! પણ “એનું જ્ઞાન છે તે આત્માનું જ્ઞાન નથી. બધું રાખ્યું ને ભેદજ્ઞાન થઈ ગ્યું! ચૌદગુણસ્થાન રાખ્યા કયાં ના પાડે છે કોઈ ! ચૌદગુણસ્થાન-માર્ગણાસ્થાન (આદિ) સર્વજ્ઞભગવાનની વાણીમાં આવેલી વાત છે, કોણ ઉડાડે એને! આહા! કોઈ ઉડાડવાની વાત નથી, અને જ્ઞાનના શેયપણે સ્થાપવાની વાત પણ હવે નથી (શ્રોતા ) વાહ! વાહ! ભાઈ! હવે એ ભાઈએ પણ કહ્યું: અપૂર્વ વાત છે! હું? આત્મા છે કે નહીં? બધા ભગવાન આત્મા ગુરુદેવે ફરમાવ્યું છે! ભગવાન...આત્માઓ છે! અનંત શક્તિનો પિંડ અંદર છે! જ્ઞાન નામની (અસાધારણ ) શક્તિ છે, સર્વજ્ઞત્વ નામની એક આત્મામાં શક્તિ છે. આહા....હા...હા! એવી અનંતગુણની શક્તિનો પિંડ તે પરમાત્મા–નિજ પરમાત્મ દ્રવ્ય છે!! એ ચૌદગુણસ્થાન જે પ્રગટ થાય છે-છે ચૌદગુણસ્થાન. કોઈ ઉડાડે તો ઊડે નહીં, અને એનું જ્ઞાન પણ જ્યાં સુધી...એ છદ્મસ્થ છે ત્યાં સુધી એને જાણનારું ઇન્દ્રિયજ્ઞાન.. પણ પ્રગટ થાય છે. આહાહા! (તે) છે, પણ એને જાણનારું જે (ઇન્દ્રિયજ્ઞાન) પ્રગટ થાય છેચૌદગુણસ્થાન (જે પ્રગટે છે) ભગવાન તો “પદ્રવ્ય' કહે છે એને! અને જે પ્રગટ છે-જે પ્રગટ છે, નિત્ય ઉદ્યોતમાન ! નિત્ય ઉધોતમાન! (એટલે કે) હંમેશાં પ્રગટ છે છે ને છે! એ કોઈ દિ' અપ્રગટ નહીં થાય! તેમ પ્રગટ થઈને વ્યય થાય, એવો પણ એનો સ્વભાવ નથી! ઉત્પાદવ્યયથી રહિત હોવાથી “ધ્રુવ ” પ્રગટ છે. અનાદિઅનંત શાશ્વત! તે પ્રગટનું જ્ઞાન જે પ્રગટ છે એનું જ્ઞાન, તે આત્માનું જ્ઞાન! અને જે પર્યાયો પ્રગટ થાય છે તે પરદ્રવ્ય છે ભગવાને કહ્યું એને !.....એનું જ્ઞાન તે આત્માનું જ્ઞાન નથી! Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #145 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન ૧૨૨ આહા ! એને (પર્યાયોને) જાણે, પણ એ જ્ઞાન મારું નથી. કેમકે એનું જ્ઞાન કરતાં અનંતકાળ કાઢયો! હું! અગિયાર અંગનો પાઠી થયો (એણે) આ ભેદ જાણ્યા નથી? બધું જાણું એણે...પણ એ જ્ઞાનને પોતાનું જ્ઞાન માન્યું એટલે મિથ્યાજ્ઞાન થઈ ગયું, મિથ્યાષ્ટિ થઈ ગયો! રાગને તો જાણે પોતાનો માને તો મિથ્યાત્વ પણ રાગને જાણનારું જ્ઞાન તે મારું છે, તે મિથ્યાદષ્ટિ છે. આહાહા! ભાગ્યશાળી જામનગર! આ દશ ગાથા એના ભાગમાં અહીંયાં આવી! (હર્ષથી તાળીઓ પાડે છે.). જામનગરના ભાગમાં આવી, કનુભાઈ ! આહા! ઉત્સાહુ ખૂબ જામનગરનો સારો છે. આહા! મહેમાનોને આવકાર આપે-આવો! આવો આવો અહીંયાં જાકારો નથી, આવકાર આપે (સાધર્મીઓને) આવો! આવો! પ્રભુ! આ ભેદનું જ્ઞાન છે ને! ભેદ છે, ભેદો છે ગુણસ્થાનના, માર્ગણાસ્થાનના (ભેદો છે) થઈ એમ નહીં. કોઈ ઉડાડે તો ઈ ખોટું છે અન્યમતિ છે ઈ! અને એને જાણનારું જ્ઞાન મારું છે તોપણ અન્યમતિ છે! તે જૈન નથી. (હર્ષથી તાળીઓ પાડે છે.) અપૂર્વ વાત છે! ભાઈ? મનુભાઈ! દુકાન તો મનુભાઈની નહીં પણ દુકાનનું જે જ્ઞાન થયું-દુકાનનું! દુકાનનું જ્ઞાન થયું ને! એ જ્ઞાન તમારું નથી ! આહા...હા! જેમાં આત્મા ન જણાય, આત્માને તિરોભાવ કરે અને પરને પ્રસિદ્ધ કરવા જાય, તે જ્ઞાન આત્માનું ન હોય! આહાહા ! એમ અંદરમાં એ ગુણની વાત કરી, પરિણામની ! એમ આત્મા પરિણામી પણ છે. ચૌદગુણસ્થાનરૂપે પરિણમે છે એવું જે પરિણામી દ્રવ્ય! પોતાનો આત્મા હો? અંદર! હવે બહારની વાત નહીં. એ પરિણામી દ્રવ્ય જે થાય છે ને છે (પરિણામી!) આહા ! પરિણમેપરિણમતું દ્રવ્ય, એ દ્રવ્યનું જ્ઞાન (એટલે કે) એ બુદ્ધિનો વિષય છે, જ્ઞાનનો વિષય નથી. આહા...હા ! એને જાણનારું પરિણામી (દ્રવ્યને) જાણનારું જ્ઞાન, તે જ્ઞાન મારું નહીં. પણ અપરિણામીને જાણનારું જ્ઞાન તે જ મારું જ્ઞાન છે, કે જેમાં આનંદ આવે છે. જયસુખભાઈ? જૂના અભ્યાસી છે ગુરુદેવના વખતના! આહા! આ દશ ગાથા અમૃતતુલ્ય છે!! હવે, ગાથા લઈએ આપણે. પાંચ ને બે સાત બોલ-અંદરના ને બહારના બધા આવી ગયા! એક પારો પૂરો થયો, સિદ્ધાંતનો બીજો પારો છે. એમાં છઠ્ઠી લીટી. (કહે છે કે) “પરંતુ વસુસ્વભાવ પર વડે ઉત્પન્ન કરી શકાતો નહીં હોવાથી વસ્તુનો સ્વભાવ..વસ્તુ એટલે આત્મા! એમાં ગુણો ને પર્યાય, જ્ઞાનગુણ ને જ્ઞાનની પર્યાય વસેલી છે એમાં! એવો જે વસ્તુનો સ્વભાવજેમ પ્રકાશમાં (દીવામાં) લીધું ને દ્રવ્ય-ગુણ ને પર્યાય. એ પ્રકાશ ઘટથી ઉત્પન્ન થઈ શકતો નથી, ઘટના સર્ભાવમાં કે ઘટના અભાવમાં, પ્રકાશ તો પ્રકાશથી છે. એમ આત્મા, આત્મા! વસ્તુનો જે સ્વભાવ છે અહીંયાં વિભાવની વાત નથી. અહીંયાં તો સ્વભાવની વાત છે. આહા...હા ! વિભાવને Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #146 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૨૩ પ્રવચન નં. - ૯ પરનું અવલંબન હોય, સ્વભાવને પરનું અવલંબન-પરની અપેક્ષા એને ન હોય. આહા ! વસ્તુસ્વભાવ પર “વડે—પર વડ-પરથી, ઉત્પન્ન કરી શકાતો નહીં હોવાથીઆત્માનું જ્ઞાન પર શેયોથી ઉત્પન્ન થઈ શકતું નથી. પરપદાર્થથી આત્મજ્ઞાન ઉત્પાદ થતો જોવામાં આવતો નથી. પરપદાર્થથી આત્મજ્ઞાન ઉત્પન્ન થાય, એમ જોવામાં આવતું નથી. કેમ કે એક દ્રવ્ય, બીજાદ્રવ્યનો ઉત્પાદક કદી ત્રણકાળમાં બની શકતો નથી. આહા...શેયોથી જ્ઞાન થતું જ નથી. જ્ઞાન તો આત્માથી થાય છે. એમાં આદિમધ્ય-અતમાં આત્મા વ્યાપક છે જ્ઞાનના પર્યાયમાં! એ પર્યાય આત્માથી ઉત્પન્ન થાય છે. એ પરપદાર્થથી જ્ઞાન-આત્મજ્ઞાન ઉત્પન્ન થતું નથી. જમનભાઈ ? બેઠા છે સામે આહા...હા! પરપદાર્થથી-પરશેયથી, શાસ્ત્રથી કે દિવ્ય ધ્વનિથી..આત્મજ્ઞાન ઉત્પન્ન થઈ શકતું નથી. આહા! ત્યારે, આત્મજ્ઞાન થાય ત્યારે....એ દેશનાલબ્ધિ-દિવ્યધ્વનિ-શાસ્ત્ર નિમિત્ત હોય કે નહીં? કે એ કયા જ્ઞાનનું નિમિત્ત છે? એ ઇન્દ્રિયજ્ઞાનનું નિમિત્ત છે પ્રભુ! ભૂલ્યો. આ હા ! (શ્રોતા ) બહુ બહુ સમજાઈ ગયું! (વક્તાઃ ) સમજાઈ ગયું ? (શ્રોતા ) બહુ સરસ ! (ઉત્તર) વાહ! બહુ સારું લ્યો! સારું, સમજવા જેવું આ છે. આ પરાશ્રિત બુદ્ધિ છૂટી જાય, પરની સામે “લક્ષ” છૂટી જાય અને મારું જ્ઞાન તો આત્માને આશ્રયે થાય છે માટે હવે હું પરને જાણવાનું બંધ કરી દઉં છું ! ને જાણનારને જાણમાં આવું છું તો...ભાન થઈ જાય આત્માનું! છે એટલું જ! આહાહા ! સમજણથી અણસમજનો નાશ થાય. અણસમજણ હોય એ કેટલા ઉપવાસ કરવાથી...અણસમજણ દૂર થાય-અજ્ઞાન દૂર થાય! અને અણસમજણ (હોયને) કેટલું દાન કરવાથી અણસમજણ જાય. પ્રફુલ્લભાઈ કહેશે. ફરક કહેજો! (શ્રોતા ) ન જાય. (ઉત્તર) ન જાય? કે જો અણસમજણ પૈસાથી જાય-દાન દેવાથી જાય, તો નિર્ધનનું શું થાય? તો તો પ્રફુલ્લભાઈને જ્ઞાન થાય, બીજાને જ્ઞાન ન થાય ! આત્મજ્ઞાનનું કારણ કોઈ પરપદાર્થ નથી! આહા...હા! પરપદાર્થ નિમિત્ત થાય છે એ તો ઇન્દ્રિયજ્ઞાનમાં નિમિત્ત થાય છે અને કદાચિત વ્યવહારનયના કથનોમાં આવે કે શાસ્ત્રથી જ્ઞાન થાય, દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાથી સમ્યગ્દર્શન થાય, એ ભૂત નૈગમ નયનું કથન છે. ભૂતનૈગમ નય એટલે જ્યારે આત્મજ્ઞાન થવાનો કાળ આવે છે ત્યારે એની પૂર્વભૂમિકામાં એ સાચા દેવ-ગુરુ-શાસ્ત્રના જ સંગમાં હોય. એ આત્માની જ વાણી સાંભળવા બેઠો હોય, અને સાંભળતા સાંભળતા એને અંદરમાં આહાહા! (જ્ઞાનનાં આનંદની ભરતી આવે!) મને આત્માનો અનુભવ થાય, ત્યારે દેશનાલબ્ધિનું “લક્ષ” હોતું નથી. ગુરુ જણાતા નથી, ગુરુની વાણી જણાતી નથી, એનો અભાવ થઈને થયું તો..એને ભૂતનૈગમ નયે-વ્યવહાર નિમિત્ત કહેવામાં આવે છે. સીધું નિમિત્ત-નૈમિત્તિક તો ઇન્દ્રિયજ્ઞાન સાથે છે. ઈનડાયરેકટ કહેવાય ભૂતનૈગમનયે નિમિત્ત! ભૂતનૈગમ નય એટલે Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #147 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન ૧૨૪ ભૂતકાળમાં, અનુભવ પહેલાં, એને સાચા દેવ-ગુરુ-શાસ્ત્ર જ હોય નિમિત્ત! કુદેવ આદિ.. નિમિત્ત ન હોય. આહા...હાહા ! એ તો નિમિત્તનો આંતરો જ્યાં બતાવ્યો...ત્યાં નિમિત્તને વળગી ગયો!! કે કુદેવ આદિ....નિમિત્ત ન હોય સમ્યજ્ઞાનમાં ! અજ્ઞાની નિમિત્ત ન પડ, અનુભવી નિમિત્ત થાય. એમ જ્યાં કહ્યું. ત્યાં ચોટી ગયો નિમિત્તથી જ્ઞાન થયું! ત્રણ કાળમાં નિમિત્તના લક્ષે ” આત્મજ્ઞાન ન થાય! સાક્ષાત્ તીર્થકર૫રમાત્મા બિરાજમાન હોય ત્રણલોકનો નાથ ! એનું “લક્ષ” કરતાં આત્મજ્ઞાન થતું નથી. ઇન્દ્રિયજ્ઞાન થાય છે. અને ઇન્દ્રિયજ્ઞાન તો મારું છે નહીં, એનાથી તો હું ભિન્ન છું! આહા...હા! ત્યારે શું પણ આ દેશનાલબ્ધિ સાંભળવી નહીં અમારે? શાસ્ત્ર ન વાંચવા? વાંચવા ન વાંચવાનો સવાલ નથી! પણ શાસ્ત્રનુખનું જે જ્ઞાન થાય-શાસ્ત્રનું જ્ઞાન તે આત્માનું જ્ઞાન નથી. આહા! એમ શાસ્ત્ર વાંચતાં (એમાં લખેલું આમ ) આવશે! તું શાસ્ત્રને છોડી દઈશ તો એ પણ જ્ઞાન તને નહીં થાય! છોડવાની વાત નથી! છતાં છોડવાની વાત છે!! (શ્રોતા:) આહા ! આહા! (ઉત્તર) લક્ષ છોડવાની વાત છે. (શ્રોતા:) બરાબર છે. તો આ ધીરુભાઈ કહે અમે આટલો બધો ખર્ચો કર્યો શું! આ સાંભળવાનો ભાવ અમને આવ્યો! સાંભળવાથી જ્ઞાન ન થાય? કે “ના! સાંભળવાથી જ્ઞાન ન થાય ! આહા...હા...હા! સાંભળવાથી થયેલું જ્ઞાન તે આત્માનું જ્ઞાન નથી. આત્માનું જ્ઞાન તે આત્માનું જ્ઞાન છે. આત્માના “લક્ષે” જ્ઞાન થાય તે જ આત્માનું જ્ઞાન છે. “પર દબ્બાઓ દુગઈ ' ગુરુદેવ હોય તો કહું ‘પર બૂમો યુડ્ડ” પરના “લ” તારી દુર્ગતિ થશે. પરમાં શું લેવું (સમજવું) બે ભાગ પાડવા કે એક? (કહ્યું કે, પારદ્રવ્યના લક્ષે દુર્ગતિ થાય! તો કુદેવાદિના લક્ષે તો દુર્ગતિ થાય પણ સુદેવ આદિના-અરિહંતના લક્ષે તો સુગતિ થાય કે નહીં ? કે ન થાય!! કોઈ દિ' પરના લક્ષે સુગતિ (ન થાય!) આહાહા! બધી વાત તો બહાર આવી ગઈ છે. આ તો આપણે એને જરા ખોલીએ તો વધારે ખ્યાલ આવે ! કોઈ નવી વાત નથી ‘આ’..ગુરુદેવ બધી વાત...કરી ગયા છે. આહા! વસ્તુસ્વભાવ પર વડ ઉત્પન્ન કરી શકાતો નથી” એટલે શય થી આત્માનું જ્ઞાન થતું નથી. તો શયથી જ્ઞાન તો થાય છે ઈ કયું જ્ઞાન ? એ ભાઈ ! શેયથી જ્ઞાન જે થાય ઈ જ્ઞાન આત્મજ્ઞાન નહીં ? આહા...હા ! જ્ઞયના લક્ષે થયેલુ જ્ઞાન...તે ઇન્દ્રિયજ્ઞાન-ભાવેન્દ્રિય છે. આહા ! ખંડજ્ઞાન છે. એ આકુળતાને ઉત્પન્ન કરનાર છે, નવા કર્મબંધનું કારણ છે ઇન્દ્રિયજ્ઞાન ! અહાહા! જેમ આસ્રવ અશુચિ છે એમ ઇન્દ્રિયજ્ઞાનને પણ અશુચિ-અપવિત્ર કહ્યું છે. આ બધું સંતોએ કહેલી વાત કહું છું હો ! આ બધું છે એમાં. આ “ઇન્દ્રિયજ્ઞાનને પણ અશુચિ-અપવિત્ર કહ્યું છે. આ બધું સંતોએ કહેલી વાત કહું છું હો! આ બધું છે એમાં. આ ઇન્દ્રિયજ્ઞાન જ્ઞાન નથી ”(પુસ્તક) વાંચશો તો એમાં બધું નીકળશે આધાર સહિત ! હ... વસુસ્વભાવ પર વડ ઉત્પન્ન કરી શકાતો નથી... આહા....! હા! પ્રભુ! શેયના લક્ષ આત્મજ્ઞાન થાય નહીં...એક વાત! તેમ જ શેયથી જ્ઞાન થતું નથી તે વાત ચાલી. હવે જે આત્મજ્ઞાન થાય છે એ તો Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #148 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates પ્રવચન નં. ૧૨૫ શેયને પ્રસિદ્ધ કરે છે કે નથી કરતું? જ્ઞેય થી તો આત્માનું જ્ઞાન ન થાય કેમકે એ પરદ્રવ્ય છે. ૫રદ્રવ્યથી સ્વદ્રવ્યના પરિણામ ઉત્પન્ન થતાં જોવામાં આવતા નથી. પરદ્રવ્ય સ્વદ્રવ્યના પરિણામનું ઉત્પાદક-૨ચનાર નથી, એ તો ઠીક! હવે બીજો બોલ-‘તેમ જ' એમ તેમ જ છે-જોડકું છે આ આખું વાકય ‘તેમ જ ' કેમકે ત્યાં પૂર્ણ વિરામ નથી, જ્ઞેયથી જ્ઞાન થતું નથી ત્યાં પૂર્ણવિરામ નથી. અધૂરું છે વાકય હજી ! હવે શું? પૂરું કરો ! કહે છે ‘તેમ જ વસ્તુસ્વભાવ એટલે આત્માનું જે જ્ઞાન થયું-પ્રગટ થયું તેવો વસ્તુનો જે સ્વભાવ તે ૫૨ને ઉત્પન્ન કરી શકતો નહિ હોવાથી ' એ જ્ઞાનમાં એ ૫૨૫દાર્થ શેય છે, એમ શેયપણે જ્ઞાન ઉત્પન્ન કરતું નથી! શેય થી જ્ઞાન ઉત્પન્ન થતું નથી અને જ્ઞાન....૫૨૫દાર્થને જ્ઞેયપણે ઉત્પન્ન કરી શકતું નથી. - ૯ જો ૫૨૫દાર્થ જ્ઞેય થઈ જાય તો આત્મા જ્ઞેય (થવો) રહી જાય! ૫૨૫દાર્થ જ્ઞેય નથી. હાય...હાય! શું આ વાત કરો છો! કે આ વાત તારા હિતની કરે છે સંતો! સાંભળ! શેયથી તો શાન ન થાય, પણ શેયનું જ્ઞાન ન થાય! આ શૈયો છે પદાર્થ, આ જ્ઞેય (છે). એનાથી આત્મજ્ઞાન ઉત્પન્ન ન થાય! આ (પદાર્થો) કર્તા ને જ્ઞાનની પર્યાય અહીં કર્મ, એમ છે નહીં. એક દ્રવ્ય બીજા દ્રવ્યના પરિણામનો ઉત્પાદક થઈ શકતો નથી ! માટે આ જ્ઞેયપદાર્થ આત્માનું જ્ઞાન ઉત્પન્ન કરી શકતું નથી. એ તો ઠીક! જ્ઞેયથી શાન ન થાય ! એમાં તો કદાચ આમ-આમ (ડોકી નમાવીને હા) કરે! થોડીક વાર પછી કરે પણ આમ કરે! થોડીક વાર પછી ભલે થાય, પણ આમ કરવું પડશે! આમ, આમ (ડોકું ધુણાવીને ના, ના ) હવે કરશો તો નહિ ચાલે! જ્ઞેયથી જ્ઞાન થતું નથી ઈ તો બરાબર! પણ શેયનું જ્ઞાન ન થાય? કે ન થાય! કેમ...? કે જે જ્ઞાનને ઉત્પન્ન કરે છે તે જ પદાર્થ તે જ જ્ઞાનનું જ્ઞેય થાય છે. આત્માથી આત્માનું જ્ઞાન પ્રગટ થાય છે અને પ્રગટ થયેલું જ્ઞાન, જેનાથી થયું તેને જ જાણે છે! અને જેનાથી ઉત્પન્ન થયું નથી એને જાણતું નથી. આહા...! ( શ્રોતાઃ ) બહુ સરસ ! બહુ સરસ ! (ઉત્તરઃ ) બીજો બોલ સૂક્ષ્મ છે! જ્ઞેયથી જ્ઞાન ન થાય એ તો ગુરુદેવે હજારો વાર કહ્યું છે ને બધા એ સાંભળ્યું પણ છે, ને વાંચ્યું પણ છે. હવે શેયથી જો શાન નથી થતું ! જેનાથી જ્ઞાન થતું નથી એને ઈ જાણતું ય નથી ! અને જેનાથી જ્ઞાન ઉત્પન્ન થાય છે એને જ ઈ શેય થઈ જાય છે, આત્મા જ શેય થાય છે. ( શ્રોતાઃ ) બરોબર ! રાગાદિ કે દેહાદ કે દેવ-ગુરુ-શાસ્ત્ર એ જ્ઞાનનું જ્ઞેય થતું નથી, કેમ ? કે એ શૈયોથી અહીંયાં જ્ઞાન થતું નથી માટે એ શેયનું જ્ઞાન પણ કરતો નથી. જેનાથી જ્ઞાન ઉત્પન્ન થાય છે આત્માથી...એ જ્ઞાન ઉત્પન્ન થયું તો એ જ્ઞાન-ઉત્પન્ન થયેલું જ્ઞાન (ઉપયોગ ), તેમાં શેય કોણ થાય છે? એકલો આત્મા (જ્ઞેય ) થાય છે, ૫૨ થાય છે કે સ્વ-૫૨ બેય થાય છે? ( શ્રોતા ) એકલો આત્મા (જ્ઞેય થાય ) ( ઉત્તરઃ) એકલો! તો સ્વપરપ્રકાશકનું શું થાશે ? ઈ એના ઘરમાં રહ્યું! એના...ઘરમાં રહ્યું! ઓ...હો...હો...હો! એનાં, ઘરમાં હો ભલે ! કાંઈ વાંધો નહીં! એના Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #149 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન ૧૨૬ ઘરમાં તો આપણે ચૌદગુણસ્થાન (આદિ) રાખ્યાં કે ન રાખ્યાં? હું? ઉડાડયા કાંઈ ? આહા...હા! હો...! ભલે હો ! સ્વ-પરનો પ્રતિભાસ સ્વચ્છતામાં હો તો હો! આહાહા! આત્માથી...જ આત્માનું જ્ઞાન થાય તે કારણે..જેના...થી જ્ઞાન ઉત્પન્ન થયું એ જ્ઞાન એને જ જાણે બીજાને જાણે નહીં! (જુઓ!) મકાનથી સૂર્યનો પ્રકાશ ઉત્પન્ન થઈ શકતો નહીં હોવાથી જ્યારે પ્રકાશ સૂર્યનો થાય, ત્યારે એ પ્રકાશ સૂર્યથી થયો છે, માટે એ પ્રકાશ સૂર્યને પ્રસિદ્ધ કરે છે. મકાનને પ્રસિદ્ધ કરતો નથી. અંદરથી “હા” આવી જાય ને કામ થઈ જાય!ગુલાબભાઈ કહે અપૂર્વ વાત છે! આહા.....! અપૂર્વ જ છે હો ! અપૂર્વ એટલે આત્માર્થી જીવને એમ આવવું જોઈએ, અરે ! પ્રભુ! આવી વાત તો મેં કદી સાંભળી નથી ! “મોક્ષમાર્ગ-પ્રકાશક' માં છે, એવું કાંઈક છે ને! (શ્રોતા) મુદ્દે તો પર્સ વાતવી રવર ફ્રી નદી (ઉત્તર) ખબરે ય નહીં આહા! આત્મા પરનો કર્તા નથી ઈ તો વાતની ખબરેય નથી. શુભ ભાવથી ધરમ ન થાય એ વાત (ની) ખબરે ય નથી. ઈન્દ્રિજ્ઞાન તે જ્ઞાન નથી, એ વાત અમે સાંભળી જ નથી. અને જોયથી જ્ઞાન ન થાય એ વાત સાંભળી ય નથી આજે સાંભળી કે શેયથી જ્ઞાન ન થાય! અને શેયથી જ્ઞાન ન થાય માટે જ્ઞાન તો શેયને (પરશયને) જાણતું નથી. જેનાથી જ્ઞાનથાય તે જ્ઞાન એનેજ જાણે છે બીજાને જાણતું નથી. (શ્રોતા.) બહુસરસ! અદ્ભુત વાત છે! (ઉત્તર) અદભુત છે હોં ! આહાહા ! આહા...હા ! બે-ત્રણ મિનિટ છે હુજી! હજી આ બે લીટી જ ચાલે છે! (બે લીટીની) અંદર માલ ભર્યો છે માલ!! વસ્તુસ્વભાવ પર વડે ઉત્પન્ન કરી શકાતો નથી અને વસ્તુસ્વભાવ પરને ઉત્પન્ન કરી શકતો નથી. મારા જ્ઞાનનું ય, (પર) શય નથી, મારું જ્ઞય નથી, શૈય તો મારો આત્મા છે. જ્ઞાન પણ આત્મા, શેય પણ આત્મા ને જ્ઞાતા પણ આત્મા-આવા ત્રણ ભેદ કરો તો છે અને અનુભવના કાળમાં તો એ ત્રણ ભેદ પણ દેખાતા નથી. હવે પોતામાં ઉત્પન્ન થયેલા ત્રણ ધર્મો દેખાતા નથી, તો છ દ્રવ્ય જણાય !? ને નવ તત્વ જણાય એ વાત તો ઘણી દૂર થઈ ગઈ! આહાહા! કેમકે નવતત્ત્વથી આત્માનું જ્ઞાન ઉત્પન્ન થઈ શકતું નથી અને તેથી આત્મજ્ઞાન (માં) નવતત્ત્વ એનું જ્ઞય થઈ શકતું નથી. એ ઇન્દ્રિયજ્ઞાનનું ઝેય છે નવતત્ત્વ છે! નવતત્ત્વ છે! નવતત્ત્વ ભેદ છે! એને જાણનારું જ્ઞાન પણ છે જ્યાં સુધી કેવળજ્ઞાન ન થાય ત્યાં સુધી ઇન્દ્રિયજ્ઞાન છે, હો...સાધકને આહા...હા ! અને કેવળજ્ઞાન થતાં ઈ લોકાલોકનું જ્ઞાન થાય પણ ઈ પ્રતિભાસરૂપ છે. એ લોકાલોકનું “લક્ષ કરીને કેવળી એને જાણે છે એમ છે નહીં!! કેમ કે કેવળજ્ઞાન લોકાલોકથી ઉત્પન્ન થઈ શક્યું નથી. તેથી લોકાલોકા એનું (કેવળીનું) શેય થઈ શકતું નથી. શું કહ્યું આ? કેવળજ્ઞાનની ઉત્પત્તિ....લોકાલોકથી ઉત્પન્ન થઈ શકતી નથી. કેવળજ્ઞાનની ઉત્પત્તિ તો આત્માથી થાય છે. શક્તિ છે એમાંથી વ્યક્ત થાય છે. કેવળજ્ઞાન લોકાલોકમાંથી આવ્યું અહીંયાં? એમ! ત્રણકાળમાં બનશે નહિ! (એમ માનીશ તો) તારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ જશે. લોકાલોકથી કેવળજ્ઞાન થતું નથી, આત્માથી કેવળજ્ઞાન થાય છે. માટે Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭ Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates પ્રવચન નં. - ૯ = લોકાલોક...એ જ્ઞાનનું જ્ઞેય...ખરેખર નથી. પ્રતિભાસની અપેક્ષાએ વ્યવહાર કહેવાય! સ્વપ૨પ્રકાશક છે ઈ અત્યારે આપણે વિષય હમણાં નથી લેવો, અહીં તો અત્યારે આ છે આત્માનો અનુભવ કેમ થાય ? પછી સ્વપરપ્રકાશકનો ઉકેલ અનુભવમાંથી આવે છે. નહિતર સ્વપરપ્રકાશકમાં આહા....હા! સમજે નહીં તો મિથ્યાત્વનો દોષ લાગે છે. સ્વપરપ્રકાશકની ઉલઝન વાત છે જરાક! સ્વપ્રકાશક! સ્વ ૫૨પ્રકાશક! અને સ્વ ૫૨પ્રકાશક! અને સ્વ૫૨પ્રકાશક એમ સ્વપરપ્રકાશકના ત્રણ પ્રકાર! સ્વપ્રકાશક નો એક પ્રકાર ઈ કાલે લેશું હવે અત્યારે વખત થઈ ગયો ! હજી પાંચ મિનિટ છે બહેનો કહે છે. તે પાંચ મિનિટ ચલાવીએ. જુઓ! હવે એ પાંચ મિનિટમાં સ્વપ૨પ્રકાશકની વાત પૂરી થઈ જશે. બહુ લાંબી નથી ( કરવી) વિસ્તાર ઘણો છે એનો પણ ટૂંકાણમાં ખ્યાલમાં આવી જશે. એક સ્વપ્રકાશક નંબર વન! નંબર બે સ્વ-૫૨ પ્રકાશક નંબર ત્રણ સ્વ-૫૨-પ્રકાશક! અને નંબર ફોર (ચાર) સ્વ-૫૨-પ્રકાશક ! આહા ! સ્વપ્રકાશકનો એક પ્રકાર આવ્યો ને સ્વ પરપ્રકાશક ત્રણ પ્રકાર આવ્યા. બરાબર ? સ્વપ્રકાશક કેને કહીએ ? કે જે જ્ઞાન અંતરમાં જઈને, કેવળ શુદ્ધાત્માને વિષય ( ધ્યેય ) કરી, પર્યાયાર્થિક ચક્ષુ (સર્વથા ) બંધ કરીને એકલા દ્રવ્યાર્થિક ચક્ષુ વડે એકલા આત્માને જાણે ! ‘સામાન્યને અવલોકતો ને વિશેષને નહીં અવલોકતો ’ નિષેધ કર્યો છે. એ અનુભવના કાળમાં-નિર્વિકલ્પ ધ્યાનમાં આવું એક ‘સ્વપ્રકાશક જ્ઞાન ’ પ્રગટ થાય છે. જે સમયે સ્વપ્રકાશક (જ્ઞાન ) પ્રગટ થાય અને આનંદ આવે છે અનુભવના કાળમાં તે જ સમયે નિશ્ચયથી ‘સ્વ-૫૨ પ્રકાશક જ્ઞાન ’ પ્રગટ થાય છે અંદરનું ! સ્વ-પર બે શબ્દો છે, પણ સ્વમાં પણ આત્મા અને ૫૨માં પણ આત્મા આવશે હમણાં ! ઈ કેવી રીતે ? કે જ્ઞાન તો આત્માને જાણે છે, અને એનું જે જ્ઞાન પ્રગટ થયું જ્ઞાન (પર્યાયમાં ) એ જ્ઞાન જ્ઞાનની પર્યાયને પણ જાણે અને જ્ઞાનની પર્યાય જે આનંદ આવ્યો એને પણ જાણે! તો જ્ઞાનની અપેક્ષાએ જ્ઞાન તે સ્વ છે અને આનંદ પ્રગટ થયો તે ૫૨ ગુણ છે! એવું અંદ૨માં નિશ્ચયથી ‘સ્વપ૨પ્રકાશક’ અનુભૂતિના કાળમાં-નિર્વિકલ્પ ધ્યાનમાં, આવું (નિશ્ચય ) સ્વપ૨પ્રકાશક જ્ઞાન સાધકને પ્રગટ થઈ જાય છે. એટલે સ્વ-૫૨ પ્રકાશકનો નંબર એક આવ્યો, ત્રણમાંથી, એક (પ્રકાર) આવ્યો. સમજી ગયા ? સ્વપ્રકાશક ડિપોઝીટ રાખવું. એનું જ આ ફળ છે પછી તો ! આહા....! નંબર બે, સ્વ૫૨ પ્રકાશક! કે આત્મા આત્માને પણ જાણે છે અને ૫૨૫દાર્થને પણ વ્યવહારે જાણે છે, એમ કહેવાય ને! આહા....! તો એ અપેક્ષાએ બે નંબરનું સ્વ-પર પ્રકાશક છે. એનો નંબર બે છે, બે નંબરનો માલ એટલે વ્યવહાર થઈ ગયો! આત્માને જાણે ને પ્લસ એમાં એઈડ (ભેળવ્યું) પરને પણ લોકાલોકને જાણે કેવળી ભગવાન ! કેવળી ભગવાનની વાત છે અહીંયાં! સમજી ગયા? ‘નિયમસાર ' માં કેવળજ્ઞાનની વાત છે. કે લોકાલોકને પણ જાણે અસદ્દભૂત વ્યવહા૨ નયે જાણે ! જણાય એને જાણે એમ પણ કહેવાય, તો એનું નામ વ્યવહાર સ્વ૫૨પ્રકાશક થઈ ગયું, કેવળજ્ઞાનમાં હો! બે પ્રકા૨ થયા સ્વપ૨પ્રકાશકના ! બે થયા Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #151 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન ૧૨૮ ને? હવે એક ત્રીજો પ્રકાર રહ્યો ! એ અજ્ઞાનીમાં પણ સ્વ-પરપ્રકાશક છે. અજ્ઞાનીની જ્ઞાનની પર્યાયમાં પણ સ્વપરપ્રકાશક લક્ષણ છે. અને એમાં કોઈ આવિર્ભાવ ને તિરોભાવ કરે તો જ્ઞાની થઈ જાય કાં મિથ્યાદષ્ટિ થઈ જાય ! અજ્ઞાની પાસે પણ જ્ઞાનની પર્યાયની સ્વચ્છતા એવી છે કે એમાં સ્વનો પ્રતિભાસ થાય છે ને પરનો પ્રતિભાસ થાય છે. સ્ત્રના પ્રતિભાસને જો ઉપયોગાત્મક કરી લ્ય, સામાન્યનો આવિર્ભાવ કરે, તો જ્ઞાની થઈ જાય! અને પરનો આવિર્ભાવ કરે, તો ઈ અજ્ઞાની થઈ જાય! માટે....અજ્ઞાની પાસે પણ એવી જ્ઞપ્તિ સ્વ-પર પ્રકાશકની છે. એમ “પંચાસ્તિકાય” માં પાઠ છે. એટલે સ્વ-પર પ્રકાશકના ત્રણ પ્રકાર ને સ્વપ્રકાશકનો એક પ્રકાર છે. એમાં ઉપાદેયની મુખ્યતા છે સ્વપ્રકાશકમાં! “લક્ષ” ની પ્રધાનતા છે. અને ત્રણે ય પ્રકારના સ્વપરપ્રકાશકમાં જાણવાની મુખ્યતા છે. આહા...હા! સમજાણું કાંઈ ? (શ્રોતાઃ) કાલ વિસ્તારથી લે જો ભાઈ ! (ઉત્તર) કાલ? ભલે, ભલે! એમ કોઈ માગણી કરે (તત્ત્વની) તો મને મજા આવે! ને! જ્ઞાનની પર્યાયમાં પરપ્રકાશક (માત્ર) બીજાને શેય બનાવ્યો, તો એ તો મિથ્યાત્વ ભાવ છે. અહહા! રાગને પોતાનો માનવો અને રાગથી દયા-ધનથી ધર્મ માનવો એ તો મિથ્યાત્વ છે. પણ એ પરને જાણવું જ્ઞાનની પર્યાયમાં એકલા પરને જાણવો અર્થાત્ એકલું પરપ્રકાશકપણું એ જ્ઞાન નથી. એ મિથ્યાજ્ઞાન છે. સ્વપ્રકાશક છોડીને એકલો પરપ્રકાશકમાં રહ્યો તેથી એ મિથ્યાજ્ઞાન છે. આહાહા ! બહુ ઝીણી વાત બાપા! એ પરપ્રકાશકપણું પણ છોડીને વર્તમાન જ્ઞાનમાં સ્વ સ્વરૂપ ભગવાન આત્મા પૂર્ણાનંદના નાથને શેય બનાવીને એ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન છે. બાકી વાતો છે. થોથાં છે. (પ્રવચન નવનીત ભાગ-૧ પેજ નં-૨૫૨) : Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #152 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રીસદ્ગુરુદેવાય નમઃ શ્રી પરમાત્મને નમઃ શ્રી સમયસાર ગાથા ૩૭૩-૩૮૨ તા. ૨૩-૯-૧૯૯૧ જામનગર પ્રવચન નં.-૧૦ આ શ્રી સમયસારજી પરમાગમ શાસ્ત્ર છે. ગાથાની છેલ્લી ચાર લીટી બાકી છે. લગભગ ટીકાનું સ્પષ્ટીકરણ થઈ ગયું છે. છેલ્લી ચાર, છ લીટી બાકી છે. આ ગાથામાં ઇન્દ્રિયજ્ઞાન અને (અતીન્દ્રિય જ્ઞાનમયી) ભગવાન આત્મા આ બે વચ્ચેના ભેદજ્ઞાનની વાત ચાલે છે. જે પ્રકારે (શુદ્ધાત્મા) રાગથી ભિન્ન છે તેમ ઇન્દ્રિયજ્ઞાનથી ભિન્ન છે. જ્ઞાયકથી તો ઇન્દ્રિયજ્ઞાન સર્વથા ભિન્ન છે અને જ્ઞાન (ઉપયોગ લક્ષણ) ભિન્ન છે. જેમાં જ્ઞાયક જણાય છે એવી જ્ઞાનની પર્યાયથી પણ ઇન્દ્રિયજ્ઞાન સર્વથા ભિન્ન છે, બન્ને પરસ્પર ભિન્ન છે. ઇન્દ્રિયજ્ઞાનમાં આત્મજ્ઞાનનો અભાવ અને આત્મજ્ઞાનમાં ઇન્દ્રિયજ્ઞાનનો અભાવ છે, બે ય તત્વ પરસ્પર ભિન્ન છે. (આ દશ ગાથામાં) પાંચ બોલ-શબ્દ, રૂપ, રસ, ગંધ ને કાય (સ્પર્શ) અને દ્રવ્ય, ગુણ આ (મળીને) સાત (બોલ) તે આત્મજ્ઞાનનો વિષય નથી તેમાં પાંચ (બોલ) ઇન્દ્રિયજ્ઞાનનો વિષય અને તે સ્થળ છે અને દ્રવ્ય, ગુણ તે રૂપી-અરૂપી એ બુદ્ધિનો-મનનો વિષય છે (જરી સૂક્ષ્મ છે) એ પાંચ ને બે સાત, તે આત્માનો વિષય (ધ્યેય) નથી, આત્મજ્ઞાનનો વિષય (ધ્યેય) નથી. શબ્દનું જે જ્ઞાન થાય છે તે આત્માનું જ્ઞાન નથી, શબ્દ પછી રૂપ લીધું, વર્ણ-વર્ણનું જે જ્ઞાન થાય છે તે આત્માનું જ્ઞાન નથી. પછી ગંઘ-ગંઘનું જે જ્ઞાન થાય છે તે જ્ઞાન આત્માનું નથી. અને રસનું જે જ્ઞાન થાય/રસ તો આત્માની ચીજ નથી પણ રસને જાણનારું જે બહિર્મુખ ઇન્દ્રિયજ્ઞાન એ જ્ઞાન પણ આત્માનું નથી, પછી સ્પર્શ ઇન્દ્રિય લીધી. ટાઢી-ઊની અવસ્થા જે પુદ્ગલના પરિણામ..જે ટાઢી-ઊની છે તે તો આત્માની ચીજ નથી પણ ઠંડીને ગરમ (એવી) અવસ્થાને જાણનારું જે જ્ઞાન છે તે જ્ઞાન આત્માનું નથી. તે જ્ઞાન શેયનું છે તેથી ઇન્દ્રિયજ્ઞાન પણ શેય જ છે, તેમાં જ્ઞાનનો અંશ નથી! (એ) પાંચ બોલમાં સ્થૂળ વાત કરી (પાંચ ઇન્દ્રિયોની) પછી બે સૂક્ષ્મ બોલ ઉતાર્યા, એ બુદ્ધિનો (મનનો) વિષય છે. સિદ્ધભગવાનના આઠ ગુણ છે ને! આત્મા અને જાણતો નથી. સિદ્ધભગવાનના ગુણોને જાણનારું ઇન્દ્રિયજ્ઞાન-મન છે. પરપદાર્થની સન્મુખ થયેલું જે ઇન્દ્રિયજ્ઞાન, તે આત્માનું જ્ઞાન નથી. અરિહંતના છેતાલીસ ગુણો છે, એ ગુણોનું જે જ્ઞાન થાય છે, તેની સન્મુખ થયેલું જ્ઞાન તે આત્માનું જ્ઞાન નથી. એ તો ઇન્દ્રિયજ્ઞાન છે. બુદ્ધિનો વિષય છે. પંચપરમેષ્ઠિને આત્મા જાણતો નથી. પંચપરમેષ્ઠિને જાણનારું જ્ઞાન જે પ્રગટ થાય છે, મનમાનસિકજ્ઞાન તે આત્માનું (જ્ઞાન એટલે આત્મજ્ઞાન) નથી. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #153 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન ૧૩) જે જ્ઞાનમાં આત્મા જણાય (સ્વ) અનુભવમાં આવે તે જ્ઞાન તો આત્માનું છે, જે જ્ઞાનમાં જ્ઞાયકભગવાન જાણવામાં ન આવે અને એકાંતે પર જાણવામાં આવે, એવા ઈન્દ્રિય અને મનના જે વિષયો છે અને એ પરપદાર્થને વિષય કરીને ઉત્પન્ન થયેલું જે ઇન્દ્રિયજ્ઞાન થાય છે. થાય છે તે તેની યોગ્યતાથી પણ તેમાં નિમિત્ત કારણ આત્મા નથી. તેનું નિમિત્ત કારણ બાહ્યપદાર્થો છે. તેથી ઇન્દ્રિયજ્ઞાન નૈમિત્તિક છે. (ઇન્દ્રિયજ્ઞાન) સ્વાભાવિક નથી અને નૈમિત્તિક હોવાથી વિભાવ છે. તેમ જ ઇન્દ્રિયજ્ઞાન કર્મબંધનું કારણ છે માટે બે (ય) જ્ઞાન ભિન્ન છે. આત્મજ્ઞાન ભિન્ન અને ઇન્દ્રિયજ્ઞાન ભિન્ન છે. એ વાત આવી ગઈ. ફરીથી, હવે તેનો બીજો પારો, છેલ્લો છે. “વસુસ્વભાવ પર વડે ઉત્પન્ન કરી શકાતો નહીં હોવાથી -શયથી જ્ઞાન થતું નથી, સાંભળવાથી આત્મજ્ઞાન થતું નથી, શાસ્ત્ર વાંચવાથી આત્મજ્ઞાન થતું નથી, જ્ઞયથી તો જ્ઞાન ન થાય, એ તો કદાચિત્ એને ખ્યાલમાં આવે! કે આત્માથી આત્માનું જ્ઞાન થાય, શયથી ન થાય......પણ શેયથી આત્માનું જ્ઞાન ન થાય તેથી (તો) આત્માના જ્ઞાનમાં પરપદાર્થો એનાં ય ન થાય! આત્મજ્ઞાનનો વિષય તો એકલો આત્મા છે. જેનાથી જ્ઞાન ઉત્પન્ન થાય તેને જ જ્ઞાન જાણે ! અને જેનાથી જ્ઞાન ઉત્પન્ન ન થાય તેને જાણે પણ નહીં! શેયથી જ્ઞાન થતું નથી માટે શેયની સાથે કર્તાકર્મ સંબંધનો અભાવ છે. અને આત્માથી આત્માનું જ્ઞાન થાય છે માટે જ્ઞાનનું ઝેય તો આત્મા છે. પર પદાર્થ તે જ્ઞાનનું ઝેય નથી. એ ઇન્દ્રિયજ્ઞાનનું જ્ઞય છે, આત્માનું જ્ઞય નથી. આ તો ઉપાદાનની વાત કરી. પછી...ઇન્દ્રિયજ્ઞાનનો અભાવ થાય ત્યારે તો લોકાલોક કેવળજ્ઞાનનું જ્ઞય થાય કે ન થાય? લોકાલોકથી જો કેવળજ્ઞાન ઉત્પન્ન થાય તો તો લોકાલોકને જાણે ને એનું શેય થઈ જાય, પણ લોકાલોકથી તો કેવળજ્ઞાનની ઉત્પત્તિ નથી. તે તો આત્માશ્રિત છે, આત્માથી કેવળજ્ઞાન પ્રગટ થાય છે, તેથી જેનાથી જે જ્ઞાન પ્રગટ થાય અભેદપણે તે જ્ઞાન તેને જ જાણે અને લોકાલોકને જાણે નહીં! આવી અપૂર્વ વાત છે!! ત્યારે લોકાલોકને જાણે છે એવી વાત તો આવે છે ? તે પ્રતિભાસની મુખ્યતાથી વાત આવે છે. “લક્ષ” ની મુખ્યતા એમાં નથી. કાલે સ્વપરપ્રકાશક નું બહુ ચાલ્યુ (સ્પષ્ટીકરણ !) પ્રેમચંદજી કહે: તમે સ્વપરપ્રકાશકને માનો છો? અમે કોઈને કહ્યું હશે ને! એ બેઠા હશે. અને એણે સાંભળ્યું હશે. તમે સ્વપ્રકાશક! સ્વપ્રકાશકનો ઝંડો ફેલાવો છો (ને) આ શું છે? તમે સ્વ-પર પ્રકાશકને માનો છો કે નહીં? હા, ભાઈ ! અમને આગમની વાત શિરોમાન્ય છે. અમે તો ત્રણ પ્રકારે સ્વપ્રકાશક' ને માનીએ છીએ! લે બોલ? ! અને તું તો એક પ્રકારે માને છે ત્યાં તો ઠંડો થઈ ગ્યો! ત્યારે ઇ (પ્રેમચંદજી) બેઠા હશે પચ્ચીસ વરસ પહેલાંની વાત, સાલ અને વાર સહિત કહી દે! કે તમે આમ કહ્યું હતું!! આહાહા! એક પરને હું જાણું છું એ શલ્ય મોટું છે! એ (માન્યતા) કાઢનારી આ ગાથા (ઓ) Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૩૧ છે!! Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates પ્રવચન નં. ૧૦ આહા...હા ! ‘વસ્તુસ્વભાવ ૫૨ વડે ઉત્પન્ન કરી શકાતો નહીં હોવાથી’–શેયથી આત્માનું જ્ઞાન થતું નહીં હોવાથી, ટીકાની છેલ્લી પાંચમી લીટી છે, (જુઓ!) ‘પરંતુ વસ્તુસ્વભાવ ૫૨ વડે ઉત્પન્ન કરી શકાતો નહીં હોવાથી' ૫૨ એટલે આત્મા સિવાય, બીજા જગતના પદાર્થો (સર્વે) પર છે. આહા...! દેવ-ગુરુ-શાસ્ત્ર વડે આ આત્માનું જ્ઞાન પ્રગટ થઈ શકતું નથી. દિવ્યધ્વનિ વડે આત્માનું જ્ઞાન ઉત્પન્ન થઈ શકતું નથી. સમ્યગ્દર્શનની ઉત્પત્તિ દિવ્યધ્વનિ વડે થઈ શકતી નથી. આહા...હા ! એનો ઉત્પાદક આત્મા છે. અને સૂક્ષ્મ દૃષ્ટિથી જોવામાં આવે તો પર્યાયનો ઉત્પાદક આત્મા છે. અને સૂક્ષ્મ દૃષ્ટિથી જોવામાં આવે તો પર્યાયનો ઉત્પાદક પર્યાય છે. ૫૨ તો નથી અને સ્વદ્રવ્ય પણ નથી. અહીંયાં તો પરિણામી દ્રવ્યની મુખ્યતાથી વાત ચાલે છે, ઓલી વાત (પરિણામનો કર્તા પરિણામ ) નથી લેતા અત્યારે. આહા...હા ! ‘વસ્તુસ્વભાવ પર વડે ઉત્પન્ન કરી શકાતો નહીં હોવાથી ’– તેમજ' હવે બીજો બોલ ‘તેમ જ વસ્તુસ્વભાવ ૫૨ને ઉત્પન્ન કરી શકતો નહીં હોવાથી ’-આ... આત્મા જ જ્ઞાન છે ને આ આત્માજ શેય છે. જ્ઞાનપણ અહીંયાં ને જ્ઞેય પણ અહીંયાં! અને જ્ઞાતા પણ અહીંયાં છે!! એને બદલે કોઈ એમ માને કે હું જ્ઞાતા છું (ને) આ જગતના ૫૨-પદાર્થો એ મારું Âય છે. તો એ મિથ્યાદષ્ટિ છે, એને અધ્યવસાન ઉત્પન્ન થઈ ગયું! · શેય-જ્ઞાયકનો ’ સંકરદોષ ઉત્પન્ન થઈ ગયો! આત્માની બહાર આત્માનું જ્ઞેય નથી, આત્માનું જ્ઞાન તો (આત્માથી ) બહાર ન હોય, એ તો માને (ગળે ઉતરે ) પણ...આત્માનું જ્ઞેય આત્માની બહાર ન હોય ( ગળે ઉતારવું કઠણ પડે!) પણ આત્માનું જે જ્ઞાન થાય તેનું જ્ઞેય આ જગતના (૫૨) પદાર્થો નથી !? કે ‘નથી ’? લાખવાર નથી! ક્રોડવા૨ નથી!! લે! તારે (આત્માનો ) અનુભવ કરવો હોય તો !! ૨ખડવું હોય તો તારી યોગ્યતા, એમાં કોઈ શું કરે! આહા...હા ! તું જ જ્ઞાન, તું જ શેય ને તું જ જ્ઞાતા છો પ્રભુ ! એટલા ત્રણભેદમાં (રોકાઈશ તો ) પણ અનુભવ ન થાય, તો પછી આ (જગત) જ્ઞાનનું શેય છે એ તો પ્રમાણની બહાર વયો ગયો ! અહા....હા ! એની દૃષ્ટિ તો ઘણી જ વિપરીત છે. આહા ! હું જ્ઞાતા અને છદ્રવ્ય મારું જ્ઞેય, એવી ભ્રાંતિ તો અનાદિ કાળથી ચાલી આવી છે!! (જુઓ ! લક્ષમાં લ્યો!) છ દ્રવ્ય તો જૈનમતમાં આવ્યો તેને હોય, આ જૈનની (જૈનમતમાં આવેલાની) ભૂલ બતાવે છે, બીજામાં ( અન્યમતમાં) તો છદ્રવ્ય છે જ નહીં! : (અન્યમતને તો તેની ખબરે ય નથી.) આહા....! હું જ્ઞાતા અને છ દ્રવ્ય મારાં શેય! (૫૨) પદાર્થ તો મારા નહીં, ૫૨૫દાર્થ તો મારા છે જ નહીં, પણ હું જ્ઞાતા અને આ માાં શેય! શું ૫૨ને જાણવું એ કાંઈ દોષ છે? (૫૨ને જાણવું એમાં શું વાંધો ?) ૫૨ને જાણેને રાગ-દ્વેષ ક૨વો એ તો કદાચિત્ દોષ લાગે કો ’કને ! બધાને તો ન લાગે ! પણ કદાચિત્ કો ’કને લાગે (ભાસે !) ૫૨ને જાણતાં રાગ-દ્વેષ થાય એ તો કષાયની ઉત્પત્તિ છે એ તો ઠીક Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #155 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updařes જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન ૧૩૨ નહીં...પણ ‘હું રાગને જાણું છું' એ તો મારો ગુણ છે, ‘રાગને જાણવું' એ મારો સ્વભાવ છે! (જ્ઞાની-અનુભવી કહે છે) એ તારો સ્વભાવ નથી. એ બીજો બીજાને જાણે છે, તું તને જાણી રહ્યો છો ભાઈ ! પાછો ફર! પાછો ફર!! અહા...હા ! રાગ-દ્વેષને અને બહારના પદાર્થોને જે જાણે છે તે તો બુદ્ધિનો (મનનો ) વિષય છે, જ્ઞાનનો વિષય નથી. ચાલી ગયું (સ્પષ્ટીકરણ થઈ ગયું) કાંઈ રીપિટ (પુનરાવર્તન ) કરવાની જરૂર નથી, સમજી ગયા ? જે હતા એમણે સાંભળ્યું, નહોતા એણે સાંભળ્યું નહીં જમવાનું હોય ને બહારગામ ગયા હોય તો રહી જાય કે નહીં! અને અહીં હોય તો? આ દશ ગાથા અપૂર્વ ચાલી, હવે સરવાળો કરે છે (અલૌકિક ન્યાયથી આચાર્ય દેવ વર્ણવે છે) વસ્તુસ્વભાવ ૫૨ને ઉત્પન્ન કરી શકતો નહીં હોવાથી' (ધ્યાન દયો !) જ્ઞાન અહીં રાખ્યું આત્માએ અને જ્ઞેય (ત્યાં બહા૨માં ) સ્થાપ્યું, એ મોટી ભૂલ છે. જ્યાં શેય સ્થાપ્યું છે ત્યાં જ તા૨ો ઉપયોગ જશે ! હવે તું પાછો ફર કે મારા જ્ઞાનનું જ્ઞેય તો મારો આત્મા જ છે. તો.........ત્યાંથી જે બહિર્મુખ ઉપયોગ અનાદિકાળનો ૫૨ને જાણવાની પ્રવૃત્તિમાં પડેલો, એ ઉપયોગ રોકાઈ જશે ક્ષણવાર! અને જે સામાન્ય ઉપયોગમાં ભગવાન આત્મા જણાતો 'તો આ બાળ–ગોપાળ સૌને, એ સામાન્યજ્ઞાનનું કન્વર્ટ થઈને (સામાન્ય જેવું વિશેષ થઈને) શુદ્ધ ઉપયોગ થઈને અનુભવ થઈ જશે!! આહા....હા! સામાન્ય ઉપયોગ તો હતો, એમાં આત્માનો પ્રતિભાસ તો હતો અને એમાં નિર્ણયની શક્તિ પણ હતી (સાધન પ્રગટ છે) / કો'કને આવી પણ જાય છે અને પછી શુદ્ધોપયોગમાં અનુભવ થાય છે. ઇન્દ્રિયજ્ઞાનમાં તો અનુભવ થતો નથી (૫૨સન્મુખ છે) એ તો દૂર રહો, પણ જે જેનું ‘લક્ષણ' છે (ઉપયોગ) એ લક્ષણ-લક્ષ્યનો ભેદ, ‘ઉપયોગ લક્ષણમ્ ' ( કહ્યું છે ) એ ઉપયોગમાં પણ (દષ્ટિ હશે તો ) અનુભવમાં આવવાનો નથી. અનુમાનમાં આવે, પણ અનુભવમાં ન આવે ! ઇન્દ્રિયજ્ઞાનમાં તો એ (આત્મા) અનુમાનનો વિષય પણ નથી થતો, નથી આવતો! એવી અપૂર્વ ચીજ છે! (એને સમજવા) એણે થોડી બહારથી નિવૃત્તિ લેવી જોઈએ ! ( કારણ કે) એક તો પૂર્વના સમ્યગ્દર્શનના સંસ્કાર પણ નહીં, અને પૂર્વે દેશનાલબ્ધિના ઊંડા સંસ્કાર પણ ન હોય, તો એણે (એને) સમજવું જરા કઠણ પડે છે. ન પણ... ભલે ઊંડા સંસ્કા૨ એને ન હોય તો પણ ભલે એ પ્રકારે સંસ્કાર ન હોય તોપણ અત્યારે એની યોગ્યતા હોય ને સમજી જાય તો અત્યારે એને (આત્માનો) અનુભવ થઈ જાય! આહા ! ‘વસ્તુસ્વભાવ ૫૨ને ઉત્પન્ન કરી શકતો નહીં હોવાથી ’–૫૨ એટલે ૫૨૫દાર્થ જે ભિન્ન છે. એને જ્ઞાનનું જ્ઞેય (આત્મા) બનાવી શકતો નથી એ તો ઇન્દ્રિયજ્ઞાનનું જ્ઞેય છે. શું કહ્યું ? ઇન્દ્રિયજ્ઞાનનું જ્ઞેય થાય અને તારું પણ એ જ્ઞેય થઈ જાય એમ છે નહીં. (જુઓ !) સેક્રેટરીસાહેબ ‘ના’ પાડે છે! Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #156 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૩૩ પ્રવચન નં. – ૧૦ ઇન્દ્રિયજ્ઞાનનું શેય રાખને! કોણ “ના” પાડે છે! ઇન્દ્રિયજ્ઞાન એને જાણે છે એ તો કહી દીધું આચાર્ય ભગવાને! ત્યારે આ બધું રાગ-દ્વેષને (ઠાઠ-માઠને) કોણ જાણે છે? ઇન્દ્રિયજ્ઞાન જાણે છે, આત્માનું જ્ઞાન આત્માને જાણવાનું છોડીને એને જાણવા જતું નથી. “આત્મા જેમ બાહ્ય પદાર્થોની અસમીપતામાં (પોતાના સ્વરૂપથી જ જાણે છે.) (શું કહે છે) આ આત્મા બાહ્ય પદાર્થની ગેરહાજરીમાં-જ્ઞયોના અભાવમાં એટલે નિમિત્તના અભાવમાં પણ ઉપાદાનથી આત્માને જાણે છે. એને નિમિત્ત કે પરયોની અપેક્ષા નથી. આહાહા! “બાહ્ય પદાર્થોની અસમીપતામાં પોતાના સ્વરૂપથી જ જાણે છે' એ તો જાણનારને જાણે છે બાહ્યપદાર્થો હો કે ન હો!! પદાર્થની ગેરહાજરીમાં પણ પ્રકાશ તો પ્રકાશ જ છે. ( ત્યાં પડેલો) ઘડો લઈ લ્યો તો અંધારું થઈ જાય? પ્રકાશનું? એમ છે નહીં (બનતું જ નથી) અને ઘડો આવતાં પ્રકાશ (અજવાળું) વધી જાય, એમ છે નહીં. કેમ કે પ્રકાશ ઘડાઆશ્રિત નથી, (એ) પ્રકાશ દીવાશ્રિત છે. તેમ જ્ઞાન આત્માશ્રિત છે. શેયા શ્રિત નથી. આહા ! જ્ઞાન પરાશ્રિત હોય જ નહીં, પરાશ્રિત રાગ હોય, પરાશ્રિત ઇન્દ્રિયજ્ઞાન હોય. પણ આત્મજ્ઞાન તો આત્માશ્રિત છે. “પોતાના સ્વરૂપથી જ જાણે છે” તેમ બાહ્ય પદાર્થની સમીપતામાં-એટલે કે જ્ઞયો ન હોય ત્યારે તો આત્મા આત્માને જાણે..પણ જ્ઞયોની હાજરી હોય-સવિકલ્પ દશા હોય-શયોને જાણનાર ઉપયોગાત્મકપણે ઇન્દ્રિયજ્ઞાન પ્રગટ થતું હોય, એવી યાકારઅવસ્થામાં આત્મા જણાય કે ન જણાય? કેઃ એ જ્ઞયાકારમાં આત્મા જણાય છે. યાકાર અવસ્થામાં પણ શેયોને જાણનારું ઇન્દ્રિયજ્ઞાન, જ્યારે જ્ઞાન થાય છે સવિકલ્પ દશામાં (સાધકને) ત્યારે પણ...ઇન્દ્રિયજ્ઞાન જ્ઞયોને જાણવા રોકાયેલું છે એ સમયે પણ ( સાધકનું) એ જ્ઞાન તો જ્ઞાયકને જાણે છે. એની ગેરહાજરી હોય કે એની હાજરી હો ! એની હાજરીની કે ગેરહાજરીની અપેક્ષા જ્ઞાનને નથી, જ્ઞાન નિરપેક્ષ છે !! કુંદકુંદ આચાર્ય ભગવાને કહ્યું હતું (સમયસાર ગાથા. ૫) કે હું એકત્વવિભક્ત આત્માની વાત કહીશ. (તં યેત્તવિહત્ત વીઠું અપ્પો સવિવે.....) મેં વ્યવસાય કર્યો છે. તો વચ્ચે-વચ્ચે કોઈકે પ્રશ્ન કર્યો કે આપ એકલા (શુદ્ધ) આત્માની વાત કરો છો અને તો પછી આમ્રવની વાત કેમ કરો છો ! કે: આસવોથી ભિન્ન છે એવો આત્મા હું કહું છું! તું સમજતો નથી ! આહાહા! કે મેં વ્યવસાય કર્યો છે, એકત્વ-વિભક્ત આત્માની વાત કહીશ. ઇન્દ્રિયજ્ઞાનથી ભિન્ન આત્મા તે અતીન્દ્રિયજ્ઞાનમયી આત્મા છે. એ પ્રતિજ્ઞા મેં આ દશ ગાથા (૩૭૩ થી ૩૮૨) સુધી જાળવી રાખી છે તેમ ચારસો પંદરે ય ગાથા સુધી હું જાળવી રાખીશ. મારો વિષય બદલવાનો નથી. આહા! મારો વિષય બદલવાનો નથી! એકત્વ એટલે ( અનંતગુણોનું એકત્વ) એક જ્ઞાયક આત્માની વાત કરવાનો છું અને એ જ્ઞાયકભાવમાં જગતના બધા પદાર્થો નાસ્તિરૂપ છે (એ વિભક્ત) એ (જગતના પદાર્થો) નાસ્તિરૂપ છે, એને જાણનારું (ઇન્દ્રિયજ્ઞાન) પણ તારું નથી. આ (ઈન્દ્રિયજ્ઞાન) મારામાં (અનુભૂતિમાં) નથી એ તો સવિકલ્પ દશામાં Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #157 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન ૧૩૪ ( ઉત્પન્ન થાય છે) આ ક્રોધનો તો મારામાં અભાવ છે, ઇ ક્રોધના અભાવને કોણ જાણે છે? ઇન્દ્રિયજ્ઞાન જાણે છે. આહા...હા! ક્રોધનો મારામાં અભાવ છે તેને ઇન્દ્રિયજ્ઞાન જાણે છે, હું તો મારા એકલા આત્માને ( જ્ઞાયકને) જાણું છું. અપૂર્વ વાત છે. ક્રોધ ભિન્ન છે એમ કોણ જાણે છે? એ....સવિકલ્પ દશામાં એને ઇન્દ્રિયજ્ઞાન જાણે છે, હું જાણતો નથી. આહાહા! (સાધકને) એકલું અંતરમુખજ્ઞાન અંતરમાં વળી ગયું છે અને આત્મામાં અભેદ થતું પ્રગટ થાય છે. (સાધકનું જ્ઞાન) અભેદ થતું વ્યય થઈ જાય છે, પર્યાયમાં ઉત્પાદવ્યય, ઉત્પાદવ્યય, ઉત્પાદવ્યય એમ અભેદ થતાં થતાં કેવળજ્ઞાન થાય છે અને ઇન્દ્રિયજ્ઞાનનો અભાવ થાય છે. આહાહા! “બાહ્ય પદાર્થની સમીપતામાં પણ ”પદાર્થોની હાજરીમાં પણ, નિર્વિકલ્પ ધ્યાનમાં તો (એકલો) આત્મા જણાય છે. એમાં (પર) પદાર્થોની હાજરી છે નહીં. એમાં ઇન્દ્રિયજ્ઞાન ઉત્પન્ન (જ) થતું નથી. એ વખતે તો આત્મા જણાય. પણ (સાધકને) સવિકલ્પદશા આવે ત્યારે (તો) બાહ્યપદાર્થોનો સદભાવ છે, અને એને જાણનારું ઇન્દ્રિયજ્ઞાન પણ છે (છતાં) એવા કાળે પણ શેયાકાર અવસ્થામાં જ્ઞાયક જણાય છે, (૫૨) જોયો જાણવામાં આવતા નથી. અંદરની વાતો છે આ બધી. ધર્મ તો ધર્મીના આશ્રયે થશે, ધર્મ કરમના આશ્રયે-કર્મીના આશ્રયે થાય નહીં!! પણ આત્મા એના સ્વરૂપથી જ જાણે છે એમ પોતાના સ્વરૂપથી જાણતાં એવા તેને (આત્માને) ' પોતાના સ્વભાવથી પોતાના સ્વરૂપને–પોતાને જાણતો એવો આત્મસ્વભાવ ! આહા ! “આત્માને વસ્તુસ્વભાવથી –વસ્તુનો સ્વભાવ જ એવો છે કે જ્યારે જ્ઞાન પોતાને જાણવારૂપે પરિણમે છે. “વસ્તુસ્વભાવથી જ વિચિત્ર પરિણતિને પામતા એવા મનોહર કે અમનોહર શબ્દાદિ બાહ્યપદાર્થો જરાય વિક્રિયા ઉત્પન્ન કરતા નથી પાંચ પ્રકારના શબ્દાદિક કહ્યા અને બે-ગુણ અને દ્રવ્ય કહ્યા, એ સાત પ્રકારના પદાર્થો છે, એ પદાર્થો હવે જ્ઞાનનું અજ્ઞાન કરી શકતા નથી. વિક્રિયા એટલે જ્ઞાનનું અજ્ઞાન થતું નથી, અને એ જ્ઞાનમાં રાગ-દ્વેષ ઉત્પન્ન થતા નથી. શું કહ્યું? કેઃ “વિચિત્ર પરિણતિને પામતા એવા મનોહર કે અમનોહર અહા! મનને ગમતા અને અણગમતા પદાર્થ ! મનોહર મનને પ્રિય લાગે! ને અમનોહર મનને અપ્રિય લાગે ! એવા જે બધા શબ્દાદિ પદાર્થો–બધાજ લઈ લીધા! પાંચ ને બે સાત (બોલ) ! તે બાહ્ય પદાર્થો-સાચા દેવ-ગુરુ-શાસ્ત્ર તેને બુદ્ધિ (મન) જાણે છે, મનોહર છે એમ (મન) જાણે છે અને કુદેવને ( અમનોહર) એમ (મન ) જાણે છે. કહે છે ભલે! મનોહર કે અમનોહર પદાર્થો, સમીપમાં હોય તો જ્ઞાનનું અજ્ઞાન થતું નથી. જ્ઞાન તો જ્ઞાનરૂપે પ્રગટે છે. પાપનાં પરિણામ હોય કે પુણ્યનાં પરિણામ હોય- અમનોહર છે તો પણ એ જ્ઞાનનું અજ્ઞાન થતું નથી. - કેમ કે તેનું (સાધકનું) એમાં લક્ષ નથી, લક્ષ જ્ઞાયક ઉપર હોવાથી, એકલો અતીન્દ્રિયજ્ઞાન અને આનંદનો ભાવ પ્રગટ થાય છે! આપ્યું. હાઅતીન્દ્રિયજ્ઞાનમાં રાગ નથી, દ્વેષ નથી, મોહ નથી, સુખદુઃખ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #158 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૩૫ પ્રવચન નં. – ૧૦ નથી, એમાંથી તો પ્રવાહ અંતરમાં આનંદને જ્ઞાનની મૂર્તિ પ્રતિમા ને એમાંથી પ્રવાહ આવે છે. અતીન્દ્રિયજ્ઞાનનો જ પ્રવાહ અંદરમાંથી આવે છે...ને એક સમયનું ક્ષણિક શુદ્ધ ઉપાદાન એને ભોગવીને નિવૃત્તિ લે છે સમયે સમયે! પણ ભગવાન આત્મા તો (ધ્રુવજ્ઞાયક) તે એને ભોગવતો નથી અને ભગવાન આત્મા ભેદને જાણતો નથી. એ ભેદને બુદ્ધિ જાણે છે તે પણ (સાધકની) સવિકલ્પદશામાં! નિર્વિકલ્પધ્યાનમાં તો કોઈ ભેદ દેખાતો જ નથી! (અભેદ! અભેદ!) આનંદ લહેંગે મગર જ્ઞાતા રહેંગે' ભોક્તા (પરનો) નહીં થઈએ અમે એમ. કેમકે ભોગવે છે. બીજો ! અરે! એને જાણે છે ઈ બીજો. આહા ક્ષણિક ઉપાદાન એને ભોગવે છે ને ક્ષણિક ઉપાદાન એને જાણે છે ! હું તો મારા આત્માને જાણું છું! કેમકે (પર્યાય ઉપર) “લક્ષ” નથી, જેનાં ઉપર “લક્ષ” હોય એને જ જાણે અને જેના ઉપર “લક્ષ” ન હોય એને જાણે જ નહીં-એ ત્રિકાળાઅબાધિત નિયમ છે. (બ્રાહ્મણને) લાડવાનું દષ્ટાંત આપ્યું હતું. ફરીને એમાં પુનરુક્તિ દોષ નથી. જેનાં ઉપર લક્ષ' હોય તે જણાય અને જેના ઉપર “લક્ષ” ન હોય તે જણાય નહી ' લક્ષ કહો કે રુચિ કહો (ધ્યેય કહો). બ્રાહ્મણને જમવાનું કહ્યું હોય તો તે બે દિવસ ભૂખ્યા રહે! છોકરાવ કહે, બાપા! જમી લ્યો ને! તોપણ જમે નહીં. તને ખબર ન પડે. રવિવારે લાડવા ખાવા છે (યજમાનને ત્યાં) લાડવા ખાવા છે. લાડવા! રવિવાર આવ્યો, ગોરબાપાના મોઢામાં લાડવો આવ્યો નથી ને ચિ બહુ છે. અમે તો નાની ઉંમરના હતા ને (ત્યારે) જોયું છે. પહેલાના કાળમાં તો આવડા મોટા-મોટા! બે લાડવા મૂકે ! હવે તો આ કાળે) લાડૂડી થઈ ગઈ ! નાનાં નાનાં! કેમ કે પેટ હવે હજમ ન કરે ! (ગોરબાપાની થાળીમાં) મોટા-મોટા બે લાડવા મૂકયા. આહા ! આવડા, આવડા ! સાથે ઊંધિયું, કચોરી, ભજીયા પત્તરવેલિયાને (ચટણી ને રાયતું ને શાકને ) ઘણું હતું, આખો થાળ ભર્યો છે. એણે તો સીધો લાડવા ઉપર હાથ મૂક્યો! બે લાડવા તો ચટણી કરી દીધા, ગોરબાપા કહે લાડુ લાવો..લાડવા! ગોરબાપા લાડવા લાવું છું પણ આ બધું (ઊંધિયું છે) સુરતની પાપડી મંગાવી હતી ને મસાલા ભરીને ભરેલા ભજીયા બનાવ્યા છે અને કચોરીમાં કાજુ ( કિસમિસ) મૂકયા છે...વાત તો તારી સાચી છે ભાઈ ! પણ. ખાવા ન હોય તો કાંઈ નહીં પણ નજર તો (એનાં ઉપર) ફેરવો (ગોરબાપાએ) આમ નજર ફેરવી, નજર ફેરવીને આમ આમ (ડોકું ઘુણાવીને ના, ના કર્યું! ઈ....(કંઈ ) મને દેખાતું નથી ! અરે! અમને દેખાય છે ને તમને દેખાતું નથી ! અમારું લક્ષ” લાડવા ઉપર છે એટલે લાડવા દેખાય છે. બીજું મને દેખાતું નથી! અમારું લક્ષ' લાડવા ઉપર છે એટલે લાડવા દેખાય છે, જેના ઉપર અમારી રુચિ નથી ત્યાં અમારું “લક્ષ” નથી. તે હોવા છતાં દેખાતું નથી! એ દાખલો આપ્યો. (જુઓ!) એ...એમાં શોભનાબેનના એક બહેન છે, તેનો છોકરો પાંચ વરસનો (સમકિત) એ જમવા બેઠો હતો એમાં એની મમ્મીએ પૂછયું આ તને શું દેખાય છે? લાડવો દેખાય છે. સેવ નથી Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #159 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન ૧૩૬ દેખાતી? મને નથી દેખાતી, પાંચ-છ વરસના છોકરાંએ ‘આ’ જવાબ આપ્યો, એ વાત આવી. આહા...હા ! એ...વાત એવી છે કે જો સત્ નો કહેનારો નીકળે ને તો સને પકડનારા નીકળે ! નીકળે ! ને નીકળે ! છ વરસના બાળકે વાત પકડી લીધી. મને લાડવો જણાય છે મમ્મી! અરે મને સેવ પણ જણાય છે ને તને સેવ જણાતી નથી? તને ભલે સેવ જણાતી હોય, મને સેવ જણાતી નથી, એવી ચર્ચા કરી છ વરસના છોકરાએ એની મમ્મી સાથે ! આહા...હા ! જામનગરમાં હોં? અરે! જેનાં ઉપર “લક્ષ” છે-જ્ઞાનીને જ્ઞાયક ઉપર “લક્ષ' છે. લડાઈમાં ઊભા છે ચક્રવર્તી તો પણ એને “જ્ઞાયક’ સિવાય કાંઈ દેખાતું નથી. (મનને પ્રશ્ન ઊઠ) ત્યારે આ બધાને જાણનારો? એ પરને જાણનારું ઈન્દ્રિયજ્ઞાન જુદું ને સ્વને જાણનારું અતીન્દ્રિયજ્ઞાન જુદું છે. સમય એક! પર્યાય એક! ભાગ બે છે. (બે જ્ઞાનોનું સૂક્ષ્મ ભેદજ્ઞાન!) ગઈ કાલે ઝૂંબકભાઈએ પ્રશ્ન કર્યો હતો. અગાઉના કાળમાં સીત્તેર વર્ષ હેલાંની વાત કરે છે. ત્યાં સર્પ લઈને આવે (મદારી) બે મોઢાવાળા સર્ષ! એને મોઢા બે હોય ! એમ જ્ઞાન (પર્યાય ) એક ! સમય એક અને એનાં બે મુખ! થઈ જાય છે. થોડું બહિર્મુખ ને થોડું અંતરમુખ ! આહા...હા! સર્વથા અંતર્મુખ રહે તો કેવળજ્ઞાન થઈ જાય, અને સર્વથા બહિર્મુખ હોય તો ઉપયોગનો નાશ થઈ જાય, તો આત્મા રહેતો નથી. આહા..હા! એવી વાતો છે! (અલૌકિક !) પોતાના સ્વરૂપથી જ જાણતા એવા તેને' (આત્માને) વસ્તુસ્વભાવથીજ વિચિત્ર પરિણતિને પામતા એવા '...(મનોહર કે અમનોહર શબ્દાદિ બાહ્ય પદાર્થો જરાય વિક્રિયા ઉત્પન્ન કરતા નથી) એ જ્ઞાનનું કોઈ અજ્ઞાન કરી શકતા નથી. (સમયસારમાં) શંખનો દાખલો આવે છે કે ધોળો શંખ છે ધોળો, ઈ કાળા પદાર્થ ખાય-“શંખ' નામનું એક તિર્યંચ (સમુદ્રનું) જનાવર છે, એનું શરીર ધોળું અને અને એ પદાર્થ ખાય કાળો (કાદવ આદિ) તો પણ એ ધોળાભાવને એ કાળો ભાવ કરી શકતો નથી. અને એ જ શંખ પોતે સ્વયમેવ ધોળા ભાવનો અભાવ કરીને કાળા (આદિ) રૂપે પરિણમી જાય છે, એમાં પરપદાર્થ અકિંચિત્કર છે. તેમ પર પદાર્થો મનોહર હોય કે અમનોહર હોય, એ જ્ઞાનનું બિલકુલ અજ્ઞાન કરી શકતા નથી. સાચા દેવ-ગુરુ-શાસ્ત્ર હોય તોપણ જ્ઞાનની (પ્રગટતા) વૃદ્ધિ એનાથી થતી નથી. આત્માથી (આત્મ) જ્ઞાન પ્રગટ થાય છે, આત્માશ્રિત વધે છે ને આત્માશ્રિત પૂર્ણાનંદની પ્રાપ્તિ થાય છે. આદિ-મધ્ય-અંતમાં જ્ઞાનીઓને આત્માનું અવલંબન છે. અહા! અજ્ઞાનીને પરનું અવલંબન છે. અજ્ઞાન કેમ ? કે ઇન્દ્રિયજ્ઞાન ઈઝ ઈકવલ ટૂ (બરાબર) અજ્ઞાન! અ..જ્ઞાન! એ જ્ઞાન આત્માને જાણતું નથી. માટે તેને અજ્ઞાન કહેવામાં આવે છે. સાધકને સમ્યજ્ઞાન હોવા છતાં એ અજ્ઞાન નથી. સાધકનું જ્ઞાન બધું સમ્યફ થઈ ગયું છે, હવે મિથ્યાજ્ઞાન તો નથી છતાં તે માનસિકજ્ઞાન સમ્યક હોવા છતાં આત્મિક જ્ઞાન નથી, ઈ પરલક્ષવાળું (પરસત્તાવલંબી) જ્ઞાન છે. આહા...! મનોહર કે અમનોહર શબ્દાદિ બાહ્યપદાર્થો જરાય વિક્રિયા ઉત્પન્ન કરી શકતા નથી. લ્યો, આ ગાથા પૂરી થઈ. હવે ટોટલ મારે છે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #160 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૩૭ પ્રવચન નં. - ૧૦ આ રીતે આત્મા દીવાની જેમ દીવાનું દષ્ટાંત આપ્યું છે. “પર પ્રત્યે સદાય ઉદાસીન છે” આત્મા પરનું બિલકુલ “લક્ષ” કરતો નથી. અને જે પરનું “લક્ષ” કરે છે તે અનાત્મા છે, અજ્ઞાની છે. આહા! ભલે થોડો ટાઈમ ઇન્દ્રિયજ્ઞાન પરનું લક્ષ કરે. પણ હું પરનું “લક્ષ' કરું એવો મારો સ્વભાવ નથી. ઇન્દ્રિયજ્ઞાનથી અતીન્દ્રિયજ્ઞાનમયી આત્મા ભિન્ન છે, તેનું લક્ષ કરતાં જે “ઉપયોગ લક્ષણ છે તે શુદ્ધ ઉપયોગ અતીન્દ્રિયજ્ઞાન (મય) થઈને તે પરિણામે પરિણમી જાય છે અંદર અભેદ થાય છે (અર્થાત્ સામાન્ય જેવું વિશેષ પરિણમે છે) ત્યારે લક્ષ-લક્ષ્યનો ભેદ રહેતો નથી, આમ પરથી સદાય ઉદાસીન છે- મધ્યસ્થ છે, તટસ્થ છે અર્થાત્ (કોઈપણ) સંબંધ વગરનો છે. આ આત્માને પરની સાથે કોઈ સંબંધ નથી. “નાસ્તિ સર્વોડપિ સમ્બન્ધઃ' (સ, સાર કળશ ૨00) “પદ્રવ્યાત્મતત્ત્વયોઃ” આ ભગવાન આત્મા છે એને પરપદાર્થની સાથે “કર્તાકર્મ સંબંધ' નથી, “નિમિત્ત નૈમિતિક સંબંધ' નથી, પર નિમિત્ત થાય અને અહીં નૈમિત્તિક થાય એમ નહીં ને અહીં નિમિત્ત થાય ને પરપદાર્થની પર્યાય નૈમિત્તિક થાય એમ છે નહીં અને આત્માને “જ્ઞાન-શયસંબંધ” પણ નથી. આહા...હા ! પંચપરમેષ્ઠિ જણાતા નથી! આ ઉપકારી ગુરુ પણ જણાતા નથી! એને જાણનારું તને જ્ઞાન તો આપ્યું (બતાવ્યું). ઈન્દ્રિયજ્ઞાન અને જાણે છે. હું મારા સ્વભાવને છોડીને એને જાણવા જતો નથી. દશ ગાથા બહું ઊંચી છે! (શ્રોતા.) બહુ ઊંચી છે! હૈ! (ઉત્તર) બહુ ઊંચી છે. મેં કહ્યું: સને કહેનારા હોય ને તો એને પકડનારા કો” ક વિરલા હોય, જ્ઞાની ની વાણી વાંઝણી ન જાય! એક કરતાં વધારે હોય, એક જ ન હોય! ! ઇન્દ્રિયજ્ઞાનમાં જ્ઞાનની ભ્રાંતિ થઈ છે. ઈ પુસ્તક બહુ ઊંચું છે એનું નામ ઇન્દ્રિયજ્ઞાન....જ્ઞાન નથી” એટલે ઇન્દ્રિયજ્ઞાન એટલે અજ્ઞાન, ઈ જ્ઞાન નથી. પણ તે નામ નિક્ષેપે છે! જેમ “મહાવીર' છોકરાનું નામ હોય અને બિલાડી નીકળે તો ભાગી જાય... અલ્યા! પણ તારું નામ “મહાવીર' છેને! ને ભાગી જાય છે? તે તો નામમાત્ર છે, પણ મારામાં “મહાવીર' ના ગુણ નથી. નામ રાખ્યું હોય એટલે મહાવીર થઈ જાય? એમ ઇન્દ્રિય...જ્ઞાન કહ્યું એટલે “જ્ઞાન” થઈ ગયું? ( શ્રોતા ) ન થઈ ગયું ! એમ ઘણાંના નામ આવે છે, તીર્થંકરના નામ હોય ને તેવા નામ (પાડ્યા) હોય! સમજી ગયા? અમારા દીકરાના દીકરાનું નામ એના ફૈબાએ પાડયું સમકિત ! પછી આપણે એને સમકિત કહીને બોલાવીએ ત્યારે જ આવે ને! એનું નામ સમકિત! તો શું સમકિત થઈ ગયું એને ? આ રજનીના દીકરાનું નામ સમકિત છે ! સમકિત કહે..તો તરત આવે! એમ...ઇન્દ્રિયજ્ઞાનમાં, જ્ઞાન શબ્દ (સાથે) આવે છે તો એ શું જ્ઞાન થઈ જાય છે? (શ્રોતા ) ન થઈ જાય. (ઉત્તર) સર્વથા ન થાય! ભ્રમણા થાય! શાસ્ત્ર જ્ઞાન તે (આત્મ) જ્ઞાન નથી સાંભળ! શાસ્ત્રથી જો જ્ઞાન ઉત્પન્ન ન થાય તો ફેકટરીથી તો કયાંથી થાય? Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #161 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન ૧૩૮ જડભાવે જડ પરિણમે, ચેતન ચેતન ભાવ; પલટે નહીં છોડી આપ સ્વભાવ!' અહા ! “તે સદાય ઉદાસીન છે'–દીવો છે તેને કોઈ વિક્રિયા કરતું નથી. દીવાના પ્રકાશમાં કોઈ ઝેરી પદાર્થ હોય, કોઈ બીજા ખાટા-મીઠા પદાર્થ હોય તો એનાથી પ્રકાશની પર્યાયમાં કોઈ ફેરફાર થતો નથી. એમ જ્ઞાનની પર્યાયમાં ગમે તેટલા (ગમે તેવા) પદાર્થ પ્રતિભાસે, પણ તેને જાણતો નથી. એ એનો પ્રતિભાસ પરપદાર્થનો. જ્ઞાનનું અજ્ઞાન અર્થાત વિક્રિયા ઉત્પન્ન કરતો નથી. અત્યારે આપણા ભાવિ તીર્થકર થવાના છે શ્રેણિક મહારાજા, તે પહેલી નરકમાં છે, ચોરાશી હજાર વર્ષનું આયુષ્ય છે તો ત્યાં (નરકક્ષેત્રે) બાહ્ય પદાર્થ ઘણા અમનોહર છે, તો શું એનું જ્ઞાન વિક્રિયાને પામે ? જ્ઞાનનું અજ્ઞાન થઈ જાય? ક્ષાયિક સમ્યગ્દષ્ટિ છે કોઈ દિ'ના થાય! ત્યાંથી નીકળીને ત્રણલોકના નાથ થવાના છે. છ મહિના પહેલાં તો રતનની વર્ષા થશે અને પછી નવ મહિના ગર્ભમાં આવશે અને માતાને સોળ સ્વપ્ના આવશે અને એ સ્વપ્નાનું ફળ પૂછશે માતા (તીર્થકરના) પિતાને, ત્યારે કહેશે તારો પુત્ર (તીર્થકર થવાનો છે) એ બધું અહીં (પંચકલ્યાણક સમયે) આવ્યું હતું, જોયું તું! એ (તીર્થકરનો) જન્મકલ્યાણક કરવા દેવો પણ આવે અને ઇન્દ્રો પણ આવે, તો કહે છે કે એને જાણનારું જ્ઞાન આત્માનું જ્ઞાન નથી. એ તીર્થકર સાક્ષાત બિરાજમાન હોય એને જાણનારું જ્ઞાન આત્માનું જ્ઞાન નથી. એ ઇન્દ્રિયજ્ઞાન છે આહા...હા...હા! એના પ્રત્યે જ્ઞાની ઉદાસ છે! તટસ્થ છે! મધ્યસ્થ છે! એ...તીર્થકર સાક્ષાત્ જોય થઈ જાય ને અહીં જ્ઞાન થાય ને આ જ્ઞાનનું એ શેય થઈ જાય, ત્રણકાળે બનતું નથી. આ (સ્વ) શેય છૂટે નહીં અને ઓલું (પર) શેય થાય નહીં. ઇન્દ્રિયજ્ઞાન એને જાણ્યા વગર રહે નહીં, જાણે...તો...જાણે ! એનો સ્વભાવ છે (પરને) જાણવાનો તો જાણો! હું સાક્ષાત્ તીર્થંકર પરમાત્માને જાણે એવો હું નથી. બધા આત્માની વાત ચાલે છે હોં? એ તો સ્વાંગ છે, તીર્થકર પ્રકૃતિ તો સ્વાંગ છે. ઈ કાંઈ આત્માનો સ્વભાવ નથી. તીર્થંકર પ્રકૃતિ એક પ્રકાર છે ભજી જાય છે! બધાથી ઉદાસીન છે ( જ્ઞાની ધર્માત્મા!) અહીં કોઈને એમ લાગે કે આ તીર્થકર ભગવાનનો અવિનય? અરે ! પ્રભુ એ તે આત્માને જાણવું છોડયું ને એ મોટો અવિનય છે. હવે આત્માને જાણવું એના જેવો કોઈ વિનય નથી ! આત્માને જાણ્યા વિના ચારગતિમાં (જીવો) રખડે છે. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુ:ખ અનંત' (–શ્રીમદ્રાજચંદ્ર) કર્મોના ઉદયથી દુ:ખી થયો નથી, પોતાના સ્વરૂપને જાણવાનું ભૂલી ગયો, પરને પોતાનું માન્યું આહા...હા! “જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત ભૂતકાળમાં અનંતાનંત કાળથી રખડે છે, દુઃખને ભોગવે છે. પર્યાયમાં! (આત્મ) દ્રવ્ય તો દુ:ખને ભોગવતું નથી, ભોગવે છે ત્યારે દ્રવ્ય તો ભોગવતું નથી એમ વિચારમાં લઈ લેવું, ભાષા ન આવે તો કાંઈ નહીં (ભાવ પકડી લેવો) ભેદજ્ઞાન ચાલુ થઈ જાય છે કે આ નારકીના જીવો બહુ દુઃખ ભોગવે છે એમ આવેને જ્યારે જ્ઞાનીની વાણીમાં ત્યારે વિચારવું કે પ્રભુ! એ એક સમયની Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #162 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૩૯ પ્રવચન નં. – ૧૦ અવસ્થા દુઃખને ભોગવે છે, પણ આત્મા (દ્રવ્ય-સ્વભાવ) દુઃખને ભોગવતો નથી, વ્યવહારનયનું કથન છે. દુઃખને ભોગવતો નથી “નથી ભોક્તા' (અવેદક છે ) એ નિશ્ચયનયનું કથન છે. આત્મા અભોક્તા છે. આવું ભેદજ્ઞાન વારંવાર (નિરંતર) કરવું! વ્યવહાર નયના કથનના કાળમાં પણ એમાંથી નિશ્ચય કાઢવો, તો એકતા (બુદ્ધિ ) નહીં થાય! દુઃખની સાથે! તો દુઃખ પ્રત્યે તેને સમતા રહેશે, દુઃખ વખતે એને સમતા રહેશે! દુઃખ પર્યાયમાં છે મારા સ્વરૂપમાં નથી. હું તો સુખનો સાગર છું, ઠસોઠસ સુખ ભર્યું છે હું સુખમય છું, દુઃખમય નથી. આહા...હા! “અર્થાત્ સંબંધ વિનાનો તટસ્થ છે.' ઉદાસીનનો અર્થ કર્યો...કાંઈ સંબંધ નથી, આત્માને પરની સાથે કાંઈ સંબંધ નથી. આહા! (મોહ છેતરે) પરસ્પર સંબંધ છે કે નથી? આ સમાજની હારે કોઈ સંબંધ છે કે નહીં ? તારો સમાજ (ગુણોનો ભંડાર) અહીં અંદરમાં છે. ઓલો સમાજ ક્યાં તારો છે? ક્યાં વયો ગયો તું? પ્રમાણની બહાર!! એવી વસ્તુ સ્થિતિ છે તો પણ જે રાગ-દ્વેષ થાય છે તે અજ્ઞાન છે, રાગ-દ્વેષ પર્યાયમાં થાય છે તે અજ્ઞાન છે. અજ્ઞાન એટલે શું? કે જાણે છે પોતાને સમયે સમયે અને માને છે કે હું પરને જાણું છું એનું નામ અજ્ઞાન છે. અજ્ઞાન છે માટે રાગ-દ્વેષ થયા વિના રહેતા નથી. અજ્ઞાનમાં રાગ-દ્વેષ જન્મે છે. આત્મામાંથી રાગદ્વેષનો જન્મ થતો નથી, અને કર્મમાંથી પણ (રાગદ્વેષ) આવતા નથી. એક સમયનું અજ્ઞાન-ભેદજ્ઞાનનો અભાવ...આહા! ભેદજ્ઞાનનો અભાવ (ઈન્દ્રિયજ્ઞાન ને અતીન્દ્રિયજ્ઞાન) બે વચ્ચેનું (અભેદજ્ઞાન) એકતા બુદ્ધિ તેનું નામ અજ્ઞાન છે. અને અજ્ઞાનમાંથી રાગ-દ્વેષની ઉત્પત્તિ થાય છે. રાગ-દ્વેષની ખાણ કઈ છે? “અજ્ઞાન” એ...જડકર્મમાંથી પણ રાગદ્વેષ આવતા નથી (આત્મામાંથી પણ આવતા નથી) એનો રાગ (દ્વષ) નિમિત્તમાં છે? રાગ નિમિત્ત છે એ નિમિત્તમાં રહી ગયો કર્મમાં-જડમાં અને જે રાગની ઉત્પત્તિ (ભાવકર્મરૂપ રાગની ઉત્પત્તિ) થઈ છે, તે અજ્ઞાનથી થઈ છે, એનું ઉત્પાદક અજ્ઞાન છે. આત્મા એનો ઉત્પાદક નથી ને કર્મથી પણ રાગ થતો નથી. ક્ષણિક ઉપાદાન, તસમયની યોગ્યતા (પર્યાયના) પદ્ધારકથી એના અકાળે “થવા યોગ્ય થાય છે” એમ જાણીને આત્માને જાણીને “થવા યોગ્ય થાય છે” હું કરતો નથી એમ જાણીને (નિજ) આત્માને જાણ ! એમ જાણીને આત્માને જાણે, જાણે ને જાણે !! હું નવતત્ત્વને કરું છું (નવ તત્ત્વને જાણું છું ). એ તો સ્વભાવથી ભ્રષ્ટ થઈ ગયો, તોપણ રાગ થાય છે તે અજ્ઞાનથી થાય છે. ભાવાર્થ – શબ્દાદિક જડ પુદ્ગલદ્રવ્યના ગુણો છે. તેઓ આત્માને કાંઈ કહેતા નથી, કે તું અમને ગ્રહણ કર (અર્થાત્ તું અમને જાણ ); અને આત્મા પણ પોતાના સ્થાનેથી ટ્યુત થઈને ગ્રહવા એટલે જાણવા જતો નથી. તેમના પ્રત્યે જતો નથી. જેમ શબ્દાદિક સમીપ ન હોય ત્યારે આત્મા પોતાના Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #163 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન ૧૪) સ્વરૂપથી જ જાણે છે-પોતાના સ્વરૂપથી જ જાણે એવો છે, એવું લઈ લેવું. જેમ શબ્દાદિક સમીપ ન હોય ત્યારે પણ આત્મા પોતાના સ્વરૂપથી જ પોતાને જાણે છે એમ લઈ લેવું! ગાથા પ્રમાણે, ગાથામાં કહ્યું છે, ગાથા પ્રમાણે અર્થ કરીએ છીએ, ઘરની વાત નથી. “આમ પોતાના સ્વરૂપથી જ જાણતા એવા આત્માને '–પરને જાણતો, એવો આત્મા કય i છે? એવો આત્મા જ નથી પછી “પરને જાણે ” એવો કોઈ આત્મા જ નથી, તો પછી પરને જાણે કયાંથી ? ( ન જાણે !) અત્યારે નિગોદમાં પણ પરને જાણે તે અનાત્મા છે, ઇન્દ્રિયજ્ઞાન જાણે છે. ઇન્દ્રિયજ્ઞાન અનાત્મા છે. એનાથી તો (આત્મા) સર્વથા ભિન્ન છે. આમ પોતાના સ્વરૂપથી જ જાણતા એવા આત્માને-પોતાને જાણતા એવા આત્માને પોતપોતાના સ્વભાવથી જ પરિણમતાં શબ્દાદિક કિંચિત્માત્ર પણ વિકાર કરતા નથી”—એમાં અહંબુદ્ધિ થતી નથી. “જેમ પોતાના સ્વરૂપથી જ પ્રકાશતા એવા દીવાને ઘટપટાદિ પદાર્થો વિકાર કરતા નથી તેમ” આવો વસ્તુસ્વભાવ છે તોપણ જીવ શબ્દને સાંભળી, રૂપને દેખી, ગંઘને સૂધી, રસને આસ્વાદી, સ્પર્શને સ્પર્શી, ગુણ-દ્રવ્યને જાણી, બધું લઈ લીધું! તેમને સારાનરસાં માની તેમને જાણી, ગુણ દ્રવ્યને જાણી.જાણે તો ઇન્દ્રિયજ્ઞાન એને જાણે તો એને રાગ-દ્વેષ થાય, પણ ઇન્દ્રિયજ્ઞાન એને જાણવાનું બંધ કરીને, આત્માને જાણે તો કોઈને રાગ-દ્વેષ ન થાય. એમાં આવ્યું છે “ગુણ-દ્રવ્યને જાણીને'—પરને જાણીને “તેમને સારાં-નરસાં માની રાગ-દ્વેષ કરે છે તે અજ્ઞાન જ છે”—એ તો અજ્ઞાન છે. રાગ-દ્વેષની ઉત્પત્તિ કેમ થઈ? કે ઇન્દ્રિયજ્ઞાન એને જાણે તો..ઠીક-અઠીકની કલ્પના કરે છે (પરપદાર્થમાં) પણ જ્ઞાન આત્માને જાણે તો..અજ્ઞાન ઉત્પન્ન ન થાય, તો ઇષ્ટઅનિષ્ટ અંદરમાં કાંઈ નથી. તો..પરમાત્માને જાણતાં વીતરાગભાવ થાય તો એને રાગદ્રષ-મોહ ઉત્પન્ન થતા નથી. ભગવાન આત્મા એની પર્યાય જે દ્રવ્યની વર્તમાન વર્તે છે, એ પર સન્મુખ જાણવામાં રોકાણી છે. છોડી દે!! આહાહા ! એ જ્ઞાનની પર્યાયમાં સ્વજોયને લાવ. આહાહા ! ત્યારે જે આત્મા જેવડો છે પૂરો તેવો એને જ્ઞાનમાં શેયપણે જણાય..! એ જ્ઞાનને સમ્યજ્ઞાન કહીએ. એ જ્ઞાનને સમ્યગ્દર્શન કહીએ. અને જ્ઞાનમાં ઠરવું એ ચારિત્ર કહીએ. (પૂ. ગુરુદેવશ્રી ધ્યેય પૂર્વક શેય-પેજ નં. ૨૧૯) Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #164 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી શુદ્ધાત્મને નમઃ શ્રી સમયસારાય નમઃ શ્રી સમયસાર ગાથા ૩૭૩-૩૮૨ તા. ૫-૧૧-૧૯૯૧ રાજકોટ પ્રવચન નં.-૧૧ આ, શ્રી સમયસારજી પરમાગમ શાસ્ત્ર છે. તેનો “સર્વવિશુદ્ધ-જ્ઞાનઅધિકાર” છેલ્લો અધિકાર છે. (સ. સાર ગ્રંથની) ચારસો પંદર ગાથાએ તો પૂર્ણાહુતિ થાય છે, તો એની પહેલા આચાર્ય ભગવાનને કરુણા (નો વિકલ્પ) આવ્યો કેઃ મૂળ વાત કહી દઉં (અધ્યાત્મનું રહસ્ય!) જેટલી જેની રુચિ ને ઉઘાડ હશે અને જેટલું “સમજાય એટલું સમજ” પણ મારો તો કહેવાનો ભાવ ( વિકલ્પ) આવ્યો છે! એમ એમને (જગતપ્રત્યે ) કરુણા આવી છે, આ દશ ગાથા (સમયસારની) મૂળ આત્મદર્શનનો સાર છે! આત્મદર્શન કહો કે જૈન દર્શન કહો, એમ જ વાત છે. એનું મથાળું (શીર્ષક) પાનુ પર૫ ઉપર છે. (જુઓ!) દશ ગાથાનું ઉપરનું મથાળું ! સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને શબ્દાદિરૂપે પરિણમતાં પુગલો આત્માને કાંઈ કહેતા નથી કે “તું અમને જાણ” અને આત્મા પણ પોતાના સ્થાનથી છૂટીને તેમને જાણવા જતો નથી. બન્ને તદ્દન સ્વતંત્રપણે પોતપોતાના સ્વભાવથી જ પરિણમે છે. આમ આત્મા પર પ્રત્યે ઉદાસીન (-સંબંધ વિનાનો, તટસ્થ) છે, તોપણ અજ્ઞાની જીવ સ્પર્ધાદિકને સારાં-નરસાં માનીને રાગીણી થાય છે તે તેનું અજ્ઞાન છે-આવા અર્થની ગાથાઓ હવે કહે છે:- સ્પર્શ, રસ, ગંધ વર્ણ અને શબ્દાદિરૂપે પરિણમતા પુદ્ગલો, એ રૂપી છે પુદ્ગલો, અને એનામાં મુખ્ય ચાર ગુણ છે અને ઉપચારથી શબ્દ પણ એનો ગુણપર્યાય કહેવામાં આવે છે. એ પુદ્ગલો આત્માને કાંઈ કહેતા નથી કે આ જગતના જે પરમાણું-પુદ્ગલ છે. સ્પર્શ, રસ, ગંધ, વર્ણને શબ્દતે.... આત્માને કોઈ પણ આત્માને કદી પણ કોઈપણ આત્માને અને કદી પણ, એ પુદ્ગલો એમ કહેતા નથી કેઃ “તું મને જાણ ” આહા ! પુદ્ગલો એમ કહેતાં નથી કે તું મારી સામે જો ! તું મને જાણ ! એમ અત્યાર સુધી કોઈ પુદગલે, કોઈપણ જીવને કહ્યું નથી. અને અનંત કાળ જશે તોપણ પુદ્ગલદ્રવ્યો એમ કહેવાના નથી કેઃ “તું મને જાણ –આ સામી સાઈડથી વાત કરી, હવે આ સાઈડથી આચાર્ય ભગવાન વાત કરે છે (સામી સાઈડથી) ઓલા (પુદ્ગલો) એમ કહેતા નથી કેઃ “તું મને જાણ” (આ સાઈડથી) “અને આત્મા પણ પોતાને જાણવાનું છોડીને તેમને જાણવા જતો નથી' ઓલા પુદ્ગલો એમ કહેતા નથી કે તું મને જાણ અને આત્મા પણ/બધાના આત્માની વાત છે, જ્ઞાની-અજ્ઞાનીની વાત નથી. આ પુદ્ગલનો સ્વભાવ અને જીવનો સ્વભાવ શું છે, તેની વાત ચાલે છે. એમ કહેતા નથી પુદ્ગલો Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #165 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૪૨ જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન કે તું મને સાંભળ, તું મને જો, તું મને સૂંઘ, તું મને ચાખ! ટાઢી-ઊની અવસ્થા છે (તો) આ ટાઢી છે કે આ ઊની છે એમ તું જાણ-એમ (કોઈપણ) પુદ્ગલો કહેતા નથી, અને આત્મા પણ પોતાના સ્થાનથી છૂટીને એટલે પોતાનું જાણવાનું છોડીને, અત્યાર સુધી... અનંતકાળ ગયો અને અનંતકાળ રહેશે જીવ, જીવ તો શાશ્વત છે ને! બધા આત્મા, કોઈ પણ આત્મા લ્યો, (બધા અનાદિ-અનંત છે) જે આત્માનું જ્ઞાન આત્માને જાણવાનું છોડીને એને જાણવા જતો નથી. એટલે કે એને જાણતો નથી! એટલે કે પરને જાણવું એ આત્માના જ્ઞાનનો સ્વભાવ નથી એટલે કે આત્માનો સ્વભાવ નથી. અહા ! ઓલા (-પુદ્ગલો) એમ કહેતા નથી કેઃ “તું મને જાણ” અને આત્મા પોતાને જાણવાનું છોડીને, કોઈ પણ પર પદાર્થને જાણવા જતો નથી. કેમકે આ જગતનાં કોઈ પદાર્થ એના (આત્માના) જ્ઞાનનું જ્ઞય નથી. આત્માના જ્ઞાનનું ઝેય તો પોતાના શાયક આત્મા જ છે, તેથી આત્માનું જ્ઞાન સમયેસમયે આત્માને જાણે છે, પણ આત્માને જાણવાનું છોડીને પરપદાર્થને જાણવા જતો નથીઅશક્ય છે. જો... આ આત્મા પોતાને જાણવાનું છોડી અને પરને જાણવા જાય તો....એક તો જ્ઞાન અહીંથી છૂટું પડે....તો જ્ઞાન જડ થઈ જાય (અને) આત્મા ચેતન રહેતો નથી ! આહા! અત્યાર સુધી સવારના દિવસ ઊગે છે ત્યારે મકાનો સૂર્યના પ્રકાશને એમ કહેતા નથી કેઃ “તું મને પ્રકાશ અને સૂર્યનો પ્રકાશ સૂર્યને પ્રકાશવાનું છોડીને મકાનોને પ્રકાશવા જતો નથી. અત્યાર સુધી..(એકેય) બનાવ બન્યો નથી અને કોઈ કાળે એ બનાવ બનવાનો નથી. જેને એમ થાય છે કે સવારે સૂર્ય ઊગે ત્યારે મકાનો દેખાય એને સૂર્ય દેખાતો નથી” સૂર્યના પ્રકાશનો સ્વભાવ જ મકાનોને-પારને, પ્રકાશવાનો નથી. અને પોતાનો પ્રકાશક હોવાથી, પોતાને પ્રકાશવાનું કદી પણ છોડતો નથી. જો સૂર્યનો પ્રકાશ સૂર્યને પ્રકાશવાનું છોડી અને પરને પ્રકાશવા જાય તો...સૂર્યમાં અંધારું થઈ જાય! સૂર્ય અને સૂર્યનો પ્રકાશ કાંઈ રહેતું નથી. આહા...! એમ આચાર્ય ભગવાન કરણા કરીને. પંચમ આરાના સંતો ! પંચમ આરાના શિષ્યોને કહે છે. (ભાઈ, બાપુ!) તારા મૂળસ્વભાવની તને ખબર નથી, તારા સ્વભાવની અમને ખબર છે. અત્યારે તારી પાસે એક એવું જ્ઞાન પ્રગટ થાય છે કે જે જ્ઞાનમાં તારો આત્મા જણાય છે અને પરપદાર્થ એમાં જણાતા જ નથી, એવું તારું જ્ઞાન વર્તમાનમાં પ્રગટ થાય છે! સૂર્યનો પ્રકાશ સૂર્યને જ પ્રસિદ્ધ કરે છે અને મકાનોને પ્રસિદ્ધ કરવા જતો નથી. એમ આત્માનું જ્ઞાન આત્માને જાણવાનું છોડીને એક સમયે માત્ર એ પરને જાણવા જતું નથીપરનું લક્ષ કરે એ આત્માનો સ્વભાવ નથી. અહીંયા “લક્ષ” ની મુખ્યતા છે! પ્રતિભાસની વાત ગૌણ છે. અહાહા ! પાંચ ઇન્દ્રિયોના વિષયો એમ કહેતા નથી કે “તું મને જાણ” અને આત્મા પણ પોતાને જાણવાનું ગેડીને (પરને ગ્રહવા જતો નથી ) જાણનારને જાણ્યા જ કરે છે જ્ઞાન! જાણનારને જ્ઞાન જાણે છે માટે જ્ઞાન (ઉપયોગ) લક્ષણ કહેવાય છે. જો જ્ઞાન, જાણનારને જાણતું ન હોય તો...એ જ્ઞાનને આત્માનું લક્ષણ કહી શકાતું નથી. માટે Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #166 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૪૩ પ્રવચન નં. - ૧૧ સમયે સમયે આત્માનું જ્ઞાન આત્માને જાણવાનું છોડી અને પર પદાર્થોને જાણવા જતો નથી. અહા ! પર પદાર્થો કહેતા નથી કે તું અમને જાણ અને આત્મા પણ જાણનારને જાણ્યા સિવાય એને (જાણવાનું) છોડીને પરને જાણવા જતો નથી. એવો (આત્મા) પરની સાથે (જેને) આત્માને એવા જ્ઞાતા-શેયના સંબંધનો ત્રણેકાળ અભાવ છે અને (એવા) આત્માને જ્ઞાતા-શેયનો સંબંધ પોતાની સાથે ત્રણેકાળ સદ્ભાવ છે. આત્માનું જ્ઞાન આત્માને જાણે અને પરને ન જાણે, એવો આત્માના જ્ઞાનનો મૂળ સ્વભાવ છે. આ મૂળ સ્વભાવની વાત ચાલે છે. આહા...હા ! પાંદડા તો તોડ્યાં અનંત વાર ! હવે આચાર્ય ભગવાન કણા કરીને આ મૂળની વાત સમજાવે છે. આમ...જો જરા 'ક શાંતિથી વાંચે તો આમ ગુજરાતીમાં લખેલું છે. એક લીટી (અરે!) અર્ધી લીટી વાંચીને એનો વિચાર કરે. ચોખ્ખું દેખાય છે આમાં તો!! પણ આમ વાંચી જાય તો ખ્યાલમાં ન આવે! આહાહા ! (પરપદાર્થો) આત્માને કાંઈ કહેતા નથી કેઃ “તું અમને જાણ' અને આત્મા “પણ” એમ. (જુઓ !) “પણ” લગાડયું! (આત્મા પણ) પોતાના સ્થાનથી છૂટીનેપોતાને જાણવાનું છોડીને સૂર્યનો પ્રકાશ સૂર્યને જાણવાનું પ્રકાશવાનું છોડીને એ મકાન આદિને પ્રકાશતો નથી. જેને સવારે મકાન દેખાય છે તેને સૂર્ય દેખાતો નથી. અને (જેને) સૂર્ય દેખાય છે તેને મકાન તો દેખાતા નથી પણ સૂર્યને પ્રકાશનારો પ્રકાશનો ભેદ પણ દેખાતો નથી. એની નજર સીધી સૂર્ય પર ચાલી જાય છે. આ દીવા થાય-પ્રગટે અંદરમાં, જ્ઞાનદીપક પ્રગટે-સમ્યજ્ઞાન પ્રગટે! એવી વાત છે. પણ અનાદિનો જેને એવો પક્ષ છે કે “હું પરને જાણું છું” અને એ “પક્ષ” જેને તીવ્રને દઢ ને દઢતાર થઈ ગયો છે એને આ ગાથામાં (આચાર્યદેવ) શું કહેવા માંગે છે? પણ... એમાં એની ચાંચ ડૂબશે નહીં, પણ...જરાક મધ્યસ્થ થઈને, હળવો થઈને “આ હું જે કંઈક માનું છું એના કરતાં કાંઈક જુદી વાત કહેવા માગે છે બસ! એટલું મન ખુલ્લું રાખેને....! હું જે માનું છું અનાદિકાળથી..કે હું આ પરને જાણું છું. એવી જે મારી માન્યતા (અભિપ્રાય ) છે, એ માન્યતાની પ્રવૃત્તિમાં તો અનંતકાળ ગયો (છતાં) આત્મદર્શન થયા નહીં-ભવનો અંત આવ્યો નહીં-આનંદ આવ્યો નહીં-દુ:ખ ગયું નહીં ! માટે..ચાલો, મારી વાત રાખીને (એક ખુણામાં) પણ સંતની વાત સાંભળું. પછી સંતની વાત સાચી લાગશે તો મારી વાત છોડી દઈશ હું. હમણાં સંતો કહે છે કે હું તને કહું છું તે અનુભવથી પ્રમાણ કરજે. એમ કહે છે ભાઈ ! આ આત્મા છે ને! એને (નિરંતર) આત્માનું જ્ઞાન પ્રગટ થાય છે, આત્માને જાણતું જ્ઞાન પ્રગટ થાય છે અને પરને નહીં જાણતું (જ્ઞાન) પ્રગટ થાય છે. “ઉપયોગ છે આત્માનોઆત્માનું જ્ઞાન છે એ આત્માને જાણતું પ્રગટ થાય અને શબ્દને જાણતું પ્રગટ ન થાય. સૂર્યનો પ્રકાશ સૂર્યને પ્રસિદ્ધ કરે અને મકાનને પ્રસિદ્ધ ન કરે ! તો, મકાનને કોણ પ્રસિદ્ધ કરે છે? કે મકાનમાં-મકાનની પર્યાયમાં પૂર્વ પર્યાયમાં રાત્રે Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #167 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન ૧૪૪ ( પ્રકાશના અભાવ નિમિત્તે) એ કાળા રંગરૂપે (પર્યાય કાળી રૂપે) મકાન પરિણમતું હતું ઈ સવારે (સૂર્યના પ્રકાશના સર્ભાવ નિમિત્તે) મકાન પોતે પ્રકાશરૂપે (ઉજળાશ રૂપે) પરિણમે છે. શું કહ્યું? કાળી પર્યાયરૂપે મકાન પ્રકાશનું (દેખાતું) હતું તો મકાન દેખાતું ન હતું પણ સવારે મકાન એ પ્રકાશરૂપે (ઉજળાશરૂપે) પરિણમે છે. તેમનો (અંધારી કાળી પર્યાયનો) અભાવ અને પ્રકાશ (ઉજળાશ પર્યાયનો) ઉત્પાદ એ પણ મકાનની (પરમાણુઓની) પર્યાય છે. એ મકાનની પર્યાય મકાનને પ્રસિદ્ધ કરે છે, સૂર્યનો પ્રકાશ મકાનને પ્રસિદ્ધ કરતો નથી. અહાહા ! ત્યારે સૂર્યના પ્રકાશને નિમિત્ત માત્ર કહેવામાં આવે છે (અહા !) નિમિત્ત માત્ર કહેવામાં આવે છે એટલે કે.એ (સૂર્ય) અને (મકાનને) પ્રકાશે છે એમ છે નહીં. આહા...! નિમિત્ત દેખીને ઉપચારથી એમ કહેવાય કે દિવસ ઊગ્યો માટે મકાન દેખાણાં (પરંત) દિવસ ઊગ્યો માટે મકાન દેખાણાં નથી. (એ તો) મકાનની તમ' નામ અંધારાની પર્યાય તેનો વ્યય થઈને ઊજળી પર્યાય પ્રગટ થાય છે. એ અંધારાની પર્યાય પણ મકાન આશ્રિત હતી, સવારે એ પ્રકાશ ( ઉજળાશ) પર્યાય પણ (મકાનના) પુદ્ગલ આશ્રિત છે. એ સૂર્ય આશ્રિત નથી. એમ...આ આત્મા પોતાને જાણવાનું છોડીને પરને જાણવા જતો નથી. બન્ને તદ્દન સ્વતંત્રપણે ! સૂર્ય અને સૂર્યનો પ્રકાશ આ બાજુ અને બીજી બાજુ મકાન (અને તેની પર્યાયો) બન્ને સ્વતંત્રપણે પરિણમે છે. રાત્રે અંધકારરૂપે પરિણમતી હતી (મકાનની) કાળી પર્યાય-પુદ્ગલની (એ હવે સવારે) ઊજળી રૂપે પુદ્ગલ પરિણમે છે, ત્યાં કાંઈ સૂર્ય ગયો નથી. સૂર્ય પોતાના સ્વચતુષ્ટય (દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ) ને છોડીને એ મકાનને પ્રકાશવા જતો નથી. આહા ! એક આ દષ્ટાંત જરા ખ્યાલમાં ત્યે તો કામ થાય! બને તદ્દન સ્વતંત્રપણે પોત-પોતાના સ્વભાવરૂપે પરિણમે છે. પુદગલ સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને શબ્દરૂપે પરિણમે છે. અને અહીં આત્મા આત્માને જાણવારૂપે પરિણમે છે- બે ભાગ જુદા છે એક જીવ છે અને બીજું પુદગલ છે. “બે વચ્ચે જ્ઞાતા-શેયના સંબંધનો પણ (આત્મામાં) અભાવ છે! સંબંધ જ નથી. એ..સંબંધ તૂટયો શું ને અંદરમાં સંબંધ થયો શું અનુભવ થઈ જાય છે!! (જુઓ!) હું પરને જાણું છું એમ જાણતાં જાણતાં અનંત કાળ ગયો, એને આત્મદર્શન ન થયું. હવે અંતમુહૂર્ત “હું પરને જાણતો નથી ને જાણનાર જણાય છે” તો અંતર્મુહૂર્તમાં અનુભવ થાય છે. આહા..હા! ઝાઝી વાર લાગતી નથી! (બને) સ્વતંત્રપણે પોતપોતાના સ્વભાવથી પરિણમે છે. આમ આત્મા પર પ્રત્યે ઉદાસીન! ઉદાસીનનો અર્થ કરે છેઃ આહા! ઉદાસીનતાનો અર્થ કરે છે કે “આત્માનું જ્ઞાન આત્માને જાણે છે અને પરને જાણતું નથી. ઉદાસીન એટલે સંબંધ વિનાનો! આહા! આત્માનું જ્ઞાન, આત્માના સંબંધને તોડે તો પર જાણે! (પરંતુ) આત્માનું જ્ઞાન આત્માના સંબંધને તોડતું નથી એટલે પરને જાણતું નથી. આહા... અહીંથી તોડે તો ત્યાં જોડે! પણ આહીંથી તો Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #168 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૪૫ પ્રવચન નં. – ૧૧ ( સંબંધ) તૂટતું નથી ! તૂટયું એવી એની ભ્રાંતિ છે એ તો અજ્ઞાન છે. “પર પ્રત્યે ઉદાસીન (એટલે કે સર્વ) સંબંધ વિનાનો! આત્મા અને આત્માના જ્ઞાનને, પુગલાદિ-પરદ્રવ્યો સાથે કાંઈ સંબંધ નથી. અહાહા ! પણ....સૂર્યના પ્રકાશને અને મકાનને કાંઈક સંબંધ ખરો કે નહીં? ઈ.... કાંઈક સંબંધમાં આવ્યો, એને સૂર્ય દષ્ટિગોચર થતો નથી! એને (તો) મકાન જ દેખાય છે. અહાહા! હવે આટલા (એકલા) મકાન એને દેખાય છે, અને સૂર્ય તેજસ્વી ઊગ્યો (છે) એનું “લક્ષ મકાન ઉપર છે ને! એટલે તેજસ્વી સૂર્ય (એને) દેખાતો નથી. એમ આ ચૈતન્યચમત્કાર જ્ઞાનમયી ભગવાન આત્મા તેજસ્વી પુરુષ અંદર બિરાજમાન છે અને એના જ્ઞાનમાં આત્મા જણાયા કરે છે અને પરને જાણતું નથી છતાં પણ “હું પરને જાણું છું” એવું અજ્ઞાન ઊભું કરીને, ભાવઈન્દ્રિય અને રાગ બે ભાવ ઉત્પન્ન કરે છે, ભાવકર્મ ઉત્પન્ન કરે છે ! પર પ્રત્યે ઉદાસીન (અર્થાત્ ) સંબંધ વિનાનો-તટસ્થ છે, સંબંધ જ નથી આત્માને (કોઈપણ પ્રકારનો.) આ પદાર્થોની સાથે જ્ઞાતા-શેયનો સંબંધ નથી. આત્માજ જ્ઞાતા ને આત્માજ શેય છે. આત્મા જ્ઞાતા અને આ (પર) શેય છે તો (આત્મ) દર્શન નહીં થાય! અદર્શન, મિથ્યાદર્શન મિથ્યાજ્ઞાન પ્રગટ થશે. આને (પરને) જાણતો જ નથી? તો કહે-ના, નથી જાણતો. તો...જ્ઞાન શું કરે? કે (આત્માનું) જ્ઞાન આત્માને જાણે. જ્ઞાન દિયાવાન છે, જ્ઞાનમાં ક્રિયા (પરિણામ) થાય છે, આને (પરને) જાણે તો જ જ્ઞાન છે, એમ છે નહીં અને (પરને) જાણે એમ માને તો અજ્ઞાન થઈ ગયું! અહાહાઆત્મા તો આત્માને જાણવા-રૂપે પરિણમે છે, પરને જાણવા-રૂપે પરિણમતો જ નથી. આજ સુધી કોઈ આત્મા કે આત્માનું જ્ઞાન, પરને જાણવા-રૂપે પરિણમતું જ નથી. હું પરને જાણું છું એમ માનતાં અજ્ઞાન ઊભું થાય, અને અજ્ઞાનમાં ભાવઈન્દ્રિય નો જન્મ થઈને, ભાવઇન્દ્રિય પરને પ્રસિદ્ધ કરે છે. આત્માનું જ્ઞાન તો એને (પરને) પ્રસિદ્ધ કરતું નથી. આહા...હા ! ઈ...જ્યારે ઇન્દ્રિયજ્ઞાનનો વ્યાપાર બંધ થાય ત્યારે..એને પ્રત્યક્ષ આત્મદર્શન થાય છે. તોપણ..અજ્ઞાની, આમ ઉદાસીન છે-જ્ઞાન પરથી તટસ્થ છે-સંબંધ વિનાનું જ્ઞાન છે–પરની સાથે જ્ઞાતા-શયનો ય સંબંધ નથી (તો) કર્તા-કર્મ અને નિમિત્ત-નૈમિત્તિક (સંબંધ) તો દૂર રહો. પણ....આત્મા જ્ઞાતા અને પરપદાર્થ આત્માનું જ્ઞય થઈ જાય, એમ માને તો પણ શેય ન થાય!! અને પરને ય બનાવે તો (પણ) આત્માનું જ્ઞાન આત્માને શેય બનાવવાનું છોડતું નથી. આત્માનું જ્ઞાન એમાં આત્મા જણાય છે, માટે આત્મા છુંય થાય છે અને એ (સ્વ) શેયને જાણે છે માટે એ જ્ઞાન કહેવામાં આવે છે. આમ સ્થિતિ હોવા છતાં પણ અજ્ઞાની જીવ! અજ્ઞાની પ્રાણી ! સ્પર્શ આદિને સારાંનરસાં માનીને રાગી-દ્વેષી થાય છે, તે તેનું અજ્ઞાન છે. આ અર્થની ગાથાઓ હવે કહે છે. આ મથાળું પણ એટલું મોટું બાંધ્યું, નહિતર તો દોઢ લીટીનું મથાળું હોય પણ આમાં મથાળું મોટું બાંધ્યું! જરા સૂક્ષ્મ વાત છે ને! શલ્ય પણ ગરી ગયું છે! આહા! મિથ્યા શલ્ય છે! આલ! શલ્ય પણ ત્રણ પ્રકારના છે ને! મિથ્યાશલ્ય, માયાશલ્ય (અ) નિદાનશલ્ય! “હું પરને Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #169 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન ૧૪૬ જાણું છું” ઈ મિથ્યાશલ્ય છે. અહાહા ! ઈ સમ્યજ્ઞાન નથી! મિથ્યાજ્ઞાન છે! હવે દસ ગાથા (સમયસાર ૩૭૩ થી ૩૮૨) એક સાથે બધા બોલો પછી એનો અર્થ થશે. (વક્તા અને શ્રોતા બધા એક સાથે દસ ગાથા હરિગીત બોલે છે) ગાથાર્થ: ગ્રહણ એટલે જાણવું, જાણવા જતો નથી. બહુ પ્રકારના નિદાન અને સ્તુતિના વચનો રૂપે પુગલ પરિણમે છે. કોઈ નિંદાનો શબ્દ આવે કે...સ્તુતિનો શબ્દ આવે, તો એ પરિણામ પુદ્ગલનાં છે. એ પરિણામ જીવનાં નથી. પ્રશંસાનો શબ્દ આવે કે કોઈ બીજી શબ્દ આવે, તો એ બધાં શબ્દનાં પરિણામ છે (તે) પુદ્ગલનાં પરિણામ છે, તમને સાંભળીને અજ્ઞાની જીવ, એમાં (રોષ-તોષ કરે છે) જ્ઞાની (ને) એ શબ્દ કાન ઉપર આવે, પણ એ કર્ણગોચર છે શબ્દ, જ્ઞાનગોચર નથી (તેથી) એ તો પોતાને જાણવારૂપે પરિણમે છે (ત્યારે) અજ્ઞાની જીવ, પોતાને ભૂલીને એમને-શબ્દને સાંભળીને, મને કહ્યું એમ માનીને રોષ એટલે ગુસ્સે થાય છે અને તોષ એટલે સુખી થાય છે (અર્થાત્ ) રાજી થાય છે. રોષ અથવા તોષ-ગુસ્સે થાય છે અથવા ખુશી થાય છે. પ્રશંસા કરે ને સારા શબ્દો આવે તો ખુશી થાય અને એવા શબ્દ કાન ઉપર આવે (તે) સાંભળીને એના પ્રત્યે ગુસ્સે થાય છે. ભાઈ ! એ તો શબ્દનું (પુદ્ગલનું) પરિણમન છે, એણે તને ક્યાં કહ્યું છે? શબ્દ તો તને જાણતો નથી, શબ્દ તો રૂપી પદાર્થ છે એ અરૂપી મારા આત્માને જાણતો નથી, તો (એણે ) મને કહ્યું એમ શા માટે માથે ઓઢી લેશ? તને કહ્યું જ નથી ! તને કહેતા જ નથી ! કેમ કે ઈ શબ્દ તને જાણતો જ નથી. આત્માને જાણે પુદ્ગલ? ચેતનને? તો તો એને કહું (પણ) પુદ્ગલ તો ચેતનને જાણતું નથી. તું એમ માથે શું કામ ઓઢી લેશ? કે મને કહ્યું ! એમ (માની લે છે) મને કહ્યું એમ માનીને રોષ એટલે ગુસ્સે થાય છે, તોષ કરે છે એટલે ખુશી થાય છે. - સારા શબ્દો આવે (સાંભળીને) ખુશી ખુશી થઈ જાય, પણ તને (તો) કહ્યું જ નથી! અહા..હા ! તને તો એણે કહ્યું જ નથી! (સાંભળ્યું કોણ ?). પણ..જે કર્ણગોચર શબ્દ છે એટલે કે કાનનો ઉઘાડ અને જાણે છે! જ્ઞાનનો ઉઘાડઆત્માનો ઉઘાડ અને (શબ્દને) જાણતો જ નથી! પછી તને કહ્યું એમ ક્યાંથી આવ્યું? એને જાણે તો મને કહ્યું આવે ) ને? “આત્માનું જ્ઞાન આત્માને જ જાણે છે, પરને જાણતું નથી” આ વાત જગતને કઠણ પડી ગઈ, એક વખત ! દસ વરસ પહેલાં (બહાર પાડી) જબર જસ્ત! હજી કઠણ જ છે! આ કાંઈ સાધારણ વાત નથી! આવી વાત સૂક્ષ્મ આવે ત્યારે ગુરુદેવ કહેતા'તા, ફરમાવતા હતા કે સમજાય એટલું સમજો! બીજો તો કોઈ ઉપાય નથી!..પણ સમજણનો પિંડ છે (પોતે) સમજવા ધારે તો સમજી શકાય છે. ન સમજાય એવું છે નહીં. (જુઓ ને !) સમજાશે એટલા માટે તો શાસ્ત્રો લખાયા છે. કે કોઈને નહીં સમજાય માટે લખ્યા છે ? ( એમ ન હોય.) તને કહ્યું નથી ને તું માથે ઓઢી લે છે કે મને કહ્યું ! (વસ્તુસ્થિતિ એ છે) કાનના Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #170 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૪૭ પ્રવચન નં. - ૧૧ ઉઘાડ સુધી એ શબ્દ આવે છે (પણ) જ્ઞાનના ઉઘાડ સુધી એ શબ્દ આવતો નથી. જ્ઞાનના ઉઘાડને અને એ શબ્દને જ્ઞાતા-જોય સંબંધનો અભાવ છે. કાનનો ઉઘાડ અને શબ્દ ઈ બેય શેય એક જાત છે, ઈ બેય (પરશેય છે) શેય, શેયને જાણે છે, જ્ઞાન તો જ્ઞાયકને જાણે છે!! ભાવ ઇન્દ્રિય છે ને એ શેય છે ( જ્ઞાન નથી) ભાવઈન્દ્રિય જ્ઞય આશ્રિત છે એનું નામ ય શેય છે, જ્ઞાન તો “નામ માત્ર” (કથન) છે. બાકી જ્ઞય છે...ઈ શેયને જાણે છે અને જ્ઞાન આત્માને જાણે છે! (તેથી) તને કહ્યું એમ ક્યાંથી આવ્યું? એમ (કહે છે.) મફતનો તું નારાજીપણું અને ખુશીપણું વહોરી લે છે, મફતનો (આત્મ) સ્વભાવથી ભ્રષ્ટ થઈને દુઃખી થઈ રહ્યો છો !! (જુઓ !) બીજી ગાથા પછી ત્રીજી ગાથાથી આપણો મૂળ વિષય આવશે. પુદ્ગલદ્રવ્ય શબ્દપણે પરિણમ્યું છે. અહા..હા ! ઈ કહેનારો જે આત્મા છે ઈ.... આત્મા શબ્દરૂપે નથી પરિણમતો ! એ (શબ્દરૂપે) પદગલ પરિણમ્યું છે પણ એ શબ્દને | છે એ ઇન્દ્રિયજ્ઞાન, એ (ઇન્દ્રિય) જ્ઞાન મારું નથી, જ્ઞાન ઉપયોગ સુધી એ શબ્દ આવતો નથી-આત્મા સુધી શબ્દ આવતો નથી, એ પ્રતિભાસ થાય છે ભાવઈન્દ્રિયમાં! અને એને એ પકડે છે, એટલે (ક) જાણે, મને કહ્યું એમ (માની) એ એમાં નારાજી અને રાજીપો કરે છે મફતનો!! અહાહા! એ જ્ઞાનની પર્યાયમાં તો “ઉપયોગમાં ઉપયોગ છે” બીજું કાંઈ આવતું નથી. આ પ્રતિભાસને ગૌણ કરી નાખ તું! આહા ! પરના પ્રતિભાસને ઉપયોગાત્મક કરે તો અજ્ઞાન ઊભું થાય છે. અને સ્વના પ્રતિભાસને ઉપયોગાત્મક કરતાં અનુભવ થાય છે અહા..હા! પ્રતિભાસ થાવ તો થાવ! “દેખે છતાં નહીં દેખતો' એવી વાત છે અપૂર્વ! (ઈબ્દોપદેશ ગાથા-૪૧) અહાહા! ભાઈ! એ.પરને તું જાણતો નથી, માત્ર પરનો તારામાં પ્રતિભાસ થાય છે. (એ પ્રતિભાસ વિષે) જ્ઞાની કહે છે કે પરનો પ્રતિભાસ થાય છે કે નથી થતો, અમે કાંઈ જાણતાં નથી ! અહા ! કેમ કે અમેદ્રવ્યનું અભેદપણું જે છે-દ્રવ્યપર્યાયનું અભેદપણું છે એ અભેદપણે આત્માને જાણીએ છીએ! એટલે જ્ઞાનની પર્યાયનો ભેદ પડતો નથી! એટલે પરનો પ્રતિભાસ થાય છે તે અમે જાણતા નથી! એ બધાં! પ્રતિભાસ થાય છે તે ભેદના કથનો છે. અહે.હા! પ્રભુ! જ્ઞાન તો એકાકાર થઈને જ્ઞાયકને જાણે છે! એ જ્ઞાન, જ્ઞાયકથી છૂટું પડતું નથી, છૂટું પડે તો..પરનો પ્રતિભાસ થાય છે તેવી વાત આવે, તારા જ્ઞાનનું જોય આત્મા (જ્ઞાયક) છૂટે તો એ શેય થઈ જાય! (પર્યાયમાં ઊભો છે તેને સ્વપરનો પ્રતિભાસ (પ્રકાશક) દેખાય છે) પ્રતિભાસ થાવ તો થાવ! મને કાંઈ ખબર નથી મને તો જ્ઞાયક આત્મા જણાય છે બસ! અહાહા ! જ્ઞય તો જ્ઞાનમાં ય થતું નથી પર ( ર ) ! પરનું જ્ઞયાકારજ્ઞાન પણ જ્ઞાનમાં શેય થતું નથી, એકલો જ્ઞાયક! અભેદપણે! ય થાય છે. જ્ઞાયકને જાણનારી પર્યાય પણ શેય થતી નથી, જ્ઞાયકને જાણનારું (ભાવ) શ્રુતજ્ઞાન પણ જ્ઞાનનું શેય નથી ! અહાહા ! તો પરપદાર્થ ને પરપદાર્થનો Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #171 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન ૧૪૮ પ્રતિભાસ...ઈ ક્યાં? એને (સાધકને) ખબર નથી, એ તો અંદર ડૂબી ગયો છે. આ શુદ્ધોપયોગ અને નિર્વિકલ્પ ધ્યાનની વાત ચાલે છે હો? એ બધું-સવિકલ્પમાં તો અનેક પ્રકાર (કથનનાં) આવે! જાણતો નથી ને પ્રતિભાસે છે ને, નિમિત્તભૂત (છે ને) નૈમિત્તિક ને યાકારો ને! એ બધી વાતો (આવે) તે ભેદનાં કથનો છે. અભેદમાં તો કાંઈ આત્મા સિવાય બીજું કાંઈ જણાતું નથી! “હું તો કાંઈ બીજું જાણતો નથી. હું તો આનંદમાં ગરકાવ થઈ ગયો છું બસ!!” અહા..હા! પુદ્ગલ દ્રવ્ય શબ્દપણે પરિણમ્યું છે, તેનો ગુણ તારાથી અન્ય છે, ગુણ એટલે પર્યાય! ગુણનો અર્થ શબ્દની પર્યાય. તો હું અજ્ઞાની જીવ! આહાહા...કરુણા કરીને કહે છે હું અજ્ઞાની પ્રાણી! તને કાંઈ પણ કહ્યું નથી! અહા ! તારા જ્ઞાનનું શેય તો આત્મા છે, તારા જ્ઞાનનું જ્ઞય આત્મા, છૂટે તો એ શય થઈ જાય! પણ (આચાર્યદેવ) કહે છે કે એમ કોઈ દિ' થયું જ નથી. શેય! જ્ઞાનનું શેય, આત્મા જ રહ્યો છે, જ્ઞાનનું જ્ઞય શબ્દ થયો જ નથી અત્યાર સુધી (માં)! અપૂર્વ વાત છે! (શ્રોતા ) પરમ સત્ય વાત છે. અહા..હા! ત્રિકાળી તો ગુણથી અભેદ છે પણ “ઉપયોગ” થી પણ આત્મા અનન્ય છે. ઉપયોગમય આત્મા છે. આહાહા ! ઉપયોગ સ્વરૂપ જ આત્મા બિરાજમાન છે. “ઉપયોગમાં ઉપયોગ છે” બસ! આહા..હા ! અંદર જ્યાં જ્ઞાનગુણ અને ગુણી નો ભેદ દેખાતો નથી, ત્યાં પર જણાય છે ને પરના પ્રતિભાસ એમાં ઝળકે છે (અપર પ્રકાશક છે ને!) એને જાણે..એ બધી સવિકલ્પ દશાની વાતો છે, પણ બાપુ ! આહાહાહા ! આ તો કોઈ ઊંચા પ્રકારની વાત અહીંયાં આચાર્ય ભગવાન કહેવા માગે છે કે આત્માનું જ્ઞાન આત્માને જાણવાનું છોડીને પરને જાણવા જતું જ નથી. બધાના આત્માની વાત કરે છે, સ્વીકાર કરે એને અનુભવ થાય છે. સ્વીકાર કરે કે “જાણનાર જણાય છે”- બાળગોપાળમાં હું આવી ગયો ! આમાં-બાળ ગોપાળમાં કોઈની બાદબાકી હશે? (જુઓ ભાઈ !) બાળ-ગોપાળ સહુને આત્મા જણાય છે કે નહીં ? કહે-ના, સમ્યજ્ઞાન ( અનુભવ) થાય ત્યારે જણાય! (જ્ઞાની કહે ) કે, નહીં. આહાહા! સમ્યજ્ઞાનની અપેક્ષા નથી, એ તો સ્વભાવથી જ જ્ઞાનમાં (સૌને) આત્મા જણાયા કરે છે ! એવું જ્ઞાન પ્રગટ થાય છે કે જેમાં આત્મા જણાય અને પર જણાય નહીં. આ તો ગુણ અને ગુણીના અભેદ થવાની પ્રક્રિયા ચાલે છે. ગુણ એટલે જ્ઞાનની પર્યાય- ઉપયોગ” અને ગુણી એટલે (આત્મ) દ્રવ્ય! દ્રવ્ય, પર્યાયનો ભેદ દેખાતો નથી, ભેદ દેખાય તો પર જણાય, અહીંયાં ભેદ થાય તો પર જણાય ! અહીંયાં (નિજમાં) અભેદ થાય તો પર જણાતું નથી !! આહા..હા! પુદ્ગલદ્રવ્ય શબ્દરૂપે પરિણમ્યું છે, તેનો ગુણ તો તારાથી અન્ય છે તો હે! અજ્ઞાની જીવ! એમ, ત્યાંથી માંડી !! હે! અજ્ઞાની પ્રાણી ! અહા ! તારી બુદ્ધિ કેમ આટલી ફરી ગઈ છે? (માને છે કે:) મને કહ્યું! મને કહ્યું! (આણે ) મને કહ્યું! (તેણે ) મને કહ્યું!...તને તો કહ્યું નથી. તારું જ્ઞાન એને તો જાણવા જતું નથી, તારું જ્ઞાન તો તને (જ્ઞાયકને ) જાણવાનું છોડતું જ નથી, કે, અજ્ઞાન અવસ્થામાં? કહેવું. ત્રિકાળ આ વસ્તુનો સ્વભાવ છે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #172 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૪૯ પ્રવચન નં. - ૧૧ આત્માનું જ્ઞાન આત્માને છોડીને પરને જાણવા જાય તો જીવ (મટીને) અજીવ થઈ જાય! તો જીવ રહેતો નથી! આહા..હા! અજ્ઞાની પ્રાણી! કણા કરીને કહે છે (આચાર્ય દેવ) હે! અજ્ઞાની જીવ! તને કાંઈ પણ કહ્યું નથી! તેને તો કાંઈ કોઈ કહેતું નથી! અહાહા ! અને તું એને જાણતો ય નથી, અને એને જાણે છે ઈ તારું જ્ઞાન નથી! એને જે જાણે છે તે તો તારું નહીં, પણ એને જે જાણનારું જ્ઞાન પ્રગટ થાય-ઇન્દ્રિયજ્ઞાન, તે પણ તારું નથી. અહાહા ! અને તારા જ્ઞાનમાં તો આત્મા જણાયા કરે છે! અહીં..હા ! એને તો ઇન્દ્રિયજ્ઞાનથી આમ-શયથી વ્યાવૃત્ત થઈને, જ્ઞાન અંદરમાં આવી જશે, તો હે! અજ્ઞાની જીવ ! તને (તો) કાંઈ પણ કહ્યું નથી. આચાર્ય ભગવાન કહે છે કે તને કાંઈ (પણ) કહેતા નથી. મફતનો આ કજિયો લઈ લ્ય છે. (જુઓ ને!) બે જણા બોલતા હોય વચ્ચમાં માથું મારે ! અહા..હા ! ઓલા બે ખસી જાય (ને) કજિયો એના ઉપર આવી જાય ! અહા..હા ! છરો એને મારી ધે ઓલો, એવું બને છે. તું મફતનો શું કામ માથું મારશે ? મને તો મારો આત્મા જણાય છે (એમ) લે ને! અહા! ખૂણામાં બેસીને કામ કરી લે ને! તું અજ્ઞાની થયો થકો રોષ શા માટે કરે છે. ગુસ્સો શા માટે કરે છે!! તને કહ્યું નથી. (આમ સમજને!) હું સાંભળતો” ય નથી અને સાંભળે છે ઈ...જ્ઞાન મારું નથી. એને જે સાંભળે છે ને એને! તે (ઇન્દ્રિય) જ્ઞાન મારું નથી. આહા..હા ! ઈ.અનાત્મા છે, સાંભળે છે ઈ...જ્ઞાન, જ્ઞાન નથી. ઈ.mય છે, એ જ્ઞય જ્ઞયની સાથે સંબંધ થાય, અને જ્ઞાનને જ્ઞાયકની સાથે સંબંધ છૂટે નહીં, અત્યાર સુધી છૂટયો નથી, છૂટવાનો ય નથી. સ્વીકાર કરે તો અનુભવ થાય-એટલીવાર છે. હવે આ બે ગાથા પૂરી થઈ, હવે દશ ગાથામાં મૂળ આ આપણી ત્રીજી ગાથા શરૂ થાય છે. (જુઓ ભાઈ !) બે ગાથામાં સામાન્ય વાત કરી. હવે એક એક બોલ લઈને ઊતારશે. આ ગાથા બહુ સારી સમજવા જેવી છે ‘આ’...કોઈએ એમ ન જાણવું કે આ તો સૂક્ષ્મ વાત છે, એમ ન જાણવું. આપણા માટે લખ્યું છે. આપણને સમજાવવા માટે એને કરુણા આવી છે તો આપણે અપનાવી લેવી જોઈએ. સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ કે શું કહેવા માગે છે !! અશુભ અથવા શુભ શબ્દ! શબ્દની આગળ અશુભ ને શુભ-સારા, નરસાં (વિશેષણના) શબ્દો આવે ને! તો ઠીક શબ્દ ને અઠીક શબ્દ, તેને શુભ, અશુભ વિશેષણ લગાડયું બાકી શબ્દ તો શબ્દ છે, શબ્દ છે, શબ્દમાં શુભ કે અશુભ-બે ભેદ નથી. પણ ભેદ કરીને સમજાવે છે. “અશુભ અથવા શુભ શબ્દ તને એમ નથી કહેતા કે “તું મને સાંભળ” અહાહા ! કોઈ શબ્દ એમ કહેતો નથી કેઃ “તું મને સાંભળ' ? અહાહા ! કોઈ શબ્દ એમ કહેતો નથી કે તું મને સાંભળ! દિવ્યધ્વનિ તો કહે ને કેઃ “તું મને સાંભળ’? અહાહા! કોઈ શબ્દ એમ કહેતા નથી કે તું મને સાંભળ! દિવ્યધ્વનિ શબ્દની પર્યાય છે ને! ઈ તો એમ કહે ને કે તું મને સાંભળ (અને) તારું જ્ઞાન (પણ) આત્માને છોડીને, દિવ્યધ્વનિને સાંભળવા જતું નથી ! અત્યાર સુધી કોઈએ (-આત્માના જ્ઞાને) દિવ્યધ્વનિ સાંભળી નથી. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #173 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન ૧૫૦ અહા ! દિવ્યધ્વનિ સાંભળનારો જુદો અને આત્માને જાણનારો જુદો રહી ગયો છે. એવો ને એવો રહી ગયો છે! સાંભળવાના કાળે, જ્ઞાનમાં આત્મા જણાય છે એવું જ્ઞાન પ્રગટ થાય છે! સાંભળવાના કાળે, (શબ્દોને ) ઇન્દ્રિયજ્ઞાન સાંભળે છે અને (અતીન્દ્રિય) જ્ઞાન આત્માને જાણે છે! બે ક્રિયા એક સાથે ભિન્ન ભિન્ન થયા કરે છે. બે ક્રિયા એક સાથે થાય છે એક સમયમાં! જ્યારે ભાવઇન્દ્રિય દિવ્યધ્વનિ સાંભળતી હોય-દિવ્યધ્વનિ કર્ણગોચર છે. જ્ઞાનગોચર નથી ! અહા..હા! મેં દિવ્યધ્વનિ સાંભળી (એમ માને છે પણ) કોણે સાંભળી ? અહા..હા ! ભગવાન તો ના પાડે છે. (કહે છે) કેઃ શબ્દ તને કહેતું નથી કે: ‘તું મને સાંભળ’ અને તારું જ્ઞાન આત્માને છોડીને એને સાંભળવા જતું નથી. આહા..હા! એવી વસ્તુસ્થિતિ છે. એનો સ્વીકાર કરી લે ને !! એ નીચે હવે એક પછી એક કહેશે, (આપણે) હારે લેશું આા! શબ્દ એમ કહેતો નથી કે: ‘તું મને સાંભળ' અને આત્મા પણ શ્રોત્રેન્દ્રિયના વિષયમાં આવેલા શબ્દને ગ્રહવાજાણવા જતો નથી. (જોયું ?) ખૂબી અહીં છે. ઈ..શબ્દ છે ને! કર્ણગોચર છે, ઈ કર્ણનો વિષય છે, ઈ.. શબ્દ છે તે આત્માના જ્ઞાનનો વિષય નથી, આત્માનો...તો વિષય હોઈ શકે જ નહીં, પણ...જે આત્માનું જ્ઞાન પ્રગટ થાય છે (ઉપયોગ પ્રગટ થાય છે) એ પણ એને જાણતો નથી ! પ્રગટ થયેલું જ્ઞાન એને જાણતું નથી ! શું કહ્યું ? કેઃ તો સ્વ૫૨પ્રકાશક નહીં રહે ! ( અનુભવી કહે છે ) તો સ્વપ્રકાશ થઈ જશે અને તને અનુભવ થઈ જશે લે !! શું કહ્યું? આચાર્ય ભગવાનને કરુણા આવી છે! હવે આ છેલ્લું-છેલ્લું કહી દઉં! સમજી ગ્યા ? અહીંથી લોકાંતિક દેવમાં પધાર્યાં છે, ત્યાંથી નીકળીને એમનો મોક્ષ થઈ જવાનો છે, નિશ્ચિત છે. આહા..હા ! કુંદ કુંદ આચાર્ય ભગવાન અને અમૃતચંદ્ર આચાર્ય (ભગવાન) બે સમર્થ આચાર્ય (દિગમ્બર જૈન ધર્મમાં) થઈ ગયા! આપણે મૂળ ગાથા (ની સ્પષ્ટતા ) કરી અને તેની ટીકા પણ એટલી જ ગૂઢ(રહસ્યમય ) છે, એની ટીકા ઘણી ગૂઢ! ! ઘડી'ક માં તો સમજાય જ નહીં (કે) શું આ ( આચાર્યદેવ ) કહેવા માગે છે! એ કહે છે કે: ‘ શ્રોત્રેન્દ્રિયના વિષયમાં આવેલા ' અહા ! ઈ શબ્દ (છે તે ) કર્ણગોચર છે, જ્ઞાનગોચર નથી ! ખૂબી અહીંયા છે. કર્ણગોચર એટલે કાનનો ઉઘાડ એને (શબ્દને ) જાણે છે, આત્માનો ઉઘાડ કર્ણને...એને (શબ્દને ) જાણતો નથી, આત્માનો ઉઘાડ આત્માને જાણે છે, આવી પ્રક્રિયા બધા (જીવોની ) પાસે અત્યારે ચાલુ છે! બાળ-ગોપાળ સહુને (સદા કાળ) ભગવાન આત્મા જણાય છે. જ્ઞાન (ઉપયોગ) એવો પ્રગટ થાય છે (કે જેમાં ) આત્મા જણાય, એવું જ જ્ઞાન પ્રગટ થાય છે! આત્મા ન જણાય એવું જ્ઞાન કોઈને (કદી ) પ્રગટ થતું જ નથી ! બધાનું ( સૌ જીવનું ) જ્ઞાન એવું પ્રગટ થાય છે વર્તમાન-અત્યારે ! અહા ! કે એમાં ચિદાનંદ ભગવાન પોતાનો ૫૨માત્મા દેવાધિદેવ જણાય રહ્યો છે! અને શબ્દોને જાણનારું જ્ઞાન જુદું અને આત્માને જાણનારું જ્ઞાન જુદું! સમય એક ! આહા...! સમય એક! Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #174 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૫૧ પ્રવચન નં. - ૧૧ (આવી પ્રક્રિયા નિરંતર હોવા છતાં) અનાદિ કાળનું અજ્ઞાન છે ને! એટલે... ભાવઇન્દ્રિય (જ્ઞાન) પણ પ્રગટ થાય છે (કેમ કે) આખા અંશમાં અભેદ ન થતાં, એક અંશ છૂટો પડી ગયો જરાક! અહા....! જેવી રીતે જંગલમાં સિંહણ (એક સાથે) બે બચ્ચાંને જન્મ આપે, તેમાં એક બચ્ચે છૂટું પડી ગયું, (ભરવાડ લઈ ગયો) ઘેટાંની સાથે ઊછરવા માંડયું અને એક બચ્યું તો ત્યાં જ રહ્યું! બચ્ચાં બેના બે ભાગ પડી ગયા, એક ત્યાં વયું ગયું ને એક અહીંયાં! ઈ તો બધા ઘેટા જ લાગે એને તો! પણ ( સિંહનું બચ્ચું) મોટું થઈ ગયું જરાક! પછી (ઘેટાં ભેગું ચરતું સિંહનું બચ્ચું) એક સિંહે સામે ડુંગર ઉપરથી જોયું. કે અરે! આ આપણી જાતનું સિંધુ (બચ્ચે) ઘેટાંમાં ક્યાંથી ગરી ગયું! પછી એણે એની ભાષામાં ત્રાડ મારી, પહેલાં તું મારી સામે જો અને પછી તું તારી સામે જો ! એને અવાજ આવ્યો, વૃત્તિ તો સિંહની હતી જ, ઘેટાંની વૃત્તિ તો હતી જ નહીં, એટલે આમ જોયું, પછી આમ જોયું આમ જોયું શું (પોતાની તરફ જોતાં વેંત જ ) જ્યાં આમ જોયું અરે ! હું તો સિંહ છું (ત્રાડ મારી) છૂટો પડી ગયો ! એમ આ અનાદિકાળથી જ્ઞાનની એકેક પર્યાયમાં ભેદ પડ્યો છે, છૂટી પડી ગઈ છે આહાહા ! ઇન્દ્રિયજ્ઞાનરૂપે (ભાવેન્દ્રિયનો ઉઘાડ) પ્રવર્તે છે ને એક જ્ઞાનનો અંશ આત્માને અભેદ થઈને જાણ્યા જ કરે છે, નથી જાણતો એમ છે નહીં. પણ એને (અજ્ઞાનીને) વિશ્વાસ નથી આવતો ! એટલે શું થાય ! એનું ફળ ન આવે ! “જાણનારો જણાય છે બાળ-ગોપાળ સહુને!! લખ્યું કે ન લખ્યું! સદાકાળ ઊંઘમાં પણ જણાય બોલો! આહા! સદાકાળ અને સૌને (લખ્યું છે!). એકઇન્દ્રિય, બેઈન્દ્રિય, ત્રણઇન્દ્રિય, ચારઈન્દ્રિય, પંચેન્દ્રિય, સંજ્ઞ-અસંજ્ઞી સૌને એવું જ જ્ઞાન પ્રગટ થાય છે ! જેમાં આત્મા જણાય અને પર ન જણાય ! પણ પરને જાણનારું જ્ઞાન પણ એક પ્રગટ થાય છે ઈન્દ્રિયજ્ઞાન! અને ઇન્દ્રિયજ્ઞાન પરને જાણીને મમતા ને મોટું ને રાગદ્વષ (આદિ વિકાર) કરીને દુઃખી થઈ જાય છે. આહ! જાણનારો જણાય છે એમ જ્યાં સિંહ ગર્જના આવી (અંતરમાંથી) આહાહા ! ત્યાં એ ભાવઈન્દ્રિય શિથિલ થઈ, તેનો વ્યાપાર બંધ થઈ (આત્મ) અનુભૂતિ થઈ જાય છે! અહા..હા! પછી ભલે! ઈન્દ્રિયજ્ઞાન ઉત્પન્ન થાય પણ એમાં (સાધકને) આત્મબુદ્ધિ ન થાય! એકતાબુદ્ધિ ન થાય! થોડો ટાઈમ ઇન્દ્રિયજ્ઞાન રહેશે પછી..કેવળજ્ઞાનનો ભડકો થવાનો છે!! “શ્રોત્રઇન્દ્રિયના વિષયમાં..” ઈ શબ્દ કર્ણગોચર છે, ઈ કાનના ઉઘાડનો વિષય છે. જ્ઞાનનો વિષય શબ્દ નથી. કોઈનું જ્ઞાન અત્યારે શબ્દને જાણતું નથી. કોઈ પણ આત્માનું જ્ઞાન, આત્માને છોડીને, શબ્દને જાણવા જતું નથી. અને શબ્દને જે જાણનારું જે કર્ણ (ગોચર) ઇન્દ્રિયજ્ઞાન છે એ આત્માને જાણતું નથી. એક અંશ પર પ્રસિદ્ધ કરે છે ને એક અંશ અને પ્રસિદ્ધ કરતું પ્રગટ થાય છે. બે અંશ એક સાથે પ્રગટ થાય છે - બે અંશ ( એક સમયે) પ્ર થાય છે એટલે તો સંસાર છે (છતાં) પણ એક અંશનો અભાવ થયો નથી માટે મોક્ષનો માર્ગ મળી જાય છે. હાથમાં આવી જાય છે. (સાધન પ્રગટ છે). Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #175 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન ૧૫૨ અહા! પોતાની યોગ્યતા અને ગુરુગમ! કે: “તને જાણનાર જણાય છે” તને તારો પરમાત્મા જણાય...એવું જ્ઞાન સમયે સમયે પ્રગટ થાય છે-ખાતાં પીતાં, હાલતાં-ચાલતાં (સદાકાળ, સૌને) અહા! એવું એક જ્ઞાન પ્રગટ થાય છે. ભગવાને કહ્યું (ચેતનનું) ઉપયોગ લક્ષણ છે અને એ “ઉપયોગમાં ઉપયોગ છે” એ ઉપયોગમાં પરશેય નથી. માટે (જ્ઞાન) પરણેયને જાણતું નથી ! આહા ! અને જે અભેદ છે એને જ જાયા કરે છે અહાહા ! જાણે છે તો અભેદ થઈનેભેદ થઈને તો જાણતું નથી, પણ અભેદ થઈને જાણે છે એવો વિશ્વાસ (પ્રતીતિ) નથી, માટે ખરેખર અભેદનો અનુભવ એને થતો નથી, ભેદનો અનુભવ રહી ગયો (અજ્ઞાન ઊભું કર્યું !) જ્ઞાન અને જ્ઞાયક છે તો અભેદ! પણ અભેદનો એને વિશ્વાસ નથી, એટલે (અભેદ હોવા છતાં) ભેદ દેખાય છે એટલે આંયા ભેદ દેખાણો એટલે ભાવેન્દ્રિયનો જન્મ થાય છે અને ભાવેન્દ્રિયનો જન્મ થાય છે એટલે (કલ્પનામાં) પર જણાય છે. અથવા પર જણાય છે ત્યારે ભાવેન્દ્રિયનો જન્મ થાય છે. અને પર જણાય છે–ભાવેન્દ્રિય થાય છે (ખંડ-ખંડ જ્ઞાન) ઉત્પન્ન, એટલે અહીંયા ભેદ પડી જાય છે. અહીં જ્યાં અભેદ થયું તો પર જણાતું નથી. (શ્રોતા:) (બહુ સરસ) બહુ સરસ !! મૂળ રકમની વાત છે. સમજાય એવું છે હોં? ન સમજાય..એવું છે નહીં પોતાનું સ્વરૂપ છે! આ પોતાનું સ્વરૂપ છે! આત્મકથા છે, વિકથા નથી !! અહા! શ્રોત્રેન્દ્રિયના વિષયમાં આવેલા શબ્દને જાણવા જતો નથી. “જાણે છે ને પછી જાણવાનું છોડે છે એવું જ્ઞાનમાં નથી, સાંભળ જો! (“જાણવા જતો નથી)' કહ્યું છે જ્ઞાનમાં આત્મા નિરંતર જણાયા કરે છે એમ આચાર્ય ભગવાન કહે છે. (કહે છે) તારા જ્ઞાનમાં આત્મા જણાયા કરે છે ! એ...જ્ઞાન આત્માને જાણવાનું છોડીને પરને જાણવા જતું નથી. એવો અંદરમાં (અંત:તત્ત્વમાં) ભેદય પડતો નથી પરને જાણે ! પરને જાણવા ગયું જ નથી, કોઈનું જ્ઞાન પરને જાણવા જતું જ નથી, પરને જાણે છે તે આત્માનું જ્ઞાન નથી. આત્માને અભેદ થઈને જાણે તે આત્માનું જ્ઞાન છે. (વસ્તુની સ્થિતિ આમ હોવા) છતાં આદિકાળથી અજ્ઞાનથી (અજ્ઞાની) “હું પરને જાણું છું” એવા પક્ષમાં પડતાં, ઈ..ભાવેન્દ્રિયનો જન્મ થયો, આ ભાવેન્દ્રિયનો એક અંશ છૂટો પડ્યો, હવે...એ જ્યાં જાણનાર જણાય છે જાગી ઉઠયો! આહા! ત્યાં આ (જાણક) અંશ વધતો જાય છે. જેમ જેમ વિજ્ઞાનઘન સ્વભાવ થતો જાય છે ને તેમ તેમ આસવથી નિવર્તે છે. ભાવેન્દ્રિયનો પણ વિલય થઈને કેવળજ્ઞાનનો ભડકો થાય છે! અહા! આખું-અખંડ (પરિપૂર્ણ) એકજ્ઞાન પ્રગટ થાય છે, આખું અખંડ એક જ્ઞાન કેવળજ્ઞાન પૂરું પ્રગટ થઈ જાય છે. (સાધક દશામાં વર્તતું) અંશે શ્રુતજ્ઞાનને પણ સમ્યજ્ઞાન કહ્યું (છે)! આંહી કહે છે કે તારું જ્ઞાન તારા આત્માને જાણવાનું છોડીને પરને જાણવા જતું જ નથી. આ હા હા હા ! લઈ લે ને એક વાર ! કામ થઈ જશે ! કાનનો ઉઘાડ પર વાર ! કામ થઈ જશે ! કાનનો ઉઘાડ પરને (શબ્દને) જાણે છે. ગુરુદેવ કહે છે કે શબ્દને કોણ જાણે છે? ગુરુદેવના શબ્દો ! કાનનો ઉઘાડ શબ્દને જાણે છે એમ વાત Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #176 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૫૩ પ્રવચન નં. – ૧૧ આવી નહીં ગુરુના શ્રીમુખેથી! (જુઓ!) કાનનો ઉઘાડ શબ્દને જાણે છે, અને આંખનો ઉઘાડ રૂપને જાણે છે, રૂપમાં બધું આવી ગયું-સાક્ષાત્ તીર્થકરો ય આવી ગયા કે નહીં ? એને કોણ જાણે છે? તીર્થકરના દર્શન કોણ કરે છે? (શ્રોતાઃ) આંખનો ઉઘાડ છે તે. (જુઓ ભાઈ !) આ સર્વજ્ઞ ભગવાનને કહેલી વાત ! આ વિવેક છે, આ અવિવેક નથી. આહા..હા! આ સર્વજ્ઞ ભગવાને કહ્યું છે ને! કે ચક્ષુગોચર તીર્થંકર પરમાત્માને તું જાણતો નથી. એ ચક્ષુનો વિષય છે! જ્ઞાનનો વિષય નથી. જ્ઞાનનો વિષય (બેય) તો જ્ઞાયક એકલો રહ્યો છે ને રહેવાનો છે અનંતકાળ...!! જ્ઞાન પોતાને જાણવાનું છોડી દીએ અને પરને જાણવા જાય....એમ બનવાનું જ નથી ! અને પરને જાણે તે આત્માનું જ્ઞાન (જ) નથી ! કેમ કે તે નાશવાન છે. જેમ રાગનો અભાવ થાય છે તેમ ઇન્દ્રિયજ્ઞાનનો પણ અભાવ થાય છે માટે (તે) વિભાવ છે, સ્વભાવ નથી. અને જે વિભાવ હોય તે નીકળી જાય (તેથી) એ કાંઈ આત્માનો સ્વભાવ ન કહેવાય. આહા...હા! (આચાર્યદવ) કહે છે કે “તું મને સાંભળ' એમ (શબ્દ તને) કહેતા નથી. અને આત્મા પણ શ્રોત્રેન્દ્રિયના વિષયમાં આવેલા શબ્દને જાણવા જતો નથી. હવે, નીચેની દશમી ગાથા એની સાથે વાંચવી, છેલ્લી ગાથા એની સાથે વાંચવી...આવું જાણીને પણ...” અમે તને આવું કહીએ છીએ-“આવું જાણીને પણ” લખ્યું! સાંભળીને પણ નથી લખ્યું! આવું જાણીને પણ મૂઢ જીવ! ઉપશમને પામતો નથી! (મૂઢ જીવ) એમ બકે છે કે શબ્દને હું જાણું છું! શબ્દને હું જાણું છું! પરને હું જાણું છું!! આહા...હા! ઉપશમને પામતો નથી. વીતરાગભાવને પામતો નથી. સમ્યગ્દર્શનને પામતો નથી. તટસ્થ થતો નથી. અને શિવબુદ્ધિને-કલ્યાણકારી બુદ્ધિને-સમ્યજ્ઞાનને-સાચા જ્ઞાનને નહીં પામેલો પોતે પરને જાણવાનું મન” કરે છે! આહાહા! આવું જાણીને પણ જાણનાર જણાય છે અને તને પર જણાતું નથી. પરને જાણનારનું જ્ઞાન પર છે ને સ્વને જાણનારું જ્ઞાન સ્વ છે. અંદરમાં બે ભાગલા છે અનાદિ અનંત ! અહા ! આવું જાણીને પણ..આવું (સ્પષ્ટ-સત્ય) અમે તને કહીએ છીએ છતાં પણ તું પાછો ફરતો નથી..કે જાણનાર જણાય છે ને પર જણાતું નથી. (કહ્યું તને છતાં) પરને જાણવું એ વ્યવહાર છે ને વ્યવહારનો નિષેધ તને આવતો નથી વ્યવહારનો? વ્યવહારનો નિષેધ કરવાનું તો અમે પહેલેથી જ કહ્યું છે વળી) “પરને જાણે છે” એ તો અસદ્દભૂત વ્યવહાર છે. શબ્દ (આદિ પરને) જાણે છે તે સદભૂત વ્યવહારે ય નથી. અસદભૂત વ્યવહાર છે એનો નિષેધ તને આવતો નથી! તો તો નિશ્ચયનો પક્ષ તને નહીં આવે, નિશ્ચયનો “પક્ષ” પણ નહીં આવે તો “પક્ષીતિક્રાંત” થઈ અનુભવ !! અનુભવ તો છે પણ પ્રગટ અનુભવ થતો નથી ! અનુભવ તો છે ચાલુ પણ અનુભવ (પર્યાયમાં વ્યક્ત) થતો નથી! અનુભવ છૂટતો જ નથી. તું લાખ ઉપાય કર કે “હું પરને જાણું -“હું પરને જાણું” પણ ઓલો (અતીન્દ્રિય) અંશ ના પાડે છે Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #177 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન ૧૫૪ અંદરમાં!! હું નથી જાણતો અહા! “હું એને જાણતો નથી' ઓલો અંશ તો કહે છે “હું મને જાણવાનું છોડતો નથી, મને જાણવાનું છોડું તો જ્ઞાન (સ્વરૂપ) રહેતું નથી અને જ્ઞાન રહે નહીં તો જીવ, જડ થઈ જાય ! ઉપયોગથી આત્મા ઉપયોગમય છે' આહા! જ્ઞાન-દર્શન ઉપયોગમયી આત્મા છે. આવું અમે તને કહીએ છીએ અને છતાં તું હજી પરને જાણું છું (માને છે) ! પણ પરને જાણનારો તો તને બતાવ્યો જુદો! હવે, જાણનાર જણાય છે (એ અભિપ્રાયમાં) આવ ને ! કોણ જાણે છે પરને? કે: કર્ણગોચર એટલે કાનનો ઉઘાડ! જ્ઞાનનો ઉઘાડ જુદોને કાનનો ઉઘાડ જુદો ! (વ્યવહારથી તેને ) જ્ઞાનનો ઉઘાડ કહેવાય! (ખરેખર તો) જ્ઞાનનો ઉઘાડ (તેને કહેવાય છે, જેમાં આત્મા (ભગવાન) જણાય! કાનનો ઉઘાડ પરની પ્રસિદ્ધ કરે છે સ્વની પ્રસિદ્ધ કરતું નથી !! જિજ્ઞાસા:- સમ્યગ્દષ્ટિને ખંડજ્ઞાન અને અખંડજ્ઞાન અને એક સાથે હોય? ઉત્તરઃ- સમ્યગ્દષ્ટિને અખંડની દૃષ્ટિ છે તેમ ખંડજ્ઞાન શેય રૂપે છે, એક જ્ઞાન પર્યાયના બે ભાગ છે. જેટલું સ્વલક્ષી જ્ઞાન છે તે સુખરૂપ છે. જેટલું પરલક્ષી, પરસત્તાવલંબી જ્ઞાન છે, તે દુ:ખરૂપ છે પ૨ તરફનું શ્રુતનું જ્ઞાન ઇન્દ્રિયજ્ઞાન છે પરશેય છે. પર દ્રવ્ય છે. આહાહા! દેવ-ગુરુ તો પરદ્રવ્ય છે, પણ ઈન્દ્રિયજ્ઞાન પણ પરદ્રવ્ય છે. આત્માનું જ્ઞાન તે જ વાસ્તવિકજ્ઞાન છે. (પૂ. ગુરુદેવશ્રી-પરમાગમ સાર બોલ નં ૪૮૧) Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #178 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી શુદ્ધાત્મને નમઃ શ્રી સમયસારાય નમઃ શ્રી સમયસાર ગાથા ૩૭૩-૩૮૨ તા. ૬-૧૧-૧૯૯૧ રાજકોટ પ્રવચન નં.-૧ર મોક્ષ થયો એટલે ચાર ઘાતિકર્મોનો તો અભાવ પ્રથમ અરિહંતદશામાં થયો હતો. પણ અઘાતિકર્મ એટલે શરીર આદિનો સંયોગ એમને હતો. એ શરીરનો પણ વિયોગ થયો, દષ્ટિમાં તો અભાવ ચોથા ગુણસ્થાને થઈ જાય છેશરીરનો, પણ સંયોગ રહી જાય છે. એ સયોગ પણ આયુષ્ય પૂરું થતાં સંયોગ-પરમાણુ વિખરાઈ જાય છે અને સમશ્રેણીએ સિદ્ધ પરમાત્મા થઇ જાય છે. જે સમયે અહીંયાં છે આત્મા-અરૂપી આત્મા છે તે જ સમયે એનો ઊર્ધ્વગમન સ્વભાવ હોવાથી, એક જ સમયમાં સિદ્ધાલયમાં બિરાજે છે. એવા અનંત તીર્થકરો અને અનંત સામાન્ય કેવળી પરમાત્મા સિદ્ધાલયમાં બિરાજમાન છે. એવો આજે જેનો મોક્ષ થયો, મોક્ષકલ્યાણક ઉજવવા ઉપરથી દેવો આવે છે! અને એની વાણી બંધ થઇ અને અશરીરી થઇ ગયા ! અને આજે ગૌતમ ગણધર ભગવાનને પણ કેવળજ્ઞાન થયું એટલે “મોક્ષ કલ્યાણક” અને આમનું “કેવળકલ્યાણક' એનો આજે દિવસ છે. કેવળજ્ઞાન ઉત્પન્ન થયું! પાવાપુરીમાંથી મોક્ષ ગયા અને થોડે આઘે એક નદી છે એ નદીના તટ ઉપરથી એમને કેવળજ્ઞાન ગૌતમગણધરને થયું, ગુણાવા, ગુણાવા છે ને નામ! ગુણાવા-ત્યાંથી. આજના દિવસે પાવાપુરીમાં મોટો ઉત્સવ થાય છે. હજારો માણસ પાવાપુરીમાં દિવાળી કરવા માટે આવે છે. એવો આજનો માંગલિક દિવસ છે. તેઓની વાણીમાં દિવ્યધ્વનિમાં શું આવ્યું? એ ગૌતમ ગણધરની પરંપરામાં કુંદકુંદાચાર્ય ભગવાન સુધી વાણી આવી, અને ઉપરાંત પોતે (કુંદકુંદ ભગવાન) એ મહાવિદેહ ક્ષેત્રમાં પધાર્યા અને આઠ દિવસ ત્યાં રહ્યા! અને કેટલીક વધારે સ્પષ્ટતા-ચોખવટ દિવ્યધ્વનીમાંથી આવી અને શ્રુતકેવળીને મળીને પણ ઘણી ચોખવટ એમને થઇ. ત્યાંથી આવ્યા પછી આ “સમયસાર' આદિ (પંચ પરમાગમ) શાસ્ત્રોની રચના થઇ. ચોરાશી પાહૂડ રચ્યા છે પણ અત્યારે પાહૂડ ઓછા છે. શાસ્ત્ર, બાકી શાસ્ત્રો વિચ્છેદ ગયા, મૂળ વાત રહી ગઇ! પદાર્થનું સ્વરૂપ “પ્રવચન-સાર' માં આવ્યું અને પ્રયોજનનું સ્વરૂપ “સમયસાર' માં આવ્યું! બે ચીજની જરૂર હતી, બેય ચીજની પૂર્ણાહુતિ થઇ ગઇ છે. અહીંયા પદાર્થના સ્વરૂપને જાણીને-પદાર્થ એટલે દ્રવ્ય-ગુણ-પર્યાય (અથવા) સામાન્ય, વિશેષ સ્વરૂપ, એને જાણીને...એમાં ભેદજ્ઞાન કરી, અભેદ આત્માનો અનુભવ કરવો, તો જેમ ભગવાન મહાવીરની મુક્તિ થઈ એમ આપણી બધાની મુક્તિ થઇ જાય. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #179 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન ૧૫૬ આ બધો સંસાર કલેશમય છે! સુખની ભલે, કલ્પના કરે છે જગતના અજ્ઞાની પ્રાણી ! પણ સંયોગમાં કે સંયોગીભાવમાં ક્યાંય સુખ નથી. સુખ તો પોતાના નિજ આત્મામાં રહેલું છે. અને શોધે અંદર, એકાગ્ર થાય, તો એને પ્રાપ્તિ થાય, અને પર્યાયમાં સુખ પ્રગટ થાય ને દુઃખ જાય ! એની ગાથા ! ઊંચામાં ઊંચી ગાથાઓ છે. અહીંયાં તો આચાર્ય ભગવાન એમ કહે છે. જેમ ૧૭, ૧૮ ગાથામાં કહ્યું કેઃ આબાળ-ગોપાળ સૌને સદાકાળ, એવું એક જ્ઞાન પ્રગટ થાય છે કે જેમાં આત્મા જણાયા કરે છે. આત્મા જણાય ને એ જ્ઞાનમાં પર ન જણાય! એવું એક જ્ઞાન પ્રગટ થાય છે! એ પણ અનાદિ-અનંત છે! જ્ઞાન પણ પ્રગટ થાય છે અનાદિ અનત ! જ્ઞાનીઅજ્ઞાનીનો પ્રશ્ન નથી. જ્ઞાની કે અજ્ઞાનીનો પ્રશ્ન નથી. નાના-મોટાનો પ્રશ્ન નહીં, પ્રત્યેક જીવને, પ્રત્યેક સમયે એક જ્ઞાન પ્રગટ થાય છે કે જેને “ઉપયોગ લક્ષણ” કહેવામાં આવે છે! અને એ ઉપયોગમાં આત્મા-ઉપયોગમાં ઉપયોગ છે” એટલે જ્ઞાનમાં આત્મા છે તેથી જ્ઞાનમાં આત્મા જણાયા કરે છે! આને વિશ્વાસ નથી આવતો! કે: જાણનાર જણાય છે! એવો વિશ્વાસ આવ્યો છે, અનંતકાળથી અજ્ઞાનભાવે વિશ્વાસ આવ્યો છે કે પરને હું જાણું છું ! આચાર્ય ભગવાન “ના” પાડે છે. જ્યાં સુધી તારા અભિપ્રાયમાં એમ છે કે પરને હું જાણું છું, ત્યાં સુધી તું મૂઢ-મિથ્યાદષ્ટિ-અજ્ઞાની રહીશ! આહા! માટે, અમે જે કહીએ છીએ ને સર્વજ્ઞ ભગવાને જે કહ્યું, એનો તું હવે સ્વીકાર કરી લે તો તારું કામ થઇ જશે. એમાં (દશમાંથી) ત્રણ ગાથા ચાલી છે, ચોથી ગાથા એટલે “શબ્દ” ની એક ગાથા ચાલી. અહીંથી શરૂ થાય છે-શબ્દ, રૂપ, ગંધ, રસ, ને સ્પર્શ એ રીતે અહીંથી શરૂ થાય છે. પહેલાં શબ્દની વાત લીધી સાંભળવાની કે, શબ્દ છૂટે છે, પુદ્ગલ શબ્દરૂપે પરિણમે છે. એ વાત તો સાચી છે. બીજી વાત એ સાચી છે કે: શબ્દ કોઇને એમ કહેતો નથી કે “તું મને સાંભળ'! આજ સુધી જેટલા શબ્દ છુટયા, છુટી રહ્યા છે ને છૂટશે, કોઇ કાળ એવો નહીં આવે કે શબ્દ કહેશે કોઇને કે: તું મને સાંભળ! કેમ કે શબ્દ જડ છે, ઇ કાન વડે સાંભળનારને શબ્દ જાણતો નથી. જાણે તો તો કહે કે તું મને સાંભળ! શબ્દ તો જડ છે, શબ્દ કહેતો નથી કે “તું મને સાંભળ અને આત્મા આત્માને જાણવા રૂપે પરિણમે છે, ત્યાંથી છૂટીને શબ્દ સાંભળવા જતો નથી. આવી એક પરિસ્થિતિ ચાલુ છે. છતાં મૂઢ જીવ! એમ કહે છે “મને કહ્યું” “મેં સાંભળ્યું ? અને સારા શબ્દો હોય તો રાજી થાય, ખોટા શબ્દો ખરાબ આવે તો ગુસ્સે થાય! એમ ભાવ ઈન્દ્રિય વડે જાણીને! જે જાણવાનું બંધ કરે તો તો મોહ, રાગ, દ્વેષ થવાનો પ્રશ્ન જ નથી. તેમ જ્ઞાન આત્માને જાણે છે માટે રાગ-દ્વેષ થાય છે એમ પણ નથી, પુદ્ગલ શબ્દરૂપે પરિણમે છે માટે અહીં રાગ-દ્વેષ થાય છે એમ પણ નથી. પણ....(મને) જાણનાર જણાય છે એ ભૂલીને હું (પરને) જાણું છું. સાંભળું છું એમાં એને રાગ-દ્વેષ-મોહની ઉત્પત્તિ થઈ જાય છે. એમ એક ગાથામાં કહ્યું. હવે બીજી ગાથા રૂપની આવે છે. આના (કાન) પછી આ ચક્ષુ ઇન્દ્રિય આંખ ! આંખનો ઉઘાડ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #180 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૫૭ પ્રવચન નં. - ૧૨ રૂપને જાણે છે. જ્ઞાનનો ઉઘાડ આત્માને જાણે છે. આ નિરંતર....જ્યાં સુધી અજ્ઞાની છે ત્યાં સુધી રહે છે. શું કહ્યું? પરમાત્મા થાય, પછી તો આંખ એને હોતી નથી. દ્રવ્યચક્ષુય નથી ને ભાવ ચક્ષુય નથી. પછી તો એકલું જ્ઞાન રહી જાય છે અજ્ઞાનીને બે પ્રકારના અંશ ઉભા થાય છે, એક પરાતિ ભાવઇન્દ્રિય ઉત્પન્ન થાય છે, અને ચૈતન્ય અનુવિધાયી પરિણામ ઉપયોગ પ્રગટ થાય છે. એ ઉપયોગથી આત્મા અનન્ય છે અને એમાં આત્મા જણાયા કરે છે, આ ચક્ષુઈન્દ્રિય જ્યારે રૂપને જાણે છે ત્યારે જ્ઞાન રૂપને જાણતું નથી. પણ....જ્ઞાન આત્માને જાણે છે એવું જ્ઞાન પ્રગટ થાય છે બધામાં! પણ એને વિશ્વાસ આવતો નથી! એને તો વિશ્વાસ આ આવે છે કે “હું આંખથી દેખું છું” આ લાંબા-ટૂંકા પદાર્થો છે, આ કાળા-ધોળા પદાર્થો છે, એમ એને.પરના પ્રતિભાસનો વિશ્વાસ છે પણ સ્વના પ્રતિભાસનો વિશ્વાસ આવતો નથી! તે બોલ આવે છે. “અશુભ અથવા શુભ રૂપ–કે તને ગમતું કે અણગમતું એવા જે રૂપો છે, પદાર્થનાં! એ તને એમ નથી કહેતું કેઃ “તું મને જો ” અજ્ઞાનીને સંબોધીને આચાર્ય મહારાજ એમ કહે છે કે હું ભવ્ય પ્રાણી! હું મૂઢ આત્મા! મૂઢ શબ્દ કહે ને એ કરુણાવાચક શબ્દ છે. પિતા ન કહે, પુત્રને કે ગધેડો છો, સમજતો નથી? એટલે એમાં... એને વધારે સમજાવવાની ભાવના હતી, એટલે ગધેડો કહ્યો! હુવે નથી કહેતા, પહેલાં કેતા 'તા હુવે તો કોઇ સહુનેય કરતું નથી છોકરાઓ ! આહાહા ! એના લાભની વાતે ય સહન ન કરે ! પિતા, હંમેશા લાભ માટે કહેજે ! અહીંયાં કહે છે કે હે દુરાત્મન ! હે આત્મા! રૂપ તને એમ નથી કહેતું કે “તું મારી સામે જો” આચાર્ય ભગવાન અજ્ઞાની જીવને સંબોધે છે. એ રૂપ જે સામે પદાર્થો છે, રૂપી પદાર્થો કાળા-ધોળા પદાર્થો એ તને એમ કહેતા નથી કે “તું મને જો '! એક સાઇડથી એમ કહ્યું! કે એ એમ નથી કહેતું કે તું મારી સામે જો ! અને આત્મા પણ.../ઓલું કહેતું નથી કે “તું મને જાણ” અને આત્મા પણ એને જાણતો નથી-જાણવા જતો નથી. પહેલાં જાણવા જાય છે ને પછી જાણવાનું છોડે છે...એવું શયનું સ્વરૂપ નથી. શું કહ્યું? એવું જ્ઞયનું સ્વરૂપ નથી! કે પહેલાં એને જાણવાનું કર્યું આત્માએ અને પછી જાણવાનું છોડયું ! એ..જાણે છે ય (ભાઈ) ભાવ ઇન્દ્રિય એને છોડે છે ય પણ ભાવઇન્દ્રિય. આત્મા તો પ્રથમથી જ જ્યાં એને જાણતો નહોતો પછી એને જાણવાનું બંધ કરવાનો પ્રશ્ન (જ) નથી! એ તો પ્રથમથીજ આત્માને જાણે છે જ્ઞાન આત્માનું! ફરીને, ચલુઇન્દ્રિયનો વિષય જે છે આંખનો રૂપી પદાર્થ-લાંબા ટૂંકા પદાર્થ કાળાધોળા, એમ કહેતા નથી કે “તું મને જોઈ સાઈડથી વાત કરી. હવે આ સાઇડથી વાત કરે છે, હે આત્મા! અજ્ઞાનીને સંબોધે છે. એ રૂપીપદાર્થ એમ કહેતા નથી કે: “તું મારી સામે જો ” અને આત્મા પણ પોતાને જાણવાનું છોડીને... એકસમય માત્ર પણ... “એ પુગલના રૂપને જાણવા જતો નથી!” અત્યાર સુધી જ્ઞાને રૂપને જાણ્યું નથી. અત્યાર સુધી જો રૂપને જાણનાર હોય કોઇ...તો અજ્ઞાન છે એટલે કે ઇન્દ્રિયજ્ઞાન એટલે ભાવઇન્દ્રિય છે. આત્મા, અત્યાર સુધી રૂપને જતો નથી. આત! અત્યાર સુધી એણે પ્રતિમાના દર્શન કર્યા નથી. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #181 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન ૧૫૮ ત્યારે દર્શન કોણ કરે છે? ચક્ષુઇન્દ્રિય. ભાવઇન્દ્રિયનો વિષય છે એ! આંખનો ઉઘાડ એને જાણે છે. આ સીમંધરભગવાનની પ્રતિમા! આ નેમનાથ ભગવાનની ! મહાવીર પ્રભુની પ્રતિમા ! એ બધાં, આંખના ઉઘાડનો વિષય છે. જ્ઞાનનો વિષય નથી. જે આંખનો વિષય છે અને જ્ઞાનનો વિષય માનવો, એનું નામ અજ્ઞાન-મૂઢતા છે! એ વખતે (ય) જ્ઞાનમાં તો આત્મા જણાય છે. અને એને ભ્રાંતિ થાય છે કે હું આ પ્રતિમાને જાણું છું! પ્રતિમાનો દાખલો. ઉત્કૃષ્ટ !! આ સાડીનો વેપારી છે, તો આ સાડી (ને) કોણ જાણે છે? અત્યાર સુધી (માં) જ્ઞાન સાડીને જાણતું નથી અને (એ) માની બેઠો છે કેઃ “હું જાણું છું' એ..એણે “હું પણું – મારા પણું” આંખમાં સ્થાપ્યું-ઉઘાડમાં સ્થાપ્યું, ફરી ફરી એને આંખ મળશે. પણ કેવળજ્ઞાનની આંખ એને નહીં મળે ! દિવ્ય ચક્ષુ નહીં મળે, ચામડાની આંખ મળશે ! અને ફરી, ફરી (એને) જોઇને રાગ-દ્વેષ-મોહ કરશે! આ...ઠીકને આ અઠીક! આ ઠીક ને આ અઠીક!તું મને જો ” અને “આત્મા પણ' -આ એક મહત્વની વાત છે. આત્મા પણ પોતાને જાણવાનું છોડીને'...એ ચક્ષુઇન્દ્રિયના વિષયને જાણવા જતો નથી'—જો પોતાના આત્માને જાણવાનું છોડીને, એ રૂપી પદાર્થને જાણવા જાય, તો આત્મા જડ થઈ જાય ! તન્મય થાય તો જાણે, તન્મય થયા વિના જાણી શકાતું નથી, માટે આત્મા, પોતાના આત્માને જાણવાનું એ છોડતો જ નથી. આહાહા..હા! એ જ્ઞાનની દિવ્યતા છે કે જ્ઞાનમાં જ્ઞાયક બધાને જણાય છે. જ્ઞાન જાણે અને જ્ઞાયક એમાં જણાય! એવા જ્ઞય, જ્ઞાયકના ભેદથી સમજાવે છે. છે તો અભેદ! જ્ઞાન અને આત્મા કાંઇ જુદા નથી. આત્માનું જ્ઞાન હોવાથી જ્ઞાન તે...આત્મા જ છે. આત્માનું જ્ઞાન “થવાથી” લખ્યું નથી. આત્માનું જ્ઞાન હોવાથી ત્રણે કાળ જ્ઞાન, આત્માનું હોય. જ્ઞયનું જ્ઞાન ન હોય. રાગનું જ્ઞાન ન હોય, શરીરનું જ્ઞાન ન હોય, રૂપી પદાર્થનું જ્ઞાન ન હોય ! “આત્મા પણ પોતાના સ્થાનેથી છૂટીને ' એટલે પોતાને જાણવાનું છોડીને, “ચક્ષુઇન્દ્રિયના વિષયમાં આવેલા આહા..હા! ચક્ષુગોચર-ચક્ષુને ગમ્ય છે, આ જે રૂપી પદાર્થો છે એનાં રૂપ છે જે કાળા-ધોળા, એ ચક્ષુગોચર છે (ને) જ્ઞાનગોચર નથી. જ્ઞાનગોચર આત્મા છે ને ચક્ષુગોચર રૂપ છે. સામા! (અજ્ઞાનીને) રૂપને જાણીને એમ થયું કે મેં રૂપને જાણ્યું ! ભાઈ....! “તું રૂપને જાણતો જ નથી' રૂપને (તું જાણતો નથી). તું તો તને જાણી રહ્યો છો ! એમ લે ને અંદરમાં કે “જાણનાર જણાય છે, પર જણાતું નથી” તો..કામ થઈ જશે તારું. ચક્ષુઇન્દ્રિયના વિષયમાં આવેલા ચક્ષગોચર થયેલા રૂપને જાણવા જતો નથી ? આહાહા! સોય તો લોહચુંબક તરફ ખેચાય છે. પણ, જ્ઞાન ઇ રીતે અહીથી છૂટું પડીને શયની સન્મુખ થાય એવું છે નહીં. અત્યાર સુધી.....કોઇનું આત્મજ્ઞાન, જ્ઞયની સન્મુખ થયું નથી. એણે જ્ઞયનું “લક્ષ” કર્યું નથી એવું એ જ્ઞાન પ્રગટ થાય છે ને આત્માનું “લક્ષ છૂટતું નથી. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #182 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૫૯ પ્રવચન નં. - ૧૨ લક્ષ” એટલે ચૈતન્ય અનુવિધાયી પરિણામ–ઉપયોગ પ્રગટ થાય છે, એનું અવલંબનજ્ઞાનનું અવલંબન આત્માનું છે. પણ એનો સ્વીકાર કરતો નથી, એટલે આનંદ આવતો નથી, સ્વીકાર કરે ત્યારે આનંદ આવે! જ્ઞાન તો આત્માને જાણતું 'તું સ્વીકાર કરે એટલે પ્લસ થઇ જાય છે. આનંદ આવે છે આનંદ!! આહા..જાણવાના પ્રયોગની ય જરૂર નથી! જ્ઞાન જાણ્યા કરે છે અને આત્મા જણાયા કરે છે અભેદપણે ! પણ સ્વીકાર કરે તો આનંદ આવે ! અને નકાર કરે તો ઇન્દ્રિયજ્ઞાન ઉત્પન્ન થાય અને મોહ ઉત્પન્ન થઇને રાગ-દ્વેષ, દુઃખી દુઃખી દાળિયા થઇ જાય !! આહા...હા! “ચક્ષુઇન્દ્રિયના વિષયમાં આવેલા ચક્ષુગોચર રૂપને ગ્રહવા-જાણવા જતો નથી” ગ્રહવા એટલે પકડવા નહીં (પણ) ગ્રહવું એટલે જાણવું. ગ્રહવાનો અર્થ “ જાણવું” થાય છે “મોક્ષમાર્ગ-પ્રકાશક' કર્તાએ ઘણી જગ્યાએ લખ્યું છે, આમાં ય ગ્રહવું એટલે જાણવું (એ અર્થ છે.) આ બે ગાથા થઇ-શબ્દની' ગાથા થઇ અને બીજી “રૂપની” ગાથા થઇ. “રૂપ નથી કહેતું કે “તુ મને જાણ” અને આત્મા પોતાને જાણવાનું છોડીને રૂપને જાણવા જતો નથી – આવી એક વસ્તુની સ્થિતિ છે! | ઇ સ્થિતિનો સ્વીકાર ન કરતાં..... હું પરને જાણું છું' એ જ્ઞાનનું અજ્ઞાન થઇ ગયું! અરે એ જ્ઞાનમાંથી એક અંશ ઇન્દ્રિયજ્ઞાનરૂપે પરિણમતું'તું ને ઓલો અંશ તો આત્માને જાણવાનું છોડતો નથી. બે અંશ છે! અજ્ઞાની પાસે બે અંશ છે, સાધકની પાસે પણ બે અંશ છે, એ પરમાત્માની પાસે એક અંશ અતીન્દ્રિયજ્ઞાન-કેવળજ્ઞાન બસ! એમને ઇન્દ્રિયજ્ઞાન હોતું (જ) નથી! હવે ત્રીજી ગાથા આવે છે. “અશુભ અથવા શુભ ગંધ” ગંધ! સુગંધ અથવા દુર્ગધ આવે ને! એ ગંધ છે, ગંધ છે એ પુદ્ગલની પર્યાય છે. (એ) આત્માની પર્યાય નથી. આત્મા તો અમૂર્તિક-અરૂપી છે. એમાં ગંધ નામનો ગુણ નથી કે સુંગધ કે દુર્ગધ આત્મામાંથી આવે. એ પુદ્ગલ છે...એના ચાર ગુણ મુખ્ય છે, શબ્દ ઉપચારિક ગુણ છે. ચાર ગુણ મુખ્ય છે ( રૂપ, રસ, ગંધ, સ્પર્શ) એના વીસ ભેદ પડે છે. આમાં સુગંધ અને દુર્ગધ બે ભેદ પડે છે. કહે છે કે તને ગંધ એમ નથી કહેતી કે તું મને સૂંઘ” ફૂલ સામે પડ્યું હોય, એમાં સુગંધ છૂટે છે, વિષ્ણાહોય તો દુર્ગધ છૂટે. પણ સુગંધ કે દુર્ગધ એમ કહતી નથી કે “તું મને સ્વ” આહા..! અને આત્મા પોતાને જાણવાનું છોડીને, એ સુગંધને કે દુર્ગધને જાણવા જતો નથી! છતાં મૂઢ પ્રાણી, “મને જાણનાર જણાય છે એમ ન સ્વીકાર કરતાં મને દુર્ગધ જણાય છે, દુર્ગધ જણાય છે, એમ જાણી સ્વભાવથી ભ્રષ્ટ થઈ જાય છે. તું મને સુંઘ' અને આત્મા પણ આહા...હા! “પણ” લગાડયું! “આત્મા પણ' એમ કે કથંચિત્ એ સુગંધ-દુર્ગધ તરફ જાય. “ઉપયોગ” અને કથંચિત્ “ઉપયોગ” આત્મામાં આવે? અનુપયોગ પર તરફ જાય છે ને ઉપયોગ સ્વમાં જ રહે છે. સ્ત્રનો ઉપયોગ અને જાણવાનું છોડીને Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #183 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updařes જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન ૧૬૦ 26 ૫૨ને જાણવા જતો નથી. આહા...હા ! દિવાળીનો...દિવસ છે ને ! ‘ દિ વળે ’- િવળી જાય ! નથી કહેતા ? આહા...હા ! હવે એનો દિ વળતો છે. સમજી ગયા? એમ જેને આત્મા યાદ આવે એનો દિ’ વળતો છે, વળી જશે ને અનુભવ થઇ જશેને અનુભવ થઇ જશે! વળે તો વળતાં-વળતાં અનુભવ થાય અંદ૨ ! આમ જુએ કે અરે ! · મને જાણનાર જણાય છે’ આ શું કુંદકુંદ ભગવાન કહે છે! મને તો ‘ આ’ જણાય છે કે ‘ના’ ઇ તને જણાતું નથી, એનો જાણનારો બીજો છે આત્માય નથી ને આત્માનું જ્ઞાને ય (૫૨ને જાણનારું) નથી. ઇ શેયનું જ્ઞાન છે. ભાવઇન્દ્રિય છે ને ! એ આત્માનું જ્ઞાન નથી, એ શેયનું જ્ઞાન છે! જ્ઞેયનો ભાવ છે શેય આશ્રિત છે ! જેમ કર્મકૃત રાગ છે ને કર્મ આશ્રિત, ઇ તો જડઆશ્રિત એટલે રાગને જડ કહી ધે! એમ આ ઉઘાડ છે ને ઉઘાડ! એ ઉઘાડ છે ને એ જ્ઞેયનો છે. શેયના સંબંધથી, શેયના આશ્રયે છે, એ સુગંધ અને દુર્ગંધ, એ મારો વિષય નથી. એ જ્ઞાનનો વિષય એક છે. અને ભાવઇન્દ્રિયના વિષય અનેક છે. જ્ઞાનનો વિષય ? એક. (સ્વપ્રશ્ન) ક્યારે કે? આત્માને જાણે ત્યારે ? ત્યાં સુધી તો જ્ઞાનનો વિષય ૫૨ છે ? ( શ્રોતાઃ ) ના, ના. (ઉત્ત૨:) નહીં. જ્યારે આત્માને જાણે ત્યારે તો જ્ઞાનનો વિષય આત્મા થાય ! પણ જ્યાં સુધી આત્માને ન જાણે અને ૫૨ને જાણે, ત્યાં સુધી તો જ્ઞાનનો વિષય ૫૨ હોય કે નહીં ? એ...જ્ઞાનનો વિષય કોઇ કાળે ૫૨ હોય જ નહીં, એ અજ્ઞાનનો વિષય છે. ભાવઇન્દ્રિય કહો કે અ...જ્ઞાન કહો! જેમાં જ્ઞાન નથી. અહા...! ‘ આ ’કઠણ પડયું! દસ વરસ પહેલાં જ્યારે વાત કરી. આઠેક વર્ષ પહેલાં, સ્વર્ગવાસ થ્યો ગુરુદેવનો, ત્યારપછી મેં કહ્યું: આત્મા ૫૨ને જાણતો નથી જાણનાર જણાય છે! આહા ! એમાં ઉહાપોહ થયો ! આહા...ઉહાપોહ થાવ તો થાવ ! આ તો અનાદિથી ચાલતી આવેલી વાત! એ ગુરુદેવ પાસે આવીને ગુરુદેવની વાત મારી પાસે આવી! મેં ગુરુદેવની વાત કહી હતી. આહા...હા ! કુંદકુંદ ભગવાન પાસે આવી ભગવાન મહાવીરની પરંપરામાં, અમૃતચંદ્ર આચાર્ય પાસે આવી, અને ગુરુદેવ પાસે આવી કે: આત્મા આત્માને જાણે છે ૫૨ને જાણતો નથી. આ જ ગાથામાં છે કે આત્મા પોતાને જાણવાનું છોડીને ૫૨ને જાણવા જતો નથી. ઉઘાડી ગાથા? ગુજરાતી, કોઇ આંધળો પણ વાંચી શકે. સંસ્કૃતની જરૂર નથી આમાં ગુજરાતીમાં લખ્યું છે. ગુજરાતીમાં અર્થ ભર્યો છે આમાં ! આમાં છે ચોખ્ખું જુઓ ! આત્મા પણ ધાણેન્દ્રિયના વિષયમાં આવેલા' આહા...! ઘ્રાણઇન્દ્રિય કહેવાય આને (નાકને ) દ્રવ્યઇન્દ્રિય અને ભાવઇન્દ્રિય બેય અહીંયાં છે. આ દેખાય છે ને (નાક) ઈ તો દ્રવ્યઇન્દ્રિય છે પણ જે એના સંબંધનો જે જ્ઞાનનો ઉઘાડ થાય છે એ ભાવઇન્દ્રિય છે. તે.. એના વિષયમાં આવેલી ગંધને...એટલે.... ગંધ.... ભાવઇન્દ્રિય સુધી આવે છે પણ ‘ઉપયોગ’ સુધી નથી આવતી ને ‘ઉપયોગમાં ઉપયોગ’ છે ત્યાં સુધી જતી નથી. આહા ! સુગંધ અને દુર્ગંધ, ક્યાં સુધી આવે છે? અહીંયા સુધી આવે, પછી એમાં જે ઉઘાડ છે Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #184 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૬૧ પ્રવચન નં. - ૧૨ ( જ્ઞાનનો) ત્યાં સુધી આવે, પણ એનાથી આગળ જે “ઉપયોગમાં ઉપયોગ” છે એ ઉપયોગમાં' એ ગંધ આવતી નથી.ને જ્ઞાયકમાં પણ ગંધ આવતી નથી. આહાહા ! “ઉપયોગ” તો એને-ગંધને જાણતો જ નથી! એ ગંધને ક્યારે જાણે? કે પોતાને જાણવાનું છોડે...તો ! (દલીલ છે ને!) સ્વ પર બેયને જાણે. કે એમ છે નહીં. અને જાણે ને પરને ન જાણે. એમાં ભેદજ્ઞાન થઇ..અને લક્ષણ જ્ઞાનનું છે એમાં અનુભવ થાય છે. આહા...હા! જ્ઞાનઉપયોગનું લક્ષણ “સ્વ” છે. અહા! કેવળ “સ્વ” ને જ જાણતાં જ આત્માનો અનુભવ થાય છે. પરને જાણતો જ નથી પ્રથમથી જ પછી રૂપર પ્રકાશક ક્યાં રહ્યું! એ તો પ્રતિભાસની અપેક્ષાએ સ્વપર-પ્રકાશક આવે છે. પણ અહાહા ! પરને તો જાણતો નથી પણ પરના પ્રતિભાસને પણ જ્ઞાન જાણતું નથી. પરના પ્રતિભાસને જાણે છે ઇ પરને જાણે છે. પરના પ્રતિભાસને જાણે...એવી જ્ઞાનની પર્યાયને જાણે! શું કહ્યું? દેહ આદિને પરપદાર્થોને તો જ્ઞાન જાણે નહીં, પણ પરપદાર્થ, જે જ્ઞાનની સ્વચ્છતામાં પ્રતિભાસે છે (ઝળકે છે, અવભાસે છે) એવી જ્ઞાનની પર્યાયને જાણે છે એને જ્ઞાન પ્રગટ નથી થતું! કેમ કે પ્રતિભાસને જાણે છે ઈ નૈમિત્તિકને જાણે છે એટલે નિમિત્તને જાણે છે. આ વાત, ભાવનગરમાં ઘણાં વર્ષ પહેલાં કરી હતી. ધીરૂભાઈ તંબોલી આપણા મુમુક્ષુ છે. એ ત્રણ બેઠા હતા, ઘણાં વરસ પહેલાની વાત છે. ત્રણ બેઠા તા. એમ કહ્યું ભઇ ! આ સ્ફટિકમણિની સામે લાલ ફૂલ હોય, ત્યારે સ્ફટિકમણિ કેવું દેખાય? ફૂલને હટાવવાનું નથી કહ્યું હોં ધ્યાન રાખજો! ફૂલને રાખીને હું પૂછું છું. એટલે ગોટે ચડ્યા! સરખી રીતે! સમજી ગયા? કાચો-પાચો હોય તો ઊંધું જ વાળી દે ને! એ વખતે તો લાલ દેખાય છે....! ઠીક..! પછી એનાં ધર્મપત્નીને પૂછ્યું: તમને કેવું દેખાય છે? કહે કે લાલ. ફૂલ હટાવવાની ના પાડું છું. સખ્ત મનાઇ છે, ફૂલને અડતા નહીં. અડવાનું નહીં ફુલને. ફૂલને તો રાખવું (પાસ) તો ત્યારે કહે લાલ દેખાય છે. પછી તેના પુત્રને પૂછયું તને કેવું દેખાય છે? સફેદ, સફેદ ને સફેદ! પણ તારી નજર તો સ્ફટિકમણિની સામે જે ફૂલની લાલ ઝાંય પડ છે, એની સામે છે? કે ના. લાલને હું દેખતો જ નથી ને? લાલ તો વાં છે અહીં ક્યાં છે? અહાહા ! અહીંયા તો ચંદ્ર છે! સફેદ! ચંદ્ર (ની ચાંદની) સફેદ હોય ને! મેં કહ્યું જા તું પાસ, બાકી બેય નાપાસ! માતા-પિતા નાપાસ થઇ ગયા. ભલે ! જે રીતે એણે પણ જવાબ તો સાચો આપ્યો કે નહી ? પછી...અહીંયાં ય પ્રશ્ન પૂછાણો” તો! આ તો ચાલતું” તું વર્ષો થયાં અમારે ! પહેલાં મૂળશંકરભાઈને આ રીતની વાત કરી હતી વરસોથી ચાલે છે અમારે, મોદીસાહેબ હતા ત્યાં! અહીંયાં એ પ્રશ્ન પૂછાણો રાત્રિ-ચર્ચામાં ! સાહેબ ! કે સાહેબ! ફૂલ સામે હોય ત્યારે સ્ફટિકમણિ, કેવા ભાવે પરિણમે છે? તો કહે લાલરૂપે પરિણમે છે. જવાબ આવી ગયો સમજી ગયા? મને કહ્યું તમારે કંઇ પૂછવું છે? મેં કહ્યું મારે કાંઇ પૂછવું નથી બીજે દિવસે કાંઈકે વાત કરી, Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #185 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન ૧૬૨ ગુરુદેવને ! બનેલો બનાવ છે આ! હો? તત્ત્વની વાત છે. ટીકાની વાત નથી. આ તત્ત્વ તો બધાએ સમજવા જેવું છે. હાં...કે બીજે દિવસે એમને કો' કે વાત કરી. કે સાહેબ! આપે તો આમ કહ્યું ! કે ફૂલ હોય સામે ત્યારે સ્ફટિકમણિ લાલરૂપે પરિણમે છે અને લાલભાઈએ તો આમ કહ્યું હતું ! એણે શું કહ્યું કે લાલભાઈએ? કે સ્ફટિકમણિની સામે ફૂલ હોય ને ત્યારે સ્ફટિકમણિ સ્વચ્છ, સ્વચ્છ ને સ્વચ્છ! (જુઓ ભાઈ!) સ્ફટિકમણિ સામે લાલ ફૂલ હોય ને તો તે વખતે સ્ફટિકમણિ લાલરૂપે પરિણમે છે. એટલે કહેવાય કે અજ્ઞાનીને લાલ દેખાય છે. સમજી ગયા? કે એ ‘બંધ અધિકાર' માં કહ્યું છે. બંધ અધિકારમાં એટલે મિથ્યાદષ્ટિની દૃષ્ટિમાં એ લાલ દેખાય છે. ભાવબંધ થઇ જાય છે, ‘બંધ ’ સિદ્ધ કરવોતો કહે. બાકી તો સફેદ જ છે. કેમ લાલભાઈ તમે કાલ વાં કહ્યું ' તું ને કહે. સફેદ જ છે-જી. હા. આહા ! એમાં શું બનાવ બન્યો? એક ભાઈ હતો મદ્રાસનો ને એકભાઈ હતો કલકત્તાનો. મદ્રાસવાળાએ સાંભળી લીધું કે ફૂલ હોય ત્યારે લાલરૂપે પરિણમે છે, તેને ઉતાવળ હતી તે ટ્રેનમાં વયો ગયો. લકત્તાવાળો રોકાણો. પછી...સૌ સૌ પોત પોતાને ગામ તો જાય ને! ગુરુદેવ સોનગઢ જાય એટલે ! પછી એક-બીજાને ટેલિફોનમાં વાત થઇ. ઓલો કહે છે કે લાલ (રૂપે ) પરિણમે છે, ઓલો કહે મેં ય ગુરુદેવ પાસેથી જ સાંભળ્યું છે. ઓલો કર્યો કે પણ મેં સાંભળ્યું ત્યારે તમે ય હતા. (પેલો કહેઃ) ઇ વાત તમારી સાચી છે, પહેલે દિ' તો સાંભળ્યું ! ( પછી ) બીજે દિ' ( ગુરુદેવે ) ખુલાસો કર્યો કેઃ ‘ભાવબંધ’ ની સિદ્ધિ કરી હતી અમે. અહા...હા ! એક અજ્ઞાનીની દૃષ્ટિ એવી હતી તો એ દૃષ્ટિની મુખ્યતાથી વાત કરી એમ. પર્યાયદષ્ટિથી વાત કરી' તી દ્રવ્યદષ્ટિથી તો ‘સ્વચ્છ જ છે’! તો કહે તમે એવું સાંભળ્યું ? તો કહે ‘હા’ તો ( તે ) કહે મારે સુધારી લેવું? તો કહે ‘હા' તમે સુધારી લ્યો, નહીં તો મરી જશો. નહીં તો તમારું મોત ! એમ કર્મનો રાગ, જ્ઞાનમાં જણાય છે ત્યારે...હું રાગી છું (એમ માને) તો મિથ્યાદષ્ટિ છે. અને જ્ઞાનમાં રાગ જણાય છે એ મિથ્યાદષ્ટિ છે. અને જ્ઞાનમાં શાયક જણાય છે ઈ...સમ્યગ્દષ્ટિ છે. અહા..હા! જ્ઞાનમાં શાયક જ જણાય છે. અને રાગ તો જણાતો નથી, પણ રાગનો પ્રતિભાસ પણ જણાતો નથી. અરે ! પ્રતિભાસવાળી શાનની પર્યાય પણ જણાતી નથી. અને જે જ્ઞાનમાં આત્મા જણાય છે એવી એકલી જ્ઞાનની પર્યાય પણ જણાતી નથી, અને એકલો શાયક પણ જણાતો નથી ! પણ શેય જણાઈ જાય છે અભેદપણે !( શાતા-જ્ઞાન-શેય અભેદ એક શેય !) દિવાળી છે ને આજ તો! ‘દિ’ વળી જાય હોં? માઠા ‘દિ’ વહ્યા જાય સંસારના અને મોક્ષમારગ પ્રગટ થઈ જાય! અલ્પકાળમાં પૂર્ણાનંદની પ્રપ્તિ થાય. આહા..હા! આત્માનો મોક્ષ નહીં થાય તો કોનો થશે ? અરે! ગુરુના શિષ્યો નહીં પામે તો કોણ પામશે ? અન્યમતમાં તો ‘આ’ વાત છે નહીં. માટે...આચાર્ય ભગવાન કહે છે કે ‘તને તારું જ્ઞાન જણાય છે-આત્મા જણાય છે. જ્ઞાન નહીં પણ આત્મા Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #186 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૬૩ પ્રવચન નં. - ૧૨ (અભેદ) જણાય છે! જ્ઞાનના ભેદથી તો સમજાવવામાં આવે છે. એ ભેદમાં અટકવા જેવું નથી. (ભેદ) અનુસરવા યોગ્ય નથી (એ) વ્યવહાર! જ્ઞાન તે આત્મા, દર્શન તે આત્મા એમ કહેવાય, પણ એમાં (ભેદમાં) અટકવા જેવું નથી, અહા....જ્ઞાન જણાતું નથી (તો પછી) રાગ જણાય ને રાગનો પ્રતિભાસ જણાય એ વાત તો ક્યાંયની ક્યાંય ગઈ આહા ! “જેને રાગનો પ્રતિભાસ જણાય છે ને એને રાગ જ જણાય છે” (જુઓને !) મોર (છે), મોરનો પ્રતિભાસ દેખે છેને અરીસામાં એ મોરને જ દેખે છે, અરીસાને દેખતો નથી. અરીસાની સ્વચ્છતા એને તિરોભૂત થઈ ગઈ છે! ઘાણ ઇન્દ્રિયના વિષયમાં આવેલી ગંધને પોતાના સ્થાનથી વ્યુત થઈને પોતાના સ્થાનથી છૂટીને, અને એ ગંધને જાણવા જતો નથી.' આહા..હા ! આ ભાવઈન્દ્રિય અને અતીન્દ્રિયજ્ઞાનમય આત્મા-એ બે વચ્ચેના ભેદજ્ઞાનનો પ્રકાર ચાલે છે. “ઇન્દ્રિયજ્ઞાન, જ્ઞાન જ નથી ' ઇન્દ્રિયજ્ઞાન, જ્ઞાન નથી. લખ્યું છે જુઓ! આમાં શું લખ્યું છે? “ઇન્દ્રિયજ્ઞાન” જ્ઞાન નથી ને અહીં એની વાત ચાલે છે. (વક્તા:) ઇન્દ્રિયજ્ઞાન? (શ્રોતા ) જ્ઞાન નથી ! (વક્તા:) જ્ઞાન કોને કહેવાય? કે જેમાં આત્મા જણાય એને જ્ઞાન કહેવાય ! જે જ્ઞાનમાં આત્મા ન જણાય એને જ્ઞાન કહેવાય નહીં. એને (તો) અજ્ઞાન કહેવાય. આહા! (શ્રોતા ) ઉન ભાઈકી એક દિનની આયુ બાકી થી આપને ઉનકો કહા કિ મેં સર્વજ્ઞ ભગવાનને જો કહા વો બાત કહતા હૂં. (ઉત્તર) મારે જવું” તું મુંબઈ. એક વાગ્યાનો મેલ હતો, સવારે ગયા અમે બધા, મેં કહ્યું એક સર્વજ્ઞ ભગવાને કહેલી વાત કહું છું એમ કહીને કહ્યું. ફૂલ સામે હોય ત્યારે સ્ફટિકમણિ કેવું...દેખાય? કદાચ ફરી જાય પરિણતિ, ફરી પણ જાય છેલ્લી ઘડીએ જીવને સમ્યગ્દર્શન પણ થઈ શકે છે, એમાં કાંઈ...બહુ મોટી વાત નથી. પણ એમને એ ન બેઠું ! અહાહા ! ( ફૂલ) સામે હોય ત્યારે તો લાલ જ હોય (સ્ફટિકમણિ ) એનો ( ફૂલનો) અભાવ થાય ત્યારે સફેદ ! ( એનો અર્થ શો થયો?) કર્મનો ઉદય હોય ત્યાં સુધી આત્મા અશુદ્ધ જ હોય! અને કર્મનો અભાવ થાય ત્યારે શુદ્ધ દેખાય, ખોટો છે ઈ..! કર્મ ને કર્મનો ઉદય એનાં ઘરમાં છે. આત્મા તો ત્રણે કાળ શુદ્ધ જ છે. આહાહા! કર્મના ઉદય વખતે આત્મા-શુદ્ધિના દર્શન થાય છે, ઉદય ઉદયમાં રહી જાય છે, પર્યાયમાં રહી જાય છે ને જ્ઞાનમાં ભગવાન આત્માનાં દર્શન થાય છે. (શ્રોતાઃ વાહ રે વાહ!). કર્મનો ઉદય મટે ને ત્યારે (આત્મ) દર્શન થાય! હવે કર્મનો ઉદય ક્યાં તને નડે છે? તને અંદર જવામાં! અરે! તને જાણનારો જણાઈ રહ્યો છે. સ્વીકાર કરે એટલી વાર! તારી વારે વાર છે! તારી વારે વાર છે!! એવું સ્વરૂપ ચોખું બહાર આવી ગયું બહુ!! Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #187 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન ૧૬૪ ઘાણ ઇન્દ્રિયના વિષયમાં આવેલી ગંધને આત્મા જાણવા જતો નથી ” આ એક આવ્યું પછી આંખ આવી, હવે રસેન્દ્રિય આવે છે-ખાટામીઠા પદાર્થ! આ ખાટો-મીઠો પદાર્થ (જણાય) આ લીંબુ ખાટું છે ને સાકર ગળી છે-એમ પદાર્થ જાણવામાં આવે છે. કેમ? જે પદાર્થ જે સ્વરૂપે છે (એમ જ જાણું છું) સાકરને હું કડવી જાણું તો તમારી) ભૂલ! લીંબુને મીઠું જાણું તો ભૂલ! (પણ હું તો જાણું છું કે) લીંબુ ખાટું! સાકર મીઠી. અફીણ કડવું-જે પદાર્થ જે સ્વરૂપે છે એ જ સ્વરૂપે જાણવું ઈ તો સમ્યક (કાચું ) કહેવાય! આ તર્ક, તર્ક! અજ્ઞાનના તર્ક હોં? આહાહા! ઈ જે સ્વરૂપે છે ઇ સ્વરૂપે જાણું ખાટાંને ખાટું, મીઠાને મીઠું ! આહાહા ! કહે: તારું એ જ્ઞાન નથી. તે છેતરાણોઈ તારું જ્ઞાન નથી! એક વખત જ્ઞાનમાં આત્માને જાણ.પછી તને ખ્યાલ આવશે કે આ ઇન્દ્રિયજ્ઞાનનો વિષય છે. મારો વિષય નથી માટે હું એને ખરેખર જાણતો નથી, આહા...હા! શેયાકાર જ્ઞાનનો તિરોભાવ થયો અને પછી રહ્યો !! આહા...હા...હા! સામાન્યનો આવિર્ભાવ થયો તે થયો, આત્માનું જ્ઞાન (પરને જાણવા) જાય જ નહીં. આત્માનું જ્ઞાન તો એને હતું પણ એનો સ્વીકાર નહોતો, ત્યાંસુધી ઇન્દ્રિયજ્ઞાનમાં આત્મબુદ્ધિ હતી. પણ જાણનાર જણાય છે એટલે ઇન્દ્રિયજ્ઞાન રહી ગયું પણ એમાં આત્મબુદ્ધિ (છૂટી ગઈ), એના વડે હું જાણું છું એ માઠી બુદ્ધિ વઈ ગઈ! ઇન્દ્રિયજ્ઞાન વડે, આ આત્મા જાણતો નથી. એ તો...અતીન્દ્રિયજ્ઞાન વડે આત્માને જાણે છે. હવે રસનો બોલ આવે છે. “અશુભ અથવા શુભ રસ” તને એમ નથી કહેતો. ખાટો મીઠો છે પદાર્થ કે “તું મને ચાખકેમ? ચાખે તો છે, ચાખી લ્ય છે માલ બધાય. તો ચાખ્યું કણે આ? ચાખનારો કોણ છે? રસ તો છે ખાટો મીઠો એ તો પુદ્ગલની અવસ્થા છે. પણ એને “જાણનાર' કયું તત્ત્વ છે? ઇ આત્માનું તત્ત્વ છે કે અનાત્મતત્ત્વ છે, એને કોણ જાણે છે? “ઉપયોગ' નથી જાણતો, “અનુપયોગ”—અનાત્મા જાણે છે એને ! “ઉપયોગ' તો આત્માને જાણે છે. પોતાને જાણવાનું છોડતો નથી. અને એનું “લક્ષ' કરતો નથી. દ્રવ્યનું આહીંથી “લક્ષ ” છૂટે નહીં ને ખાટાં-મીઠાંનું “લક્ષ” થાય નહીં. આહાહા! કઠણ પડે પણ છે અમૃત! આહા! (લોકોને) એવું એક શલ્ય ગરી ગયું છે: “હું પરને જાણું છું શું નથી જાણતો? આ...ઘડિયાલ રહી! આ ઓસ્કાર છે!! બોલો, આ શું જણાય છે? કહે, આ તો ઓકાર છે ઇ જણાય છે. આમાં ઓમ્કાર છે ઇ જણાય છે? કે તારું જ્ઞાન જણાય છે? કે તારો જ્ઞાયક જણાય છે? જો તો ખરો જરાક! (ઉપયોગને સૂક્ષ્મ કરીને!) આંખ ભલે એની સામે હોય, પણ જ્ઞાન અંદર વળી જાય છે! આંખ વાં રહે છે ને જ્ઞાન અંદરમાં વળી જાય છે! ને અનુભવ કરી લે ને આમ આંખ ફાટી રહે! આંખ આમ જોયા કરે હોં? (શ્રોતા:) ઇ તો આ ફોટામાં એમ જ છે, (ઉત્તર) ફોટામાં એમ જ છે, આમ જાણ્યા કરે છે પણ આંખનો ઉઘાડ ન્યાં છે અને જ્ઞાનનો ઉઘાડ અંદરમાં છે “મને તો જાણનાર જણાય છે” ત્યાં આંખ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #188 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૬૫ પ્રવચન નં. - ૧૨ ફાટી રીએ! જડ આંખ-ચામડાની, જ્ઞાન અંદરમાં વળીને...અહહા!(અભેદનો અનુભવ !) એ બહેનશ્રીનાં વચનામૃતમાં પણ બે બોલ આવ્યા છે. આપણે છપાવ્યા છે. આમાં (“ઈન્દ્રિયજ્ઞાન. જ્ઞાન નથી” પુસ્તકમાં) છપાવ્યા છે. કહે-બહિદ્દષ્ટિ-બહિચક્ષુ એ પ્રતિમાના દર્શન કરે છે ને અંતર્થક્ષુ-અંતરદષ્ટિ આત્માને જાણે છે” જ્યારે, પ્રતિમાની સામે ઊભા છે સાધક (સમ્યગ્દષ્ટિ) ત્યારની વાત કરી એમણે. ઘરમાં બેઠાં બેઠાં નથી કરી !! પ્રતિમાની સામે છે જ્યારે, ત્યારે પોતે લખે છે, કહે છે, કહી ગયા છે. એ આપણે છપાવ્યું છે કેઃ બહિરદષ્ટિ એને (પ્રતિમાને) જાણે છે, અંતરદષ્ટિ તો આત્માને જાણે છે ! અંતરચક્ષુ ને બહિચક્ષુ બે જુદાં છે! આહા..હા. હા! પણ, વિશ્વાસ ન આવે! વિશ્વાસ ન આવે! કેટલાંક તો બહેનશ્રી (ચંપાબેનને) ય નથી માનતા (સમ્યગ્દષ્ટિ!) જ્ઞાની! હવે આવું! પંચમકાળનું !! આહા! શું વાત કરવી ! સેંકડોહજારો વખત જે પુરુષે કહ્યું (પૂજ્ય ગુરુદેવે કહ્યું) “એક વખત પુરુષ પ્રમાણ, વચનપ્રમાણ હોવું જોઈએ ” એક વખત...પુરુષની આપણે પરીક્ષા કરી અને આપણે હૃદયમાં સ્થાપ્યા, પછી ઇ એમ કહે કે આ ગાયને સમ્યગ્દર્શન થયું છે, તો દર્શન કરી લેવા જોઈએ ! પૂછવું નહીં એમને, ક્યારે થયું? કેમ થયું? કઈ દેશનાલબ્ધિ એણે સાંભળી? કઈ તારીખે થયું? અરે ! તારીખ–બારીખની વાત કર નહીં! આહા! પણ આ તો !! હવે..મનુષ્યને સમ્યગ્દર્શન થયું છે એ ય માને નહીં તો ગાયને સમ્યગ્દર્શન થયું છે ક્યાંથી માને? હું! ગાયને થાય છે હો ! ચારે ય ગતિમાં થાય છે, સંજ્ઞીપંચેન્દ્રિયને ! ઈ તો પાઠ છે (શાસ્ત્રમાં) ઓલા ભૂંડને પણ થયું ને! ભૂંડને ને હાથીને (પણ થયું) નહીં! આવે છે ને? ઋષભદેવ ભગવાનના ઓલા-જીવનચરિત્રમાં આવે છે. વાંદરો, નોળિયો-ચારને થયું (સમ્યગ્દર્શન) બોલો! આહા...! અરે, મનુષ્યને થયું એમ માને નહીં તો, એને તો વાંદરાને થયું, કયાંથી માને ? આહા...હા ! “સમ્યગ્દર્શન કોઈ અપૂર્વ ચીજ છે! ” એ જ્ઞાનીની વાણી અફર હોય છે. સમ્યગ્દર્શનને ન માને! તો આને આટલા ભવે મોક્ષ છે એમ તો કયાંથી માને ? આહા! “ભવાન્તરનું જ્ઞાન થાય છે... શ્રીમદ્જીએ કહ્યું: ભવાન્તર (એટલે) આગલા, પાછલા પોતાના ને પરના (ભવનું) જ્ઞાન થાય છે, ન થતું હોય તો અનુભૂતિ નથી એમ ત્યાં સુધી કહ્યું ! અનુભૂતિ છે કે નહીં એ વિચારવા જેવી વાત એમ કાંઈક શબ્દ મૂક્યો છે અંદર ! આહાહા! અરે! જ્ઞાનમાં આત્મા જણાયા કરે છે એમાં સમ્યગ્દર્શન થાય છે, આત્મા પરને જાણે છે એમાં મિથ્યાદર્શન થાય છે લે! આ મિથ્યાદર્શન ને સમ્યગ્દર્શનના બે ભાગ છે. હું પરને જાણું છું એવા અભિપ્રાયમાં મિથ્યાદર્શન ને મિથ્યાજ્ઞાન ને મિથ્યાચારિત્ર છે. અને જાણનાર જણાય છે અને એવા શ્રદ્ધા અને જ્ઞાનમાં આવતાં એને સમ્યગ્દર્શન થઈ જાય છે. એ વાત કહે છે (આચાર્યદવ) “અશુભ અથવા શુભ રસ તને એમ નથી કહેતો કે “તું મને ચાખ' Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #189 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updařes જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન ૧૬૬ (૨સ જે છે ને!) ખાટો, મીઠો ! ‘અને આત્મા પણ...૨સના ઇન્દ્રિયના વિષયમાં આવેલા ’– જુઓ ! ત્યાં એક ઢાલ છે (ગ્રંથિ છે) આ જીભ છે ને, જીભનો ઉઘાડ ત્યાં સુધી ૨સ આવે છે. જીભ અને જીભની પાસે ઉઘાડ એની અંદરનો ‘ ઉપયોગ ’ (જ્ઞાન ઉપયોગ ), ‘ઉપયોગમાં ઉપયોગ છે' ત્યાં સુધી એ ૨સે ય (પુદ્દગલનો) આવતો નથી ને એ રસનું જ્ઞાન (ઉઘાડ) એ પણ એમાં આવતું નથી. ‘એમાં તો આત્માનું જ્ઞાન થયા કરે છે'! એ જ્ઞાનમાં તો આત્માનું જ્ઞાન થયા કરે છે...ને ભાવઇન્દ્રિયમાં ૨સનું જ્ઞાન થયા કરે છે ! બે ભાગ, જુદા જુદા છે! અહા...હા ! અજ્ઞાની પાસે બે ( જાતિના ) જ્ઞાન છે, એક સામાન્યજ્ઞાન ને એક વિશેષ-ભાવેન્દ્રિય-ખંડજ્ઞાન! ‘તું મને ચાખ’ અને આત્મા પણ રસના ઇન્દ્રિયના વિષયમાં આવેલા-આ કહે છે કે જ્ઞાનનો વિષય નથી ખાટો-મીઠો પદાર્થ! જ્ઞાનમાં નથી જણાતું! એ જ્ઞેયમાં જણાય છે જ્ઞેય (માં )! જ્ઞાનમાં જણાય છે આત્મા! શેય, શેયને જાણે છે ને જ્ઞાન તો આત્માને જાણે છે! ઇન્દ્રિયજ્ઞાનને એ ‘ જ્ઞેય ’ કહ્યું ! ( સમયસાર ) ૩૧ ગાથામાં! એક વિદ્વાન (કહે કે: ) ઇન્દ્રિયજ્ઞાન એ ‘ જ્ઞેય ' છે એમ ક્યાં લખ્યું છે? બોલો ! હવે આમ ડિગ્રીવાળા (પંડિતની) હો ? આમ સાધારણ નહીં ! ‘ એ ઇન્દ્રિયજ્ઞાન છે ઇ જ્ઞેય કયાં લખ્યું છે ભલા ! અરે! ભાઈ, બાપુ! આ તો સમયસારમાં ‘શેય’ લખ્યું છે. એકત્રીસ ગાથા જોઈ લો બાપુ! શેયના ત્રણ ભેદઃ દ્રવ્યઇન્દ્રિય, ભાવઇન્દ્રિય અને ભાવઇન્દ્રિયના વિષયો જુઓ, આ તીર્થંકર પરમાત્મા-પંચપરમેષ્ઠી છે ને! ભાવઇન્દ્રિયનો વિષય છે! આત્મજ્ઞાનનો એ વિષય નથી. હાય ! હાય ! સિદ્ધભગવાનના આઠ ગુણો છે એને કોઈ જાણે છે? ભાવ ઇન્દ્રિયનો વિષય છે. આત્મજ્ઞાનનો વિષય એ નથી. આહા..હા ! ઝીણી વાત છે, છે અમૃત જેવી ! આહા ! શેયથી વ્યાવૃત થઈને અંદ૨માં અનુભવ થાય એવી વાત છે. અરે ! સિદ્ધના આઠ ગુણ, અરિહંતના છેંતાલીસ ગુણ, એ આઠ કે છેંતાલીસ ગુણને આત્મજ્ઞાન જાણતું નથી, અરિહંતને જાણતું નથી, અરિહંતની દિવ્યધ્વનિ ને જાણતું નથી! અહા ! એને જાણનારું જ્ઞાન જુદું ને મને જાણનારું જ્ઞાન જુદું. બે ભાગલા અંદર છે! (આ ૫૨મોત્કૃષ્ટ ભેદજ્ઞાન!) બે ભાગલાનો સ્વીકાર કરતાં ૫૨ ઉ૫૨થી વ્યાવૃત્ત થઈને અંદરમાં આવી જાય છે. અહા...હા ! છ દ્રવ્યને કોણ જાણે છે કે ભાવ ઇન્દ્રિય! કે આત્મા નથી જાણતો ? કેઃ આત્મા, આત્માને જાણ્યા કરે છે બસ ! (અનુભવીનો અનુભવ છે કે) આત્માને જાણે છે એમાં એનો પ્રતિભાસ છે. ઇ પ્રતિભાસ નૈમિત્તિક છે ઓલું નિમિત્તભૂત છે. એમ કરીને પણ એને જાણે છે એમ લ્યો ને! કે ‘પહેલાં-પ્રથમ મને જાણે છે. બીજું જાણતો નથી એમ પ્રથમ લે ! પલાખાની વાત-વ્યવહારની વાત પછી શીખી લે જે પહેલાં નિશ્ચયની વાત સમજી લે !! આહા...હા...હા ! નિશ્ચય વિના વ્યવહાર, સમ્યક્ ન હોય! Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #190 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૬૭ પ્રવચન નં. - ૧૨ આહા “તું મને ચાખ” અને આત્મા પણ ..રસના ઈન્દ્રિયના વિષયમાં આવેલા રસને, પોતાના સ્થાનેથી છૂટીને.' અભેદજ્ઞાન!! આહા! જ્ઞાનાકારરૂપે એ જ્ઞાન પરિણમે છે! જ્ઞયાકારરૂપે પરિણમતું નથી. જ્ઞયાકારરૂપે પરિણમે તો જ્ઞાયક છે ઈ ય છે! જ્ઞાનાકારમાં પણ એક આત્મા ને જ્ઞયાકારમાં પણ એક આત્મા પરયને તો ઇ જ્ઞાન જાણતું ય નથી કેમ કે તેનું “લક્ષ' નથી. જ્ઞાનનું “લક્ષ” પર ઉપર હોય જ નહીં, જ્ઞાનનું “લક્ષ” આત્મા ઉપર જ હોય. આત્માને આશ્રયે જ જ્ઞાન થાય! પરને આશ્રયે જ્ઞાન ન થાય. રસને પોતાના સ્થાનેથી છૂટી ગ્રહવા જતો નથી-જાણવા જતો નથી. માટે ખરેખર એને જાણતો નથી. હવે સ્પર્શનો બોલ આવ્યો, સ્પર્શ! (અર્થાત્ ) ટાઢી, ઊની અવસ્થા! પછી, મનનો વિષય આવશે, બે. એ બે ગાથા સૂક્ષ્મ આવશે, કાલ આવશે. ‘આ’ આજે એક ગાથા લઈ લઈએ. અશુભ અથવા શુભ સ્પર્શ તને એમ નથી કહેતો કેઃ “તું મને સ્પર્શ'-ટાઢી, ઊની અવસ્થા છે, બરફ કે (અગ્નિની) કે તને એમ નથી કહેતી કે “તું મને સ્પર્શ' આહાહા ! અને આત્મા પણ...ટાઢી ઊની અવસ્થાને સ્પર્શ કરવા જતો નથી. કેમ કે આત્મા તો આત્માને જાણ્યા કરે છે, એનું જ્ઞાન નવરું પડે તો સ્પર્શને જાણે ! એનું જ્ઞાન એકસમય નવરું પડતું નથી! કેઃ પાંચેક મિનિટ નવરું પડી જાય અને તો તો આને (સ્પર્શાદિને) જાણી લ્ય! એક સેકન્ડ પણ નવરું ન પડે! એક સમય પણ નવરું ન પડે! અભેદને છોડતું નથી એ જ્ઞાન!! એ જ્ઞાન અભેદને છોડીને શેયને જાણતું નથી. એ જ્ઞાન આત્માને છોડીને પરમાં જતું નથી. આહા..હા! આ થાય એવી વાત છે! આહાહા ! એક સમય તો છોડ?! એક સેકન્ડ છૂટે તો બધાને જાણી લઉં હું? પણ છૂટે જ નહીં મૂર્ખ ! ભિખારીઓ ! સૂર્યનો પ્રકાશ છે ને! ઈ તમે કયો છે ઇ અભેદપણે એને જાણે છે પણ હું કહું છું એક સેકન્ડની રજા મળે એને તો તો મકાનને જાણે કે નહીં? એક સમય એનાથી છૂટો પડી જાય, પ્રકાશ પ્રકાશકથી? પણ..પ્રકાશ, પ્રકાશકથી (એક સેકન્ડ પણ) છૂટો પડી શકે નહીં. તારો અયથાર્થ વિકલ્પ છે, તારો તર્ક ખોટો છે જા ! આહા...હા ! તો, પ્રકાશ ન રહે તે પ્રકાશક-સૂર્ય પણ ન રહે. (જગતમાં) અંધારું થઈ જાય, એ જ્ઞાન આત્માને જાણવાનું એકસમય છોડતું નથી! જાણ્યા જ કરે છે ને જણાયા કરે છે! એમ લે ને! તારું કામ થઈ જશે! લાંબું કરીશ ને તો લપસી જાઈશ! અને ટૂંકું કરીશ તો ટકી જાઈશ ! (શ્રોતાઓમાં હર્ષની લહેર તાળીઓ) લાંબુ લાંબુ કરીશ ને તો તું લપસી જાઈશ અને આમ ટૂંકું કરીશ તો અંદરમાં ટકી જઈશ! (શ્રોતા.) બહુ સરસ! આહા ! ભલે! સૂર્યને પ્રકાશે પણ એમ. એમ પણ મકાન આદિને પરને તો પ્રકાશેને? આહ! પ્રકાશતું નથી બસ, એ જ એને ખટકે છે. એ જીવને ખટકે છે! હા.... એ વ્યવહાર એને પ્રકાશે છે હા..! અમારો વ્યવહાર આવ્યો !! (ગળે વળગેલો) મર્યો તું....અહા ! “પ્રકાશતું નથી ને પ્રકાશે છે એમ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #191 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન ૧૬૮ કહેવું એ તો ઉપચાર છે-ખોટું છે કથન ! “એમ નથી” વ્યવહાર કહે છે “એમ નથી ” આહા.. નિશ્ચય કહે છે એમ છે, (વસ્તુસ્વરૂપ!). (શ્રોતાઃ) આપે એમ કહ્યું ” તું એમ તે દિ' તો તે કહે પૂછશું ગુરુદેવને! (ઉત્તર) શું કરે પણ ગુરુદેવ! કે સાહેબ, વ્યવહારે જાણે કે...? કે: હા, જા! વ્યવહાર જાણે છે. (મારા સદ્ગુરુએ ) મને વાત કરી. આગળ વ્યવહાર, પાછળ વ્યવહાર અને “નિશ્ચયની વાત” કો'ક વખત કરું પણ આ સોગાનીજીએ તો આખી “નિશ્ચયની જ’ વાત કરી! પણ એને તો પોતાનું કરી લેવું હતું, અમારે તો આ બધાને ઉપદેશ આપવો...! શાસ્ત્ર (શાસન) ની શૈલી! આગળ વ્યવહાર પાછળ વ્યવહાર વચ્ચમાં “નિશ્ચયની વાત કરી દઈએ, કોઈ સમજે તો સમજે! અને (પછી) અમે બેય ખિલખિલાટ હસ્યા! આહા..હા “કહાન તારી આ લીલા' આ કોણ જાણે? આ આગળ જ્ઞાનને પાછળ જ્ઞાન..વચ્ચે દષ્ટિનો વિષય અમે આપી દઈ છીએ! એને તો, બધું સારું લાગે ! કે ગુરુવાણી છે! લાલફૂલ હોય ત્યારે (સ્ફટિકમણિ ) લાલરૂપે પરિણમે છે ( એમ પણ કહું) બોલો! આહા..હા ! આવા બધા કથનો વ્યવહારમાં આવે છે, પણ વ્યવહાર અસત્યાર્થ છે. વ્યવહારના જેટલા કથનો હોય, આ કથનો અસત્યાર્થ જાણી એનું શ્રદ્ધાના છોડ જે. અને નિશ્ચયનય વડે જે નિરૂપણ કરવામાં આવ્યું હોય તે સત્યાર્થીને ભૂતાર્થ છે એમ જાણી તેનું શ્રદ્ધાન અંગીકાર કરજે. આહા ! ટોડરમલ્લ સાહેબે (“મોક્ષમાર્ગ પ્રકાશકમાં ') આ બે વાત બહુ સરસ કરી છે. પણ હવે એના ઉપર ધ્યાન તો પોતે ખેંચે ત્યારે થાય ને! (શ્રોતાઃ) “કહાન લીલા” ને બરાબર ખોલી છે સાહેબ ! આપે ! (ઉત્તર) એ.પ્રકાશ કોઈ દિ' મકાનને પ્રસિદ્ધ કરતો જ નથી. (લોકો કહે) કે સૂર્ય ઊગે ત્યારે મકાન દેખાય! (તો કહે છે એમ નથી) સૂર્ય તો સૂર્યમાં રહ્યો પણ એની જે કાળીપર્યાય (મકાનની) રાત્રે હતી, એ પર્યાય (ઉજળાશરૂપે) થઈ પ્રકાશરૂપે તો મકાન પોતે પ્રકાશે છે. ઓલું (સૂર્યનો પ્રકાશ ) તો નિમિત્ત માત્ર છે. નિમિત્ત નથી, નિમિત્તમાત્ર ઉપચારથી કહ્યું! કે ઊગ્યો આ સૂર્યને દેખાણું ! અજ્ઞાની જીવને એમાં ગમે છે. અરે! સૂર્ય ઊગે કે ન ઊગે, મકાન મકાનમાં છે ને સૂર્ય, સૂર્યમાં છે. આહાહા! એકલો સ્વપ્રકાશક છે સૂર્ય!! સૂર્ય છે ઈ સ્વપ્રકાશક છે એમ આત્મા? “એકલો સ્વપ્રકાશક છે' એમાં સાધ્યની સિદ્ધિ થાય છે ને પછી પરનાં પ્રતિભાસ થાય છે ને પરને જાણે છે ને એવાં લાંબા-લાંબા (કથનો વ્યવહારમાં શાસ્ત્રોમાં પણ ઘણાં છે) “ એ લાંબુ લાંબુ કરીશ તો લપસી જઈશ ને ટૂંકુ કરીશ તો અંદરમાં ટકી જાઈશ” હવે આમાં આવી જા ને! શું એમાં (વ્યવહારમાં ભેદમાં) - છે માલ? (વ્યવહારના કથનોમાં આવે) એકસો અડતાલીસ કર્મની પ્રકૃતિ ને માર્ગણા સ્થાન ને ચાર ઘાતિ ને Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #192 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates પ્રવચન નં. ૧૬૯ ચાર અઘાતિ !! અમે બહુ ભણેલાં પણ ભૂલી ગયાં! ભણ્યા' તા બધું ય હો? પણ ભૂલવા જેવું હતું ઇ...ભૂલી ગયા આહા..હા! આ ગુણસ્થાન અને આટલી કર્મની પ્રકૃતિ ઉદયમાં આવે ને આટલી છૂટેને...બધું ય હોં! ગોમ્મટસારમાં લખેલું છે. બધુંય મોઢે કર્યું તું! પણ બાપુ! આહા...હા ! ૫૨ને જાણતા જ્ઞાન પણ ન થાયને સુખ પણ ન થાય, કર્મમાં જ્ઞાન નથી ને શાનમાં કર્મ નથી! આઠ (પ્રકારના) કર્મને જાણતાં જ્ઞાન ન થાય ને સુખ પણ ન થાય. આત્માને જાણતાં જ્ઞાન ને સુખ થાય ! કેમ ? શા માટે થાય ? કે: આત્મામાં જ્ઞાન ને સુખ છે!! ‘તું મને સ્પર્શ’ આહા...! અને આત્મા પણ પોતાના સ્થાનેથી છૂટીને કાયાના સ્પર્શ ઇન્દ્રિયના વિષયમાં આવેલા' આહા ! ઇ સ્પર્શ ઇન્દ્રિયનો ઉઘાડ-ટાઢીઉની અવસ્થાને જાણે છે કોણ ? સ્પર્શ ઇન્દ્રિયનો ઉઘાડ (જાણે છે) જ્ઞાનનો ઉઘાડ નહીં. સ્પર્શ ઇન્દ્રિયનો ઉઘાડ જુદો ને જ્ઞાનનો ઉઘાડ જુદો ! જ્ઞાનનો ઉઘાડ જ્ઞાયકને જાણે ને સ્પર્શ ઇન્દ્રિયનો ઉઘાડ ટાઢી-ઊની અવસ્થાને જાણે ! કોણ ના પાડે છે? કે જાણનાર બતાવો અમને તો કહે છે જાણનાર આપી દઉં તને ! આપી દીધો! હવે તો છોડી દે કે હું જાણું છું (૫૨ને) એ છોડી દેતું! કાયાના સ્પર્શઇન્દ્રિયના વિષયમાં આવેલ સ્પર્શને ગ્રહવા જતો નથી (એટલે કે) જાણવા જતો નથી. - ૧૨ ભગવાન આત્મા તો આત્માને જાણે છે! બાળ-ગોપાળ સૌને ભગવાન આત્મા જણાય છે અહા...હા ! હું ૫૨ને જાણું છું એ પાપ છે. સ્વને જાણવું ઇ ધર્મ છે. (૫૨ને જાણતાં ) પુણ્યે ય નથી ! સ્વને જાણવું તે ધર્મ છે ! આહા...હા ! ધર્મ ક૨વો હોય તો ‘જાણનાર ને જાણ' બીજો કોઈ ઉપાય (નથી) છૂટવાનો એક જ ઉપાય છે! આત્મા જ શરણ છે બાકી જગતમાં શ૨ણ નથી ! જેને ઇન્દ્રિયજ્ઞાનનો રસ ચડયો છે તેને અતીન્દ્રિયજ્ઞાન પ્રગટ થતું નથી. જેમ રાગ એ વ્યભિચાર છે, તેમ ઇન્દ્રિયજ્ઞાનનો ૨સ એ વ્યભિચાર છે. (૫૨માગમસા૨ બોલ નં. ૫૦૩) Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #193 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી શુદ્ધાત્મને નમઃ શ્રી સમયસાર ગાથા ૩૭૩-૩૮ર તા. ૭-૧૧-૧૯૯૧ રાજકોટ પ્રવચન નં.-૧૩ (શ્રી સમયસાર ગાથા-૩૭૩ થી ૩૮ર એ દશ ગાથા ચાલે છે.) એમાં સાત ગાથા થઈ ગઈ (અર્થાત સ્પષ્ટીકરણ થયું) છેલ્લી ત્રણ ગાથા છે. છેલ્લી ત્રીજી ગાથા (જુઓ !) અન્વયાર્થ:- આહા! વિષય એવો ચાલે છે ગંભીર! કેઃ જ્ઞાનનો વિષય એકલો આત્મા છે, અને ભાવેન્દ્રિયનો વિષય એકલો પર છે. “જ્ઞાન સ્વને જાણે છે અને પરને જાણતું જ નથી.” આત્મજ્ઞાન, જે આત્માને અવલંબીને પ્રવર્તે છે. સામાન્યનું જે વિશેષ છે તેને “ઉપયોગ લક્ષણ” કહેવામાં આવે છે, એ ઉપયોગ નામનું લક્ષણ, લક્ષ્યથી અભેદ છે. એટલે....એ ઉપયોગ પોતાના આત્માને જાણતો જ પ્રગટ થાય છે, અને (એ) ઉપયોગ પર નહીં જાણતો જ પ્રગટ થાય છે! અને ઇન્દ્રિયજ્ઞાન-ભાવેન્દ્રિય, પાંચ ઇન્દ્રિયનો ઉઘાડ...એ કેવળ પરને જાણતું પ્રગટ થાય છે, અને એ જ્ઞાન (એટલે ઇન્દ્રિયજ્ઞાન ) આત્માને નહીં જાણતું જ પ્રગટ થાય છે. ત્યાં, એ સાઈડમાં (બાજુમાં) અસ્તિ-નાસ્તિ અનેકાંત છે. અને આ સાઈડમાં અસ્તિનાતિ, અનેકાંત છે. આત્માનું જ્ઞાન, આત્માને જાણે અને પરને ન જાણે! એનું નામ અતિનાસ્તિ અનેકાંત છે. ભેદજ્ઞાનનો પ્રકાશ છે “આ '! બીજી સાઈડમાં ઇન્દ્રિયજ્ઞાન જે છે. આ દેખાય છે બધું બહારના પદાર્થો, તેને દેખનારું (જાણનારું) જે ઇન્દ્રિયજ્ઞાન....એ ઇન્દ્રિયજ્ઞાન કેવળ પરને પ્રસિદ્ધ કરે છે. અને આત્માને પ્રસિદ્ધ કરતું નથી. (આ) એની સાઈડમાં અસ્તિ-નાસ્તિ અનેકાંત છે. અને (ઓલું) એની સાઈડમાં અસ્તિ-નાસ્તિ અનેકાંત છે. જ્ઞાન અને શેયના બે ભાગ છે! પાંચ ઇન્દ્રિય (નું જ્ઞાન) ને છઠું મન એ જ્ઞાન નથી પણ “જ્ઞય' છે. “પરશેય છે, અશેય નથી. ઇન્દ્રિયજ્ઞાન પણ એ જ્ઞાન નથી અને ય પણ નથી! (એટલે કે) ઈન્દ્રિયજ્ઞાન, જ્ઞાન પણ નથી અને સ્પશેય પણ નથી, એ તો અત્યંત ભિન્ન છે આત્માથી! અને આત્માનું જ્ઞાન આત્માથી અનન્ય અભિન્ન છે (તેથી) અનન્ય થઇને અભિન્નપણે નિરંતર (સ્વને) જાણ્યા જ કરે છે, એવું અભેદશેય” બધાની પાસે અનાદિઅનંત રહેલું છે અને એ જ્ઞાનમાં અભેદપણે આત્મા જ જણાયા કરે છે !! આહા! નિરંતર બાળ-ગોપાળ સૌને, સદાકાળ, ભગવાન આત્મા જાણવામાં અનુભવમાં આવે છે! એ અનાદિ અનંત એવું જોય છે અને એક એવું “પરણેય ” છે. ભાવેન્દ્રિય કે જે પરને જ જાણે ને અને જાણે નહીં. એ બે ભાગ અજ્ઞાની પાસે પણ રહેલા છે. આહાહા! જ્ઞાની થાય ત્યારે...પ્રત્યક્ષ અનુભૂતિ થાય અને આનંદ પણ આવે! આનંદ આવવા Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #194 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૭૧ પ્રવચન . - ૧૩ પહેલાં પણ સમ્યગ્દર્શન થવા પહેલાં પણ અંદરમાં બે જ્ઞાન ભિન્ન ભિન્ન છે! એક આત્મા આશ્રિત જ્ઞાન અને એક પરઆશ્રિતજ્ઞાન એટલે ઇન્દ્રિયજ્ઞાન એટલે જડ-અચેતન (ચૈતન્યરહિત !) એવા બે ભાગની અપૂર્વ વાત! બેસતા વર્ષના દિવસે! બેસતાં વર્ષની આ બોણી!! કેઃ મારું જ્ઞાન મને જ જાણે છે અને મારું જ્ઞાન પરને જાણતું નથી! (ત્યારે પરને કોણ જાણે છે?) જે આંખનો ઉઘાડ, કાનનો ઉઘાડ ને મનનો ઉઘાડ છે બધો એ કેવળ પરને જાણે છે. અને (એ ઇન્દ્રિયજ્ઞાન) મારા આત્માને જાણતું નથી. એવા આત્મજ્ઞાન અને ઇન્દ્રિયજ્ઞાન વચ્ચેના ભેદજ્ઞાનની અપૂર્વ (આ દશ ગાથા) છે. આ દશ ગાથાનો મર્મ સમજે-ભાવભાસન થાય તો (આત્મ) અનુભવ થાય, તેવી ચીજ છે! આ બેસતા વર્ષની “બોણી છે. એ પાંચ ઇન્દ્રિયનો વિસ્તાર થઈ ગયો, હવે આચાર્ય ભગવાન “મન” (વિષે) કહે છે. મન કહો કે બુદ્ધિ કહો (એકાર્થ છે) એ મનના બે પ્રકાર છે. એક દ્રવ્યમન” એક “ભાવમન" (જુઓ!) જેમ આ જે છે ને કઇન્દ્રિય (બહારનો કાન) આ તો જડ છે, પણ કાનનો ઉઘાડ જે છે ને, એ ઉઘાડ શબ્દને જાણે છે (એ ભાવઇન્દ્રિય છે) એ ઉઘાડ આત્માને જાણતો નથી (એવી રીતે બધી ઇન્દ્રિયો તથા) એક બુદ્ધિ (મન) અનાદિ કાળની (જે ભાવમન) એ ભાવમનની વાત ચાલે છે. (કહે છે કે, “અશુભ અથવા શુભ ગુણ” ગુણની વાત ચાલે છે. અત્યાર સુધી (માં) સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, (શબ્દ) ની વાત આવી, હવે ગુણ એટલે છદ્રવ્યનાં પર્યાયો એમાં અનંતા જીવો આવી ગયા ! નિગોદથી માંડીને સિદ્ધપરમાત્મા (સર્વ જીવો) આવી ગયા ! સિદ્ધપરમાત્માનું સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર (આદિ સર્વગુણો) પરિપૂર્ણ થયાં, કેવળજ્ઞાન (પ્રગટયું) એ આત્મજ્ઞાનનો વિષય (ધ્યય) નથી. મનનો વિષય છે! આહા ! પંચપરમેષ્ઠીને આત્માનું જ્ઞાન જાણતું નથી! પંચપરમેષ્ઠી પર્યાય છે–ગુણ છે. જીવનો! નિર્મળ નિર્વિકારી વીતરાગી ગુણ અને પર્યાય એ પંચપરમેષ્ઠીની પર્યાય (તથા) અરિહંતની કેવળજ્ઞાનની પર્યાય-ગુણ, ગુણ એટલે પર્યાય, એ અરિહંતનો-પરમાત્માનો ગુણ એમ કહેતો નથી કેઃ “તું મારી સામે જો ' અહા! નિમિત્ત એમ કહેતું નથી કે “તું મારું લક્ષ કર' એ નિમિત્ત છે, નહીં કે ઉપાદાન! ઉપાદાન છે પંચપરમેષ્ઠી. એ નિમિત્ત છે અરિહંત પરમાત્મા! ઉપાદાન તો અહીંયા છે!! નિમિત્ત એમ કહેતું નથી કેઃ “તું મારી સામે જો ”—મારી ભક્તિ કર! મારી પૂજા કર! એમ કાંઈ કહેતા નથી. અરિહંત પરમાત્મા એનો ગુણ કહેતા નથી. અને આત્મા પણ...એ જે મનનો વિષય છે-બુદ્ધિનો વિષય છે. એને, પોતાને જાણવાનું છોડીને એને જાણવા જતો નથી!' એ તો પોતાને જ જાણ્યા કરે છે. અજ્ઞાની હો! સાધક હો! કે પરમાત્મા હો !! જ્યાં જ્ઞાન કહ્યું ત્યાં જ્ઞાનનો અનન્ય - અભેદ આત્માને જ જાણતું (જ્ઞાન) પ્રગટ થાય છે, એ ઉત્પાદ, ધ્રુવને જ પ્રસિદ્ધ કરે છે. જ્ઞાનનો પર્યાય (ઉપયોગ ) જ્ઞાયકને પ્રસિદ્ધ કરે છે, શાયકનો પર્યાય પંચપરમેષ્ઠીને વિષય કરતું નથી! Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #195 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૭ર જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન આત્મા પોતાને જાણવાનું છોડીને, જો પરને જાણવા જાય તો આત્માનો નાશ થઈ જાય! અને ગુણી અને ગુણનો ભેદ કરે તો અનુભવ ન થાય. બે વાત (સ-સાર) સેટિકાની ગાથામાં લીધી છે. આ” અભ્યાસ કરે તો મજા આવે એવું છે. ત્યાં એમ કહ્યું કે: પરને જાણવાનો તારો અભિપ્રાય છે, તો (તારી દષ્ટિમાંથી) આત્માનો નાશ થશે, અને આત્મા આત્માને જાણે છેઆત્માનું જ્ઞાન આત્માને જાણે છે, તો તને સમ્યગ્દર્શન નહીં થાય! (કેમ કે) આત્મા ને આત્માનું જ્ઞાન એક (જ) વસ્તુ છે, બે વસ્તુ નથી-અભેદ છે! આહાહા ! એને અભેદશેય કહેવાય. કહે છે કે તને અરિહંત ભગવાન એમ કહેતા નથી કે “તું મને જાણ” આહા! આત્મજ્ઞાની ગુરુ એમ કહેતા નથી કેઃ “તું મને જાણ” : “અને આત્મા પણ બધા આત્માની વાત ચાલે છે. એનું આત્માને જાણવાનું છોડીને પરને જાણવા જતું નથી. “પરલક્ષ અભાવાત્-કોઈ કાળે પણ જ્ઞાનને પરનું લક્ષ હોઈ શકે નહીં! પરનો પ્રતિભાસ ભલે અનંતનો હોય! એ બિંબ જુદું ને પ્રતિબિંબ જુદું!! અને આત્મજ્ઞાન અભેદ છે ઇ જુદું છે. “એ ગુણ એમ કહેતા નથી કે “તું મને જાણ” અને આત્મા પણ પોતાના સ્થાનથી છૂટીને) એટલે પોતાને જાણવાનું છોડીને, પોતાના સ્થાનથી છૂટીને એટલે કે પોતાને જાણતું જ પ્રગટ થાય છે, બધાનું જ્ઞાન બાળ-ગોપાળ સૌને !! એ જ્ઞાન, આત્માને જાણવાનું છોડી અને પંચપરમેષ્ઠીને જાણવા જતું નથી. એના ગુણો એટલે પર્યાય-સિદ્ધભગવાનના આઠ ગુણ, અરિહંતના છેતાલીસ ગુણ ! આહા! સિદ્ધભગવાન એમ કહેતા નથી કે: “તું મારી સામે જો” એમ આત્મા પણ પોતાને જાણવાનું છોડીને એને જાણવા જતો નથી. અહા! આવી સ્થિતિ હોવા છતાં મૂઢ પ્રાણી ! મનના વિષયને જ્ઞાનનો વિષય બનાવે છે! છે બુદ્ધિનો વિષય (એ પરપદાર્થો!) એક શુદ્ધાત્મા સિવાય-સ્વ સિવાય બધું પર (એ પર) બુદ્ધિનો વિષય છે. (જુઓ !) પાંચ ઇન્દ્રિયમાં એકલું પુદ્ગલ લીધું. પહેલાં પાંચ ઇન્દ્રિય આવી ને? એમાં એકલા પુદ્ગલનાં પર્યાયો લીધાં. આમાં તો (મનના વિષયમાં તો) અનંતા જીવો, એનાં પરિણામ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ ને કાળ (રૂપી, અરૂપી બધાં પદાર્થો લીધાં) આહા..હા ! જીવ અને પુદ્ગલ ગતિ કરે ત્યારે “ધર્માસ્તિકાય” ને નિમિત્ત કહેવાય, અને ગતિપૂર્વક સ્થિતિ કરે તો “અધર્માસ્તિકાય ” નિમિત્ત કહેવાય, કહે છે એ ધર્માસ્તિકાયનો ગતિહેતુત્વ” જે (અસાધારણ ) ગુણ છે, એ જ્ઞાનનો વિષય નથી ! મનનો વિષય છે. ત્યારે પ્રવેશિકામાં અત્યાર સુધી ભણ્યા ઇ?! ભલે ભણ્યા, ભણ્યા એનો ક્યાં વાંધો છે? પણ એને જાયું મેં (મારા જ્ઞાને જાણ્યું) એ મિથ્યાત્વ છે! આહા સર્વજ્ઞ ભગવાને કહેલું ( દિવ્યધ્વનિમાં આવેલું છે કે) ધર્માસ્તિકાય (નામનું એક દ્રવ્ય છે) એનો એક અસાધારણ ગુણ ગતિહત્ત્વ છે જ્યારે જીવ અને પુદ્ગલ ગમન કરે-ગતિ કરે ગતિ કરે Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #196 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૭૩ પ્રવચન નં. – ૧૩ સ્વતંત્રપણે, એક ક્ષેત્રમાં (જીવ-પુદ્ગલ) જાય ત્યારે ધર્માસ્તિકાયનો એ અસાધારણ ગુણ એને નિમિત્ત છે. એને ગતિ હેતુત્વ કહેવામાં આવે છે. એ ગતિમાં-હેતુ-ગતિમાં નિમિત્ત થાય! એવો એક ગુણ ધર્માસ્તિકાયમાં છે, અહીંયાં (એટલે આત્મામાં-જ્ઞાનમાં) નથી. ઇ....એમ કહેતું નથી કેઃ “તું મારી સામે જો” અને આત્મા પણ. એ બુદ્ધિગોચર ધર્માસ્તિકાયના ગુણને (જાણવા જતો નથી.) એ બુદ્ધિગોચર છે, બુદ્ધિ અને ગ્રહણ કરે છે –બુદ્ધિ અને જાણે છે. બુદ્ધિ અને જ્ઞાન ભિન્ન છે! જે બુદ્ધિ અને જ્ઞાનને એક માને છે, બુદ્ધિને જ જ્ઞાન માનેમનને જ જ્ઞાન માને, તે અજ્ઞાની બની જાય છે. અતીન્દ્રિયજ્ઞાનમયી આત્મા અને ઇન્દ્રિયજ્ઞાન એ સર્વથા ભિન્ન ભિન્ન છે. અનાદિથી ભિન્ન ભિન્ન છે. એકત્વને પામતું જ નથી. આહા...હા! આ જૈનદર્શન!! અપૂર્વ દર્શન છે, અસાધારણ દર્શન છે! અહા ! મનનો વિષય જુદો અને જ્ઞાનનો વિષય જુદો! મનમાં જ્ઞાન નથી ને જ્ઞાનમાં મન નથી ! મનમાં બધા નયોના વિકલ્પ ઉત્પન્ન થાય છે! | (જુઓને !) વિચાર આવે છે ને! તે મનનો ધર્મ છે. વિચાર છે જ્ઞાનનો ધર્મ નથી વિચાર” ઇ મનનો ધર્મ છે, ઇ...માનસિક દોષ છે, માનસિક (વિચાર) દોષ છે! જ્ઞાનનો ધર્મ તો આત્માને જાણવાનો છે. કોઈ અપૂર્વ બેસતા વર્ષની ‘આ’ બોણી છે. ખ્યાલ રાખે તો કામ થાય એવું છે! અહા ! મોટા દિવસે તો સારું ભોજન હોય ને! આજે બદામનો મેસુબ પીરસાય છે! લોટનો મેસુબ તો ઠીક, પણ બદામનો મેસુબ છે!! (શ્રોતા ) (મોંઘવારી છે તેથી બદામનો મેસુબ મળતો નથી.) (ઉત્તર) વાત સાચી છે, ત્રણે કાળ આ વાત મોંધી છે ને મોંધી રહેવાની છે. એમ સમયસારમાં લખ્યું છે. વ્યવહારનો ઉપદેશ તો તમે ઠામ-ઠામ-ઠેક ઠેકાણે મળશે, પણ શુદ્ધનયનો ઉપદેશ વિરલ અને ક્યાંય-ક્યાંક ! ઠેક-ઠેકાણે નહીં મળે. બદામનો મેસુબ જ્યાં ત્યાં મળે ? અહાહા ! ક્યાંક જાય તો જુવારના રોટલા, પછી કાંઈક સારું ઘર હોય તો બાજરાના રોટલા, એનાથી સારું ઘર હોય તો ઘઉંની રોટલી, એનાથી સારું ઘર હોય તો શીરો ! એનાથી સારું ઘર હોય તો લોટનો મેસુબ! પણ....બદામનો મેસુબ તો ક્યાંક ક્યાંક કોઈ વખતે કોઈ ઠેકાણે મળે !! આહાહા! એમ શુદ્ધનયનો ઉપદેશ વિરલ છે. ક્યાંક ક્યાંક છે! આહા...હા ! એતો (પૂજ્ય) ગુરુદેવના પ્રતાપે વાત બહાર આવી, બાકી શુદ્ધનયનો ઉપદેશ તો અસ્ત થઈ ગયો હતો. પણ......હવે ગુરુદેવના પ્રતાપે ઉદય થયો છે. પણ....(ઉદય પામેલો આ ) ઉપદેશ કોઈ દિ હવે, કોઈ કાળે અસ્ત થવાનો નથી. ક્યાંક ક્યાંક, ખૂણે-ખાંચરે, ખાનગીમાં/પબ્લીકમાં નહીં તો ખાનગીમાં પણ એનો ઉદય રહેશે. પણ એ બદામના મેસુબની જેને ઈચ્છા હશે, એને મળશે. આહાહા! આત્માર્થીનું કામ છે-મોક્ષાર્થીનું કામ છે. ધનઅર્થી અને માનઅર્થીનું આમાં કામ નથી. આચાર્ય ભગવાન કહે છે કે મનના જેટલા તારા કલ્લોલ ઊઠે છે! વિકલ્પ ઊઠે છે! (કે) આ...... Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #197 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૭૪ જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન છે, આને....જાણું છું, આ ધર્માસ્તિકાય કહેવાય ને આ અધર્માસ્તિકાય કહેવાય.આકાશ છે, અવગાહન હેતુત્વ ગુણ એનો છે! (પરંતુ) જ્ઞાન, એ આકાશને કે આકાશના ગુણને જાણતું નથી. ભલે! એનો પ્રતિભાસ થાય પણ લક્ષ જ્ઞાનનું એમાં હોય જ નહીં. જ્ઞાનનું લક્ષ જ્ઞાયક ઉપર જ હોય ત્રણે કાળ! એને અમે જ્ઞાન કહીએ છીએ. અહાહાએ ધર્માસ્તિકાયના ગુણ, અધર્માસ્તિકાયના ગુણ, આકાશના ગુણ ને કાળદ્રવ્ય છે–અસંખ્યાત કાલાણુ! એ (પદાર્થો) પરિણમે એમાં કાળદ્રવ્યને નિમિત્ત કહેવામાં આવે છે. એ જે કાળદ્રવ્યનો ગુણ કહેતો નથી કેઃ “તું મને જાણ ” અને આત્મા પણ પોતાના જ્ઞાનને છોડીને એને જાણવા જતું નથી...તો આ બધું કોણે જાણ્યું? અત્યારસુધી? કે: “મેં જાણું” એના ઉપર મીઠું વાળી દે! (મારા) મને જાણું છે,-મારા જ્ઞાને તો મારા આત્માને જાણ્યો છે અથવા જાણા (જ) કરું છું! એમ લે ને! તો અનુભવ થશે. આહાહા ! “એ ગુણો એમ કહેતા નથી (“કે તું અમને જાણ') અરૂપીની વાત ચાલી. અરિહંત આવી ગયા ને બધા આવી ગયા, સિદ્ધપરમાત્મા આવી ગયા (રૂપી–અરૂપી બધા આવી ગયા એ) એમ કહેતા નથી કે: “તું મને જાણ' અને હવે આ સાઈડથી આચાર્ય ભગવાન વાત કરે છે (કે) “અને આત્મા પણ/બધા આત્માની વાત ચાલે છે હોં ! આહા ! આત્મા પણ પોતાને જાણવાનું છોડીને '—એક સમય પણ પોતાને જાણવાનું છોડતો નથી! (આત્મા પોતાને) જાણવાનું છોડીને અને પરને જાણવા જાય તો તો આત્માનો નાશ થાય! અહા...હા! અને જ્ઞાન ને શાયકનો ભેદ દેખાય તો અનુભવ થાય નહીં જ્ઞાન અને જ્ઞાયક અભેદ છે. અભેદ હોવાથી તે જ્ઞાન જેમાં “તન્મય થાય છે... એને જાણે છે, અને જેમાં “તન્મય નથી” એને ખરેખર જાણતું નથી! પ્રતિભાસ હો તો હો! પ્રતિભાસની મુખ્યતા નથી. એ બુદ્ધિના વિષયમાં આવેલા બુદ્ધિગોચર' બુદ્ધિગોચર ગુણને જાણવા-ગ્રહવા જતો નથી' કોઈ કાળે (જાણવા જતો નથી) એનો સ્વભાવ જ નથી. બુદ્ધિગોચર જે અરૂપી પદાર્થ છે, બીજા ગુણો છે-એ સીમંધર પ્રભુ બિરાજમાન છે અત્યારે (મહાવિદેહમાં) અને એમને ગુણ પ્રગટ થઈ ગયા છે-કેવળજ્ઞાન, આનંદ (આદિ ગુણો પરિપૂર્ણ) એમને ગુણ પ્રગટ થઈ ગયા છે-કેવળજ્ઞાન, આનંદ (આદિ ગુણો પરિપૂર્ણ) ગુણ પ્રગટ થઈ ગયા છે...પણ એ પ્રભુના ગુણ (એ) ગુણ એમ કહેતા નથી આહા! પ્રભુના ગુણ (એમ કહેતા નથી) કેઃ “તું મને જાણ'...આહા ! કો'કને એમ લાગે કે એકલી નિશ્ચયની વાત છે (પરંતુ) નિશ્ચયની એટલે!! આહા! નિશ્ચયની એટલે સત્ય! પ્રભુ એમ કહેતા નથી કેઃ “તું મને જાણ ” : પ્રભુની વાણી છે ને! પ્રભુ એમ કહેતા નથી કે: “તું મને જાણ” અને આત્મા પોતાને જાણવાનું છોડીને ! નિજ પરમાત્માને જાણવાનું છોડીને! બીજા પરમાત્માને કે પરમાત્માના ગુણોને (આ આત્મા) જાણવા જતો નથી. પરમાત્મા ની વાત ) આવશે પછી, પહેલા પરમાત્માના ગુણો લીધા ! દ્રવ્ય પછી લેશે. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #198 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૭૫ પ્રવચન નં. - ૧૩ અહં...હ! જાણનારો જણાય છે, બાળ-ગોપાળ સૌને ! આહા! ભગવાન આત્મા જણાય છે! આવી વાત બહાર આવી...પણ એને એ વાત સાંભળ્યા પછી કહેઃ એના પછી શું? એના પછી શું? આના પછી શું? આના પછી શું? અધિક કાંઇક કહો, હજુ અધિક કાંઇક કહો!! અરે! બધું એમાં સમાઇ ગયું ભાઈ! “જાણનાર જણાય છે' એમાં શું અધિક! આકાંક્ષા છોડી દે (અધિક) જાણવાની! એને મન ઉપર છોડી દે, મન જાણશે મન જાણે તો જાણો! રખડુ છે મન ! અહા! મન રખડુ છે – મનને માંકડુ કહ્યું છે! ઓલા વાંદરા છે ને ઇ ચંચળ બહુ હોય, વાંદરા સ્થિર ન રહે, એમ “મન' માંકડું છેવાંદરા જેવું! આહા...હા ! એ બધા મનના વિષયો છે કલ્લોલો બધા વિકલ્પનાં ઉત્પન્ન થાય છે એ મનમાં થાય છે, કલ્લોલ-વિકલ્પ! જ્ઞાનમાં વિકલ્પ નથી. એ જ્ઞાન તો સ્વભાવથી જ અભેદ આત્માને જાણ્યા જ કરે છે! ભેદ પડતો નથી એટલે જ્ઞાનમાં વિકલ્પ ઉત્પન્ન થતો નથી. ભેદ પડે તો મનનો વ્યાપાર ચાલુ થાય ને? (તો જ) મનમાં વિકલ્પનો જન્મ થાય! પણ અહીંયાં અભેદ જણાવા મંડે તો મન મરી જશે! “મન પાવે વિશ્રામ અનુભવ યાકો નામ ' અહા! અત્યારે બદામના મેસુબની વાત ચાલે છે! (કહે છે) “બુદ્ધિના વિષયમાં આવેલા'-(એટલે) જ્ઞાનનો વિષય નથી. છ દ્રવ્ય, ચૌદગુણસ્થાન, ચૌદમાર્ગણાસ્થાન એ જીવના ગુણો એટલે પર્યાયો એટલે વિભાવ, એ કહેતા નથી કે: “તું મને જાણ” “અને આત્મા પોતાને જાણવાનું છોડીને રાગને, રાગનાં ફળને, દુ:ખને જાણવા જતો નથી.' અને એ રાગ ઉત્પન્ન થયો એ કહેતો નથી કે તું મને જાણ! અને છતાં હું રાગને જાણું છું ને દુઃખને જાણું છું (એમ જાણી) એની હારે એકતા કરે છે. જાણેલાનું શ્રદ્ધાન થઈ જાય છે. એવી અપૂર્વ વાતો છે! અહા..હા! આ મનનો વિષય જરા સૂક્ષ્મ છે! પાંચ ઇન્દ્રિયોનો વિષય તો સ્થૂળ હતો. બુદ્ધિના વિષયમાં ગુણ (કહ્યા) ગુણ! એ બુદ્ધિગોચર-મનગોચર (છે) બુદ્ધિગોચર કહો કે મન કહો એક જ વાત છે. અહા...હા! એ મનનો ઉઘાડ તીર્થંકર પરમાત્માને જાણે છે. જ્ઞાનનો ઉઘાડ આ નિજ પરમાત્માને જાણે છે! જાણતો પ્રગટ થાય છે. અભેદપણે જાણ્યા જ કરે છે! અભેદપણે જણાય છે એમ આવે તો, અભેદ થઇને અનુભવ થઇ જાય! અભેદના સ્વીકારે અભેદનો અનુભવ થઈ આનંદ આવે! પણ ભેદ પડે તો રાગ થશે ને.. પરને જાણું છું તો તો આત્માનો નાશ થઈ જશે! આહા...હા આ બેસતા વરસની બોણી છે! આ આજની ટેપ સાચવી રાખશો ને વારંવાર સાંભળશો તો કો'ક દિવસ એનો લાભ થશે-આત્મલાભ! એવી વાત છે આજની. (આચાર્યદવ કહે છે) “બુદ્ધિગોચર એ બધા વિષયો પંચપરમેષ્ઠી મનનો વિષય છે! જ્ઞાનનો વિષય નથી ! ભલે! જ્ઞાનમાં પ્રતિભાસે છે એની સ્વચ્છતામાં....પણ એ બિંબ છેપંચપરમેષ્ઠી છે ને એ બિંબ છે ને એનો અહીંયાં પ્રતિભાસ થાય છે. એ પ્રતિબિંબ છે. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #199 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન ૧૭૬ આહા એ...જ્ઞાન, પ્રતિબિંબને કે બિંબને જાણતું નથી, એ તો..ત્રિકાળી શાયક ભગવાન આત્માને જાણે છે! અહાહા ! પ્રતિભાસનો ભેદ પડશે તો અનુભવ નહીં થાય અહા...હાહા! પ્રતિભાસ ઉપર “લક્ષ” ન હોય. પરના પ્રતિભાસ ઉપર નહીં ને સ્વના પ્રતિભાસ ઉપરે ય નહીં...તો ભેદ પડશે નહીં. એ તો જ્ઞાન ને જ્ઞાયક એકવસ્તુ છે, એમાં બેપણું નથી. બે ધર્મો છે પણ ઘર્મી તો એક છે. ભલે! એ ધર્મો હોય બે હોય, અનંત હોય ધર્મ, કોઇ વાંધો નથી ધર્મ અનંત ભલે હોય, પણ અનંત ધર્મ છે માટે ધર્મી અનંત થઈ ગયો છે, એમ છે નહીં, “ધર્મી એકાકાર એક છે-“એક જ્ઞાયકભાવ” (શાસ્ત્રમાં) શબ્દ આવે છે, “એક જ્ઞાયક ભાવ '! કર્યું છે “બદ્ધિના વિષયમાં આવેલા ગણને જાણવા જતો નથી'_આત્માના જ્ઞાને અત્યાર સુધીમાં...(આહા) અત્યાર સુધીમાં કોઈકે તીર્થકરની દિવ્યધ્વનિ સાંભળી નથી! અને અત્યાર સુધીમાં....કોઇએ સાક્ષાત્ તીર્થંકર પરમાત્માના દર્શન કર્યા નથી! (પ્રશ્ન ઊઠે કેઃ) તો એ સાંભળ્યું કોણે? અને દર્શન કર્યો કોણે? (અનુભવી કહે) કે: કાનના ઉઘાડે દિવ્યધ્વનિ સાંભળી અહાહા! અને મનના ઉઘાડે (એટલે) “મને દર્શન કર્યા ! પણ મેં દર્શન કર્યા નથી. (સાંભળ્યું નથી) અહા! હું મારા દર્શનને છોડું તો દર્શન કરવા જાઉંને! ઉપાદાનને છોડું તો નિમિત્ત ઉપર દષ્ટિ જાય પણ મારી દષ્ટિ નિમિત્ત ઉપર જતી નથી, એવું એક સામાન્યજ્ઞાન પ્રગટ થાય છે. તે સામાન્યને અભેદ કરો તો ખરેખર નિમિત્તાદિની દૃષ્ટિ છૂટી, ઉપાદાનમાં અનુભવ થાય. અહહા! સામાન્ય જ્ઞાન પરને વિષય કર્યો નથી તો અતીન્દ્રિયજ્ઞાન જેને કહેવાય, જેમાં આનંદ સાથે આવે એ તો “પરનું લક્ષ' કરે જ નહીં, અને જે “પરનું લક્ષ” કરે છે એ આત્માનું જ્ઞાન નથી, અનાત્માનું જ્ઞાન છે! આ ભાવમન ને બુદ્ધિ છે ને (એ અનાત્માનું જ્ઞાન છે) અહાહાહા !) અપૂર્વ ભેદજ્ઞાનની વાત છે સૂક્ષ્મ! ઇન્દ્રિયજ્ઞાન અને (અતીન્દ્રિયજ્ઞાનમય) આત્મા બન્ને ભિન્ન ભિન્ન છે. આત્માને આધારે ભાવમન નથી (અને ) ભાવમનને આધારે આત્મા નથી. એને ગ્રહવા જતો નથી (અર્થાત્ જાણવા જતો નથી) લ્યો! આ ગુણની વાત કરી. હવે દ્રવ્યની વાત કરે છે. દ્રવ્યનો ભેદ એ ગુણ હતો પર્યાય, હવે એ પર્યાયને ગૌણ કરીને, એનું આખું દ્રવ્યધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, અનંત જીવો (એટલે કે) એ અને બીજા આત્માઓ છે, એમાં ભાગ પાડો તો બે ભાગ છે. અનાદિ અનંત “ધ્યેય ” પણ છે અને અનાદિઅનંત “શેય” પણ છે-એવો એક જ્ઞાયક! બીજાનો આત્મા ય જ્ઞાયક છે, એ જ્ઞાયક! બીજા શાયકને, આત્મજ્ઞાન જાણતું નથી. બીજાના દ્રવ્યને જાણે એવો આત્માનો સ્વભાવ નથી. બીજાના ગુણો ય ન જાણે અને બીજાનાં દ્રવ્યને પણ ન જાણે! એકદમ ઊંચી-ટોપમોસ્ટ (TOPMOST) અને એકડાની વાત છે હોં? ન સમજાય એમ નહીં. એક ધ્યાન રાખવું. મારું જ્ઞાન મને જાણે છે આહા!મારું જ્ઞાન મને જાણે છે! એમ આચાર્ય Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #200 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates પ્રવચન નં. - ૧૩ ૧૭૭ ભગવાન કહેવા માંગે છે! તારું જ્ઞાન તને જાણે છે...તારું જ્ઞાન તને જાણે છે...તારું જ્ઞાન તને જાણે છે...તારું જ્ઞાન ૫૨ને જાણતું નથી. તો સાહેબ! ૫૨ને જાણનારો બતાવો ! તો કહે (ગાથામાં ) બતાવ્યો ! ‘મને જાણે છે’ (૫૨ને ) ‘મને જાણે છે, દિવ્યધ્વનિ સાંભળી (તોતે) કોણે સાંભળી? તો કહેકાનના ઉઘાડે સાંભળી. (કેટલાક ) કહે-આત્માએ સાંભળી ? કહેઃના, ( એણે ) સાંભળી નથી. અહા..હા ! (પ્રભુ !) આટલો બધો જો વ્યવહા૨નો નિષેધ કરશો તો આત્માનું શું થશે ? કહેસિદ્ધપ૨માત્મા થઇ જશે લે !! વ્યવહારના નિષેધ વિના કોઇ દિ’ નિશ્ચયનો ભાવ પ્રગટ થતો નથી! અહા...હા ! સ્વઆશ્રિત નિશ્ચયનય વડે સઘળાય વ્યવહારનો તું નિષેધ કરજે. નિર્દય થજે હોં! દયા રાખીશ માં એમાં! સ્વદયા પાળવી હોય તો! જ્ઞાનમાં આત્મા જણાય છે એટલા ય ભેદને કાઢી નાખ !! કે: આત્મા તો આત્મા છે ! ઇ...‘ મોક્ષ અધિકાર' માં આવે છે. આત્માને આત્મા વડે આત્મા જાણે છે, પછી..આચાર્ય ભગવાન નિષેધ કરે છે. આત્મા આત્માને જાણે છે એમ પોતે લખે છે, પછી કહે: આત્મા આત્માને નથી જાણતો...એમાં અનુભવ થાય છે. અરે ! આ શું? આત્મા ૫૨ને જાણતો નથી અને ૫૨ને જાણે તો અનુભવ ન થાય. એ તો સમજાણું કે: એ તો ૫૨ ઉપ૨ લક્ષ જાય પણ આત્મા આત્માને જાણે છે, આત્મા વડે આત્માને જાણે છે આહા...હા! આત્માને આધારે આત્મા જાણે છે! તો કહે-એવા, આત્માના બે પ્રકાર નથી. આત્માનો-જ્ઞાયકનો એક પ્રકાર છે. એ તો ભેદથી તને સમજાવ્યું. અહા ! ક્યો આત્મા, કયા આત્માને જાણે છે? બે આત્મા છે? (આત્મા એક છે) તારું એક રૂપ છે! અહા...હા! બે-રૂપ તારા નથી. માટે એમ કહે છે કેઃ ‘આત્મા આત્માને નથી જાણતો ત્યારે અનુભવ થઇ જશે. (એટલે કે) આત્મા આત્માને, એમાં વિકલ્પ હતો ઇ વિકલ્પનો આ હા ! ઇ વિકલ્પનો નિષેધ કર્યો...જ્યાં અભેદ અનુભવ થયો. આત્મા આત્માને નથી જાણતો એટલે શેનો નિષેધ કર્યો? ( શ્રોતાઃ) ભેદના વિકલ્પનો. હું....આત્મા આત્માને જાણે છે એવો જે વિકલ્પ ઊઠતો' તો; એ કહ્યું આત્મા આત્માને નથી જાણતો ( ન ઇતિ ) તો વિકલ્પ છૂટીને નિર્વિકલ્પ અનુભવ થાય છે. અહા...હા ! મોક્ષ અધિકારમાં પૂર્ણની વાત ચાલે છે પણ શુદ્ઘનયનો ય ઉપદેશ મળે નહીં!! એ કહે છેઃ દ્રવ્ય, ‘અશુભ કે શુભ દ્રવ્ય તને એમ કહેતું નથી કે: ‘તું મને જાણ અહા ! અરિહંત પરમાત્માનું દ્રવ્ય એમ કહેતું નથી, સિદ્ધનું દ્રવ્ય એમ કહેતું નથી, બીજાં જીવોના જ્ઞાયકતત્ત્વ જીવતત્ત્વ એમ કહેતું નથી, અહા..હા ! જીવનો ગુણ તો તને કહેતો નથી, પણ જીવ (દ્રવ્ય) તને કહેતું નથી (કેઃ) તું મારી સામે જો! એ...તને એમ નથી કહેતું કે: ‘તુ મને જાણ '; દ્રવ્ય બીજા દ્રવ્યો અનંતા જીવો છે, અનંતા પુદ્દગલ, (એક) ધર્મ, (એક) અધર્મ (એક) આકાશ ને કાળ, અનંતા પદાર્થો છે એ એમ કહેતા નથી કે: ‘તું મારી સામે જો! મને જો! અને આત્મા પણ...પોતાના સ્થાનથી છૂટીને બુદ્ધિના વિષયમાં આવેલા દ્રવ્યને (જાણવા જતો નથી ) બુદ્ધિગોચર (અન્ય ) દ્રવ્યો છે! જ્ઞાનગોચર નથી. જ્ઞાનનો વિષય Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #201 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન ૧૭૮ નથી. જ્ઞાનનો વિષય એક (સ્વજોય) છે! ભાવેન્દ્રિયના વિષયો અનંત છે-મન સહિત અને જ્ઞાનનો વિષય એક (સ્વાત્મા) છે! (જુઓને, ઘડી 'કમાં ધર્માસ્તિકાયને જાણે, ઘડી 'કમાં અધર્માસ્તિકાયને જાણે, ઘડીકમાં એકેન્દ્રિયને જાણે, ઘડીકમાં બેઇન્દ્રિયને જાણે, ઘડી 'કમાં સૂર્યને જાણે, ઘડીકમાં ચંદ્રને જાણે, ઘડી 'કમાં બીજા જીવતત્ત્વોને જાણે, ઘડીકમાં બીજાના પુણ્ય-પાપને જાણે, ઘડી 'કમાં બીજા જીવને જાણે (એમ) એ....ઘડીએ, ઘડીએ જ્ઞાન ફરે, એવું જ્ઞાન આત્માનું ન હોય! અને જે ઘડીએ, ઘડીએ ફરે છે એ આત્માનું જ્ઞાન નથી અહાહા! રાગની વાત તો ક્યાંય ને ક્યાંય દૂર રહો! અહીંયા તો જ્ઞાનથી જ્ઞાનના ભેદજ્ઞાનની વાત ચાલે છે! “વ્યવહારજ્ઞાન અને નિશ્ચયજ્ઞાન' ના ભેદજ્ઞાનની વાત ચાલે છે!! આહાહા! બુદ્ધિના વિષયમાં આવેલા દ્રવ્યને ગ્રહવા જતું નથી'આમ ગુણ કહેતું નથી કે “તું મને જાણ '; બીજાં દ્રવ્યો કહેતા નથી કે: “તું મને જાણે' અને આત્મા પણ પોતાના આત્માને અહા ! અનન્યપણે જાણ્યા જ કરે છે. તું ના પાડ એટલે એ જાણવાની ક્રિયા બંધ કરી દેશે? એમ છે નહીં. તું તો (અનાદિથી) “ના” પાડી રહ્યો છો (અને માને છે) મને આ જણાય છે ને આત્મા જણાતો નથી! ( એ તો) જ્ઞાનીને આત્મા જણાય ! પરમાત્માને આત્મા જણાય !! પણ હું તો અજ્ઞાની છું, હું તો સંસારી છું. મને આત્મા ન જણાય! ન જણાય (ને) ન જ જણાય...એવો (અભિપ્રાયમાં) પ્રવાહ જ્યાં સુધી હશે, ત્યાં સુધી અનુભવ નહીં થાય. “જાણનાર જણાય છે” પ્રવાહ ફેરવી નાખતો...અનુભવ થયા વગર રહેશે નહીં. આહા...હા! ચોક્કસ! ગેરંટી! સંતો ગેરંટી આપે છે હોં? (પૂ.) ગુરુદેવના વ્યાખ્યાનમાં છે કે “જાણનાર જણાય છે.” આહા..હા...હા...! અરે ! આવું જાણીને પણ...આચાર્ય ભગવાન હવે કલોઝીંગ કરે છે દશમી ગાથામાં (કે) આટલું આટલું (ન્યાયો આપીને) અમે તને કહીએ છીએ (છતાં) હજી તું પરને જાણું છું (પરને જાણું છું ) એવા પક્ષને છોડતો નથી! અને.(એકવાર) જાણનાર જણાય છે એવા પક્ષમાં તો આવ! પરને જાણું છું એવા વ્યવહારના પક્ષને તો તું ઓળંગી જા! નિષેધ કર કે “જાણનાર જણાય છે, ભલે! વિકલ્પાત્મક જ્ઞાનમાં, હજુ અનુભવ ન થયો હોય તો એટલું તો ભેદજ્ઞાન કર, સવિકલ્પ દશામાં કે... “ જાણનાર જણાય છે, પર જણાતું નથી.' કહે છે, : આવું જાણીને પણ મૂઢ જીવ ”-મૂઢ કહ્યો મૂઢ! હું પરને જાણું છું એવો જેને અભિપ્રાય શ્રદ્ધાશાનમાં છે એને કરુણા કરીને (આચાર્યદવે) મૂઢ કહ્યો ! એ મૂઢતા કોઇ હિસાબે છોડ! એમ. એને મૂઢ રાખવો નથી, છોડાવવી છે મૂઢતા! કરુણા કરી એમણે અહાહા ! હે, દુરાત્મન્ એમ પણ કહે, હે પશુ ! એ પશુ એ કહે, ત્યારે બહુ કરુણા આવી ગઇ (એમ) સમજવું! કામ થઇ ગયું આપણું હા! મને આજે પશુ કહ્યો હો ! બહુ સારું કર્યું હો ! એ વિના મારી આંખ ઉઘડત નહીં. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #202 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૭૯ પ્રવચન નં. - ૧૩ મને પશુ કહ્યો” “હું તો મનુષ્ય છું'તો જ્ઞાનીનું..આવા જ્ઞાની હશે? કે મનુષ્યને પશુ કહે!? અહાહા! એ....જ્ઞાનીને અને જ્ઞાનીની વાણીને ઓળખવું એ કોઇ સાધારણ ચક્ષુ નથી. ઉત્કૃષ્ટ (તીવ્ર ) મુમુક્ષુ જ્ઞાનીના (વચનોના ) અર્થને ઓળખી શકે છે. “શ્રીમ રાજચંદ્રજીમાં' છે કે જઘન્ય, મધ્યમ નહીં. જ્યાં જ્ઞાનીમાં આમ કાંઇ તીખાશ આવી ગઈ લાલચોળ થઇ ગયા (આવી) વાત હોય તો! ઈ આવા જ્ઞાની હોય કે, મૂર્ખ! તને ખબર નથી (કહે મને !). તો....શાંતિનાથ ભગવાનને તું ક્યાંથી ઓળખીશ, ઇ કાંઇ માળા લઇને નહોતા બેઠા! નમો અરિહંતાણું, નમો સિદ્ધાણં!! ઇ...તો ચક્ર લઇને (છખંડ જીતવા) જાતા હતા! તું નહીં ઓળખી શક ભાઈ ! ધર્મીના-જ્ઞાનીના ઉદયભાવને ! એમનાં અંતરમાં (થી) અવાજ આવે છે એને તું પારખી લે! તારું કામ થશે! આહાહા! આ ચાંદીની થાળીમાં જમે છે, પહેલાં તો ચાલતા હતા, હવે મોટરમાં ને હવે પ્લેનમાં! જુઓ! નિમિત્તાધીન દષ્ટિવાળા એ જ્ઞાનીને ઓળખી શકતા નથી. આહાહા ! જ્ઞાનીને ઓળખવા ...એ પણ કોઇપાત્ર (જીવ) ઓળખી શકે છે. અહાહાહા ! નિકટભવી ઓળખી શકે છે ( ઓળખી લે છે.) અને જ્ઞાનીની ઓળખાણ (મુલાકાત) ન થાય તો એમની વાણી એને નિમિત્ત (પણ) ન થાય. એક વાર સોનગઢમાં રામજીભાઈ મુરબ્બી બેઠા હતા, અને ગુરુદેવ બેઠા હતા, અમે બધા બેઠા હુતા. વાત બહારના છાપાઓમાં ઘણી આવે ને! છાપામાં ઘણા પ્રકાર આવે ! તેઓ મોટરમાં ફરે છે ને આમ ને તેમ! ને (ઘણું) બધું! (પછી રામજીભાઈ બોલ્યાઃ) અરે ! આ ગુરુદેવ (કાનજીસ્વામી) જો કાલે લગન કરવા જાય, તો એની જાનમાં હું જાઉં! ઇ...તો બ્રહ્મચારી હતા, એમને લગનનો પ્રશ્ન જ ક્યાં હતો...પણ આ તો સમાજને બતાવે છે કે: તું ધ્યાન રાખજે, ( જ્ઞાનીના) ઉદયભાવને જોઇશમાં ! ગુરુદેવ બેઠા હતા, આમ જરા હસે ! મનમાં હસે ! આ ગુરુદેવની જાન જાય, વરરાજા ઈ થાય તો...હું એની જાનમાં જાઉં, હું જાનમાં (તો) જાઉં, જાન પાછી આવેને હું એને જ્ઞાની માનું, બિલકુલ શંકા પડે નહીં. અહા...હા! એ...જ્ઞાનીની ઓળખાણ થવી પણ મુશ્કેલ છે. સોગાનીજી માટે પણ આવું થઈ ગયું!! (જ્ઞાનીના) પણ બહારના ઉદયભાવો જોઇને, અરે ! ભાઈ ! ઉદયભાવને જોનાર હું નથી. ઉદયભાવને જોનાર એ આંખનો ઉઘાડ એને જુએ છે. મારું એ કામ નથી. આ વાત ઊંડી છે-ઊંડા, ઊંડાણની વાત છે. “આવું જાણીને પણ ”—આટલું આટલું તને કહીએ છીએ કેઃ જાણનાર જણાય છે, તેને પર જણાતું નથી, અને પરને જાણનારો તને બતાવ્યો! કેમ આત્મા અકર્તા છે ને! (શિષ્ય) અકર્તાને નહોતો માનતો! (શિષ્ય) કહે: સાહેબ! અકર્તા છે એ વાત સાચી પણ આ પરિણામને કોણ કરે છે? એટલું મને કૃપા કરીને (કહો ) બતાવી દો તો હું (આત્માને) અકર્તા સ્વીકારી લઉં! (સદ્ગુરુ કહે:) હા.. બહુ સારી વાત તારી, તારી વાત સાચી છે, Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #203 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન ૧૮૦ તને કર્તા બીજ બતાવું? તો કહે: હા (પ્રભુ!) બતાવો, તો હું અકર્તા છું, સ્વીકારી લઉં! (શ્રીસદ્દગુરુ) કહેઃ પરિણામનો કર્તા પરિણામ છે. ભગવાન આત્મા નિષ્ક્રિય એનો કર્તા નથી-બંધ, મોક્ષનાં પરિણામનો કર્તા (આત્મા) નથી જા! શિષ્ય પગમાં પડી ગયો! ગારો થઇ ગ્યો! તૈયારીવાળો હતો! પાકેલો હતો! અહા..! ઓપરેશન થવાની તૈયારી-મિથ્યાત્વ જાય એની તૈયારી, લાંબો થઇ ગયો (દંડવત્ પ્રણામ કર્યા) અહાહા! આજ પ્રભુ મને અકર્તાનું ભાન થયું! હું અકર્તા કેમ છું ઇ આજે ખબર પડી, આપે મને (બીજો) કર્તા બતાવ્યો ને! કે: બંધ-મોક્ષને કોણ કરે છે? કહેપરિણામ પરિણામ કરે છે, પરમાત્મા રાગને કરે નહીં (તેમ છોડે નહીં.). રાગને કરે પરમાત્મા? નહીં. આ ગુરુદેવે કહેલું છે કે રાગને આત્મા કરતો નથી. અજ્ઞાનીનો આત્મા કરે? ના. તો (જ્ઞાનીઓ) કહે-એને કર્તાની ભ્રાંતિ થાય છે, એનું (આત્મ) દ્રવ્ય કરતું નથી. અહાહા ! જ્ઞાયક પરમાત્મ તત્વ, રાગને કરે? (કદી ન કરે.) એમ અહીંયા કહે છે: અકર્તા નકકી થઈ ગયું, જ્યાં પર્યાયનો કર્તા પર્યાય કહ્યું ત્યાં સાહેબ ! સૂઈ ગયો લાંબો થઇને ! આજે વાત મને બેસી ગઇ) કે હું અકારક, અવેદક એકલો જ્ઞાતા...જ્ઞાતા...જ્ઞાતા! કથંચિત જ્ઞાતા-એવું જે શલ્ય હતું ને..તે આજે નીકળી ગયું (છતાં અનુભવ ન થયો) ! પાઠ આવ્યો બીજો (કે.) આત્મા આત્માને જાણે છે, પરને જાણતો નથી ! (શિષ્ય કહ્યું) કે: સાહેબ ! એક બીજો પ્રશ્ન મારો (હવે ) છે. બે જ પ્રશ્ન! હવે પછી આ નહીં આપું. આજ (મારા આ ) બીજા પ્રશ્નનું સમાધાન કરી ધો. કે આત્મા પરને જાણતો નથી તો વિશ્વ છે. સર્વજ્ઞ ભગવાનના જ્ઞાનમાં પણ આવ્યું (છે) છ દ્રવ્ય છે. આ છે એવું નથી, વિશ્વ તો છે, છ દ્રવ્ય છે નથી એમ નથી. અનંતા જીવો છે, અનંતાનંત પુદ્ગલ પરમાણુ છે! તો આપ તો કહો છો કે એને તું જાણતો નથી..તો એનો જાણનારો (મને) બતાવો! તો મને નિષેધ કરવાની હિંમત આવશે, અને વિધિમાં જઇને અનુભવ થઇ જશે! (સદ્ગુરુએ કહ્યું ) એમ ! તારો પ્રશ્ન બહુ સરસ છે. તે મને કારણ પૂછયું છે. પહેલામાં (કર્તામાં) કારણ પૂછ્યું હતું ને (તેનું) કારણ મેં આપ્યું ! અકર્તાનો પાઠ આવી ગયો. ( શિષ્ય કહ્યું: ) કે સાહેબ! આ આખી જિંદગી (ભર) આ પ્રશ્ન હું કોઇને નહીં કરું હવે! (૮) શું કહે છે? એટલું ક્ષાયિક થઇ ગયું? “હા”.ક્ષાયિક પરિણામને કોણ કરે છે? અરે ! તીર્થકરની અહીં દિવ્યધ્વનિ છૂટશે તો (પણ) હું એમને પ્રશ્ન નહીં કરું (કારણ કે, સાહેબ! આપશ્રીએ કહ્યું કે પર્યાયનો કર્તા પર્યાય છે એ વાત (મને બેસી ગઇ) મને પાકું થઈ ગયું છે (માટે) હું એ પ્રશ્ન નહીં કરું! પરિણામનો કર્તા પરિણામ છે. આત્મા કરતો હોય તો ઘડીકમાં શુભ ને ઘડી 'કમાં અશુભ અનુભવ થાય નહીં. (આત્મા કર્તા હોય તો) કેવળજ્ઞાન જ કરે ને બધાય, શું કામ સમ્યગ્દર્શન કરે? એમ કહીને ઘણા ન્યાયથી સમજાવ્યું (કે) સમજી ગયો! Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #204 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૮૧ પ્રવચન નં. – ૧૩ આત્મા પરને જાણતો નથી” જાણનાર જણાય છે” તો સાહેબ ! હવે મારો બીજો પ્રશ્ન છે કે આ પદાર્થો તો જગતમાં છે. અન્યમતિ કહે છે એવું તો નથી. તો આ બધા પદાર્થો છે એને કોણ જાણે છે? જો આત્મા (પરને) જાણતો નથી તો? ( શિષ્ય) બીજા પ્રશ્ન કર્યો એનો જવાબ (સદ્ગુરુએ) આપ્યો કે પાંચ ઇન્દ્રિય (નો ઉઘાડ) રૂપી પદાર્થને જાણે છે અને મનબુદ્ધિ (નો ઉઘાડ) અરૂપી (રૂપી) પદાર્થોને જાણે છે. (પરપદાર્થોને-લોકાલોકને) તારો આત્મા એને જાણતો નથી, જાણનારો બતાવી દીધો કે ભાવઇન્દ્રિય (નો ઉઘાડ) એને જાણે છે, આત્મજ્ઞાન તો આત્માને જાણે છે. આવું ફંકશન ચાલુ છે અજ્ઞાનીને પણ...સ્વીકાર કરે, ભેદ જ્ઞાન કરે ને નિષેધ કરે કે હું પારને જાણતો નથી. જાણનાર જણાય છે”-તો એને અવશ્ય અનુભૂતિ થાય છે! અહાહાહા ! આ અનુભવની પ્રક્રિયા (પ્રોસેસ) છે. આ ચાલે છે! બેસતા વર્ષના દિવસે અનુભવનો વિષય (ધ્યેય) અકર્તા અને અનુભવનો વિષય જ્ઞાયક !! (જુઓ ભાઈ ધ્યાન દો!) પરને જાણતો નથી, જાણનાર જણાય છે ત્યાં જ્ઞાન, શેયથી વ્યાવૃત્ત થઈને પાછું ફરીને (એટલે કે) આહા...! ઇતો પાછું ફરતું જ નથી ઇ. ત્યાં રોકાઈ જાય છે (વ્યય થાય છે) ને બીજું જ્ઞાન (સ્વજોયને લક્ષ કરતું જ) પ્રગટ થાય છે! પણ સમજાવવામાં બીજું શું કહેવું! સમજાવવામાં બીજો ઉપાય નથી. (કથન એમ આવે) જ્ઞાન પરને જાણતું હતું ને ઈ ન્યાંથી વળીને આત્મા તરફ વળ્યું. અરે પર તરફ વળેલું જ્ઞાન આત્મા તરફ વળી શકતું જ નથી અને આત્મા તરફ વળેલું જ્ઞાન હોં એમાં આત્મા જણાઈ છે! વળેલા જ્ઞાનમાં જણાય જાય છે એને વળેલા જ્ઞાનમાં જણાઈ જાય છે અને અભેદ થાય તો અનુભવ થાય છે !! (શ્રોતા.) અપૂર્વ વાત છે! (ઉત્તર) અહાહાહા! આત્મા ભીંજાઇ જાય તેવી વાત છે! આત્મા ભીંગ ગયો ભીંગ ગયો એમ ભજનમાં આવે છે ને! મેં તો ભીંગ ગયો-ભીંજાઇ ગયો ! હિન્દીભાષામાં “ભીંગ ગયો ' કહે છે. અહાહા! આવું જાણીને પણ મૂઢ જીવ ઉપશમને પામતો નથી” “હું પરને જાણતો નથી” એ વાત એને બેસતી નથી, બેસવી કઠણ છે!” કઠિન પણ છે પણ અશક્ય નથી. આહા! અશક્યનો ઉપદેશ ન આપે! શક્યનો ઉપદેશ આપે. (શ્રોતા, સાહેબ! દેશના એવી આવી રહી છે બેસી જ જાય, એવી દેશના આવી રહી છે! (ઉત્તર) બેસી જ જાય. બેસી જાય. બરાબર બેસે, ન્યાયથી કારણ આપ્યું કે પ્રભુ! હું નથી જાણતો તો કોણ જાણે છે? જાણનાર બતાવો મને? તો નિષેધ કર્યો કે આ પાંચ ઇન્દ્રિય ને છઠું મન જાણે છે અને તું જાણતો નથી, અને જ્ઞાન તો તને જાણે છે. કહે –સાહેબ! કયારથી જાણે છે? તો કહે અનાદિથી ! ક્યાં સુધી જાણશે? કહે–અનંત કાળ સુધી !! અહા ! એક સમય પણ આંતરો નહીં પડે કે જ્ઞાનમાં આત્મા નથી જણાતો (એવો આંતરો) પડતો જ નથી. અત્યારે પણ (પ્રક્રિયા નિરંતર ચાલુ છે) પણ સ્વીકાર કરતો નથી, તારી વારે વાર છે! મૂળ વાત Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #205 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન ૧૮૨ છે મૂળ! (અનાદિથી જીવે) પાંદડાં તોડયા પણ મૂળ સાજું રાખ્યું! “ઉપશમને પામતો નથી' – આવું જાણીને પણ પાછો ફરતો નથી. “હું જાણનારને જાણું છું, ખરેખર પરને જાણતો નથી” (એને નહીં માનતો) અને શિવબુદ્ધિને-કલ્યાણકારી બુદ્ધિને-સમ્યજ્ઞાનની સવળી બુદ્ધિને નહીં પામેલો પોતે અજ્ઞાની “પરને જાણવાનું મન કરે છે. આહા...હા! પરને જાણવું (જાણું છું) ચોવીસેય કલાક! તમે ક્યાં ગયા હતા? ક્યાંથી આવ્યા? આનું શું થયું? પછી મળ્યા કે નહીં? પછી આમ થયું કે નહીં? પછી તેમ થયું કે નહીં? અહા ! ચોવીસે ય કલાક પરને જાણવાનું મન કર્યા જ કરે છે, એના મનમાં પર આવ્યા જ કરે છે. ત્યાં સુધી એ....એ જ્ઞાનમા (ઇન્દ્રિયજ્ઞાનમાં) એનો આત્મા અનુભવમાં નથી આવતો. અહાહા ! (આત્માનુભવથી વંચિત) રહી જાય છે. આખો મનુષ્યભવ હારી જાય છે. ઉપશમને નહીં પામેલા પરને ગ્રહવાનું મન કરે છે' પરને જાણવાનું નિરંતર બન્યા (જ) કરે ! આનું શું થયું? એનું શું થયું? આ ક્યાંથી આવ્યો? અરે ભાઈ! રહેવા દે ને! એ મનનો વિષય છે, તારો વિષય નથી! એક અંતર્મુહુર્ત તું આત્માને જાણવાની! જાણનાર જણાય છે” (એમ) એક અંતર્મુહુર્ત તો પ્રેકટીસ કર! અહા...હા! એના ફળમાં તને આનંદ આવશે ! (આત્મા) અનુભવ થશે, સંસારનો અંત આવી જશે અને અલ્પકાળમાં વધારેમાં વધારે પંદરભવે મોક્ષ થઈ જશે! કેટલાકને તો ચાર-છ-આઠ થાય! સમજી ગયા! એમાંથી છટકયા હોય તો દશ, બાર, ચૌદ ને પંદર (ભવ તો) કો'ક ને જ થાય! બાકી બધા આઠની અંદર આવી જાય છે. આહા ! કહે: “હું પરને જાણતો નથી ને જાણનારો જણાય છે” એવા જીવને ઝાઝા ભવ થાય નહીં. કહ્યું? “જાણનાર જણાય છે ને ખરેખર પર જણાતું નથી” એવું જેને અંતરમાં - કાળજામાં કોતરાઇ ગયું! અહા ! એને ઝાઝા ભવ હોય નહીં! ખરેખર તો અત્યારે જ ભવનો અભાવ થઈ ગયો! પણ (ભવની વાત) પર્યાય અપેક્ષા એ બધી કહેવામાં આવે છે. બાકી વસ્તુમાં ક્યાં ભવ છે! ભવનો ભાવ નથી તો ભવ તો ક્યાંથી હોય? (કદી ન હોય.) પણ આ વ્યવહાર દ્વારા સમજાવવામાં આવે છે. કોઈકે પૂછ્યું: દિવ્યધ્વનિમાં સાહેબ! અમારે કેટલા ભવ છે? તો કહે: તારામાં ભવ નથી. પહેલો ધડાકો આવ્યો! (સાહેબ !) મેં પૂછયું કે કેટલા ભવ ? અને આપ કહો છો કે તારામાં ભવ નથી. અહીં...હા ! મારી પૂછવામાં ભૂલ થઇ ગઈ સાહેબ! પણ..હજી છતાં મને જિજ્ઞાસા છે હોં? પર્યાય અપેક્ષાએ પૂછું છું સાહેબ ! પ્રભુ! આપની વાત સો ટકા સાચી છે, મારામાં ભવ નથી એ સ્વીકાર કર્યા પછી થોડુંક હુજી મને રહ્યા કરે છે! જાણવાનું લક્ષ છે ને અનંતકાળથી, ઓલા સંસ્કાર (તેથી) કહે: સાહેબ! પર્યાય અપેક્ષાએ કેટલા ભવ છે? આ ....! ઘણાં ય બેઠા હોય. કોઈકે પૂછયું તો એને જવાબ દીધો કેઃ તને ચાર ભવ! બીજાએ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #206 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૮૩ પ્રવચન નં. - ૧૩ પૂછયું તો તને છ ભવ! પર્યાય અપેક્ષાએ પંદર (ભવ હોય) હતા એ કહી દીધું! આહા! પહેલાં તો ધડાકો કર્યો કે તારામાં ભવ નથી! તું કોઇ વાત પૂછે છે આ! તું તો આત્મા છો ! ભગવાન આત્મા ! ભગવાન આત્મામાં ભવ હોય! ભવનો ભાવ નથી તો ભવ ક્યાંથી હોય ? ( ન હોય.). આહાહા! એવી અપૂર્વ વાતો આ “સમયસાર” માં ભરેલી છે અને જે ભેદજ્ઞાન કરી અને “જાણનાર જણાય છે” (એવી પ્રતીતિમાં આવશે એ તરશે!). લાંબુ કરશે તો લપસી મરશે અને ટૂંકું કરશે તો અંદરથી ટકી જશે !! (અરે! ભાઈ !) વર્તુળને ટૂંકું કરો ! વર્તુળને ટૂંકું કરો ! અમે ફરવા જતા હતા. મુરબ્બી ખીમચંદભાઈને બધા આવતા ત્યાં, આહાહા ! મુરબ્બી બોલતા (ક) રીડ્યૂસ ધી રેડિય! વર્તુળને ટૂંકું કરો ! અહા ! (પ્રમાણની) બહાર શું રખડો છો! આ દ્રવ્ય-ગુણ-પર્યાયમાંથી પણ પર્યાય ગૌણ કરી, ભેદને ગૌણ કરીને દ્રવ્ય ઉપર (દષ્ટિને) લઈ જા ! અભેદ અનુભવ થશે તને આહા....હા ! “બહારની સાથે શું લેવા-દેવા આત્માને છે એમ જાણી, આ બેસતા વર્ષને દિવસે ભેદજ્ઞાનનો પ્રયત્ન કરી, (નિજ) સ્વભાવ તરફ વળવાનો પ્રયત્ન કરતાં, એને જરૂર આત્મલાભ થાય છે. ખરેખર તો જે પર્યાય પરલક્ષી છે તેને સ્વલક્ષી કરવી એમાં મહાન પુરુષાર્થ છે. ભાષા ભલે ટૂંકી કરી નાખી કે દ્રવ્ય તરફ વળધ્રુવ તરફ વળ...એમ ભાષા સહેલીને ટૂંકી કરી, પણ તેમાં પુરુષાર્થ મહાન છે. ભલે શાસ્ત્ર જ્ઞાન કરે, ધારણા જ્ઞાન કરી લે, પણ..પર્યાયને સ્વલક્ષમાં (આત્મામાં) વાળવી એ પુરુષાર્થ અનંત છે. મહાન અપૂર્વ પુરુષાર્થ છે. (પૂ. ગુરુદેવશ્રી પરમાગમસાર બોલ નં. ૪૪૬) Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #207 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી સમયસારાય નમ: શ્રી શુદ્ધાત્મને નમ: શ્રી પરમાત્મ નમ: શ્રી સમયસાર ગાથા ૩૭૩૩૮ર | તા. ર૩-૯-૧૯૯૬ રાજકોટ પ્રવચન નં.-૧૪ આજે સાતમો દિવસ છે. ભાદરવા સુદ પાંચમને દિવસે “ઉત્તમ ક્ષમા ધર્મ' કહેવાય છે અને આજે અગિયારમે દિવસે “ઉત્તમ તપ ધર્મ' કહેવાય છે. પણ તેથી એમ ન સમજવું કે પાંચમને દિવસે ક્ષમા સિવાય બીજા ધર્મો હોય જ નહીં ને અગિયારમે દિવસે તપ ધર્મ કહેવાય, ખરેખર તો આત્માના વીતરાગભાવના ઉત્તમક્ષમાદિ દશેય ધર્મો” એક સાથે જ છે. કહેવા માટે દશ દિવસ છે. બાકી એક સાથે ભાવ રહેલા છે. પરંતુ એક સાથે બધાય ધર્મોનું વ્યાખ્યાન થઇ શકે નહીં તેથી ક્રમસર એક એક ધર્મનું વ્યાખ્યાન કરવાની પદ્ધતિ છે. હવે આ ધર્મ છે તે ચારિત્રસ્વરૂપમાં લીન થતાં એ વીતરાગભાવ પ્રગટ થાય અને ઉત્તમ ક્ષમા આદિ ધર્મો કહેવાય છે. એ ચારિત્રદશા પ્રગટ થવા પહેલાં બધા જીવોને નિયમ છે કે સમ્યગ્દર્શન હોય જ છે. સમ્યગ્દર્શન વિના ચારિત્રધર્મ ત્રણકાળમાં હોઇ શકતું નથી. નિયમ છે. હવે, સમ્યગ્દર્શન પ્રગટ ન થવામાં બે કારણો રહેલા છે. જીવની ભૂલ (બે) એક તો આત્મા સ્વભાવથી અકર્તા હોવા છતાં પણ પોતાને પરભાવનો-પદ્રવ્યનો “હું કર્તા છું” એમ એને ભાસે છે, એ એનું મોટું અજ્ઞાન છે. બીજી ભૂલ ઈ.છે કે આત્મા પરને જાણતો જ નથી/આચાર્ય ભગવાને એક વાત (સમયસારની) શરૂઆતમાં કહેલી છે કે તે બધી વાતો સાંભળી છે, કામ-ભોગ-બંધનની કથા પણ પરથી જુદા એકત્વની વાત તે સાંભળી નથી. તને એનો પરિચય થયો નથી, એનો અનુભવ થયો નથી એવા શુદ્ધ આત્માની વાત કહેવાનો મેં વ્યવસાય કર્યો ધાર્યો છે! કહીશ હું અને કહ્યું તો તું તારા અનુભવથી પ્રમાણ કરજે. કેવળ અનુમાનનો આ વિષય નથી, પણ અનુભવનો વિષય છે. આજે આપણે એવા પ્રકારની ચર્ચામાં ચિંતવનમાં ઉતારવાનું છે કે જગતના જીવોએ આ વાત સાંભળી નથી. અને સાંભળે તો...ગળે ઊતારવી પણ એને કઠણ પડે એવી છે કે આત્મા અનાદિઅનંત એકસમય માત્ર પણ, પરને જાણી લ્ય એવી ભૂલ કરતો નથી. પરને જાણે આત્મા એવી ભૂલ આત્મા કરતો નથી. પણ..અનાદિકાળથી પોતે પોતાના અજ્ઞાનથી “હું પરને જાણું છું” એવું એક શલ્યને સેવતો-સેવતો આજ સુધી અહીંયાં આવ્યો! હું પરને જાણું છું ત્યાં સુધી મિથ્યાજ્ઞાન છે. અને ઇન્દ્રિયજ્ઞાન એટલે અજ્ઞાન ઉત્પન્ન થઈને એ પરને જ પ્રસિદ્ધ કરતું, પરમાં એકત્વ કરીને મો-રાગ- દ્વેષરૂપે પરિણમે છે. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #208 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૮૫ પ્રવચન નં. - ૧૪ એટલે આચાર્યદવ ફરમાવે છે દશ ગાથામાં, ત્રણસો તોતેરથી ત્રણસો બાસી ગાથા ઘણી ઊંચી છે. કોઈને પૂછવાની જરૂર ન પડે, એવી દશગાથા સ્પષ્ટ છે. અન્વયાર્થ અત્યારે ચાલે છે અને પછી એની ટીકા પણ લેશું. કયા નયથી પરને જાણતો નથી? કે એમાં સ્વભાવને સિદ્ધ કરવા માટે કોઈ નયની જરૂર નથી. “અગ્નિ ઉષ્ણ છે” એ કયા નયથી ઉષ્ણ છે? કે એમાં નયથી જરૂર નથી. સ્વભાવથી ઉષ્ણ છે. એમ.આ આત્મા/બધા આત્માની વાત ચાલે છે, જ્ઞાની- અજ્ઞાનીની વાત નથી. સામાન્ય બધા આત્માઓ, એના જ્ઞાનનો સ્વભાવ અને જાણવાનો છે અને પરને ન જાણે ” એવો જ એનો કોઈ અચિંત્યસ્વભાવ રહેલો છે. છતાં પોતે..આડોડાઈ કરીને..હું પરને જાણું છું ઈ શલ્ય છોડતો નથી. હવે જ્યાં સુધી હું પરને જાણું છું' એવા અભિપ્રાય પૂર્વકનું પરિણમન છે જ્ઞાનમાં ત્યાં સુધી એને આત્મદર્શન થતાં નથી. અશુભ અથવા શુભ શબ્દ તને એમ નથી કહેતા કે '/આચાર્ય ભગવાન આપણને સંબોધીને કહે છે કે તને એમ નથી કહેતો શબ્દ! કે તું મને સાંભળ! (જુઓ !) શબ્દ છૂટે છે, જગતમાં, પુદ્ગલનું પરિણમન શબ્દ છે! પણ શબ્દો એમ કહેતા નથી...કે તું મને સાંભળ. એ સાઇડથી પહેલી વાત કરી. પછી આ સાઇડથી વાત કરે છે કે “અને આત્મા પણ '/શબ્દો તો કહેતા નથી કે તું મને સાંભળ, “અને આત્મા પણ પોતાના સ્થાનથી છૂટીનેએ જ્ઞાન આત્માથી અભેદ થઈને આત્માને જાણ્યા જ કરે છે, એવું જે જ્ઞાન પોતાના સ્થાનને છોડીનેપોતાને જાણવાનું છોડીને-પોતાના જાણવાનો જે સ્વભાવ એનો ત્યાગ કરીને, “શ્રોત્ર ઇન્દ્રિયના વિષયમાં-આ કાનનો ઉઘાડ, આ દ્રવ્યઇન્દ્રિય છે એનો ઉઘાડ ભાવ ઇન્દ્રિય એને શ્રોત્રઇન્દ્રિય કહેવામાં આવે છે. (એટલે) સાંભળવું! શ્રોત્રઇન્દ્રિયના વિષયમાં આવેલા” જો જ્ઞાનનો વિષય નથી શબ્દ ! શબ્દ! જ્ઞાનનો વિષય નથી. શબ્દ છે ઈ ભાવઇન્દ્રિયનો વિષય છે. ભાવઇન્દ્રિયના પાંચને એક જ પ્રકાર છે. અને છઠું મન ને પાંચ ઇન્દ્રિય, એમાં પહેલો શબ્દ લીધો છે. પહેલો શબ્દ કેમ લીધો? કે જગતને અનાદિકાળથી શલ્ય છે કે દેશનાલબ્ધિ સાંભળીએ, તો આત્મજ્ઞાન પ્રગટ થાય! એટલે કે...આત્માનો જાણે શબ્દને સાંભળવાનો સ્વભાવ હોય !! અને એને સાંભળતાં જાણે આત્મજ્ઞાન થાય! એવું.નિમિત્ત ઉપાદાનની એકત્વબુદ્ધિ અને અનાદિકાળથી છે. એટલે દેશનાલબ્ધિ પહેલી લીધી. પછી સાક્ષાત્ તીર્થંકર પરમાત્માની દિવ્યધ્વનિ હોય કે સાધકનો ક્રમે ઉત્પન્ન થતો ઉપદેશ હોય, એ શબ્દ કહેતો નથી કે તું મને સાંભળ અને આત્મા પણ પોતાને જાણવાનું છોડીને, ઈ શબ્દને જાણવા જતો નથી' આત્માનું જ્ઞાન શબ્દની સન્મુખ થઈ શકતું નથી. શબ્દની સન્મુખ થાય.તો તો શબ્દને સાંભળે! પણ..આત્માનું જ્ઞાન પરની સન્મુખ-શબ્દની સન્મુખ થઈ શકતું નથી, અશક્ય છે!! તેથી, આત્માનું જ્ઞાન પોતાને જાણવાનું છોડીને શબ્દને સાંભળવા જતું નથી. જઈ શક્યું નથી. અશક્ય છે. અત્યાર સુધી આત્માના જ્ઞાને, શબ્દો સાંભળ્યા નથી. અ! પણ શબ્દને સાંભળનાર Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #209 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન ૧૮૬ શ્રોત્રઇન્દ્રિય છે ખરી. ભાવઈન્દ્રિય-કાનનો ઉઘાડ શબ્દને સાંભળતો આવ્યો છે અનાદિથી આજસુધી! સાંભળે છે ઈ શબ્દને! શબ્દને જાણે છે, એ ભાવઇન્દ્રિયનો ધર્મ છે. ભાવઇન્દ્રિય શબ્દને જાણે છે–સાંભળે છે એ જ વખતે એને ભાવઇન્દ્રિય અને અતીન્દ્રિયજ્ઞાનમય આત્મા, બે વચ્ચેના ભેદજ્ઞાનનો અનાદિથી અભાવ હોવાને કારણે... જાણે આ શબ્દને હું સાંભળું છું, એવી એની ભ્રાંતિ થઈ ગઈ છે. એટલે.પ્રત્યક્ષ હું સાંભળું છું, અને આત્મા એને સાંભળતો નથી આ શું વાત છે? કે.વાત તારી સાચી છે, અમને ખબર છે, “કે શુદ્ધનયનો ઉપદેશ વિરલ છે!” આવી વાત...ના શાસ્ત્રો પણ ઓછા છે અને એને કહેનાર પણ ઓછા છે અમને ખબર છે. પણ, મને તો એમ ચ્યું છે કે હું આ વાત કહું, અને મારી વાત સાંભળીને, થોડા-ઝાઝા કો'ક કો 'ક જીવ પણ સમ્યકત્વને પામશે. પણ હું કહીશ ને કોઈ પણ નહીં સમજે ને નહીં સાંભળે, એવું ત્રણકાળમાં બનશે નહિ! ભલે! થોડા સાંભળીને અપનાવે..પણ મારી વાત ઝીલનારાં..જગતમાં..પાકશે!! અને આ પાકયા પણ છે. તો જ આ વાણી બહાર આવી છે. કે શ્રોત્રઇન્દ્રિયનો વિષય છે, એ કાનનો ઉઘાડ શબ્દને સાંભળે છે. એને.જાણવા આત્મા જતો નથી. શબ્દને..સાંભળે છે—જાણે છે શ્રોત્રઇન્દ્રિય, ભાવઇન્દ્રિય! ભાવઇન્દ્રિય પણ એને સાંભળે-જાણે અને આત્માનું જ્ઞાન પણ એને જાણે, એમ ત્રણકાળમાં બનતું નથી. આત્માનું જ્ઞાન ન જાણે અને ભાવઈન્દ્રિય એને જાણે ને જાણે! ને એમાં એકત્વ કરીને માને કે હું સાંભળું છું. મેં સાંભળ્યું!! “સાંભળ્યું એટલે કે સાંભળ્યું કોણે? આત્માને તો કાન નથી, કાન વગરનો આત્મા છે. એમ નાક વગરનો છે આત્મા. (એમ) આંખ વગરનો છે. જીભ વગરનો આત્મા છે. એમ..શરીરના ચામડાં છે એના વગરનો આત્મા છે. અને “ભાવ” (વિચાર) વિનાનો આત્મા છેભાવમન” વિનાનો આત્મા છે. ઇન્દ્રિયાતીત આત્મા છે. ઇન્દ્રિયજ્ઞાન આત્માના સ્વભાવમાં નથી. ઇન્દ્રિયજ્ઞાન-પરાવલંબીજ્ઞાનની વિપરીતપર્યાયમાં, એ ઇન્દ્રિયજ્ઞાન ઊભું થયું છે, એ પરને જાણે છે. જાણનારો ' તને બતાવું કે કોણ? કે શબ્દને કે શ્રોત્રઇન્દ્રિય જાણે છે. એ આત્મા ! શબ્દ એમ કહેતો નથી કે તું મને સાંભળ અને તારું જ્ઞાન, એને સાંભળવા જતું નથી. એમ તારા જ્ઞાનને અત્યારે અમે જાણીએ છીએ. તારું-આત્માનું જે જ્ઞાન પ્રગટ થાય છે “ઉપયોગ” એ ઉપયોગનો વિષય-લક્ષણનો વિષય (ધ્યય) એકલો પોતાનો આત્મા છે લક્ષ્યગત! લક્ષણ અને પ્રસિદ્ધ કરે, પણ પરને પ્રસિદ્ધ કરતું નથી. આહા! એવો જ્ઞાનનો સ્વભાવ જ છે, એકલો સ્વપ્રકાશક સ્વભાવ છે. પરને જાણવું ય નથી ને સ્વપરને જાણવુંય નથી એમાં આવતું નથી !! માટે શ્રોત્રઇન્દ્રિયના વિષયમાં આવેલા વિષયને ગ્રહવા એટલે જાણવા જતો નથી. આત્મા...પોતે...પોતાને.જાણવાનું છોડીને પરને જાણવા જતો નથી. આમ જો એ વિચાર કરે કે હું શબ્દને સાંભળતો નથી, જાણતો નથી, “મને તો જાણનારો જણાય છે” જે અંતરથી આ ભાવ આવ્યો તો એજ સમયે એ વખતે અંતર્મુખ થઈ અતીન્દ્રિયજ્ઞાનમાં આત્માના દર્શન થઈ જાય છે! “પરને જાણતો Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #210 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૮૭ પ્રવચન નં. - ૧૪ નથી એવો કોઈ જબરજસ્ત નિષેધ આવવો જોઈએ, ઉપર ઉપરનો નિષેધ આમાં કામ આવે એમ નથી. ઈ એક વાત કહી શબ્દની. હવે કહે છે રૂપ! પહેલાં આંહીથી કાનથી લીધું! નકર છે તો આમ- સ્પર્શ...રસ...ગંધ...વર્ણ અને કાન, આમ છે. એને બદલે આંહીથી લીધું શબ્દથી લીધું રે! શબ્દ તે નથી જ્ઞાન તેથી શબ્દ કંઈ જાણે નહિ, તે કારણે શબ્દ જુદું, જ્ઞાન જુદું જિન કહે'; આહા ! હવે રૂપની વાત કરે છે કાળું-ધોળું, લાંબુ-ટૂંકું બધા પદાર્થો પુદ્ગલનાં રૂપો છે. રૂપી પદાર્થનાં રૂપ હોય, અરૂપીનું રૂપ ન હોય-અરૂપીનું રૂપ હોય તો અરૂપી રૂપીપદાર્થોનું રૂપ છે ઈ. જડ છે. મૂર્તિક દ્રવ્ય છે બધાં ! “અશુભ અથવા શુભ રૂપ તને એમ નથી કહેતું કે તું મને જ! ઓમાં એમ હતું કે તું મને સાંભળ, એમ હતું આમાં તારી ચક્ષુઇન્દ્રિય દ્વારા, જે તને રૂપ દેખાય છે એ રૂપને...ચક્ષુ ભલે જાણે, પણ એ સમયે આત્માનું જ્ઞાન અને જાણતું નથી. આત્માના જ્ઞાનમાં ભાવઇન્દ્રિયનો સર્વથા અભાવ છે. આહા..હા ! હજી તો રાગને સ્થાપે જીવમાં! રાગને કરે ! અરે...અરે ! દિલ્લી બહુ દૂર છે ભાઈ ! આવા ગુરુ મળ્યા પછી રાગનો કર્તા! એક મુમુક્ષુ મળ્યા 'તા લગભગ છ-બાર મહિના થયા, ગુરુદેવના અનુયાયી છે, ભક્ત છે અનન્ય! મને કર્યો કે ભાઈ ! અમને તો આ રાગનું કરવાપણું જ ભાસે છે રાગનો કર્તા છે, અકર્તા છે એ વાત અમને બેસતી નથી. સાંભળી લીધું. બીજું શું થાય! આહાહા ! પણ...પહેલામાં પહેલી વાત તો ઈ છે, આ પહેલી વાત છે, વ્યવહારની વાત છે પણ છેપહેલી કે કયા શાસ્ત્ર વાંચવા ને યા ન વાંચવા! જેની પાસેથી તત્ત્વ સાંભળવું ને કેની પાસેથી શબ્દ, શબ્દ ન સાંભળવો, એનો નિમિત્તનો પણ જ્યાં વિવેક નથી જીવન, એની એટલી પરીક્ષા પણ નથી કે આ શું બકે છે? ઈ તો બકવાટ જ કરે ને! આત્માથી અજાણ છે બિચારાં! એને કંઈ ખબર નથી! અને આહાહા! “પ્રમાણ વચન”—બહુ સારું છે આ..હા...હા ! એમ કરી, કરીને જે જીવ વ્યવહારના વિષયની પ્રશંસા કરે અને નિશ્ચયની નિંદા કરે છે–આ ગુરુદેવના શબ્દો ! વ્યવહારની પ્રશંસા કરે અને નિશ્ચયની નિંદા કરે, એ મનુષ્ય ખરેખર મનુષ્ય નથી પણ..એ તો પશુસમાન છે. કંઈ વિવેક નથી. આહા...! માટે જવાબદારી શ્રોતાની છે વક્તાની નથી જરા ય! વક્તાની જરા ય જવાબદારી નથી!! એતો પોતાને ભાસે એવું વચન એને નીકળે ! પણ શ્રોતાની જવાબદારી છે. આહાહા ! બજારમાં જઈને ક્યો માલ લેવો ને ક્યો ન લેવો માલ, એ તો ઘરાકની જવાબદારી છે ને પરીક્ષા કરવી જોઈએ ને! અમેરિકન “હીરા 'યે નીકળ્યા છે અને સાચા હીરા 'યે નીકળ્યા છે. અમેરિકન હીરા-ખોટા લઈ આવે, પાંચ લાખ રૂપિયાનાં, થોડો ક ટાઈમ ઘરમાં રાખે, પછી એને થાય કે લાવ પરીક્ષા તો કરું! કે આ પાંચ લાખની કિંમત હવે બહુ વધી છે હીરાની! દશ લાખ આવશે. ઈ જાય છે ઝવેરી પાસે. ઝવેરી આમ હીરો જુએ છે, અરે! આ તો ખોટો હીરો છે. કાંકરો છે. અરે!! પણ ભાઈ ! જરા જો શાંતિથી, મને ધીમે ધીમે કહેજો નહીંતર હાર્ટ (હૃદય) મારું બેસી જશે ! - હું કહું? ખોટાને સાચું. હું કહી શકતો નથી, મારું કામ નથી. છતાં મારે તમારા હીરા લેવા નથી Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #211 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન ૧૮૮ વંચાતા. લેવા હોય તો તો આ ભાવ હું તમને કહું! મારે તમારા હીરા લેવા નથી વંચાતા. આ તો તમે કિંમત પૂછી છે એટલે કહું છું કે આની કોડીની કિંમત છે. કે પાંચ લાખના અઢીલાખ આવે કે નહીં? ભાઈ...તમે બજારમાં જાવ અને તમને છ લાખ આવે તો ખુશીથી હું રાજી છું. જાવ બજારમાં. બીજે ઠેકાણે ગયો. આરે....આ ક્યાં ભટકાઈ ગયા તમે, કોને! કે આ ભાઈ...મેં તો બીજાને ભરોસે લીધા છે. એમ બીજાના ભરોસે તું સાંભળીશ, ઊંધું અને શલ્ય ગરી જાય, પછી નીકળવું મુશ્કેલ છે. (શ્રોતા ) બરાબર! ઈ મુમુક્ષુ કહેવાનો ભાવ આવી ગ્યો પણ મેં કહ્યું નહીં. કે તમે ખોટા નિમિત્તની પાસેથી ગ્રહણ કર્યું છે તો હવે તમે કાઢો તો નીકળશે...આ શલ્ય! રાગને કરે છે આત્મા! આહા..હા! ભાઈ, અમારું આ નીકળતું નથી. અમને તો એમ જ લાગે છે કે આત્માજ રાગને કરે !! આહા. હા! હવે ક્યાં...એનો આરો આવે! માટે શ્રોતાઓની કિંમત, શ્રોતાઓએ જાણવી જોઈએ. અમે પણ શરૂઆતમાં ગુરુદેવને અપનાવવામાં પહેલા ઘણી ઘણી પરીક્ષાઓ કરી, ઘણાંની પાસે ગયા, કેવળ પરીક્ષા કરવા માટે. સાંભળવા કે સમજવા માટે નહીં. પણ ક્યાંય (કોઈ) જગ્યાએ આત્માની વાત અમને મળે નહીં. એમ શોધ કરતાં ગુરુદેવ જેવા સંત મળી ગયા અને જ્યાં સાંભળ્યું...બસ ! થઈ ગઈ પરીક્ષા ! આ પુરુષ સિવાય કોઈની પાસે સાંભળવા જેવું નથી. ગુરુદેવ ને આંહી સ્થાપ્યા પછી, અમે કોઈની પાસેથી વ્યાખ્યાન સાંભળવા ગયા જ નથી. મુમુક્ષુઓને સાંભળીએ એ જુદી વાત છે પણ બહારના, અન્યમતિ કે કોઈ બીજા પાસેથી...એમ શ્રોતાઓની જવાબદારી બહુ છે. આહા..હા! રાગને કરે છે ને રાગને જાણે છે ને! રાગને કોણ જાણે? કે આત્મા જાણે ! તો ઇન્દ્રિયજ્ઞાન કોને જાણે? એ એને કાંઈ ખબર ન હોય બિચારો શું કરે? હા માં હા મિલાવે! અહીંયાં કહે છે ભાઈ ! આ વાત જે સાંભળી નથી ને! કે આત્મા પરનો જ્ઞાતા નથી. એ વાત તે કદી સાંભળી નથી, તે અનુભવમાં લીધી નથી અને તે એનો પરિચય કર્યો નથી કે આત્મા કોને કહે અને આત્માનું જ્ઞાન કોને કહે! એ વાત તને કહું છું, સાંભળ! કે રૂપની વાત ચાલે છે. અત્યારે (શ્રોતાઃ) આત્મજ્ઞાન અને ઇન્દ્રિયજ્ઞાન વચ્ચેનો આંતરો સમજાતો નથી, ગરબડ થવાનું કારણ બીજું નથી કાંઈ ? ભાઈ ! જાણવું અને પ્રતિભાસવું ઈ બેમાં શું તફાવત છે? (ઉત્તર) ઈ મોટો તફાવત છે. (શ્રોતા ) ઈ નથી ખ્યાલ આવતો માટે આ ગરબડ છે, ગરબડ કરનારની ગડબડ એટલા માટે થાય છે, એનો વાંક નથી? (ઉત્તર) નહીં! પણ એને ખરેખર તો...કાં પોતાએ ચેતવું જોઈએ. (શ્રોતાઃ) ઈ ખોટું માને તો Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #212 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૮૯ પ્રવચન નં. – ૧૪ ને? (ઉત્તર) નહીં, નહીં! કાં ખોટું માને ને કાં પાછો ફરે! (શ્રોતા ) કાં પાછો ફરે તો થાય! (ઉત્તર) અને કાં...કાં જવાબદાર વ્યક્તિ એ એને ખાનગીમાં કહેવું જોઈએ! કોઈ કહેનાર નહિ!! આહા! શું થાય ?...શું થાય ? પંચમકાળ છે ભાઈ ! આપણે આપણું કરીને ભાગી જાવ ! કાંઈ બીજો ઉપાય આમાં છે નહીં. સમજી ગ્યા? “કોઈ બીજો ઉપાય નથી ” તમારી પાસે ૧૧ ભાગ છે ગુરુદેવના (પ્રવચનોના) નવહજાર ટેપ (કેસેટ) છે. અહીંયાં મંદિરમાં વ્યવસ્થા બહુ સારી છે. ટેપ (કલેટ) લઈ આવો સાંભળીને બીજે ત્રીજે દિ' એ આપી આવો! (કેસેટ (લાયબ્રેરીમાં) એ સિવાય પણ...ઘણા શ્રીમંતોએ આખા સેટના સેટ ઉતરાવી લીધા છે. આ ગામમાં ઓછા હશે. બાકી ઘણાંએ સેટ ઉતરાવી લીધા. એટલે..અને તમારી શક્તિ હોય તો ઉતરાવી લ્યો! દશહજાર રૂપિયાની અંદર એક સેટ ઉતરે છે. સારી કેસેટ હોય તો એ સોળહજાર થાય છે. આખો સેટ આવે છે પંદર-સોળ હજારમાં ! આહા...હા! દીકરા-દીકરીના લગ્ન થાય ત્યાં કેટલો ખર્ચ થાય? કે પાંચ લાખ! અને આ ટેઈપ ઉતારવી...આટલા બધા ખરચા સોળહજાર રૂપિયા !! બોલો! છે એને જિનવાણીની કિંમત કાંઈ? અહા..ખરેખર! ભવભીરુ થયો નથી મારું શું થશે? અહીથી આંખ મીંચાઈ જશે! ગુરુદેવ કહે છે: “કે જેવી રીતે એક તણખલું હોય તણખલું! અને વાવાઝોડું આવે, ઇ તણખલું આંહીથી ઊડ, ઈ ક્યાં જઈને પડ! એનો કોઈ પત્તો લાગે નહીં. એમ આંહીથી જીવ ચાલ્યો જાય, ક્યાં જઈને જન્મ? એનો કોઈ પત્તો લાગતો નથી. માટે એનો એક જ ઉપાય છે. આપણે સાવધાન થવાનું છે વ્યક્તિગત ! બીજો કોઈ ઉપાય નથી. બાકી આ “પ્રતિભાસને“જાણવું’ એનો જે તફાવત ઘણા જીવોને આવવા મંડયો છે રાજકોટમાં અમને ખબર છે, એ જો તફાવત, એનો ખ્યાલમાં આવી જાય.કે પ્રતિભાસ માત્ર છે પ૨૫દાર્થનો, પરપદાર્થને “જાણતું નથી જ્ઞાન! પ્રતિભાસ રહી જાય છે ને પરનું જાણવું બંધ થઈ જાય છે ને આત્માનું જાણવું ઉદય થાય છે ને અનુભવ થાય છે આત્માનો ! અહા! રાગનો “પ્રતિભાસ” થાય પણ રાગને જ્ઞાન “જાણતું નથી. પ્રતિભાસ થાય તે જાણે નહીં? આ શું? પ્રતિભાસ ન થતો હોય તો તો ન જાણે (એ તો સમજી શકાય) પણ દુઃખનો પ્રતિભાસ થ્યો, દુઃખનો પ્રતિભાસ થ્યો છે ને માટે હું દુઃખને જાણું છું” એ તારી ભૂલ છે! પ્રતિભાસ થવો એનો “સ્વભાવ છે ને એને “ન જાણવું” એ તારો સ્વભાવ છે. (શ્રોતા) વાહ વાહ! આત્માનો સ્વભાવ જ્ઞાન ને જ્ઞાનનો સ્વભાવ આત્માને જાણવું! (ઉત્તર) આત્માને જાણવું” એ સ્વભાવ છે તારો ! આહાહા! (તો સમજી ભાઈ !) પ્રતિભાસ બે ના છે. લક્ષ એકનું છે ! (આમાં અધ્યાત્મનું રહસ્ય છે ) સ્વ-પરપ્રકાશક સ્વભાવ નથી. એ ઉપચરિત સદભૂત વ્યવહાર છે. ચાર પ્રકારના વ્યવહારમાં બે પ્રકારના સભૂત વ્યવહાર છે! અનુપચરિત સભૂત વ્યવહાર-જ્ઞાન-આત્માને જાણે અથવા જ્ઞાન તે Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #213 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન ૧૯૦ આત્મા. એ અનુપચરિત છે વ્યવહાર, ભેદમાં પણ (આત્માની) અનુભૂતિ થતી નથી, તો સ્વપરનો પ્રકાશક છે એવા ઉપચરિત સદ્દભૂત વ્યવહારમાં તો અનુભૂતિ ક્યાંથી થશે? એના માટે પંચાધ્યાયી” કહે છે કે “અર્થ વિકલ્પ જ્ઞાનમ્ પ્રમાણમ્” એ દષ્ટાંત આપ્યું છે. અર્થવિકલ્પજ્ઞાનું પ્રમાણમ્” અર્થ એટલે સ્વ-પરના વિભાગ પૂવર્ક-આખું વિશ્વ! એનું અવભાસ-પ્રતિભાસન એવા આકાર એનું નામ જ્ઞાન છે. ઇ તો દષ્ટાંત આપ્યું છે એમ કહે છે. એ દષ્ટાંતથી તું સમજી લે કે ઉપચરિત સભૂત વ્યવહાર ને આત્માનો સ્વભાવ નથી, પ્રમાણજ્ઞાનમાં જાય છે ઇ! જેમ અર્થ વિકલ્પજ્ઞાન પ્રમાણનો વિષય છે એમ ઉપચરિત સદભૂત વ્યવહાર બે, અને જાણતા-જાણતા-પરને જાણે, ઉપચરિતમાં એમ છે પાછું ! સ્વને જાણવાનું છોડીને (એકલા) પરને જાણે તો તો અજ્ઞાન છે. આ તો “નય છે. અને નયમાં એમ છે “ઉપચરિત સદભૂત વ્યવહાર નય” (એટલે કે) પોતાને જાણતાં જાણતાં પરને જાણે એ ઉપચરિત સદભૂત વ્યવહાર છે. અને એનો જો નિષેધ નહીં કરે....તો લખે છે કે એ તો “જ્ઞય-જ્ઞાયકનો સંકરદોષ' એને થઈ ગયો. ભ્રાંતિ થઈ ગઈ બેની એકતાની!! આ બધું શાસ્ત્રમાં છે. આહા...! કાંઇ પોતાની મેળે, કાં બે-ચાર ભાઈઓએ ભેગા થઈને એનો સ્વાધ્યાય કરવો જોઈએ. કલાકનો ટાઈમ કાઢવો જોઈએ, મુંબઈ હોય તો રવિવારે ભેગાં થાય, આંહીયા તો ગમે ત્યારે ભેગા થાય ને ચર્ચા કરે ! પણ કોને પડી છે? કોને આમાં, કોને કહેવું? આહા.....! માટે આત્માનું હિત કરવાનું...ખરેખર! મને તો....આ કાળ પાક્યો લાગે છે! કે આત્મા પરને જાણતો નથી ને જાણનારને જ જાણે છે, એ વાત અંતરથી જો ઊગી જાય અંતરથી ઊઘડી જાય અને અંતરથી નીકળી જાય (પરને જાણું તો છું) એ નીકળી જાય, શલ્ય છૂટી જાય અને આત્માનો અનુભવ થઈ જાય! પરને જાણતો નથી (એવો અભિપ્રાય થાય કે) ત્યાં તો જાણનારો જણાઈ જાય છે! વજુભાઈ? પરને જાણતો નથી હું એટલામાં તો જાણનારો જણાય જાય છે. અહાહા ! બસ! એટલામાં જ જાણનારો જણાઈ જાય? કે હા. પરને જાણતો નથી ઈ શલ્ય ગયું! ઇન્દ્રિયજ્ઞાન રોકાઈ ગયું. અને જાણનારો જણાય છે ત્યારે અતીન્દ્રિયજ્ઞાન પ્રગટ થઈ જાય છે! આ હા! આત્માને...અનુભવ સિવાય....કોઈ ધાર્મિક ક્રિયા છે નહીં. ગમે એટલી માથાફોડ કરે, તપ કરે, વ્રત કરે, દયા, દાન, કરુણા-કોમળતા, મંદિરો બંધાવે, જાત્રા કાઢે...મોટી ! સંઘપતિ થાય, પચ્ચીસ લાખ ખર્ચ ! હુરામ ધર્મનો છાંટો એમાં આવતો હોય તો! એમાં કરમ છે, ધરમ નથી! ઈ કર્મચેતનાના પરિણામ છે, જ્ઞાન ચેતના એમાં નથી. આહા...! તો પછી કરવું કે ન કરવું? કે કરવું તો...સ્વભાવમાં નથી. હવે પરને જાણવું ય તારા સ્વભાવમાં નથી. આંહીયા તો એની વાત છે “કરવું” તો ગયું. (સમયસાર) ૩૨૦ ગાથામાં કર્તબુદ્ધિ તો છોડાવી જ દીધી! હું? હવે ૨૭૧ (કળશમાં) કહે છે કે તારા જ્ઞાનનું કોઈ (પર) શય નથી. એકબાજુ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #214 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૯૧ પ્રવચન નં. – ૧૪ સ્વ-પર પ્રકાશક કહે ગુરુદેવ! સેંકડો વાર, ૧૧ ભાગમાં! કયે કે નહીં? (શ્રોતા) કહે છે (ઉત્તર) અને બીજી બાજુએ એ જ પુરુષ કહે છે કે તારા જ્ઞાનનું કોઈ શંય નથી! અનંતા સિદ્ધો તારા જ્ઞાનનું શેય નથી! અનંતા કેવળીઓ પંચપરમેષ્ઠી ને અમે ! ગુરુ કહે છે કે અમે તારા જ્ઞાનનું શેય/અમે તો તમારા નથી પણ અમે તમારા જ્ઞાનનું જોય નથી! તમારા જ્ઞાનનું જોય તો તમારો ભગવાન આત્મા છે. આંહીયાથી શયને ઉથાપ્યું છે અનંતકાળથી! આંહીથી જ્ઞયને ઉપથાપ્યું છે. ને ઇ જ્ઞયને અહીંયાં સ્થાપ્યું છે બહારમાં!! હવે જ્યાં ય સ્થાપ્યું છે ત્યાં જ “ઉપયોગ” જાવાનો! અંતરમાં નહીં આવે ઉપયોગ !! આહા..હા! ચાર, ચાર છે, છ કલાક ભલે શાસ્ત્રસ્વાધ્યાય કરે ! કે ધ્યાનમાં બેસે !! આહા...હા ! કે ધ્યાનની શિબિરમાં જાય ! શિબિરમાં જનારા ઘણાં, સમજી ગ્યા? એક ભાઈ આવ્યા છે. સરળ છે. એને પૂછ્યું આજ, કે તમે જાવ છો શિબિરમાં, ઠીક છે ધ્યાનની શિબિરમાં ત્યાં જઈએ છીએ. એકવાર શાંતિભાઈ ઝવેરીએ હારે એક બહેન હતાં. અમે તો વીસ વાર ગયા ત્યાં કહે શિબિરમાં! એને પૂછયું કે, ધ્યાનની શિબિર હોય, તો એમાં ધ્યેય' શું બતાવે છે? કહે છે કોઈ ધ્યેય બતાવતું નથી. પણ આકાશમાં બાણ છોડ તું આકાશમાં? “લક્ષ' વગરનું બાણ શું કામનું? તારું તીર કયાં જાશે ? આહા..હાએ એમને એમ ગતાનુગત! એમાં પાછા જાનારા વખાણ બહુ કરે, વખાણ બહુ કરે એટલે બીજો પણ (દોટ મૂકે !) વ્યવહારની વાત તો જલ્દી અપનાવી લ્ય !! આખો દિવસ ચોવીસેય કલાક અમે પરને જાણીએ છીએ. તું નથી જાણતો! તારી ભ્રાંતિ છે . આહાહા ! હું જ્ઞાતા ને છદ્રવ્ય મારું જ્ઞય, મોટી ભ્રાંતિ છે, વ્યવહાર નથી. ભ્રાંતિ શબ્દ વાપર્યો છે. આહાહા ! એની છ કેસેટ ય નીકળી ગઈ છે. (કળશ-ર૭૧) ફ્રીમાં આપી ઘણી કેસેટો! એક અમેરિકાથી બહેન આવ્યા હતા ઇ કહે કે અગિયાર હજાર રૂપિયા મારા, આ છ કેસેટ એકદમ ! ફ્રી કરીને આપો પછી ખૂબ પૈસા આવ્યા. અને ખૂબ વહેંચી અને ઘણા જીવોએ કેસેટ સાંભળી ! ઘણા પ્રશંસા કરે કે આ કેસેટ ઉત્તમ છે. “પરને જાણું છું' ઈ શલ્યને કાઢી નાખે ! એટલે કહે છે આચાર્યભગવાન અહીંયાં કે આ રૂપને જાણનારું ચક્ષુઇન્દ્રિય છે. આખંનો ઉઘાડ રૂપ ને જાણે છે. સંતો, કહે છે “દખે છતાં નહીં દેખતો, ચાલે છતાં નહીં ચાલતો..બોલે છતાં અબોલ, તત્ત્વ સ્થિતિ અડોલ' પ્રતિમાની સામે દર્શન કરે છે. દર્શન કરીને બોલે છે ત્યાં ઊભા-ઊભા, “દેખે છતાં નહીં દેખતો. દેખે છે કોણ આંખનો ઉઘાડ! ભગવાનને દેખે છે. પણ અંદરનો ઉઘાડ આ નિજપરમાત્માને દેખે છે. “દેખે છતાં નહીં દેખતો' આહા...હા! આ ઇબ્દોપદેશ” માં એક શ્લોક છે, બહુ ઊંચો શ્લોક છે. દેખે છતાં નહીં દેખતો” “સેવે છતાં અસેવક' “કર્તા દેખાય છતાં અકર્તા એમ ઘણા ઘણા પ્રશ્નો એમાં શાસ્ત્રોમાં વાત આવી છે. અહીંયાં તો આપણો વિષય છે છે કે આત્મા પરને જાણતો નથી. આહા...હા ! Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #215 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન ૧૯૨ આમાં જો કોઈને પૂછવા જશોને...તો મેળ નહીં ખાય! આ ક્યાંથી વાત સાંભળી ? ખોટી વાત છે. બોલો? આ પંખો ફરે છે કે નહીં? કે હા, ફરતો પંખો છે. બોલો ફરે છે કે નહીં? પંખો દેખાય છે કે નહીં? કે હા, પંખો દેખાય છે. કોણ દેખે છે? કે આત્મા દેખે છે. આત્માનું જ્ઞાન નથી ! ઇ ભૂલ્યો તું. એ શેયનું જ્ઞાન તે જોય જ છે. આ જોયો છે ને ! એને જાણનારું જે જ્ઞાન છે, તે શેય છે પણ જ્ઞાન નથી. શેયનું જ્ઞાન, તે શેયજ છે. આત્માનું જ્ઞાન તે આત્મા જ છે. આહા...હા! “જેનું જે હોય તે તે જ હોય.' આત્માનું જ્ઞાન હોવાથી જ્ઞાન તે જ આત્મા છે. “સેટિકા” (ની ગાથાઓમાં) તો ત્યાં સુધી કહ્યું છે કે પરમાર્થથી જોવામાં આવે તો, વ્યવહાર પરને જાણે છે એમ લીધું પહેલી લીટીમાં, ચાલો હવે પરમાર્થથી શું છે? વ્યવહાર પર જાણે છે કેમકે પ્રતિભાસ દેખીને જાણે છે ઈ ધ્યાન રાખજો, જાણે છે એટલે “જાણે છે” એમ ખરેખર નથી. “વ્યવહારે જાણે છે એટલે નથી જાણતો” એમ એનો અર્થ છે. તો “જાણે છે” ઈ આવ્યું ક્યાંથી? વ્યવહારે જાણે છે એનું કોઈ કારણ તો હોવું જોઈએ ને! હા, કારણ છે ઇ પર પદાર્થોનો પ્રતિભાસ” જ્ઞાનમાં દેખીને, ઉપચાર કરવામાં આવે છે કે પરને જાણે છે. આ લોકાલોકને જાણે છે ઇ વ્યવહાર છે એમ કહે છે. ભલે ! અસદ્દભૂત વ્યવહાર! પણ ઇ આવ્યું કેમ? ઇ વ્યવહાર ઊભો ક્યાંથી થયો? કે લોકાલોકનો પ્રતિભાસ' એકસમયમાં કેવળજ્ઞાનમાં પણ છે ને આપણા બધાના જ્ઞાનમાં રહેલો છે! અને પરને જાણવું વ્યવહાર, વ્યવહારનો અર્થ પ્રતિભાસ દેખીને...એ અહીંયાં પ્રતિભાસ થયો છે લોકાલોકનો અત્યારે ! (શ્રોતા:) બરાબર ! આહ...ભવિષ્યમાં થનારું કેવળજ્ઞાન એનો પ્રતિભાસ અત્યારે છે! અને સાધકને કોઈ કોઈ વખતે એનો આવિર્ભાવ પરોક્ષપણે થાય છે! પ્રત્યક્ષ તો કેવળી થાય ત્યારે થાય. આહા...હા ! પ્રતિભાસનો આવિર્ભાવ થાય છે! પરોક્ષ અને પ્રત્યક્ષ એના બે ભેદ છે. આહાહા! ગુરુદેવે પોતાના અનુભવની વાત કરી હતી અહીંયાં, આપણે બધાએ સાંભળી છે. (શ્રોતા, સાહેબ! ચોખ્ખું કરો (ઉત્તર) હું? (શ્રોતાઃ) આ ચોકખું કરો જરા ! જરાક (ઉત્તર) હું ચોકખું કરું? ભલે (શ્રોતા) પ્રતિભાસનો આવિર્ભાવ! (ઉત્તર) પહેલાં તો સ્વપર પ્રકાશક શબ્દ મગજમાંથી કાઢી નાંખવો! એની જગ્યાએ સ્વ-પરનો પ્રતિભાસ” થાય છે એમ રાખો! (શ્રોતા ) પ્રકાશકનો અર્થ જ પ્રતિભાસ થાય, પ્રકાશકનો અર્થ “જાણવું' ક્યાંથી કાઢયું? (ઉત્તર) હા....ક્યાંથી કાઢયું! (શ્રોતા) સ્વ-પરનો જાણનાર છે એમ બોલતા જ નથી કોઈ, આચાર્ય કોઈ કહેતા જ નથી ! (ઉત્તર) કહેતા જ નથી, આચાર્ય કહેતા નથી પણ બીજા... (શ્રોતા ) “સ્વ-પર પ્રકાશક શક્તિ હમારી' એમ કીધું કે નહીં તો “પ્રકાશક' નો અર્થ શું થયો? (ઉત્તર) શું થયો? (શ્રોતા:) પ્રતિભાસરૂપ થાય છે એટલું જ માત્ર ! Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #216 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૯૩ પ્રવચન નં. – ૧૪ (ઉત્તર) એમ...! એનો અર્થ એ થાય પ્રતિભાસ! (શ્રોતા:) ઇ જ્ઞાનની સ્વચ્છત્વ શક્તિ છે, ઇ જ્ઞાનનું સ્વચ્છત્વ જાહેર થઈ ગયું! (ઉત્તર) બરાબર ! (શ્રોતાઃ) જ્ઞાનનું જાણપણું જાહેર નથી થઈ રહ્યું! (ઉત્તર) સ્વ-પરનો પ્રતિભાસ થાય છે એનો અર્થ “સ્વ-પરને જાણે છે' એવો અર્થ જ નથી. પણ પેલા ધીમે ધીમે શું થયું? અર્થઘટનમાં! ઘણીવાર આપણે વાત થઈ ગઈ છે. કે સ્વ-પરનો પ્રતિભાસ થાય છે, તો સ્વ-પર જણાય છે. પહેલાં એમ આવ્યું એટલે જે સંસ્કૃત છે ઇ સ્પીરીટ એનું જુદું હોય, અર્થ કરે એટલે જરાક પહેલા પગથિયે થોડું ઢીલું થાય કે જણાય છે' જણાય છે બેય જણાય છે..બેય જણાય છે..બેય જણાય છે, સ્વને પર બેય જણાય છે, પછી એમ કરતાં-કરતાં “બેયને જાણે છે ત્યાં સુધી નીચે ઊતરી ગયું અર્થઘટન ! આહાહા ! સ્વ-પરનો પ્રતિભાસ છે તો અહીંયાં...આવી ગયો પોતે! અને સ્વ-પર પ્રકાશમાં તો...બહાર નીકળી ગયું જ્ઞાન એનું.... પરને જાણે છે એવો અર્થ કરે તો! આહાહા! ગજબની વાત છે. આ દશ ગાથા તો અમૃત છે! અમૃત છે આ તો!! એવો વિચાર આવે કે આ દશ ગાથાનું અધ્યયન તો નિરંતર, જગતના જીવોએ કરવા જેવું છે. આમાં અર્થ ચોખ્ખો લખેલો છે પાછો. કોઈને પૂછવું ન પડે! એમ આમાં ગુજરાતીમાં નથી કહેતા? આ વાત અમને જોયેલ દશ્ય ઊડીને આંખમાં આવે છે (કહેવતમાં) નથી કહેતા ! બહુ સારો પદાર્થ હોય (દશ્ય હોય) તો ઊડીને આંખમાં આવે છે. એમ આ ઊડીને આંખમાં આવે છે કે જાણનાર જણાય છે, પર જણાતું નથી મૂળ ગાથા બે હજાર વર્ષ પહેલાંની, પ્રાકૃત ગાથા છે, એનો અનુવાદ આ છે આહા...હા! આહા...હા! સ્પષ્ટ શબ્દોમાં કહે છે. અહા! “જીવ પણ ગ્રહવા ન જાયે કર્ણગોચર શબ્દને; જીવપણ ગ્રહવા ન જાય-ચક્ષુગોચર રૂપને-જીવ પણ ગ્રહવા ન જાયે ઘાણગોચર ગંધને” જીવ પણ ગ્રહવા ન જાયે રસેન્દ્રિયના વિષયને “જીવ પણ ગ્રહવા ન જાયે કાયગોચર સ્પર્શને' પછી...કહે છે “જીવ પણ ગ્રહવા ન જાયે બુદ્ધિગોચર ગુણને' જ્ઞાનગોચર નથી. ધર્માસ્તિકાયનું જે લક્ષણ છે તેને આત્મા...એના લક્ષણને જાણતું નથી. આહા..હા...હા ! આવી અપૂર્વ વાત આ દશગાથામાં છે. પહેલેથી નક્કી કર્યું હતું કે આ દશગાથા તો લેવી, લેવી ને લેવી આહાહાહા! હવે, ભાઈએ એમ કહ્યું કે આ એક જરાક..પ્રતિભાસનો આવિર્ભાવ કેવળજ્ઞાનનો થાય ઈ શું છે? સમજી ગ્યા? ખરેખર તો..ખરેખર તો એ સાધકની અનુભવ દશામાં, એની જે જ્ઞાનની નિર્મળતા પ્રગટ થઈ ગઈ છે, એ પ્રગટ થયેલી નિર્મળતામાં અને કોઈ વખતે ધ્યાનમાં-નિર્વિકલ્પ ધ્યાનમાં આવી જાય છે ત્યારે એને અંદરમાં કેવળજ્ઞાનની પર્યાયના દર્શન થાય છે. (આ વાત) ત્રણ જગ્યાએ તો સમયસારમાં છે. ભાવાર્થ કર્તાએ ત્રણ જગ્યાએ લખી છે વાત આ. એક નાગસેન મુનિમાં છે અને બીજું શ્રીમદ્ થઈ ગયા, એકાવતારી. એમના વચનોમાં છે કે અનુભવ જેને થાય છે અને ભવાંતરનું-સ્વને Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #217 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન ૧૯૪ પરનું જ્ઞાન થાય છે. ભવાંતરનું એટલે પોતાનાં ને બીજાના ભવોનું અને જ્ઞાન થાય છે, જાણી શકાય છે. આહા ! કહેવું ન કહેવાની વાત નથી. પણ ઇ પ્રતિભાસનો જ આવિર્ભાવ થાય છે. એમ.જે આત્માનો મોક્ષ થવાનો હોય, નિશ્ચિત છે. ભવ્યાપ્રાણી છે. થોડા યા વધારે કાળમાં એને કેવળજ્ઞાન પ્રગટ થવાનું છે. અવશ્ય થવાનું છે. એને ખબર નથી પણ...થવાનું છે. અને એને પછી સમ્યગ્દર્શન થાય છે, ત્યારે કોઈ વખતે ધ્યાનમાં મગ્ન થઈને આહા! ભગવાન આત્માના દર્શન થતી વખતે એ કેવળજ્ઞાનનાં દર્શન થઈ જાય છે. કેવળજ્ઞાન અત્યારે પ્રગટ નથી. પ્રગટ નથી છતાં પ્રતિભાસ છે એટલે જ્ઞાનમાંઆવિર્ભાવમાં ઇ જણાય જાય છે. પ્રતિભાસનો આવિર્ભાવ થાય છે. અનુભવની વાત ! બિનઅનુભવી તો આને કાંઈ સમજી શકે નહીં કે આ શું કહેવા માગે છે! આ... પંચમકાળમાં!! બોલો, પંચમકાળમાં કેવળજ્ઞાનના દર્શન થાય? નાગસેન મુનિએ કહ્યું કે અમને તો અરિહંતના દર્શન થાય છે.” શિષ્ય પૂછે છે કે પ્રભુ! આ પંચમકાળ છે? ઇ અમને ખબર છે. અમને ખબર નથી? કે પંચમકાળ છે અત્યારે કેવળજ્ઞાન ન હોય! પણ...કેવળજ્ઞાન અંદરમાં છે. આત્માને જાણતાં ઇ કેવળજ્ઞાનની પર્યાય જે પ્રગટ થવાની છે...ઇ પરોક્ષપણે અનુભવમાં આવે છે. આહાહા...હા ! (શ્રોતા.) બહુ સરસ! (ઉત્તર:) ઇ પ્રતિભાસનો આવિર્ભાવ થાય છે. પ્રતિભાસ ન હોય તો આવિર્ભાવ થઈ શકે નહીં. અને જેનો પ્રતિભાસ છે એનો આવિર્ભાવ થાય, જેને આવિર્ભાવ થાય એ નિઃશંક થઈ ગ્યો! અલ્પકાળમાં કેવળજ્ઞાન થશે, દર્શન થયાં આજે! આહા! એમ આ કાળમાં પણ...આ કાળમાં પણ અમુક અમુક જીવોને ગુરુદેવ સિવાય પણ કેવળજ્ઞાનનાં દર્શન થયા છે!! અલૌકિક વાત છે આ. જીરવાય નહીં એવી વાત છે! પ્રતિભાસનો આવિર્ભાવ થાય છે. પ્રતિભાસ થયેલો છે બધાનો! અને કોઈ કોઈ અજ્ઞાની જીવોને પણ એની સ્વચ્છતામાં કોઈ વખતે, પોતાના પણ ભાવિના પર્યાયનો ખ્યાલ એને આવી જાય છે. અને ઇ સાચું પડે છે! ઈ...સાચું પડે છે પ્રતિભાસનો આવિર્ભાવ થાય છે. એવા ઘણા ઘણા પ્રકારો છે. પણ...પ્રતિભાસમાં મર્મ ઘણો છે. પ્રતિભાસમાં? (શ્રોતા:) મર્મ ઘણો છે. આહા! પ્રતિભાસમાં બે ફાયદા છે. એક કર્તા બુદ્ધિ જાય છે અને એ જ્ઞાતાબુદ્ધિ જાય છે. તેને જાણવું છે? મને તો બધુંય જણાય રહ્યું છે! આ શું! મને જાણવાની આકાંક્ષા (રહી નથી!) એમ લખે છે કે મૂઢ જીવ ! પણ આવું જાણીને ઉપશમને પામતો નથી, આમાં છે. છેલ્લી ગાથામાં આવશે. આવ્યું તું કાલ. આહાહા! “મૂઢ જીવ પણ ઉપશમને પામતો નથી” આહાહા! તને પ્રતિભાસ થઈ રહ્યો છે લોકાલોકનો અત્યારે !કેમ એ ગળે ઊતરે એને! આહાહાહા ! પ્રતિભાસ થાય છે હોં? લોકાલોકને પ્રત્યક્ષ જાણતો નથી. પ્રતિભાસ છે પણ, પરોક્ષ પણ જાણતો નથી. કોઈ કોઈને પરોક્ષ જ્ઞાન થઈ જાય છે, પછી પ્રત્યક્ષ થઈ જાય છે! સમજાણું? Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #218 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૯૫ પ્રવચન નં. – ૧૪ આવી વાતો છે બધી! (શ્રોતા ) કોઈ કોઈને પરોક્ષ થાય? પ્રત્યક્ષ થાય? (ઉત્તર) પરોક્ષ થાય એને પ્રત્યક્ષ થાય ને !! એને કેવળજ્ઞાનમાં જેને દર્શન થયાં આ ભવમાં...હું! એને તો અલ્પકાળમાં પ્રત્યક્ષ થાય છે. અને એમાં એવો એક મર્મ છે કે જેને આ કાળમાં, કેવળજ્ઞાનના પરોક્ષ દર્શન થાયને એને ગણ્યા ગાંઠયા જ ભવો હોય છે, ઝાઝા ભવો હોતા નથી. પંદર ભવની અંદરનો એ જીવ છે. એવી અપૂર્વ વાતો છે! જ્ઞાનનું સામર્થ્ય કોઈ અચિંત્ય છે!! આહા...હા..હા! આ વિષયનું કોઈ પ્રફ મળે એવું નથી. કોઈ માંગો તો મારી પાસે! પ્રફ નથી! સત્ય કહું છું શ્રદ્ધામાં રાખવું હોય તો રાખો! બાકી તમે જાણો ને તમારું કામ જાણે! (શ્રોતા ) પરીક્ષા કરવાની શક્તિ તો બધા પાસે છે! (ઉત્તર) હા, છે ને! પરીક્ષા કરો ને!કોણ ના પાડે છે. અનુભવ કરો! ને કેવળજ્ઞાનના દર્શન થશે ! પણ પંદર ભવની અંદર હશે તો...બહુ લાંબામાં હશે તો..ભવનો અંત તો એને આવી ગયો છે પણ ટૂંકા ભવ હોય ને? તો પ્રતિભાસનો આવિર્ભાવ જલ્દી થાય! જેમ કે એક કૂવો છે મોટો કૂવો ! સો હાથ ઊંડો ! અને સ્વચ્છ છે પાણી, પાણી સ્વચ્છ ( નિર્મળ) છે. એમાં લાકડું નીચે પડ્યું, ભારે (વજનદાર) લાકડું વયું ગયું અંદર ઠેઠ (તળિયા) સુધી, પછી ધીમે ધીમે ધીમે લાકડું તરવાના સ્વભાવવાળું છે એટલે ઉપર આવતું જાય છે. કાંઠે બેઠેલો જીવ જુએ છે કે આહા ! આ તો આવ્યું ઉપર! આવ્યું ઉપર.... હમણાં હાથમાં આવી જશે ! આ એવું છે બધું આ ! કેવળજ્ઞાનનું! શું કરવું? (શ્રોતા ) આવ્યું ઉપર આવ્યું ઉપર એમ વાત છે! શાંતિભાઈ ? આવી અપૂર્વ વાતો છે. સુનિલભાઈ ? આહા...હા ! સાંભળવા મળે નહીં ત્યાં શું થાય ! સ્તનું. શુદ્ધનયનો ઉપદેશ વયો ગ્યો! ક્યાંક ક્યાંક વિરલ છે! અને સાંભળનારા ય ઓછા-ગણ્યાગાંઠ્યા!આહા...હા! (શ્રોતા ) સંભળાવનારાય ઓછા ! (ઉત્તર) ઓછા જ હોય પંચમકાળમાં શું હોય? ક્યાંથી હોય? ઓછા જ હોય ને! બીજું શું થાય ? આહા...આપણે આપણું કરીને ભાગી જાવ! બાકી કોઈની હારે પાર્ટનરશીપ નથી ડીડ ઇ બહુ સારું છે! કોઈની હારે ભાગીદારી છે? કે ડેબીટનોટ આવે? નુકશાન કરતો હોય તો મિથ્યાદષ્ટિ! આપણે શું લેવા-દેવા ! ઈ જાણે ને એનું કામ જાણે બસ! અરે! પરપદાર્થ મારા જ્ઞાનનું શેય નથી! પછી પરની આપણે વ્યાધિ શું કરવી? આહાહા! હોન હર જેની જેવી હશે ઈ કામ થશે! આહા..હા! ગુરુદેવ કહે છે કે તારું કોઈ ય નથી. આ કહે છે “સ્વ-પર પ્રકાશક’ છે બોલો? હવે શું આ...કરવું શું? એના પક્ષમાં પડ્યો છે. ઉપચરિત સદભૂત વ્યવહારનો” પણ છે, શેય-જ્ઞાયકનો સંકરદોષ થશે એને. આહા..હા! છે પંચાધ્યાયીમાં પાઠ છે. ચાર પ્રકારના વ્યવહાર છે ને! એમાં આ બે પ્રકારના, અનુપચરિત ને ઉપચરિત વ્યવહાર છે. પાંચ મિનિટ છે હજી (બાકી). લ્યો! હવે આ આવિર્ભાવ, પ્રતિભાસનું થઈ ગયું ( સ્પષ્ટીકરણ ) ખ્યાલ આવ્યો ? એક આ દૃષ્ટાંતે ય આપ્યું કવામાં લાકડું પડી ગયું છે. તો ? આવે છે લાકડું દેખાય છે. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #219 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updařes જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન ૧૯૬ એ...આવ્યું આવ્યું ઇ.....અર્થે આવી ગયું! (શ્રોતાઃ) આવતું દેખાય છે! (ઉત્તર:) હા, આવતું દેખાય છે, ઉપર ચડતું ! પછી તો કાંઠે બેસીને આટલો હાથ જ નાખે, આ..... આવ્યું !! ખલાસ ! આહા...હા...હા! શુભ, અશુભ એમ નથી તને કહેતું કે તું મને જાણ, રૂપ! અને આત્મા પણ પોતાના સ્થાનને છોડીને-પોતાને જાણવાનું છોડીને ‘ચક્ષુઇન્દ્રિયના વિષયમાં આવેલા' આ રૂપ છે ઇ જ્ઞાનનો વિષય નથી. ચક્ષુઇન્દ્રિયનો વિષય છે આંખના ઉઘાડનો વિષય છે. રૂપને આત્માનું જ્ઞાન જાણતું નથી. પુદ્ગલને આત્માનું જ્ઞાન જાણતું નથી. શરીરને આત્માનું જ્ઞાન જાણતું નથી. રાગને ને દુ:ખને આત્માનું જ્ઞાન જાણતું નથી. શરીરને જાણે છે એ ચક્ષુઇન્દ્રિય છે. અને સુખદુઃખને જાણે છે ઇ બુદ્ધિગોચર છે–મનનો વિષય છે. જ્ઞાનનો વિષય નથી. આહા...હા ! એ...શેય ફરશે તો આત્મદર્શન થશે! એ શેય નહીં ફરે તો આત્મદર્શન થવાનો અવકાશ નથી. શેય ફેર ફેર છે આખો !! આહા...હા ! એક બેન બાવીસ-ત્રેવીસ વર્ષના હતા. સમજી ગ્યા? બરોડા, આપણા મુમુક્ષુના દીકરાના વાઈફ હતા. અને ત્યાં આવ્યા હતા. ગુરુદેવનો ત્યાં પ્રતિષ્ઠા મહોત્સવ હતો બરોડામાં. પછી બધા જાતા 'તા જાત્રાએ ઉપર પહાડ ઉપર પાવાગઢ! હાં તો હું ને મારે ઘરેથી ને ઇ બેનને બધાં જાણીતાં, એટલે ઉપર ગ્યા. એને (એ બેન) પ્રશ્ન પૂછવાં મંડયા રસ્તામાં, પાંચ-સાત કિલોમીટર દૂર ગયા (રસ્તામાં) ત્યાં પ્રશ્ન પૂછયા! મેં કહ્યું બહેન, બેટા! તું મને પ્રશ્ન પૂછ મા ! હું તને કહું ઇ તું અવધારી લે! અને એનો વિચાર કરજે! તારું હિત થશે ! ભલે કહે કે તો મારે પ્રશ્ન (પૂછવાની ) જરૂર નથી. મેં કહ્યું: આત્મા સ્વભાવથી અકા૨ક, અવેઠક છે. કર્તા નથી. પરિણામનો કર્તા નથી, થાય એને ન કરે ! પરિણામ થાય છે થવાયોગ્ય ! એને ‘ કરવું ’ હોઈ શકે નહીં. પકડી લીધું એક વાક્ય! પછી બીજું કે: પરિણામ આત્માના જ્ઞાનનું જ્ઞેય નથી. આત્મા ૫૨ને જાણતો નથી. બસ ! બે વાત મેં કરી. મૌન થઈ ગઈ બહેન ! ગયા જાત્રાએ, જાત્રા કરીને પાછા આવ્યા, ત્યાં ધર્મશાળામાં બધાએ નાસ્તા પાણી કર્યા, ત્યાં વાંકાનેરવાળા ઘણાં ય આપણા મુમુક્ષુ હતા ઇ વખતે તો હારે હારે, પછી ‘મૌન થઈ ગઈ બોલી નહીં બિલકુલ' પછી પાછા ફર્યાં બરોડા, બરોડા પાછા ફરતાં દશ કિલોમીટર (કે) પંદર કિલોમીટર ગયા અંદર...મને કહે ભાઈ...! મારી જાત્રા ફળી ગઈ ? કે હા. શું શ્યું ? કે આત્મા અકર્તા છે ઇ વિકલ્પની ચરમસીમા છે! પછી, કોઈ અકર્તાનો વિકલ્પ નહીં આવે. પછી નિર્વિકલ્પધ્યાન આવશે એમ. પછી કહે, આખું જ્ઞેય ફરી ગયું !! આખું જ્ઞેય ફરી ગયું ‘ આ ’ જ્ઞેય થઈ ગયું !! આહા...હા...હા ! મને ઇ વખતે, મેં એને કહ્યું નથી હજી, એમ શ્યું કે આ કોઈ પૂર્વનો સંસ્કારી જીવ અહીંયા આવ્યો છે. આપણા મુમુક્ષુનાં ઘરમાં જ છે. મુંબઈમાં છે. એટલે કહેવાનો મારો આશય ઇ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #220 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૯૭ પ્રવચન નં. - ૧૪ છે કે જ્ઞય ફરશે, પહેલું ધ્યેય ફરે છે અને ધ્યેય પછી જ્ઞય ફરે છે! પહેલો નંબર ધ્યેયનો છે! કે..પર્યાયથી સહિત માન્યું છે અને પર્યાયથી રહિત જ આત્મા હોય, ત્રણેકાળ બંધમોક્ષથી રહિત જ છે આત્મા! આહા....હા ! પર્યાયથી સહિત માને છે એની કર્તબુદ્ધિ છે. પર્યાયથી રહિત છે અને એ અકર્તામાં આવી ગયો ! અને પરને જાણતો નથી, જાણનાર જણાય છે, શેય ફરે છે! સવિકલ્પ દશામાં શેય ફરે છે પછી નિર્વિકલ્પધ્યાનમાં આત્મા છુંય બની જાય છે. ત્યારે અનુભવ થાય છે. આવી વસ્તુસ્થિતિ છે!! આ મુંબઈવાળા પણ આવ્યા છે ને જુઓ! આહા! સારું થયું. આ દશ ગાથા એવી છે! ધ્યેય ફર્યું હોય, પહેલાં ધ્યેયનો પાઠ પાક્કો કરવો જોઈએ ૩૦ ગાથા. પછી ૨૭૧ કળશ-જ્ઞાતા, જ્ઞાનને શેય આંહી છે ! અહીંયાં જ્ઞાતા અને આ (પર) જ્ઞય એમ છે જ નહીં. આહાહા ! કે વ્યવહારે છે કે નહીં? ઇ વ્યવહાર પરને જાણે છે, એનો અર્થ શું? (બરાબર સમજ તો ખરો) કે પરનો પ્રતિભાસ દેખીને ઉપચાર કરવામાં આવ્યો છે એને, તું માનશ સાચું ! ઈ તારું અજ્ઞાન થઈ ગયું, જ્ઞાનનું અજ્ઞાન થઈ જશે જા ! (શ્રોતા ) કાર્યમાં કારણનો ઉપચાર કીધો! (ઉત્તર) ા, કાર્યમાં કારણનો ઉપચાર કર્યો છે. જે ઉપયોગ સ્વના લક્ષથી-લક્ષ્યના લક્ષથી પ્રગટ થાય તે મોક્ષનું કારણ છે. પરના લક્ષ નિમિત્તના લક્ષે જે ઉપયોગ થાય તે બંધનું કારણ છે. પરસત્તાવલંબી ઉપયોગ એ બંધનું કારણ છે. આ તો બાપુ અંતરની વાત છે. આ કોઈ વાદ-વિવાદે બેસે એવું નથી. પંડિતાઈનું આમાં કંઈ કામ નથી. (પ્રવચનસાર ગાથા-૧૭૨ બોલ નં.-૭ના પ્રવચનમાંથી) Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #221 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી પરમગુરૂં નમઃ શ્રી સમયસારાય નમઃ શ્રી સમયસાર ગાથા ૩૭૩-૩૮ર. તા. ૨૪-૯-૧૯૯૬ રાજકોટ પ્રવચન નં.-૧૫ દશ ધર્મમાં આજે “ઉત્તમ ત્યાગ ધર્મ' નો દિવસ છે. તેનું વર્ણન કરે છે. સમ્યકપ્રકારે શ્રતનું વ્યાખ્યાન કરવું અને મુનિ વગેરેને પુસ્તક, સ્થાન, પીંછી, કમંડલ આદિ સંયમના સાધન આપવા, તે ધર્માત્માઓનો ઉત્તમ ત્યાગધર્મ છે. “હું શુદ્ધ આત્મા છું' મારું કાંઈ પણ નથી. એવા સમ્યજ્ઞાનપૂર્વક અત્યંત નિકટ ( એવા) શરીરમાં પણ મમતાનો ત્યાગ કરીને, શુદ્ધસ્વરૂપમાં રમણતા પ્રગટ કરે, ત્યાં મુનિઓને સર્વે પરભાવનો ત્યાગ થઈ જાય છે. આત્માના ભાનપૂર્વક, શરીર આદિ સર્વે પદાર્થો ઉપરથી “મમતાનો ત્યાગ' થઈ જાય છે. પદાર્થનો ત્યાગ નથી થતો! કેમ કે પદાર્થને આત્માએ ગ્રહણ કર્યો નથી, તો પદાર્થને છોડે કોણ ? પણ એણે અજ્ઞાન દશામાં મમતાને ગ્રહી છે. તો કહે છે કે મમતાનો ત્યાગ કર્યો, તેમાં ઉત્તમ આકિંચન્ય ધર્મ પણ આવી જાય છે. એક જ શ્લોકમાં આચાર્યદવે બે ધર્મનું વર્ણન કર્યું છે. હવે, આ ચારિત્રની અવસ્થા મુનિદશામાં હોય છે અને સમ્યગ્દર્શનશાન પૂર્વક જ હોય છે. નિયમ છે. મિથ્યાષ્ટિને કોઈપણ પ્રકારનું ચારિત્ર હોતું નથી. નિશ્ચયચારિત્ર પણ હોતું નથી અને વ્યવહારચારિત્ર પણ હોતું નથી. સમ્યગ્દર્શન એટલે આત્મદર્શન! જેવો પોતાનો શુદ્ધાત્મા છે, ત્યાં અંદરમાં જઈને એનો અનુભવ કરવો પ્રત્યક્ષ ! અને આનંદનો જ્યારે સ્વાદ આવે ત્યારે તેને સમ્યગ્દર્શન થયું કહેવામાં આવે છે. સમ્યગ્દર્શન તો આત્માની પ્રતીતિ-રૂપ છે. પણ એ પ્રતીતિ થઈ આત્માની મને..ઇ ખબર કેમ પડે? કે પોતાને અનંતકાળથી નહીં આવેલો એવો અતીન્દ્રિય આનંદનોઅતીન્દ્રિયસુખનો પોતાને પ્રત્યક્ષ સ્વાદ આવે છે. એ જ્ઞાન (આત્માના) પ્રદેશને જાણતું-દેખતું નથી પણ વેદનપ્રત્યક્ષ છે, આનંદ વેદાય છે, પોતાને! ભવનો અંત આવી ગયો! એ કોઈને પૂછવા જતો નથી હવે! કે સમ્યગ્દર્શન થયું કે નહીં? ક્યારે થશે? થઈ ગઈ એની પ્રતીતિ અને અનુભવ થઈ ગયો એને, એવી સમ્યગ્દર્શનની પર્યાય અલૌકિક છે!! આહા ! અનંત અનંત કાળ થયા સમ્યગ્દર્શન વિના, આત્મા અનંત અનંત દુ:ખ અને (કષ્ટને) ભોગવી રહ્યો છે! શ્રીમદ્જીનું વાક્ય છે કે: “સમ્યગ્દર્શન વિના અનંતા આત્માઓ અનંત દુઃખને ભોગવે છે... પણ જ્યારે સમ્યગ્દર્શનની પ્રાપ્તિ એને થાય છે, ત્યારે પોતે દુઃખથી મુકાય છે અને દુઃખથી મુકાવાનો માર્ગ પોતાને મળે છે. ત્યારે કોઈ કોઈને, બીજાને ઉપદેશ ભાવ પણ (વિકલ્પ પણ) આવે છે. બધા ઉપદેશ આપે એવો ય નિયમ નથી. કેટલાક તો દીક્ષા અંગીકાર કરી જંગલમાં ચાલ્યા જાય છે, Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #222 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૯૯ પ્રવચન નં. – ૧૫ એકાંતસાધના કરીને મોક્ષ-કેવળજ્ઞાનની પ્રાપ્તિ કરે છે. કોઈ કોઈ જીવને એ પ્રકારનો ભાવ આવે છે કે, હું સુખી થયો, સુખનો માર્ગ મને મળ્યો, બીજાં પણ સુખી થાય એવી ભાવનાથી શાસ્ત્ર પણ લખે કોઈ અને કોઈ પ્રવચનો પણ આપતા હોય છે. એવું સમ્યગ્દર્શનની પ્રાપ્તિના ઉપાયમાં, એક મોટામાં મોટું બાધક તત્ત્વ છે! કે... એ જીવના ખ્યાલમાં ય આવતું નથી, કે આ એક બાધક તત્ત્વ છે. ઇ એને ખ્યાલમાં ય આવતું નથી અને કાન દઈને સાંભળતો પણ નથી! વાણી, કાન દઈને સાંભળે તો તો એને ખ્યાલ આવે કે: “આમ કહેવા માંગે છે” એ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાનમાં બાધક, સમ્યગ્દર્શનમાં બાધક કર્તબુદ્ધિ છે. અને સમ્યજ્ઞાનમાં બાધક “હું પરને જાણું છું હું પરને જાણું છું. મહાપાપનું પાપ છે! ચારિત્રનું પાપ-હિંસા, જૂઠ, ચોરી (આદિ) એ તો ક્ષમ્ય છે. આહાહાહા...! સમ્યગ્દષ્ટિને પણ એવા (ભાવ) જ્યાં સુધી ચારિત્ર અંગીકાર ન કરે ત્યાં સુધી, પાંચ મહાવ્રત, (આત્મા) રૂપે પરિણમે નહીં, નિશ્ચય-વ્યવહારે ત્યાં સુધી એને આવા હિંસા આદિના પાંચ પ્રકારના, પાપના ભાવ એની દશામાં ઈચ્છા વિના-કર્તા વિના થયા કરે છે! “થવા યોગ્ય થયા કરે છે... પણ....હું પારને જાણું છું –એ જગતના જીવોને ગુણ લાગે છે!(માને છે) કે આત્મા પોતાને જાણે અને પરને પણ જાણે ! “જાણે” એમાં શું દોષ? પણ જ્યાં પરને જાણે છે સ્વને ભૂલીને! ત્યાં ઇ પરની હારે એકત્વબુદ્ધિ કરીને પરિણમી જાય છે. મહાપાપ છે પરને જાણવું! અને સ્વને જાણવું મહાપુણ્ય નથી પણ ધરમ છે. સ્વનો અનુભવ કરવો “જાણનારને જાણવો” એમાં ભવનો અંત આવી જાય છે. બસ! એટલું જ કરવાનું છે! “હું પરને જાણતો નથી” એવો જ્યાં ભાવ આવ્યો ત્યાં “સ્વ” જણાઈ જાય છે. એટલી જ વારમાં “સ્વ” જણાય જાય છે! ઝાઝો વખત એમાં લાગતો નથી. “હું પરને જાણતો નથી” મને તો જાણનારો જણાય છે! સંતોનો આ કંકોત્કીર્ણ મહામંત્ર છે. આમાં છે “જાણનારો જણાય છે ! “જાણનારો'..જાણનારને જાણે નહીં, “ના” પાડે તો ય જણાય !! એવી કોઈ એની ઉદારતા છે. આહાહા! એ જણાયા જ કરે છે જ્ઞાનમાં પોતાને-બાળ-ગોપાળ સૌને! પણ એનો સ્વીકાર ન કરતાં “હું પરને જાણું છું” (તેવા અભિપ્રાયમાં) મિથ્યાદર્શનમિથ્યાજ્ઞાન (સેવે છે.) મિથ્યાજ્ઞાન થયું એટલે મિથ્યાદર્શન સાથે આવી ગયું. જ્ઞાનનો દોષ છે. ઇ જ્ઞાનનો ગુણ નથી “પરને જાણવું” પણ...પરને જાણવું એ જ્ઞાનનો દોષ છે ને જ્ઞાનનો દોષ જ્યાં થાય ત્યાં શ્રદ્ધાનો દોષ સાથે અવિનાભાવરૂપે હોય જ. એવી એક દશ ગાથા છે. સમયસારમાં! જે સમયસાર બધાને માન્ય છે. મુમુક્ષુઓને માન્ય છે, સંતોને માન્ય છે, પંડિતોને માન્ય છે, વક્તાને માન્ય છે. “સમયસાર શાસ્ત્ર” એ તો ભગવતી શાસ્ત્ર છે. ભવના અંતનો આમાં ઉપાય બતાવ્યો છે. ઉપાય બતાવતાં....બતાવતાં...બતાવતાં. જ્યારે ચારસો પંદર ગાથાની સમીપે આવ્યા આચાર્ય ભગવાન ત્યારે ચારસો ગાથામાં આવ્યા પહેલાં, પોણા ચારસો ગાથા જે ૩૭૩ થી ૩૮૨ એ દશગાથામાં તો શું એમણે આપી દીધું છે ! ગુજરાતીમાં છે. અને એનો અર્થ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #223 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updařes જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન ૨૦૦ કોઈને પૂછવા ન જાવું પડે એવું એમાં લખાણ છે (ઘણું જ સ્પષ્ટ!) ઇ હરિગીત પણ એવાં છે. અને એનો અર્થ કર્યો છે ઇ પણ એવો જ છે (સહજ, સરળને સ્પષ્ટ!) અને ટીકાકારે તો આખી વાત એમાં અપૂર્વ વાત ખોલી નાખી છે! તો...ધ્યાન દઈને...આ વાત ‘લક્ષમાં' લેવા જેવી છે. અને ‘લક્ષમાં’ લઈને વારંવાર ‘પ્રયોગ’ ક૨વા જેવો છે. સામે વસ્તુ હોય જ્યારે...ત્યારે ‘હું એને જાણતો નથી ’ દીકરો બેઠો હોય, દીકરી બેઠી હોય આહા! શાસ્ત્ર હોય, દેવ હોય ગુરુ હોય આહા...હા! ‘હું ૫૨ને જાણતો નથી ’ ૫૨ને...જાણવું મારા સ્વભાવમાં અશકય છે!! (જુઓ!) જાણે છે ને પાછો ફરે છે એમ નથી. ‘ જાણતો જ નથી' આહા....હા... હા ! પહેલાં ૫૨ને જાણે ને પછી પાછો ફરે, એવું જ્ઞાનમાં નથી. ઇ તો ઇન્દ્રિયજ્ઞાન ૫૨ને જાણે છે ન્યાં આમ જાણના૨ જણાય છે (પ્રયોગમાં લીધું ) ત્યાં આમ ઇન્દ્રિયજ્ઞાન પાછું ફરી જાય છે, લબ્ધ થઈ જાય છે, એનો વ્યાપાર બંધ થઈ જાય છે ક્ષણિક! ક્ષણભર !! ત્યાં તો એને આત્માના દર્શન થઈ જાય છે. આહા....! ધરમ સહેલો છે! અધર્મ...તો આત્મા ઉપર બળાત્કાર કરે તો અધર્મ પ્રગટ થાય. એમ છે શાસ્ત્રમાં....કે વિકલ્પની ઉત્પત્તિ તો, એ આત્મા-પોતાનો આત્મા ઉપર બળાત્કાર કરે ત્યારે વિકલ્પ ઉત્પન્ન થાય, બાકી તો ‘ જાણનારો તો સહજ જણાયા જ કરે છે! એવી અપૂર્વ વાત આ દશ ગાથામાં છે. આહા...! શું જંગલમાં તાડપત્ર ઉપર બે હજાર વરસ પહેલાં, લખીને આપણા ઉપર ઉપકાર કર્યો છે. અને જ્યારે ૩૭૩ થી ૩૮૨ ગાથા તમે બધા વાંચો, સ્વાધ્યાય કરો ! ટાઈમ મળે તો...!! ટાઈમ ન મળે ને આયુષ્ય પૂરું થાય તો, તમે જાણો. તો એના ઉ૫૨ તમે જ્યારે વાંચો ત્યારે તમારું નામ લખેલું છે આમાં! ‘નામ તમને દેખાતું નથી પણ એવું એક કેમિકલ આવે છે કે નામ લખેલા હોય, પણ ઇ કેમિકલ લગાવેને ત્યારે એ દેખાઈ જાય છે! એમ...જ્ઞાનચક્ષુ વડે પોતાનું નામ દેખાય છે! ઇન્દ્રિયજ્ઞાન વડે દેખાતું નથી. અથવા ‘તીવ્રરુચિવાળાને ’ પણ પોતાનું નામ ઝાંખુ-ઝાંખુ દેખાય છે પહેલાં ! આહા... હા ! આ તો મારા ઉ૫૨ ૫ત્ર આવ્યો છે! આ ધર્મપિતાએ મને પત્ર લખ્યો છે! જે વાંચે એનું નામ ઉ૫ર લખવું (લખાઈ જાય !) આહા...હા ! હું! ભવ્યાત્મા! તારા હિતની વાત, હું લખતો જાઉં છું, હું તો જાઉં છું અને જતાં-જતાં એક અવતારમાં તો હું મોક્ષમાં વયો જાઈશ! પાછો તો હું આંહી આવવાનો નથી. તમે દુ:ખી છો ઇ મને ખબર છે. મને જરાક કરુણા આવી ગઈ છે! આહા...! ( ચારમાંથી ) ત્રણ કષાયનો તો અભાવ થયો છે. એક ચોકડી સંજ્વલનની બાકી છે. છટ્ટે ગુણસ્થાને..( મુનિરાજને ) એ કરુણાનો ભાવ આવે છે. તીર્થંકર થવાના હોય એને તો ચોથે-પાંચમે (ગુણસ્થાને આવે ) ! અને તીર્થંકર પ્રકૃતિ પણ બંધાઈ જાય, જેમ શ્રેણિક મહારાજાને, તીર્થંકર પ્રકૃતિ બંધાઈ ગઈ છે, આવતી ચોવીસીમાં એ પહેલા તીર્થંકર આંહી (ભરતક્ષેત્રમાં) થવાના છે. એને તો કરુણા આવે પણ સામાન્ય જે કેવળી થઈને મોક્ષ જવાના હોય એને પણ કરુણા આવે છે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #224 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૦૧ પ્રવચન નં. – ૧૫ લખતા જાય અને કાં કહેતાં જાય! એવી અપૂર્વ વાત, આપણા ઉપર ધર્મપિતાનો પુત્ર છે! આ ધર્મપિતાનો પત્ર જે આવ્યો છે, ઇ આપની સમક્ષ વાંચી સંભળાવું છું. પત્ર આવ્યો છે આહા ! કોઈની હારે ચર્ચા કરવા જેવી વાત નથી. કારણ કે બીજાને બેસતું ન હોય, તો તરત જ.તમારું પરિપકવ જ્ઞાન ન હોય. અને તમે એને કાંઈ જવાબ ન આપી શકો અને એ “તર્ક કરીને તમને પાડી દેશે” માટે આહા..! સવારે વાત કરી તી! એ વાત થોડી ક નીકળી હતી સવારે! કેઃ કોઈ આત્મા એમ વિચારે કે હું શુદ્ધ છું, એક છું, અભેદ છું, સામાન્ય ટંકોત્કીર્ણ છું, મુક્તાત્મા છું, કર્મનો બંધ મને થયો નથી, કર્મનો બંધ થાય તો....ઉદયમાં આવે, ઉદયમાં આવે તો હું જોડાઉં..પણ એ હું નહીં, એવું મારું સ્વરૂપ નથી. એમ કોઈ દ્રવ્યસ્વભાવનો “પ” લઈને વિચાર કરે તો એ નિશ્ચયાભાસી થતો નથી. પણ (એ તો) નિશ્ચયના પક્ષમાં આવી ગયો છે એ અલ્પકાળમાં...“પક્ષાતિક્રાંત” થઈને ભાઈ! આત્માનો અનુભવ કરશે! નિશ્ચયાભાસીનું લક્ષણ” સવારે કહ્યું હતું કે હોય દુઃખ (પોતાની પર્યાયમાં) ને માની ત્યે આત્મિક સુખ! હોય મતિ-શ્રુત અને માને કેવળજ્ઞાન...તો નિશ્ચયાભાસ કહેવાય, પણ ‘ત્રિકાળીદ્રવ્ય' જેવું છે એવું વિચાર કરે અા..હા! “શુદ્ધ બુદ્ધ ચૈતન્યધન સ્વયં જ્યોતિ સુખધામ, બીજું કહીએ કેટલું “કર વિચાર તો પામ' (શ્રીમદ્ રાજચંદ્રજીએ કહ્યું) આનો વિચાર કરજે...એ સ્વભાવનો વિચાર કરજે ! સ્વભાવનો વિચાર કરતાં કરતાં વિભાવ ગળે છે ને સ્વભાવનો અનુભવ કરતાં વિભાવ ટળે છે!(પહેલાં ગળે ને પછી ટળે !) માટે..(મુમુક્ષુઓએ) કોનું સાંભળવું ને કોનું ન સાંભળવું...એ પણ વિવેકની બહુ જરૂર છે. અહાહા ! બીજાને સારું લાગે એવાં કામો કર્યા, પણ પોતાનું સારું કેમ થાય? એને “લક્ષમાં લીધું નહીં. આહા...હા! ચાલો સાંભળવા જાઈએ, બીજાને સારું લાગશે! અહા...હા! પણ તારું બુરું થાય છે ઈ તો જો તું!! ગુરુદેવ ફરમાવી ગયા છે. ફરમાવી ગયા છે..જગજાહેર!! પણ મેં માથે ઓઢી લીધું છે કે, મને કહી ગયા છે ગુરુદેવ! કે હે ભવ્ય આત્મા! જો તારી પાસે “સ” આવ્યું હોય...તો સની તું જાહેરાત કરજે ! સમાજમાં વિઘટન થાય, એની તું પરવા કરીશમાં! કેમ કે બે મત તો રહેવાના છે! અજ્ઞાનીનો અજ્ઞાનમય, જ્ઞાનીનો જ્ઞાનમય ! માટે તું દાંડી પીટીને કહેજે! એવા શબ્દો છે ગુરુદેવના! સમાજમાં બે ભાગ પડી જાય, “સ” નું પ્રતિપાદન કરતાં તો ડરીશમાં તું!! પ્રતિપાદન કરજે! અને એ ઝીલનારા હશે જ, નીકળે જ!!ન નીકળે એમ બને નહીં. આપણે આ આત્માનો સ્વભાવ જે છે. ઇ “જાણવાનો છે? આત્માનો સ્વભાવ જ્ઞાનને જ્ઞાનનો સ્વભાવ, આત્માને જાણવું એમ છે! પરને જાણવું એમ તો નથી..નથી ને નથી!! પણ સ્વ-પારને જાણવું Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #225 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updařes જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન એમ પણ નથી, ‘ કેવળ સ્વને જાણવાનો સ્વભાવ છે.’ આ આચાર્યભગવાન પોતે કહે છે હોં ? બે ગાથા થઇ ગઇ છે. આજે ત્રીજી ગાથા લઇએ. ૨૦૨ ‘અશુભ અથવા શુભ ગંધ ’-સુગંધ કે દુર્ગંધ ‘તને એમ નથી કહેતી ' એ પુદ્દગલની પર્યાય છે (સુગંધ કે દુર્ગંધ ) એ પુદ્દગલની પર્યાય છે. એ આના (નાક) વાટે જાણવામાં આવે છે. જ્ઞાન વાટે સુગંધ-દુર્ગંધ જાણવામાં આવતી નથી. કેમ કે એનો વિષય નથી. જેનો વિષય હોય ઇ એને જાણે છે, તે આ ઘ્રાણઇન્દ્રિય આ ભાવઇન્દ્રિય છે આંહીયા! આ છે (બહાર દેખાતું નાક) ઇ તો દ્રવ્યઇન્દ્રિય છે, નિમિત્ત માત્ર છે! પણ ન્યાં એક ઉઘાડ છે (જ્ઞાનનો) એને ઘ્રાણઇન્દ્રિય-ભાવઇન્દ્રિય કહેવામાં આવે છે. એ ગંધ એમ કહેતી નથી કે તું મને જાણ. તું મને સૂંઘ. ગંધ કહેતી નથી કે તું મને સૂંઘ ! એક સાઇડથી–સામેથી વાત કરી. આહા...હા ! ‘અને આત્મા પણ..' પણ શબ્દ વજનીય છે. ‘આત્મા પણ/ઓલું તો તને કહેતું નથી, મફતનો માથે ઓઢી લેશ તું! અને આત્મા પણ ઘ્રાણઇન્દ્રિયના વિષયમાં આવેલી ગંધને' આ ઘ્રાણઇન્દ્રિયનો વિષય છે, જ્ઞાનનો વિષય નથી, સુગંધ-દુર્ગંધ છે ઇ ભાવઇન્દ્રિયનો વિષય છે. આત્મજ્ઞાનનો વિષય નથી. અતીન્દ્રિયજ્ઞાનનો એ વિષય નથી. આત્મા અતીન્દ્રિયજ્ઞાનમયી છે. અને ઇન્દ્રિયજ્ઞાન જ્ઞેયમયી છે. આત્મા અતીન્દ્રિયજ્ઞાનમયી છે. અને ઇન્દ્રિયજ્ઞાન જ્ઞેયમયી છે. આત્મા અતીન્દ્રિયજ્ઞાનમયી છે, અને ભાવ ઇન્દ્રિયો શૈયમય છે ઇ જ્ઞેય જ છે. Âયના ત્રણ પ્રકાર, ભગવાનની વાણીમાં આવ્યા! દ્રવ્યેન્દ્રિય, ભાવેન્દ્રિય ને એના વિષયો ! એ ત્રણેય આહા...હા! ઇ શૈમય છે એમાં જ્ઞાન નથી. દ્રવ્યેન્દ્રિયમાં જ્ઞાન નથી! ભાવેન્દ્રિયમાં જ્ઞાન નથી ! અને ભાવઇન્દ્રિયના વિષયો જે પુદ્દગલ આદિ એમાં પણ જ્ઞાન નથી ! આહા ! જ્ઞેય જ્ઞેયને જાણે છે!! જ્ઞાન જ્ઞેયોને જાણતું નથી !! આ ત્રણ પ્રકારના શેયોને જાણતું નથી ! ને ત્રણ પ્રકારનાં શેયો છે એ આત્માથી અત્યંત ભિન્ન ! સર્વથા ભિન્ન ! જૈનદર્શનમાં સર્વથા આવે? કે હા, સર્વથા આવ્યા પછી કથંચિત્ આવે! આહા... હા...હા ! ‘ કચિત્’ તો આવે છે. આવી ગયું છઠ્ઠી ગાથામાં! કથંચિત્ આવી ગયું સમ્યક્ એકાંત પૂર્વક અનેકાંત...બીજા પારામાં થયું ! ‘તું મને સૂંઘ' અને આત્મા પણ ઘ્રાણઇન્દ્રિયના વિષયમાં આવેલી ગંધ. આહાહા...! એને જાણે છે, ઉઘાડ-નાકનો ઉઘાડ એને જાણે છે. પણ આત્માનું જ્ઞાન આત્માને છોડીને, એ સુગંધ-દુર્ગંધને જાણવા જતું નથી, અત્યાર સુધી તો જાણ્યું નથી. (અને ) ભવિષ્યમાં પણ જ્યાંસુધી મોક્ષ ન થાય ત્યાં સુધી તને કદાચ થોડા ભવ આવે... તો પણ એ સુગંધ-દુર્ગંધ, તારા જ્ઞાનનું જ્ઞેય નહીં થાય! તારા જ્ઞાનનું જ્ઞેય ક્યારે થાય? કે, તારું જ્ઞાન આત્માને છોડે...આત્માને છોડે એ ભેગું જો ભાવેન્દ્રિય પ્રગટ થાય, તો ભાવઇન્દ્રિય એને જાણશે! ત્યાં સુધી ભાવ ઇન્દ્રિય એને જાણે છે, આત્માનું જ્ઞાન એને કદીપણ આહા..! સુગંધ કે દુર્ગંધને જાણતું નથી-જાણવાનો સ્વભાવ જ નથી!! ૫૨ને (જાણવાનો સ્વભાવ નથી ) Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #226 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૦૩ પ્રવચન નં. – ૧૫ ગંધને પોતાના સ્થાનથી શ્રુત થઇને ગ્રહવા એટલે જાણવા જતો નથી. આગળ.... (પછીની ગાથા) “અશુભ અથવા શુભ રસ” ખાટો-મીઠો રસ. આ...ખાટો-મીઠો જે રસ છે, એ પુદ્ગલનો રસ છે. ચૈતન્યરસ છે ઇ આત્માનો છે. આ ખાટો-મીઠો રસ છે એ પુદ્ગલનો રસ છે. શુભ રસ તને એમ નથી કહેતો કે તું મને ચાખ ! આહાહા ! લીંબુની ખાટી અવસ્થા એમ કહેતી નથી કે તું મને ચાખ” અને સાકરની મીઠી અવસ્થા એમ કહેતી નથી કે “તું મને ચાખ”—મારામાં મીઠાશ છે હોં? (મને) ચાખ! ચાખ! આહ! હાફુસ કેરી છે હવે તો ચાખ! એમ અત્યાર સુધી...કોઇ પગલે કહ્યું જાણવામાં આવતું નથી. પ્રયોગ કરજો, બધા! સામે પુદ્ગલ રાખીને! રસ રાખીને ! કોઇ કાળે રસ, નહીં કર્યું કે તું મને ચાખ! આહા..હા ! બે પદાર્થ ભિન્ન ભિન્ન છે. પોત-પોતાના ચતુષ્ટયમાં રહેલા છે. (સ્વચતુષ્ટય છે) દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ને ભાવમાં! એકમાં બીજાની સર્વથા નાસ્તિ છે. બે વચ્ચે કર્તકર્મ સંબંધ નથી. નિમિત્ત-નૈમિત્તિકસંબંધ નથી. જ્ઞાતા શેયનો સંબંધ નથી. આહા! રસ છે એ જ્ઞાનનું જ્ઞય નથી. જ્ઞાન.ખાટા-મીઠા રસને જાણતું નથી. અલ્યા, જાણનાર તને બતાવ્યો હવે “હું જાણું છું” શલ્ય કાઢી નાખને ! એ રસેન્દ્રિય આ જીભ છે ને! ભાવઇન્દ્રિય છે અહીં ઉઘાડ! આ તો (જીભ) દ્રવ્યઇન્દ્રિય કહેવાય, પણ ત્યાં એક ઉઘાડ છે. એ ઉઘાડ અને જાણે છે રસને! એ ભાવઇન્દ્રિય રસને જાણે છે એમ ! પણ હું એને જાણતો નથી. વજુભાઈ ! લાવ..આને કોણ જાણે છે? જોઇ લઉં! હું ? રસને તો ઇ જાણતો નથી. પણ રસઇન્દ્રિય એને જાણે છે. તો લાવ જોઇ લઉં કે મારા સિવાય કોણ એને જાણે છે? “જાણવાનો' તો મારી પાસે (ગુણ) છે. વળી આ (અન્ય) જાણનાર ક્યાંથી પાક્યો? કે, અમે ઈ ભાવઈન્દ્રિયને એના વિષયોને જાણતા નથી. આહા..હા! અમે અમારા જ્ઞાનમાં આત્માને જાણવાનું છોડીએ, તો તો એને જાણીએ! પણ...એ જ્ઞાન તો આત્માને જાણવાનું કદી છોડતું જ નથી, માટે અમે એને જાણતા નથી. રસને કે રસને પ્રસિદ્ધ કરનાર રસેન્દ્રિય, એ અમારા જ્ઞાનનું ઝેય નથી. આહા..! અમારાં જ્ઞાનનું જ્ઞય તો કહે છે કે: દ્રવ્ય-ગુણ-પર્યાયમાં, જે પર્યાયમાં છદ્રવ્ય જણાયપ્રતિભાસે! જણાય એટલે પ્રતિભાસે, એવી જ્ઞાનની એકસમયની પર્યાય પણ મારા જ્ઞાનનું mય નથી. અને એકલો ધ્રુવ પરમાત્મા ધ્યાનનું ધ્યેય ભલે હો! પણ એકલો ધ્રુવ એ અમારાં જ્ઞાનનું શેય નથી. આહા...હા! પછી, સાધક ફરમાવે છે, કે અતીન્દ્રિયજ્ઞાન પ્રગટ થાય ત્યારે અતીન્દ્રિય જ્ઞાનની અવસ્થા/એ તો અમારાં જ્ઞાનનું શેય થાય કે નહીં? કે “ના” અમારા જ્ઞાનનું શેય (એ પર્યાય નથી) અંશ હોય છે અમારાં જ્ઞાનનું જોય નથી. ભેદ અમારાં જ્ઞાનનું શેય નથી. અમારાં જ્ઞાનનું “શેય’ તો અંતરમુખ થયેલી નિર્મળ પર્યાય સહિતનો આખો (પરિપર્ણ) આત્મા દ્રવ્યગણપર્યાયથી અભેદ! એ ગણભેદ જ્ઞાનનું ય નહીં. પર્યાયભેદ જ્ઞાનનું શેય નહીં અને એકલો “ધ્રુવ” ધ્યાનનું ધ્યેય ભલે હોય પણ “જ્ઞાનનું શેય” નથી. આહા...હા..હા ! Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #227 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન ૨૦૪ આવી અપૂર્વ વાતો આ પર્યુષણમાં આવી છે! ટેપ ઊતરી જાય છે સારું છે. આહા...! આ તો સારા પર્વના દિવસો છે ને! ત્યારે સારો ખોરાક હોય ને! રોજ તો રોટલી, દાળ, શાક, ભાત અને રોટલા હોય! પણ આ દિવસોમાં રોટલા ન હોય આહા...હા! આ (દિવસોમાં) તો માલ હોય !! એમ કહે છે કેઃ રસ તને કહેતું નથી કે તું (મને) જાણ! અને રસનાઇન્દ્રિયના વિષયમાં આવેલા જે રસ, એ જ્ઞાન ને શેય! ઇન્દ્રિયજ્ઞાન છે જ્ઞાન છે વ્યવહાર ! અને ઓલું એનું જ્ઞય છે વ્યવહારે ! ઈ બેય વ્યવહાર છે. બાહ્યપદાર્થ બેય વ્યવહાર છે. અને “નિશ્ચય” તો આંહીયા આત્માનું જ્ઞાન છે કે જે આત્માને જાણે છે બસ! સમયે સમયે! કે જાણે છે તો આનંદ કેમ નથી આવતો? કે...જણાય છે તને, પણ તું એને “જાણતો નથી ” જણાઈ રહ્યો છે ઇ ની વાત છે, પણ તું એને જાણતો નથી. આહા ! તારી બુદ્ધિ ભ્રષ્ટ થઇ ગઇ છે! આહા! (૮) સ્વભાવથી ખસી ગયો છે. સ્વભાવથી વ્યુત થઈ ગયો છે આત્મા! આ કયારથી વાત હશે? આ મિથ્યાત્વનો નાશ થઇને સમ્યકત્વ થાય એની વાત છે. અનાદિ કાળના અપ્રતિબુદ્ધજીવને એક શલ્ય છે, “હું પરને જાણું છું” તો પરને જાણનારો તને બતાવ્યો. હવે તું હઠ છોડ!! આહા ! “હઠ છોડ બાબુલ હુઠ છોડ મત જા ગિરનાર' આવે છે ને! આહા ! એ હઠ છોડી દેને “હું પરને જાણું છું ! વધારેમાં વધારે થાય તો અંતરમુહૂર્તમાં થાય અનુભવ!! પણ વધારેમાં વધારે તું આનો પ્રયોગ કર, ભેદજ્ઞાનનો કેસ અતીન્દ્રિયજ્ઞાનમયી હું છું અને ઇન્દ્રિયજ્ઞાન હું નથી, તો ઈન્દ્રિયજ્ઞાનના વિષયો તો ક્યાંયના ક્યાંય રહી ગયા! ઇન્દ્રિયજ્ઞાન પણ જણાતું નથી. મારા જ્ઞાનનું જ્ઞય નથી! આહા...હા..હા ! તો એના વિષયો તો મારા જ્ઞાનનું જ્ઞય ક્યાંથી થાય ? એમ કરીને આવેલા રસને પોતાના સ્થાનથી છૂટીને ગ્રહવા જતો નથી. ભગવાન પરમાત્મા અને પરમાત્માનું જ્ઞાન પ્રગટ થાય છે તે...પરમાત્મા એને જાણવા જતો નથી અને પરમાત્મા જેમાં જણાય...એવા (પરમ) આત્માનું જ્ઞાન પણ “પરને જાણવા જતું નથી.' થયું હવે આગળ (હવે પછીની ગાથા) “અશુભ અથવા શુભ સ્પર્શ' ટીકા લેવી છે ને એટલે..( ટૂંકાવીને લઇએ!) “અશુભ અથવા શુભ સ્પર્શ' ટાઢી-ઊની અવસ્થા, તને એમ નથી કહેતી કે “તું મને સ્પર્શ' ટાઢી-ઊની અવસ્થા વિગેરે ખરબચડી (લાસી વગેરે) ગમે તેવી અવસ્થા હોય, ઈ સ્પર્શ નામનો ગુણ છે (પુગલમાં) અને એની પર્યાયો થાય છે. ઇ એમ કહેતું નથી કે “તું મને સ્પર્શ' (તું મને) સ્પર્શ કરીને જો....કે આ ટાઢી અવસ્થા છે કે ઊની અવસ્થા (છે). “તું મને સ્પર્શ' અને આત્મા પણ/અનાદિઅનંતની આ સ્થિતિ છે. આ સિદ્ધાંતની વાત છે. ચોથા કાળમાં ય “આ” અને પંચમકાળમાં ય “આ” અનાદિ અનંત “આ”...ઈ (વસ્તુ) સ્થિતિ છે. આ દશ ગાથા ભગવાનના શ્રીમુખેથી સાંભળી અને કુંદકુંદભગવાન આહીંયા પધાર્યા હતા, એમણે આ ગાથા (ઓ) લખી છે. સીધી વાત છે “આ ” ઉત્તરોત્તર કાને સાંભળેલી આ વાત લખતો નથી. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #228 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૦૫ પ્રવચન નં. - ૧૫ હું! મારા અનુભવથી લખું છું....અને તું પણ અનુભવથી પ્રમાણ કરજે! | સ્પર્શ તને એમ નથી કહેતા કે તું મને સ્પર્શ. (એ હું અર્થાત્ આત્મા) પોતાના સ્થાનથી છૂટીને-આત્મા પણ પોતાને જાણવાનું છોડીને/અરે ! આત્મા પોતાને જાણવાનું છોડ તો જડ થઇ જાય..આત્મા પોતાને જાણવાનું છોડતો નથી એટલે આત્માનું અસ્તિત્વ અનાદિઅનંત રહ્યું છે. એક (વાત) પોતાને જાણવાનું છોડે તો જડ થાય અને કાં પરને જાણવા જાય તો ય જડ થાય ! (શ્રોતા:વાહ! વાહ!) અહીં...હા ! બધી વાત શાસ્ત્રમાં છે હોં ? (સમયસાર ગાથા ૩પ૬/૬પ) “સેટિકા ” માં છે આ વાત! આહા ! પરમાર્થ જો પુદગલ આદિ પરદ્રવ્યોને જાણવા જાય તો કહે છે કે આત્માનો નાશ થાય. આહા...! વિચ્છેદ થઈ જાય !! તો આત્મા તો પરને જાણવા જતો નથી માટે તો આત્માનો નાશ થઈ શકતો નથી. માટે હુવે ! આત્મા આત્માને જાણે છે. પરને જાણવાનું છોડી દે! કે, હા, આત્મા આત્માને જાણે છે. એમાં પણ સાધ્યની સિદ્ધિ નથી !! તો આત્મા પરને જાણે છે એમાં તો સાધ્યની સિદ્ધિ ક્યાંથી થાય? આ વાતશુદ્ધનયનો ઉપદેશ જ વિરલ છે!! આપણે વાંચ્યું 'તું ને અગિયાર ગાથામાં (કહ્યું છે) કે..વ્યવહારનો ઉપદેશ તો ઠામ ઠામ છે અહાહા ! અને શાસ્ત્રોમાં પણ વ્યવહારનું પ્રતિપાદન નિશ્ચયનું હસ્તાવલંબન જાણી બહુ કરવામાં આવ્યો છે. પણ એનું ફળ...સંસાર છે. આહા...હા! કોઇની હારે વાદવિવાદ કરીશમાં! પગે લાગીને ખસી જાજે !! પગે...લાગજે એને ! ખસી જાજે!કે મારું જ્ઞાન બહુ કાચું છે ને!! તમારી વાત, હું સમજી શકતો નથી !! પછી જ્યારે મારો (જ્ઞાનનો) ઉઘાડ વધશે ને.ત્યારે તમારી પાસે આવીશ. આહાહા! કેમ કે (મુમુક્ષુ) કોઇની હારે ઝઘડો-કજિયો કરે નહીં, ખસી જાય! આહા! “ખસી જવું” એના જેવું એક્કેય ઉત્તમ કાર્ય નથી ! શાસ્ત્રમાં દાખલો આવે છે. કુશીલનો દાખલો છે. કે તને કુશીલ લાગે કુશીલ એટલે? કુશીલનો અર્થ કોઇ ચારિત્રનો દોષ, એની વાત નથી અત્યારે, તત્ત્વની વાત છે. કે કુશીલ તને એવી વિપરીત વાત કરતો હોય ને! તો સંગ છોડી દેજે બસ! બીજું કાંઇ નહીં, અહા ! એની હારે ઝઘડો કરીશમાં ! હા..તમારી વાત તો બહુ ઊંચી છે પણ મારા ગ્રહણમાં આવતી નથી ને! એમ કરીને...પગે લાગીને ખસી જવાનું! ક્રોધ કરીને ખસવું નહીં. આહા ! કોઇના પ્રત્યે રોષ કે તોષ-દોષ ક્યાં કરવાનો? કેને કરવો? ઠપકો આપવો હોય તો આંહીયાં (પોતાને) આપને! બીજે શું કામ ઠપકો આપે છે!! કે હે! આત્મા ! તે ધંધો શું કર્યો? અત્યાર સુધી? આત્માને જાણવાનું છોડીને પરને જાણવા ગ્યો! હે આત્મ! હવે તને શોભે નહીં! કુંદકુંદ જેવા સમર્થ આચાર્ય મળ્યા! અને ગુરુદેવ જેવું “તીર્થકર દ્રવ્ય” મળ્યું!! આહા...હા! હવે તને આ શોભે નહીં! ઠપકો આપવો હોય તો અહીં આપજે ને! આહા ! બીજાને શું કહેવું? અને આત્મા પણ પોતાના સ્થાનથી છૂટીને કાયાના સ્પર્શઇન્દ્રિયના વિષયમાં આવેલા સ્પર્શને Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #229 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન ૨૦૬ ગ્રહવા જતો નથી”—એ તો સ્પર્શઇન્દ્રિય-ભાવઇન્દ્રિયનો વિષય છે ટાઢી-ઊની અવસ્થાને જાણવું! આત્માનું જ્ઞાન એને જાણતું જ નથી. કે ભઈ નિશ્ચયે ન જાણે તો કાંઈ નહીં, વ્યવહાર (તો) જાણે છે ને? વ્યવહારે જાણે છે એટલે શું? એનો અર્થ શું? “વ્યવહારે જાણે છે” એ શાસ્ત્રમાં આવે છે. એની હું સિદ્ધિ કરું છું, વ્યવહારે જાણે છે એની મારે સિદ્ધિ કરવી છે, વ્યવહારે જાણે છે એની સિદ્ધિ કરું છું હું. કે ઈ પુદ્ગલાદિ પરદ્રવ્યોને વ્યવહારે જાણે છે, એટલે શું? ઈ વ્યવહારનું ઉદ્ભવ સ્થાન શું છે? ( કે એનો પ્રતિભાસ આંહી દેખીને કાર્યમાં કારણનો આરોપ આપીને આહા! જ્ઞાન જાણે છે જ્ઞાનને અને ઉપચારથી એમ કહેવાય કે પરને જાણે છે-એનું નામ વ્યવહાર છે! આહા..હા! પોતાની એક જ જ્ઞાનની પર્યાયમાં નિશ્ચય-વ્યવહાર છે!! જ્ઞાનની પર્યાય એક છે. એમાં નિશ્ચય ને વ્યવહાર, બે ભાવ છે!! જે જ્ઞાન આત્માને જાણે છે અંતર્મુખ થઈને, અભેદ થઇને (નિર્વિકલ્પ ધ્યાનમાં) એ તો નિશ્ચય જ્ઞાન છે. પણ એમાં પડતા પ્રતિભાસો.પ્રતિભાસ દેખીને ડરને જાણે છે એમ કહેવું છે વ્યવહાર છે. (જ્ઞાન) પર સન્મુખ થાય જ નહીં. (ખાસ સમજો !) વ્યવહારની વ્યાખ્યા...પર સન્મુખ થઈને જાણે છે પરદ્રવ્યને! એનું નામ વ્યવહાર નથી, એનું નામ તો અજ્ઞાન છે !! અમારા.કેવળી ભગવાનલોકાલોકને જાણે છે. પણ પરસમ્મુખ થઇને જાણે છે? કે અંતરમુખ રહીને જાણે છે? (નિર્ણય કરો !) આ કોને પડી છે પણ આમાં ! આહા..હા ! કે પરસનુખ તો થાય જ નહીં છે તો ચોથાગુણસ્થાને ગયું એનું પરસમ્મુખપણું ! ઇન્દ્રિયજ્ઞાન ક્યાં છે એની પાસે? ત્યારે સ્વસમ્મુખ રહેતો થકો જાણે છે એટલે શું? કે ત્રણકાળના પદાર્થો દ્રવ્યગુણપર્યાય! અતીત, અનાગત, વર્તમાન પર્યાય સહિતનાં દ્રવ્યો, એ કેવળજ્ઞાનમાં પ્રતિભાસે છે. એવા સ્વસંવેદનશાનરૂપે આત્મા પરિણમે છે તો ઉપચારથી એ નિમિત્ત છે. એ લોકાલોકને જાણે છે એમ કહેવાય. એ નિમિત્ત છે. ઉપાદાન...નિમિત્તને જાણતું નથી, પણ “નૈમિત્તિકને જાણે છે” નૈમિત્તિક એ જ્ઞાનની અવસ્થા છે, એ શેયાકાર અવસ્થા છે. અને શેયાકાર અવસ્થામાં કેવળી ભગવાન પોતાના આત્માને જાણે છે!! આ હા...હા...હા...હા! હવે આગળ..(હવે પછીની ગાથા) “અશુભ અથવા શુભ ગુણ ” હવે ગુણભેદની વાત કરે છે. જેમ ધર્માસ્તિકાયનું લક્ષણ-ગતિeતુત્વ! અધર્માસ્તિકાયનું સ્થિતિ-હેતુત્વ! એમ બધાનાં લક્ષણો છે ને? એ લક્ષણોને એ પદાર્થના ગુણ કહેવામાં આવે છે. એમ સિદ્ધભગવાનના ગુણો, અરિહંતના ગુણો, આચાર્ય-ઉપાધ્યાયના ગુણો (સાધુના ગુણો) પરપદાર્થના ગુણો ગુણો! એ ગુણોને અને પરંપદાથે ભગવાન આત્માને- અરિહંતન અને આચાર્ય ઉપાધ્યાયનું દ્રવ્ય એને કોણ જાણે છે? “મન” જાણે છે. આત્માનું જ્ઞાન નહીં. “અશુભ અથવા શુભ ગુણ તને એમ નથી કહેતો કે “તું મને જાણ'પાંચ ઇન્દ્રિયના વિષય પૂરા થયા, હવે મનના વિષયની વાત (આ ગાથામાં) કરે છે. આહા...હા! સિદ્ધના કેટલાં ગુણ ? અરિહંતના Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #230 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates ૨૦૭ , પ્રવચન નં. ૧૫ કેટલા ગુણ ? આચાર્ય ભગવાનના આટલા ગુણ, ઉપાધ્યાય ભગવાનના આટલા ગુણ! છે ને બધું? બધું છે! ગુણો છે પણ એને જાણનાર કોણ છે? ‘તું જાણનાર નથી, ‘તારું મન ’ એને જાણે છે! હઠી જા ! પાછો ખસી જા!! હું જાણું છું ૨હેવા દે ! મનને સોંપી દે કામ ! તને ભાર ઊતરી જશે ! ‘ જાણનારો ’ બતાવ્યો તને તો હવે બોજો શું કામ લે છે કે હું જાણું છું એને !! ગુણ એમ કહેતા નથી કે: ‘તું મને જાણ’ અને આત્મા પણ એટલે આત્માનું જ્ઞાન પણ, પોતાના સ્થાનથી છૂટીને-પોતાને જાણવાનું છોડે તો આત્મા જડ થઇ જાય અને પરને જાણે ૫૨માર્થે તો પણ (જડ થઇ જાય) અને વ્યવહારે ‘ જાણે છે' તેનો અર્થ ‘પ્રતિભાસ ’ દેખીને ઉપચાર કરવામાં આવે છે. (જુઓ ભાઈ !) આ ‘પ્રતિભાસ ’ ની માર્મિક વાત છે. કે: વ્યવહા૨ે જાણે છે. (સ. સાર) બારમી ગાથામાં (આવ્યું કે વ્યવહા૨ જાણેલો-જણાયેલો પ્રયોજનવાન છે) બરાબર ! જાણે છે વ્યવહારે. પણ ઇ વ્યવહારે જાણે છે એ ઇન્દ્રિયજ્ઞાન જાણે છે કે અતીન્દ્રિયજ્ઞાન જાણે છે? ( કયું જ્ઞાન જાણે છે ? ) ઇ ભેદને કોણ જાણે છે? કેઃ જ્યાં સુધી ઇન્દ્રિયજ્ઞાન છે ત્યાં સુધી ઇન્દ્રિયજ્ઞાન (એને ) જાણે છે. ઇન્દ્રિયજ્ઞાન કાયમી ચીજ નથી. એટલે...એનો (લોકાલોકનો ) પ્રતિભાસ...ઇ આત્મજ્ઞાનમાં પડે છે! ઇ પ્રતિભાસને જાણતાં, કાર્યમાં કારણનો ઉપચાર કરીને, વ્યવહા૨ે ૫૨ને જાણે છે (એવું કથન છે!) આહા...હા...હા! જ્ઞાન ત્રણકાળમાં ‘ ૫૨સન્મુખ ’ થતું જ નથી. ‘ સ્વસન્મુખતા ’ છૂટે નહીં અને ‘ ૫૨સન્મુખતા ’ થાય નહીં અને ‘૫૨નો પ્રતિભાસ ’ જાય નહીં અને ૫૨નો પ્રતિભાસ જણાયા કરે અને આત્માનું ભાન થઇ જાય !! ( શ્રોતાઃ ) વાહ રે વાહ ! આવી વાત છે! આહા...! પછી આગળ (હવે પછીની ગાથા) ‘અશુભ અથવા શુભ દ્રવ્ય ' તને એમ નથી કહેતું કે ‘તું મને જાણ' અને આત્મા પણ પોતાના સ્થાનથી છૂટીને બુદ્ધિના વિષયમાં આવેલા દ્રવ્યને,' બુદ્ધિગોચર છે ઈ. ‘હરિગીતમાં બુદ્ધિગોચર છે' આવેલા દ્રવ્યને ગ્રહવા જતો નથી' હવે, છેલ્લી શિખામણ આપે છે. કેઃ પાંચઇન્દ્રિયના એક એક વિષયને કોણ જાણે છે? એનું સ્પષ્ટીકરણ મેં કર્યું. અને ૫૨૫દાર્થ ગુણો અને ૫૨૫દાર્થને કોણ જાણે છે? એ પણ મેં તને સમજાવ્યું! (તેઓ બુદ્ધિગોચર છે, જ્ઞાનગોચર નથી. બુદ્ધિ એટલે ‘મન ’...બુદ્ધિ એટલે મન! ' ‘મન ’ જુદું ને ‘ જ્ઞાન ’ જુદું છે. હવે, છેલ્લું એ કરુણા કરીને કહે છે. ઇ હરિગીત છેલ્લું બોલો ! ત્રણસોબ્યાસી (ગાથા ) આ જાણીને પણ મૂઢ જીવ પામે નહીં ઉપશમ અરે! ** શિવબુદ્ધિને પામેલ નહીં એ ૫૨ ગ્રહણ કરવા ચહે!” ગ્રહણ એટલે જાણવાની ઇચ્છા કરે છે. પ૨ને જાણવાની ઇચ્છા (કર્યા જ કરે છે!) આટલું-આટલું તને કહ્યું! અને હજી તને ઈ ‘હું પરને જાણું છું' ઇ છોડતો નથી ને ઉપશમભાવને પામતો નથી. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #231 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન ૨૦૮ આહાહા ! મૂઢ છે! આહાહા! જ્ઞાનશક્તિ બિડાઇ જાય છે. જો પરને જાણતાં... જાણતાં...કાળ ગયો તો વધારેમાં વધારે બે હજાર સાગરની સ્થિતિ છે ત્રસની! વધારેમાં વધારે! નહીંતર....બોલવુંય ગમતું નથી એવી સ્થિતિમાં એ જીવ જાય છે! (શ્રોતા ) બોલવુંય ગમતું નથી ? આહા...હા....! કોઇ (જીવ) દુઃખી થાય તો આપણે રાજી થોડા થઇએ !! કાં એ આત્મા ભાન કરીને મોક્ષમાં જાય અને કાં નિગોદમાં ચાલ્યો જાય છે આહા! આ કાંઇ સાધારણ દંડ નથી ! “હું પરને જાણું છું'(તેમાં) એક ભવનો દંડ નથી ! આ હાલ્યું આવે છે પરને જાણું છું...પરને જાણું છું અનાદિ કાળથી ચાલે છે એ. આટલું તને સમજાવ્યું કે પાંચ ઈન્દ્રિયનો વિષય તારો નથી. તું એને જાણતો નથી. અને ગુણભેદ અને બીજા દ્રવ્યોને પણ તું જાણતો નથી. એ તો...બુદ્ધિગમ્ય છે- બુદ્ધિનો વિષય છે. આટલું આટલું કહેવા છતાં પણ હે! મૂઢ આત્મા તું ઉપશમને પામતો નથી !! એટલે કે એને હું જાણતો નથી પણ જાણનાર જણાય છે, એમાં તું આવતો નથી (એટલે આવો અભિપ્રાય કરતો નથી!) હવે, એનો અર્થ આપણે કરીએ. “આવું જાણીને પણ ' આહાહા! અત્યાર સુધી (તો) તે જાણ્યું નહોતું, હવે તો તે આ જાણ્યું ને અમારી વાત! જાણીને પણ..મૂઢ જીવ! ઉપશમને પામતો નથી” “અને શિવબુદ્ધિને-કલ્યાણકારી બુદ્ધિને-સમ્યજ્ઞાન ને, “નહીં પામેલો તો પોતે અજ્ઞાની છે” “પરને જાણવાનું મન કરે છે... આહા..હા? પરને જાણવાની ઇચ્છા કરે છે. કાલે આવ્યું 'તું પરને જાણવાના લોભમાં સઘળો આ સંસાર છે. આજે આવ્યા નથી ને કેતનભાઈ ? (શ્રોતા:) આવ્યા છે. (ઉત્તર) આવ્યા છે, નહીંને! (શ્રોતા) આવ્યા છે, આવ્યા છે. (ઉત્તર) છે? પછી આવી જજો અહીંયાં! એકને બદલે બે ભજન બોલજો આજ! હવે તો દિવસો થોડા રહ્યા આપણે. આહા..! “આવું જાણીને પણ ”—અત્યાર સુધી તો જાણતો નહોતો કે પરને જાણવું એ દોષ છે હવે, અમે તને કહીએ છીએ મહાદોષ છે. આવું તે જાણ્યું! અમારી વાત સાંભળી! “ જાણી પણ મૂઢ જીવ! ઉપશમને પામતો નથી! અહા! જ્ઞાનવૈરાગ્યને પામતો નથી. અને શિવબુદ્ધિને સમ્યજ્ઞાનને નહીં પામેલો અજ્ઞાની પ્રાણી! પરને જાણવાનું મન કરે છે, ઇચ્છા કરે છે. હવે...એની ટીકા છે. ટીકા કોઇ...અદભુત અને અપૂર્વ છે. આપણી પાસે દિવસોય છે હજી બે! આજ સિવાયના, આજ સિવાયના બે દિવસ છે ને આપણી પાસે? (શ્રોતા ) જી, હા ! આપણે પછી છેલ્લે દિવસે એમ..નકકી કર્યું છે કે બપોરે ત્રણથી ચાર નહીં, ત્યાં આલોચના છે. એટલે. અને સવારે સાડાદશથી સવા અગિયાર, આ જ વિષય આપણે લેશું. એટલે પૂરું થઇ જશે બધું, (બરાબર પૂરું.) થઇ જશે. ટીકા – પ્રથમ દષ્ટાંત કહે છે. આહા..હા! ઓમાં કાંઇ દષ્ટાંત નહોતું. ટીકાકાર દષ્ટાંત કહે છે “આ જગતમાં બાહ્ય પદાર્થ...આ જગતમાં આત્મા સિવાયના બાહ્યપદાર્થો- અનંતા પુગલ પરમાણુન, અનંતા જીવ નામના પદાર્થો, ધર્મ, અધર્મ, આકાશ ને કાળ એ બાહ્યપદાર્થો ઘટ, પટ આદિ વિગેરે... વિગેરે! “જેમ દેવદત્ત નામનો પુરુષ યજ્ઞદત્ત નામના પુરુષને હાથ પકડીને કોઇ કાર્યમાં જોડે Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #232 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૦૯ પ્રવચન નં. - ૧૫ તેમ' એક આત્મા બીજા આત્માને આ મારું કામ કરી દે, હાથ પકડીને કહે તેમ ! દીવાને... હવે, દીવાનો દાખલો આપે છે. “દીવાને સ્વપ્રકાશમાં, અર્થાત્ બાહ્યપદાર્થોને પ્રકાશવા કોઇ કાર્યમાં જોડતો નથી. દીવાનો પ્રકાશ ઘટ-પટને જાણવા જતો નથી. જેમ એક જીવ બીજાનો હાથ પકડીને કામ કરાવે છે એમ દીવાને સ્વપ્રકાશનમાં અર્થાત્ બાહ્યપદાર્થોને પ્રકાશવાના કાર્યમાં, આહા! આમ તો પ્રચલિત વાત છે કે “દીવો' કોને કહેવાય? કે “સ્વ-પર પ્રકાશક ” બસ! ઈ હાલ્યું! આહા..હા! (આંહીં કહે છે) “દીવાને સ્વપ્રકાશનમાં...જોડતો નથી કે તું મને પ્રકાશ ! ઘડો કહેતો નથી આહાહા! બધા રાત્રે, બીજા પદાર્થો હોય છે કોઇ પદાર્થ દીવાને (કહેતા નથી) લાઇટ આવી, હવે તો એને પ્રકાશને? લાઇટ નહોતી ત્યાં સુધી ન પ્રકાશે! આહા..હા! ઇ શલ્ય ગરી ગયું છે “ પર પ્રકાશક' નું! પરના પ્રકાશકનું એક મોટું શલ્ય છે. એનું દષ્ટાંત આપું એટલે ખ્યાલ આવે ! એક અમિતગતિ આચાર્ય થઇ ગયા છે. સમર્થ આચાર્ય એક હજાર વર્ષ પહેલાં! એને એવું એક દષ્ટાંત આપ્યું! “દીવાનું'-પ્રકાશક, પ્રકાશ અને પ્રકાશ્ય! એમ એક દીવામાં ત્રણ ધર્મો રહેલા છે. અભેદપણે!! ભેદથી વાત કરે છે. પ્રકાશક એટલે દીપક, પ્રકાશ એટલે એની પર્યાય, પ્રકાશ્ય એટલે એ પ્રકાશમાં...દીવો છે દ્રવ્ય છે એમાં...(પ્રકાશમાં) પ્રકાશે છે એટલે પ્રકાશ્ય થઇ ગયું! પ્રકાશક પોતે પ્રકાશ્ય થાય છે. “પ્રકાશક” પોતે “પ્રકાશનું પ્રકાશ્ય થઈ જાય છે. બે ધર્મો છે દીવામાં!“પ્રકાશકપણું” પણ છે અને એ “પ્રકાશનો પ્રકાશ્ય” પણ થાય છે “પ્રકાશ” એને પણ પ્રસિદ્ધ કરે છે. પ્રકાશ પ્રકાશને તો પ્રસિદ્ધ કરે, દીવાને પણ પ્રકાશ પ્રસિદ્ધ કરે છે, એનામાં ય પ્રકાશ્ય નામનો ગુણ છે. પ્રકાશની પર્યાયમાં “પ્રકાશ” નામનો ધર્મ પણ છે અને પ્રકાશ્ય ” ધર્મ પણ પર્યાયમાં છે. પણ એ “પ્રકાશ”નો ધર્મ છે “પ્રકાશ્ય ” એ પર્યાયમાં તો છે પણ એના ગુણ અને દ્રવ્યમાંય એ ફેલાણો છે. વ્યાપક છે પ્રકાશ્ય! એટલે એ પ્રકાશ, દ્રવ્યગુણ-પર્યાયને ત્રણેને પ્રકાશે છે. સમજી ગયા? આવી અંદરની સ્થિતિ છે. દીવાના પ્રકાશનો દાખલો આપે છે. (આચાર્ય દેવ!) કરુણા કરીને! સમજાવવું છે એને “આ” !! આ દશ ગાથા ! દશ ગાથાનો “મર્મ” નીકળશે હમણાં આમાંથી !! હવે, કહે છે કે આ મૂર્ખાઓ....તો જો ! દીવો તો જે અભિન્ન છે પ્રકાશથી...દીવો ! એ એને પ્રકાશ કરી રહ્યો છે અને એને બદલે લોકો એમ કહે છે (માને છે) કે આ પ્રકાશ, ઘટપટને પ્રકાશે છે. દીવાનો પ્રકાશ ઘટપટને પ્રકાશે છે. જે ભિન્ન છે અને પ્રકાશે!! અને અભિન્ન છે એને ન પ્રકાશે? અમને તો આશ્ચર્ય થાય છે!! આ દીવાની વાત જડ (દીવાની) વાત છે! તું તો ચેતન છો. જડનો આવો સ્વભાવ છે, પ્રકાશક, પ્રકાશ અને પ્રકાશ્ય એ ત્રણ ધર્મો, અભેદપણે એક દીવામાં, એક સમયમાં રહેલા છે. તો કહે છે (દીવાથી) ભિન્ન છે એ દીવાના પ્રકાશમાં આ બધું તને દેખાય છે! અને એ ‘ટયુબલાઇટ' તને દેખાતી નથી ? કહે “ના” ટયુબલાઇટ દેખાતી નથી! એક ગુરુને પચાસ શિષ્ય હતા અને એને/આ દાખલો Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #233 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન ૨૧૦ પહેલાં તો બહુ આપતો” તો! હવે આજ આપી દઉં. એક ગુરુને પચાસ શિષ્ય હતા. અને એને બધું શીખવાડયું-સમજાવ્યું. એમાં એને એમ કહ્યું: “કે અગ્નિનો સ્વભાવ ઉષ્ણ છે” “લાકડાને બાળે તે અગ્નિ” પહેલે દિવસે એમ સમજાવ્યું કે “લાકડાને..બાળે તેનું નામ અગ્નિ! બધાને પૂછયું કે સમજ્યા તમે કાંઇ? બરાબર સમજ્યા પ્રભુ! લાકડાને બાળે તેનું નામ અગ્નિ છે! ઊભા થઇને બધા બોલ્યા. બીજે દિવસે બીજો પાઠ આપ્યો કે ઉષ્ણ તે અગ્નિ છે! ઊભો થઇને બધા બોલ્યા. બીજે દિવસે બીજો પાઠ આપ્યો “કે ઉષ્ણ તે અગ્નિ' કે બોલો શું આજે કહ્યું? (બધા એકીસાથે બોલ્યા, “ઉષ્ણ તે અગ્નિ” હા, જો! બધું ગોખી લીધું છે. ગોખણપટ્ટી સાચી છે! પછી ત્રીજે દિવસે કહે, આહાહા ! “એ અગ્નિ છે...તે અગ્નિ જ છે” લાકડાને બાળે તે અગ્નિ નહીં, અને ઉષ્ણ તે પણ અગ્નિ નહીં. અસદભૂત વ્યવહાર કાઢી નાખ્યો ને “સદભૂત વ્યવહાર” પણ કાઢી નાખ્યો અને પરમાર્થ ” જેવો છે એવું બતાવ્યું! “અગ્નિ તો અગ્નિ જ છે.' હવે ઇ દષ્ટાંત આપ્યો, પછી કહે છે. આત્માનું જ્ઞાન, જે જ્ઞાન પ્રગટ થાય છે. એ જ્ઞાન પણ છે અને શેય પણ છે. અને એ જ્ઞાનમાં દ્રવ્ય અને પર્યાય જણાય છે ઈ પણ એનું શેય છે. જ્ઞાતા, જ્ઞાન અને શેય- જ્ઞાતા દ્રવ્ય છે, જ્ઞાન તેની પર્યાય છે અને જોયો એમાં જણાય છે. “જોયો” એટલે પોતાનો આત્મા દ્રવ્યગુણ-પર્યાયથી અભેદ જણાય છે ઇ જોય છે. હવે.....એને બદલે ભિન્નપદાર્થો તને જણાય છે મૂર્ખા! અભિન્ન તને જણાતું નથી તારા જ્ઞાનમાં? કે: “ના” મને જણાતું નથી. અહા ! પછી શિષ્યની પરીક્ષા લીધી, પચાસની હોં? ત્યારે બાજુમાં સગડી રાખી હતી. ન્યાં અગ્નિ છે કે નહીં, જોઈ આવ? ગોખતો-ગોખતો ગયો “લાકડાને બાળે તે અગ્નિ!' લાકડાને બાળે તે અગ્નિ, તો લાકડાને બાળતું તું લાકડા મૂકયા 'તા એમાં! કે શું તમે જોઈ આવ્યા? કે લાકડાને બાળે છે તેનું નામ અગ્નિ છે. “સીટ ડાઉન ”—બેસી જાવ તમે. પછી બીજાને ઊભો કર્યો, જોઇ આવ્યા? કે હા જોયુંસાહેબ! ઉષ્ણ તે અગ્નિ છે. ઠીક! ત્રીજાને ઊભો કર્યો “અગ્નિ તો અગ્નિ જ છે” મેં લાકડાને બાળે એવી અગ્નિ જોઇ નથી, એમાં છે કે નહીં કહે. એમ..!! વાહ!! ત્યારે ! ઉષ્ણ તે અગ્નિ એમાં જ નહીં, એવી અગ્નિ પણ મને દેખાણી નહીં/ગુણ-ગુણીનો ભેદ નીકળી ગ્યો! એમ જ્ઞાનમાં પણ આહા....હા! જ્ઞાન આત્માને જાણે છે ને પરને જાણે છે એ બધું... વ્યવહારનાં કથનો છે ને વ્યવહારનાં કથનો છે, એ કથનો સાચાં લાગે છે. એ મોટું એને નુકસાન થઇ જાય છે!! એમ દીવાનો પ્રકાશ, પ્રકાશક, પ્રકાશ અને પ્રકાશ્ય છે. એમ આત્મા, જ્ઞાતા પણ છે, જ્ઞાન પણ છે, અને જ્ઞય પણ છે. આત્મા જ્ઞાતા છે અને આ બહારના પદાર્થો મારું શેય છે. એ તો ભ્રાંતિ છે વ્યવહાર પણ નથી ! ભ્રાંતિ છે છોડી દે! એને હું જાણતો નથી જા ! (મને તો) જાણનાર જણાય છે એમાં આવી જા અને છમહિના વધારેમાં વધારે કોશિશ કરીશ તો તને અનુભવ થઇ જશે! Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #234 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી સમયસારાય નમઃ શ્રી શુદ્ધાત્મને નમઃ શ્રી સમયસાર ગાથા ૩૭૩-૩૮૨ તા. ૨૫-૯-૧૯૯૬ રાજકોટ પ્રવચન નં.-૧૬ આજે પર્યુષણ પર્વાધિરાજનો નવમો દિવસ છે. ‘ઉત્તમ આર્કિચન્ય ધર્મ' નો દિવસ છે. જેમનો મોહ ગળી ગયો છે અને પોતાના આત્મતિમાં સદા રત છે, તથા પવિત્ર ચારિત્રને ધારણ કરનારા છે. અને ગૃહાદિકને છોડીને મોક્ષના અર્થે જેઓ તપ કરે છે, એવા મુનિઓ વિરલા જ હોય છે–સાચા સાધુ વિરલા હોય છે. તથા જેઓ પોતાના હિતને માટે તપ કરી રહ્યા છે; તેમજ બીજા તપસ્વી મુનિઓને શાસ્ત્ર આદિકનું દાન કરે છે- આપે છે, ત્યાગ કરે છે અને તેમના સાથી છે તેવા યોગીશ્વરો આ જગતમાં અત્યંત દુર્લભ છે. એમાં આજે નવમો દિવસ પૂરો થયો. હવે આપણે ચારિત્રના કારણરૂપ જે સમ્યગ્દર્શન...! કેમ કે સમ્યગ્દર્શન વિના ચારિત્ર હોય નહીં, ત્રણ કાળમાં ન હોય! ભલે નગ્ન થઇ જાય, દિગમ્બર મુનિ થઇ જાય અને અગિયાર અંગ ભણી ચૂકે! તો પણ એને નિર્જરા થતી નથી. પણ...એ જીવ બંધાય છે, મિથ્યાત્વના પરિણામનો સદ્દભાવ હોવાથી બંધાય છે. અને જેને મિથ્યાત્વનો નાશ થઇ, સ્વરૂપમાં લીનતા રૂપ ચારિત્ર પ્રાપ્ત કરે છે, એવા મુનિઓ આકિંચન્ય ધર્મને ધારણ કરે છે. હવે. સમ્યગ્દર્શન કેમ પ્રગટ થાય? ચારિત્ર પહેલાં સમ્યગ્દર્શન ( પ્રગટે ) સમ્યગ્દર્શન એકડો છે, મોક્ષમાર્ગનો દરવાજો છે, પ્રથમ સીડી છે! એની વાત આપણે ચાલે છે અત્યારે, આવી ( અદ્દભુત ) દશ ગાથા દિગમ્બર શાસ્ત્રોમાં બીજે ક્યાંય નથી. છૂટી-છવાઇ વાત છે બધી જગ્યાએ ! કેઃ આત્મા ૫૨ને જાણતો નથી. એવી વાત તો છે, એ વાત નથી એમ નથી. પણ...સળંગ દશ ગાથા, આવી અપૂર્વ છે નહીં! હવે, દિગમ્બર શાસ્ત્રોમાં ક્વચિતા-કવચિત્ છે તો અન્યમતમાં તો આ વાત, ક્યાંથી હોય કેઃ આત્મા ૫૨ને જાણતો નથી અહીંયાં તો કહે છે કે આત્માનો સ્વભાવજ ૫૨ને જાણવાનો નથી, જેમ ૫૨નું કર્તૃત્વ નથી અકા૨ક અને અવેદક છે તેમ આત્માનું જ્ઞાન કદી પણ ત્રણકાળમાં પોતાને જાણવાનું છોડીને, ૫૨ને જાણવા જાય, એવો આત્માનો સ્વભાવ નથી, અને છતાં, એમ માને છે કે ‘હું ૫૨ને જાણું છું' તો એને મિથ્યાત્વનું મહા પાપ લાગે છે. શરીરને જાણે, તો શરીર મારું એમ એને ભાસે, રાગને જાણે, તો રાગ મારો પણ... એને ) જાણવું એના સ્વભાવમાં જ નથી, એનો સ્વભાવ તો પોતાને જાણવાનો છે અને પોતાને જાણતાં–જાણતાં કેવળજ્ઞાન ન થાય ત્યાં સુધીમાં, સાધક અવસ્થામાં ઇન્દ્રિયજ્ઞાન એને હોય છે, તો તે ઇન્દ્રિયજ્ઞાન ૫૨ને જાણે છે પણ...આત્માનું જ્ઞાન ત્રણકાળમાં ૫૨ને જાણતું જ નથી. ભૂતકાળમાં જાણ્યું જ નથી, વર્તમાનમાં Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #235 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updařes જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન ૨૧૨ જાણતું નથી, ભવિષ્ય કોઇ કાળ આવશે અને આત્મા ૫૨ને જાણનાર થઇ જશે, એમ બનવાનું નથી. એવી અપૂર્વ ગાથા છે, આની શું પ્રશંસા કરવી! વચનથી પ્રશંસાનો પાર આવે તેમ નથી, એવો ‘માલ ’ ભર્યો છે આમાં ! હવે આજે દશ ગાથાની ટીકા ચાલે છે. ટીકા:- પ્રથમ દૃષ્ટાંત કહે છે ‘આ જગતમાં બાહ્યપદાર્થ-ઘટપટ આદિ' પટ એટલે કપડું આદિ વિગેરે, વિગેરે. જેમ લૌકિકમાં આ વાત ચાલે છે-જેમ દેવદત્ત નામનો પુરુષ યજ્ઞદત્ત નામના પુરુષનો હાથ પકડીને કોઇ કાર્યમાં જોડે તેમ એક માણસ બીજા માણસને હાથ પક્કડીને આ કામ મારું કરી દે એમ જોડે તેમ! ‘દીવાને’ હવે દીવાનો દૃષ્ટાંત! આ દષ્ટાંત તો આકરું પડે તેવું છે! તો સિદ્ધાંત તો આકરો પડશે જ! અત્યાર સુધી જેટલા દીવા થાય છે એણે પ૨ને પ્રસિદ્ધ કર્યું જ નથી! ૫૨પ્રકાશક એનો ધર્મ જ નથી! હૈં! દીવો તો સ્વ પ્રકાશક છે!! ઇ સ્વપર પ્રકાશક વ્યવહારનું કથન છે. સ્વપ્રકાશક નિશ્ચયનું કથન છે. વ્યવહારના કથનો સાચા લાગે છે એટલે સંસારમાં રખડે છે! , દીવાને ! આ ઘટપટ આદિ પદાર્થો કહ્યા ને! ‘એને-દીવાને સ્વપ્રકાશનમાં' અર્થાત્ બાહ્યપદાર્થોને પ્રકાશવાના કાર્યમાં જોડતો નથી ’ શું કહે છે? કેઃ ઘટપટ, દીવાને એમ કહેતું નથી કે ‘તું અમને પ્રકાશ’–સ્વપ્રકાશનમાં જોડતો નથી. ભલે, તારો પ્રકાશ ‘દીવાને’ પ્રકાશે, એમાં અમને વાંધો નથી. પણ સાથે...સાથે બાહ્યપદાર્થ એમ કહેતા નથી...કે તું અમને પ્રકાશ ! તેમ. આ દષ્ટાંતે ય આકરું પડે! નહિતર દષ્ટાંત તો સિદ્ધાંતને સહેલું કરવા માટે દષ્ટાંત વધારે સહેલું હોવું જોઇએ, એનાં કરતાં...આ દષ્ટાંતમાં સિદ્ધાંત કહી દીધો! બીજા પદાર્થો એમ કહેતા નથી કે: ‘તું મને પ્રકાશ', એમ બીજા પદાર્થો એમ કહેતા નથી કે: ‘તું મને જાણ ’ એમ લેવું છે, દષ્ટાંત જ બેસે નહીં આહા...હા ! દષ્ટાંતે ય બહુ સમજવા જેવું છે ભાઈ ! (જુઓ ને!) પ્રકાશ થાય છે ત્યારે, ઘડો ને બધું બહારના પદાર્થો પ્રસિદ્ધ થાય છે! ઇ પ્રકાશ, ઘટપટ ( આદિ) ને પ્રકાશતો નથી, પણ એનું (પ્રકાશનું) નિમિત્ત પામીને ત્યાં નવો પ્રકાશ થાય છે! દીવાનો પ્રકાશ એક છે નિમિત્ત! અને ત્યાં ઘડો, કાળા રંગ રૂપે હતો, અંધારામાં દેખાતો નહોતો, પણ આનું નિમિત્ત પામીને, ઇ (ઘડાના) પુદ્દગલની પર્યાય, પ્રકાશરૂપે પરિણમીને એ પ્રકાશ ઘડાને પ્રસિદ્ધ કરે છે! આનો (દીવાનો) પ્રકાશ, ત્યાં જતો નથી અને ઓલું (ઘડાના પુદ્દગલની પર્યાય) અહીંયાં આવતું નથી. આવી સ્થિતિ છે! કેમ કે ૫૨માણુમાં પણ ‘તમ’ અને ‘પ્રકાશ ’ એવી બે અવસ્થા થાય છે. અંધારું થાય છે-અંધકા૨! એ પણ પુદ્દગલનો ધર્મ છે, જીવનો ધર્મ નથી, જીવમાં અંધારું ન થાય. અંધારું થાય-એ પર્યાય કોની છે? એ પુદ્દગલની છે. (જુઓ ને!) રાત પડે, અંધારું થઇ ગયું તો ઇ અંધારાની પર્યાય છે ને એ કોની છે? કેઃ પુદ્દગલની પર્યાય છે. સવાર થયું સૂર્ય ઊગ્યો, બધું દેખાવા માંડયું! તો ઇ પર્યાય થઇ ઇ કોની છે? ઇ જેની અંધકાર પર્યાય હતી એનો વ્યય થઇ અને એજ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #236 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૧૩ પ્રવચન નં. - ૧૬ પ્રકાશરૂપે પરિણમે છે કોણ? પુદગલ દ્રવ્ય! સૂર્ય આદિ તો એમાં નિમિત્તમાત્ર છે. આહાહાએવો ખરેખર નિમિત્ત-નૈમિત્તિક સંબંધ નથી..બન્નેના ઉપાદાનથી જુઓ તો! પણ..ઉપાદાનની સ્વશક્તિને છોડીને જે નિમિત્ત-નૈમિત્તિક સંબંધને આગળ કરે છે, એને કર્તાકર્મની ભ્રાંતિ થયા વગર રહેશે જ નહીં! (શ્રોતા:) પરમાણુનું પરિણમન ચાલી રહ્યું છે! (ઉત્તર) પરમાણુનું પરિણમન જે કાળું હતું...તે સફેદરૂપે પરિણમ્યું એમાં “દીવો ” શું કરે? ગળે ઊતરશે તો કામ થશે, ઉતારવા જેવું તો “આ છે. આહાહા! “અર્થાત્ બાહ્યપદાર્થોને પ્રકાશવાના કાર્યમાં જોડતો નથી “કે: “તું મને પ્રકાશ —ઘડો એમ કહેતો નથી દીવાને કે તું મને પ્રકાશ! એમ કહેતો નથી. આહા.હા એને કહેવાની જરૂર જ નથી પોતે-પ્રકાશરૂપે પરિણમી જાય છે. પોતે પ્રકાશરૂપે ન પરિણમતું હોય તો તો એને કહે! આ જૈનદર્શન! તત્ત્વદર્શન! પદાર્થનું દર્શન! કોઇ અલૌકિક છે!! “એ તો જાણે તે માણે!” બીજું કાંઈ નથી આમાં..! ઘડો કહેતો નથી કે તું મને પ્રકાશ! આ તો દષ્ટાંત આપે છે હજી! દષ્ટાંત ગળે ન ઊતરે તો સિદ્ધાંતની તો ક્યાંથી, ચાંચે ય ડૂબે નહી એની ! પૂછો બધાને, કે, પ્રકાશ ઘટપટને પ્રકાશે કે નહી ? બધાય કહેશે “હા'! સ્વીચ દાબી ધો, નહી પ્રકાશે જો ! ક્યાં ગઇ એની પર્યાય? પહેલી પર્યાય સફેદ (ઉજળાઇરૂપ) હતી તે પાછી કાળી થઇ ગઇ છે. ઓલ સ્વીચ દબાવી માટે કાળી થઇ ગઈ એમ નહીં, એનો સ્વકાળ હતો પર્યાયનો એટલે કાળી થઇ છે. ઓલો ( પ્રકાશ) તો એનું નિમિત્ત છે આહાહા! સદ્દભાવ અને અભાવ (બન્ને) નિમિત્ત છે. સફેદ થાય છે એમાં સદભાવ દીવો અને કાળી થાય એમાં એનો અભાવ નિમિત્ત છે. બે પ્રકારના નિમિત્ત છે–સદ્દભાવ અને અભાવ ! આ તો કોઇ અલૌકિક વાતું છે! લોકોત્તર વાત છે આ તો! આહા! “તું મને પ્રકાશ” અને દીવો પણ જુઓ! હવે એક સાઇડમાં ઓલો ઘડો કહેતો નથી કેઃ “તું મને પ્રકાશ” અને દીવો પણ...“લોહચુંબકપાષાણથી ખેંચાયેલ લોખંડની જેમ ” લોખંડની સોય તો...એ પથ્થર જે લોહચુંબક છે એનાં તરફ ખેંચાય છે એવો પોતાનો સ્વતઃ સિદ્ધ સ્વભાવ છે. લોખંડનો ગોળો (લોહચુંબકપાષાણ) એને ખેંચતો નથી. અને એના કારણે એ (સોય) ખેંચાતી નથી. શું કહેવું? આહાહા! ઇ ક્ષેત્રથી ક્ષેત્રમંતર થવાનો એ સોયનો સ્વકાળ છે, એટલે ખેંચાઇને એમાં ચોંટી જાય છે, એમાં એમ થાય છે, દષ્ટાંતમાં! દષ્ટાંત કહે છે કેએમાં એમ થાય છે પણ આ દીવામાં એમ થતું નથી. આહાહા ! “અને દીવો પણ લોહચુંબક-પાષાણથી ખેંચાયેલી લોખંડની સોયની જેમ પોતાના સ્થાનથી ટ્યુત થઇને (બાહ્ય પદાર્થને પ્રકાશવા જતો નથી.)-દીવો...દીવાનો પ્રકાશ-પ્રકાશક ને પ્રકાશ્ય-ત્રણધર્મથી અભેદ એવો દીવો, તે પ્રકાશક પણ છૂટતો નથી, પ્રકાશ છૂટતો નથી ને તેનું પ્રકાશ્યપણું પણ છૂટતું નથી ! ત્રણધર્મરૂપે દીવો એક સમયમાં પરિણમી જાય છે! એવો દીવો ! પોતાના સ્થાનથી વ્યુત થઇને.. બાહ્યપદાર્થોને પ્રકાશવા જતો નથી! ઘડાને પ્રકાશવા જતો નથી. પોતાના સ્થાનને છોડતો નથી Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #237 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન ૨૧૪ દીવો! આહ...! હવે દાંત આપવું છે સિદ્ધાંત સમજાવવા, તો હવે સિદ્ધાંત કરતાં દષ્ટાંત આકરું છે! કે, એવી જાતની વિચારકોટી નથી કોઇની! ઉપાદાનથી–સ્વભાવથી જોતાં જ નથી ! અહાહા ! આનાથી આ થયું ને આનાથી આ થયું, છેવટ કે કર્તાકર્મ સંબંધ ન હોય તો કાંઇ નહીં, પણ નિમિત્ત-નૈમિત્તિક સંબંધ તો છે ને! જે નિમિત્ત-નૈમિત્તિક સંબંધને જુએ છે...તો, એ પાછલા બારણેથી કર્તાકર્મની બુદ્ધિ અને થઇ જાય છે! એને ખબર પડતી નથી! એ તો હું નિમિત્ત-નૈમિત્તિક સંબંધને હું જાણું છું! આ નિમિત્ત છે ને ઓલું નૈમિત્તિક છે! હવે, બન્નેનાં ઉપાદાનથી જો! કોઇ જગતમાં નિમિત્ત નથી! એક વાર હું અહીંયા વાંચતો' તો મંદિરમાં, ઘણા વર્ષો પહેલાંની વાત છે. કહ્યું કે જગતમાં બધા ઉપાદાન છે. કોઈ....નિમિત્ત દેખાતું નથી. સમજી ગયા? પછી બનાવ એવો બન્યો, એ વખતે અમે રવિવારે બે, ત્રણ, ચાર મોટર લઈને બહાર ફરવા જતા હતા, આપણા મુમુક્ષુઓ જ. સમજી ગયા? એમાં મોદી સાહેબ પણ હુતા (અહીં ) છે ને? ( શ્રોતા ) હા. આ મોદી સાહેબ પણ હતા. બીજા કોઇએ પૂછયું નહીં. કોઇ વિદ્વાને પણ પૂછયું નહીં, મોદી સાહેબ કહે આજ તમે શું કહી નાખ્યું? કોઇ જગતમાં નિમિત્ત નથી? કહ્યું, ના કોઇ નિમિત્ત નથી. જો નિમિત્તને સ્થાપશો તો અહીં નૈમિત્તિક ઊભું થઇ જશે. અને એ પણ ઉપાદાન ને હું પણ ઉપાદાન! તો છૂટકારો થઈ જશે તમારો! એમ કહ્યું તું. એને યાદ નહીં હોય પણ મને યાદ છે. આહાહા ! (શ્રોતા:) યાદ છે. (ઉત્તર) યાદ છે! બોલો! મને કહે કે આ ધડાકો તમે શું કર્યો? મેં કહ્યું: આ ધડાકો બરાબર કર્યો છે! મિથ્યાત્વનો નાશ થઇ જાય એવો ધડાકો છે. જગતમાં કોઇને તું નિમિત્ત ન દેખ! નિમિત્ત દેખાશે તને, તો નૈમિત્તિક ઉપર લક્ષ જશે! હું એ ઉપાદાન ને જગતના પદાર્થો ય ઉપાદાન! આહા...હા...હા! (શ્રોતા ) ખરેખર તો એમ જ છે, વસ્તુની વ્યવસ્થા જ એવી જ છે! (ઉત્તર) છે. એમ જ છે, વસ્તુસ્વભાવ છે! આ કોઇએ કર્યું નથી. જૈનદર્શન-વસ્તુદર્શન, વસ્તુનો સ્વભાવ પ્રસિદ્ધ કરે છે બસ ! વસ્તુના સ્વભાવથી વ્યુત થયેલા અજ્ઞાની જીવો ! એને વસ્તુનો સ્વભાવ બતાવે છે. આહાહા! કોઇ જગતમાં નિમિત્ત નથી હોં? હુજી દાંડી પીટીને કહું છું...! કાંઇ ખાનગી વાત નથી “આ” ટેઇપમાં ઊતરે છે, બહાર જાશે, આ શું? લાલચંદભાઈ શું કહે છે! જગતમાં કોઇ નિમિત્ત નથી!નિમિત્ત નથી તો નૈમિત્તિક નથી.....તો સ્વભાવની પ્રાપ્તિ થઇ જશે. આહા...હા! પણ ભેદજ્ઞાનની શક્તિ બિડાઇ ગઇ છે. એવી! “હું પરને જાણું છું” એમાં ભેદજ્ઞાનની શક્તિ બિડાઈ ગઈ છે. મહાપાપ છે હોં?! આહાહા! સાધારણ પાપ નથી એમાં ! (પરને) જાણવામાં પાપ? હા, પા૫ છે. પોતાને જાણવું છૂટી ગયું છે મહાપા૫ નહીં ? આહા! દીવો એને પ્રકાશવા જતો નથી પરંતુ પરંતુ વસ્તુસ્વભાવ પર વડે ઉત્પન્ન કરી Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #238 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૧૫ પ્રવચન નં. – ૧૬ શકાતો નહિ હોવાથી” “પર વડે ઉત્પન્ન કરી શકાતો નહિ હોવાથી” વસ્તુસ્વભાવ પરને ઉત્પન્ન કરી શકતો નહિ હોવાથી—આ બે સિદ્ધાંતના વાક્ય છે. આ બે સિદ્ધાંત છે. દીવો અને પ્રસિદ્ધ કરતો નથી અને ઓલું કહેતું નથી કે તું મને પ્રસિદ્ધ કર. “વસ્તુસ્વભાવ પરને ઉત્પન્ન કરી શકતો નથી' એટલે દીવો પરને પ્રસિદ્ધ કરી શકતો નથી. આહા...હા ! આહાહા...“દીવો જેમ બાહ્ય પદાર્થની અસમીપતામાં” હવે જો, જો! ઘટપટના સદભાવ વખતે દીવાની શું સ્થિતિ છે? ઘડો હોય..કે ઘડો ન હોય. જો....એને પ્રકાશે તો જ દીવો ? તો તો ઘડો કાયમ હોય તો જ દીવો અને ઘડાને લઇ લ્યો તો અંધારું થઇ જાય! જો, જો ટ્રાય કરજો ! આહા...હા ! ઘડાને આધારે પ્રકાશ નથી અને પ્રકાશને આધારે ઘડો નથી. આહાહાપ્રકાશ્ય અને પ્રકાશ સંબંધ અભેદમાં હોય. દીવો પોતે પ્રકાશક છે, પ્રકાશ પણ છે જે પ્રકાશ્ય પણ છે. ઇ.અભેદ આમાં છે. એનું પ્રકાશ્ય ઘડો ન બને. જો એનું પ્રકાશ્ય ઘડો બની જાય, આનો ધર્મ ત્યાં જાય તો દીવાનો નાશ થઈ જાય! અને અહીંયાં દીવાનો નાશ થાય તો ઘડાનો પણ નાશ થઈ જાય. આહાહા! આ તો કોઇ મુનિરાજ પાસે જઇને...આ વાત પૂછીને એનો ખુલાસો એમની પાસેથી લઇએ તો કામ થઇ જાય પણ અત્યારે શું કરીએ ? આહા. હા! પંચમકાળમ કોઇક ઠેકાણે હશે તે આપણે કહી ન શકીએ! ભાવલિંગી સંતનો ય દુષ્કાળ! અને સમ્યગ્દષ્ટિ પણ કો'ક ક્યાંક જવલ્લેજ ! એમાં આ ગુરુદેવ આપણને મળ્યા...ઈ પણ વયા ગયા આપણને મૂકીને...આહા! પણ આપણે બહુ રોતા 'તા ને કે (આપ) વયા જાશો પછી અમારું શું થાશે? ત્યારે....( તેઓશ્રી) એમ કહેતા ગ્યા છે કે મેં બધું સાહિત્ય કહી દીધું છે, મેં તો કાંઇ બાકી રાખ્યું નથી. (વાણીની) ટેઇપો છે, તમે કરી લેજો કામ!! અરે! દીવાની, ઘડાની વાતની જરા ચર્ચા કરો ને ભેગાં બેસીને! આહાહા! કોઇને ન માનવામાં આવે પણ મોક્ષમાર્ગી માની લેશે! બંધમાર્ગમાં રહેલા જીવોને આ પ્રકાશનો દાખલો નહીં બેસે, દૂરભવીને..નહીં બેસે! નિકટભવીને બેસી જશે. જો, દાંત બેસશે તો સિદ્ધાંત એકદમ સરળ થઇ જશે હમણાં! “વસ્તુસ્વભાવ પરને ઉત્પન્ન કરી શકતો નહીં હોવાથી '-દીવો જેમ, બાહ્યપદાર્થની અસમીપતામાં’ એટલે બાહ્ય ઘડો આદિ ન હોય-દીવાને પ્રકાશ વખતે ઘડો આદિ ન પણ હોય...તો પોતાના સ્વભાવથી જ પ્રકાશે છે. ઘડો છે માટે પ્રકાશ ચ્યો અહીંયાં? ઘડાને પ્રકાશે તો જ પ્રકાશ છે? કે પરને જાણે તો તે જ્ઞાન છે? “પર ને જાણે '...તો જ્ઞાનની સિદ્ધિ થાય છે? આહા...હા! અને પરથી જ્ઞાનની સિદ્ધિ ન થાય અને જ્ઞાન પરને જાણે તો પણ એ જ્ઞાનની સિદ્ધિ ન થાય. (પરને ) જાણે તો અજ્ઞાનની સિદ્ધિ થઈ જાય ! શું આ દશ ગાથામાં માલ ભર્યો છે! અમારી શક્તિ તો લિમિટેડ છે, એટલો આમાં “માલ” ભર્યો છે! આહા.હા! ભંડાર છે આ! ખાણ છે રત્નોની! હીરા ટાંકયા છે આમાં કોહીનૂરનાં! Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #239 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૧૬ જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન દિવો બાહ્યપદાર્થની અસમીપતામાં પોતાના સ્વરૂપથી જ (પ્રકાશથી જ) પ્રકાશે છે. અને ઘડાને પ્રકાશે છે તો દીવાનું અસ્તિત્વ છે? અને ઘડો લઇ લ્યો, તો અંધારું થઇ જાય દીવામાં? કોશિશ કરી જોજો ! અંધારું નહિ થાય કેમ કે ઘડાને આધારે દીપક નથી ને દીપકને આધારે ઘડો નથી. તેમ બાહ્યપદાર્થની સમીપતામાં પણ ઘડાની હાજરી ન હોય ત્યારે પણ, ઘડાની હાજરી હોય ત્યારે પણ “પોતાના સ્વરૂપથી પ્રકાશે છે' આહા...હા...હા ! એને ઘટપટની અપેક્ષા નથી. જંગલમાં રહીને અમૃતચંદ્ર આચાર્ય કાંઇ કામ કર્યા છે!! અદભુતથી અદ્દભુત કોઇ ચમત્કારિક કામ કર્યા છે !! “એમ પોતાના સ્વરૂપથી પ્રકાશતા એવા એને ' એટલે દીવાને, હજી તો આ દષ્ટાંત ચાલે છે! “એવા તેને” (એટલે) દીવાને, “વસ્તુસ્વભાવથી જ વિચિત્ર પરિણતિને પામતો એવો મનોહર કે અમનોહર ઘટપટાદિ બાહ્ય પદાર્થ જરાય વિક્રિયા ઉત્પન્ન કરતો નથી”- ઘડો હોય કે ઝેરી સર્પ હોય. આહા..હા....હા! કે કોલસા કાળા સામે હોયને આવો ( ઝળહળતો ) પ્રકાશનો પુંજ હોય! કોલસાને પ્રકાશે તો કાંઇ પ્રકાશમાં જરી પણ અંધારું થઇ જતું હશે? કાળપ આવતી હશે (પ્રકાશમાં) ? આહાહા ! (શ્રોતા:) નિસ્બતજ નથી કાંઇ જ્યાં? (ઉત્તર) હું, સંબંધ જ નથી. (શ્રોતા:) ઇ કાળું છે ઇ ઝેરીલું છે એની સાથે શું લેવા દેવા ! (ઉત્તર) ઠીક !! હવે ઇ દીવાના પ્રકાશની સામે, બીજો દીવો મૂકી ઘો! આહાહા! એને એકબીજાને પ્રકાશવાનું છે જ નહીં! પોતાને પ્રકાશવાનું છોડ..તો બીજાને પ્રકાશે. (ન્યાય સમજ) પોતાને પ્રકાશવાનું છોડ તો અંધારું થઇ જાય, દીવાનો નાશ થઇ જાય. આહા...હા ! પ્રકાશક અને પ્રકાશ્ય અંદરમાં આ દીવામાં છે. દીવો પ્રકાશક છે અને બાહ્યપદાર્થો એનું પ્રકાશ્ય છે એમ છે નહીં, એમ આત્મા જ્ઞાતા છે અને શેય બહાર છે એનું? એનું ય બહાર હોય જ નહીં, છે જ નહીં પછી ક્યાંથી હોય? (શ્રોતા ) બરાબર, સત્ય વાત છે. આહાહા ! “મનોહર કે અમનોહર ઘટપઘટાદિ' પછી આવી વાત એને ખ્યાલમાં ન આવે ને..પછી ક્રિયાકાંડમાં ચડી જાય જીવો! કે આવી સૂક્ષ્મ વાત! અરે ! આત્માની પરમ સત્ય વાત છે, પામી જવાની છે આ વાત! આ ગાથા... ના ભાવથી. પૂર્વે અનંતા જીવો સમ્યક પામ્યા'તા, વર્તમાનમાં પામે છે. આ ગાથાના નિમિત્તે અને ભવિષ્યમાં ય પામશે એવી આ ગાથા છે! આહાહા! “પરને જાણતો નથી એમાં મિથ્યાત્વ ગળે છે અને સ્વને જાણે તો મિથ્યાત્વ ટળે છે! આહા! અને પરને હું જાણું છું તો મિથ્યાત્વ દઢ થાય છે આહ.. હા.હા! રેશમની ગાંઠ અને માથે તેલનું ટીપું! રેશમની ગાંઠ નહીં છૂટે. ન બેસે તો વિચાર કરવો ! આ ગાથાને ફરી ફરી જોવી આહા! આ ગાથામાં...એવો અતિશય છે, જિનવાણી છે! એવો અતિશય છે કે તમને “પરની જ્ઞાતાબુદ્ધિ' છૂટી જશે. અને આત્મા સાક્ષાત્ અનુભવમાં આવી જશે. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #240 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૧૭ પ્રવચન નં. - ૧૬ “વસ્તુ સ્વભાવથી વિચિત્ર પરિણતિને પામતો એવો મનોહર કે અમનોહર ઘટપટાદિ બાહ્યપદાર્થ જરાય વિક્રિયા ઉત્પન્ન કરતો નથી... આહા...હા ! એમ આત્માનું જ્ઞાન, પરનાશયના સર્ભાવમાં કે જ્ઞયના અભાવમાં જ્ઞાન તો આત્માથી જ થાય છે એને (પર) શયની અપેક્ષા બિલકુલ છે નહીં, આહાહા ! | (જુઓ!) એક “નિયમસાર' ની પાંચ રતનની ગાથા છે. “પરમાર્થ પ્રતિક્રમણ ” ૭૭ થી ૮૧ નંબરની ગાથા, પાંચ ગાથા છે. એમાં...આચાર્ય ભગવાન, પરમાર્થ પ્રતિક્રમણની વાત કરતાં કરતાં કહે છે કે: આત્મા, પરભાવ ને પરદ્રવ્યનો કર્તાય નથી, કારયિતા નથી, ને અનુમોદક નથી, અને કારણ પણ નથી. એમાં ચોથાગુણસ્થાને તો એને કર્તબુદ્ધિ વઇ ગઇ હતી...તો “કર્તા નથી' એમ કેમ કહ્યું? પાછું રિપિટ કરવાનું કારણ શું એને? કર્તબુદ્ધિવાળો તો કહે કે કર્તા નથી પણ કર્તા બુદ્ધિ છૂટી ગઇ, પછી “કર્તા નથી” (કહ્યું છે તો એનું કારણ શું? અહો! તો કહે કે નિર્મળ પરિણામ પ્રગટ થાય છે, એનો ઉપચારથી પણ કર્તા મારો આત્મા નથી. બધા કહે છે ને! વ્યવહાર કર્તા, વ્યવહારે કર્તા! ઉપચારથી પણ એનો કર્તા નથી. એક વારની વાત છે આ, અકે ભાઈ આવ્યો હતો, તે દિવસે “ઈશ્વરીયા મહાદેવ” ( રાજકોટ પાસે આવેલ એક સ્થાન) આ વાતનો ખુલાસો કર્યો હતો. આહા..હા ! ઉપચારથી કર્તા નથી. અને આ વાત....ગુરુદેવે જયપુરમાં કરેલી છે. પ્રતિષ્ઠા હતી ભાઈની..ગોદિકાજીના મંદિરની પ્રતિષ્ઠા ! એ વખતે ગુરુદેવે કહ્યું: ઉપચારથી પણ પરિણામનો કર્તા આત્મા નથી. આહા...! કર્તા તો નથી, પછી કહે છે કારણ નથી! એટલે કે એની ઉત્પત્તિમાં નિમિત્ત કારણ પણ નથી આહા..હા ! જો, એમાં નિમિત્તપણું-કારણપણું હોય, તો કારણ પરમાત્મા ત્રણે ય કાળ છે, કર્તા હોય ઈ કર્યા કરે ને નિમિત્ત હોય તો પણ થયા કરે ! બિલકુલ એમાં કોઇની હારે કાંઇ સંબંધ છે નહીં. (આત્મા) ઉપચારથી પણ કર્તા નથી. હુજી તો રાગને આત્મા કરે, અરે ! બાપલા! શું તું આ કરે છે? ભાઈ ! રહેવા દે! આહા ! ગુરુદેવના શિષ્યના મુખમાં ન શોભે આ વાત! શું થાય પણ? જીવ સ્વતંત્ર છે. બીજો ઉપાય નથી આપણો ! (મુનિરાજને પણ) ચોથા ગુણસ્થાને કર્તબુદ્ધિ તો ગઇ હતી. પછી નિર્મળપર્યાય-પરિણમન થાય છે ને! તો કહે છે પર્યાયનો ય હું કર્તા નથી! સાહેબ! કર્તા બુદ્ધિ તો (આપની) ગઇ છે, તો પછી “કર્તા નથી' એમ રિપિટ કેમ કરો છો? એ પ્રશ્ન થાય, થયો! કે: ઉપચારથી પણ હું એનો કર્તા નથી. પર્યાયનો કર્તા પર્યાય છે માટે હું કર્તા નથી એમ. એક સના બે કર્તા ન હોય. પરિણામ, પરિણામથી થાય અને આત્માથી પણ થાય, એમ ત્રણકાળમાં બને નહીં! રાગનો કર્તા પર્યાય છે. પર્યાયથી રાગ થાય છે એનું કર્તાકર્મ એમાં છે. ઇ સત્ છે – અહેતુક છે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #241 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updařes જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન ૨૧૮ એટલે ઇ પર્યાયને-રાગની પર્યાયને પર્યાય કરે અને આત્મા પણ એને કરે, એમ બે ભાવનો એક કર્તા કે એક ભાવના બે કર્તા, કદી બની શક્તો નથી ત્રણકાળમાં! બે સત્ અલગ-અલગ છે. એક સત્ બીજા સતનું ત્રણકાળમાં કરી શકે નહીં. તો સત્નો નાશ થઇ જાય. (શ્રોતાઃ) એવા બે સતનું ખંડન થાય તો બે સતનું અસ્તિત્વ મટી જાય તો... આખા જગતનું અસ્તિત્વ મટી જાય! (ઉત્તર:) ખલાસ! બ્રહ્માંડ શૂન્ય થઇ જાય, તો તો! આહા! અજબ-ગજબની વાતો તો બહાર આવી ગઇ છે! આ બધી વાત બહાર આવી ગઇ છે. પણ..ઊંડાણથી જ્યાં કહેવા જાય ત્યાં તો કહે આ તો બધી સૂક્ષ્મ વાતો કરે છે! સૂક્ષ્મ એટલે સત્ય ! તને બેસતી નથી. તારું મગજ ગીરો મૂકી દીધું છે! આહા...હા તું સ્વતંત્રપણે ક્યાં વિચા૨ ક૨શ ? કો 'કના કહેવાથી...આણે આમ કહ્યું ' તું માટે આમ છે, આણે આમ કહ્યું છે ! અરે ! રહેવા દે! તું મરી જઇશ! અજ્ઞાનીને કાંઇ ખબર નથી, ઇ તો બકવાસ કરે છે તત્ત્વ વિષે ! આહા...હા ! આત્માનો અજાણ જીવ શું આત્માની વાત કરી શકશે ! હવે એ દષ્ટાંત પૂરો થયો! આહા...હા ! આ જરાક કડક શબ્દો કહેવાય છે તો એ પણ કેવળ હિત માટે છે હોં ભાઈ! અમને કોઇની કાંઈ ઇર્ષા-ઇર્ષા નથી. અમે કોઈની કાંઇ ટીકા કરતા નથી આખી જિંદગીમાં ! આહા ! માંડ ( માંડ ) અવસ૨ આવ્યો છે છતાં પણ કર્તાબુદ્ધિ ને શાતાબુદ્ધિ બે રાખીશ તું, આ બે મિથ્યાત્વ લઇને જાઇશ, એક મિથ્યાદર્શન ને એક મિથ્યાજ્ઞાન-૫૨ની જ્ઞાતાબુદ્ધિ મિથ્યાજ્ઞાન, ૫૨ની કર્તાબુદ્ધિ મિથ્યાદર્શન ! આહા...હા ! એક શ્રદ્ધાનો દોષ ને એક જ્ઞાનનો દોષ, ૫૨ને ક૨વું ઇ શ્રદ્ધાનો દોષ (છે) અને ૫૨ને જાણવું એ જ્ઞાનનો દોષ ( છે ) આહા...હા ! એવી રીતે હવે દĒત છે-સિદ્ધાંત. ‘બાહ્યપદાર્થો ' ઓમાય (દષ્ટાંતમાં ) બાહ્યપદાર્થો ઘટપટાદિ હતું ને! એમ આંહી ‘બાહ્યપદાર્થો’ બહુવચન છે ને ! ‘બાહ્યપદાર્થો' શબ્દ, રૂપ, ગંધ, રસ ને સ્પર્શ અનુક્રમ જેમ ઓમાં હતું ને! ગાથામાં અનુક્રમ હતો આ રીતે. ઇ જ ટીકાકારે અનુક્રમ રાખ્યો. શબ્દ, રૂપ, ગંધ, રસને સ્પર્શ તથા ગુણ અને દ્રવ્ય, (તે બે) મનનો વિષય ! પાંચ જે છે તે પાંચ ઇન્દ્રિયનો વિષય અને ગુણ ને દ્રવ્ય મનનો વિષય છે. લૌકિક વ્યવહારમાં આવી કથન પદ્ધતિઓ હોય છે. આ તો લોકોત્તર સિદ્ધાંતની વાત ચાલે ભાઈ...! આહા...હા ! લોકોત્તર સદ્ધાંત નહીં ફરે, તારે ફરવું પડશે ! અહાહા ! તારી બુદ્ધિ ફરશે પણ વસ્તુ ફરશે નહીં. ‘દેવદત્ત યજ્ઞદત્તનો હાથ પકડીને કોઇ કાર્યમાં જોડે તેમ ' લૌકિકમાં તો આવી બધી વાતો ચાલતી હોય છે તેમ...આત્માને એમ. ઓલા દીવાને...અહીંયાં આત્માને....સ્વજ્ઞાનમાં ઓમાં સ્વપ્રકાશનમાં, આમાં આત્માને...સ્વજ્ઞાનમાં એટલે બાહ્યપદાર્થોને જાણવાના કાર્યમાં જોડતા નથી કે: ‘તું મને સાંભળ ’–શબ્દ કહેતો નથી આત્માને કેઃ તું મને સાંભળ! આહા..હા..હા! ઇ જડ છે, ઇ કહેતો નથી કે: ‘તું મને સાંભળ' ‘તું મને જો' પહેલું કર્ણગોચરનું કહ્યું હવે ચક્ષુગોચર, રૂપ છે ઇ એમ કહેતું નથી, આંખને-આત્માને કે તું મને જો! પછી ‘તું મને સૂંઘ ' ઘ્રાણગોચર છે સૂંઘ તો જ્ઞાનગોચર નથી. તો ગંધ-સુગંધ કે દુર્ગંધ એમ કહેતી નથી આત્માને Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #242 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૧૯ પ્રવચન નં. - ૧૬ કેઃ તું મને સૂંઘ તું મને જાણ ! પછી કહે છે રસઇન્દ્રિય-ખાટામીઠા પદાર્થો, તને એમ કહેતા નથી કેઃ “તું મને ચાખ' આહા! આ ખાટો પદાર્થ છે કે કડવો છે કે તુરો છે કે તીખો છે કે તું મને ચાખ, એમ....પુદગલની પર્યાય! (તને) કહેતી નથી કે તું મને ચાખ. પછી કાયગોચર સ્પર્શ છે. આહા ! સ્પર્શ-ટાઢીઊની અવસ્થા એમ કહેતી નથી કે “તું મને જાણ” –ટાઢી ઊની અવસ્થા એમ કહેતી નથી કે તું મને જાણ ! પછી....આગળ ! અને આત્મા પણ, તું મને જાણ-મનનો વિષય લઈ લીધો ગુણ અને દ્રવ્ય બેય. “અને આત્મા પણ લોહચુંબક-પાષાણથી ખેંચાયેલી લોખંડની સોયની જેમ' આ, ટીકામાં જે શબ્દો છે ને એ જ “પુરુષાર્થસિદ્ધિઉપાય” ની પહેલી ગાથા એમાં આ જ શબ્દો ટોડરમલ્લ સાહેબે મૂકયા છે. “લોહચુંબક-પાષાણથી ખેંચાયેલી લોખંડની સોયની જેમ પોતાના સ્થાનેથી ટ્યુત થઇને તેમને બાહ્યપદાર્થને જાણવા જતો નથી' આત્મા (ને) બીજા પદાર્થો કહેતા નથી કે તું મને જાણ ! અને આત્મા પણ પોતાને જાણવાનું છોડીને, પરને જાણવા જતો નથી. દીવો, પોતાના પ્રકાશ્યધર્મને છોડીને-પ્રકાશ્યધર્મને છોડીને ઘટપટને પ્રકાશવા જાય તો દીવાનો નાશ થાય છે. એમ આત્મા પણ પોતાનું જ્ઞાન, જ્ઞાતા-જ્ઞાન-શયની જે અભેદતા છે એમાંથી જ્ઞાન પોતાના આત્માને છોડીને (પર) શેયપદાર્થોને જાણવાજતું નથી. કેમ જાણવા જતું નથી ? કે જગતમાં (આત્માને) આત્મા સિવાય કોઇ જોય નથી, એક જ શેય છે. લોકાલોક જ્ઞાનનું ઝેય નથી. એ ઇન્દ્રિયજ્ઞાનનું શેય છે, બહિર્મુખજ્ઞાન લોકાલોકને જાણે છે. આહા...! એ છે કેસેટમાં છે ગુરુદેવની કેસેટમાં, યાદ હોય તો! કહે છે કે અત્યાર સુધી સમ્યગ્દર્શન કેમ ન થયું? કે: આ...તને બેઠું છે? કે હું પરને જાણતો નથી. એક બેઠું તો નથી ને, પણ સાંભળ્યું ય નથી ને સાંભળ્યું છે તો આ કાનેથી સાંભળી..ને આ કાનેથી મેં કાઢી નાખ્યું છે. કબૂલ કરે છે બધાય! હવે તો કબૂલ કરે છે કે રોજ આ તો આવે છે સોનગઢમાં! ગુરુદેવના વ્યાખ્યાનમાં તો રોજ આવે છે. તો આ તો ખ્યાલ બહાર વયું ગયું! ત્યાંથી આવનારા કહે છે મને! કે એવું આવે છે અવાર-નવાર આવે છે. આહાહા “આત્મા પણ’ એમ. “પોતાના સ્થાનથી ટ્યુત થઇને—એટલે પોતાને જાણવાનું છોડીને, બાહ્યપદાર્થોને જાણવા જતો નથી' કર્તાકર્મ સંબંધ તો નથી પણ જ્ઞાતા શેયનો પણ સંબંધ નથી પરની હારે! કે: આત્મા જ્ઞાતા થઇ જાય, અને રાગ એનું શેય બની જાય? રાગ કર્મ તો નથી, પણ રાગ જ્ઞાનનું શેય નથી. રાગ, આત્માના જ્ઞાનનું શેય નથી! છતાં, “જાણેલો પ્રયોજનવાન” કહ્યું એનું કારણ રાગનો જ્ઞાનમાં પ્રતિભાસ દેખીને ઉપચારથી કાર્યમાં કારણનો ઉપચાર આપી “જણાય છે તો એ સંબંધીનું જ્ઞાન” એનોરાગનો જ્ઞાનમાં પ્રતિભાસ થયો છે, રાગ જ્ઞાનમાં આવતો નથી, પણ રાગનો પ્રતિભાસ જ્ઞાનમાં દેખીને, એવો ઉપચાર કરવામાં આવે છે કે જ્ઞાન, વ્યવહાર રાગને જાણે છે. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #243 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન ૨૨) વ્યવહારે જાણે છે” એટલે શું એ તો પૂછો? ગુરુદેવને! કોઇએ પૂછ્યું નહીં અત્યાર સુધી! પૂછયું નથી કોઇએ, મને ખબર છે. (શ્રોતા:) પૂછવાની જરૂર જ ક્યાં છે, એતો લખેલું છે અંદર? (ઉત્તર) એમ નથી. પૂછવાનો કોઇને “ભાવ જ' ન આવ્યો એમ મારું કહેવું છે. એમ મારું કહેવું બીજું છે. સમજણમાં આવે તો પૂછે ને? આહાહા! “બાહ્યપદાર્થોને જાણવા જતો નથી...જો પ્રકાશ, ઘડાને પ્રકાશે...તો પ્રકાશનો નાશ થાય. એમ....જ્ઞાન, પરશેયને બનાવે, તો કહે છે કે સ્વદ્રવ્યનો ઉચ્છેદ થઇ જાય, એમ લખ્યું છે શાસ્ત્રમાં !! “તો સ્વદ્રવ્યનો ઉચ્છેદ-નાશ તો થતો નથી.” પછી, પાછો ફર્યો! કે કાંઇ નહીં, પરને ન જાણું તો કાંઈ નહીં, પણ જ્ઞાયક જ્ઞાયકને તો જાણે છે ને એમાં તો સાધ્યની સિદ્ધિ ન થઇ. હથિયાર હેઠાં મૂકી દીધાં એણે-લાયક જીવે! લાયકની વાત ચાલે છે. ઓલો તો હથિયાર હેઠાં મૂકે જ નહીં! (શ્રોતા:) આપણી સભામાં લાયક જ જીવ છે! (ઉત્તર) બહુત અચ્છી બાત હૈ. હમ તો ખુશી હૈ બસ! ખરેખર આ દશ ગાથા કાનપર આવે ને? આહા ! ભાગ્યશાળી છે! કુંદકુંદની દશ ગાથા એટલે શું? ટોપમોસ્ટ ગાથા (ઓ) છે! (પરની) જ્ઞાતા બુદ્ધિ છૂટી જાય! અને સાક્ષાત્ આત્માનો જ્ઞાતા થઈ જાય!! કહે છે કે પરને જાણતો તો નથી એમાં (આત્માનો) નાશ થઇ જાય, તો કાંઈ નહીં! આત્મા આત્માને જાણે છે-જ્ઞાયક જ્ઞાયકને જાણે એમાં તો અનુભવ થાય કે નહીં? આત્મા આત્માને જાણે છે-જ્ઞાયક જ્ઞાયકને જાણે એમાં તો અનુભવ થાય કે નહીં? આચાર્ય ભગવાન કહે છે કે એવો સ્વ-સ્વામી સંબંધ આહાહા ! પણ બે પદાર્થો ક્યાં છે? બે (પદાર્થ) હોય તો સ્વ-સ્વામી (સંબંધ) કહેવાય પણ આ તો એક જ છે, આત્મા તો! (આત્મદ્રવ્ય એક જ છે) ચાલો, એમાંય સાધ્યની સિદ્ધિ નથી? તો કહે છે: ના, નથી. તો પછી હવે શું કરવું? તો જ્ઞાયક તો જ્ઞાયક છે એમ લઇ લે ને! બસ! બધી વાત શાસ્ત્રોમાં છે. “નાશ થઇ જાય” જો પરમાર્થે જ્ઞાન, પર..જાણતું હોય...તો આત્માનો નાશ થાય. અને વ્યવહારે જાણે છે” એનો નિષેધ કરે તો પરમાર્થમાં આવે. પણ...વ્યવહારે જાણું છું....વ્યવહારે જાણું છું....વ્યવહારે જાણું છું. એ જ્ઞાતાયનો વ્યવહાર છે-એ જ્ઞાતાશયનો વ્યવહાર છે (એમ માને છે કે જાણે છે) એ ક્યાં ઊભો છે? એને શું જણાય છે, ય જણાય છે. આહા..હા ! એને જ્ઞાયક જાણવામાં નહીં આવે!! સાહેબ! વ્યવહારે જાણે છે એમ કહીએ છીએ ને! પણ જાણે છે તેં! નિશ્ચયે જ્ઞાન, આત્માને જાણે છે અને વ્યવહાર પરને જાણે છે-બેયમાં છે, છે (જાણે છે) આવે છે, નહીં તારું ઠેકાણે પડે! એક ભાઈ હતા મુંબઇમાં, તો ઇ લોખંડની બનાવતા હતા ખીલી, ખીલી, ચુંકું! તો લોખંડના સળિયા લેવા જાવું પડે ને. (લોખંડના વેપારી) વ્હોરા ઘણા હતા. ત્યાં માર્કેટમાં તો જાય ત્યાં કે ભાઈ આ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #244 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૨૧ પ્રવચન નં. - ૧૬ અમારે આવા સળિયા જોઇએ છે. એ (વ્હોરા કે) “છે નથી' બીજી દુકાને ગયા કહે, “છે નથી” (તેમને થયું કે, આ વ્હોરા શું કહે છે? “ નથી” “છે' એમેય કહેતા નથી અને નથી' એમેય કહેતા નથી! “છે નથી' છે નથી સમજી ગયા? ( શ્રોતા:) “છે નથી” અહાહા ! (ઉત્તર) “છે નથી” (બોલે), એમ અહીંયાં...નિશ્ચયથી તો આત્માને જાણે છે અને વ્યવહાર પરને જાણે છે” ઓહોહો ! શું અમને પ્રાપ્તિ થઇ (છે)! બે નયને અમે જાણીએ છીએ. કોઇ નય દુભાતી નથી અમારા વાક્યમાં' આત્મા ભલે દુભાય! નિશ્ચયથી આત્માને જાણે છે અને વ્યવહાર પરને જાણે છે. આમાં દોષ ક્યાં આવ્યો? આ મિથ્યાત્વનો દોષ આવ્યો, વિધિ-નિષેધમાં ન આવ્યો? આત્મા સ્વને જાણે છે ને પરને જાણતો નથી! “છે” “નથી ”( એક સાથે ) આવવું જોઇએ. છે છે' ન આવવું જોઇએ-બેયમાં ફેર છે. નિશ્ચયથી આત્માને જાણે (છે) વ્યવહાર પરને જાણે (છે) બેય માં “છે” આવ્યું ને? આત્મા તો અહીંયા “છે' એને જાણું છું ને પરને જાણતો નથી, વિધિ-નિષેઘમાં આવવું જઈએ ને વિકલ્પમાં આવે, નિશ્ચયના પક્ષમાં આવે તો અલ્પકાળમાં પક્ષાતિક્રાંત થઇને આત્માને આત્માની અનુભૂતિ થઈ જાય છે. જ્ઞાતા, શેયના વ્યવહારને જીતવાનું છે. ઇ, જ્ઞાતા, શેયના વ્યવહારને આગળ કરવાનું નથી “સેટિક” (ની ગાથાઓમાં) લીધું છે ઇ! શરૂઆતમાં વજુભાઈ? શરૂઆતની બે લીટીમાં છે. કે...જ્ઞાન, વ્યવહારે પરદ્રવ્યોને જાણે છે પણ હવે આપણે એની ઊંડી મીમાંસા કરીએ તો શું છે? પરમાર્થે જોઇએ તો શું છે? બધું લખ્યું છે, આમાં બધું લખ્યું છે. વાંચે છે કોણ? આહાહા ! કારખાનામાં પડ્યા હોય ક્યાંથી વાંચે? કોઇ વેપારમાં પડ્યા હોય, કોઇ હીરાના વેપારમાં કો'ક ફેકટરીમાં (શ્રોતા ) જ્ઞાતા યના વ્યવહારને જીતવાનું છે એના કરતાં તો જ્ઞાતાયના ભેદને ઓળંગવાનો છે? (ઉત્તર) ઇ...તો આગળ પણ હજી આને ઓળંગતો નથી તો પછી વાં ક્યાંથી આવે? ઇ તો જ્ઞાતા શય અહીંયાંથી આવે તો કામ થઇ જાય ને! જ્ઞાતા આંહી રાખ્યો ને શેય વાં (ત્યાં) રાખ્યું! એટલે એણે શું ભૂલ કરી ? આંહીથી.....મને...કાઢી નાખ્યું! જ્ઞાન.. રાખ્યું અને ય આંહીથી ખેંચીને..! બહાર ફેંકી દીધું આંહીથી ખેંચી કાઢયું–શયધર્મ, ખેચીને બહાર ફેંકી દીધો! આંહીથી (આત્માથી) mય ખેંચે છે એટલે અનુભવ નહીં થાય. શેય અહીંયાં સ્થાપશે તો અનુભવની શક્યતા છે. પાછું એમ! પુરુષાર્થ માગે છે ઘણો, પછી પણ! જ્ઞાતાય! ઇ કાંઇ સાધારણ વાત નથી. બહુ સરસ દશ ગાથા છે ભાઈ ! અમને તો આખી જિંદગી, આ દશ ગાથાનું અધ્યયન કરવા જવું છે. અથવાતો જંગલમાં જઇને આ દશ ગાથાનું અધ્યયન કરવા જેવું છે! આહા..હા! એટલા માટે તો અમે..શ્રવણબેલગોલા ને બધેય ગયા હતા એનું કારણ એ હતું એકાંત ! એકાંત ! આહા! કોઇ મુમુક્ષુ આવે નહીં ત્યાં! હવે આગળ સિદ્ધાંત કહે છે. કે, આત્મા પરને જાણવા જતો નથી કે પર કતું નથી કે તું મને Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #245 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન ૨૨૨ જાણ ! અને આત્મા પણ પોતાને જાણવાનું છોડીને પરને જાણવા જતો નથી. હવે “જાણવા જતો નથી.” જાણવા જઇ શકે કે ન જઇ શકે છે તો પછી. તો જાણવા જઈ શકતો નથી તો જાણવા જાય એવી શક્તિ એનામાં છે કે નહીં? પરને જાણવા જાય અને પર જ્ઞાનમાં જણાયએવો એની સાથે જ્ઞાતાશયનો આહા ! સમયપૂરતો વ્યવહાર છે કે ત્રિકાળવ્યવહાર છે? સમય પૂરતો વ્યવહાર છે. જ્યાં સુધી ત્યાં લક્ષ છે ત્યાં સુધી! પણ અંદર લક્ષ આવે તો..એ ક્યાં જણાય છે? આહા..! “ભિન્ન: ભાવા નો દષ્ટા” (શ્રોતા ) સમયપૂરતો જે વ્યવહાર કીધો એ વ્યવહાર ઇન્દ્રિયજ્ઞાનનો છે? (ઉત્તર) એ ઇન્દ્રિયજ્ઞાનનો વ્યવહાર નથી. એ આત્માનું જે જ્ઞાન છે એમાં સ્વપરનો પ્રતિભાસ થાય છે. ઝવેરચંદભાઈ ! એમાં સ્વપરનો પ્રતિભાસ થાય છે. એનો પ્રતિભાસ દેખીને ઉપચારથી એમ કહેવાય કે પરને જાણે છે. જ્ઞાની પણ સવિકલ્પ દશામાં હોય ને, તો એનો પ્રતિભાસ દેખીને વ્યવહારે તેને જાણે છે. એવો વ્યવહાર છે ખરો ! પણ એ વ્યવહારને સાધક જીતી લ્ય છે. જીતેલો તો છે! પરિણતિથી તો જીતાઈ ગયું છે પણ ઉપયોગથી પાછો જીતે છે. વજુભાઈ, અલૌકિક વાતું છે બધી! (શ્રોતા:) વ્યવહાર ભઠ્ઠી જેવો લાગે છે? વ્યવહાર જાણવામાં ભઠ્ઠી જેવો લાગતો હશે? (ઉત્તર) વ્યવહાર જાણવામાં ભઠ્ઠી જેવો લાગતો નથી, જણાતો જ નથી ! ભઠ્ઠી જેવો ક્યાંથી લાગે એને? (વ્યવહાર તો જણાતો જ નથી) ભાઈ ! જ્ઞાનની શક્તિ કોઇ અચિંત્ય છે! મૂળમાં જ “ઘા” મારો તમે! તો આ વ્યવહાર ઊભો ક્યાંથી થયો કે પ્રતિભાસ દેખીને ઉપચાર આવ્યો છે. એટલે પ્રતિભાસ દેખે છે એટલે જ્ઞાનને દેખે છે. ઓને (રાગને) ક્યાં દેખે છે? ( શ્રોતા આહા..હા...હા ! ) આ બધું શાસ્ત્રમાં છે. “પ્રવચન સાર” માં આ બધું છે. કાર્યમાં કારણનો ઉપચાર છે બાકી કાંઇ છે નહીં ! આહા! “વ્યવહાર જાણે છે' એ ભઠ્ઠી જેવો લાગે છે? “જો તો છે” આવ્યું ને હું? જાણે છે' રાખ્યું છેવટ! રાગ છેને એને જાણે છે પણ ભઠ્ઠી જેવો “જાણે છે' આ અમારા શાંતિભાઈએ એકવાર પૂછયું: “રાગને ભિન્નપણે તો જાણે છે ને? આપના પિતાશ્રીએ પૂછયું હતું. આ બેઠા છે અહીં, પૂછ્યું હતું ને? (શ્રોતા:) વર્ષો થઇ ગયા ભાઈ ! (ઉત્તર) ભલે, ભલે! કાંઇ વાંધો નહીં (બીજાશ્રોતા:) બે વર્ષ થયા, બે વર્ષ ! (ઉત્તર) આને ખબર છે. ના..ના પણ પૂછવું જોઇએ, પૂછવું એમાં કાંઈ દોષ નથી દોષ નીકળી જાય, પૂછવું જરૂર પૂછવું જોઇએ, પૂછવું એમાં કાંઇ દોષ નથી. દોષ નીકળી જાય, પૂછવું જરૂર પુછવું જોઇએ. એનું સ્પષ્ટીકરણ કરવું જોઇએ. કે એ જાણતો નથી ઇ તો બરાબર પણ ભિન્નપણે તો જાણે ને! આ દેહ છે મારાથી ભિન્ન છે એમ તો દેહને (આત્મા) જાણે ને? ભિન્નપણે જાણે કે ને? દેહને રાગ, ભિન્ન છે એમ હું જાણું છું ! (શ્રોતા ) Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #246 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates ૨૨૩ પ્રવચન નં. - ૧૬ ૫૨ને જાણવાનું તો એમાં રહી ગયું! (ઉત્ત૨: ) એટલે શું થયું એમાં દોષ આવ્યો કાંઈ ? (શ્રોતાઃ ) સ્વને જાણવાનો તો રહી ગયો. – મોટોદોષ. આહા...હા આ વાત તો ત્વરાએ ભાઈ! અનુભવ થાય એવી આ દશ ગાથા છે શું કહું હું તમને! આહા...! ત્વરાએ અનુભવ થાય, એને અનુભવ ન કરવો હોય તો યે થાય-થઈ જાય ખેંચી જાય એવી ગાથા છે. એવો આમાં માલ ભર્યો છે એમ મારો કહેવાનો આશય ઇ છે કે આ દશ ગાથામાં એવો માલ ભર્યો છે! હવે એક સિદ્ધાંત કહે છે ભિન્નપણે તો જાણે જો? એનો ખુલાસો કરે છે. ભિન્નપણે તો જાણેને ? વ્યવહા૨ે તો જાણેને ? આહા...હા...હા! અરે! એ (સ, સા) બારમી ગાથાના વ્યવહારમાં તો દોષ બતાવે છે કે અગિયારમીમાં નિર્વિકલ્પપણું થયું! સવિકલ્પમાં આવ્યો, ઉપયોગ અંદર ટકતો નથી અને બહારનો ઇ પ્રતિભાસ થાય છે. તો વિકલ્પદશામાં કોઈકોઈને ‘કોઈ વખતે ' કોઈ કોઈને કોઈ વખતે સવિકલ્પદશામાં વ્યવહાર જાણેલો પ્રયોજનવાન ' એમ કહ્યું છે. સમજી ગયા ? આહા....હા! પણ ‘વ્યવહા૨ જાણેલો પ્રયોજનવાન' છે–એમાં ઉપયોગ વયો ગયો! પરિણતિ રહી ગઈ પણ ઉપયોગ વયો ગયો, એ ગુણ કે દોષ ? ( શ્રોતાઃ) દોષ ! વ્યવહા૨ જાણેલો પ્રયોજનવાન એમાં દોષ ? દોષ કે નહીં ? ( શ્રોતા ) દોષ છે. (ઉત્ત૨: ) ચારિત્રનો દોષ છે હોં ? શ્રદ્ધાનો દોષ નથી એમાં. આહા! અને પાછું? એ વ્યવહાર જાણેલો પ્રયોજનવાન નથી, પાછો ઉપયોગ અંદ૨માં જાય-નિર્વિકલ્પધ્યાનમાં શુદ્ધઉપયોગમાં આવી ગયો! શુદ્ધપરિણતિ હતી હવે શુદ્ધ ઉપયોગમાં આવી જાય છે. આહા ! એમ છઢે-સાતમે એવું હોય છે. છઠ્ઠું વ્યવહાર ઊભો થાય છે. પણ ઈ....વાત કરે છે હવે ! કે ત્રણેય કાળની વાત કરે છે? એના મૂળ સ્વભાવની વાત કરે છે-જ્ઞાનના મૂળસ્વભાવની વાત કરે છે, એ ધ્યાનમાં રાખજો! બે સૂત્ર છે, એમાં દૃષ્ટાંતમાં બે સૂત્રો આપ્યા હતા. સિદ્ધાંતમાં બે સૂત્રો ઈનાંઈ શબ્દો છે. (કહે છે) ‘પરંતુ, વસ્તુસ્વભાવ ’–આત્માના જ્ઞાનની પર્યાયને વસ્તુ કહેવાય. એનો સ્વભાવ, જ્ઞાનની પર્યાયના સ્વભાવની વાત ચાલે છે, એમ. પરંતુ વસ્તુસ્વભાવ પર વડે ઉત્પન્ન કરી શકાતો નહિ હોવાથી ’–શેયથી જ્ઞાન ઉત્પન્ન થઈ શકતું નથી. “ રે ! શાસ્ત્ર તે નથી જ્ઞાન, તેથી શાસ્ત્ર કંઈ જાણે નહીં, તે કા૨ણે જ્ઞાન જુદું શાસ્ત્ર જુદું જિન કહે. ” આહા! શાસ્ત્ર જ્ઞેય છે! નિમિત્તપણે. કે શાસ્ત્રથી જ્ઞાન થાય કે ન થાય ? તો શાસ્ત્રનું જ્ઞાન તો થાય કે નહીં? વ્યવહારે!? એ બીજા વાકયોમાં કહેશે, ઓહોહો ! શું સૂક્ષ્મ છે આમાં !! ગજબની સૂક્ષ્મ વાત આમાં બે વાકયમાં ભરી છે! ફરીથી, કેઃ વસ્તુસ્વભાવ ૫૨ વડે એટલે કે શેય વડે જ્ઞાન ઉત્પન્ન કરી શકાતું નહીં હોવાથી, જ્ઞાનની ઉત્પત્તિ (૫૨) શૈયથી થતી નથી. (૫૨) શેયની સામે જોવાથી આત્માનું જ્ઞાન થતું નથી. જ્ઞેયથી Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #247 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન ૨૨૪ જ્ઞાન થતું નથી. પહેલા વાકયમાં જ્ઞયથી જ્ઞાન થતું નથી. આ ગુરુદેવની પેટન છે! જ્ઞયથી જ્ઞાન ન થાય! પણ....શયથી જ્ઞાન ન થાય તો ન થાય, પણ....પરપદાર્થ જ્ઞાનનું જ્ઞય તો થાય કે ન થાય? આહા હા હા ! વજુભાઈ ? નિર્વિકલ્પ ધ્યાન તો આવે પણ..શુક્લ ધ્યાનની શ્રેણી આવીને કેવળજ્ઞાન થઈ જાય તરતજ એવી આ વાત છે! શું કરવું શું કહેવું કોને! આ તો વળી સાંભળનારા છે આહા! બાકી તો આ વાત કોઈ સાંભળે પણ નહીં! અહાહા ! ઉડાડી દીએ! એમને એમ આ તો એકદમ એકદમ નિશ્ચયની વાત કરે છે! આ શ્રેણીની વાત ચાલે છે. જો આ સિદ્ધાંત બેસી ગયો તો દીક્ષા લીધા પછી કેવળજ્ઞાનને ઝાઝીવાર નહીં લાગે ! દીક્ષિત તો થશે બધા, ભાવલિંગી સંત થવાના છે ઘણાય, પણ આ વાત બેઠી હશે આહા..હા ! શેયથી જ્ઞાન ન થાય એ તો ઠીક પણ જ્ઞાનમાં...કોઈ જગતમાં શેય નામનો પદાર્થ નથી. પહેલાં કહ્યું હતું કે “નિમિત્ત કોઈ જગતમાં નથી” હવે શાસ્ત્રકાર કહે છે, આ કહે છે એની વાત હું કરું છું મારી ઘરની ક્યાં વાત કરું છું. કહે છે કે આ જગતમાં શેય એકજ છે બીજું કોઈ શેય જગતમાં નથી! તારું શેય કોઈ (પર) નથી! આ હા ! કર્તાનું કર્મ તો કોઈ થાય નહીં પણ જ્ઞાનનું શેય કોઈ થતું નથી. એક જ શેય છે-જ્ઞાતા, જ્ઞાન ને શેયની અભેદતા! ધ્યેય એક અને શેય પણ એક! ધ્યેયમાં જ્ઞાયકને શેયમાં પણ જ્ઞાયક! શબ્દ ફર્યો નહીં બોલો! છઠ્ઠી ગાથામાં, બેયમાં જ્ઞાયક આવ્યો, આહા ! દ્રવ્યાનુયોગ સૂક્ષ્મ અને ગંભીર છે. આહા...હા ! (અજમેરાભાઈ શ્રોતા:) ય બે હોય ભાઈ ? તો શેયથી શેયાંતર થવાનો અવકાશ રહે! (ઉત્તર:) હા, એકજ જ્ઞય રહે. (શ્રોતા:) એકજ શેય રહેને યાંતર ન થાય તો શ્રેણી જ આવી જાય ને? (ઉત્તર) આવી જાય, બીજું શું આ થાય! (શ્રોતા:) કાંઈ રહે જ નહીં ને! (ઉત્તર) આહા...હા! અલ્પકાળમાં કેવળજ્ઞાન થાય !! કહે છે કે “વસુસ્વભાવ પરથી ઉત્પન્ન થઈ શકતો નથી ' એટલે શયથી જ્ઞાન થતું નથી. બીજા વાકયમાં કહે છે કે “વસ્તુસ્વભાવ પરને ઉત્પન્ન કરી શકતો નથી ” જ્ઞાન કોઈને શેય બનાવી શકતું નથી. કેમ કે કોઈ જ્ઞય બને...જ્ઞાનમાં, એમ છે નહીં. કોઈ પરપદાર્થ શેય નહીં બને તારું! તારું શેય તારો આત્મા જ છે. બે વાકય છે! અદ્ભુત વાકય છે બેય! આહા...હા! સોનાનું પતરું અને હીરાના અક્ષરથી કોતરાવીને ટીંગાડવા જેવું છે! “વસ્તુસ્વભાવ પર વડે ઉત્પન્ન થઈ શકતો નથી -શેયથી જ્ઞાન થઈ શકતું નથી આ નિમિત્તની વાત નથી એમાં. શેયથી જ્ઞાન થઈ શકતું નથી! અને “વસ્તુસ્વભાવ પરને ઉત્પન્ન કરી શકતો નથી” શેયથી જ્ઞાન ન થાય અને જ્ઞાનમાં કોઈ શેય બનશે જ નહીં, તું ફીકર કર મા નહિ બને ! અને જો mય બનાવીશ તો ગયો દુનિયામાંથી! હું આને જાણું છું! આને જાણું છું. આને જાણું છું. જાણવામાં શું દોષ? પોતાને જાણવાનું છૂટી ગયું છે દોષ નહીં? એ દોષ તો લાગતો નથી કોઈને! પોતાને જાણવાનું છોડયું એ જ મોટો દોષ છે એ પાપ છે અધ્યવસાન છે! Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #248 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી. સમયસાર ગાથા ૩૭૩-૩૮૨ તા. ર૬-૯-૧૯૯૬ રાજકોટ પ્રવચન નં.-૧૭ દશ લક્ષણ ધર્મનો છેલ્લો દિવસ છે આજે. ઉત્તમ બ્રહ્મચર્યનો દિવસ ગણાય છેબ્રહ્મ એટલે તેમાં ચરવું, પરિણમવું, લીનથવું તે બ્રહ્મચર્ય. વિકાર અને પરના સંગરહિત આત્મ સ્વભાવ કેવો છે તે જાણ્યા વગર ઉત્તમ બ્રહ્મચર્ય હોઈ શકે નહીં. લૌકિક બ્રહ્મચર્ય તે શુભરાગ છે. ધરમ નથી. અને બ્રહ્મચર્ય તે ધરમ છે; રાગ નથી. શુદ્ધ આત્મસ્વભાવની રુચિ વગર વિષયોની રુચિ છૂટે નહીં. મારા સ્વભાવમાંથી જ મારી સુખ દશા પ્રગટે છે. મારી દશા પ્રગટવા માટે મારે કોઈની અપેક્ષા નથી. એમ પરથી ભિન્ન સ્વભાવની દષ્ટિ થયા વગર વિષયોની રુચિ છૂટે નહીં. બહારમાં વિષયો છોડ, પણ અંતર માંથી વિષયોની રુચિ છોડ તો તે બ્રહ્મચર્ય છે. સ્ત્રી, ઘર-બાર છોડીને ત્યાગી થઈ જાય; અશુભ ભાવ છોડીને શુભભાવ કરે, પરંતુ તે શુભભાવમાં જેને રુચિ અને ધર્મબુદ્ધિ છે, તેને ખરેખર વિષયોની રુચિ છૂટી નથી. શુભ કે અશુભ વિકાર પરિણામમાં એકતા બુદ્ધિ તે જ બ્રહ્મ પરિણતિ છે. એજ પરમાર્થ બ્રહ્મચર્ય ધર્મ છે. બ્રહ્મચર્યની વ્યાખ્યા કરતાં કહ્યું કે આત્માના શ્રદ્ધા પૂર્વક ઉપયોગને આત્મામાં લગાડવો, એમાંજ રમવું, એમાંજ પરિણતિને એકાગ્ર કરવી, આત્મામાં ચરવું એનું નામ બ્રહ્મચર્ય છે. બાકી લૌકિક બ્રહ્મચર્ય એ તો શુભરાગ છે. એ અનંતકાળથી અનંતવાર એણે કર્યું. પણ આવું બ્રહ્મચર્ય આત્મસન્મુખ થઈને સમ્યકદર્શન પૂર્વક એની આત્મામાં લીનતા કરી નહીં; એ રહી ગઈ છે. તો આ પર્યુષણનો છેલ્લો દિવસ છે વાત તો ઘણી આવી ગઈ છે. હવે આ છેલ્લી દશ ગાથા કુંદકુંદ આચાર્ય ભગવાનની છે. મંગલમ્ ભગવાન વીરો, મંગલમ્ ગૌતમો ગણી, મંગલમ્ કુંદકુંદાર્યો, જૈન ધર્મોસ્તુ મંગલ....” જેનું ત્રીજું નામ છે, એવા સમર્થ આચાર્ય કુંદકુંદ પ્રભુ એમ ફરમાવે છે કે આત્માનો સ્વભાવ અને જાણવાનો છે, અને પરને જાણવાનો સ્વભાવ નથી. છતાં અનાદિકાળથી હઠેચડેલો અજ્ઞાની જીવ “હું પરને જાણું છું', શું હું પરને જાણતો નથી! એમ કરીને પરસન્મુખ રહેતો થકો, આત્માની વિરાધના કરતો આવ્યો છે. હવે તો આ આત્માની આરાધના કરવાના દિવસો છે. આત્મ સન્મુખ થઈને, કેવળ આત્માનું Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #249 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન જ્ઞાન આત્માને જાણે છે, અને પરને ન જાણે એવો, આત્માનાં જ્ઞાનનો સ્વભાવ હોવાથી; તે પોતાને જાણે છે; અને જાણવારૂપે પરિણમે છે. અને પછી પોતાના સ્વભાવમાં લીન થતાં, બે ઘડી લીન થાય તો એને શુક્લધ્યાનની શ્રેણી આવીને કેવળજ્ઞાન થાય છે. મોટામાં મોટો દોષ કર્યો છે, કે આત્મા પરને જાણે છે. એ પરનો કર્તા માને કે પરનો જ્ઞાતા માને..બેય સમકક્ષ દોષ છે. એક શ્રદ્ધાનો દોષ અને એક જ્ઞાનનો દોષ. હવે લગભગ આપણે ગાથા તો પૂરી થવામાં આવી છે. થોડુંક લઈ લઈએ ફરીથી. એવી રીતે હવે દષ્ટાંત કહે છે. “બાહ્ય પદાર્થો–બાહ્યપદાર્થની વ્યાખ્યા કરે છે “શબ્દ, રૂપ, ગંધ, રસ, સ્પર્શ તથા ગુણ ને દ્રવ્ય. “જેમ દેવદત્ત-યજ્ઞદત્તને હાથ પકડીને કોઈ કાર્યમાં જોડે તેમ આત્માને સ્વજ્ઞાનમાં જોડતા નથી. આ બાહ્ય જે વિષયો છે.! શબ્દાદિ તે આત્માને એમ કહેતા નથી કેઃ “તું મને જાણ;” “તું મને સુંઘ! તું મને સ્પર્શ કર;' એમ બાહ્ય પદાર્થો તો આત્માને કદી કહેતા નથી. કહેવાના પણ નથી. ને....કહેતા નથી.....! અને ભગવાન આત્માનું જ્ઞાન ત્રણકાળમાં (આત્માથી) વિમુખ થતું નથી. એ....તો સન્મુખ જ રહે છે. જે વિમુખ થાય છે તે આત્માનું જ્ઞાન નથી પણ તે ઇન્દ્રિયજ્ઞાન છે. ઇન્દ્રિયજ્ઞાન-અજ્ઞાન. ઇન્દ્રિયજ્ઞાન એટલે અજ્ઞાન છે. અજ્ઞાન એટલે ઇન્દ્રિયજ્ઞાન આત્માને જાણતું નથી માટે તેને અજ્ઞાન કહેવામાં આવે છે. ઇન્દ્રિયજ્ઞાન આત્માને કદી પણ જાણી શકતું નથી. પ્રવચન સારની ૧૭રમી ગાથામાં આચાર્ય ભગવાને અલિંગગ્રહણના વીસ બોલ કહ્યા છે. તેમાં પહેલા બોલમાં એમ કહ્યું કે ગ્રાહક એટલે જ્ઞાયક એવા જેને “અલિંગગ્રહણ લિંગ વડ એટલે ઇન્દ્રિયો વડે એ જાણવાનું કામ કરતો નથી તેથી તે અલિંગગ્રહણ છે. આમ...અતીન્દ્રિયજ્ઞાનમયી આત્માની પ્રાપ્તિ થાય છે. એવો પહેલો બોલ. બીજા બોલમાં કહે છે, કેઃ ઇન્દ્રિયજ્ઞાન આત્માને જાણતું નથી. માટે તે અનુમાનનો વિષય નથી. અનુભવનો વિષય છે. એમ અહીંયાં કહે છે કે આત્મા–પોતાને જાણવાનું છોડીને પરને જાણવા જતો નથી. કદી આત્માનું જ્ઞાન વિમુખ થયું નથી, વિમુખ થશે પણ નહીં. અને જે જ્ઞાન વિમુખ થઈને પરને પ્રસિદ્ધ કરે છે, તે જ્ઞાન જ્ઞાન નથી, પણ અજ્ઞાન છે. તે ઇન્દ્રિયજ્ઞાન છે. (બાહ્ય પદાર્થો) આત્માને સ્વજ્ઞાનમાં જોડતા નથી. કેઃ “તું મને સાંભળ;” તું મને જો; તું મને સુંઘ” “તું મને ચાખ” “તું મને સ્પર્શ; “તું મને જાણ; “અને આત્મા પણ ” જેમ લોહચુંબકની સન્મુખ સોય ખેંચાઈને જાય છે ને ચોંટી જાય છે. એવી રીતે આત્માનું જ્ઞાન....! સોય તો પોતાના સ્થાનને છોડીને જાય છે. તેમ આત્માનું જ્ઞાન સોયની માફક પોતાને છોડીને પરસનુખ થઈને પરમાં જતું નથી એ જ્ઞાન તો આત્મામાં જ રહેલું છે. અને ખરેખર આત્માજ એમાં જણાઈ રહ્યો છે. બાળ-ગોપાળ સૌને. અને આત્મા પણ લોહચુંબક પાષાણથી ખેંચાયેલી લોખંડની સોયની જેમ” “પોતાનાં સ્થાનથી એટલે પોતાને જાણવાનું છોડીને-સ્થાનથી ટ્યુત થઈને', એટલે જ્ઞાન આત્માને જાણવાનું છોડીને. તેમને એટલે બાહ્ય પદાર્થને જાણવા જતો નથી. જાણવા જાય છે ને પછી પાછો ફરે છે એમ નથી. પરને જાણવું Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #250 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૨૭ પ્રવચન નં. - ૧૭ એના સ્વભાવમાં નથી. જેમ પરિણામને કરવું એ દ્રવ્યના સ્વભાવમાં નથી. કેમકે દ્રવ્ય સ્વભાવ અકારક, અવેદક છે. તેવી રીતે આત્માનું જ્ઞાન કદીપણ પરને જાણવા ગયું નથી. વર્તમાનમાં જાણવા જતું નથી અને ભવિષ્યકાળે પણ જાણવા જવાનું નથી. જે પરને જાણવા જાય છે તે ઇન્દ્રિયજ્ઞાન છે. એ આત્માનું જ્ઞાન નથી. ઇન્દ્રિયજ્ઞાન કેમ પરને જાણવા ગયું? કે પોતે પોતાને જાણવાનું છોડ્યું અને “હું પરને જાણું છું', એમાં ઇન્દ્રિયજ્ઞાનનો જન્મ થઈ ગયો. ઇન્દ્રિયજ્ઞાનના જન્મની સાથે એને મોહેં–રાગ-દ્વેષની ઉત્પત્તિ થઈ. આખો સંસાર આ ઇન્દ્રિયજ્ઞાનથી ઊભો થાય છે. જો જ્ઞાન શરીરને જાણે તો મમતા થાય, પણ જ્ઞાન આત્માને જાણે તો મમતા ન થાય. આત્માને જાણ્યા પછી ઇન્દ્રિયજ્ઞાન શરીરને જાણે તો શરીરમાં મમતા ન થાય ફરીને! એક વખત ઇન્દ્રિયજ્ઞાન અને અતીન્દ્રિયજ્ઞાન વચ્ચેનું ભેદજ્ઞાન થયું અને અંતર સન્મુખ થઈ; અને આત્માને પ્રત્યક્ષ અનુભવમાં લીધો, ધ્યેયનું ધ્યાન કરતાં આખો આત્મા અભેદ જ્ઞાનનું જ્ઞય થયું ત્યારે નિર્વિકલ્પ ધ્યાન આવે છે. એ સ્થિતિ સમ્યજ્ઞાન પ્રગટ થયા પછી, અતીન્દ્રિયજ્ઞાન પ્રગટ થયા પછી, એ સવિકલ્પમાં આવે છે, સાધક ત્યારે દેહને જાણતો નથી! દેહનો માત્ર પ્રતિભાસ થાય છે. એટલે ઉપચારથી દેહને જાણે છે એમ કહ્યું. છતાં પણ દેહમાં એને મમતા થતી નથી. ઇન્દ્રિયજ્ઞાન અને જાણે છે પણ આત્માનું જ્ઞાન (આત્માને જાણે છે) જે સમયે ઇન્દ્રિયજ્ઞાન દેહને જાણે છે તે સમયે આત્માનું જ્ઞાન દેહને જાણતું નથી. ભેદને જાણતું નથી અભેદને જાણે છે પરિણતિ. (આત્મા) પોતાના સ્થાનથી ચુતથઈને તેમને એટલે બાહ્ય પદાર્થને જાણવા જતો નથી. પોતાને છોડે તો બાહ્યને જાણવા જાયને? જ્ઞાન આત્માના સ્વભાવને જાણવાનું છોડીને કદી ત્રણકાળમાં (પરને જાણવા) જતો નથી. દીવાના પ્રકાશ કોઈ કાળે ઘટપટને પ્રસિદ્ધ કર્યો નથી. એ અજ્ઞાનીનો ભ્રમ છે. કે દીવો દીવાને પ્રકાશે. અને (દીવાને) પ્રકાશતા પ્રકાશતા ઘટપટને પણ પ્રકાશે. એ અજ્ઞાની જીવને ભ્રમ થઈ ગયો છે. દીવાના પ્રકાશે અત્યારસુધી (કોઈ) પર પદાર્થોને પ્રકાશતો નથી. પ્રકાશ્યો નથી અને પ્રકાશશે પણ નહીં. દીવાનો પ્રકાશ ક્યારે પરને પ્રકાશે? (કહે) દીવાનો પ્રકાશ (તેનાં) પ્રકાશ્યને છોડે તો !! પ્રકાશ્ય એવો દીવો જે પ્રકાશમાં પ્રસિદ્ધ થાય છે તેને પ્રસિદ્ધ ન કરે ! તો-તો દીવો રહેતો જ નથી અને દીવો (જ) રહેતો નથી તો ઘડાને પ્રકાશે છે એ વાત (પણ) રહેતી નથી. એમ દષ્ટાંત આપ્યું છે. અગાઉ આપણે આવી ગયું દષ્ટાંત-દાંત પણ કડક છે. અઘરો છે. પણ સમજવા જેવો છે. એવી રીતે ભગવાન પરમાત્મા! આહા..હાહા! અરે ! કુંદકુંદની વાત તો તું કાન ઉપર લે ભાઈ ! જેનું ત્રીજું નામ છે. તે ફરમાવે છે કે આત્મા પરને જાણતો નથી. આમ છતાં એ વાત સ્વીકારતો નથી અનાદિકાળથી. અને પરને પ્રકાશે છે, અથવા આગળ વધીને જ્ઞાની જ્ઞાનને જાણે છે, એ સમયે પરનો પ્રતિભાસ દેખીને, પરને જાણે છે એવો અપર પ્રકાશકનો ઉપચાર વ્યવહાર જ્ઞાની ને હોય તો Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #251 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updařes જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન ૨૨૮ જ્ઞાનીના વ્યવહારને અજ્ઞાનીએ અપનાવી લીધો. અજ્ઞાનીએ આત્માનું દર્શન છોડી દીધું. અને સ્વપર પ્રકાશકના નામે એકાંત પર પ્રકાશક પ્રસિદ્ધ કરવા માંડયો. (અને ) ભ્રાંતિ અને અજ્ઞાન ઉત્પન્ન કરી, અને સંસારમાં ૨ખડે છે. અહાહાહા ! કુંદકુંદની વાણી છે આ. સમર્થ આચાર્ય થઈ ગયા. બે હજાર વર્ષ પહેલા. જે સદેહે સીમંધર પ્રભુના દર્શન કરવા ગયા હતા. આઠ દિવસ. ત્યાં રહ્યા હતા. અને ત્યાંથી આવીને આ શાસ્ત્રની રચના કરી છે. એનો પુરાવો ભાવલિંગીસંત લખે છે... હૈ! કુંદકુંદ ભગવાન! આપ જો મહા વિદેહ ક્ષેત્રમાં જઈને ત્યાંનો માલ અહીં લઈ આવીને આ શાસ્ત્ર ન લખ્યા હોત; સમયસાર આદિ તો; અમારા જેવા મુનિજીવોનું શું થાત ? અમારા જેવા સાધુનું શું થાત? અમે ન પામી શકત તેમ લખે છે પોતે. ઈ....શિલાલેખ છે. શ્રવણબેલગોલામાં આ શિલાલેખ લખાયેલો છે. અને એનું પુસ્તક પણ છપાઈ ગયું છે. માઈસોરમાં ( મૈસુર ) બધા શિલાલેખોનું. બીજું જયસેન આચાર્યની ટીકા છે, પંચાસ્તિકાયની; એ ટીકામાં પોતે લખે છે, દંતકથાના ન્યાયે....કુંદકુંદ આચાર્ય ભગવાન મહા વિદેહ ક્ષેત્ર ગયા હતા. એવું પ્રમાણ છે. એમ પોતે લખે છે. અત્યારના જીવોની વાત તમે ન માન્ય રાખોતો ભલે! બાકી પૂર્વ આચાર્ય થઈ ગયા છે, એણે કહ્યું છે, માટે માન્ય રાખવા જેવું છે. એ પુરુષ કહે છે કે! આત્મા ૫૨ને જાણતો નથી! નથી જાણતો એટલે ? (૫૨ને) જાણવાનો સ્વભાવ નથી માટે નથી જાણતો એમ. અને જાણનારને જ જાણે છે ઇ. જાણનારો આત્મા એનું જ્ઞાન આત્માને જાણવાનું છોડી અને રાગાદિને દેહાદિને જાણવા જતું નથી. આવો જ્યારે ભેદજ્ઞાનનો પ્રકાર ભજે છે. કે: જાણના૨ જણાય છે, ખરેખ૨ ૫૨ જણાતું નથી. ત્યારે એને આત્મદર્શન થાય છે. આહા ! સમ્યકદર્શન થઈ જાય છે. અને સાધના કરી અલ્પકાળમાં એ આત્માનો મોક્ષ થઈ જાય છે. (જીવ) પોતાના સ્થાનથી વ્યુત થઈને તેમને જાણવા જતો નથી; હવે કુંદકુંદની વાણી બહાર આવી, અને એને ન માને અને....સ્વપર પ્રકાશકમાં અટકે વ્યવહારમાં, વ્યવહાર સાચો લાગે; તો ભેદજ્ઞાનની શક્તિ એની બિડાઈ જાય છે. અને નિશ્ચયના પક્ષમાં આવે ! ભલે પક્ષાતિક્રાંત થઈ અનુભૂતિ ન થઈ હોય; તો નિશ્ચયના પક્ષમાં આવીને જો ભેદજ્ઞાન કરશે, તો ખરેખર એ સમ્યક્દી સન્મુખ થયો કહેવાય. અને પછી જરૂર આગળ વધીને એ નયપક્ષ છૂટી જશે. તો અનુભવ પણ થશે. પણ વ્યવહારનો પક્ષ છૂટે છે પહેલાં (પછી ) નિશ્ચયનો પક્ષ આવે છે; અને પછી પક્ષાતિક્રાંત થાય છે. એવી કોઈ પ્રક્રિયા ભજે છે. આત્મા જેમ બાહ્ય પદાર્થોની સમીપતામાં (પોતાનાં સ્વરૂપથી જ પ્રકાશે છે.) તેની આગળનું “વસ્તુ સ્વભાવ પરવડે ઉત્પન્ન કરી શકતો નહીં હોવાથી” માં સિદ્ધાંત-આત્માનું જ્ઞાન પરવડે ઉત્પન્ન થઈ શકતું નથી. દેશના લબ્ધિ સાંભળે તો આત્માનું જ્ઞાન થાય તેમ નથી. શાસ્ત્ર વાંચે તો શાસ્ત્રથી આત્માનું જ્ઞાન થાય એમ નથી. શૈયથી આત્માનું જ્ઞાન થઈ શકતું નથી. વસ્તુસ્વભાવ પરવડે ઉત્પન્ન Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #252 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૨૯ પ્રવચન નં. – ૧૭ કરી શકાતો નથી. એટલે જ્ઞયથી આત્માનું જ્ઞાન થઈ શકતું નથી કેમકે આત્મા ઉપાદાન છે. સ્વશક્તિ સંપન્ન છે. એને નિમિત્તથી નિરપેક્ષજ્ઞાન થાય છે. એને નિમિત્તની અપેક્ષા હોતી નથી. તો પછી આ...વાંચવું ને..સાંભળવું ને...સ્વાધ્યાય કરવાનો એનું શું થશે ? કે એ એના ભાવમાં રહી જશે. અને એનાથી લક્ષ છૂટીને આત્માનું જ્ઞાન થઈ જશે. કાંઈ ચિન્તા કરવાની જરૂર નથી. સાધક પણ સ્વરૂપમાં લીન ન હોય તો શાસ્ત્ર સ્વાધ્યાય કરતા હોય છે આહાહાહા ! વસ્તુસ્વભાવ પર વડે ઉત્પન્ન કરી શકાતો નહીં હોવાથી ! મહા સિદ્ધાંત છે. આહા, કોહીનુરના હીરા બે છે. પહેલો હીરો શયથી જ્ઞાન ન થાય. બીજો (હીરો) જ્ઞયનું જ્ઞાન ન થાય. બે સૂત્ર આમાં છે. મધુભાઈ ! પહેલામાં શું કહ્યું? વસ્તુસ્વભાવ પર વડ ઉત્પન્ન કરી શકાતો નહીં હોવાથી; કે જ્ઞયથી આત્મજ્ઞાન થતું નથી. શાસ્ત્ર ભલે હો ! શાસ્ત્રની સન્મુખ હોય! સ્વાધ્યાય કરતો હોય! પણ શાસ્ત્રથી કાંઈ આત્માનું જ્ઞાન થાય? તો તો અગિયાર અંગ ભણેલ હોય! ભણે છે! તેને આત્મજ્ઞાન થવું જોઈએ. પણ એમ છે નહીં. હવે બીજો ભેદ-mયથી તો જ્ઞાન ન થાય. આ બીજા ભેદમાં મોટો વાંધો આવ્યો. પહેલા ભેદને (સત્ર) તો સ્વીકાર્યું મન...કમને પણ સ્વીકાર્યું. મનેકમને પણ સ્વીકાર્યું પરથી તો આત્માનું જ્ઞાન ન થાય, આત્માથી આત્માનું જ્ઞાન થાય. પરથી આત્માનું જ્ઞાન ન થાય.) આત્માથી આત્માનું જ્ઞાન થાય છે. ત્યાં સુધી આવ્યો. પણ આ બીજો એક પ્રકાર લખેલો છે આમાં. કેઃ “વસ્તુસ્વભાવ પરને ઉત્પન્ન કરી શકતો નથી. એટલે જ્ઞયથી તો જ્ઞાન ન થાય. પણ શયનું જ્ઞાન ન થાય. થાય...! થાય....થાય....ત્યારે આત્માથી થાય! અને આત્માનું જ્ઞાન થાય!! શયનું જ્ઞાન ન (થાય.) કેઃ ભલે અનુભવ વખતે તો આત્માનું જ્ઞાન થાય અને પરનું જ્ઞાન ન થાય; પણ અનુભવ પછી તો એના જ્ઞાનનું શેય પર પદાર્થ રહે કે નહીં? કેવળી થાય, પછી તો લોકાલોકને જાણે કે નહીં? અરે! જ્યારે પરને જાણવાનો નિષેધ ચોથા ગુણસ્થાને એને આવી ગયો, તો હવે શુક્લધ્યાનની શ્રેણીમાં એને જ્ઞાનમાં પર જણાતું નથી; તો કેવળજ્ઞાન થાય ત્યારે પાછો પરને જાણવા જાય? એ લોકાલોકનો પ્રતિભાસ થયેલો છે એનો આવિર્ભાવ થઈ જાય છે. એ વસ્તુ જરા સૂક્ષ્મ છે. કેમકે એ બધું શાસ્ત્રોમાં ભાવો છે; પણ શબ્દો (સ્પષ્ટ) નથી નીકળતા એટલે બહુ એની ચર્ચા અમે કરતા નથી. - જ્ઞાતાનું જ્ઞય પરપદાર્થ નથી જ્ઞાતાનું શેય પોતેજ છે. પોતેજ જ્ઞાતા, પોતેજ જ્ઞય અને પોતેજ જ્ઞાન. એવા ત્રણ ભેદમાં પણ અનુભવ ન થાય, તો આત્મા પરને જાણે છે એમાં અનુભવ તો ક્યાંથી થાય ભાઈ ! અને અનુભવ વિના ધર્મની શરૂઆત નથી. આદિમાં અનુભવ; મધ્યમાં પણ અનુભવ અને અંતમાં પણ અનુભવ, આદિ, મધ્ય, અંતમાં એક આત્માનો અનુભવ તે જ ધાર્મિક ક્રિયા છે. બાકી બધા સવિકલ્પ દશામાં શુભરાગ આવે સાધકને હોં ! પણ એ કાંઈ ધર્મનું કારણ નથી. આત્મા જેમ બાહ્ય પદાર્થોની અસમીપતામાં–બાહ્ય પદાર્થ ન હોય, એકલો આત્મા હોય તો, “પોતાના સ્વરૂપથી જ જાણે છે. એને બાહ્ય પદાર્થની અપેક્ષા નથી'. ઉપાદાનને નિમિત્તની અપેક્ષા ન Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #253 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન ૨૩ હોય. અને ઉપાદાનને દેખે એને કોઈ નિમિત્ત દેખાતું નથી. અને નિમિત્તનું લક્ષ કરે...એને ઉપાદાન દેખાતું નથી. માટે આ જગતમાં બધા ઉપાદાન છે. કોઈ નિમિત્ત નથી. અને આ જગતમાં એક જ શેય છે. બીજો કોઈ જોય નથી. પણ જ્ઞયો શેયપણે છે એમ તો જ્ઞાન જાણે કે નહીં? આત્માને જાણે ભલે એનો વાંધો નહીં, પણ આત્માને જાણ્યા પછી તો આ દ્રવ્ય mયો છે; એમ તો ઉપયોગ મૂકીને જાણે કે નહીં. જાણે કે નહી? કે ઉપયોગ બહાર જાય જ નહીં. જાણે ક્યાંથી? ઉપયોગ તો અંદર ડૂબી જાય છે! અરે! ચોથ, પાંચમે, છઠ, નિર્વિકલ્પ ધ્યાનમાં ઉપયોગ બહાર જતો નથી તો કેવળીને તો બહાર માં ક્યાંથી જાય ? આત્મા જેમ બાહ્ય પદાર્થની અસમીપતામાં પોતાનાં સ્વરૂપથી જ જાણે છે. તેમ સ્વરૂપથી જ જાણતા એવા તેને (આત્માને) વસ્તુ વિચિત્ર પરિણતિને પામતા એવા મનોહર કે અમનોહર શબ્દ આદિ બાહ્ય પદાર્થોનો જરાય વિક્રિયા ઉત્પન્ન કરતાં નથી. કહે છે કે આત્માને જાણે છે! જાણતાં-જાણતાં બાહ્ય પદાર્થોનો સદ્ભાવ હો કે અભાવ હો! પણ બાહ્ય પદાર્થોનો પ્રતિભાસ છે! એનાથી એને વિકાર થતો નથી. બાહ્ય પદાર્થોનો પ્રતિભાસ છે એ તો જ્ઞાનની સ્વચ્છતા છે: એ તો જ્ઞાન જ છે. પણ રાગનો પ્રતિભાસ દેખીને! આ રાગ મારો છે; હું રાગને કરું છું; રાગ મારા જ્ઞાનનું જ્ઞય છે, તો એ વિકાર ઉત્પન્ન થઈ ગયો. મોહેં–રાગ-દ્વેષ ઉત્પન્ન થઈ ગયા. સંસાર આખો. પરનું લક્ષ કરે તો વિકાર પ્રગટ થાય. પણ પરનો પ્રતિભાસ હોય જ્ઞાનમાં સ્વપરનો પ્રતિભાસ છે. સ્વપરનો પ્રતિભાસ રાગનું એ કારણ નથી અને વીતરાગભાવનું એ કારણ નથી. એ તો એનો સ્વચ્છ સ્વભાવ છે દર્પણની જેમ. એ વિકાર કે અવિકારનું કોઈ કારણ નથી. બે પદાર્થ એમાં પ્રતિભાસે છે (તે વિકારનું કારણ નથી.) આ સ્ટીકર છે ને? બહુ ઊંચા પ્રકારનું છે. આચાર્ય ભગવાન ૫૫૮ ગાથામાં ફરમાવે છે, કે જ્ઞાન અર્થ વિકલ્પાત્મક હોય છે. જ્ઞાન એટલે સમ્યજ્ઞાન, મિથ્યાજ્ઞાન ન લેવું. જ્ઞાન અર્થવિકલ્પાત્મ હોય છે. જ્ઞાન તો જ્ઞાન (છે.) હવે અર્થ વિકલ્પ એટલે શું? અર્થ એટલે સ્વ વરના વિભાગ પર્વક આખું વિશ્વ તે અર્થ છે. અને એનાં આકારોનું અહીંયાં પ્રતિભાસ થાય છે. એનું નામ જ્ઞાન છે. આકારો એટલે સ્વરૂપો જેવા પદાર્થો હોય એવો અહીંયા પ્રતિભાસ થાય છે. પણ પ્રતિભાસ થાય ત્યારે જ્ઞાન પરને જાણતું નથી. જો પ્રતિભાસ વખતે પરને જાણે તો મિથ્યાજ્ઞાન. અને પ્રતિભાસ વખતે શેયાકાર અવસ્થામાં જ્ઞાયક જણાય તો સમ્યજ્ઞાન થઈ જાય છે. આમાં લખે છે–અર્થાત્ જ્ઞાન વપરને, પદાર્થને વિષય કરે છે. તેથી જ્ઞાન સામાન્યની અપેક્ષાએ જ્ઞાન એક જ છે. સ્વપર પ્રતિભાસ રૂપ જ્ઞાન એક જ છે. હવે એ જ્ઞાનના બે ભેદ પડે છે. એક (જ્ઞાન) હોવા છતાં બેનો પ્રતિભાસ છે એટલે જેનું લક્ષ કરે છે તેને જાણે છે. જ્ઞાનની પર્યાય એક, પ્રતિભાસબેનો બેનો પ્રતિભાસ હોવાથી એ જ્ઞાન કઈ તરફ ઝૂકે છે? કંઈ તરફ ઢળે છે? પર તરફ વળે છે? કે સ્વતરફ વળી જાય છે? અનાદિકાળથી પર તરફ તો વળેલું છે; એ જ્ઞાન સ્વ તરફ વળે છે જ જ્ઞાન પર તરફ વળે છે તે જ્ઞાન સ્વતરફ નથી વળતું. એ તો ઇન્દ્રિયજ્ઞાન હતું એક નવું જ્ઞાન! વિશેષ પ્રગટ થાય છે. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #254 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates પ્રવચન નં. - ૧૭ ૨૩૧ વિષયના ભેદે (ભેદ પડી જાય છે.) બહુ અલૌકિક અપૂર્વ વાત છે. સંતોની વાણી કાને પડવી મુશ્કેલ. અને એનું ઊંડાણથી અધ્યયન કરવું! એ પણ કોઇ ભાગ્યશાળી કરે. અને જો કરે તો કામ થઇ જાય. એવું છે બધું. સામાન્યની અપેક્ષાએ જ્ઞાન એક જ છે. કેમકે અર્થવિકલ્પપણું બધા જ્ઞાનોમાં છે. આઠે પ્રકારના જ્ઞાનમાં સ્વપરનો પ્રતિભાસ તો થાય છે. હવે અજ્ઞાનમાં સ્વપરનો પ્રતિભાસ ન થાય, એકલો પરનો પ્રતિભાસ થતો હોય, તો એને જાણનારો જણાય જ નહીં. તો ઇ સૂત્ર ખોટું પડી જાય કે: આબાળ-ગોપાળ સૌને સદાકાળ અનુભૂતિસ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવે છે. અભવી હો કે ભવી મિથ્યાદષ્ટિ બન્ને ને! એના જ્ઞાનમાં પણ જેમ પરનો પ્રતિભાસ થાય છે તેમ સ્વનો પ્રતિભાસ થાય છે. એટલે એ પ્રતિભાસ બેના થાય છે. માટે ભેદજ્ઞાનનો અવસર રહી ગયો. ઓહો...! મને મારા જ્ઞાનમાં મારો જ્ઞાયક જણાય છે. એમ પ્રભુ ફરમાવે છે! આ મારા ગુરુ ફરમાવે છે? જ્ઞાયક મને જણાય છે. મારો પ૨માત્મા મને જણાય છે! આહા! આ શું? એમ જો જરાક વિચાર કરી, અને પરનું લક્ષ છોડે તો સ્વનું લક્ષ થઈ જાય. બેનો પ્રતિભાસ છે એટલે ભેદજ્ઞાનની (બાજી હાથમાં છે.) અહાહા ! ભેદજ્ઞાન થઈ શકે છે. બેને જાણું છું એવું શલ્ય હોય એમાં ભેદજ્ઞાન બિડાઇ જાય છે. આ પ્રતિભાસને જાણવામાં અંદરમાં મોટો માલ ભર્યો છે. અંદ૨માં. બે જણાય તો ભેદજ્ઞાનની શક્તિ બિડાઇ જાય છે. બેને હું જાણું છું એને ભેદજ્ઞાનની શક્તિ બિડાઇ ગઇ. અને બેનો પ્રતિભાસ છે તો ભેદજ્ઞાનનો અવસર છે. કરે તો છે. (ભેદજ્ઞાનનો માર્ગ ખુલ્લો રહી જાય છે.) મૂળમાં ભૂલ! શું ભૂલ છે? શ્રોતા-મૂળમાં છેલ્લી ભૂલ છે, આજે પ્રતિભાસ પડે છે તેને જાણે છે ઇ ત્યાં ભૂલ પડે છે. એ ભૂલ નીકળી જાય કે નહીં? બેને જાણે છે એ ભૂલ નીકળે એવી છે કે નહીં. સ્વપર બેને હું જાણું છું એમાં ભેદજ્ઞાનની શક્તિ બિડાઇ ગઇ. એકતા થઇ ગઇ એમાં! પરની સાથે એકતા થઇ ગઇ! એટલે ભેદજ્ઞાન રહ્યું નહીં. અવસર ન રહ્યો ભેદજ્ઞાનનો. મારો કહેવાનો આશય ગંભી૨ સમજજો જરા. એમ શબ્દમાં નથી આ તો માલ છે એમાં. સ્વપ૨ બન્નેને જાણું છું એમાં ભેદજ્ઞાનની શક્તિ બિડાઇ ગઇ. એટલે કે ૫૨માં એકત્વ બુદ્ધિ થઇ જાય છે. સ્વ તો નામ માત્ર કહે છે. સ્વ૫૨નો પ્રતિભાસ થાય છે, એ તો હકીકત છે. પણ સ્વના પ્રતિભાસને આવિર્ભાવ કયાં કરે છે? પ૨નાં પ્રતિભાસને આવિર્ભાવ કરીને અહં કરે છે. દેહમાં, ૫૨માં, રાગમાં, ( એકત્વ ) એટલે જ્ઞાનનું અજ્ઞાનત્વ થઇ જાય છે. અને (સ્વપ૨ ) બેનો પ્રતિભાસ થાય છે; એટલે એમાં તો ઓહોહો! રાગે જણાય છે. અને રાગ જ્યારે જણાય એટલે પ્રતિભાસે છે ત્યારે ભગવાન આત્મા પણ પ્રતિભાસે છે. એમ સંતોની વાણીને લક્ષમાં લ્યો. આમાં ચાર શાસ્ત્રોના આધાર આપ્યા છે. આ સ્ટીકર છે આમાં! ફૂરસદ હોય તો વાંચજો. મરવાની ફૂરસદ છે. પણ આ વાંચવાની ફૂરસદ નથી આવતી. અડધા કલાકનું કામ છે. ચાર શાસ્ત્રોની ગાથા લખી છે ઝાઝો ટાઇમ જશે નહીં, તમારો ભાઈ! ઝાઝો ટાઇમ પાપમાં જાય છે ને ઇ...રોકાઇ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #255 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન ૨૩૨ જશે. ક્યાં પડી છે કોને? આ પર્યુષણ છે એટલે હાલો આપણે સાંભળવા જઇએ. તહેવારના દિવસો છે. કોઇ' દિ ન જતાં હોઇએ તો.હવે તો જવું જોઇએને? આપણે જૈન છીએ એટલે !!! બેનાં (સ્વપરનાં) પ્રતિભાસ વખતે, એટલે એનો પ્રતિભાસ થાય છે, એવું એક જ્ઞાન પ્રગટ થાય છે. એને જ્ઞયાકાર જ્ઞાન કહેવામાં આવે છે. એનું નામ જ્ઞયાકાર જ્ઞાન છે. જ્ઞાનાકાર ન લેવું. શેયાકાર જ્ઞાન છે. એટલે એમાં બે-શય પ્રતિભાસે છે. એટલે જ્ઞયાકાર જ્ઞાન છે. બે શેય છે એટલે જ્ઞયાકાર જ્ઞાન કહેવાય. હવે એ જે જ્ઞયાકાર જ્ઞાન થયું એમાં આચાર્ય ભગવાન કહે છે કે યાકાર જ્ઞાન વખતે! એમાં તને જ્ઞાયક જણાય છે, એમ લે ને? પર જણાય છે રહેવા દે ને? જ્ઞાયક જણાઈ રહ્યો છે! જે જણાયો એ તો સ્વરૂપ પ્રકાશની અવસ્થામાં જ્ઞાયક છે. જે મન વડે જાણ્યો, તે જ્ઞાન વડે જણાઈ જાય છે પ્રત્યક્ષ. (પ્રથમ) પરોક્ષ પછી પ્રત્યક્ષ. પરોક્ષનો વ્યય અને પછી પ્રત્યક્ષનો ઉત્પાદ. પહેલો સવિકલ્પ સંવેદનથી જાણો આત્માને. કરણલબ્ધિના પરિણામમાં અંદર જાય છે! હુજી પહોંચ્યો નથી વચલી (વચ્ચેની) સ્થિતિમાં એ.....જ્ઞાયક જ એને જણાય છે. અને જ્યાં એ કરણ લબ્ધિના પરિણામ છે એ માનસિક જ્ઞાન છે. આત્મિક જ્ઞાન નથી કરણલબ્ધિના પરિણામ બંધનું કારણ છે. ભલે નિર્જરા કહી હોય, પણ ત્યાં સંવર પૂર્વક નિર્જરા નથી. સંવર પૂર્વક નિર્જરા હોય. શું કહ્યું આ? નિર્જરા થાય છે. દ્રવ્યકર્મની નિર્જરા થાય છે. પણ મિથ્યાત્વની નિર્જરા થતી નથી ત્યાં. કેમ કે નિર્જરાનો એક સિદ્ધાંત છે કે-સંવરપૂર્વક જ નિર્જરા થાય. ત્યાં સંવર નથી. કરણ લબ્ધિના પરિણામમાં સંવર થયો નથી. આત્માનો અનુભવ ક્યાં છે? ત્યાં તો આત્મા અનુમાનમાં આવ્યો ! માટે ત્યાં જડકર્મની નિર્જરા થાય છે. સંખ્યાત ગુણી લખી હોય અસંખ્યાત ગુણી અમને મંજૂર છે. પણ પરમાણુની નિર્જરા થાય છે. એમાં મિથ્યાત્વ ભાવની નિર્જરા ક્યાં થઇ? એ જ્યારે ઉપયોગ અંદરમાં સ્વરૂપ પ્રકાશનની અવસ્થામાં આવે છે (ત્યારે) સાક્ષાત્ પ્રત્યક્ષ અને પરમાત્માનાં દર્શન કરતાં આનંદની ઉપલબ્ધિ થઇ. અતીન્દ્રિય આનંદ આવ્યો. એ વખતે મિથ્યાત્વ નામના આસવનો નિરોધ થાય છે. અને ક્રોધ-માન-માયા-લોભની (અનંતાનુબંધી) એક ચોકડીનો વિરોધ થઇ જાય છે. એ જે નિરોધ થયો તેને નાસ્તિથી સંવર કહેવાય. ફરીને....! નિરોધ થયો ને કરમનો ! એને નાસ્તિથી સંવર કહેવાય. અને અસ્તિથી આત્માની ઉપલબ્ધિ થઇ એનું નામ ખરેખર સંવર છે. સંવરના બે પ્રકાર. એક નાસ્તિથી અને એક (અસ્તિથી.) આત્માની ઉપલબ્ધિનું નામ સંવર છે. સાક્ષાત્ પ્રત્યક્ષ આનંદ આવ્યો. જ્ઞાને જાણી લીધો આત્માને! જેવો છે તેવો ! જેવો કેવળજ્ઞાનમાં જણાયો તેવો શ્રુતજ્ઞાનમાં જણાય છે. નિર્વિકલ્પ ધ્યાનમાં કાળે શ્રુતની ઉપાધિ બાદ કરો તો જેવો કેવળજ્ઞાનમાં જણાય છે તેવો જ આત્મા આમાં ( જ્ઞાનમાં) જણાય છે. ઓલો એક હજાર પાવરથી જાણે છે. અને આ ચાલીશ પાવર થી જાણે છે જ્ઞાની. આ દીવાથી ને ઓલો સૂર્યથી. પણ વિષય બન્નેનો એકજ છે. એટલું ખરું કે ઓલા પ્રદેશને પણ જાણે છે પ્રત્યક્ષ અને આ પ્રદેશને જાણતો Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #256 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૩૩ પ્રવચન નં. – ૧૭ નથી. પણ...જાણવાનો વિષય બેયનો જ્ઞાયક એક શુદ્ધાત્મા છે. હવે ઇ...જ્યારે સંવર પૂર્વક નિર્જરા થાય છે, ત્યારે નિર્જરાને પામે છે. ત્રીસ વર્ષ પહેલાં એક પંડિતે બહુ મારી સાથે આર્ગ્યુમેન્ટ કરી, કે નિર્જરા થાય છે, આ ગોમટસારમાં લખ્યું છે..કે કરણલબ્ધિમાં નિર્જરા થાય છે. પછી મેં પૂછયું! કે એમાં લખ્યું છે સંવર પૂર્વક નિર્જરા ? એમ લખ્યું નથી. લખ્યું નથી તો નિયમ ભંગ ન થાય. સંવર પૂર્વકજ નિર્જરા હોય. સંવર ન થાય અને નિર્જરા ન થાય તેને નિર્જરા ન કહેવાય. આ કર્મની નિર્જરા, જડની નિર્જરા થાય, પણ ત્યાં મિથ્યાત્વ ક્યાં ગયું છે ત્યાં? હા ! મિથ્યાત્વનો અનુભાગ ઘટતો જાય છે. એવો ઘટયો છે; એવો ઘટયો છે; કે હમણાં ક્ષય થઈ જશે. એમાં ફેર નથી. (સંવરપૂર્વક નિર્જરા કેમ નથી ?) કે આત્માની ઉપલબ્ધી નથી થઇ માટે સંવર નથી. આસ્રવનો નિરોધ એનું નામ પણ સંવર. આત્માની ઉપલબ્ધિ-શુદ્ધાત્માની ઉપલબ્ધિ એનું નામ પણ સંવર. એક નાસ્તિથી પ્રતિપાદન સંવરનું આવ્યું અને એક અસ્તિથી સંવરનું સ્વરૂપ બતાવ્યું. સંવરના બે પ્રકાર છે. અને એ વાતમાં જ્યારે અનુભવ થાય છે; જીવને! ત્યારે એને નિર્જરા ચાલુ થાય છે. નિર્જરા એટલે? નિર્જરાના ત્રણ પ્રકાર !! (૧) કર્મ ખરે એને નિર્જરા કહેવાય (૨) અને રાગનું ખરી જવું છૂટું પડવું એને (પણ) નિર્જરા કહેવાય. (૩) અને આત્માની શુદ્ધિની વૃદ્ધિ થઇ એનું નામ પણ નિર્જરા કહેવાય. નિર્જરાના ત્રણ પ્રકારે વર્ણન છે. આજ તો છેલ્લો દિવસ છે ને? છેલ્લે છેલ્લે તો બદામનો મેસુબ હોય હોં? લોટનો મેસુબ ન હોય. અલૌકિક છે? આની પાછળ પડવું જોઇએ ભાઈ ! પાછળ પડે તો જરૂર પ્રાપ્ત થાય. પોતાની પાસે પોતાની નિધિ છે. બહારથી તો કાંઇ લાવવાનું નથી. જ્ઞાન અર્થવિકલ્પાત્મક હોય છે. અર્થાત્ જ્ઞાન અપર પદાર્થને (વિષય કરે છે.) તેથી જ્ઞાન સામાન્યની અપેક્ષાએ જ્ઞાન એક જ છે. કેમકે અર્થવિકલ્પપણું બધા જ્ઞાનોમાં છે. પરંતુ હવે આગળ...વિશેષ-વિશેષ વિષયોની અપેક્ષા એ! વિશેષ-વિશેષ વિષયોની અપેક્ષાએ તે જ જ્ઞાનના-સામાન્ય જ્ઞાનના બે ભેદ પડી જાય છે. બે ભેદ થઈ જાય છે. કાં સમ્યજ્ઞાન અને કાં મિથ્યાજ્ઞાન. સ્વસમ્મુખ હોય તો સભ્ય જ્ઞાન, પરસન્ન થાય તો મિથ્યાજ્ઞાન “પોતાના સ્વરૂપથી જાણતા એવા તેને વસ્તુ સ્વભાવથી વિચિત્ર પરિણતિને પામતા મનોહર કે અમનોહર એવા બાહ્ય પદાર્થો શબ્દાદિ જરાય વિક્રિયા કરતા નથી; પ્રતિભાસ થાય એમાં (પણ) વિકાર ન થાય. રાગનો પ્રતિભાસ થાય એમાં (પણ) રાગમાં મમતા ન થાય. પ્રતિભાસ મમતાનું કારણ નથી. પ્રતિભાસ થાય એમાં જ્ઞાન મલિન ન થાય. દર્પણમાં કોલસો ઝળકે તો દર્પણ મલિન થાય? મલિન ન થાય. એમ પ્રતિભાસમાં મલિનતા નથી એ તો સ્વચ્છતા છે. પણ જેનો પ્રતિભાસ થાય.શરીરનો પ્રતિભાસ થયો ! તો શરીર મારું તો જ્ઞાનનું અજ્ઞાન થઇ ગયું. મિથ્યાજ્ઞાન થઇ ગયું. કાં સમ્યજ્ઞાન થાય અને કાં મિથ્યાજ્ઞાન થાય. બેમાંથી એક થાય. શરીરનો પ્રતિભાસ દેખાણો; શરીર મારું! મોટર પાંચ લાખની આવી. ડીલીવરી થઇ! પ્રતિભાસ તો થયો. જ્ઞાની દશ લાખની મોટર લ્ય. અને ઓલાને પાંચ લાખની એને આવે ! તો જ્ઞાનીને તો Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #257 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન ૨૩૪ પ્રતિભાસ થાય છે દશ લાખની મોટરનો ! એ મોટરને જાણતા નથી ?? કે જાણે છે, ને નથી જાણતા એમ તમે કહો છો? કે નથી જાણતો એમ તમે કહો છો! એ જરા ખુલાસો કરો !! ખુલાસાની જરૂર છે. છેલ્લો દિવસ છે ને આજ તો! હૈ? દશલાખની મોટર ડીલીવરી થઇને આવે !! ચક્રવર્તીને તો કરોડ રૂપિયાની મોટર હોય એમાં શું છે પણ? પણ પ્રતિભાસ માત્ર થાય છે. એનો પ્રતિભાસ જેમાં થાય છે, એ જ્ઞાન આત્માને જાણે છે. પણ ઓલો (અજ્ઞાની) પ્રતિભાસ વખતે ! પાંચ લાખની મોટર આવે, ને પ્રતિભાસ થયો તો મોટર મારી. દીકરાના જન્મના ખબર આવ્યા; દીકરો મારો. અરે! પ્રતિભાસ તને થયો છે. દીકરો મારો ક્યાંથી થયો તારો ? પરપદાર્થ તારો ક્યાંથી થાય? જો આમ કહેશો તો સંસારના નાશ થશે. કે : સંસારના નાશ માટે આ સ્વાધ્યાય છે. તારે સંસાર રાખવો હોય તો અહીં તારું કામ નથી. કુંદકુંદ ભગવાનની વાણી સાંભળ અને સંસાર રહે? રુચિ પૂર્વક સાંભળે તો સંસાર રહે નહીં. આ તો સંસારના નાશનો સ્વાધ્યાય ચાલે છે. આહાહા ! બોલો. શાંતિનાથ ભગવાન ચક્રવર્તી હતા ! એના વૈભવની વાત સાંભળે તો ગળે ના ઊતરે. એટલો તો એનો વૈભવ હતો ! શાંતિનાથ ભગવાનને ત્રણ પદવી હતી. કામદેવ, ચક્રવર્તી, અને તીર્થકર. કામદેવ એટલે એનું રૂપ આપ્યું જુદા પ્રકારનું હોય. એ દેવલાલી પાસે એક જાત્રાનું સ્થળ છે; માંગી-તુંગી પહાડ ઉપર હું જાત્રા કરવા ગયો. તો આખા ભારતમાં એક જ પ્રતિમા મેં જોઇ કે એનું મુખ ભીંત તરફ હતું. બધાનાં મુખ તો આમ હોય ને દર્શન કરે એટલે મોટું દેખાય. બધાને મોટું દેખાય. આ મોટું જ એનું જુદું ! ભીંત તરફ મોઢું હતું. મેં પુછ્યું આ શુ? તો કહે-કઇ..કામદેવ હતા. કામદેવ હતાને જ્યારે, અને પછી (પોતે) મુનિદીક્ષા અંગીકાર કરી. પછી કામદેવ છે; એ પછી આહાર લેવા આવે ! પણ સ્ત્રીઓ તદ્દન ગાંડી થઈ જાય. એનું રૂપ જોઇને એકદમ ભાન ભૂલી જાય!! એ મુનિને ખબર પડી કે આ રૂપ? આ રૂપને મારે શું કરવું છે? બસ પછી ધ્યાનમાં બેસી ગયા ભીંતની સામે જોઇને! ગુફામાં ભીંત હોયને? કોઇ દર્શન કરવા આવે તો મોઢું દેખાય નહીં એનો વાંસો દેખાય. બધા પાછા વયા જાય. (મુનિરાજને) કેવળજ્ઞાન થઇ ગયું એને. એવી એક પ્રતિમા છે આખા ભારતમાં ઘણી પ્રતિમાઓનાં મેં દર્શન કર્યા પણ આવી પ્રતિમા ક્યાંય નથી. માંગતુંગીમાં છે. એટલે શાંતિનાથ ભગવાન એ પોતે કામદેવ પણ હતા. ચક્રવર્તી પણ હતા. ઇ પદમાં અને તીર્થકર પણ હતા. તીર્થકરનો ઉદયતો પછી જ્યારે દીક્ષા લ્યને ત્યારે તીર્થંકર પ્રકૃતિનો ઉદય આવે. ત્યાં સુધી તો ગૃહસ્થી હોય છે. (શ્રોતા:- ફાઇનલ જજમેન્ટ). હવે એનો વૈભવ-એના વૈભવનો પ્રતિભાસ થાય છે. જે જ્ઞાનમાં-કે જે જ્ઞાન આત્માને જાણે છે. હવે પ્રભુ! એ પ્રતિભાસના વિષયને જાણતા નથી અને પ્રતિભાસને જુદો પાડીને જાણતા નથી. અને જેમાં પ્રતિભાસ થાય છે એવી જ્ઞાનની પર્યાયને પણ જાણતા નથી એ તો જ્ઞાયકને જાણે છે. આમાં સમયસારમાં આ બધા સુપ્રિમ કોર્ટના કાયદા છે. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #258 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૩પ પ્રવચન નં. – ૧૭ | સર્વજ્ઞ ભગવાને કહેલી વાત (કુંદ કુંદ આચાર્ય ભગવાને) એણે ઝીલી: ઝીલી અને અહીં આવી. અને મદ્રાસથી (૮૦) એસીમાઇલ દૂર પોનૂર હીલ છે પોનૂરનો અર્થ-સોના. પોન્સુરનો અર્થ સોનું-સોનું. સોનાની હીલ ત્યાં છે. હવે તો પત્થર ત્યાં છે પત્થર છે. સોનું નથી. પણ ત્યાં હીલ ઉપર પોતે તપસ્યા કરતા હતા. ત્યાં એણે આ તાડપત્રો ઉપર શાસ્ત્રો લખ્યા. પાંચ, છ, શાસ્ત્રો પ્રસિદ્ધ છે. આમતો ઘણાં શાસ્ત્રો લખ્યા છે. બાકી પ્રસિદ્ધ નથી ચોરાસી પાહુડ લખ્યાતા. સમર્થ આચાર્ય થઇ ગયા. સદેહે ગયા. કોઇ એમ કહે છે કે એનાં મિત્રો.સ્વૈગમાંથી આવી ને દેવો લઇ ગયા. કોઇ એમ કહે છે કે ઋદ્ધિ થી ગયા. જે હો તે !! પણ ત્યાં ગયા એ તો સાચી વાત છે. અને છે ત્યાં પધાર્યાને! ત્યાં પધાર્યા!! આઠ દિવસ રહ્યા..એ વખતે મનુષ્યો તો હોયને ઘણા, સમોસરણમાં તો એમાંથી કેટલાક મનુષ્યો ભારતમાં આવ્યા છે. (ઘણાં એ તેમને) જોયેલા છે. અપૂર્વવાતો બહાર આવી છે. કુંદકુંદની વાણી એટલે ભવનો અંત. એનું ભાવભાસન થાય તો ભવનો અંત. શબ્દનું ભાવ ભાસન થાય એમાં કાંઇ નહીં. પણ એનો ભાવ જે કહેવા માંગે છે; એ અંદરમાં ઉરમાં, જ્ઞાનમાં ઉતરી જાય અંદરમાં પ્રત્યક્ષ અને અંદરમાં વેદન લઈ લ્ય આત્માનું એક વાર ખલાસ. અહીંથી સીધો મોક્ષ નથી. ડાયરેકટ નથી; પણ ઇનડાયરેકટ છે. બુકિંગ થાય છે. અહીં મોક્ષનું બુકિંગ એટલે સમ્યગ્દર્શન થયું એ બુકિંગ બસ. પહેલાં તો સોનગઢમાં ઓફીસ હતી. બુકિંગની ઓફસ હતી સમજ્યા ? પણ હુવે ગુરુદેવ સ્વર્ગમાં વગા ગયા. આ કાળ બહુ સારો છે. જેને પોતાનું કામ કરવું હોય એને. અવસર બહુ સારો આવ્યો છે. (શ્રોતાઃ- આ એની બ્રાંચ રાજકોટમાં ખુલ્લી ગઇ છે.) આ રીતે આત્મા હવે ટોટલ મારે છે. આ રીતે આત્મા દીવાની જેમ !! દીવાનું દષ્ટાંત આપ્યું હતું ને! એની જેમ પર પ્રત્યે સદાય ઉદાસીન છે. ઉદાસીનનો અર્થ કરે છે. કાઉન્સમાં અર્થાત્ સંબંધ વગરનો જ્ઞાતા-શયનો સંબંધ પરની સાથે આત્માને નથી. આત્માને શાતા શેયનો સંબંધ અંદરમાં છે. આત્મા જ જ્ઞાતા અને આત્માજ શેય એવો જ્ઞાત શેયનો ભેદરૂપ વ્યવહાર છે પણ ઇ... ભેદરૂપ વ્યવહાર ઓળંગીને અભેદ થઈ જાય છે. ત્યારે એક જ્ઞાયક (છે.) જ્ઞાયકના (ભેદથી) ત્રણ પ્રકાર. જ્ઞાતા પણ પોતે! શેય પણ પોતે! અને જ્ઞાન પણ પોતે! અપરિણામી ધ્યેય અને પરિણામી થાય તે શેય. સમય એક. આ રીતે આત્મા દીવાની જેમ પર પ્રત્યે સદાય ઉદાસીન છે. આત્મા હોં! સદાય ત્રણેકાળ ઉદાસીન છે. ઉદાસીન એટલે સંબંધ વગરનો. કર્તાકર્મ સંબંધ નથી; નિમિત્ત-નૈમિત્તિક સંબંધ નથી. અને જ્ઞાતા જ્ઞય સંબંધ પણ નથી. અંદરમાં ભેદરૂપ સંબંધ પણ નથી. અભેદ થઈ જાય છે. (ભેદન) ઓળંગી જાઉં એને. તટસ્થ છે. ઉદાસીનતાનો અર્થ તટસ્થ છે. નથી કહેતા...આ સાક્ષી છે. તો સાક્ષી જેલમાં હોય? સાક્ષીને બોલાવે કોઇ ! જે જોયું હોય તે કહેસાક્ષીને દંડ (જેલ) ન હોય. એમ આ આત્મા તટસ્થ, ઉદાસીન છે. સાક્ષી છે. એક વખતનો પ્રસંગ યાદ આવ્યો. સોગાનીજી Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #259 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન ૨૩૬ થઇ ગયા કલકતાના ! એને અનુભવ થયો, ગુરુદેવનાં પ્રતાપે. એના નિમિત્તે અને એ એકાવતારી પુરુષ છે. એક જ ભવ બાકી છે. સ્વર્ગમાં ગયા છે. ત્યાંથી નીકળીને વયા જશે મોક્ષમાં. પછી (સોનગઢમાં) બપોરે ચર્ચા થાય! તેને ખ્યાલ નહીં ત્યાં (મંદિરમાં) ભક્તિ થાય. અહીં ઘરે ચર્ચા થાય. સમજી ગયા તેમાં એક મુમુક્ષુએ એને ચીંટીયો ભર્યો! ચીંટીયો ભર્યો એટલે શું? આ તમે શું કરો છો? અમે ચર્ચા કરીયે છીએ. ત્યાં ભક્તિ ચાલે છે ને અહીંયાં તમે ચર્ચા કરો છો? પછી (સોગાનીજી) પોતે બોલ્યા!! આ બધું સ્વપ્નમાં થાય છે. જાગૃત અવસ્થામાં આ બધું કાંઇ થતું નથી. મેં કાનોકાન શબ્દ સાંભળ્યા. આહાહાહાહા ! સ્વપ્નમાં થાય છે. એટલે (ચર્ચાના) કર્તા નથી પોતે અને સ્વપ્નમાં થાય છે તે સાચું નથી. જાગૃત અવસ્થામાં તો અમને અમારો આત્મા જણાય છે. એવી વાતો તો ઘણી હોય છે. આ મહાપુરુષના પ્રતાપે ધીમે-ધીમે ઘણાં, કોઇ પામ્યા ! કોઇ પામશે. ભાવાર્થ:- “શબ્દાદિ જડ પુદગલ દ્રવ્યના ગુણો છે. તેઓ આત્માને કાંઇ કહેતા નથી કે તું અમને ગ્રહણ કર; ગ્રહણનો અર્થ-અર્થાત્ તું અમને જાણ. ગ્રહણનો અર્થ જાણ. અને આત્મા પણ પોતાનાં સ્થાનથી ચુત થઇને એટલે પોતાના આત્માને જાણવાનું છોડીને..એનું જ્ઞાન તેમને એટલે બાહ્ય પદાર્થ શબ્દાદિને ગ્રહવા એટલે જાણવા તેમના પ્રત્યે જતો નથી. સાધકને આહાહા ! એટલે એનું લક્ષ છૂટી ગયું છે. આત્માનું લક્ષ થઇ ગયું છે. એટલે શબ્દાદિને જાણતા નથી. શબ્દનો પ્રતિભાસ થાય છે; પણ શબ્દને ન જાણે. ગણધર પ્રભુ દિવ્ય ધ્વનિ સાંભળે..!! શબ્દ સાંભળે ઇન્દ્રિયજ્ઞાન! અને શબ્દનો પ્રતિભાસ થાય અતીન્દ્રિયજ્ઞાનમાં !! તો પણ ગણધર ભગવાન એ શબ્દનો પ્રતિભાસ જ્ઞાનમાં થાય છે, કે જે જ્ઞાન અભેદપણે આત્માને જાણે છે. અહા ! ઘડીકમાં પરિણતિને ઘડીકમાં ઉપયોગ. ઘડીકમાં પરિણતિ અને ઘડીકમાં ઉપયોગ. આત્મા અતીન્દ્રિયજ્ઞાનમય છે. અને ઇન્દ્રિયજ્ઞાનમય નથી. આ અતિ નાસ્તિ અનેકાંત છે. સમજાણું કાંઇ? (અલિંગગ્રહણના પ્રવચનમાંથી) Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #260 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી સમયસાર ગાથા ૩૭૩-૩૮૨ તા. ૨૧-૧૧-૯૬ કલકત્તા. સવારે. પ્રવચન નં.-૧૮ (જુઓ ભાઈ !) ક્રોધાદિને બધા કષાય જાણે, હિંસા-હિંસાના પરિણામને દોષ જાણે પણ.... ઇન્દ્રિયજ્ઞાન છે અને જગતના જીવો “જ્ઞાન” જાણે છે ને! એટલે “દોષ' જાણતા નથી, એટલે એનો નિષેધ આવતો નથી. પણ આ સંતો કહે છે...મારા ઘરની વાત નથી. એક બીજી અપૂર્વ વાત! આખા ભારતમાં ચાર અનુયોગ છે. હજારો અને લાખો શાસ્ત્રો છે, એમાં એક જે દશ ગાથા આવી છે (સમયસારમાં) એવી ગાથાઓ ક્યાંય કોઇ શાસ્ત્રોમાં જોવામાં આવતી નથી. જેટલું જોવામાં આવ્યું છે એનું હું કહું છું. બીજામાં હોય તો આપણે ખ્યાલ પણ નથી. દશ ગાથા આવી છે, ઇ અમૃત જેવી છે! જો, ધ્યાનથી સાંભળે, પછી વિચાર કરે, પછી ગોઠવે કે આ કુંદકુંદ ભગવાન વાત કહે છે એ સાચી કે ખોટી, કુંદકુંદ ભગવાન ખુદ કહે છે. “કે આત્માનું જ્ઞાન પરને જાણતું નથી” આ...ક્યાં લખ્યું છે આત્માનું જ્ઞાન પરને જાણતું નથી ? પ્રશ્ન થાય! ન થાય એમ નહીં, પ્રશ્ન થાય સમજવા માટે, ક્યાં છે જિનાગમમાં? આત્માનું જ્ઞાન પરને ન જાણે..ઇકયાં લખ્યું છે? ઇ લખ્યું છે ઇ આપની સમક્ષ વાંચી સંભળાવું છું. ૩૭૩ ગાથાની શરૂઆત થાય છે. આખું “સમયસાર” પૂરો થતાં-થતાં છેલ્લી અપૂર્વ વાત, કહેતા જાય છે! આહા..હા! શાસ્ત્ર પૂરું થવા આવ્યું છે. આમાં પાનું પ૩૯ છે આ ‘સમયસાર” છે. એમાં છે ને! એનું મથાળું છે દશ ગાથા ઉપરનું મથાળું ! અરે! કુંદકુંદ ભગવાન કહે છે એની “ના” પાડશોમાં હોં! મોટુ અહિત થઇ જશે પ્રભુ તમારું! આહા!હા! કુંદકુંદની વાણી એટલે સર્વજ્ઞની વાણી છે. ભાવલિંગી સંત! અને સિદ્ધમાં કંઈ તફાવત નથી. આહા....! “સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને શબ્દાદિરૂપે પરિણમતા પુદ્ગલો આત્માને કાંઇ કહેતા નથી” જડપદાર્થો આત્માને કાંઇ કહેતા નથી–સમીપમાં છે જડપદાર્થો “તો પણ જડપદાર્થો કહેતા નથી કે: “તું અમને જાણ.' હુંઆત્મા તારી પાસે “જ્ઞાન” છે. અને અમે “જ્ઞય” છીએ તારું-અમે તારું શેય છીએ, અમે શયનો સ્વાંગ પહેરી તને કહીએ છીએ કે તું અમને જાણ...પણ ઈ કહેતા જ નથી, કે તું અમને જાણ ! મફતનો આ જીવ માથું મારે છે. પરનું લક્ષ' કરે છે! (એ) કહેતા નથી કે તું અમને જાણ ! પુદ્ગલ કહેતા નથી કે તું અમને જાણ/એક સાઇડથી વાત કરી. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #261 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૩૮ જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન અને....આહીંથી વાત કરે છે હવે “અને આત્મા પણ.એમ. “પણ” શબ્દ લાગ્યો ને! આહા..! આ તો અમૃતનો ધોધ છે દશગાથા તો શું કહીએ? અમારી શક્તિ એટલી નથી, સંતો જે આવીને સ્પષ્ટીકરણ કરે! કેટલીક વાર તો મને વિચારો આવ્યાં, સ્વર્ગમાંથી આવીને સમજાવો ને પ્રભુ! સ્વર્ગમાંથી પધારો ને! આ દશ ગાથા આહા..હા ! અમારી શક્તિ નથી, શક્તિ અનુસાર તો સમજ્યા છીએ, પણ આપની શક્તિ કોઇ અલૌક્કિ છે. અને અમે કહેશું તો કોઇ માનશે નહીં પણ તમે ઉપરથી આવશો અને કહેશો તો બધા માનશે! એક વખત તો પધારો પ્રભુ! આહા! કુંદકુંદ ભગવાનને વિનંતિ કરી છે હોં સીધી એને આપણે હોં! ગાથા એમની છે ને! આહા! પણ પંચમકાળના જીવોના પુણ્ય એવા નથી, કે આપણી વિનંતી સ્વીકારે. અહા ! આપણી યોગ્યતા એટલી કાચી છે. આહા ! સર્વજ્ઞ પણ નહીં, ગણધર નહીં, ભાવલિંગી સંતના પણ દુષ્કાળવત્ સ્થિતિ થઇ ગઇ છે. આહા ! તું અમને જાણ અને આત્મા પણ બે સાઇડથી વાત કરે છે. (એક) પુદ્ગલ કહેતા નથી કે તું અમને જાણ (બે) અને આત્મા પણ પોતાના સ્થાનથી છૂટીને-આત્મા પણ પોતાને જાણવાનું છોડીને -આત્માનો ઉપયોગ આત્માને જાણવાનું છોડીને' માલ બહુ છે! શક્તિ અનુસાર અમે કહીએ છીએ પણ આમાં તો ભાવો બ્રહ્માંડના ભર્યા છે. અમારી શક્તિ નથી. અહીં! અમને ઊણું લાગે છે અમે નથી કહી શકતા! જેટલું આમાં છે એટલું? જ્ઞાનમાં જેટલું આવે એટલું પાણીમાં આવી પણ શકે નહીં. આહા “પોતાના સ્થાનથી છૂટીને-આત્મા પણ પોતાને જાણવાનું છોડીને, ઉપયોગ જેનો છે આત્માનો-લક્ષ જેવું છે “ઉપયોગ” તો ઇ લક્ષણ, લક્ષ્યને છોડીને, અલક્ષ્ય એવા પદાર્થોને જાણવા જતું નથી. આહાહા ! ઓલા પદાર્થ તો કહેતા નથી કે “તું મને જાણ અને આત્મા પણ પોતાને જાણવાનું છોડીને છૂટી શકતું નથી. “ઉપયોગ માં સદાકાળ આત્મા જણાયા કરે છે સૌને બાળગોપાળ સૌને! માને યા ન માને ! આહાહા ! એવું ફંકશન અનાદિ-અનંત ચાલુ છે. આહા..હા! ઈ ઉપયોગમાં જ્ઞાયક જણાય છે. અને શેય જણાતું નથી. એનું નામ ઉપયોગ છે. આત્મા પણ પોતાના સ્થાનથી છૂટીને એટલે પોતાને જાણવાનું છોડીને તેમને જાણવા જતો નથીઆહાહા...હા! ઇ જ્ઞાન બહિર્મુખ થાય જ નહીં. અને જે જ્ઞાન બહિર્મુખ થાય છે, તે જ્ઞાન નથી તે ઇન્દ્રિયજ્ઞાન=અજ્ઞાન છે. આત્મા પોતાને જાણવાનું છોડીને પરને જાણવા શા માટે જાય! એને જરૂર શું છે? જરૂર હોય તો તો જાય! બહારથી કાંઇક લેવું હોય તો તો ઉપયોગ બહાર જાય, પણ ઉપયોગ તૃપ્ત તૃપ્ત છે અંદરમાં! ઉપયોગમાં આખો (પરિપૂર્ણ) આત્મા જણાય છે. માને કે ન માને...જણાઈ રહ્યો છે. જણાય છે ને જાણે છે. આહા..! એ ઉપયોગ અને જ્ઞાયક કથંચિત્ અભેદ હોવાથી જણાય છે ને જાણે છે ને એવું ચાલુ છે અને પ૨૫દાર્થ, એ તો સર્વથા ભિન્ન છે એને જણાતા પણ નથી ને જ્ઞાન એને જાણતું પણ નથી. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #262 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates ૨૩૯ પ્રવચન નં. - ૧૮ એ બધી વાત આમાં છે. આવશે! શાંતિથી સાંભળજો!! પ્રશ્ન કરવા કરતાં સાંભળીને, સમજવાની કોશિશ કરજો ! આ કુંદકુંદ ભગવાન ઉ૫૨થી પધાર્યા છે આજે!! હોં! આ કુંદકુંદની વાણી છે, કેની વાણી છે!! આહા...હા! બન્ને તદ્દન સ્વતંત્રપણે, પોત-પોતાના સ્વભાવથી પરિણમે છે. આહા...હા ! એ પદાર્થો એના સ્વભાવથી પરિણમે છે એના સ્વચતુષ્ટયમાં રહીને. એ બહાર નીકળતા નથી આત્માને કહેતા નથી કે તું મને જાણ. અને જ્ઞાનમય આત્મા પણ પોતાના સ્વચતુષ્ટયમાં રહીને જ્ઞાનરૂપે પરિણમે છે. રાગરૂપે તો એ પરિણમ્યો જ નથી કોઇ દિ’! લે!! હવે એ તો કઠણ પડે પણ...રાગને જાણતો ય નથી સમજ્યા...! આહા...હા ! પરિણમે છે. ‘ જીવ સ્પર્શદિને સારાં-નરસાં માનીને આમ આત્મા ૫૨પ્રત્યે ઉદાસીન છે. આહા...હા! આત્મા ૫૨ પ્રત્યે ઉદાસીન છે, તટસ્થ છે, મધ્યસ્થ છે. સંબંધ વિનાનો ! ઉદાસીનનો અર્થ કરે છે કૌંસમાં સંબંધ વિનાનો, તટસ્થ. આ...હા ! તો પણ સ્થિતિ તો આમ છે, વસ્તુસ્થિતિની વાત કરી. કેઃ પુદ્દગલાદિ કહેતા નથી કે તું મને જાણ. અને ભગવાન આત્માનું જ્ઞાન, આત્માને જાણવાનું છોડે તો તો આત્મા જડ થઇ જાય. છૂટી શકતું નથી. ‘તો પણ/વસ્તુ-સ્થિતિ આવી હોવા છતાં પણ અજ્ઞાની જીવ આહા...! અજ્ઞાની એટલે (જ્ઞાન) પ૨ને જાણવા જતું નથી, અને એ ( પુદ્દગલાદિ ) કહેતું નથી કે તું મને જાણ, છતાં આ કહે છે હું ૫૨ને જાણું છું! અને ૫૨૫દાર્થ મને જણાય છે. ‘૫૨૫દાર્થ જણાય અને હું એને જાણુ એવો મારો સંબંધ ૫૨૫દાર્થની હારે છે. જાણવાનો ને જણાવાનો, એમ અજ્ઞાનીને ભ્રાંતિ થઇ છે. આહા...હા ! આટલું બધું ખેંચીને કહેશો તો વ્યવહારનો લોપ થાશે! પણ...એમાં તારું શું બગડયું ? તું તો એવો છો નહીં. વ્યવહારનો લોપ થાય તો તું તો કાંઇ...વ્યવહારવાળો છો નહીં, તું તો જ્ઞાનમય આત્મા છો. તું ઇન્દ્રિયજ્ઞાનવાળો કયાં છો? ઇન્દ્રિયજ્ઞાનવાળો હો...તો તને દુઃખ થાય પણ તારામાં તો ઇન્દ્રિયજ્ઞાન છે જ નહીં. ૫૨માત્મા તો દેખતા નથી, કેવળીભગવાન તો દેખતા નથી તને ઇન્દ્રિયજ્ઞાનવાળો ! આહા..! રાગવાળો તો દેખતા નથી, પણ ઇન્દ્રિયજ્ઞાનવાળો કયાં દેખે છે ઇ! કેવળી આમ દેખે છેઃ અને આ અજ્ઞાની કહે છે કે મારામાં ઇન્દ્રિયજ્ઞાન થાય છે, મારામાં રાગ થાય છે, હું ૫૨ને જાણું છું! જણાય નહીં ને જાણું! ૫૨ને જાણું !! જે ભિન્ન છે તદ્ન બિલકુલ ! પ્રદેશભેદે ભેદ છતાંય • જણાય અને એને હું જાણું ! આહા...હા! બહાર નીકળી ગયો (રખડવા) જ્ઞાનથી કલ્પનામાં બહાર નીકળ્યો. ઓમ તો બહાર ‘ઉપયોગ’ નીકળતો નથી હોં! ગમે એટલો પ્રયત્ન કરે અજ્ઞાની! તો આત્માનું જ્ઞાન આત્માને જાણવાનું છોડી અને ૫૨ને જાણવા જાય એ તો અશક્ય છે સાવ! Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #263 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન ૨૪૦ જેમ દષ્ટિના વિષયમાં “કરવું અશક્ય છે. દ્રવ્યસ્વભાવ પરિણામને કરે-ઉત્પન્ન કરે ઇ અશક્ય છે. એમ...જ્ઞાનસ્વભાવ-જ્ઞાનની પર્યાયનો નિશ્ચય, પરને “જાણવા જાય છે અશક્ય છે!! અજ્ઞાની જીવ સ્પર્ધાદિને સારાં-નરસાં માનીને રાગ-દ્વેષી થાય છે, તે તેનું અજ્ઞાન છે. એ વસ્તુ એવી નથી. આવા અર્થની ગાથાઓ હવે કહે છે. - હવે જેની પાસે પુસ્તક છે ને! ઇ બોલો! સાથે બધા બોલીએ ને એ ઠીક પડશે. (બધા એક સાથે હરિગીત બોલે છે) આ દસ ગાથાઓ તો સોનાનાં પતરાં બનાવી, એની અંદર હીરાના અક્ષરથી લખી, ને પ્રભાવના કરવા જેવું છે! શું આની અંદર “માલ” ભર્યો છે! આહા..મૂળ ગાથા! બે હજાર વર્ષ પહેલાંની પ્રાકૃત ગાથા ! ગજબ કર્યું છે!! ઉપયોગ નામનું લક્ષણ કહ્યું. કોનું લક્ષણ કહ્યું, કે જીવનું - આત્માનું, હવે આત્માનું જે લક્ષણ છે તે નિમિત્તને અવલંબે થાય તે લક્ષણજ નથી. ભાઈ ! આ તો ધીરો થઇને સમજવાની વાત છે. આત્માનું લક્ષણ ઉપયોગ છે. લક્ષ આત્મદ્રવ્ય છે. હવે એ ઉપયોગ નામના લક્ષણ વડે, જે લક્ષણ લક્ષને જાણે, એવા લક્ષણમાં પરશેયને જાણવાનું જે અવલંબન થાય તે ઉપયોગ જીવનો નહીં. (અલિંગગ્રહણ ના પૂ. ગુરુદેવશ્રીના પ્રવચનમાંથી) Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #264 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી સમયસાર ગાથા ૩૭૩-૩૮૨ તા. રર-૧૧-૯૬ કલકત્તા. સાંજે પ્રવચન નં.-૧૯ આ “સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર છે' તેથી ગાથા ૩૭૩ થી ૮૨ છે. દશ ગાથા. ગાથા તો બોલાઇ ગઇ છે. હવે એક એક ગાથાનો અર્થ આપણે લેવો છે પહેલાં, અને પછી ટીકા લેવી છે. આમ તો ગાથાના અર્થમાં બધું આવી જાય છે, છતાં ટીકાકાર વિશેષ ખુલાસો કરશે. ગાથા-૩૭૩ પહેલી ગાથા ! એનો અર્થ- “બહુ પ્રકારનાં નિંદાનાં અને સ્તુતિનાં વચનોરૂપે પુગલો પરિણમે છે;'નિંદા અને સ્તુતિ એ પુદ્ગલની અવસ્થા છે. કોઇ...કોઇની નિંદા કરે, સ્તુતિ કરે, એ બધા (શબ્દો) પુદ્ગલની પર્યાય છે. એ પરમાણુ છે, પરિણમે છે. તેમને સાંભળીને, તેમને કાન ઉપર લઇને, અજ્ઞાની જીવ, “મને કહ્યું’ એમ માનીને રોષ તથા તોષ કરે છે (અર્થાત્ ગુસ્સે થાય છે તથા ખુશી થાય છે).” કોઇ વખતે કોઇની નિંદા કરે અને કોઇ વખતે સ્તુતિ કરે! પ્રશંસા કરે! તો પહેલાં તો ઇ ત્યાં ભૂલે છે કે મને કહ્યું ” મને કહ્યું એટલે કોને કહ્યું? અને તું કોણ છો એ કોણે જાણીને કહ્યું? શબ્દ છે ઇ શબ્દ કોને જાણીને કહે છે? શબ્દ તો પુદ્ગલ છે. શબ્દ તો સામા જીવને જાણતો નથી. એનાં શરીરને ય જાણતો નથી. પણ...શબ્દ નીકળ્યો નિંદા અને સ્તુતિનો ! જ્યાં નિંદા ને સ્તુતિનો શબ્દ છૂટયો!! ત્યાં આ ઊભો” તો, અજ્ઞાની જીવ! તો...એને એમ થયું કે મને કહ્યું” એમ એની માન્યતામાં જ્ઞાનમાં આવ્યું, એમ માનીને તે ગુસ્સે પણ થાય છે અને રાજી પણ થાય છે. બીજી ગાથા ! ત્રીજી ગાથાથી આપણો વિષય શરૂ થાશે ખરેખર! પુદ્ગલદ્રવ્ય શબ્દરૂપે પરિણમ્યું છે’–ભાષાવર્ગણારૂપે, શબ્દ છે પુદ્ગલની અવસ્થા છે પરિણમે છે. શબ્દ પરિણમે છે. કાંતો સ્પર્શ, રસ (ગંધાદિ) રૂપે પરિણમે અને કાંઇ સ્કંધમાંથી અવાજ આવે તો શબ્દરૂપે પરિણમે, શબ્દરૂપે પરિણમ્યું છે પુદ્ગલ. “તેનો ગુણ જો અન્ય છે” એનો ગુણ તો જડ ને પુદ્ગલ છે, અન્ય છે. “તો હું અજ્ઞાની ! અજ્ઞાની જીવ તને કાંઇ પણ કહ્યું નથી.' આચાર્ય ભગવાને પહેલાં-વહેલાં ધડાકો કર્યો કે તું એમ માને છે કે મને કહ્યું છે પણ પહેલી તો તારી એ વાત જ જૂઠી છે, “તને કાંઈ કહ્યું નથી કેમ કે તું તો જ્ઞાનમયી આત્મા છો! અને તને તો કાનેય નથી! કે સાંભળવાના કાને ય નથી, કાન હોય તો (૮) સાંભળને! અને તારામાં ભાવઇન્દ્રિય પણ નથી. તો તેં સાંભળ્યું પણ નથી. વિષય જરા સૂક્ષ્મ છે! સત્ ન સાંભળ્યું હોય એટલે સત્ નવું લાગે, પણ સમજવા જેવું તો “સ” છે! Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #265 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન ૨૪૨ આચાર્ય ભગવાન ફરમાવે છે કે “તને કાંઇ પણ કહ્યું નથી ' તને એટલે તું તો આત્મા છો. અને આત્મા તો એ શબ્દને ક્યાં જાણે છે કે “તને કહ્યું” એમ તને લાગે છે! “તું અજ્ઞાની થયો થકો રોષ શા માટે કરે છે?' મને કહ્યું! આ શબ્દ મને કહ્યો !! નિંદા (ક) સ્તુતિનો ! એમ શા માટે તું માનીને ગુસ્સે થાય છે? તને તો કાંઇ કહ્યું નથી. ત્યાંથી શરૂઆત કરે છે. આ ગાથા (ઓની) શરૂઆત કરતાં એમ (આચાર્ય દેવ) કહે છે કે તને તો કાંઇ શબ્દ કહેતો નથી”-નિંદા, સ્તુતિના શબ્દો, તને તો કાંઈ કહેતા નથી. શબ્દ છૂટયા..આ ધણી થઇ ગ્યો મને કહ્યું '! આચાર્ય ભગવાન કહે: તને તો કહ્યું નથી. હવે આંહીયાથી મૂળ ઝઘડો શરૂ...કે મને જ કહ્યું છે ને! તમને ક્યાં કહ્યું છે? બાજુમાં ઊભા એને નથી કહ્યું, મને જ કહ્યું છે! આહાહા! શબ્દની પર્યાયનો સ્વામી (ધણી) થઇ જાય છે! માલિક બની જાય છે! તું શા માટે રોષ કરે છે? તને તો કાંઇ કહેતો નથી શબ્દ! આ બે ગાથા થયા પછી, હવે મૂળ ગાથા, વિષયમાં આમાં શરૂ થાય છે, એ ખાસ સમજવા જેવું છે. “અશુભ અથવા શુભ શબ્દ '-શબ્દનું વિશેષણ મૂકયું, સારા શબ્દો કે ખરાબ શબ્દો બોલે તો કોઇ શબ્દ! જોકે શબ્દ સારા કે ખરાબ છે નહીં, એ તો જ્ઞય છે. પણ કોઇ એ પ્રકારના શબ્દો બોલતો હોય, તો શુભ અશુભ શબ્દ! “તને એમ નથી કહેતો, શબ્દ એમ કહેતો નથી કે “તું મને સાંભળ' આંહીથી શરૂઆત થાય છે. ત્રણ પ્રકાર છે આમાં (ગાથામાં) (એક) શબ્દ (બે) શબ્દને જાણનારું ઇન્દ્રિયજ્ઞાન (અને ત્રીજું) એનાથી ભિન્ન, આત્માને જાણનારું જ્ઞાન! એમ એક ગાથામાં ત્રણ પ્રકાર આવશે. એક-એક ગાથામાં ત્રણ-ત્રણ પ્રકાર લેશે. ત્રણ પ્રકારથી ભેદજ્ઞાન કરાવશે (આચાર્ય દેવ!) આ મૂળ ગાથા છે!! આહાહા ! સોનાના પતરા ઉપર હીરાથી લખવાની-જડવાની ગાથા છે.! બહુ “માલ” ભર્યો છે! “તને શબ્દ એમ નથી કહેતો કે “તું મને જાણ, શબ્દ એમ નથી કહેતો કે તું મને જાણ ! પહેલો પાઠ ઈ બતાવ્યો! કે શબ્દ કહેતો નથી કે તું મને જાણ. શબ્દ તને ક્યાં કહું છે કે તું મને જાણ ! એમ શબ્દ તો કહેતો નથી. શબ્દ નીકળ્યો, છૂટયો તો શબ્દ એમ કહે છે કે તું મને જાણ? તું મને સાંભળ? એમ (પુદ્ગલ) કહેતું નથી. એને પહેલી સાઇડથી કહ્યું (શબ્દ બાજુથી વાત કહી) શબ્દ કહેતો નથી કે તું મને સાંભળ-જાણ. હવે, બીજો પ્રકાર એમાં કહે છે, ત્રણ પ્રકાર એમાં પાડે છે. શબ્દ, આત્માનું જ્ઞાન અને ઇન્દ્રિયજ્ઞાન! એક એક ગાથામાં ત્રણ શબ્દો, ત્રણ અર્થ છે. ભેદજ્ઞાન છે!! ભાવઈન્દ્રિય અને ભાવઈન્દ્રિયના વિષયો આત્માથી ભિન્ન છે. અને આત્માનું જ્ઞાન આત્માથી અભિન્ન છે. તેથી જે જેનાથી અભિન્ન હોય છે એને જ જાણે! જે જેનાથી ભિન્ન હોય પદાર્થ અને જ્ઞાન ન જાણે !! આહાહા! આ ઝઘડો અનાદિકાળનો છે. જ્ઞાની કહે છે કે જ્ઞાન સ્વને જાણે, અજ્ઞાની કહે કે Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #266 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૪૩ પ્રવચન નં. – ૧૯ સ્વ-પર બેયને જાણે કાં પર જાણે! આ ઝઘડો આજકાલનો નથી. અનાદિનો છે ને રહેવાનો છે! મહાવિદેહક્ષેત્રમાં ય છે. આ ઝઘડો આંહીયા જ છે એમ નહીં. જ્યાં જ્યાં જ્ઞાની ને અજ્ઞાની હોય ત્યાં (આ) ઝઘડો હોય! તો જ્ઞાની, અજ્ઞાની તો સર્વ ક્ષેત્રે, સર્વ પદાર્થ લગભગ હોય છે. આ પંચમકાળની વાત જુદી છે. આહા...હા! ગુરુદેવ તો ફરમાવી ગયા છે, લોકો ભૂલી ગયા હોય એટલે યાદ કરાવું છું કે “આત્મા પરને જાણે છે એમ જે માને છે તે દિગમ્બર જૈન નથી” આ કોના શબ્દો છે? (શ્રોતા ) ગુરુદેવના શબ્દો છે. ( ઉત્તર:) ગુરુદેવના શબ્દો છે આ તો! પછી મારાથી એમ તો ન બોલાય કે ન માને એ ગુરુદેવને માનતા નથી! હું બોલતો નથી કાંઇ... ને કહી દીધું! “હું બોલતો નથી” (શ્રોતા ) અમે સાંભળતા'ય નથી ! ( એ જ વિષય ચાલે છે!) આહાહા! “એક દ્રવ્ય બીજા દ્રવ્યનું ન કરે” (એમ ન માને) તો એ દિગમ્બર જૈન નથી. “કરે એમ ” તો દિગમ્બર જૈન! એમ ઠરાવ થયો એક ગામમાં એની સામે વ્યાખ્યાનમાં ગુરુદેવે કહ્યું: આંહીયા એક દ્રવ્યનું બીજું દ્રવ્ય કરે છે તો વાત જ નથી. પણ આંહીયા તો ભગવાન ફરમાવે છે, સંતો ફરમાવે છે અમને કેઃ “જો આત્મા પ૨દ્રવ્યને જાણે છે એમ જે માને છે તો એ દિગમ્બર જૈન નથી.” આહાહા! એટલે કે જ્ઞાની નથી. ખરેખર, જ્ઞાની દિગમ્બર જૈન છે. પેલા તો નામનિક્ષેપે છે. નામ માત્ર! ઇન્દ્રિયોને જીતે તે, જૈન છે! જિતેંદ્રિય જિન છે! એવી વાત (ગુરુદેવ, સંતો, આચાર્યો) કરી ગયા છે. એટલે આ ઝઘડો તો આજનો નથી. અને અમને તો કાંઇ નવો લાગતો નથી, ઝઘડો થાય તો થાય થવા વો! આહા..ભલે, સૌ સૌની શ્રદ્ધા મુબારક છે ! પણ વસ્તુ ફરવાની નથી, જગતને ફરવું પડશે, જેને પોતાનું હિત કરવું હોય એને માટેની વાત છે. “શબ્દ કહેતો નથી કે તું મને સાંભળ” એક વાત. “અને આત્મા પણ...અહીંથી વાત કરી. પહેલા વાંથી (ત્યાંથી) વાત કરી હવે અહીંથી વાત કરે છે. “આ” શું કરે છે? “શબ્દ કહેતો નથી કે તું મને સાંભળ અને આત્મા પણ...પોતાના સ્થાનથી છૂટીને-એટલે આત્માનું જ્ઞાન આત્માને જાણવાનું છોડીને/આત્માનું જ્ઞાન આત્માને જાણવાનું કદી છોડતું જ નથી. અને જે આત્માનું જ્ઞાન આત્માને જાણવાનું છોડીને, હું પરને જાણું છું એમ જાય...એ જ્ઞાન આત્માનું નથી. એ તો અજ્ઞાન થઇ ગયું! ઇન્દ્રિયજ્ઞાન થઇ ગયું! આત્માનું જ્ઞાન કોને કહેવાય? કે જે આત્માને જ પ્રસિદ્ધ કરે, એને આત્માનું જ્ઞાન કહેવાય. અનુભવજ્ઞાન-અતીન્દ્રિયજ્ઞાન-આત્માનું જ્ઞાન પોતાના સ્થાનથી છૂટીને છોડીનેપોતાને જાણવાનું છોડીને હવે, ત્રીજો બોલ કહે છે. શબ્દ કહેતા નથી કે તું મને જાણ, અને આત્મા પણ પોતાને જાણવાનું છોડીને, હવે ઇ... શબ્દ છે ઇ જ્ઞાનનો વિષય હોય તો જાણે ! એ તો બરાબર જ છે, આત્માના જ્ઞાનનો વિષય હોય તો તો જાણે! ભલે ! આત્માને જાણતાં-જાણતાં પણ એને જાણે, એમ કહીએ, આંહી કાંઇ વાંધો નથી લ્યો ઘડી 'ક વાર ! પણ...અહીંયા તો ધે છે કે આત્માનું જ્ઞાન આત્માને જાણવાનું છેડીને, એક સમય ભૂત, ભવિષ્ય, Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #267 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન ૨૪૪ વર્તમાન કોઇ કાળે, ત્રણકાળની વાત છે આ..માને તો ઇ જ્ઞાની થઇ જાય! ન માને તો અજ્ઞાની તો છે જ (અનાદિથી). હવે કહે છે કે પોતાના સ્થાનથી છૂટીને-પોતાને જાણવાનું છોડીને જો પોતાને જાણવાનું છોડ તો તો શબ્દને જાણવા જાય! પણ આચાર્ય ભગવાન આ ત્રણકાળની વાત કરે છે. ત્રણકાળના આત્માના “ઉપયોગ લક્ષણ” ની વાત કરે છે. (જેમ કે) સૂર્યનો પ્રકાશ, સૂર્યને પ્રસિદ્ધ કરવાનું છોડી, એટલે કે આ બહારના મકાન આદિને પ્રકાશે છે, તો સૂર્ય જ ન રહે! સૂર્યનો પ્રકાશ, સૂર્યને પ્રકાશવાનું છોડીને..જો મકાન આદિને...પ્રકાશવા જાય, તો સૂર્યનો નાશ થાય! એના માટે આચાર્ય અમિતગતિ ભગવાને બહુ સરસ વાત કરી છે. કેઃ પ્રકાશ, દીવાનો પ્રકાશ છે ને! એમાં ત્રણ ભેદ પડે છે. પ્રકાશક! પ્રકાશ!! પ્રકાશ્ય !! એક દીવાના ત્રણ ભેદ છે. પ્રકાશક એટલે દ્રવ્ય-દીપક! પ્રકાશ એટલે એની પર્યાય! અને પ્રકાશ્ય, પોતે જ પ્રકાશ્ય છે. પ્રકાશક, પ્રકાશ અને પ્રકાશ્ય જુદી જુદી ચીજ નથી, એનો પ્રકાશ પોતાને પ્રકાશે છે, પોતાના (પ્રકાશક) ને છોડીને પરને પ્રકાશવા જતો નથી. ત્યારે...પિતા-પુત્ર બેઠા 'તા. કે પિતાજી આપ કહો છો એ તો ઠીક છે. પણ મને એક પ્રશ્ન ઊઠે છે. કે જ્યાં સુધી લાઇટ નહોતી થઇ, ત્યાં સુધી આ સોફાસેટ ને કાંઇ જણાતું-દેખાતું નહોતું. પિતાજી! વાત સાચી છે મારી ? કહું–હીં. તારી વાત સાચી ! લાઇટ નહોતી થઇ, અંધકાર હતું. એટલે આંહી પણ અંધકાર હતો એમ. પિતાએ કહ્યું એટલે ન જણાય. માર્મિક જવાબ દીધો એણે ! પછી, કહે છે પ્રકાશ થયો હવે ! પિતાજી. તો ઘડિયાલ (સોફાસેટ) ને ઘટપટ ને બધું ય જણાય છે. તે પ્રકાશ વડે જ જણાય છે તે પ્રકાશ ન થાત તો ન જણાત? (પિતાજી એ કહ્યું બેટા !) “દીપકનું પ્રકાશ્ય દીપક છે. દીપકનું પ્રકાશ્ય ઘટપટ (આદિ) નથી. કેમ કે..એ ભિન્ન છે. ભિન્ન પ્રકાશ્ય ન હોય.” એમ જ્ઞાનથી ભિન્ન પદાર્થો હોય તે તેનું જ્ઞય ન હોય! આહાહા ! પણ વ્યવહારે તો હોય કે નહીં ? (ભાઈ !) પણ વ્યવહાર એટલે શું? વ્યવહાર અન્યથા કથન કરે છે ભાઈ...! આહહ! તેને પડખે ચડવા જેવું નથી. એ (વ્યવહાર) બહુ પ્રતિપાદન કરવા જેવું ય નથી ! ધીમેકથી કહી દેવું બસ! કોઈ (બીજું) ન સાંભળે એવી રીતે, કહેવું ખરું!! આહા..! હવે પછી એમાં-જ્ઞાનમાં ઉતારે છે આચાર્ય મહારાજ (ભાવલિંગી સંત) કે: આત્મા જ્ઞાયક છે. જ્ઞાનપર્યાય પ્રગટ થાય છે. અને જ્ઞય-જ્ઞાતા, જ્ઞાન ને જ્ઞય છે જ્ઞાનમાં આત્મા જણાય છે ઇ શય છે આખો પોતાનો! તો આચાર્ય ભગવાન કહે છે કે જે પરપદાર્થ છે એ તારું શેય નથી. ભિન્ન છે એ તને જણાય છે અને જ્ઞાનથી અભિન્ન જોય, નથી જણાતું તને? અમને તો આશ્ચર્ય લાગે છે!! શું કહ્યું? (શ્રોતા ) ભિન્ન જ્ઞય જણાય છે ને અભિન્ન ય નથી જણાતું? (ઉત્તર) આ હીરા જણાય છે. પંકજને. પંકજ કહે આ હીરા જણાય છે, પણ હીરા જે જણાય છે તો તારા જ્ઞાનમાં જ્ઞાયક જે અભિન્ન છે ઈ નથી જણાતો? તો પંકજ કહે: આહા ! મારી ભૂલ નીકળી ગઇ. કબૂલ કરી હો? પાત્ર જીવ ભૂલ કબૂલ કરે ને ભૂલ છોડે એને પાત્ર કહેવામાં આવે છે. આહા..હાં ! Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #268 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૪૫ પ્રવચન નં. – ૧૯ કહે છે કેઃ ઇ જ્ઞાનમાં તો જ્ઞાયક જ જણાય છે! હીરો જણાતો નથી. “લક્ષ છૂટી જાય છે. આશ્ચર્ય થાય છે ભિન્ન જોય છે ઇ તને જણાય છે અને જ્ઞાનમાં અભિન્ન (શેય) છે ઇ તને જણાતું નથી? પ્રકાશમાં “પ્રકાશ્ય ભિન્ન” છે એ તને જણાય છે-(દેખાય છે), આ પ્રકાશ્ય, પ્રકાશ્ય તો આંહીયા છે. પ્રકાશનું પ્રકાશ્ય તો અહીંયાં છે, ઘટપટ પ્રકાશ્ય ક્યાં છે? તો પછી પુત્ર પ્રશ્ન કર્યો કેઃ દીપક થયો ત્યારે તો એ દીપકથી આ પ્રકાશ થયો ને દીપકથી આ જણાયું ને? કે ના. એમ નથી. દીપકનો પ્રકાશ થયો માટે ઘડો જણાણો એમ નથી. (પુત્રે કહ્યું:) ! શું વાત કરો છો ! રાત્રે તો નહોતું જણાતું (કોઈ) અંધારામાં! પૂછો, બધાને કહે! દીવો થાય તો જણાય! (પિતાજી કહેઃ) કે એમ નથી. તો કેમ છે? કે પહેલા એ ઘટ (પટની) પર્યાય તમ-રૂપ હતી, કાળી હતી. એ પર્યાય એના અકાળે સફેદ થઈ ગઈ! દીવો તો નિમિત્ત માત્ર છે. ઇ સફેદપર્યાય, એની પર્યાય ઘડાને પ્રસિદ્ધ કરે છે. દીપકનો પ્રકાશ એને (ઘટપટાદિને) પ્રસિદ્ધ કરતો જ નથી. (આ ન્યાયથી તો વાત છે) બધાને એમ જ લાગે છે, દીવો એને પ્રસિદ્ધ કરે છે! આ જો “સ્વ-પર પ્રકાશક” નું શલ્ય!! આ દીપકને પ્રસિદ્ધ કરતું નથી, દીપકને નથી પ્રસિદ્ધ કરતું તો પછી શાયકને ક્યાંથી પ્રસિદ્ધ કરે? આ બધું શાસ્ત્રમાં છે હો ? આવશે આમાં આ ગાથામાં બધું જ આવશે. ગાથાઓ ઊંચી છે બહુ! શું કહે છે પ્રભુ સાંભળ! કે: “તું મને સાંભળ” અને આત્મા પણ પોતાના સ્વભાવને છોડીને શ્રોત્રઇન્દ્રિય ના વિષયમાં આવેલા” આ જે શબ્દ છે ઇ જ્ઞાનનો વિષય નથી. જ્ઞાનનું શેય નથી આત્મજ્ઞાનનું જો શેય હોત....તો તો એ જ્ઞાનમાં શબ્દ જણાત! જ્ઞય અને જ્ઞાન અભિન્ન હોય. જ્ઞાન અહીંયા રાખ્યું ને શબ્દને ત્યાં રાખ્યો, આ જ્ઞાન ને એ શેય, એમ છે નહીં. ઇ શ્રોત્રઈન્દ્રિયનો વિષય છે. શબ્દ પણ શેય અને શ્રોત્રઈન્દ્રિય પણ શેય, બેય એક જાત છે. એ બેય એક જાત હોવાથી શ્રોત્રઇન્દ્રિય અને પ્રસિદ્ધ કરે છે-કાનનો ઉઘાડ! કાન તો જડ છે આ (બહાર દેખાતો) પણ ત્યાં ઉઘાડ છે બીજો (જ્ઞાનનો) ક્ષયોપશમ ! ઇન્દ્રિયજ્ઞાન! એ ઇન્દ્રિયજ્ઞાન અને પ્રસિદ્ધ કરે છે. આચાર્ય ભગવાન કહે છે. અમારું જ્ઞાન....અમારું જ્ઞાન....શબ્દને જાણતું નથી. આહા.હા! ત્યારે પોતે સાધક છે ને! એટલે “જાણનાર’ બતાવે કે ત્યારે એને કોણ જાણે છે શબ્દને ? કે શ્રોત્રઇન્દ્રિય. એટલેકે સાંભળવાનો જે ઉઘાડ, ને એ કાનનો ઉઘાડ છે એને શ્રોત્રઇન્દ્રિય કહેવાય. ઇ એને જાણે છે. શેય, શેયને પ્રસિદ્ધ કરે છે. શ્રોત્રઇન્દ્રિય-ઉઘાડ છે શેય છે! જ્ઞાનનો અંશ એમાં નથી. શેય શેયને પ્રસિદ્ધ કરો તો કરો! જ્ઞાન તો એને પ્રસિદ્ધ કરતું નથી. (કોઇ કહે ) કે શબ્દને જાણતું જ નથી ? કે ના. ભૂતકાળમાં જાણ્યું? કે ના. જ્ઞાની થયા ને જ્ઞાની (અનુભવી), ને પ્રતિક્રમણ થઇ ગયું! પૂર્વે મારા જ્ઞાને શબ્દને જાણ્યો નથી, વર્તમાનમાં શબ્દને જાણતો Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #269 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન ૨૪૬ નથી માટે આલોચના છે અને ભવિષ્ય-કોઈ કાળે (જાણીશ નહીં) શરીર રહેશે ત્યાં સુધી ઇન્દ્રિયજ્ઞાન છે ને શબ્દ પણ રહેશે, સાધક છે ને! ત્યારે પણ-અમારું જ્ઞાન શબ્દને નહીં જાણે. આહા..હા ! સાધક ગયા! દિવ્યધ્વનિ સાંભળવા. ચોથા ગુણસ્થાનવાળા –પાંચમાવાળા. દિવ્યધ્વનિ બહુ સરસ આવી. તમે સાંભળ્યું? બધા કહે હા, સાંભળ્યું બરાબર સાંભળ્યું, કાન દઈને સાંભળ્યું! જ્ઞાનીને (સાધકને) પૂછે છે તમે સાંભળ્યું? એક મિનિટ તો જવાબ ન દીધો. (પછી કહે છે) “સાંભળનારે સાંભળ્યું છે એમ મેં જાણ્યું છે—સાંભળનારે...સાંભળ્યું છે એમ હું જાણું છું! ઇ...? સાંભળનાર જુદો છે? અને તમે જુદા છે? કહે, હા..અમે બેય જુદા છીએ. જુદે જુદાં...કાંઇ લેવા-દેવા નહી અમારે સાંભળનાર સાથે ! દિવ્યધ્વનિ સાંભળે છે, સાંભળનાર જુદો, એને સાંભળનારો જુદો! અને આત્માને જાણનારું જ્ઞાન જુદે જુદું છે, જેને ભેદજ્ઞાન વર્તી રહ્યું છે! આહા! જુઓ! એક એવો બનાવ બન્યો. દષ્ટાંત તો ઓછા આવે છે મારી પાસે, તો ય આજે આવે છે. કહી દઉં! કોઇ એક મુનિરાજ હતા અને સો, બસો એમના શિષ્યો હતા, અને દિવ્યધ્વનિ સાંભળવા માટે સમોસરણ (સમવસરણ) તરફ જઇ રહ્યા હતા તેમાં વચ્ચે (એક) ગુફા આવે. ઇ ગુફામાં એમના શિષ્ય ધ્યાનમાં બેઠા હતા. એના જ શિષ્ય ગુરુના. ગુરુને એમ થયું કે આપણા શિષ્ય છે અહીંયાં...તો એમણે બે શિષ્યને મોકલ્યા કે તમે એને કહો કે અમે જાત્રા કરવા જઇએ છીએ-ભગવાનનાં દર્શન, તીર્થકર દેવાધિદેવનાં! કે તમે એને કહો કે જોડાવું હોય તો (ગુરુની સાથે જવું હોય તો) આવે. બેય શિષ્ય ગયા ન્યા. નમસ્કાર કરી બેઠા. ધ્યાનમાંથી બહાર આવ્યા મુનિરાજ ભાવલિંગી સંત-નિત્ય આનંદના ભોજન કરનાર, શુદ્ધ ઉપયોગી એને મુનિ કહેવાય. થોડીક વાર બેઠા પછી, પહેલા બેય નમસ્કાર કરીને કહે છે: આપણા ગુરુ પધારે છે (સીમંધર ભગવાન પાસે) અને અમને અહીં મોકલ્યા છે. સીમંધર ભગવાન પાસે ત્યાં સાક્ષાત્ ) દર્શન કરવાને વાણી (દિવ્યધ્વનિ) સાંભળવા..પધારો! કહે. ભલે હું ત્યાં આવું એમાં કોઈ પ્રશ્ન નથી. પણ...જે મને અહીંયાં જણાય છે, ઇ ત્યાં જ જણાશે ! મારા શેયમાં કોઇ ફરક પડવાનો નથી. બેય મુનિરાજ કહે આ શું? શું વાત કરે છે? ભાવલિંગી ત્રણેય હોં? આહા...! નિકટભવી ! હમણાં એને કેવળજ્ઞાન થવાનું છે એવા જીવો ત્રણેય. એની વાત ચાલે છે. હું ત્યાં આવું તો ત્યાં મારો આત્મા જણાશે ને અહીંયાં પણ મારો આત્મા જણાશે ! લ્યો મુનિ આવું બોલે ! જોય તો મારું ફરવાનું નથી. તમો કહો તો ચાલું! એટલે એમને ચોંટ લાગી ગઈ. “અઠે દ્વારકા !' કરીને બેસી ગયા બેય ! ત્યાંને ત્યાં! આહા..હા ! આ વાત અપૂર્વ લાગે છે કહે! એ તો જામી ગયા! ત્યાં કોઈએ પૂછ્યું કે અમારાં ત્રણ શિષ્યો છે ઇ ક્યારે અહીંયાં પધારશે ? અરે ! એમને તો કેવળજ્ઞાન થઇ ગયું કહે ! આહા..હા ! (શ્રોતા ) ઓહોહો! એ જ્ઞય ફર્યા કરે ને તો સાતમામાંથી છઠું આવે. અને શેય ફરે નહીં તો...સાતમાંથી આઠમું એમ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #270 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૪૭ પ્રવચન નં. – ૧૯ દશમું, બારમું, તેરમું. કેવળજ્ઞાન થઇ જાય! અંતમુહૂર્તમાં કેવળજ્ઞાન થાય. આહા..હા! એવી વાત...અપૂર્વ છે!! એ આત્માનું જ્ઞાન ને આત્માનું જોય ને આત્મા એક જ (અભેદ) સદા ત્રણેય અહીંયાં છે. ત્રણ ભેદ કરો તો કરો બાકી અભેદવસ્તુ છે! ધ્યેય તો એમાં ગર્ભિત છે, ધ્યેયપૂર્વક શેયની વાત ચાલે છે. અહીંયાં આચાર્ય ભગવાન કહે છે શ્રોત્રઇન્દ્રિયનો વિષય છે એ મારો વિષય નથી. શ્રોત્રઇન્દ્રિયના વિષયમાં આવેલા શબ્દને ગ્રહવા-જાણવા જતો નથી. આ સમયસાર” લખે છે કે આત્મા પરને જાણતો નથી. ક્યાં લખ્યું છે? છે એમાં લખેલું? ( શ્રોતા ) બરાબર ! એમ જ છે પ્રભુ! (ઉત્તર) શું “ગ્રહવા જતો નથી એટલે શું? (શ્રોતા ) જાણવા જતો નથી. (ઉત્તર) એમ. આહા...હા..! આત્મા પરને જાણવા જતો નથી કેમ જતો નથી ? સ્વભાવમાં નથી, માટે જાણવા જતો નથી પરને. પછી સ્વભાવ ઉપર લઇ લેવું આમ ! કેમ જતો નથી? કે જ્ઞાનનો સ્વભાવ-વસ્તુનો સ્વભાવ પોતાને જાણવાનું છોડી અને પરને જાય ઈ છે જ નહીં. હા, જાણે છે પરને... ઇ ઇન્દ્રિયજ્ઞાન છે. એમાં ના નહીં. સાંભળે છે દિવ્યધ્વનિ, શ્રોત્રઇન્દ્રિય સાંભળે છે. બાકી હું સાંભળતો નથી. આહા...હા! બેસવું કઠણ છે પણ અમૃત છે!! આમાં લખ્યું છે કે ઇ (આત્મા) પરને જાણતો નથી. “જાણવા જતો નથી” એટલે પરને જાણતો નથી...બીજો જાણે છે! હું નહીં. બતાવ્યો “જાણનાર', શબ્દને “જાણનાર” બતાવ્યો.હવે હું જાણું છું તું એ રહેવા દે ! અરે ! અજ્ઞાનદશામાં તું આ પ્રેકટીશ તો કર! (પ્રયોગ કર!) સાંભળતા, વાંચતા, શાસ્ત્ર વાંચતા પણ, આ ચક્ષુઇન્દ્રિયનો ઉઘાડ વાંચે છે હું નહીં હોં? આ દ્રવ્યશ્રુતને કોણ જાણે છે? આહા...! ચક્ષુનો ઉઘાડ જાણે છે. ત્યારે આત્માને કોણ જાણે છે? કે ભાવકૃત (જ્ઞાન) થી આત્મા જણાય છે. અંતરમુખ અતીન્દ્રિયજ્ઞાનથી આત્મા જણાય છે. શબ્દને જાણવા જતો નથી... આહા...! એટલે ત્રણ કાળની વાત છે. સાધક છે પોતે, લખનાર (મુનિરાજ ભાવલિંગી સંત !) છઠ્ઠી-સાતમાં ગુણ સ્થાને (ઝૂલે) છે. શબ્દો પણ ઘણા કાન ઉપર આવતા હોય જંગલમાં-વાઘ, વરૂના શબ્દો તો આવતા હોય ને! આ ચોથુગુણસ્થાન” કેમ આવે તેની વાત ચાલે છે. આ છઠ્ઠી-સાતમા ગુણસ્થાનની કથા નથી. હું પરને જાણું છું” ઈ સમ્યગ્દર્શનમાં બાધક છે! સમ્યજ્ઞાનમાં બાધક છે!! આજે પાનાં ય વહેંચ્યા છેગુરુદેવના (અમૃત વાણીના) “જ્ઞાનકળામાં અખંડનો પ્રતિભાસ” આવ્યા કે નહીં કોઇની પાસે પાનાં? આપ્યા છે ને! નથી આપ્યા, પછી આપશે. આહા....! ગુરુદેવે ફરમાવ્યું “કેઃ આત્મા પરને જાણે છે એમ જે માને..તો દિગમ્બર જૈન નથી.” આહા..એના શબ્દો છે. ટેઇપમાં છે હોં? લખાણ તો છે પણ ટેઇપમાં છે. હવે ગુરુદેવે કહ્યું છે, હવે તો Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #271 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન ૨૪૮ માનો, ન માનો તો હોનહાર! બીજું શું થાય ! અહા..! કોઈ કોઈને બળાત્કારે સમજાવી શકે એવી સ્થિતિ છે નહીં, સ્વતંત્ર દરેક! હવે..એક-બે ને ત્રણ ગાથાનો અર્થ થયો. ચોથી ગાથા ! પહેલી ગાથા શબ્દની લીધી ! અહીંથી લીધું. અહીં સ્પર્શ, રંગ, ગંધ વર્ણ એમ ન લીધું અહીંથી લીધું. | (ચોથી ગાથા) “અશુભ અથવા શુભ રૂપ” રૂપ એટલે વર્ણ. કાળા-ધોળા વર્ણ છે ને પદાર્થોના. ઈન્દ્રિયજ્ઞાનમાં કાળા-ધોળા પદાર્થો, રંગ બેરંગ થાય, કોઇ રાતો રંગ, કાળો રંગ થાય, જાંબલી રંગ એ રૂપ કહેવાય, એ પુદ્ગલનું રૂપ કહેવાય. “જીવનું રૂપ એ નથી ” પુદ્ગલનું રૂપ છે. (રૂપ) તને એમ નથી કહેતું કે “તું મને જો ' આહા...હા..હા ! એ રૂપ, એમ કહેતું નથી કે. તું મારી સામે જો! આ મફતનો પોતાના સ્વભાવને જાણવાનું છોડી, અનંતકાળથી..અને પરને જાણવાનું લક્ષ” કરે છે. બહિર્મુખ જ્ઞાન તો ભાઈ, બંધનું કારણ છે. “અશુભ અથવા શુભ રૂપ તને એમ નથી કહેતું કે તું મને જો”..મારી સામે તો જો! એમ કહેતું નથી આહાહા! “અને આત્મા/એક વાત કરીને હવે બીજી અહીંથી વાત કરે છે. “અને આત્માની આ મૂળસ્વભાવ સુધી જીવ ન પહોંચે ત્યાં સુધી બધું નકામું છે. વસ્તુના સ્વભાવ સુધી પહોચવાથી કામ થશે! અટકવાનાં ઠેકાણા ઘણાં છૂટવાનું ઠેકાણું વસ્તુનો સ્વભાવ! એક દ્રવ્યસ્વભાવ અને એક પર્યાયસ્વભાવ જ્ઞાનનો ! એક દ્રવ્યનો નિશ્ચય અને એક જ્ઞાનની પર્યાયનો નિશ્ચય! આહાહા! (એમાં) જ્ઞાનની પર્યાયના સ્વભાવની વાત ચાલે છે. સ્વભાવમાં તો પરનું જાણવું છે નહીં ક્યાંય !! પણ પોતાના સ્થાનથી છૂટીને'-રૂપ એમ કહેતું નથી કે “તું મારી સામે જો” “અને આત્મા પણ પોતાના સ્થાનથી છૂટીને-એટલે “ઉપયોગ લક્ષણ' આત્માને જાણવાનું છોડી, અને રૂપને જાણવા જતું નથી. આહા...હા! આત્મા તો જ્ઞાનમય છે. જ્ઞાન તો આત્માનું છે. જેનું જે હોય તે તે જ હોય' આત્માનું જ્ઞાન હોવાથી જ્ઞાન તે આત્મા છે. રૂપનું જ્ઞાન નથી, શબ્દનું...જ્ઞાન નથી. શબ્દનું જ્ઞાન હોય તો જ્ઞાન, શબ્દ થઈ જાય. રૂપનું જ્ઞાન હોય તો જ્ઞાન રૂપ થઇ જાય. એ તો બનતું નથી. આહા..હા ! તો..તો આત્માનો નાશ થઇ જાય. આ સમયસાર તો સમયસાર છે!! સમયસાર લગે હુમકો પ્યારા” પેલો બાળક એમ બોલ્યો ” તો ને એનું નામ “જ્ઞાયક' છે જુઓ ! બાર-તેર વરસનો છોકરો છે. સમયસાર લગે હુમકો પ્યારા' આહા ! સમયસાર એટલે “આ” (આત્મ તત્ત્વ!) આ સમયસાર લગે હમકો પ્યારા! ઉપાદાનપણે, નિમિત્તપણે આ (સમયસાર ગ્રંથ) છે! “પોતાના સ્થાનથી છૂટીને'-આત્માને જાણવાનું છોડીને ચક્ષુઇન્દ્રિયના વિષયમાં આવેલા” જ્ઞાનનો વિષય નથી રૂપ! કાળા, ધોળા રાતા પદાર્થો હોય, એ જ્ઞાનનો વિષય નથી, જ્ઞાન એને જાણતું નથી. કે પહેલાં જાણે ને પછી છોડે! હું? એવા તર્ક આવે છે. પહેલાં એને જાણે અને પછી છોડી દે ! Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #272 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૪૯ પ્રવચન નં. – ૧૯ એ પહેલાં ને પછી એને જાણતો જ નથી પછી છોડવાની વાત જ ક્યાં છે! (શ્રોતા:) પહેલાં ને પછી એ જાણતો જ નથી! (ઉત્તર) પ્રથમથી જ જે જ્ઞાન પોતાને જાણે છે અને પ્રથમથી જ આદિ- મધ્ય-અંતમાં (જ્ઞાન) પરને જાણતું જ નથી. આ તો હજી સમ્યગ્દર્શનની વાત ચાલે છે. ઠરવાની વાત, ચારિત્રની તો અલૌકિક છે!! ચક્ષુ ઇન્દ્રિયના વિષયમાં' આ રૂપ છે ને! ચક્ષુઇન્દ્રિયના વિષયમાં-આંખનો ઉઘાડ આંખતો જડ છે, દ્રવ્ય ઇન્દ્રિય છે પણ અહીંયાં ઉઘાડ છે ને! ઇ એને (રૂપને) જાણે છે. આ ટયુબલાઇટને કોણ જાણે છે? કે અહાહા! કે આત્મા જાણે છે. ના, ના. જરા વિચાર કર, આત્મા નથી જાણતો. અરે! આત્મા...જાણતો નથી તો જડ થઇ જશે? આહાહા? શાંતિ રાખ, જરા શાંતિ રાખ! તે વાત સાંભળી નથી આત્માની! એટલે સાંભળ તો ખરો જરાક શાંતિથી. કે આ રૂપને કોણ જાણે છે? ચક્ષુઇન્દ્રિય જાણે છે. (આ) કોણ લખે છે? સમર્થ મુનિ (રાજ) લખે છે હોં? આહા..હા! (મંગલા ચરણમાં) જેમનું ત્રીજું નામ છે. “મંગલમ્ ભગવાન વીરો, મંગલમ્ ગૌતમો ગણી, મંગલમ્ કુંદકુંદાર્યો, જૈન ધર્મોડસ્તુ મંગલમ્” અમને આંહી કલકત્તામાં કોઇ માને કે ન માને, એની અમને અપેક્ષા જરાય નથી. અમને તો જે શાસ્ત્રકાર કહે છે કુંદકુંદ ભગવાન અને અમને બેઠી છે વાત એટલે અમે રજૂ કરીએ છીએ. કોઇ માનો કે ન માનો! આહા! કોઇ માનો યા ન માનો! “જાણનાર જણાય છે” આ બોલે છે “કોઈ માનો યા ન માનો... આહાહા ! ચક્ષુઇન્દ્રિયના વિષયમાં આવેલા અર્થાત્ ચક્ષુગોચર થયેલા, જ્ઞાનગોચર નથી. આ રૂપ છે ને એ જ્ઞાનગોચર નથી. જ્ઞાન જુદું ને ઇન્દ્રિયજ્ઞાન જુદું છે. ઇન્દ્રિયજ્ઞાનને જગત “જ્ઞાન” માને છે. એના માટે એક પુસ્તક બહાર પડી ગયું છે. ઇન્દ્રિયજ્ઞાન જ્ઞાન નથી” આહા ! બધા શાસ્ત્રોના અને સંતોના આધાર છે એમાં. અનુવાદ કરનારો કોઇ એક પણ બિલકુલ શબ્દ નથી. આહાહા ! સંકલન કરનાર નો એક (પણ) શબ્દ એમાં નથી. બધાં સાધકના, સર્વજ્ઞપરમાત્માના, ગુરુદેવના વચનો એમાં ( સંકલન કરીને) મૂક્યાં છે. આહા..! ચહ્યુગોચર થયેલું (રૂપ) જ્ઞાનગોચર નથી. પ્રભુ! જ્ઞાનગોચર એકલો આત્મા, મનગોચર આખું વિશ્વ! જ્ઞાનગોચર? (શ્રોતા:) એકલો આત્મા (ઉત્તર) અને મનગોચર બુદ્ધિનો વિષય (શ્રોતા) આખું વિશ્વ! છેલ્લી ગાથામાં ઈ કહેશે. “ચક્ષુગોચર થયેલા રૂપને ગ્રહવા જતો નથી” (કોઇ તર્ક કરે કે) ભલે ! ઇન્દ્રિયજ્ઞાને ય જાણે અને આત્મા ય જાણે એમાં શું વાંધો, બેય જાણે ! એક જાણે ને બીજ, ન જાણે એનું નામ અનેકાંત છે. અસ્તિ-નાસ્તિ અનેકાંત ! ઇન્દ્રિયજ્ઞાન પરને જાણે અને આત્મજ્ઞાન પરને ન જાણે, અને જાણે ને પરને ન જાણે! આહાહાહા ! Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #273 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી શુદ્ધાત્મને નમ: શ્રી સમયસારાય નમઃ શ્રી સમયસાર ગાથા ૩૭૩-૩૮૨ તા. ૨૩-૧૧-૯૬ કલકત્તા, સવારે. પ્રવચન નં.-૨૦ આજનું બાબુજીનું (યુગલજીનું) જે સ્પષ્ટીકરણ આવ્યું છે, તેનું તાત્પર્ય બહુ ઊંચું છે. એમણે કહ્યું: જેવું સ્વરૂપ છે તેવું કહ્યું. કે બધાને જ્ઞાન જ જાણવામાં આવે છે. જ્ઞેય જણાતું નથી. તો પણ તેની દૃષ્ટિ અનાદિકાળથી જ્ઞેય ઉપર છે. સ્વજ્ઞેયને ભૂલીને ૫૨જ્ઞેય ઉ૫૨ દૃષ્ટિ છે. ભેદજ્ઞાનનો અભાવ છે. એટલે સમયે સમયે એને જ્ઞેય જ દેખાય છે. આ કાળો છે, આ ધોળો છે, આ રૂપ છે, આ ગંધ છે, વર્ણ છે. ખરેખર તો બધાને પોતાનું જ્ઞાન જ જણાઇ રહ્યું છે. બીજું જણાતું નથી. છેલ્લી પંદર મિનિટમાં તો કહે છે કે શેય તો જ્ઞાનમાં આવતું જ નથી, એ વાત તો દૂર રહો...પણ શેય દેખાતું જ નથી. શેય જેમાં જણાય છે એવું જ્ઞાન જણાય છે! જે શાયકનું જ્ઞાન હોવાથી શાયક જ જણાય છે!! આહા...હા ! આ મોટી ભૂલ છે, જાણવામાં આવે છે સમયે સમયે જ્ઞાન અથવા જ્ઞાયક!! બાળ-ગોપાળ સૌને આવે છે ને! પ્રત્યેક સમયે પ્રત્યેક જીવને જણાય છે જ્ઞાન પોતાનું જ્ઞાન, બીજાનું જ્ઞાન નહીં. સમયે સમયે જ્ઞાન જાણવામાં આવતું હોવા છતાં જણાતું હોવા છતાં, એમાં ‘૫૨નો પ્રતિભાસ ’ દેખીને અનંત કાળથી ભૂલ્યો છે. કે મને શરીર જણાય છે, રાગ જણાય છે, પ૨ જણાય છે, છ દ્રવ્ય જણાય છે. મોટી ભૂલ થઇ છે ભાઈ ! આ સાધારણ વાત નથી! આ શેય અને શાયકનો જે દોષ થયો છે તેનો પરિહાર કરવાનો આ પાઠ ચાલે છે. ભલે! લોકાલોક પ્રતિભાસે જ્ઞાનમાં, પણ લોકાલોક જાણવામાં આવે છે? કે મારું જ્ઞાન જાણવામાં આવે છે? લોકાલોકના પ્રતિભાસના સમયે લોકાલોકને જાણવામાં નથી આવતો પોતાનો જ્ઞાયક જાણવામાં આવે છે. જ્ઞાયક જ જાણવામાં આવે છે એવો નિર્ણય તો પહેલાં કરી લે! પછી વ્યવહા૨ની વાત કર તું ! તો દોષ નહીં લાગે ! આહા...! પણ એ પોતાને ભૂલી ગયો છે બસ ! ખલાસ ! · આને જાણું છું' ‘આને જાણું છું' (એમ કરી કરી ) મરી ગયો એ! જ્ઞાનનો વિષય એક જ, જ્ઞાયક જ છે!! એક જ શેય છે નિશ્ચયથી તો ! બીજું શેય છે નહીં. તો..તું બીજા જ્ઞેયને જાણે છે તો એનો અર્થ શું છે કે એમાં પ્રતિભાસ થાય છે, એ નિમિત્ત છે. આંહી (જ્ઞાન પર્યાય ) નૈમિત્તિક છે. તો..નિમિત્તનો પ્રતિભાસ થયો તો તેવું જાણવામાં આવ્યું તો...ઉપચારથી કહેવામાં આવે છે ‘કે ૫૨ જાણવામાં આવ્યું' એ તો ઉપચારનું કથન છે. જો સાચું લાગે Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #274 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૫૧ પ્રવચન નં. – ૨૦ છે તો બહિર્મુખ થઇ ગયો, અનંતકાળથી જ્ઞાન (બહિર્મુખ છે) હવે અંતરમુખ થઇને આત્માની અનુભૂતિ કેવી રીતે થાય, એની વાત ચાલે છે. આમાં આ નાની ભૂલ નથીહું પરને કરું છું (પરનો કર્તા છું) એ તો મોટી ભૂલ છે જ પણ “પરને જાણું છું” એ પણ મોટી ભૂલ છે!! એ છૂપી ભૂલ છે. - જ્યારે જ્ઞાની-અનુભવી-સાધક (આ ભૂલો બતાવે ત્યારે ખ્યાલમાં આવે! “પરને જાણું છું” એને કોઇ દોષ માનતા જ નથી. (પરને) જાણતો નથી છતાં પણ હું “પરને જાણું છું” એવો હઠાગ્રહ કરીને પરિણમે છે તો જ્ઞાન જાણવામાં આવી રહ્યું હોવા છતાં, એને જ્ઞાનનાંજ્ઞાયકનાં દર્શન નથી થતાં ! એવી વાત છે. સૌને, બધાને-આબાળ-ગોપાળ સૌને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા/ત્યાં જ્ઞાનની પર્યાય જાણવામાં આવે છે એમ નથી લીધું (પરંતુ) અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવે છે! એટલે જણાઇ રહ્યો છે આત્મા કેમકે કથંચિત્ અભેદ છે પર્યાયથી. શેયની અપેક્ષાએ તો અભેદ જ છે, “ધ્યેયની અપેક્ષાએ કથંચિત્ છે. બાળ-ગોપાળ સૌને સમયે સમયે જાણનાર જણાય છે...સમયે સમયે જાણનાર જણાય છે, સમયે સમયે જાણનાર જણાય છે.સમયે સમયે જાણનાર જણાય છે. આહા..હા ! જાણનારો જણાઇ રહ્યો છે!! છતાં માનતો નથી, પર જણાય છે એમ માને! એક ધર્મદાસ ક્ષુલ્લક થઈ ગયા. એમણે આત્માનાં દર્શન માટે બહુ પ્રયત્ન કર્યો! અથાગ પ્રયત્ન કર્યા!! અને જે એની પોતાની સમજણ છે અથવા જ્યાં જ્યાંથી ઉપદેશ મળે તે તે પ્રકારે એ કરતા ગયા! કોઈ કહે સો વખત સમ્મદશીખરની જાત્રા કરો તો દર્શન થશે ! ગિરનાર, શેત્રુંજય- પાલીતાણા આમ કરો ! આમ કરો! જે કહે ત્યાં જાય જે કહે ત્યાં જાય એમ કરતાં-કરતાં-કરતાં એક સમય એવો આવ્યો કે તેઓ મિરારમાં કારંજા ગામ છે. ત્યાં ભટ્ટારક રહેતા હતા. કોઇએ (તેમને) કહ્યું કે એ ભટ્ટારક છે ને! એ “સમયસાર” ના પાડી છે. ત્યાં તમોને રસ્તો મળી જશે! ત્યાં એકવાર જાવ. તો ત્યાં ગયા. વિનય કરીને, વંદન કરીને બેઠા, ધર્મદાસ ક્ષુલ્લક. તો.બાપજી! મારે આત્માના દર્શન કરવા છે! ઘણું ઘણું કર્યુ? તું, આટલું આટલું કર્યું જે જે ક્રિયાઓ-પ્રયત્નો કર્યા હતા તેની બધી વાત કરી દીધી, રીપોર્ટ દઈ દીધો બધો. તો પણ મને આત્માનાં દર્શન થયા નથી ! તો એમણે (ભટ્ટારકે) કહ્યું: શું તું આંધળો છો? એટલું કહીને ચૂપ થઈ ગયા. વિચાર કરે છે ધર્મદાસ ક્ષુલ્લક ! હું તો દેખતો છું. આંધળો તો હું નહીં આ શું કીધું? આ શું શબ્દ આવ્યા ? શું આંધળો છો? તો બાપજી! આપશ્રીએ જે મંત્ર દીધો પણ મારી સમજમાં નથી આવતો....તો કૃપા કરીને ખોલીને ( વિસ્તાર કરીને-રહસ્ય ખુલ્લું કરીને) મને બતાવો તો મને સમજાય, મારી સમજણમાં આવે. એમણે બતાવ્યું-કહ્યું: શું દેખવાવાળાને દેખતો નથી તું? જાણનારને જાણતો નથી? દેખનારો તને દેખાય છે. જો !! Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #275 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન ૨૫૨ દેખનારો દેખાય છે!? આહાહા! દેખનારો છું! અહા! દેખનારો તો છું!! પણ જે દેખનારો છે...એ જ દેખાય છે! “દેખાય છે ઇ દેખાતું નથી ' ઓહો! ત્યાં તો અનુભવ થઇ ગયો!! જેમ વાંસડો પડે એમ દંડવત પ્રણામ કર્યા! જ્યાં (આત્મ) દર્શન થઈ ગયાં! આહા.. આપની કૃપાથી થયાં (આત્મ દર્શન) થયાં ! આપની કૃપા થઇ, મારા પુરુષાર્થથી થયા દર્શન એમ ન કહે. લાયક પ્રાણી ! આહા..હા! ઉપકાર ઓળવે નહીં હો સજ્જન ઉપકાર ન ઓળવે! આપશ્રીએ આપ્યો, આપને દીધો, આપે આપ્યો અને અનુભવ થઇ ગયો...બધો આપશ્રીનો ઉપકાર છે!! તો...ઇ આ એક “હું પરને જાણું છું” એ સાધારણ ભૂલ નથી....અસાધારણ અક્ષમ્ય ભૂલ છે. “પરને જાણું છું” તો ઉપયોગ ત્યાં જ જશે-રહેશે ! ગુરુદેવે કહ્યું: જો આત્મા પરને જાણતો જ નથી તો પછી પર ઉપર “ઉપયોગ” મૂકવાની વાત જ ક્યાં રહી? પછી કહે છે કે જ્ઞાયક જ્ઞાયકને જાણે છે. એમાં ય..સાધ્યની સિદ્ધિ નથી પ્રભુ! પ્રભુ! જ્ઞાયક તો જ્ઞાયક છે બસ! આહ..હા...હા! અસદભૂત વ્યવહારમાં તો સાધ્યની સિદ્ધિ નથી પરને જાણતાં પણ સદભૂત વ્યવહાર, અણઉપચરિત,-ઉપચરિત સદ્દભૂત વ્યવહાર તો કાઢી નાખ્યો આત્મા આત્માને જાણે છે, જ્ઞાન આત્માને જાણે છે, જ્ઞાયક જ્ઞાયકને જાણે છે એમાં પણ ભાઈ ! સાધ્યની સિદ્ધિ-સમ્યગ્દર્શન નથી. એ ભેદરૂપ વિકલ્પ, સમ્યગ્દર્શનની નિર્વિકલ્પ ભૂમિકામાં બાધક થાય છે. (ભેદનો વિકલ્પ ) બાધક થઇ જાય છે. એટલો ય વિકલ્પ બાધક થઇ જાય છે કેઃ “મારા જ્ઞાનમાં, મારો આત્મા જણાય છે” અને વાત સાચી છે ખોટી એ નથી. પર જણાય છે એ તો સો ટકા ખોટી છે એમાં એક ટકોય સાચો નથી પણ..જ્ઞાનમાં આત્મા જણાય છે કેમ કે તાદાભ્ય છે જ્ઞાન ને જ્ઞાયક ! જ્ઞાનમાં..આત્મા જણાય છે. એમાં જણાતો નથી ! તો..જ્ઞાનમાં પર જણાય છે અથવા સ્વ-પર જણાય છે! દિલ્હી ઘણી દૂર છે. વાત સની નહીં ફરે! અજ્ઞાનીને ફરવું પડશે!! અને લાયક પ્રાણી ફરી પણ જાય છે. લાયક પ્રાણી, એને કાલ ન બેસતું હોય આજે એને બેસી જાય છે. અનુભવ કરી લ્ય છે! એમ નથી કે (જેનું) નથી બેસતું (એને) ન જ બેસે એટલે કે નથી બેસતું એવું કાંઇ જ નથી. સમયપૂરતી પર્યાય છે. ન બેસે! વિચાર કરતાં બેસી જાય છે. એવી અપૂર્વ આ દશ ગાથા છે. ફરી, ફરને કહેવાનો ભાવ આવે છે કેઃ સોનાનાં પતરામાં, હીરાના અક્ષરથી લખવા જેવી આ ગાથા (ઓ) છે. આહા...! આંહીયા લખાઈ જાય છે ઈ બધું આંહીયા છે ઓલું તો બધું બહારની વાત તો મહિમાની, જિનવાણીનો મહિમા છે ને!! આહ....! આવું જિનવાણીનું સ્વરૂપ!! આવું, આપ મને ફરમાવો છો કુંદકુંદભગવાન! આહા ! ઉપરથી આશીર્વાદ આપે છે કે આ વાત પરમ સત્ય છે! ફરે એમ નથી, જગતને ફરવું પડશે, યુગલજી’ સાહેબે કહ્યું કે શૈય તો જ્ઞાનમાં આવતા જ નથી એની વાત તો દૂર રહો, પણ.. “જ્ઞેય જ્ઞાનમાં જણાતા નથી જ્ઞાન જ જણાય છે” લઈ લેને એક વાર! આહા..હા ! એ મૂળ વાત હતી. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #276 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૫૩ પ્રવચન નં. – ૨૦ એ વાત હવે અહીંયા બે બોલ તો થઇ ગયા છે. એક.પહેલો શબ્દનો અને બીજો રૂપનો. પહેલો (બોલ) શબ્દનો કર્ણગોચર છે શબ્દ! વાપર્યો, જ્ઞાનગોચર નથી. શબ્દ છે, શબ્દને જ્ઞાન જાણતું નથી આત્માનું જ્ઞાન ! આહી...! કેટલી સમર્થ આચાર્ય સિવાય આ કોણ કહી શકે! સમર્થ આચાર્ય સિવાય કહેવાની તાકાત કોની છે? અનુભવીની તાકાત છે!! કેઃ દિવ્યધ્વનિ સાંભળશ ને તું? તારું જ્ઞાન સાંભળતું નથી ! અરે! મારું જ્ઞાન જુદું ને એને સાંભળનારુ જ્ઞાન જુદુ ? કે હું. બેય જ્ઞાન જુદાં જુદાં છે. આહા.હા, પછી રૂપનો બોલ કહ્યો. હવે ત્રીજા બોલ આવે છે. ગધ ! પહેલાં આંહી દાખલ થતાં.આજે આ દશા ગાથાનો સ્વાધ્યાય ચાલતો'તો અહીંયાં. સારો છે, ચલાવવા જેવો છે. આહા...હા! રોજ ટેપ મૂકવા જેવી છે. રોજ અધ્યયન કરવા જેવું છે આ દશ ગાથાનું! નહીંતર, “પરને હું જાણું છું” ઈ શલ્ય નહીં નીકળે..પણ, કુંદકુંદની વાણીથી ને પોતાની યોગ્યતાથી એ શલ્ય નીકળી જશે. અને જ્ઞાનનું જ્ઞાન થાય છે, શેયનું જ્ઞાન થતું જ નથી. આજ સુધી કોઇને શેયનું જ્ઞાન થયું નથી. બધાને જ્ઞાનનું જ્ઞાન થાય છે. છતાં માનતો નથી આહા..હા! હવે, ગંધની વાત કરે છે (આચાર્ય દેવ ગાથા. ૩૭૭). અશુભ અથવા શુભ ગંધ' ગંધ! આહાહા! “તને એમ નથી કહેતી કેઃ “તું મને સુંઘ” આ...હા...હા ! સુગંધી પદાર્થ તને એમ કહેતા નથી કે તું મને સૂંઘ ! મફતનો આ..માથું મારે છે ત્યાં જાય છે. આહા..! કોઇ કહેતું નથી કે સાંભળ મને તું કે કોઈ કહેતું નથી કે તું મારી સામે જો. આહા ! તું મને સૂંઘ અને આત્મા પણ.../સામી સાઇડથી કહે છે. કે ઈ ગંધ કહેતી નથી કે તું મને સૂંઘ અને આત્મા પણ ધ્રાણેન્દ્રિયના વિષયમાં આવેલી ગંધને” જુઓ તો ખરા! સમર્થ આચાર્ય કહે છેઃ જ્ઞાનનો વિષય નથી ગંધ. ગંધ છે, ગંધને જાણનાર ઇન્દ્રિયજ્ઞાન છે. પોતે સાધક છે ને! બહિઆત્મા, અંતઆત્મા અને પરમાત્મા, એમ ત્રણ અવસ્થાઓ અનુક્રમે થાય છે. એમાં આ સમર્થ આચાર્યનું અત્યારે બહિઆત્માપણું ગયું છે, અંતરઆત્મા થયા છે, અલ્પકાળમાં પરમાત્મા થવાના છે. ટીકાકાર ઉપમા આપે છે કે અતિઆસન્નભવ્ય જીવ છે. કુંદકુંદાચાર્યભગવાન અતિઆસન્નભવ્ય જીવ છે! આહા! એમાં....આ સવિકલ્પ દશામાં અંતરઆત્મા છે. શુદ્ધ ઉપયોગની ભૂમિકામાંથી બહાર આવી, છઠ્ઠાગુણસ્થાને છે, સવિકલ્પદશા આવી છે, એમાં આ (શાસ્ત્ર) લખે છે. ઇન્દ્રિયજ્ઞાન તો ક્યાં સુધી ? જ્યાં સુધી છદ્મસ્થ છે ત્યાં સુધી..પછી ઇન્દ્રિયજ્ઞાન રહેતું નથી. અનુભવ પછી એ જ્ઞાનના બે ભાગ પડી જાય છે! અજ્ઞાની છે ત્યાં સુધી.એકલું ઇન્દ્રિયજ્ઞાન, Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #277 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન ૨૫૪ કેવળજ્ઞાન થાય ત્યારે એકલું અતીન્દ્રિયજ્ઞાન (વર્તે છે) સાધકને બે જ્ઞાન સાથે હોય છે. જ્ઞાન તો એક જ હતું પણ જે બહિર્મુખ થઈને ઇન્દ્રિયજ્ઞાન દ્વારા પરને જાણીને “અહું' કરતું 'તું એ ઉપયોગને અંતરમુખ વાળીને જ્યારે આત્મા આત્માના દર્શન કરે છે. ત્યારે અતીન્દ્રિયજ્ઞાન નવું પ્રગટ થાય છે. અનાદિનું નહોતું પ્રગટ થયું. “ઉપયોગ” તો (નિરંતર) પ્રગટ હતોઉપયોગ તો પ્રગટ હતો પણ એ સામાન્ય ઉપયોગ બંધ મોક્ષનું કારણ નથી. પણ...એ ઉપયોગ અંદરમાં જઇને અતીન્દ્રિયજ્ઞાન જ્યાં થયું ત્યાં (સાધકને) બે ભાગ પડી ગયા! થોડું અતીન્દ્રિયજ્ઞાન ને થોડું ઇન્દ્રિયજ્ઞાન રહી ગયું!! ચોથા ગુણસ્થાને ઇન્દ્રિયજ્ઞાનનો ક્ષય થતો નથી. તેમ ચોથાગુણસ્થાને એકલું ઇન્દ્રિયજ્ઞાન હોતું નથી. કોઇ કહે ચોથાગુણસ્થાને એકલું અતીન્દ્રિયજ્ઞાન હોય અને શુદ્ધઉપયોગ કે શુદ્ધ પરિણતિ હોય નહીં, તો એ આચાર્ય ભગવાનનો અનાદર કરે છે. આચાર્ય ભગવાને કહ્યું છે ચોથાગુણસ્થાને શુદ્ધ ઉપયોગમાં સમ્યગ્દર્શન પ્રગટ થાય છે, અમારી પાસે આધારે છે બધા. આહા..હા ! કહે છે તને એમ નથી કહેતી આ ગંધ કે: “તું મને જાણ ” સૂંઘ અને આત્મા પણ “ધ્રાણેન્દ્રિયના વિષયમાં આવેલી” જુઓ ! આ વિષય છે ઇ ધ્રાણેન્દ્રિયનો છે. એટલે ક્ષયોપશમ ઇ જાતનો છે ઇન્દ્રિયજ્ઞાનનો ઉઘાડ. આ તો (બહાર દેખાતું નાક) નિમિત્ત છે. નાક તો નિમિત્તમાત્ર છે. નાકમાં કાંઇ સુગંધ-દુર્ગધ નથી આવતી, અહીંયાં ક્ષયોપશમ છે જે ઇન્દ્રિયજ્ઞાનનો, એને ધ્રાણેન્દ્રિય કહેવાય. અને એ (ગંધ) ઘાણઇન્દ્રિયનો વિષય છે. અતિનાસ્તિ અનેકાંત કર્યું. જ્ઞાનનો વિષય નથી અને ઇન્દ્રિયનો વિષય છે. શું કહ્યું? આત્મા અતીન્દ્રિયજ્ઞાન માત્રનો વિષય છે. અને બાકીના બધા ઇન્દ્રિયજ્ઞાનના વિષયો છે. અસ્તિ-નાસ્તિ અનેકાંત કર્યું! “ધ્રાણેન્દ્રિયના વિષયમાં આવેલી | એ વિષય છે. સુગંધ- દુર્ગધ એ વિષય છે, પદાર્થ બહારનો ! એમાં ઇ એને જાણે છે. “આવેલી ગંધને છઠ્ઠીગુણસ્થાને (વર્તતા) મુનિ આ લખે છે. કે મુનિરાજ જ્યારે આહાર લેવા ગામમાં પધારે ત્યારે રસ્તામાં અનેક જાતની સુગંધો ફુલની-ઝાડની, ઝાડપાનની ઘણી આવે,! આહા! પણ ઇ કહે છે કે, અમે એને જાણતા નથી કેમ કે ઇ અમારો વિષય જ નથી. અમારો વિષય નથી એટલે અમારો ઉપયોગ આત્માને જાણવાનું છોડી, એકસમય માત્ર એની સન્મુખ થતો નથી. પદાર્થની સન્મુખતો થતો નથી પણ પદાર્થ જેમાં પ્રતિભાસે છે ધ્રાણઇન્દ્રિયમાં, એની સામે ય પણ આંહી જોતા નથી. જેમ ઓલું પરદ્રવ્ય છે એમ ઇન્દ્રિયજ્ઞાન પરદ્રવ્ય છે. ઇ જાણે તો ભલે જાણે ! અમને કાંઇ વાંધો નથી. અમે તો એનાથી જુદા છીએ આત્માને જાણનારા! અમે સુગંધ-દુર્ગધને જાણનારા.. અમે નથી. પરણેયને જાણનારા અમે નથી. છ દ્રવ્યને જાણનારા અમે નથી. અમે તો કેવળ માત્ર પોતાના શુદ્ધાત્માને જાણનારા છીએ !! કેમ કે..જ્ઞાન આત્માનું છે એ આત્માને છોડીને પરને જાણે જ નહીં આહી..હા ! બહુ ભૂલ મોટી Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #278 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૫૫ પ્રવચન નં. – ૨૦ થઇ ગઇ છે! યજ્ઞાયકનો સંકર દોષ! “ઘાણ ઇન્દ્રિયના વિષયમાં આવેલી ગંધને” એ જ્ઞય જ્ઞયને જાણે છે. જ્ઞાન (પર) શયને જાણતું નથી. ઘાણ ઇન્દ્રિયને સુગંધ ને દુર્ગધ એ પણ શેય છે અને એને જાણનારું ( ઇન્દ્રિયજ્ઞાન) પણ શય છે. જ્ઞાન નથી. એમાં “જ્ઞાનની ભ્રાંતિ થઇ છે જીવને ! પણ ઇ જ્ઞાન નથી. આહા..હા! જે જ્ઞાન આત્માને પ્રસિદ્ધ ન કરે અને કેવળ એકાંતે પ્રસિદ્ધ કરે પરને, એને ભગવાન જ્ઞાન કહેતા નથી. “ગંધને પોતાના સ્થાનથી ટ્યુત થઇને '/છઠ્ઠીગુણસ્થાને લખે છે! આ લખે છે ત્યાં છઠું (ગુણસ્થાન મુનિરાજને વર્તે છે) આહાહા ! સવિકલ્પ દશા છે! તે વખતે કહે છે કે અમારું જ્ઞાન, આ લખાય છે એને જાણતું નથી. દ્રવ્યશ્રતને જાણનારું જ્ઞાન તો ચક્ષુઈન્દ્રિય છે!! દ્રવ્યશ્રુતને અમે જાણતા નથી. ભાવશ્રુતને જાણીએ તો ભેદથી જાણીએ છીએ (એમ કહેવાય) પણ અભેદથી તો શાયકને જાણીએ છીએ !! આહા..હા ! ભેદથી કહીએ અમે....તો શ્રુતજ્ઞાનને અમે જાણીએ છીએ, શ્રુતજ્ઞાન છે. બસ! આહા...હા ! પણ અભેદથી તો એ શ્રુતજ્ઞાનમાં કેવળ આત્મા જ જણાય છે. પોતાના સ્થાનથી ટ્યુત થઇને '/છઠ્ઠી ગુણસ્થાને આ લખે છે હોં? “કે ગ્રહવા જતો નથી-જાણવા જતો નથી, આત્માનું જ્ઞાન કદી પણ-આમ તો અજ્ઞાનીનું જ્ઞાન પરને જાણવા જતું નથી પણ એને ભાન નથી. શું થાય ? જ્ઞાનીઓ ! અજ્ઞાનીને પાગલ કહે. અને અજ્ઞાનીઓ ! જ્ઞાનીને પાગલ કહે. ગુરુદેવની વાણી છે આ ! ગુરુદેવ ફરમાવતા કે વાત સાચી છે. આહાહા ! શું...આ ટયુબલાઇટ જણાતી નથી? આ શું વાત કરે છે? પાગલ જેવી વાત કરે છે! આખા પેન્ડાલમાં બધાને પૂછો? કે ટયુબલાઇટ જણાય છે કે નહીં તમને? તો બધાય. અત્યારે તો હા નહીં પાડે! બહાર જઇને હા પાડશે! ભાઈ ! અદ્ભુતથી અભુત અંતર્મુખ થવાની વાત ચાલે છે “આ”..આ કલકત્તાનો પ્રોગ્રામ શુદ્ધ આત્માના દર્શન કેમ થાય ? શુદ્ધઆત્માનું સ્વરૂપ કેવું? ને એનાં દર્શન કેમ થાય? એ બે વાત અહીંયા ચાલે છે, ત્રીજી વાત તો આંહીયા છે નહીં. પોતાના સ્થાનથી ટ્યુત થઇને ગ્રહવા જતો નથી” સુગંધને જાણવા જતું નથી જ્ઞાન. જો સુગંધને જાણવા જાય તો જ્ઞાન રહેતું નથી અને જ્ઞાન રહેતું નથી તો આત્મા રહેતો નથી. આહા...હા ! આ શશીભાઈની બાજુમાં બેઠા છે નેમીચંદજી પહાડિયા, સમજી ગયા? એ કહે: તમારી પાસે જેટલું સૂક્ષ્મમાં સૂક્ષ્મ હોય તેટલું આપજો, અમે બધું ઝીલીએ છીએ અને બરોબર જ આવે છે વાત, સો ટકા સચોટ સત્યાર્થ વાત આવે છે, બરાબર આવે છે વાત! મને કહ્યું ભલે થોડા પણ એવા નીકળે ને વિરલા! કે સૂક્ષ્મ આપો અમને !! અમે પણ ગુરુદેવને વિનંતી કરતા રાજકોટ પધારે ત્યારે કહીએ, સૂક્ષ્મમાં સૂક્ષ્મ આપજો. અમે બધાં સૂક્ષ્મ બોધના અભિલાષી છીએ, અને કુદરતી એમની વાણીમાં (સૂક્ષ્માતિસૂક્ષ્મ તત્ત્વ ખરતું) ત્યાં એ પ્રકારની વાણી ખીલતી, ખીલી ઊઠતા 'તા આહ...હા ! કે અમે એને જાણવા જતા નથી સુગંધ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #279 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન ૨૫૬ દુર્ગધને! સુગંધ-દુર્ગધને જે જાણે છે ઇન્દ્રિયજ્ઞાન એ પણ અમારું જ્ઞય નથી. એને અમે જાણતા નથી. અમે તો એનાથી ભિન્ન જાણનારને જાણીએ છીએ, એવું અમારું જ્ઞાન વર્તમાનમાં ઉત્પાદરૂપ થાય છે ને ઉત્પાદ, ધ્રુવને પ્રસિદ્ધ કરે છે. ઉત્પાદ ધ્રુવને પ્રસિદ્ધ કરે પછી વ્યય થાય છે! એક વખતનો બનાવ છે. સોગાનીજી આવ્યા 'તા-પધાર્યા 'તા ત્યાં સોનગઢ, હું ત્યાં જ રહેતો 'તો લગભગ ૧૮-૧૯ ની સાલ છે. બધા મળ્યા! ચર્ચા ચાલતી હતી તેમાં એમણે કહ્યું કે ઉત્પાદ ધ્રુવને પ્રસિદ્ધ કરીને પછી વ્યય થાય છે. ઉત્પાદ-ધ્રુવને પ્રસિદ્ધ કરીને વ્યય થાય છે એટલે કે પરને પ્રસિદ્ધ કરીને વ્યય થાય એવું ઉત્પાદમાં છે જ નહીં. આ.હા..હા ! એની વાતો બધી તીખી હતી બહુ! બીજો એક બનાવ બન્યો/કેમ કે આ એની (સોગાનીજીની) નગરી છે ને ! એટલે આંહી આવીએ એટલે વધારે યાદ આવે છે. એકવાર એવો બનાવ બન્યો. બપોરે વાં (મંદિરમાં) ભક્તિ ચાલે, વ્યાખ્યાન પછી ભક્તિ ચાલે. મંદિરમાં...બે બહેનો! ગુરુદેવ વગેરે.......અહીયા ઇ ચર્ચામાં બેઠા હોય, ચર્ચાના રસિક હોય છે તો અહીંયા તરતજ આવી જાય ને! ચર્ચા ચાલતી 'તી એમાં એક મુમુક્ષુએ કહ્યું કે ત્યાં ભક્તિ ચાલે છે, ત્યાં તમે જાતા નથી ? અહીં ચર્ચાનો તમને રસ છે બીજાને સમજાવવાનો ! એટલું કહ્યું શું અને સિંહગર્જના છૂટી..“યે સબ સ્વપ્નમેં હોતા હૈ હમેરેમેં નહીં હોતા ... આહાહા! શું એની મસ્તી! આ પલોઠીવાળીને બેઠા હોય તો જાણે પ્રતિમા હોય! આંખનું મટકું ન મારે!સ્થિર ચહેરો એકદમ સ્થિર! બીજો એક પ્રસંગ બન્યો. મુંબઇમાં પધાર્યા ત્યારે ભાવનગરના આપણા હીરાલાલ જૈન, હીરાલાલજીને એની ઓફિસે આમંત્રણ આપ્યું આહારનું-જમવા માટે મહારાજને બોલાવ્યો બ્રાહ્મણને અને આહાર શરૂ કર્યો, તો મહારાજ તો બ્રાહ્મણ તો એણે હીરાલાલજીને કહ્યું: યહુ કૌન-સા મંદિરસે પ્રતિમાકો ઇધર ઉઠાકર બિઠા દિયા હૈ! (અર્થાત્ ક્યાંના મંદિરમાંથી પ્રતિમા લાવીને અહીં બેસાડી દીધી છે !). અજબ-ગજબનો આત્મા થઈ ગયો! આહા! “દષ્ટિના વિષયની તો જાણે માસ્ટરી એની” આહા...! આવી અપૂર્વ વાતો અને ગુરુદેવના પ્રતાપે...એના શિષ્યવર્ગમાં પણ આવા હીરા પાકયા! એક કરતાં વધારે! એણે કહ્યું કે જણાઈ જ જાય છે! લોકાલોકતો જણાઇ જ જાય છે! એવો શબ્દ છે. “હું જાણું છું’ એમ નહીં. આહા..હા! ઘણા-ઘણા માર્મિક શબ્દો છે એના! હવે આગળની (ગાથા) રસની વાત ચાલે છે. રસ, ખાટો-મીઠો રસ ! ખાટો-મીઠો રસ તો આપણે જાણીએ છીએ કે આપણે નથી જાણતા? ભૂલ થાય છે હોં? જાણે છે બીજો અને ઉપચારથી આવ્યું છે આત્મા જાણે છે! ઉપચાર સાચો લાગ્યો, મરી ગયો એમાં!! ઉપચાર સાચો લાગે વ્યવહાર, એમાં મરે છે જીવ! ટોડરમલ સાહેબના બે વાક્યો, સુવાક્ય છે. “નિશ્ચયનય વડે જે નિરૂપણ કરવામાં આવ્યું હોય જિનાગમમાં તેને સત્યાર્થ-બૂતાર્થ જાણી, તેનું શ્રદ્ધાન કરજે!” અને વ્યવહારનય વડે જે નિરૂપણ આવ્યું Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #280 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૫૭ પ્રવચન નં. – ૨૦ હોય તેને અસત્યાર્થ-અભૂતાર્થ જાણી એનું શ્રદ્ધાન છોડશે!! આહા ! બસો વર્ષ પહેલાં જ્ઞાની થયા. “આચાર્યકલ્પ” ની જેને ઉપમા સમાજે આપી હતી. અહીંયા કહે છે કે હવે “અશુભ અથવા શુભ રસ તને એમ નથી કહેતો” ખાટો-મીઠો રસ તને એમ નથી કહેતો..કે: “તું મને ચાખ” આહા...હા ! લીંબુ કે કરી કે દાડમ કે મોસંબી જે હોય તો ખાટા-મીઠા રસ તને કહેતા નથી કેઃ “તું મને ચાખ’ આહા! અને આત્મા પણ પોતાનું સ્થાન છોડીને રસના ઇન્દ્રિયના વિષયમાં આ જીભ છે ને! ઈ આ દ્રવ્યઇન્દ્રિય કહેવાય અને ત્યાં ઉઘાડ છે એને ભાવઇન્દ્રિય કહેવાય. ભાવઇન્દ્રિય અને દ્રવ્યઇન્દ્રિયને નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે, કર્તાકર્મ સંબંધ નથી. એ....ઉઘાડ આંહી જે છે ભાવઇન્દ્રિયનો.....આ (જીભ) દ્રવ્યઇન્દ્રિય છે. તો..એમાં જે રસ દેખાય છે–આવે છે રસ, ઇ કહેતો નથી કે તું મને ચાખ. “અને આત્મા પણ રસના ઇન્દ્રિયના વિષયમાં આવેલા '-આ ભાવઇન્દ્રિયનો વિષય છે. જ્ઞાનનો વિષય નથી. રસ છે ખાટો-મીઠો ઇ જ્ઞાનનો વિષય જ નથી. પણ સાહેબ! વ્યવહારે તો જ્ઞાનનો વિષય છે કે નહીં? એ વ્યવહાર એટલે શું? મને (૮) કહે. મને તું સમજાવ. હું વ્યવહારની વાત બહુ સમજતો નથી. તું મને સમજાવ, વ્યવહાર એટલે શું? કે જે પદાર્થ જ્ઞાનમાં પ્રતિભાસ થાય તેને ઉપચારથી એને જાણે છે એમ કહેવામાં આવે છે. ઉપચારનું કથન છે (તું) સાચું કથન માનીશ તો તને નુકશાન થશે. આહા..!! આ ભાવઈન્દ્રિયનો વિષય છે રસ! દ્રવ્યઇન્દ્રિય, ભાવઇન્દ્રિય ને અતીન્દ્રિય-(રસ) અતીન્દ્રિય જ્ઞાનનો વિષય નથી. આત્મા તો અતીન્દ્રિય જ્ઞાનમય છે. ઇન્દ્રિયજ્ઞાનમય (આત્મા) નથી. એ ઈન્દ્રિયજ્ઞાનનો વિષય ક્યાંથી થાય ? ' રસના ઇન્દ્રિયના વિષયમાં આવેલા રસને જાણતો નથી' આહા! ભાવઇન્દ્રિય જાણે છે. એમ હું જાણું છું પણ હું એને જાણું છું એમ હું જાણતો નથી. ભાવઈન્દ્રિય જાણે છે એમ હું જાણું છું. સવિકલ્પ દશા એટલે હોં? આત્મામાં જાય એટલે ઇ એ નથી (નિર્વિકલ્પ ! નિર્વિકલ્પ ધ્યાન!!). આ ધ્યાન રાખજો, આ છઠ્ઠાની (સવિકલ્પદશા હોય ત્યારની) વાત ચાલે છે, તો કહે છઠ્ઠામાં એટલું તો જાણે છે ને! ઇ તો છઠ્ઠાની વાત છે ભાઈ ! દોષમાં આવી ગયા છે સાધક! સાધક કહે છે: અમે છઠ્ઠામાં આવીએ છીએ એ તો દોષ છે અમારો ! શુદ્ધઉપયોગી મુનિ છે! આહા! દિગમ્બર મુનિઓ શુદ્ધોપયોગી હોય! કેઃ એ ભાવઇન્દ્રિયનો વિષય છે રસ ! દ્રવ્યઇન્દ્રિયનો ય વિષય નથી. દ્રવ્યઇન્દ્રિય તો જડ છે. ભાવઇન્દ્રિયનો વિષય છે. અતીન્દ્રિયજ્ઞાનનો વિષય નથી માટે અમે એને જાણતા નથી. છઠ્ઠાગુણસ્થાને શુદ્ધઉપયોગ નથી. સમ્યજ્ઞાન છે, શુદ્ધપરિણતિ છે. દષ્ટિ આત્મા ઉપર જામી ગઈ છે. આહા...! અને કલમ ચાલે છે! છઠ્ઠી ગુણસ્થાને કલમ ચાલી ! આહાહા! આહાર લેવા (મુનિરાજ) જાય, ઘણા રસ આવે! અમે એને જાણતા નથી!! આહા...હા ! Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #281 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન ૨૫૮ ત્યારે...કોણ જાણે છે? અમે જાણનારો તને બતાવીએ છીએ અમે. હવે તો “હું પરને જાણું છું” એ છોડી દે! જાણનારો તને બતાવીએ છીએ કે એ ઇન્દ્રિયજ્ઞાનનો વિષય છે, એ તારો વિષય નથી. તારો વિષય તો એકલો તારો આત્મા અભેદ! આહા..હા! ઉત્પાદ, ધ્રુવને પ્રસિદ્ધ કરે છે. વિશેષ, સામાન્યને પ્રસિદ્ધ કરે છે. વિશેષ, વિશેષને નહીં અને વિશેષના વિષયોને પણ નહીં. અધ્યાત્મ શિબિર છે આ તો! આહા....! “રસના ઇન્દ્રિયના વિષયમાં આવેલા રસને ગ્રહવા એટલે જાણવા જતો નથી” ભગવાન આત્માને આત્માનું જ્ઞાન, આત્માને જાણવાનું છોડી-પ્રકાશ, પ્રકાશકને પ્રકાશવાનું છોડીને અને ઘટપટને પ્રકાશવા જતો નથી. અત્યારસુધી એવું બન્યું નથી. એમ દેખાતું નથી અમને તો ! શું કહ્યું? ઇ આવશે ટીકામાં. આ...શું વાત કરો છો? દીવાનો સ્વભાવ સ્વ-પર પ્રકાશક છે લ્યો! દીવો દીવાને પ્રકાશે ને ઘટપટને પણ પ્રકાશે, ભલે વ્યવહારે! સાંભળ ભાઈ સાંભળ! વ્યવહારની વાત તે સાંભળી છે ઇ અમને ખબર છે. વ્યવહારનો “પક્ષ” પણ છે! પણ...તને શુદ્ધનયનો ઉપદેશ મળ્યો નથીને! અને ખરેખર રુચિપૂર્વક તેં (એ વાત ) સાંભળી પણ નથી. ઇ આવશે (ટકામાં) દીવાનો દષ્ટાંત આપશે. આહાહા! દીવાના દષ્ટાંતથી આંહીયા જ્ઞાનની સિદ્ધિ કરશે. રસના ઇન્દ્રિયના વિષયમાં આવેલા રસને પોતાના સ્થાનથી છૂટીને-પોતાને જાણવાનું છોડીને ચોવીસે ય કલાક, આઠેય પહોર એ જ્ઞાન આત્માને જાણે છે. તો કે થોડીક વાર તો એ છટ્ટે આવે ત્યારે તો એ પરને જાણે કે નહીં ? આહાહા! એવું શલ્ય ગરી ગયું છે કે મિથ્યાશલ્ય છે ઇ...બંધ અધિકાર' માં આચાર્ય ભગવાને એક અપૂર્વ વાત કરી. કે જેવી રીતે... હું પરને મારી શકું, જીવાડી શકું, સુખી-દુ:ખી કરી શકું (આવો અભિપ્રાય) એ પ્રભુ! ભાવબંધ છે મિથ્યાત્વ છે. મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન ને મિથ્યાચારિત્ર છે. પરને મારી શકું, જીવાડી શકું છું તો ઠીક! પરને સુખી કરી શકું, આહા...હા ! પરને મારા બોધથી હું સમ્યગ્દર્શન આપી શકું આહા...હા ! મૂરખ મૂઢ છે! એ કંઈ સમજતો નથી. એ...તો ભાવબંધ છે, પણ “બંધ અધિકાર માં ભાવબંધની એક પરાકાષ્ઠા છે! એની વાત મારે કરવી છે. આ તો બધા જીવ સ્વીકારે. પરને મારવાનો અભિપ્રાય, જીવાડવાનો (ભાવ) સુખીદુ:ખી કરવાનો અભિપ્રાય એ તો મિથ્યા છે. એ તો બની શકતું નથી. માટે ભાવબંધ-મિથ્યાત્વ થાય છે બરાબર છે. આગળ જાતાં (આચાર્યદવ) કહે છે આહા..હા! સંત! “ધર્માસ્તિકાય મને જણાય છે, જા તને મિથ્યાદર્શનનો દોષ લાગ્યો! ' અરે ! છ દ્રવ્ય મને જણાય ! એમાં અધ્યવસાન છે તારું! આ બધું (લખાણ) આમાં છે. આહા...! “બંધ અધિકાર” માં છે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #282 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૫૯ પ્રવચન નં. – ૨૦ પણ જણાય છે, હું જાણું એ જણાય-એનામાં શેયત્વ ને મારામાં જ્ઞાનત્વ! એનામાં પ્રમેયત્વ અને હું પ્રમાતા. આહા...! જો શાસ્ત્ર વાંચીને કાઢયું!! શાસ્ત્રમાંથી (માત્ર વાંચીને) કોને પ્રમેય સ્થાપ્યું? આહીંનું પ્રમેય રહી ગયું! એમાં શેય સ્થાપ્યું આમાં (પોતાનામાં) શેય ઉથાપ્યું! (ખાસ લક્ષમાં લ્યો!) આ શેય નહીં થાય ત્યાં સુધી ઉપયોગ અંદરમાં આવશે નહીં. પાડિયાજી? કોક મને કહે તો પ્રમોદ આવે કે નહીં! ઝીલનારા છે. હવે આગળ (પછીની ગાથા) સ્પર્શ! અશુભ અથવા શુભ સ્પર્શ” સ્પર્શઇન્દ્રિય છે ને સામે પુગલમાં સ્પર્શ નામનો ગુણ છે. ટાઢી-ઊની અવસ્થા એમાં થાય છે. ઇ પર્યાય હોય છે, સ્પર્શ નામનો ગુણ હોય છે ને તેની ઠંડી ગરમ (આદિ) અવસ્થાઓ થાય છે. “સ્પર્શ તને એમ નથી કહેતો, આચાર્ય ભગવાન કર્યું છે કે સ્પર્શ તને એમ નથી કહેતો, એમ કહે છે “તને એમ નથી કહેતો” કેટલી કણા છે!! આહા..હા! તને એમ નથી કહેતો સ્પર્શ કે: “તું મને જાણ' આહા...! બરફ કહેતો નથી કે તું મને જાણ, અગ્નિ કહેતી નથી કે તું મને જાણતું મને સ્પર્શ! આહા...હા! “અને આત્મા પણ...“ એક દ્રવ્ય બીજા દ્રવ્યને અડી શકતું નથી” ઈ વાત અત્યારે અહીં નથી. ઇ તો છે જ અડી શકે નહીં (વસ્તુસ્થિતિ છે) પણ....આ વાત તો ઇન્દ્રિયજ્ઞાન અને અતીન્દ્રિયજ્ઞાનની વચ્ચેના ભેદજ્ઞાનની અપૂર્વ વાત ચાલે છે. સ્પર્શ તને એમ નથી કહેતો કે “તું મને સ્પર્શ' પુદ્ગલમાં સ્પર્શ નામનો એક ગુણ છે. અને એની ટાઢી-ઊની (આદિ) અવસ્થાઓ પણ થાય છે. એ અવસ્થા એમ કહેતી નથી કે તું મને જાણ. “અને આત્મા પણ પોતાના સ્થાનથી છૂટીને એટલે પોતાને જાણવાનું છોડીને આહા ! “લક્ષણ, લક્ષ્યને જાણવાનું છોડી દે તો લક્ષણે ય રહેતું નથી ને લક્ષ્ય પણ રહેતું નથી ” આહા..! મીઠું (નમક) માં ખાર૫ નામનું લક્ષણ છે, એને છોડી દે અને દાળ ખારી થઈ જાય અને એ મીઠાનું ખારું લક્ષણ છૂટી જાય, તો ખારાપણું પણ ગયું ને મીઠું (નમક) પણ ગયું, બધું ય ગયું. એમ જ્ઞાન, જ્ઞાનનો પર્યાય (ઉપયોગ) જે લક્ષણ છે ને જે જીવને જ પ્રસિદ્ધ કરે છે અને અજીવને ન પ્રસિદ્ધ કરે! એનું નામ અતિ-નાસિત અનેકાન્ત છે. કથંચિત્ જીવને પ્રસિદ્ધ કરે! કથંચિત પરને પ્રસિદ્ધ કરે ! એમ છે જ નહીં. આહા...હા ! “પોતાના સ્થાનથી છૂટીને કાયાના વિષયમાં આવેલા સ્પર્શને કાયગોચર છે ઇ. સ્પર્શ છેને! ઇ કાયગોચર છે. કાયા છેને એનાથી જ ટાઢી-ઊની અવસ્થા જણાય છે. આવેલા સ્પર્શને ગ્રહવા જતો નથી” ભગવાન આત્માને આત્માનું જ્ઞાન, કહે છે કે અમારું જ્ઞાન, આહા....! ઠંડી હવા આવે, વરસાદ હોય, સખત તાપ હોય ઉનાળામાં, (મુનિરાજ) ધ્યાનમાં મગ્ન હોય ! ટાઢીને ઊની અવસ્થા અમને જણાતી નથી. આહા..અમારા જ્ઞાનનું શેય થતું નથી, અમારા જ્ઞાનનું શેય ભગવાન આત્મા છૂટે તો તો ઈ શેય બની જાય, પણ એ તો અસંભવ, અશક્ય છે. આહા...હા! ઘણો તાપ પડતો હોય! ધ્યાનમાં મગ્ન હોય, શિલા ગરમ થઈ ગઈ હોય, આહા! ધ્યાનમાં બેઠા છે. કાંઈ એમને Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #283 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન ર૬O ખબર નથી. અમારું “લક્ષ જ છૂટી ગયું છે. “લક્ષ ફરે ફેર છે મોટો! ” લક્ષ ફરે ફેર છે! (જુઓ!) સખત પેટમાં દુઃખાવો થતો હોય અને જો ઉપયોગ તત્ત્વમાં લાગી જાય, તો દુઃખાવો તો એટલો ને એટલો જ હોય, એમાં માત્રાકાંઈ ઘટી ન હોય પણ દુઃખાવાનું વેદને ય ન થાય ને દુઃખાવો જણાય પણ નહીં. એવી સ્થિતિ થઈ જાય!! આહાહા! અને જો અંદરમાં જઈને અનુભવ કરે તો તો વાત અપૂર્વ થઈ જાય છે! “અને આત્મા પણ સ્પર્શ ઇન્દ્રિયના વિષયમાં આવેલા સ્પર્શને, ટાઢી-ઊની અવસ્થાને (જાણતા નથી) મુનિરાજ કહે છે કે અમે તો કાંઈ જાણતા નથી અવસ્થા ટાઢી છે કે ઊની કંઈ ખબર નથી અમને! આહાગ્રહવા એટલે જાણવા અમે જતા નથી અમારું જાણવાનું છોડીએ તો ત્યાં જાણીએને? અમારું જાણવાનું છો છૂટતું નથી સાદિ અનંત કાળ શરૂ થયું તે થયું આહ.... અફર! ક્ષાયિકવત્ છે, સમ્યગ્દર્શન! આહા..હા! અલ્પકાળમાં તો એમનો મોક્ષ થવાનો છે, કેવળજ્ઞાન થવાનું છે. આ એમની વાણી છે! અતિ આસનભવ્ય ઘર્માત્માની, પરમાત્મા થવાની તૈયારીવાળા છે. આહા! એની વાણી અફર છે. જે એને ઝીલશે, અપનાવશે, પ્રયોગ કરશે આહ....આ જે વાત અત્યારે ચાલે છે ને ઈ પ્રયોગની વાત છે. પાનું સામે રાખવું. આ ચક્ષુગોચર છે ને! આંખનો વિષય છે ને! આંખ જાણે છે ને! કે જ્ઞાન જાણે છે? આંખ જાણે છે. સામે રાખવું. વિચાર કરવો. કે આ જણાય છે કે મને કે ઈ સંબંધી મારું જ્ઞાન જણાય છે કે જ્ઞાયક જણાય છે? બસ! બસ! શેયથી વ્યાવૃત થયો છું અને અંદરમાં આવ્યો છું! આ વિધિની વાત ચાલે છે હોં! જ્ઞાન સ્વરૂપ આત્માના અસ્તિત્વને પક્કડે નહીં અને તદ્રુપ પરિણમે નહીં તો તે શેય નિમગ્ન રહે છે. જે જે બહારનું જાણે તેમાં તલ્લીન થઈ જાય છે. જાણે કે જ્ઞાન બહારથી આવતું હોય એવો ભાવ વેદા કરે છે. ઘણું બધું ભણી ગયો, ઘણા યુનિ ન્યાય જાણ્યા, ઘણા વિચારો કર્યા, પણ જાણનારને જાણ્યો નહીં. જ્ઞાનની મૂળ ભૂમિ નજરમાં આવી નહીં. તો તે બધું જાણ્યાનું શું ફળ? શાસ્ત્રાભ્યાસાદિનું પ્રયોજન તો જ્ઞાન સ્વરૂપ આત્માને જાણવો તે છે. (બહેનશ્રીના વચનામૃત બોલ નં. ૩૮૧) Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #284 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી શુદ્ધાત્મને નમ: શ્રી સમયસારાય નમ: શ્રી. સમયસાર ગાથા. ૩૭૩-૩૮ર તા. ૨૩-૧૧-૯૬ કલકત્તા. સાંજે. પ્રવચન નં.-૨૧ આ શ્રી સમયસારજી પરમાગમ શાસ્ત્ર છે. એનો “સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર' નામનો અધિકાર છે. તેમાં ગાથા ૩૭૩ થી ૩૮૨ દશ ગાથા છે. અપૂર્વ ગાથા છે. ભાવો..બ્રહ્માંડના ભર્યા છે. ગાથામાં પાંચ ઇન્દ્રિયના વિષયો અને છઠ્ઠી મનનો વિષય, એમ વિભાગ કર્યા છે આમાં (ગાથાઓમાં) એમાં પાંચ ઇન્દ્રિયના વિષયો છે, પાંચ ઇન્દ્રિયના વિષયો જે છે, એની વાત આવી ગઈ. શબ્દ એમ કહેતો નથી કેઃ “તું મને જાણ ”—સાંભળ અને ભગવાન આત્મા જે સાધક થઈ ચૂકયા છે સાધકદશામાં છે કુંદકુંદાચાર્ય ભગવાન, એક જ્ઞાનના બે ભાગ પડી ગયા છે. થોડું અંતર્મુખજ્ઞાન-અતીન્દ્રિયજ્ઞાન, જે નિરંતર આત્માને અનુભવે છે. અને થોડું બહિર્મુખજ્ઞાન, જે ઇન્દ્રિયજ્ઞાન પણ થોડું રહી ગયું છે કેવળજ્ઞાન થયું નથી. એટલે (સાધકદશામાં જ્ઞાનના) બે ભાગ છે. જેમ જ્ઞાનના બે ભાગ પડી જાય છે તેમ સાધક ધર્માત્માને અંદરમાં એક શેય છે એના બે ભાગ પડી જાય છે! mય તો અંદર એક છે. તો એના પણ બે ભાગ પડે છે. થોડા આત્મસન્મુખ પરિણામ તે “નિશ્ચય મોક્ષનો માર્ગ છે. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રના વિતરાગી પરિણામ છે કે જે પરિણામ આત્માથી અભેદ થયેલા છે! એ કથંચિત્ અભેદ છે, તે અશેય છે. શેયના બે ભાગ છે, સાધકને ! એ તો સ્વયમાં આવ્યું. એ વ્યવહાર રત્નત્રયના પરિણામ કે અસ્થિરતાનો રાગ કે ઇન્દ્રિયજ્ઞાન, એ બીજો અજીવનો ભાગ છે. જીવનો ભાગ આ બાજુ છે અને બીજો ભાગ છે એ અજીવનો ભાગ છે, એ જીવ નથી પણ અજીવ છે. અ... જીવ! એવા શેયના બે ભાગ પણ પડેલા છે. પછી ક્રમે કરીને આ બાજુનો ભાગ વધતો જાય છે ઓલો ઘટતો જાય છે, એમ કરતાં આખું જોય આંહી થઈ જાય છે “ધ્યેયપૂર્વક જોય” એવા ધર્માત્માએ પ્રથમ, પુણ્ય-પાપના પરિણામથી ભિન્ન, બંધ-મોક્ષના પરિણામથી રહિત, નવતત્ત્વના ભેદથી પણ રહિત, એવા નિજપરમાત્માને જેણે ભેદજ્ઞાન કરી અભેદની અનુભૂતિ કરી છે, એવા ધર્માત્માએ-આ શાસ્ત્ર લખ્યું છે કુંદકુંદભગવાને, એમાં આ દશ ગાથા અપૂર્વ છે. ભેદજ્ઞાનની જ ગાથા છે. એ ફરમાવે કે: આત્માનો સ્વભાવ કેવળ પોતાને જ જાણવાનો છે. પ૨પદાર્થને જાણવાનો આત્માનો સ્વભાવ નથી. તો ...પરપદાર્થો તો (વિશ્વમાં) છે. કે હા છે. ત્યારે એને કોણ જાણે છે? કે સાધકનું અતીન્દ્રિયજ્ઞાન તો એને જાણતું નથી. પણ થોડું ઇન્દ્રિયજ્ઞાન ઊભું થાય છે, એમાં પાંચ ઇન્દ્રિયો પણ છે અને છઠું મન Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #285 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન ૨૬૨ પણ છે-ભાવમન, દ્રવ્યમન નહીં. ભાવઇન્દ્રિય અને ભાવમન! પાંચ (ભાવ) ઇન્દ્રિય જ્ઞાન છે. એ પાંચ ઇન્દ્રિયો પોત-પોતાના વિષયને જાણે છે. અને છઠું મન, એ અનેરા ધર્મ, અધર્મ, આકાશ ને કાળ જે છે (અરૂપી પદાર્થો) એના ગુણોને દ્રવ્યને પણ મન જાણે છે. (મનનો વિષય રૂપી–અરૂપી બે ય છે) હવે વિષય અત્યારે મનનો ચાલશે હમણાં. પાંચ ઇન્દ્રિયોનો વિષય પૂરો થયો. એમાં એમ ફરમાવ્યું કે શબ્દ કહેતો નથી કે તું મને જાણ અને આત્મા પણ પોતાને જાણવાનું છોડીને અને એને જાણવા જતો નથી. એ શબ્દ છે તે જ્ઞાનગોચર નથી, પણ ઇન્દ્રિયગોચર છે, કર્ણગોચર છે. આત્માના જ્ઞાનનું ગોચર-ગમ્ય નથી. એનો વિષય જ નથી. એમ કરીને..પછી ચક્ષુઇન્દ્રિય લીધી. પછી ઘાણ ઇન્દ્રિય લીધી, રસઇન્દ્રિય લીધી. સ્પર્શ ઇન્દ્રિય લીધી. એમ પાંચેય ઇન્દ્રિયના વિષયોથી આત્માનું ભેદજ્ઞાન કરાવ્યું. કે આત્માનું જ્ઞાનસાધકનું જ્ઞાન, જે આત્માને પ્રસિદ્ધ કરે છે જે જ્ઞાન, એ જ્ઞાન આત્માને જ પ્રસિદ્ધ કરે છે. પરને પ્રસિદ્ધ કરતું જ નથી, માટે તેને “સ્વપ્રકાશક જ્ઞાન” કહેવામાં આવે છે. હવે...એ જ જ્ઞાનને સ્વ-પર પ્રકાશક કહેવું હોય તો શું એની કળા ને વિધિ છે? તો કહે છે કે જે પદાર્થોબાહ્યપદાર્થો જ્ઞાનમાં પ્રતિભાસે છે. તે અપેક્ષાએ તેને “જાણે છે' એમ કહેવું છે વ્યવહાર છે. બાકી ખરેખર તો એ ઇન્દ્રિયજ્ઞાનનો વિષય છે પણ પ્રતિભાસ દેખીને ઉપચાર કરવામાં આવે છે, જેમ કેવળીમાં આવે છે એમ. કેવળી ભગવાન લોકાલોકને જાણતા નથી પણ પોતાના આત્માને, આત્માના જ્ઞાનને અને લોકાલોક જેમાં પ્રતિભાસ થાય છે એવા ( પોતાના) જ્ઞાનને જાણે છે. તો એવા જ્ઞાનને જાણતાં, જેમાં પ્રતિભાસ છે એને પણ જાણે છે. તો એને અસત વ્યવહાર નય કહેવામાં આવે છે. એ નથી જાણે છે! હવે, અત્યારે પાંચ ઇન્દ્રિયના વિષય પૂરા કરીને હવે મનનો વિષય (આચાર્યદવ) લ્ય છે. કે મન તો (ભાવમન) આત્માને જાણે છે કે નહીં? ના. મન આત્માને જાણતું નથી, ભાવમન ! દ્રવ્યમન તો જડ છે. પણ ભાવમન પણ આત્માને જાણતું નથી. “ભાવમન કોને જાણે છે? એનો વિષય ચાલે છે આજ. “અશુભ અથવા શુભ ગુણ” એટલે ધર્માસ્તિકાયનો ગુણ ગતિતુત્વ, અને અધર્માસ્તિકાયનો (ગુણ) સ્થિતિ હેતુત્વ, આકાશનો (ગુણ) અવગાહનહેતુત્વ, કાળ એના પરિણામ એ ગુણ છે એમાં. ધર્મ, અધર્મ, આકાશ ને કાળ (દ્રવ્યના) એ ગુણો છે. ગુણ અને દ્રવ્ય બે છે. પર્યાયને પણ ગુણ કહેવાય અને ત્રિકાળીના ભેદને પણ ગુણ કહેવાય. તો ...કહે છે કે અહીંયા એ જે ગુણ, છે તે તને એમ નથી કહેતું કેઃ “તું મને જાણ ધર્માસ્તિકાયનો ગુણ એમ નથી કહેતો કે તું મને જાણ. “અને આત્મા પણ પોતાના સ્થાનથી છૂટીને/સાધક પોતાની આત્મકથા લખે છે આ. અમારી શું સ્થિતિ છે, એનું વર્ણન કરે છે, સાધક કોને કહેવાય? આહ....! જ્ઞાતાને સાધક કહેવાય, કર્તાને સાધક ન કહેવાય. “પોતાના સ્થાનથી છૂટીને એટલે પોતાને જાણવાનું છોડીને...એક સમય પણ આત્મા પોતાને Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #286 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૬૩ પ્રવચન નં. - ૨૧ જાણવાનું છોડતો નથી, પોતાને જાણ્યા જ કરે છે નિરંતર! અજ્ઞાનીને છે તો એમ પણ અજ્ઞાની એનો સ્વીકાર કરતો નથી. એટલે એને અજ્ઞાન કહેવામાં આવે છે. પોતાના સ્થાનથી છૂટીને બુદ્ધિના વિષયમાં આવેલા આ ધર્માસ્તિકાયનો ગુણ બુદ્ધિનો વિષય છે, જ્ઞાનનો વિષય નથી. બુદ્ધિ કહો કે ભાવમન કહો, એકાર્યવાચક છે. ધર્માસ્તિકાયના લક્ષણને, ગતિતુત્વ ગતિમાં નિમિત્ત થાય ધર્માસ્તિકાય, ઇ એનો ગુણ છે એને-એ ગુણને, (એ બુદ્ધિ જાણે છે) એ બુદ્ધિનો વિષય છે. એને ગ્રહવા જતો નથી 'જાણવા જતો નથી. એટલે કે જાણતો જ નથી. પરને જાણવાના સ્વભાવનો જ અભાવ છે. આ મૂળ પાયાની વાત છે. કઇ નયથી નથી જાણતો ને કઈ નથી જાણે છે? એ વાત આમાં લીધી નથી. આમાં તો મૂળ એના સ્વભાવની વાત કરે છે. સ્વભાવથી વાત હોય ત્યારે એમાં નયનો પ્રયોગ કરવામાં આવતો નથી. નયના પ્રયોગમાં, જીવ પ્રમાણજ્ઞાનના વિષયમાં ચાલ્યો જાય છે. “નિશ્ચયનયથી છૂટી જાય છે” અથવા એનો સ્વભાવ છૂટી જાય, લક્ષમાં આવતો નથી. નિશ્ચયનયથી પોતાને જાણે છે ને વ્યવહાર પરને જાણે છે! હવે, એ...નયાતિક્રાંત થયેલા ધર્માત્મા કહે છે કે આ નિશ્ચયનયથી હું આત્માને જાણું છું ને વ્યવહાર પરને જાણું છું એમ ન લખતાં, સ્વભાવથી વાત કરે છે કે (આત્મા) પોતાના સ્વભાવને છોડી પરને જાણવા જતો નથી. ત્યારે ધર્માસ્તિકાયનો ગુણ જે છે એને જાણે છે કોણ? ધર્માસ્તિકાય, છ દ્રવ્ય છે. એ વાત તો તમે સાધકની કરી પણ કેવળજ્ઞાન થાય એટલે શું થાય ? ત્યાં તો ઇન્દ્રિયજ્ઞાન નથી. તો એને કોણ જાણશે? એક પ્રશ્ન ઊઠે! પ્રશ્ન બરાબર ઉઠાવવો, આપણે ઉઠાવવો. કે આપે સાધકની વાત કરી..એ તો બરાબર છે, સાધકને પણ ઇન્દ્રિયજ્ઞાન છે. અને ઇન્દ્રિયજ્ઞાન એને ( પરનો જાણે છે એમ કહીને તમે આમાં છટકી જાવ છો...તો મારો પ્રશ્ન છે કે કેવળજ્ઞાન થાય ત્યારે (કેવળી ભગવાન) ધર્માસ્તિકાયને જાણે કે નહીં ? બોલો ! એવો પ્રશ્ન થાય ને ? ( ઉત્તર:) થાય. એનો ઉત્તર છે. કે ધર્માસ્તિકાય કેવળજ્ઞાનમાં પ્રતિભાસે છે. તો એ પ્રતિભાસ દેખીને, કેવળી ઉપચારથી એને જાણે છે એમ કહેવામાં આવે છે. આહા...! આ શશીભાઈની પછવાડ ભાઈ બેઠા છે, ઇ આવ્યા 'તા. એને પ્રતિભાસની વાત બહુ ગમી. ઓહો ! મને તો એમ થયું 'તું કે આ પ્રતિભાસની વાત કલકત્તામાં ચાલશે કે નહીં! “પ્રતિભાસ ચાલવા મંડયો છે અહીંયાં! ગતિ કરવા મંડ્યો છે! આહ...આ તો પરનો માત્ર પ્રતિભાસ થાય છે, પર જણાતું નથી. અને જેમાં પ્રતિભાસ થાય છે એવું “જ્ઞાન જણાય છે” પણ “પર જણાતું નથી'. આહા ! સાવ સીધી સાદી અંતરમાં જવાની વાત છે. કહે છે કે ઇ ધર્માસ્તિકાયનો ગુણ, એ સાધક હોય ત્યારે....એને કહે બુદ્ધિનો વિષય છેમનનો વિષય છે. પણ પરમાત્મા થાય ત્યારે શું? કે એ ધર્માસ્તિકાયનો પ્રતિભાસ થાય છે કેવળજ્ઞાનમાં! નિગોદમાં પણ પ્રતિભાસ થાય છે હોં જ્ઞાનમાં આઠેય જ્ઞાનમાં સ્વ-પરનો પ્રતિભાસ છે, એકલા પરનો Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #287 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન ૨૬૪ નહીં. સ્વ-પરનો પ્રતિભાસ થાય છે! એવું જોયાકાર જ્ઞાન થાય છે. એ શેયાકાર જ્ઞાનમાં જ્ઞાયક જણાય છે!! તો અનુભવ થઈ જાય છે. એ છઠ્ઠી ગાથા આપણે ચાલી, એમાં લીધું તું! બધું આવી ગયું છે. યાદ ન હોય તો ફરીથી યાદ કરી દઉં! ભુલાઈ જાય ઘણા દિથયા ને! કહ્યું? પ્રત્યેક જીવને પ્રત્યેક સમયે ઉપયોગ (જાણવા- દેખવાનું કિરણ) પ્રગટ થાય છે. એ ઉપયોગમાં સ્વ ને પરનો પ્રતિભાસ થાય છે. સ્વ-પર જણાય છે એમ (શાસ્ત્રોમાં) લખ્યું નથી. તો તો દોષ આવી જાય! તો તો આત્માનું જ્ઞાન પરને જાણે છે એમ સિદ્ધ થઈ જાય, એમ તો છે નહીં! પ્રતિભાસ છે એ બરાબર છે! -પરનો પ્રતિભાસ થાય છે તે વખતે, એનું જ્ઞાન એ યાકારજ્ઞાન કહેવાય છે. બેનાં પ્રતિભાસ થાય છે ને! બે જ્ઞયો! સ્વ ( જ્ઞય) અને પર (જ્ઞય)! એમાં પ્રતિભાસ થાય છે. એને યાકારજ્ઞાન કહેવામાં આવે છે. એ જ્ઞયાકાર જ્ઞાનમાં જો જ્ઞાયક જણાય છે તો અનુભવ થઈ જાય છે. એ જ્ઞયાકારજ્ઞાનમાં પર જણાય છે તો અજ્ઞાન થઈ જાય છે. આહાહા ! એવી વસ્તુની સ્થિતિ છે, શાસ્ત્રમાં ચોખ્ખી વાત છે બધી! એ બુદ્ધિનો વિષય છે, ધર્માસ્તિકાયનો ગુણ-લક્ષણ, એ કોણ જાણે છે? કે એ બુદ્ધિનો વિષય છે, મારો વિષય નથી. નિષેધ કરે છે, સંત! મહાત્મા! ધર્માત્મા! અતિ આસન્નભવ્ય જીવ! જેનું ત્રીજું નામ (મંગલાચરણમાં) પ્રસિદ્ધ છે. આહા...હા ! દિગમ્બર સમાજમાં ! અને યથાર્થ છે ઇ..! આહાહા! ફરમાવે છે કે મારો વિષય નથી, હું એને જાણતો નથી. તો...કોણ જાણે છે? બુદ્ધિનો વિષય છે-મનનો વિષય છે. મનના બે વિષય લીધા, ઇન્દ્રિયજ્ઞાનના પાંચ વિષય લીધા. સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, શબ્દ! મનમાં બે વિષય છે. એક ગુણ અને એક દ્રવ્ય ! ધર્માસ્તિકાયનો ગુણ અને ધર્માસ્તિકાય દ્રવ્ય એ (દ્રવ્યની ગાથા) હવે આવશે. અત્યારે આંહી ગુણની વાત ચાલે છે. કે હું નથી જાણતો સંત કહે છે. ઇ મારો વિષય નથી (ઍને) જાણવાનો! હું મને જાણવાનું છોડી અને ૫રને જાણવા જાઉ.....એ મારા સ્વભાવમાં નથી. આહા....! નિશ્ચયનયથી નથી જાણતો...વ્યવહારથી જાણું છું એમ આમાં ( ક્યાંય) લખ્યું નથી. તો કેમ નયનો પ્રયોગ ન કર્યો? એમ પ્રશ્ન થાય. કે....પ્રત્યેક વાક્ય (સમજવા) નય લગાડવી જોઈએ પ્રત્યેક વાક્યમાં ! કોણે કહ્યું આ? કોણ કહે છે નય લગાડવી જોઈએ ? નયજ્ઞાનથી આત્મજ્ઞાન થતું નથી, સાંભળ! જ્ઞાનથી. આત્મજ્ઞાન થાય છે, એ જ્ઞાનમાં નય નથી! 'જે જ્ઞાનમાં આત્માના દર્શન થાય છે એમાં નય નથી. આહા ! કહે છે કે બુદ્ધિનો વિષય છે મારો નથી. એમ કરીને આખું “ભેદજ્ઞાન” કર્યું! બીજાના ગુણની સાથેથી, આત્માનું જ્ઞાન ભિન્ન છે એમ કહ્યું. હવે, દ્રવ્યની વાત કરે છે. ધર્માસ્તિકાય (આદિ છ) દ્રવ્ય. બધા લઈ લેવા, ધર્મ, અધર્મ, આકાશ ને કાળ (પુદ્ગલ ને જીવ) બધા લઈ લેવા. બધા પદાર્થો બહારના (પોતાના) આત્મા સિવાય ! Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #288 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ર૬૫ પ્રવચન નં. – ૨૧ અશુભ અથવા શુભ દ્રવ્ય” ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ, કાળ-બધું લઈ લેવાય (પોતાના) આત્મા સિવાય અન્ય જીવ પણ લેવાય. આહા..હા! જીવમાં “જીવો” જણાતા નથી! જીવમાં જીવ જણાય છે! જીવમાં? (શ્રોતા.) જીવ જણાય છે! જીવોમાંએકેન્દ્રિય, બેઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય (પંચેન્દ્રિય ) છે હોં બધુંય? હુંબગ (ખોટું ) નથી એકેન્દ્રિય, બેઈન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય (આદિ જીવો) છે. નથી, ઉડાડવાની વાત નથી “લક્ષ ફેરવવાની વાત છે” આહા...! “અશુભ અથવા શુભ દ્રવ્ય લીધું હવે! ધર્મ, અધર્મ, આકાશને કાળ દ્રવ્ય. એનાં ગુણ તો આવી ગયા સમુચ્ચય–બધા. “તને એમ નથી કહેતું કે: “તું મને જાણ” બેયમાં છે જુઓ! “તું મને જાણ ” બેયમાં છે. ગુણમાં પણ છે “તું મને જાણ ” તને એમ કહેતા નથી અને બીજાં દ્રવ્યો છે ઇ એમ કહેતા નથી કેઃ “તું મને જાણ” મફતનો આ દુઃખી થાય છે! કહેતા નથી કે (તું મને ) જાણ! અને આ કહે કે “હું એને જાણું છું' આહાહ! મોટો ફેર આહા....હા! શુભ દ્રવ્ય.....તને એમ નથી કહેતું કે તું મને જાણ ! દ્રવ્યો એમ નથી કહેતા કે તું મને જાણ ! “અને આત્મા પણ પોતાના સ્થાનથી છૂટીને, પોતાને જાણવાનું છોડીને લક્ષણ, લક્ષ્યને જાણવાનું છોડતું જ નથી. “લક્ષણ ઉપયોગ” લક્ષ્ય એવો પોતાનો આત્મા, એને જાણવાનું છોડી અને અલક્ષ, એવા આત્મા સિવાય પરપદાર્થો અને જાણવા જતું જ નથી. આહા! ( એને) જાણવા જાય તો..લક્ષણ રહેતું નથી આત્માનું! પણ...અજ્ઞાનીને શું “લક્ષ્ય' અને શું લક્ષણ ? અને લક્ષણ કોને પ્રસિદ્ધ કરે છે ઇ એ ય ખબર પડતી નથી. લક્ષ્ય અને લક્ષણ અભેદ છે. જ્ઞાયક ને જ્ઞાન અભેદ છે. ભેદ નથી એમાં. ઇ તો ભેદ કરીને સમજાવવામાં આવે છે. “લક્ષણ” તો ઉપયોગ છે. અને ઉપયોગ પ્રગટ થાય છે ઉત્પાદ રૂપ છે. એ જ્ઞાન ઉપજે છે એ જ્ઞાયક ને પ્રસિદ્ધ કરીને જ વ્યય થાય છે. છે તો સ્થિતિ આવી. શું કહ્યું? ઉત્પાદ....ધ્રુવને પ્રસિદ્ધ કરીને...પછી વ્યય થાય! જ્ઞાનનો ઉત્પાદ સમયે-સમયે થાય છે. કે સાહેબ, રાગનો ઉત્પાદ થાય છે કે નહીં ? હવે રહેવા દે ને તું પણ ! અટાણે “રામ બોલો ભાઈ રામ 'કાં કહે છે? રહેવા દે ! રહેવા દે! અટાણે તો લગનના ગીત ગવાય છે (ને મરશીયા ક્યાં ગાવા મંડ્યો!) પર્યાયમાં તો રાગ થાય છે ને! પણ પર્યાયમાં જ્ઞાન થાય છે કે નહીં છે તો તું મને સમજાવ! કહે, થાય છે તો જ્ઞાન. આહા..તો એ જ્ઞાન આત્માને પ્રસિદ્ધ કરે છે. સમયે-સમયે ! રાગને નહીં, દુ:ખને નહીં, કર્મને નહીં, શરીરને નહીં, (પરપદાર્થોને નહીં) આ અંતર્મુખ થવાની વાત ચાલે છે ભાઈ..!! “તને એમ નથી કહેતું કેઃ “તું મને જાણ' દ્રવ્ય, બીજાં દ્રવ્યો (પોતાના) આત્મા સિવાયના! આત્મજ્ઞાની આપણા ઉપકારી ગુરુ પણ એમ કહેતા નથી કે તું મને જાણ” અને આપણા જ્ઞાનમાં....ગજબની વાત છે જરા ! Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #289 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન ૨૬૬ અહાહા ! આત્મા પોતાના જ્ઞાનને છોડી અને ઉપકારી ગુરુ! એનું પણ “લક્ષ' કરતો નથી. “પદ્રવ્વાનો સુયા” આહા ! સાક્ષાત્ તીર્થંકર પરમાત્મા હોય, તો પણ “લક્ષ કરવા લાયક નથી. પછી જાણવા યોગ્ય છે એમ આવે! વ્યવહાર (એમ) કહેવામાં આવે છે એવો વ્યવહાર નથી એમ નહીં. આહા..હા ! વ્યવહાર છે ઇ તો ભેદમાં આવે તો અભેદમાં રહેતો વ્યવહાર ક્યાં ઊભો થાય છે? (નથી થતો.). “તું મને જાણ” અને આત્મા પણ પોતાના સ્થાનથી છૂટીને, બુદ્ધિના વિષયમાં આવેલા દ્રવ્યને” જુઓ! બુદ્ધિગોચર છે, જ્ઞાનગોચર નથી. ધર્મ, અધર્મ, આકાશ ને કાળ, અનંતા સિદ્ધો ... પંચપરમેષ્ઠી....બુદ્ધિગોચર છે! આહા..હા! જરાક સમજે તો અંદરમાં જ્ઞાન વળી જાય એવું છે. “તું મને જાણ” બુદ્ધિના વિષયમાં આવેલા દ્રવ્યને દ્રવ્યો એમ નથી કહેતા કે તું મને જાણ. “ગ્રહવા જતો નથી' (એટલે ) જાણવા જતો નથી. હવે ગાથા કહે છે કે, આ વિષય પૂરો થયો. પાંચ ઇન્દ્રિય અને છઠું મન. પાંચ ઇન્દ્રિયના વિષય પાંચ અને છઠું મન, એના વિષય બે ગુણ ને દ્રવ્ય બીજા. હવે છેલ્લે ટોટલ (નિષ્કર્ષ) મારે છે, કરુણા કરીને કહે છે. આવું જાણી ને પણ... - આ જાણીને પણ મૂઢ જીવ પામે નહીં ઉપશમ અરે! શિવબુદ્ધિને પામેલ નહિ એ પર ગ્રહણ કરવા ચહે. ૩૮૨. ઇચ્છા કરે છે પરને જાણવાની. એનો-ગાથાનો અર્થ આવે છે. આવું જાણીને પણ ” આટલું, આટલું તને કહ્યું! આવું જાણીને પણ મૂઢ જીવ' આહા! “મને પર જણાય છે ને હું પરને જાણું છું” આહા....! પર શય થાય છે અને પર શેય કર્તા થાય છે અને પર શેય કર્મ થાય છે. “પરને જાણું છું એટલે (જ) કર્તાબુદ્ધિ” ને “જણાય છે” એ કર્મબુદ્ધિ! જાણું તે ક” ને જણાય તો “કર્મ” થઈ જાય છે અને આત્મા (નું) કર્મપણું રહી જાય છે, જ્ઞાન પ્રગટ થતું નથી. “મૂઢ જીવ ઉપશમને પામતો નથી” આહહા! ઉપશમને પામતો નથી એટલે? આત્મજ્ઞાન ઉત્પન્ન કરતો નથી. કષાય ઉત્પન્ન કરે છે-મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન, અજ્ઞાન ઉત્પન્ન કરે છે. “અને શિવબુદ્ધિને કલ્યાણકારી બુદ્ધિને સમ્યજ્ઞાનને “નહિ પામેલો પોતે' જેને સમ્યજ્ઞાન પ્રગટ નથી થયું એવો મૂઢ જીવ! “પરને ગ્રહવાનું મન કરે છે” ( અર્થાત્ ) પરને જાણવાની ઇચ્છા કરે છે. જે જણાતું નથી. એને “જાણવાની ઇચ્છા કરે છે. અને જે જણાઈ (રહ્યો છે) એના પ્રત્યે બેદરકાર છે. તેથી ઉપશમભાવને પામતો નથી. જે જણાઇ રહ્યો છે, છે એને જાણતો નથી. કથંચિત્ અભેદ છે માટે ( જ્ઞાયક તત્ત્વ) જણાઇ રહ્યું છે. અને જે ભિન્ન છે એને જાણતો ય નથી ને ઇ જણાતું પણ નથી ઇ તો એ સંબંધી પોતાનું જ્ઞાન જણાય છે Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #290 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૬૭ પ્રવચન નં. – ૨૧ (એ), પર ક્યાં જાય છે? (નથી જણાતું) આહહા! પણ છતાં પણ....કહે છે કે તે પરને જાણવાની ઇચ્છા કરે છે સમયે-સમયે !! જે નથી જણાતું એને જાણવાની ઇચ્છા કરે છે! અને જેને જાણતાં ઉપશમભાવ પ્રગટ થાય - વીતરાગભાવ-જ્ઞાનવૈરાગ્યભાવ પ્રગટ થાય, એને જાણવાનો પ્રયત્ન ય કરતો નથી. “જાણનારો જણાય છે” એ ભાવ એને આવતો નથી. પરને જાણું ને પર જણાય છે અને બસ! એટલે પરને જાણતાં એને (અજ્ઞાનીને) હર્ષ થાય છે. આહા ! ભાવમનમાં એને હર્ષ થાય છે. (મજા, મજા માને છે.) જેને ત્રિદોષ થાય ને...વાત, પિત્ત ને કફ! ઇ પછે ગાંડો થાય, હુસે બહુ! હુસે એટલે ખુશી થાય! ખુશી થાય છે કે દુઃખી થાય છે? ( શ્રોતા:) દુઃખી (ઉત્તર) એમ પરને જાણતાં જાણતાં, જ્યાં પીકચર જોયું જ્યાં ટી-વી. જોયું! ખુશી, ખુશીના ઢગલા! આહાહા ! ભાવમરણ તો! શિવબુદ્ધિ પામેલ નથી” સમ્યજ્ઞાની નથી. એ પરને જાણવાની ઇચ્છા કરે છે આહા...હા ! એ ઇચ્છા તો દોષ છે. ઇચ્છા દુઃખનું (આકુળતાનું) કારણ છે. ઇચ્છા કષાય છે. (બધા દુઃખનું મૂળ ઇચ્છા છે). “પરને જાણવાની ઇચ્છા કરે છે-મન કરે છે” હવે મૂળગાથાનો (ગાથાર્થ) અર્થ થયો, હવે “ટીકા' આવે છે. “ટીકા” એટલે વિસ્તાર. દશગાથા સંક્ષેપમાં, પ્રાકૃતમાં જે લખી છે એની હવે ટીકા કરે છે ટીકાકાર અમૃતચંદ્ર આચાર્ય! ટીકાઃ- “પ્રથમ દષ્ટાંત કહે છે... પહેલાં દેખાતે ય..કડક છે, આકરું લાગશે. પણ જો...દષ્ટાંત સમજાશે...તો સિદ્ધાંત સમજવો સહેલો પડશે. એટલા માટે દષ્ટાંત, આચાર્ય ભગવાન (પ્રથમ જ) આપે છે. આ જગતમાં બાહ્યપદાર્થ ઘટ-પટ આદિ બાહ્યના પદાર્થો જેમ દેવદત્ત નામનો પુરુષ યજ્ઞદત્તનામના પુરુષને હાથ પકડીને કોઇ કાર્યમાં જડે તેમ' (જેમ કે કોઇ કહે કે) આ અમારું કામ આટલું કરી દે, હાથ પકડીને કહે, કે આટલું (તો જરૂર ને જરૂરી કામ કરી દે! એમ વ્યવહારમાં ચાલે છેબધું ચાલે છે. એવી રીતે હોય છે. તેમ.. તેવી રીતે.. આમાં ( એમ લખ્યું ) નથી, તેવી રીતે! હવે દીવાની વાત આવે છે. “દીવાને સ્વપ્રકાશનમાં અર્થાત્ બાહ્ય પદાર્થને પ્રકાશવાના કાર્યમાં જોડતો નથી, કે: “તું મને પ્રકાશ ! ઘટ પટ આદિ પદાર્થો, દીવાને એમ કહેતા નથી કેઃ “તું મને પ્રકાશ” ઓમાં (પહેલી-બીજી ગાથામાં) આવ્યું હતું ને! શબ્દ કહેતો નથી કેઃ “તું મને જાણ”—સાંભળ! તેમ આમાં દીવાના પ્રકાશને (ઘટ-પટ) કહેતું નથી કે તું મને પ્રકાશ. “અને દીવો પણ../જુઓ ! હવે.. “લોહચુંબકપાષાણથી ખેંચાયેલી લોખંડની સોયની જેમ લોખંડની સોય તો...લોહચુંબકની પાસે જાય છે આંહીથી, તો ઈ તો (સોય) પોતાનું સ્થાન છોડી દે છે. અને લોહચુંબકનો ઓલો પથ્થર હોયને..એમાં વઇ જાય છે, ખેંચાય છે. (સોય ) એમ....! દીવાનો પ્રકાશ, ઘટપટને પ્રસિદ્ધ કરવા (સોયની જેમ ખેંચાઇને) પ્રસિદ્ધ કરવા જાય છે કે નહીં ? સોય તો જાય છે (લોહચુંબકપાષાણ તરફ ) ઇ સિદ્ધાંતમાં આવશે. દીવાનો દષ્ટાંતે ય ઊંચો છે Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #291 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updařes જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન ૨૬૮ બહુ! ‘લોખંડની સોયની જેમ પોતાના સ્થાનથી ચ્યુત થઇને, તેને-બાહ્યપદાર્થોને પ્રકાશવા જતો નથી ' એટલે પ્રકાશતો નથી. ઘટપટને દીવો પ્રકાશતો નથી. અરે ! ભાઈ, દીવો તો સ્વ-૫૨ પ્રકાશક છે. એમાં તો ફે૨ફા૨ કેમ થાય ? જ્ઞાનની વાત છે. જો જ્ઞાનીની વાત હોય તો અમે મંજુર કરી લઇએ, કારણકે અમને અનુભવ નથી જ્ઞાનનો! ‘આ તો અમને અનુભવ છે, અત્યારે આ ટયુબલાઇટ છે. બરાબર છે? હવે ટયુબલાઇટનો જે પ્રકાશ છે...એ બધાને પ્રકાશે છે! (એમ તો અનાદિથી આમ માનીને છીએ.) કહે છે કે એમ નથી. પ્રકાશતો નથી. તો કરો અંધારું હમણાં. (ટયુબલાઇટ ઠારી નાખો ) તો લાઇટ ( અજવાળું-પ્રકાશ ) નહીં હોય તો કોઇ નહીં દેખાય ! અરે ! લાઇટ છે તો પણ એ લાઇટથી દેખાતા નથી. (તો ૫૨૫દાર્થો શી રીતે દેખાય છે ?) ઇ આ બધાની જે પર્યાય કાળી હતી એ ધોળી થઇ ગઇ. એ ધોળીપર્યાય (ઉજળાશ પર્યાય) એ ઘટને પ્રસિદ્ધ કરે છે. ઘડો છે...એ દીવાને (પ્રકાશના) અભાવમાં, એની યોગ્યતાથી કાળીપર્યાય-રૂપે પરિણમે છે, તેથી ઘડો દેખાતો નહોતો. આ આપણા ગુરુદેવ ઉપર આક્ષેપ છે કે બધું મારી- મચડીને તમે અર્થ કરો છો ! અરે ! ભાઈ મારી-મચડીને અર્થ નથી કરતા તું સાંભળતો ખરો ! સ્વભાવની તને ખબર નથી ! સંયોગથી તું જુએ છે! આહા...હા ! નિમિત્તનૈમિત્તિક સંબંધથી તું જોઇ રહ્યો છો ! બેય ના સ્વભાવ ભિન્ન ભિન્ન છે. ‘ ઘડો, ઘડાથી થાય છે, દીવાથી નહીં. દીવો એને પ્રકાશતો જ નથી. આ શું! નિશ્ચયથી ન પ્રકાશે તો કાંઇ નહિ, પણ વ્યવહારે પ્રકાશે કે નહીં? એમ લખ્યું નથી આમાં. દીવાના...મૂળ સ્વભાવની સમીપે જઇને જોવામાં આવે તો...એનો પ્રકાશ, પ્રકાશકને પ્રસિદ્ધ કરે છે. પ્રકાશ્યને નહીં. ઓલું-બહા૨ના પદાર્થો ‘પ્રકાશ્ય ’ છે. ઇ...પ્રકાશ્ય પણ અહીંયા છે, પ્રકાશક પણ અહીંયાં છે ને પ્રકાશ પણ અહીંયાં છે !! ત્રણ ભેદ અહીંયાં છે. તો...ઇ પ્રકાશ છે, દીવાનો પ્રકાશ. ઇ દીવો છે એમાં પ્રકાશ્ય નામનો સ્વભાવ છે. કે પ્રકાશમાં ઇ પ્રસિદ્ધ થાય. એ દીવો-પ્રકાશકમાં, પ્રકાશ્ય ને પ્રકાશ અભેદ છે માટે જણાય છે. એ (પ્રકાશ ) દીવાને પ્રસિદ્ધ કરે છે. ટયુબલાઇટ, ટયુબલાઇટના પ્રકાશમાં એ (ટયુબલાઇટને-પ્રકાશકને ) પ્રસિદ્ધ કરે છે. ટયુબલાઇટનો પ્રકાશ આને પ્રસિદ્ધ કરતો નથી. આહા...હા ! આ કેવી વાત! આ તો સર્વજ્ઞભગવાનની વાત છે. ત્યારે એ ઘડો! ઇ ઘડો કેવી રીતે (દેખાય છે?) એ ઘડાની પહેલા કાળી પર્યાય હતી, ઓનું (પ્રકાશનું) નિમિત્ત અને યોગાનુયોગ ઉપાદાનની તાકાત એવી ! નિમિત્તથી અહીંયાં થતું નથી. ઉપાદાનમાં નિમિત્ત અકિંચિત્કર છે. (બન્ને) તદ્દન ભિન્ન ભિન્ન છે. ઘડાની પર્યાય...કાળી હતી, તેનો વ્યય થઇ ધોળીપર્યાય પ્રગટ થાય છે. અને ધોળીપર્યાય પ્રગટ થતાં, દીવાના સદ્દભાવમાં ઇ ઘડો પ્રસિદ્ધ થયો એનાથી (પોતાથી ) એને ભ્રાંતિ થઇ (ગઇ) કે આ દીવાએ એને પ્રસિદ્ધ કર્યો. ભ્રાંતિ છે મોટી. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #292 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ર૬૯ પ્રવચન નં. - ૨૧ આહાહા! (જગતને) મોટી ભ્રાંતિ છે આ. કે આ નહીં ચાલે! કે આજ ચાલશે..સત્ છે પરમ! આહા! થોડા સ્વીકારે કે ઝાઝા, સંખ્યાની જરૂર નથી સને સંખ્યાની જરૂર નથી વસ્તુસ્વભાવ ફરશે નહીં. દીવાનો પ્રકાશ...ઘડાને પ્રસિદ્ધ નથી કરતો. પિતા-પુત્રને રાતના ચર્ચા થઇ. કે પિતાજ, આ મકાનો દેખાતા નથી. કે સવારે (સૂર્ય) ઊગશે એટલે તને દેખાશે, જોજે તો ખરો ! ભલે, કહે..સૂઇ ગયો છોકરો! સવાર થયું...પિતાજી! મકાન દેખાણો. જુઓ આ સૂર્ય ઊગ્યોને એટલે મકાન દેખાણાં, રાત્રે ક્યાંથી દેખાય? (પિતાજી કહે:) એમ....! આનાથી આ પ્રકાશ થયો છે! (તને તેથી) મકાન દેખાણાં? એમ નથી. સૂર્યનો પ્રકાશ, આહા સૂર્યનો પ્રકાશ પોતાના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ (સ્વચતુષ્ટયને) છોડીને મકાન સુધી જતો નથી. ઇ...પ્રકાશ, એને ત્યાંથી છોડીને મકાનોમાં જાય! આહા...હા ! તો તો દીવાનો નાશ (પ્રકાશ વિના) થઇ જાય ! પોતાના દ્રવ્યની પર્યાય, પોતાના દ્રવ્યને છોડીને, અન્ય દ્રવ્યમાં પ્રવેશી શકતી નથી. દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ (સ્વચતુને) અભેદ છે આંહીયા. મકાનના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ એનાં એમાં અભેદ છે. બેય તદ્દન ભિન્ન ભિન્ન છે. તો..પિતાજી! આ શું થયું! કે તારી ભ્રાંતિ હતી. સાંભળ! મકાન છે. એની પર્યાય રાત્રે કાળી હતી, ઇ મકાન જ પલટીને સફેદ પર્યાય એની થઈ છે. એ સફેદ પર્યાય મકાનને પ્રસિદ્ધ કરે છે. સૂર્ય નહીં. કે સાહેબ! સૂર્ય નિમિત્ત તો ખરો કે નહીં? કે ઉપાદાનથી જોને, નિમિત્તથી શું કામ જુએ છે! એક વાર ઉપાદાનથી તો જો! નિમિત્તની વાત પછી રાખ! આહાહા! નિમિત્ત-નૈમિત્તિક સંબંધ અકર્તાપણું પ્રસિદ્ધ કરતો હોવા છતાં, નિમિત્ત-નૈમિતિક સંબંધ જોઇને, કર્તાકર્મની ભ્રાંતિ થઇ જાય છે જીવને ! આહ હ ! એ ભ્રાંતિ છે એની. “દીવો થયો માટે ઘડો જણાણો’ ‘શેય છે માટે જ્ઞાન થાય છે... આહા..! એમ છે નહીં. એ..શેયનું જ્ઞાન નહીં અને શેયથી જ્ઞાન નહીં. શેયથી જ્ઞાન ન થાય અને શયનું પણ જ્ઞાન ન થાય. હમણાં આવશે ઇ સિદ્ધાંત, અહીંયાં આમાં. તેને-બાહ્યપદાર્થને પ્રકાશવા જતો નથી. પરંત...જુઓ ! હવે દ સિદ્ધાંત લાગુ પડે છે. “પરંતુ વસ્તુસ્વભાવ” એટલે દીવાનો જે વસ્તુનો જે પ્રકાશસ્વભાવ છે, એ પર વડે ઉત્પન્ન નહિ કરી શકાતો હોવાથી” ઘડો છે...માટે અહીંયાં પ્રકાશ થાય છે, એમ નથી. “વસ્તુસ્વભાવ પર પડે એટલે ઘટ-પટ આદિ પદાર્થો વડે “ઉત્પન્ન કરી શકાતો નહિં હોવાથી” એક બાજુ), હવે બીજું કહે છે, બીજું આંકડ્યું છે જરા કડક ! શયથી જ્ઞાન ન થાય ઇ તો બરાબર છે (ગળે ઉતરે), પણ શેયનું તો જ્ઞાન થાય ને! ઇ શલ્ય રહી ગયું! જ્ઞયથી તો જ્ઞાન ન થાય-નિમિત્તથી તો જ્ઞાન ન થાય એટલે ત્યાં સુધી તો આવ્યો! હવે કહે છે, બીજો પ્રકાર..તેમ જ વસ્તુસ્વભાવ' આહા.હા! દીવાનો પ્રકાશક સ્વભાવ- વસ્તુસ્વભાવ” “પરને ઉત્પન્ન નહિ કરી શકતો હોવાથી” એ ઘટને પ્રસિદ્ધ નહીં કરતો હોવાથી આમાં ક્યાં લખ્યું છે કે આમાં લખ્યું છે એની વાત ચાલે છે. તમારી પાસે (લખાણની) કોપી છે. વાંચો ને! એમાં Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #293 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન ૨૭) લખ્યું જુદું ને આમાં લખ્યું જુદું એમ નથી. આની જ (ઝેરોક્ષ) કોપી એમાં છે. “વસ્તુસ્વભાવ...મહા સિદ્ધાંત છે આ. કે વસ્તુ સ્વભાવ પર વડે ઉત્પન્ન નહિ કરી શકાતો હોવાથી ઘટપટ આદિ પદાર્થો દીવાના પ્રકાશસ્વભાવને ઉત્પન્ન નહિ કરતા હોવાથી, અને દીવાનો જે પ્રકાશ છે ઇ વસ્તુસ્વભાવ, પરને ઉત્પન્ન નહિ કરી શકતો હોવાથી, એટલે કે...દીવાનો પ્રકાશ દીવાને પ્રસિદ્ધ કરે છે પણ ઘટપટ પ્રસિદ્ધ નથી કરતો !! આહાહા! દીવાનો સ્વભાવ પરને પ્રસિદ્ધ કરે છે અને સ્વ-પરને પ્રસિદ્ધ કરે છે (એમ માનો) તો એમાં દીવો ને પ્રકાશ ને પ્રકાશક એ બધું હાથમાંથી (દષ્ટિમાંથી) ચાલ્યું જાય છે. “વસ્તુસ્વભાવ પર ઉત્પન્ન કરી શકતો નહિ હોવાથી” આહા..હા ! એનું પ્રકાશ્ય થતું નથી. દીવાનું પ્રકાશ્ય દીવા પાસે (જ) છે. દીવાનું પ્રકાશ, પ્રકાશક અહીંયા પ્રકાશ્ય પણ અહીંયા શું એનું પ્રકાશ્ય ઘટપટ છે? એમ કોઇ દિ' ત્રણકાળમાં હોઇ શકે નહીં. ઇ તો અભેદ હોય છે. પ્રકાશક, પ્રકાશ્ય અને પ્રકાશ-ત્રણેય અભેદ હોય છે. ભિન્ન દ્રવ્યમાં હોતા નથી. આહા...! આ તો સિદ્ધાંતિક વાત ચાલે છે. “સિદ્ધાંત બોધ” જેને અંતરમાં ઊતરી ગયો, સિદ્ધાંત બોધ એટલે “વસ્તુનો સ્વભાવ તેમ જ વસ્તુસ્વભાવ પરને નહિ ઉત્પન્ન કરી શકતો હોવાથી” તેમ જ “દીવો જેમ બાહ્ય પદાર્થની અસમીપતામાં કોઇ પદાર્થ ન હોય, દીવો એકલો હોય. અને કોઇ પદાર્થ ન હોય, એમ પણ બને. “બાહ્યપદાર્થની અસમીપતામાં પોતાના સ્વરૂપથી પ્રકાશે છે” એ બાહ્યપદાર્થની અપેક્ષા નથી. એ નિરપેક્ષ છે, વસ્તુ સ્વભાવ નિરપેક્ષ હોય. પરની અપેક્ષા ન હોય. એમાં નથી સિદ્ધિ ન હોય. નયથી સિદ્ધિ કરવા જાશે...તો સ્વભાવનું ખૂન થઇ જશે! આહા...હા ! છ સત્ય લાગશે તો ! એને જાણીને પછી, નિરપેક્ષમાં આવી જાય તો તો કાંઇ વાંધો નહિ. નયથી જાણીને પછી નય છોડવા જેવી છે. નયથી (વસ્તુ સ્વભાવનું) અનુમાન કરી, જાણીને પછી.. નયથી અતિક્રાંત ભાખ્યો છે. સમયનો સાર છે! “તેમ બાહ્યપદાર્થની સમીપતામાં પણ ઘટપટ (આદિ પદાર્થો) હોય તો પણ પોતાના સ્વરૂપથી જ પ્રકાશે છે” દીવો તો દીવાના પ્રકાશથી પ્રકાશી રહ્યો છે. “એમ પોતાના સ્વરૂપથી પ્રકાશતા એવા તેને” દીવાને. “વસ્તુસ્વભાવથી જ વિચિત્ર પરિણતિને પામતો એવો મનોહર કે અમનોહર ઘટપટ આદિ બાહ્યપદાર્થ જરાય વિક્રિયા ઉત્પન્ન કરતા નથી ” ક્યાંથી ઉત્પન્ન કરે ? આહા...હા ! એને પ્રસિદ્ધ જ ન કરે ! એની હારે સંબંધ જ ન હોય ઘડાની હારે દીવાને! અને એના પ્રકાશને ! - જ્ઞાનમાં આવશે ઈ તો આહા! આ તો દષ્ટાંત છે હુજી. “વિક્રિયા પામતો નથી” દીવો ! સામે સાપ હોય, ઝેર હોય કે સામે અમૃતનો ઢગલો હોય, ઇ તો (દીવો) પ્રકાશે છે પોતાના સ્વભાવથી. એને (સાપ આદિને) ક્યાં તે પ્રકાશે છે? પોતાના પ્રકાશક એવા સ્વભાવને પ્રકાશે છે. આહા...હા! ઘટપટનો સદ્ભાવ હો કે અસદ્ભાવ હો, પ્રકાશ તો પોતાથી છે. એને કોઇ નિમિત્તની અપેક્ષા નથી નિશ્ચય-વ્યવહારની પણ અપેક્ષા નથી. આ દષ્ટાંત પૂરો થયો, હવે સિદ્ધાંત બાકી છે. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #294 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી પરમાત્મ ને નમઃ શ્રી સમયસારાય નમઃ શ્રી નિજાત્મને નમઃ શ્રી સમયસા.ર ગાથા. ૩૭૩-૩૮૨ તા. ૨૪/૧૧/૯૬ – કલકત્તા. સવાર. પ્રવચન નં.-૨૨ આ શ્રીસમયસારજી પરમાગમ શાસ્ત્ર છે. એનું મુખ્ય પ્રતિપાદન, શુદ્ધાત્માની મુખ્યતાથી આ શાસ્ત્ર લખવામાં આવ્યું છે. વસ્તુની પર્યાયનું અને કર્મને શરીરનું સંયોગનું જ્ઞાન કરાવતાં આવે છે, સાથે સાથે...પણ એનો પ્રતિપાદ્ય વિષય તો એકલો શુદ્ધાત્મા છે. પોતે જ એમ વ્યવસાય કર્યો છે કે હવે હું “એકત્વ-વિભક્ત આત્માની વાત કરીશ. આ પ્રકારનો મેં વિચાર કર્યો છે.' જે અનંતકાળથી પરની સાથે જીવ, શરીરની સાથે નોકર્મ ને બીજા બહારના પદાર્થની સાથે, રાગની સાથે, ઇન્દ્રિયજ્ઞાન સાથે એકપણાની માન્યતા–એ– બુદ્ધિ કરે છે, (છતાં પણ) એકત્ર થતું નથી. શરીર અને આત્મા કદી એકત્વ થાય નહીં, (અજ્ઞાનતામાં) એકપણાની માન્યતા કરે! એ તો એનું અજ્ઞાન છે. એ કાંઇ આગળ કરવા જેવી વાત નથી. ગાંડા માણસની-પાગલ માણસની વાત કંઇ આગળ કરવા જેવી નથી. ડાહ્યાની-અનુભવી પુરુષોની વાત આગળ કરીને અપનાવવા જેવી છે. એટલે “એકત્વ-વિભક્ત આત્માની વાત કરીશ હું, એકત્વ એટલે આત્માનો અનાદિ-અનંત, અનંતગુણથી એકપણું રહેલું છે, ભલે ગુણો અનંત છે, અંદરમાં અત-રૂપે છે એક ગુણ બીજા ગુણ રૂપે નથી, પણ એકપણે-એકરસરૂપે રહેલા છે બધા, ગુણો એવા અનંતગુણો એકપણું એને “એકત્વ' કહેવામાં આવે છે. વિભક્તનો અર્થ એ છે કે અનંતગુણની અનંતપર્યાય સમયે સમયે થાય છે પણ જે શુદ્ધ આત્મા ઉપાદેય તત્ત્વ છે, જે ગાા છે. એનાથી-એની પર્યાય ભિન્ન છે. અનંતગુણથી આત્મા અભિન્ન છે અને અનંત ગુણની પર્યાયો જે પ્રગટ થાય, અનિત્ય-નાશવાન (ઉત્પાદવ્યયરૂપ) પછી પર્યાય સાપેક્ષ હો કે નિરપેક્ષ હો! અગુરુલઘુ (ગુણ ) ની પર્યાય, તોપણ વિભક્ત નામ આત્માથી ભિન્ન છે. આત્માથી રહિત છે. એવી પર્યાય માત્રથી રહિત અને અનંતગુણથી સહિત, એવા શુદ્ધાત્માની વાત હું કરીશ. પછી પોતે (કુંદકુંદાચાર્ય દેવ) ફરમાવે છે કે હું તો કહીશ પણ માત્ર મારા કહેવાથી તમે “હા” પાડશો નહીં. તમે પણ અનુભવ કરજો અને અનુભવ કરીને તમે પ્રતીતમાં લેજો, અનુભવ વિનાની પ્રતીતિ, અપ્રતીતિસમાન છે. જ્ઞાનમાં જ્યાં આત્મા જણાયો જ નથી જેને, એને આત્મા કેવો છે એની ખબર ક્યાંથી પડે? માટે તમે પણ, તમારા નિર્વિકલ્પ અનુભવથી પ્રતીતમાં લેજો-આત્મા આવો છે! અમને પ્રતીતમાં એ આવી ગયો છે અને તમને પણ પ્રતીતમાં આવશે. એકને જેવો શુદ્ધાત્મા જ્ઞાનમાં, પ્રતીતમાં, અનુભવમાં Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #295 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updařes જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન ૨૭૨ આવ્યો છે એવો જ આત્મા બીજા જીવોને પણ અનુભવમાં આવે છે. અનુભવના વિષયમાં કિંચિત્માત્ર ક્યાંય કદી ફેરફાર હોતો નથી. જેવો અનુભવ અમે સામાન્યનો કર્યો છે કે સામાન્ય શુદ્ધમ્ વિશેષ અશુદ્ધમ્' એવા ટંકોત્કીર્ણપરમાત્માના અમે દર્શન કર્યાં છે. અને જેમને પ્રચુર આનંદનું વેદન વર્તે છે. સ્વસંવેદનજ્ઞાનથી અમે પ્રતિતમાં લીધો છે. શાસ્ત્ર વાંચીને નહીં, ગુરુની વાણી સાંભળીને નહીં, તીર્થંકર પ્રભુએ કહ્યું છે માટે મારો આ (શુદ્ધાત્મા) છે એમ અમે ન માન્યું. અમે તો અંદરમાંથી કહ્યું ભગવાન સર્વજ્ઞ ૫૨માત્માએ, એ આત્મા એવો છે કે નહીં અંદરમાં જઇ, અંતર્મુખ થઇ અને આત્માનાં દર્શન કર્યાં છે. દર્શન કર્યા પછી અમે આ શાસ્ત્ર લખીએ છીએ. અને અમને જેવાં દર્શન થયાં છે. જ્ઞાનને આનંદમયી આત્માના એવા દર્શન, અનુભવ તમને થશે...થશે. કચિત્ થાય ને ચિત્ ન થાય, એવી વાણી ન હોય. નબળી વાણી હોય. પુરુષાર્થ પ્રેરક હોય. જ્યાં જ્યાં કથંચિત્ લગાડશે તો એમાં રહી જશે ભાઈ ! અમારો જેવો સ્વભાવ છે એવો જ તારો સ્વભાવ છે. ‘જો નિગોદમેં સો હી મુજમેં, સો હી મોક્ષ મંઝાર, ભેદ કછું નાહીં ભેદ ગિને સંસાર' જેવા સિદ્ધપ૨માત્માની પર્યાયમાં આત્મા એને પ્રત્યક્ષ દેખાય છે કેવળજ્ઞાનમાં જણાય છે ત્રિકાળી દ્રવ્ય! એવો જ આત્મા અત્યારે મારામાં છે ને નિગોદમાં પણ એવો આત્મા બિરાજમાન છે. આત્માનું એકાકાર સ્વરૂપ ટંકોત્કીર્ણ ત્રણે કાળે એકરૂપ છે. અનંતકાળથી ભલે ભૂલો પડીને અજ્ઞાનભાવે પરિણમ્યો, અને અનેક પ્રકારના કષાયના વમળમાં વીંટાઇને રહ્યો છે પણ છતાં પોતાનું શુદ્ધ-સ્વરૂપ એ છોડતો નથી. અશુદ્ધપર્યાયની મધ્યમાં પણ, એક શ્વાસમાં અઢા૨વા૨ જન્મે ને મરે એવો પર્યાયનો ધર્મ છે, પર્યાયનો એવો સંયોગ હોવા છતાં પણ, ઉત્પાદ-વ્યયની મધ્યમાં રહેવા છતાં પણ ધ્રુવપરમાત્મા પોતાના સ્વભાવને ત્યાગતો નથી. બિલકુલ! છોડતો નથી. એવા શુદ્ધાત્માની વાત હું કહીશ. હૈ ભવ્યાત્માઓ! તમે ના પાડશો નહીં, હા પાડશો તો હાલત થશે. પણ અનુભવથી પ્રતીતમાં લેજો તમે. મારાથી મારા કહેવાથી કહું છું એમ નહીં. એવા સમર્થ આચાર્યે સમયસારમાં આ શુદ્ધાત્મા, આ શાસ્ત્રમાં બતાવ્યો છે. હવે જે શુદ્ધાત્મા છે-ત્રિકાળી દ્રવ્યજ્ઞાયક! એમાં વર્તમાનમાં એક ઉપયોગ પ્રગટ થાય છે. અતીન્દ્રિયજ્ઞાન ઉપયોગ નહીં, ઇન્દ્રિયજ્ઞાન ઉપયોગ નહીં મતિ, શ્રુત, અવધિ, મન:પર્યય, કેવળજ્ઞાન ઉપયોગ નહીં, માત્ર ‘ ઉપયોગ’, ઉપાધિ વગરનો ઉપયોગ. બીજું ઉપાધિ એટલે મતિ-શ્રુત (આદિની ) ઉપાધિ એમાં નથી. ઉપાધિ એટલે વધારાની ચીજ. ઉપયોગ પ્લસ (ઉપયોગ વત્તા ) મતિ, શ્રુત. મતિશ્રુતની વાત નથી કરતો. હું તો · ઉપયોગ' ની વાત કરું છું. જેને અવધિજ્ઞાન, મન:પર્યયજ્ઞાન કે કેવળજ્ઞાનની અપેક્ષા નથી. એવો નિરપેક્ષ ઉપયોગ છે ઇ (નિરંતર પ્રગટ થતો ) એ પર્યાયાર્થિકનયનો પરિણામિકભાવ છે. ભલે, અનિત્ય હોવા છતાં પણ એ પર્યાયનો પોતાનો સ્વભાવ છે. અનાદિ- અનંત સ્વભાવ છે. " . લક્ષણ ત્રણકાળ એક પ્રકારનું હોય. પંચમકાળમાં લક્ષણ જુદું ને ચોથાકાળમાં જુદું એમ હોઇ શકે નહીં. એવો ‘ઉપયોગ ’ જ્યારે તને પ્રગટ થાય છે, ત્યારે તારી એ જ્ઞાનની પર્યાયમાં સ્વ૫૨નો પ્રતિભાસ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #296 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૭૩ પ્રવચન નં. – ૨૨ થઇ રહ્યો છે થાય છે. એ બે પ્રકારના પ્રતિભાસમાં અનંતકાળથી આત્મા, પરસ્વરૂપ (પરસનુખ) વળી ગયો છે ઉપયોગ અને એ ઉપયોગનો દુરુપયોગ કરી રહ્યો છે. એમાં તો આ સંસાર ઊભો થયો! ઇન્દ્રિયજ્ઞાન ઉત્પન્ન થયું. હવે કહે છે કે બે પ્રકારના પ્રતિભાસ હોવા છતાં, જ્ઞાનની પર્યાય તો એક જ છે. એ (એક) જ્ઞાનની પર્યાયમાં બે પ્રકારના પ્રતિભાસ સ્વ-પરના થાય છે. એવું જે એક જ્ઞાન અને યાકારજ્ઞાન કહેવામાં આવે છે. અહીંયાં સુધી તો સ્થિતિ છેઆ પદાર્થની. પ્રત્યેક જીવમાં આ mયાકારજ્ઞાન પ્રગટ થાય છે. પહેલાં “ઉપયોગ” પ્રગટ થાય છે એમ કહ્યું પછી પ્લસ (વત્તા) કર્યું કે સ્વ-પરનો પ્રતિભાસ થાય છે. સ્વ-પરના પ્રતિભાસમય ઉપયોગ છે. પ્રતિભાસથી ઉપયોગ જુદો નથી. એવો જે “ઉપયોગ” એક સમયનો, એને જોયાકારજ્ઞાન કહેવામાં આવે છે. (સ. સા.) છઠ્ઠીગાથામાં એને જોયાકારજ્ઞાન કહ્યું. શુદ્ધઆત્મા પછી એનો અનુભવ કેમ થાય? એ વાત ચાલે છે અત્યારે. અને અનુભવમાં શું બાધક છે એ વાત પણ આપણને જણાવે છે, આચાર્ય મહારાજ (કુંદકુંદાચાર્યદેવ ભાવલિંગી સંત !). કે: એ શેયાકારજ્ઞાનમાં જ્ઞાયક જણાય છે! શેયો કોઈ જાણતા નથી “આ ” આહા..હા! શેયોનો એમાં પ્રતિભાસ થવા છતાં પણ જ્ઞાયક જણાય છે” પર શેય તો જણાતા નથી, પણ mયો જેમાં જણાય છે. પ્રતિભાસે છે એવી જ્ઞાનની પર્યાય પણ અમને જણાતી નથી. છે શેયાકારજ્ઞાનમાં ત્રીકાળી ભગવાન આત્મા-જણાય છે. એ જ્ઞાયકપણે જે જણાયો એમાં કરણલબ્ધિના પરિણામ આવી ગયાં. સવિકલ્પ..સ્વસંવેદનશાન થઇ ગયું! પછી..ઉત્તરોત્તર ક્ષણે, તરત જ જે શેયાકારજ્ઞાનમાં જ્ઞાયક જણાયો, તે સ્વરૂપ અનુભવમાં પણ તેનો તે પ્રત્યક્ષ થયો (નિર્વિકલ્પ સ્વાદ આવ્યો) ઓલી સવિકલ્પ દશા હતી, એના પછી સવિકલ્પદશાનો વ્યય થાય છે ને નિર્વિકલ્પ ધ્યાન આવે છે!! તો એમાં (નિજ) પરમાત્માના દર્શન થાય છે, ત્યાં (અપૂર્વ) આનંદ આવે છે. શેયાકારજ્ઞાનમાં જ્ઞાયક જણાયો ત્યાં આનંદ નહોતો, જણાયો એ વાત સાચી, અને જે જણાયો તે જ જણાશે હમણાં (તુરતજ)...જણાયો તે જ હમણાં જણાશે, અને એવો જ આત્મા જણાયો જ્યાં જણાયો ત્યાં એને અતીન્દ્રિયઆનંદનો સ્વાદ આવે છે. ભવનો અંત થઈ ગયો, કોલકરાર! કોઇને પૂછવાની જરૂર નહીં. આહા..હા! એવી બે વાત આ “સમયસારમાં છે. અનુભવનો વિષય (ધ્યેય) શું? અને અનુભવ કેમ થાય? તેની વિધિ પણ બતાવી છે. હવે આંહી આચાર્ય ભગવાન, એક માર્મિક વાત કરે છે (કે જેમાં) આખું જગત ભૂલ્યું છે. એમાં આખું જગત ભૂલવામાં છે. કે જ્ઞાનનો સ્વભાવ જ પરને જાણવાનો છે! કરવાનો નો હોય તો કાંઈ નહીં અમને મંજૂર છે. કર્તા નથી. “કર્તા નથી” એટલો જેને વિવેક આવ્યો હોય એની વાત છે. કર્તા બુદ્ધિ હોય એને તો કાંઇ (તત્ત્વની) ખબર જ નથી. પણ કર્તા બુદ્ધિ જેને ગળી હોય, ટળી નથી. ગળી હોય એ બીજા તબક્કામાં આવે છે કે Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #297 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updařes જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન ૨૭૪ જ્ઞાનમાં...૫૨૫દાર્થ જણાય છે, એવી જે મિથ્યાબુદ્ધિ છે એ (આત્માના) અનુભવમાં બાધક છે. ત્યારે ઇ ત્યાંથી પાછો ફરે છે અને કુદરતી જિનવાણી આ દશ ગાથા (૩૭૩/૮૨) હાથમાં આવે છે, પરિણામમાં પલટો આવી જાય છે. પાત્ર જીવને...સંતોની વાણી...જગાડે છે. આહા...હા ! જાગ....જાગ! તારો જ્ઞાનનો સ્વભાવ તો તને જાણવાનો છે. ‘જેનું જે હોય તે તે જ હોય ’ આત્માનું જ્ઞાન હોવાથી જ્ઞાન તે આત્મા છે. એમ જ્યારે આવે છે ત્યારે એને ( આત્મ ) અનુભવ થાય છે. જે વાત (આત્માના ) અનુભવમાં બાધક છે, એ બાધક તત્ત્વ નીકળી જાય, અને સાધક બની જાય અને અલ્પકાળમાં પરમાત્મા થાય છે. હવે, દષ્ટાંત પૂરો થયો-દીપકનો દષ્ટાંત પૂરો થયો. કે દીવાનો પ્રકાશ, પ્રકાશ પ્રકાશકને પ્રસિદ્ધ કરે છે. દીવાનો પ્રકાશ, ઘટપટ આદિ બાહ્યપદાર્થોને પ્રકાશતો નથી. (કોઇ કહે) કે એકાંત થઇ જશે? સમ્યક્એકાંત થશે ભાઈ! કારણ કે બાહ્યના પદાર્થો દીવાથી ભિન્ન છે. તો દીવાનો પ્રકાશ ન્યાં સુધી જતો નથી કે એને પ્રકાશે ! એ તો પોતાના સ્વચતુષ્ટયમાં રહે છે. દ્રવ્ય, પર્યાયને પર્યાય દ્રવ્યને છોડીને / એ બે ભાગ પડી જાય ને પર્યાય જુદી થઇને ઘડાને પ્રસિદ્ધ કરવા જાય એમ છે નહીં. કર્તાકર્મ અને કા૨ણ-કાર્ય એમ ઉપાદાનમાં જ છે, નિમિત્તની હારે એને કાંઇ સંબંધ નથી. એ વાત...હવે સિદ્ધાંતની વાત ઉતારે છે. ‘એવી રીતે હવે દાષ્કૃત છે-સિદ્ધાંત (છે). પહેલાં દૃષ્ટાંત હતો. ‘બાહ્ય પદાર્થો-પોતાના આત્મા સિવાયના બાહ્યપદાર્થોમાં અનંતસિદ્ધો આવી ગયા, પંચપરમેષ્ઠી એમાં-બાહ્યપદાર્થોમાં આવી ગયા, અનંતા પુદ્દગલ-૫૨માણુ બાહ્યપદાર્થોમાં આવી ગયા, અનંતા જીવો એ પણ બાહ્યપદાર્થોમાં આવી ગયા. ‘બાહ્યપદાર્થો/હવે બાહ્યપદાર્થોની વ્યાખ્યા કરે છે. શબ્દ, રૂપ, ગંધ, રસ, સ્પર્શ-પાંચ ઇન્દ્રિયોના વિષયો પહેલાં લીધા (એ બધા ) પુદ્દગલની પર્યાય તથા ગુણ અને દ્રવ્ય, એમાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ, કાળ અન્યજીવો બધા ય આવી ગયા. અન્ય જીવોના ગુણોને આત્મા જાણતો નથી. ઇ આત્માનું જ્ઞાન એને નથી જાણતું. આત્માનું જ્ઞાન આત્માને છોડીને ૫૨૫દાર્થ ને કે ૫૨૫દાર્થની પર્યાયોને, કરવાની વાત તો છે જ નહીં વસ્તુમાં (કરું છું માને ) એ તો મૂઢ અજ્ઞાની છે. ઈશ્વરનો કર્તાવાદી અને આત્મા ૫૨ને સુખી-દુ:ખી કરે, આશીર્વાદ આપે કે તારી ઘે, એમ વસ્તુના સ્વભાવમાં નથી. ( ઈશ્વરવાદી. અને આવા અભિપ્રાયવાળા બન્ને સમાન માન્યતાવાળા છે) , આહા...! ‘તથા ગુણ અને દ્રવ્ય ' હવે દષ્ટાંત આપે છે ‘જેવી રીતે દેવદત્ત યજ્ઞદત્તને હાથ પકડીને કોઇ કાર્યને જોડે તેમ'/આમ સમાજમાં એવું દેખાય (છે કે) આ મારું કામ તું કરી દે, હાથ પકડીને કહે: આ કામ તું કરી આવ. એ સમાજમાં થાય! દષ્ટાંતમાં. એમાં ઇ (પરનું) કરી શકે છે કે અહીંયા સિદ્ધ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #298 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates પ્રવચન નં. ૨૭૫ નથી કરવું, તો જેમ બહારમાં (જગતમાં) પદાર્થોમાં આવો વ્યવહાર છે, બહાર પદાર્થમાં આવો વ્યવહા૨ છે સમાજમાં ‘તેમ-તેવી રીતે આત્માને સ્વ-જ્ઞાનમાં-આત્માને આત્માના જ્ઞાનમાં, સ્વજ્ઞાનમાં એટલે પોતાના જ્ઞાનમાં બાહ્યપદાર્થોને...જાણવાના કાર્યમાં...જોડતા નથી.' (દૃષ્ટાંતથી ઊંધું સમજવાનું) કેઃ તું મને સાંભળ ! મફતનો આ માથું ફોડે છે ! અનંતકાળથી...૫૨ને જાણતાં-જાણતાં અનંતકાળ ગયો! આહા...! સાક્ષાત્ તીર્થંકર ભગવાનને જાણ્યા એણે. સન્મુખ થઇને! આહા! વંદન, પૂજા, ભક્તિ, આરતી ઉતારી, ૫૨પદાર્થને જાણ્યા પણ પ૨પદાર્થને જાણતાં ‘જીવને જ્ઞાન પણ ન થાય અને સુખ પણ થતું નથી.’ = ૨૨ ‘ આત્માને સ્વજ્ઞાનમાં' એટલે આત્માના જ્ઞાનમાં. ‘બાહ્યપદાર્થોને જાણવાના ‘કાર્યમાં ’| બાહ્યપદાર્થ, એને જાણવાનું કાર્ય થાય એમાં ‘જોડતા નથી ’ કે: ‘તું મને સાંભળ’. એક-એક ગાથા જે આવી ગઇ એને ટૂંકાણમાં (સક્ષેપમાં) સંકેલે છે ટીકાકાર ! ‘તું મને સાંભળ ’–પુદ્દગલો એમ કહેતા નથી શબ્દ, કેઃ તું મને સાંભળ. ‘તું મને જો’ ચક્ષુઇન્દ્રિયનો વિષય રૂપ, ‘તું મને સૂંઘ’ ઘ્રાણ ઇન્દ્રિયનો વિષય, ‘તું મે ચાખ’ ‘૨સ, ‘તું મને સ્પર્શ' ટાઢી-ઊની અવસ્થા! ‘તું મને જાણ' ગુણ અને દ્રવ્યને.-બીજાં દ્રવ્યો અને બધા ગુણો એમ કહેતા નથી કે ‘તું મને જાણ’ ‘ અને આત્મા...પણ !' બીજો દૃષ્ટાંત આપે છે. ‘આત્મા પણ લોહચુંબક-પાષાણથી ખેંચાયેલી લોખંડની સોયની જેમ' આ જ્ઞાન ત્યાં જતું નથી. સોય તો ન્યાં જાય છે પણ જ્ઞાન ત્યાં જતું નથી. પહેલામાં શેયો જ્ઞાનમાં આવતા નથી. હવે જ્ઞાન, શૈયો તરફ જતું નથી. સૌ સૌની સ્થિતિમાં પડેલા છે, પદાર્થ! ‘લોહચુંબક પાષાણથી ’ ચુંબક એક પથ્થર આવે છે. એ પાષાણથી ‘ ખેંચાયેલી લોખંડની સોયની જેમ' લોખંડની સોય, પોતાની યોગ્યતાથી, ત્યાં ખેંચાઇને ચોંટી જાય છે. ઇ...લોહચુંબક કહેતો નથી સોયને, કે તું મારી પાસે આવ' એમ કહેતું નથી. પણ સ્વયમેવ એવો કોઇ મેળ છે કે ઈ (સોય ) ખેંચાઇને ત્યાં (લોહચુંબકને) ચોંટી જાય છે. તો ઇ સોયની જેમ ‘પોતાના સ્થાનથી વ્યુત થઇને' સોય તો પોતાના સ્થાનને છોડે છે (ચ્યુત થાય છે) પણ જ્ઞાન, પોતાને જાણવાનું છોડતું નથી. પોતાના સ્થાનને જ્ઞાન છોડતું નથી. ટયુબલાઇટનો પ્રકાશ, ટયુબલાઇટ-દ્રવ્યને વીંટળાયેલો છે. દ્રવ્યને પર્યાયની જરાય ભિન્નતા નથી. અભિન્નતા છે. (પર્યાય ) દ્રવ્યથી ભિન્ન હોય તો દ્રવ્યનો નાશ થાય. આ જ્ઞાનપ્રધાન કથન આવ્યું. હવે શેયપ્રધાન કે સર્વથા ભિન્ન છે પર્યાય, એ દૃષ્ટિની મુખ્યતાથી વાત હતી. હવે આ શૈયપ્રધાન વાત આવી. ‘પોતાના સ્થાનથી ચ્યુત થઇને ‘તેમને' એટલે બાહ્યપદાર્થોને ‘જાણવા જતો નથી' અનંતકાળ ગયો! પણ આત્માનું જ્ઞાન ૫૨ને જાણવા ગયું નથી, અત્યારે પણ પ૨ને જાણવા જતું નથી અને ભવિષ્યકાળે કેવળજ્ઞાન થશે, ત્યારે પણ ૫૨ને જાણવા જશે નહીં. પોતાના ભાવને છોડી ને પરભાવરૂપે થાય નહિ. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #299 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન ૨૭૬ હવે...કહે છે કે આ સ્થિતિ છે. હવે એ સ્થિતિનો સિદ્ધાંત સિદ્ધ કરે છે, બતાવે છે. સિદ્ધાંત બોધ' છે આ. ફરે નહીં અફર! (સિદ્ધ થયેલો). “વસ્તુ સ્વભાવ” એટલે, જ્ઞાનનો–વસ્તુનો પોતાનો સ્વભાવ, નિજ ભાવ, નિરપેક્ષ ભાવ. જુઓ! આમાં નિશ્ચયનય કે વ્યવહારનયનો ક્યાંય ઉલ્લેખ કર્યો નથી (આચાર્યદેવ), સ્વભાવની વાત કરે છે. આત્માના જ્ઞાનની પર્યાય, વસ્તુ છે. એનો જે મૂળસ્વભાવવસુસ્વભાવ “પર વડ' એટલે શેય વડ, જોય વડે આત્માનું જ્ઞાન થઇ શકતું નથી. અશક્ય છે..અસંભવિત છે! શાસ્ત્રથી આત્મજ્ઞાન ન થાય શાસ્ત્રથી ઇન્દ્રિયજ્ઞાન થાય (માત્ર જાણકારી) શાસ્ત્રની સન્મુખ (થઇને) અધ્યયન કરે, તો ઇન્દ્રિયજ્ઞાન તો થાય, પણ..એ દ્રવ્યશ્રત કારણ થાય અને ભાવશ્રત આંહીયા (આત્મામાં) કાર્ય થઈ જાય એના કારણે, એમ ત્રણ કાળમાં બનતું નથી. વ્યવહારથી કહેવાય. કે શાસ્ત્રથી જ્ઞાન થાય. પણ પરમાર્થદષ્ટિથી જોવામાં આવે તો પરપદાર્થો જે શેયો છે જગતના પદાર્થો, જે આત્માથી તદ્દન ભિન્ન છે. એ આત્માના દ્રવ્યમાં નથી, આત્માના ગુણમાં નથી. અને આત્માની જ્ઞાનની પર્યાય થાય, એમાં પણ પરપદાર્થની નાસ્તિ છે. તો, જે જેમાં નથી, એનાથી અહીં આત્માનું જ્ઞાન થાય-એ તો બે દ્રવ્યની એકતા કરે છે. આહા...હા ! બિલકુલ ખોટી વાત છે. કે પરપદાર્થ આત્માને સુખી-દુઃખી કરે, બંધ-મોક્ષને પમાડે! તન્ન જૂઠી વાત છે. નિમિત્ત, ઉપાદાનમાં અકિંચિકર છે. નિમિત્ત, નિમિત્તમાં છે. ઉપાદાન, ઉપાદાનમાં છે. બે ય સ્વતંત્ર છે. પરંતુ વસ્તુસ્વભાવ પર વડે” આહા ! ય વડે જ્ઞાન થતું નથી. જ્ઞય પ્રતિભાસે છે. પણ જ્ઞય પ્રતિભાસે છે.....માટે અહીંયા જ્ઞાન થાય છે એમ નથી. જ્ઞાન તો જ્ઞાનથી જ થાય છે. ભલે! પરપદાર્થનો પ્રતિભાસ (જ્ઞાનપર્યાયમાં) હો! હો તો હો!! પણ...એક દ્રવ્યના પરિણામ, બીજા દ્રવ્યના પરિણામનો ઉત્પાદક ત્રણકાળમાં હોતો નથી. એક દ્રવ્ય, બીજા દ્રવ્યના પરિણામને ઉત્પન્ન કરે કોઇ સંત પાકે ને (બીજાના) મિથ્યાત્વનો નાશ કરી દે અને સમ્યગ્દર્શન પ્રાપ્ત કરાવી ધે આપણને, છે નહીં એમાં વસ્તુના સ્વભાવમાં નથી, ભૂલ્યું છે જગત! ભૂલાવામાં છે (અજ્ઞાનીઓ) આહા...! તો તો તીર્થંકર ભગવાન એક પાકે, આખું વિશ્વ સમ્યગ્દષ્ટિ થઇ જાય! (સૌની) મોક્ષ થઈ જાય! પછી તો સંસાર ક્યાં રહ્યો! આવા ત્રણલોકનો નાથ! અનંત વીર્ય જેને પ્રગટ થઇ ચૂકયું છે! એ તો જ્ઞાતા છે, કર્તા નથી પ્રભુ! આહા...! જ્ઞાનીને પણ કર્તા બનાવે! પોતાની ભૂલથી, (અને અભિપ્રાય સેવે કે) એના આશીર્વાદથી અમે તરી જશું. આહા...હા! ભીંત ભૂલે છે જગત! એક દ્રવ્ય, બીજા દ્રવ્યના પરિણામનો ઉત્પાદક ત્રણકાળમાં થઈ શકતો નથી. એક પર્યાયના બે કર્તા ન હોય. અને બે પદાર્થ મળીને એક પરિણામ ઉત્પન્ન કરે છે (એમ) ન હોઇ શકે, આ બધા ન્યાયો છે શાસ્ત્રમાં. ( સિદ્ધ થયેલા સિદ્ધાંતો છે) તત્ત્વનો અભ્યાસ હોય એને ખબર પડે. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #300 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૭૭ પ્રવચન નં. – ૨૨ વસ્તુસ્વભાવ પર વડ' એટલે જ્ઞાનનો પર્યાય-આત્મજ્ઞાનનો પર્યાય, “પર વડ' એટલે શેયો વડ/જગત આખું–વિશ્વ શેય છે, શયથી, જ્ઞાન થઇ શકતું નથી. ( જ્ઞાન થાય) એમાં શેય તો “નિમિત્ત” ખરું કે નહીં? અરે ! ભાઈ, ઉપાદાનની વાત ચાલતી હોય ત્યારે નિરપેક્ષ વાત હોય એમાં નિમિત્ત યાદ જ ન આવે. સ્વત:સિદ્ધ એ જ્ઞાનનો પર્યાય! સત્ અહેતુક છે. એના સ્વકાળે ઉત્પન્ન થાય છે, ત્યારે એનું “લક્ષ” આત્મા ઉપર છે. તો આત્માના આશ્રયે જ્ઞાન થયું એમ અપેક્ષાએ કહેવામાં આવે છે. “વસ્તુસ્વભાવ પર વડે એટલે શય વડે “ઉત્પન્ન કરી શકાતો નહિ હોવાથી ' અશક્ય છે! અસંભવ વાત છે! શાસ્ત્રથી આત્મજ્ઞાન થાય એ અસંભવ છે, અશક્ય છે. ઓલું કર્તા થાય શાસ્ત્ર અને જ્ઞાન ઇ શાસ્ત્રનું કર્મ થઈ જાય! તો આત્મા તો કર્મ વગરનો રહ્યો!! કેમકે..શાત્રે આ જ્ઞાન ઉત્પન્ન કર્યુ (આત્મામાં) તો એ વખતે આત્માએ તો કાંઇ ન કર્યું! આત્માનો પુરુષાર્થ કાંઇ ન રહ્યો એમાં! એમ છે નહીં (વસ્તુની સ્થિતિ એમ નથી) “વસ્તુસ્વભાવ પર વડ' આહાહા! શેયો વડે “ઉત્પન્ન કરી શકાતો નહિ હોવાથી” અશક્ય-અસંભવ છે. શેયથી જ્ઞાન થતું નથી. આ લાઇનમાં (પંક્તિમાં) એ બતાવે છે. શેયથી..જ્ઞાન થતું નથી. આ લાઈનમાં (પંક્તિમાં) એ બતાવે છે. શેયથી... જ્ઞાન થતું નથી. પર વડે આત્માનું જ્ઞાન થઇ શકતું નથી. એક લાઇન (પંક્તિ) કહી. હવે બીજી વાત કહે છે. સૂક્ષ્મ ! એનાં કરતાં કે શયથી જ્ઞાન ન થાય તો કાંઇ નહીં. પણ જ્ઞયનું' તો જ્ઞાન થાય ને? (પર જણાય તો ખરું ને!) શયથી આત્માનું જ્ઞાન ન થાય, એ તો ઠીક છે સમજાય છે. એવો કર્તાકર્મ સંબંધ બે દ્રવ્યો વચ્ચે હોતો નથી. પણ...જે જ્ઞાન પ્રગટ થાય, એનું જગત જ્ઞય થાય કે નહીં ? એ જ્ઞાનની પર્યાયમાં જ્ઞય થાય કે નહીં (એ જણાય કે નહીં?) જો તમે શેય ન થાય એમ કહેશો તો આખું જગત અવસ્તુ થઇ જશે! કે મારી અપેક્ષાએ તો એ અવસ્તુ છે. એની અપેક્ષાએ વસ્તુ છે. એની અપેક્ષાએ વસ્તુ છે. મારી અપેક્ષાએ અવસ્તુ છે. અવસ્તુ કેમ? કે અંદરમાં જઇને શ્રુતજ્ઞાન વડે, કેવળ શુદ્ધાત્માને સંતો જાણે છે...અંદરમાં જઇને ત્યારે આંખુ વિશ્વ-બહારનું એમને દેખાતું નથી, કેમ કે એમાં છે નહીં. એટલે એની અપેક્ષાએ, અવસ્તુ કહેવાય. પદાર્થોની અપેક્ષાએ વસ્તુ છે.વસ્તુ છે કોણ ના પાડે છે, છ દ્રવ્યો છે! લોકાલોક છે! બધું છે! ! “છે” પણ...હવે કહે છે કે ઇ શેય થાય કે નહીં? શેયથી જ્ઞાન ન થાય તો કાંઈ નહીં પણ જ્ઞાનનું ઇ જ્ઞય તો બને ને? કે જ્ઞાનનું ઝેય ઇ ત્રણકાળમાં નહીં થાય. રાહ જોયા કરજે ! અનંતકાળ તો કાઢયો તેં! આવી મિથ્યાબુદ્ધિમાં!! હવે પાછો ફર! પાછો ફર! કે શેયથી જ્ઞાન થતું નથી અને શેયનું જ્ઞાન થયું નથી. પણ આત્માનું જ્ઞાન થાય છે. આહા.! શેયનું જ્ઞાન થતું નથી. ને આત્માનું જ્ઞાન પ્રગટ થઇ જાય છે. પણ નિષેધ નથી આવતો એને! આહાહા ! જ્ઞયનું જ્ઞાન થાય છે-રાગનું જ્ઞાન ને શરીરનું જ્ઞાન ને મોટર ને બંગલા ને એનું મને Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #301 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન ૨૭૮ જ્ઞાન થાય (એવો અભિપ્રાય છે) ત્યાં સુધી અતીન્દ્રિયજ્ઞાન અસ્ત રહે છે-ઉદય થતું નથી. આ બુદ્ધિગમ્ય વિષય છે, આ અંધશ્રદ્ધાનો વિષય નથી. (લોકોને) આ....કઠણ પડે છે. બીજો બોલ. પહેલો બોલ તો બરાબર છે એક દ્રવ્યથી બીજા દ્રવ્યના પરિણામ ઉત્પન્ન થઈ શકતા નથી. ત્યાં સુધી તો આવ્યો...પણ આંહીયા જ્ઞાન પ્રગટ થાય-અતીન્દ્રિયજ્ઞાન પ્રગટ થાય (નિરંતર ઉપયોગ પ્રગટ થાય) પછી તો એ (પરપદાર્થો) શેય થાય કે નહીં? (જણાય કે નહીં?) પહેલા જ્ઞય થાય તો ભ્રાંતિ ! પણ પછી ય થાય કે નહીં? એ પછી એને “જ્ઞય” કહેવું તે વ્યવહાર છે લે! એને “જાણે છે” એમ કહેવું એ વ્યવહાર છે. આહા...વ્યવહારનો અર્થ: “એમ છે નહીં” આ, આ સંત બતાવે છે. કે: જ્ઞાનનું જગતમાં કોઇ શેય નથી! mય હોય તો એક પોતાનો આત્મા છે. ધ્યેય પણ આત્મા અને શેય પણ આત્મા ને જ્ઞાન પણ આત્મા! આત્મા...આત્મા.... આત્માને આત્મા સિવાય જગતમાં કાંઇ દેખાતું નથી. અંતર્મુખ દષ્ટિ વડે જ્યારે આત્મા આત્માને જાણશે ત્યારે આ બધા “ભેદોનો ” ઉકેલ આવી જશે. જ્યાં સુધી આત્મા પોતાને અનુભવતો નથી, ત્યાં સુધી અનેક પ્રકારની એની મિથ્યાબદ્ધિ રહી જાય છે. વીટંબણાઓ પણ આવી પડે છે. “આમ હશે કે આમ હશે કે આમ? બસ! આમ હશે કે આમ હશે? નિર્ણય કરી શકતો નથી. અને જ્યાં (આત્માનો) અનુભવ થયો અને અનુભવકાળમાં કોઇ “જ્ઞય જણાયું નહીં' આહા..હા! શરીર જણાતું નથી. સિંહ ફાડી ખાય... મુનિરાજને! આહા! એના જ્ઞાનનું ઝેય સિંહ નથી ! આહા... હા! સિંહ જણાતો નથી! એમના જ્ઞાનમાં તો ત્રિકાળી પરમાત્મા (નિજજ્ઞાયક) જણાઈ રહ્યો છે ! આહા...! એવી અંતરદૃષ્ટિ જેને હોય એને બહારના પદાર્થો–ગમે તેવા ફેરફારો થાય, પણ એ મારા જ્ઞાનનો વિષય જ નથી પછી મારે ક્યાં ચિંતા કરવાની રહી! એના માટે એક સાડત્રીસ નંબરનો શ્લોક છે. એ બતાવું તમને (સ. સાર. શાસ્ત્રમાં ) [ શનિની] वर्णाद्या वा रागमोहादयो वा भिन्ना भावाः सर्व एवास्य पुंसः। तेनैवान्तस्तत्त्वतः पश्यतोऽमी नो दृष्टाः स्युष्टमेकं परं स्यात्।।३७।। હવે આ જ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે: શ્લોકાર્થ – જે વર્ણાદિક અથવા રાગમોહાદિક ભાવો કહ્યા તે બધાય આ પુરુષથી (આત્માથી) ભિન્ન છે તેથી અંતષ્ટિ વડે જોનારને એ બધા દેખાતા નથી, માત્ર એક સર્વોપરી તત્ત્વ જ દેખાય છે-કેવળ એક ચૈતન્યભાવસ્વરૂપ અભેદરૂપ આત્મા જ દેખાય છે. અજીવ અધિકારમાં ૩૭ નંબરનો શ્લોક છે. જે અગાઉ કહેવાઇ ગઇ (વાત કરી) ટીકાકારે. (અમૃતચંદ્ર આચાર્ય) સંક્ષિપ્તમાં એક શ્લોક બનાવે છે. આ ર૯ બોલના બધા ઉકરડા લીધાને! વર્ણાદિકમાં ગુણસ્થાન, માર્ગણાસ્થાન, જીવસમાસ બધા ભાવો એમાંવર્ણાદિકમાં સમાઇ ગયા. વર્ણાદિક વર્ણ+ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #302 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates પ્રવચન નં. ૨૨ ૨૭૯ આદિક વિગેરે વિગેરે અથવા રાગ-મોહ-આદિક-રાગ-દ્વેષ-ક્રોધ-માન-મોહ-માયા-લોભ બધા...એ ભાવો કહ્યા. આચાર્ય ભગવાને કહ્યા, કે આવા ભાવો પર્યાયમાં છે. પર્યાયોમાં આવા ભાવો છે. તે બધાય-સઘળાય આ પુરુષથી-આત્માથી ભિન્ન છે. ગુણસ્થાન ને માર્ગણાસ્થાન બધા કહ્યા, એ ભિન્ન છે. ભિન્ન છે એનો ન્યાય આપશે હમણાં. એકલું ભિન્ન કહીને છોડશે નહીં. ભિન્ન છે એનું કા૨ણ આપશે હમણાં. = ભિન્ન છે. તેથી તે કારણે અંતર્દષ્ટ વડે જોનારને-આત્માની અભિમુખ થઇને જ્યારે અતીન્દ્રિયજ્ઞાન વડે પોતાના શુદ્ધાત્માને અનુભવે છે. આત્મા ! ત્યારે અંતરષ્ટિ વડે જોનારને... બહિર્દષ્ટિ વડે જોનારને તો એ બધા વર્ણાદિકભાવો દેખાય છે, આત્માપણે દેખાય છે એમ. પણ અંતર્દિષ્ટ વડે જોનારને...એ બધા દેખાતા નથી. આહા...! એ બધા ભેદો ‘નો દષ્ટાઃ’ ભિન્ના ભાવાઃ નો દષ્ટાઃ ' મારાથી ભિન્ન છે એટલે મને દેખાતા નથી. . કેમ દેખાતા નથી કે અંતરષ્ટિ વડે જોતાં, એકલો ચિદાનંદ ભગવાન આત્મા ઝળહળ જ્યોત ચૈતન્ય પ્રભુના જ્યારે દર્શન કરે છે ત્યારે આ ઉત્પાદવ્યયના સાપેક્ષ પરિણામો બધા, ભિન્ન છે આત્માથી, આત્માથી ભિન્ન છે એટલે અંતર્દિષ્ટ વડે જોનારને એ કોઇ દેખાતા નથી. દેખાતા નથી એટલે આત્મામાં તો છે નહીં એટલે દેખાતા નથી. એક વાર પણ અંતર્દિષ્ટ વડે જોનારને એ પર્યાયમાં ભાવ છે એ પણ દેખાતો નથી. પર્યાય જ દેખાતી નથી. એકલું દ્રવ્યસામાન્યમાં લવલીન ! થાય છે આત્મા. આહા...હા ! અંતરષ્ટિ વડે જોનારને એ બધા દેખાતા નથી. ત્યારે શું દેખાય છે અંદરમાં ? માત્ર એક સર્વોપરી તત્ત્વ જ દેખાય છે. માત્ર, ઓન્લી, ફકત! સર્વોપરી તત્ત્વ ચૈતન્ય ૫૨માત્મા આહા...! એકલો ચૈતન્યનો પિંડ ! જ્ઞાન ને આનંદનો સમુદ્ર ! માત્ર એક સર્વોપરી તત્ત્વજ દેખાય છે. તત્ત્વો નહીં, તત્ત્વ એકવચન કહ્યું! બહુવચનનું તો બહારનું કાઢી નાખ્યું. એ તો છે જ નહીં આત્મામાં. કેવળ એક ચૈતન્યભાવરૂપ અભેદરૂપ આત્મા જ દેખાય છે, એને અંતર્દિષ્ટ વડે આ બધા ગુણસ્થાન, માર્ગણાસ્થાનના ભેદો બધા દેખાતા નથી. કેમકે એમાં છે નહીં. ‘ભિન્ના ભાવાઃ' કહ્યા ને! આત્માથી જે ભિન્ન છે એ અંતર્દષ્ટિ વડે જોનારને-આત્માને જોનારને એ ભાવો, ભિન્ન હોવાથી દેખાતા નથી. એકલો ચૈતન્ય ૫રમાત્મા દેખાય છે. ભાવાર્થ:- ૫૨માર્થ નયે અભેદ જ છે. તેથી તે દૃષ્ટિથી જોતાં ભેદ નથી દેખાતો. અભેદ એકલોજ દેખાય છે. તે નયની દૃષ્ટિમાં પુરુષચૈતન્ય માત્ર જ દેખાય છે. માટે તે બધા વર્ણાદિક તથા રાગાદિક ભાવો પુરુષથી એટલે આત્માથી ભિન્ન છે. અનાદિઅનંત ભિન્ન છે. અભિન્ન માને તોય ભિન્ન છે. અભિન્ન માને તો એનું જ્ઞાન બગડે પણ અભિન્ન થાય નહીં. રાગથી આત્મા અભિન્ન છે સંસાર અવસ્થામાં તો...તો કે ના. એમ નથી. અભિન્ન માને... તો ય જડ ને ચેતન એક ન થાય. જડભાવે જડ પરિણામે ચેતન ચેતનભાવ, કોઇ કોઇ પલટે નહીં, છોડી આપ સ્વભાવ' આહા...હા ! Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #303 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન ૨૮૦ પણ...તત્ત્વનો અભ્યાસ આ કાળે ઓછો બહુ થઈ ગયો! ટોડરમલ સાહેબ લખે છે કે સમ્યકત્વની સન્મુખ કોને કહેવો? સમ્યક થવા પહેલાંસમ્યક નથી થયો હજી, તો સમ્યકની સન્મુખ થયો એ કોને કહેવો કે નિરંતર એના ઉપયોગને તત્વમાં લગાડતો હોય, એ સમ્યફની સન્મુખ છે. એને સમ્યક થવાનો ચાન્સ છે. કહેવાનો આશય.... સન્મુખ છે એટલે એને ચાન્સ છે. પણ.આત્માનું સ્મરણ છોડીને રાગાદિની ક્રિયામાં વયો જાય છે, ધકેલાઈ જાય છે. આહા...હા...હા! અને રાગની ક્રિયા આત્માપણે દેખાય છેઆત્માનું કર્મ દેખાય છે. એને જ્ઞાન દેખાતું નથી ને જ્ઞાનમાં જ્ઞાયક છે ઇ તો ક્યાંથી દેખાય? માટે...તત્વ અભ્યાસ કરનારને ત્યાં સુધી કહ્યું કે એ સમ્યની સન્મુખ છે. ભલે, બારવ્રત, તપ ક્રિયા ન હોય એને તોપણ..તોપણ એ જે તત્ત્વ અભ્યાસ કરે છે નિરંતર ભેદજ્ઞાનનો અભ્યાસ કરે છે એ સમ્યકની સન્મુખ છે. એને અવકાશ છે સમ્યકત્વ થવાનો. કેમકે એનું મિથ્યાત્વ ગળવા મંડે છે તત્ત્વ અભ્યાસથી. એને ગર્ભિતશુદ્ધતા આવે છે, પછી પ્રગટ શુદ્ધતા થઈ જાય છે. આહા....! હવે બીજા બોલમાં કહે છે. “તેમ જ વસ્તુસ્વભાવ” જ્ઞાન તે વસ્તુ છે. જ્ઞાન છે ઇ વસ્તુ છે. રાગ કોઇ વસ્તુ નથી અવસ્તુ છે. “વસ્તુસ્વભાવ “પરને” ઉત્પન્ન કરી શકતો નહિ હોવાથી” એટલે જ્ઞાન પરપદાર્થને “શય' બનાવી નહીં શકતું હોવાથી —અશક્ય છે, અસંભવ છે. જ્ઞાનમાં પરપદાર્થ જોય થઈ જાય એમ કોઇ કાળ આવવાનો નથી. વસ્તુસ્વભાવ 'ત્રણે ય કાળની વાત ચાલે છે. આહા! એટલા સમાચાર મળે છે કે. કલકત્તામાં તત્ત્વના.જિજ્ઞાસુ છે. અને પકડ છે. એવા કાન ઉપર અવાજ આવે છે. આહા..! ભલે થોડા ! ત્યાં સુધી કે પહેલાં નહોતું બેસતું હવે બેસવા મંડયું છે. આહા...! હોનહાર સારી બાપા! અવસર છે, બેસાડો, બેસાડવા જેવી વાત છે. આ તો સંતોની વાણી છે. આહા...! કોઇના ઘરની વાત નથી. ત્રણલોકના નાથની વાણી છે આ, અફર છે ફરશે નહીં. આ હા....હા ! વસ્તુસ્વભાવ પરને ઉત્પન્ન નહિ કરી શકતો હોવાથી–આત્માનું જ્ઞાન ભૂત, ભવિષ્ય, વર્તમાન ત્રણકાળમાં, કોઇ એક સમય આત્માનું જ્ઞાન રાગને જ્ઞય બનાવી શકતું નથી. આત્માનું જ્ઞાન, એનું શેય રાગ થતું નથી. એ મનનો વિષય છે. મન એને જ્ઞય બનાવે છે. બુદ્ધિ અને જ્ઞય બનાવે છે, એનો વાંધો નથી અમને! આહા...! છતાં મન એને જ્ઞય બનાવે ન્યાં ભગવાન આત્માનું જ્ઞાન પણ પ્રગટ છે. તો ઉપચારથી કહ્યું: “વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે' મરી ગ્યો એમાં તો! આહા..હા! આવે, ૧૧મી ગાથા પછી ૧૨મી ગાથામાં વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે. પણ એ ભેદને જાણે છે કોણ? અતીન્દ્રિયજ્ઞાન જાણે છે? ઉપયોગ ” તો શુદ્ધઉપયોગ તો રહ્યો નહીં. શુદ્ધપરિણતિ તો અભેદ છે. પણ એમાં જે પ્રતિભાસ દેખીને ઉપચારથી કહેવાય કે “વ્યવહાર.જાણેલો. પ્રયોજનવાન છે” એની ના નથી. પણ વ્યવહાર લગાડીને ત્યાંથી ખસી જાવ..!! Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #304 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૮૧ પ્રવચન નં. – ૨૨ વ્યવહાર તો છે ને! વ્યવહાર તો છે ને! એ રહેવા દે બહુ! નિશ્ચયે આમ છે.... નિશ્ચય આમ છે એમ લે ને! પછી.નિશ્ચયનય છોડીને, નિશ્ચયનય છોડી દેવી સ્વભાવથી આમ છે, એમ લે ને! આત્મા નિશ્ચયનયે અકર્તા છે એ પહેલાં લે! પહેલાં લે, નિશ્ચયે અકર્તા છે લે ! વાંધો નહીં. થોડીક વાર....પછી “સ્વભાવથી અકર્તા છે!' એને નિશ્ચય નયની જરૂર નથી. સ્વભાવ, નયથી સિદ્ધ નહીં થાય! નયથી અનુમાન થાય! પણ નયથી સ્વભાવ સિદ્ધ નહીં થાય! સ્વભાવ તો સ્વભાવથી સિદ્ધ છે ને સ્વભાવની સન્મુખ થાય તો સિદ્ધ થાય! “વસ્તુસ્વભાવ પરને-આત્માનું જ્ઞાન રાગને જ્ઞય બનાવી શકતું નથી નથી. એ જ્ઞય થઈ શકતું નથી. આહા..હા ! એનું શેય તો ભગવાન આત્મા છે. રાગને જાણનારું જે જ્ઞાન છે એટલું યે શેય નથી. એટલું જ્ઞાને ય નથી ને એટલો જ્ઞાયક પણ નથી. જ્યારે આત્માની સન્મુખ થયેલું જ્ઞાન, એ આત્મા જ જ્ઞાન છે ને આત્મા જ જ્ઞય છે ને આત્મા જ જ્ઞાન છે. ત્રણેય અભેદ અંદરમાં છે જ્ઞાતા, જ્ઞાન ને શેય ક્યાં ગોતવા ગયો શેય? અહીંયાં છે, અહીંયાં શેય સ્થાપશે તો ઉપયોગ અંદરમાં આવશે. ય વા (બહારમાં) સ્થાપ્યું છે એટલે ઉપયોગ બહારમાં જશે. આહા..હા! આત્મા ખરેખર પરને જાણતો નથી. તો પછી ઉપયોગ મૂકવાની વાત ક્યાં રહી ! જ્ઞાયક જ્ઞાયકને જાણે છે, એવા સ્વ-સ્વામી સંબંધના વ્યવહારથી પણ સાધ્યની સિદ્ધિ નથી. તો પરને જાણે એમાં સાધ્યની સિદ્ધિ ક્યાંથી થાય? (કદી ન થાય) રોકાઇ ગ્યો કર્તા બુદ્ધિમાં અને જ્ઞાતાબુદ્ધિમાં. રોકાઈ ગયો. વ્યવહારનો “પક્ષ” પ્રબળ છે. કોઇ વીરલા જ આ વ્યવહારના પક્ષને ” નિશ્ચયનય વડ, નિર્દય થઇને તું વ્યવહારનો નિષેધ કરજે એમ આચાર્ય ભગવાન કહે છે. નિર્દય હોં? આ...શું! આવો ‘નિર્દય શબ્દ દ્રવ્યશ્રુતમાં હશે !? છે. દયા રાખીશમાં ! આહાહા! નિશ્ચયનય વડે વ્યવહારનો નિષેધ કરજે. ફરમાન છે. જેમ અકબર રાજા (થયા) છે ને! એના ફરમાન નીકળતા 'તા. એમ આ સર્વજ્ઞ ભગવાનનું ફરમાન છે કે નિશ્ચયનય વડે વ્યવહારનો નિષેધ કરી નાખ. તો...નિશ્ચયનો “પક્ષ” આવશે હજી..પછી “પક્ષ” છૂટશે ત્યારે અનુભવ થશે. પક્ષમાં આવ્યો તેથી શું? નિશ્ચયના પક્ષમાં આવ્યો. કે પરને હું જાણતો નથી ને પરને હું કરતો ય નથી. હું તો અકારક છું અને મારું જ્ઞાન તો જ્ઞાયકને જાણે છે, એટલા પક્ષમાં” આવ્યો તેથી શું? એ પણ વિકલ્પ છે. નિર્વિકલ્પ અનુભૂતિ એમાં નથી. પણ એ જીવ આંહીયા આવે છે એટલે પક્ષીતિક્રાંત થઇને અનુભવ જરૂર થઇ જાય છે. આવી સ્થિતિ છે. વસ્તુસ્વભાવ પરને ઉત્પન્ન કરી શકતો નહિ હોવાથી આહા..! અશક્ય છે એમ કહ્યું ‘કરી શકતો નહિ હોવાથી એટલે અશક્ય છે. અસંભવિત વાત છે. આત્મા પરને જાણે એ અસંભવ છે. પરને જાણતો જ નથી. આ...કઠણ પડ છે પણ અમૃત જેવું છે, ભાઈ ! આહા! આ અનુભવથી સિદ્ધ થયેલી વાતો કહે છે. અને બીજાને પણ આવો અનુભવ થાય ત્યારે આવું થાય છે લે!! હવે એનાથી વધારે શું કહેવું તને? “વસુસ્વભાવ પરને ઉત્પન્ન નહિ કરી શકતો હોવાથી આત્મા જેમ, બાહ્યપદાર્થોની અસમીપતામાં Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #305 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન ૨૮૨ પોતાના સ્વરૂપથી જ જાણે છે” બાહ્યપદાર્થો ન હોય, એની ગેરહાજરી હોય, આ એકલો હોય, જંગલમાં બેઠો હોય તો-પણ બાહ્ય પદાર્થની અસમીપતામાં પોતાના સ્વભાવથી પોતાને જાણે છે એને બાહ્યપદાર્થની જરૂર નથી. આત્માના જ્ઞાન માટે બાહ્યપદાર્થની જરૂર નથી. નિરપેક્ષ તત્ત્વ છે ઇ, જ્ઞાન નિરપેક્ષ છે, જ્ઞાયક પણ નિરપેક્ષ છે. એને કોઇની અપેક્ષા નથી. પોતાના સ્વરૂપથી જ જાણે છે. તેમ...તેવી રીતે બાહ્યપદાર્થોની સમીપતામાં પણ બીજા પદાર્થો નજીક હોય, પંડાલમાં બેઠો હોય પોતે, બાહ્યપદાર્થો તો છે, ત્યારે પણ..એ પંડાલમાં બેઠો પણ અનુભવ કરી શકે છે. બાહ્યપદાર્થો અને નડતા નથી. આહાહા ! “લક્ષ” છૂટી જાય છે! બાજુમાં બેઠો હોય ને એને ખબર ન પડે અને (આત્માનો) અનુભવ થઇ જાય ! એક જીવને એવો અનુભવ થયો પંડાલમાં, ગુરુદેવની હાજરીમાં આહા..હા! નામ-ઠામ બધું છે. આહા! “બાહ્યપદાર્થની સમીપતામાં પણ ” બહારના સંયોગો ઘણા હોય એમાં શું! કાંઇ નડે નહીં અંદર જવામાં! “પોતાના સ્વરૂપથી જ જાણે છે' નિરપેક્ષ તત્ત્વ છે. જ્ઞાનનો સ્વભાવ જ્ઞાયકને જાણવાનો છે. અને કોઇ રોકી શકતું નથી. “એમ પોતાના સ્વરૂપથી જાણતા એવા તેને પોતાના સ્વભાવથી-સ્વરૂપને જાણતા એવા તેને-આત્માને “વસ્તુસ્વભાવથી જ વિચિત્ર પરિણતિને પામતા એવા મનોહર કે અમનોહર શબ્દાદિ' બાહ્યપદાર્થો જરાય વિક્રિયા ઉત્પન્ન કરતા નથી ” આહા...! એને કષાય ઉત્પન્ન ન થાય. પોતાને-આત્માને જાણતાં બાહ્યપદાર્થો નજીક હોય કે દૂર હોય-હોય કે ન હોય પણ પોતાને જાણતાં-જાણતાં બાહ્યપદાર્થો એને વિક્રિયા-દોષ ઉત્પન્ન કરી શકતા નથી. કષાય ઉત્પન્ન થતો નથી એને. કેમકે...કષાય ઉત્પન્ન ન થવાનું કારણ શું? કેઃ જીવ પરને જાણે તો આ ઠીક-અઠીક લાગે ને! પણ પરને જાણવું એ તો જ્ઞાનના સ્વભાવમાં નથી. એ તો ઇન્દ્રિયજ્ઞાનનો વિષય છે. મારો વિષય તો પરને જાણવું છે નહીં, તો પછી વિપરીતતા કષાયની મોહ-રાગ-દ્વેષ આવતા જ નથી. બિલકુલ ! આ રીતે આત્મા દીવાની જેમ પર પ્રત્યે સદાય” ત્રણેકાળ લખે છે હો ! સદાય શબ્દ પડ્યો છે. એનો સ્વભાવ બતાવે છે. આ રીતે આત્મા દીવાની જેમ પર પ્રત્યે સદાય ઉદાસીન છે' ત્રણેય કાળ ઉદાસીન છે, તટસ્થ છે, મધ્યસ્થ છે. અર્થાત્ સંબંધ વગરનો-તટસ્થ છે. પરની હારે જ્ઞાતા-શેયનો સંબંધ નથી. અહા ! જ્ઞાતા શેયનો સંબંધ આંહીયા છે. એ ભેદ કરો તો છે. અભેદ કરો તો એટલો ભેદ પણ દેખાતો નથી. જ્ઞાતા ય આત્મા ને શેય પણ આત્મા! આ તો...સવિકલ્પ દશા છોડી, અને નિર્વિકલ્પ ધ્યાનમાં કેમ આવે, અને સમ્યગ્દર્શન કેમ થાય, એની મુખ્યતાથી વાર્તા ચાલે છે. એવી વસ્તુસ્થિતિ છે તોપણ જે રાગ-દ્વેષ થાય છે એ અજ્ઞાન છે. ભાવાર્થ બાકી છે તો એ લેશું. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #306 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી સમયસારાય નમ: શ્રી સદગુરુદેવાય નમ: શ્રી સભય..૨ ગાથા. ૩૭૩-૩૮૨ તા. ૨૪/૧૧/૯૬ – કલકત્તા. સાંજ પ્રવચન નં.-૨૩ આ શ્રી સમયસારજી પરમાગમ શાસ્ત્ર છે. એનો “સર્વવિશુદ્ધ જ્ઞાન અધિકાર' એની ગાથા ૩૭૩ થી ૩૮ર દશ ગાથા છે. એ દશગાથાનો...ગાથાનો અર્થ થયો. એની ટીકા પણ પૂરી થઇ. હવે એનો ભાવાર્થ પંડિતજી કરે છે. જયચંદ પંડિત જે થયા એમણે આ સંસ્કૃતનો અન્વયાર્થ કર્યો છે. અને એ સંસ્કૃતનો અન્વયાર્થ ઢંઢારી (ભાષામાં) હતો, પછી હિન્દી માં થયો પછી આ એનો ગુજરાતી અનુવાદ છે. એમાં ભાવાર્થ કરે છે કે “શબ્દાદિક-શબ્દમાં (આદિકમાં) બધું લઇ લેવું સ્પર્શ, રસ, ગંધ, વર્ણ જે પુદ્ગલ દ્રવ્યના ગુણો છે. એમાં ચેતન અંશ માત્ર નથી, કવલ કોર પુદગલ દ્રવ્ય છે ઇ. તેઓ જડપદાર્થો અને એના પરિણામો આત્માને કાંઇ કહેતા નથી કેઃ “તું અમને ગ્રહણ કર” “ગ્રહણ કર” એટલે કોઈ પકડવાની ને છોડવાની વાત નથી. ગ્રહણ એટલે જાણવું. તું અમને ગ્રહણ કર” અર્થાત્ “તું અમને જાણ” એક વાત! “અને આત્મા પણ પોતાના સ્થાનથી ટ્યુત થઇને” એટલે પોતાનું સ્થાન તો...પોતાનું જ્ઞાન પોતાને જાણે છે, એ જાણવાનું છોડીને-ટ્યુત થઇને એટલે કે એને જાણવાનું છોડીને તેમને” એટલે બાહ્યપદાથોને “ગ્રહવાજાણવા “તેમના પ્રત્યે જતો નથી” ભગવાન આત્મા ને ભગવાન આત્માનું જ્ઞાન, ભગવાન આત્મા છે એનું જ્ઞાન! શું કહ્યું છે? આત્માનું જ્ઞાન ! જ્ઞાન પરપદાર્થનું ન હોય. પુદ્ગલનું ન હોય. શાસ્ત્રનું ન હોય. જ્ઞાન હમેશાં આત્માનું જ હોય ત્રણેકાળ. એમના પ્રત્યે એ જાણવા જતો નથી આત્મા, પોતાને જાણવાનું છોડીને. “જેમ-જેવી રીતે શબ્દઆદિક સમીપ ન હોય ત્યારે' શબ્દઆદિક બાહ્યપદાર્થ પાંચ ઇન્દ્રિયના વિષયો, હાજર ન હોય ત્યારે “આત્મા પોતાના સ્વરૂપથી જ જાણે છે” એને બાહ્યપદાર્થની અપેક્ષા નથી, કે બીજા પદાર્થો હોય અને એને “જાણવાની ક્રિયા કરે તો આંહીયા જ્ઞાન ટકે એમ છે નહીં. કેમકે જ્ઞાન સ્વઆશ્રિત છે. એને પરપદાર્થની અપેક્ષા નથી. આત્માનું જ્ઞાન આત્માથી થાય છે. આત્માનું જ્ઞાન પરપદાર્થથી થતું નથી. એટલે પરપદાર્થ હાજર હો કે ગેરહાજર હો, એને એની અપેક્ષા નથી. “પોતાના સ્વરૂપથી જ જાણે “તેમ શબ્દાદિક સમીપ હોય' નજીક હોય શબ્દાદિક પાંચ પદાર્થો, “ત્યારે પણ આત્મા પોતાના સ્વરૂપથી જ જાણે છે. આત્માને આત્મા જાણ્યા જ કરે છે. આત્માનું જ્ઞાન હોવાથી જ્ઞાન તે આત્મા જ છે. આત્માનું જ્ઞાન હોવાથી જ્ઞાન આત્માને જાણે છે. નિરંતર આત્માને જાણ્યા જ કરે છે. તેવો સ્વભાવ છે. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #307 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન ૨૮૪ જ્ઞાનનો ! પોતાના સ્વરૂપથી જ જાણે છે, આમ જે ન માને અને હું પરને જાણું છું તો જ્ઞાનનું અજ્ઞાન થઇ જાય છે-ઇન્દ્રિયજ્ઞાન (ઉત્પન્ન) થાય છે-ઇન્દ્રિયજ્ઞાન એટલે અજ્ઞાન (અ.જ્ઞાન) પોતાના સ્વરૂપથી જ જાણે છે આમ પોતાના સ્વરૂપથી જાણતા એવા આત્માને પોતાના સ્વરૂપથી -પોતાના સ્વભાવથી જાણતા, જાણનાર આત્માને “પોત-પોતાના સ્વભાવથી જ પરિણમતા' સામા પદાર્થની વાત કરે છે. બાહ્ય પદાર્થો પોત-પોતાના સ્વભાવથી પરિણમે છે. એની હારે આ આત્માને કાંઇ લેવા-દેવા કે સંબંધ નથી. આત્મા જ્ઞાનરૂપે પરિણમે છે અને જડ એના ભાવે પરિણમે છે “પોત-પોતાના સ્વભાવથી જ પરિણમતા'-પલટતા! ટકીને પલટે છે પુદ્ગલ પણ ધ્રુવ છે, અને એમાં ઉત્પાદ-વ્યય પણ થયા કરે છે. પરિણામ થયા જ કરે છે તો કહે છે કે પરિણમતા શબ્દાદિક કિચિંમાત્ર પણ વિકાર કરતા નથી. અહીંયાં (પોતે) જ્ઞાનરૂપે પરિણમે છે, અને પુદ્ગલ એના ભાવરૂપે પરિણમે છે. બેયનું પરિણમન પૃથક પૃથક છે. તો પણ આત્માના જ્ઞાનમાં એ વિકાર ઉત્પન્ન કરવામાં, કર્તા ય થતો નથી કે કારણ પણ થતો નથી. એક પદાર્થના કારણે બીજામાં વિકાર થાય, એમ ત્રણકાળે બનતું નથી. શું કહ્યું? અહીંયાં શું કહેવા માગે છે? કે આત્મા પોતાને જાણવા રૂપે પરિણમે છે. અને પુદ્ગલાદિ દ્રવ્યો સ્પર્શ, રસ, ગંધ, વર્ણ (આદિ) એની પર્યાયરૂપે પરિણમે છે. એનું પરિણમન એનાથી અભિન્ન છે. આત્માનું પરિણમન આત્માથી અભિન્ન છે. તેથી બે પદાર્થ સર્વથા એક-બીજાથી ભિન્ન છે. તેથી કોઇના કારણે કોઇ પરિણમે છે અને આના કારણે આ થાય છે ને આના કારણે આ થાય છે એમ કારણ-કાર્યના સંબંધનો પણ સ્વભાવમાં અભાવ છે. આહાહા! કહે છે “પરિણમતા શબ્દાદિક કિંચિત્માત્ર પણ વિકાર કરતા નથી” આત્માના જ્ઞાનમાં આ રાગ ઉત્પન્ન થાય, એમાં એ કારણ નથી. કર્તા તો નથી પણ કારણ નથી પણ જો કારણ હોય તો નિત્ય પુદગલ પરિણમે છે. અને નિત્ય અહીંયાં જ્ઞાન પરિણમન થાય છે. તો એને (આત્માને) કાયમ માટે રાગ થવો જોઇએ પણ એના પરિણમનને કારણે અહીંયાં રાગ થતો નથી. એ પદાર્થ ભિન્ન છે, આ પદાર્થ ભિન્ન છે. બે પદાર્થ જ સ્વતંત્ર છે. એક બીજાને કર્તા-કર્મ સંબંધ નથી, નિમિત્ત-નૈમિત્તિક સંબંધ નથી, અને જ્યારે જ્ઞાન આત્માને જાણે છે પરને જાણતું નથી, તો..તો જ્ઞાતા યનો સંબંધ પણ વિલય પામી જાય છે. આહાહા! ત્યારે ઉપયોગ અભિમુખ થઇને આત્માના દર્શન કરે છે. આ જણાય છે..આ જણાય છે. આને કરું છું...એમાં હું નિમિત્ત ને મારા પરિણામમાં ઓલું નિમિત્ત હું જ્ઞાન ને એ શેય! હું જ્ઞાનને એ જોય! એવો ક્યાંય પણ ખૂણે-ખાંચરે પરની સાથે સંબંધ રાખ્યો તો એને આત્મજ્ઞાન ઉદય પામતું નથી-અસ્ત તો છે, ઉદય પામતું નથી. “પરિણમતા શબ્દાદિક કિંચિત્માત્ર પણ વિકાર કરતા નથી” રાગની ઉત્પત્તિનું કારણ એનું પરિણમન નથી. રાગની ઉત્પત્તિનું કારણ...પોતાના સ્વભાવને ભૂલે અને પરને પોતાનું માને, તો રાગ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #308 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૮૫ પ્રવચન નં. – ૨૩ ઉત્પન્ન થાય. એવું તો છે નહીં વસ્તુમાં-સ્વભાવમાં તો નથી. અજ્ઞાનીને એમ ભાસે છે તો એ તો અજ્ઞાન છે એનું. “આવો વસ્તુસ્વભાવ છે” આવો વસ્તુનો સ્વભાવ છે. બેય પદાર્થ ભિન્ન ભિન્ન છે, તદ્દન! કંઇ લેવા-દેવા નહીં. કોઇ સંબંધ હશે, કોઇક સંબંધ? કોઇ પ્રકારનો સંબંધ (હશે ?) કે ક્યાં? જ્યાં આત્માને પરની સાથે જરા જેટલો સંબંધ પણ માન્યો તો સંસાર છે. ત્રણ પ્રકારનાં સંબંધ છે (તેમાં) એક કર્તાકર્મ સંબંધ, એક નિમિત્ત-નૈમિત્તિક સંબંધ અને જ્ઞાતા-શેયનો સંબંધ પરની હારે, કે પરની હારે કર્તા-કર્મ સંબંધ નથી, કેમકે કર્તાકર્મ એક દ્રવ્યમાં જ હોય, પરની સાથે કર્તા-કર્મ સંબંધ નથી. નિમિત્ત-નૈમિત્તિક સંબંધ નથી કેમકે નિમિત્તનું લક્ષ કરતો નથી ઈ તો આત્માનું “લક્ષ' કરે છે. એટલે નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છૂટી જાય છે. અને જ્ઞાતા-શેયનો પણ સંબંધ નથી. જ્ઞાતા-જ્ઞાન-શેય અહીંયાં અભેદ થાય છે. એટલે કોઇપણ પ્રકારનો સંબંધ નથી “નાસ્તિ સોંડપિ સંબંધ:' “પર દ્રવ્યો આત્મા તત્ત્વયો:” સર્વજ્ઞ ભગવાનની વાણીમાં આવ્યું, સંતોએ ઝીલ્યું ગણધર ભગવાન આદિ અને કુંદકુંદભગવાન સુધી (ગુરુપરંપરા) વાત આવી ને એમણે આ શાસ્ત્રની રચના કરી. કેઃ પુદ્ગલ આદિ પરદ્રવ્યો પરિણમે છે આ, અહીંયાં જ્ઞાનરૂપે આત્મા પરિણમે છે. ઓલું એનું પરિણમન થાય છે માટે અહીંયાં વિકાર ઉત્પન્ન થાય છે એમ છે નહીં. આહા...હા ! એમ કહ્યું. “આવો વસ્તુ સ્વભાવ છે તોપણ છે તો બે પદાર્થ ભિન્ન ભિન્ન. “તો પણ જીવ શબ્દને સાંભળી, રૂપને દેખી, ગંધને સૂંઘી, રસને આસ્વાદ ચાખી, સ્પર્શને સ્પર્શી, ગુણ-દ્રવ્યને જાણી/બીજા પદાર્થના ગુણ અને બીજા પદાર્થ અને જાણીને તેમને સારાં-નરસાં માની-ઠીક અઠીકની કલ્પના કરી જ્ઞયમાં (કોઈપણ) ઠીક અઠીક છે નહીં. કોઇ જ્ઞય ઠીક અને કોઇ જ્ઞયા અઠીક, એવા નામ લખેલા નથી. શેય એટલે શેય! આહા...હા ! કલ્પના કરે છે આ ઠીક ને આ અઠીક. પોતે બે ભાગ પાડે છે. “સારા” નરસાં માની રાગદ્વેષ કરે છે તે અજ્ઞાન છે' આહા! પરને જાણીને રાગ-દ્વેષ કરે છે ઇ તો એનું અજ્ઞાન છે. આત્માનો સ્વભાવ રાગ-દ્વેષ કરવાનો નથી. અને પરપદાર્થ હોય તેથી અહીં રાગદ્વેષ થાય એમ પણ નથી. પોત પોતાના સ્વભાવે પરિણમે છે, બેય પદાર્થ! હવે આ વિષય આપણો પૂરો થયો. જે જ્ઞાન સાથે આનંદ ન આવે તે જ્ઞાન જ નથી પણ અજ્ઞાન છે. (પરમાગમસાર બોલ ૬૩૦) Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #309 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates રે! પુદગલો બહુવિધ નિંદા-સ્તુતિવચનરૂપ પરિણમે, તેને સુણી, “મુજને કહ્યું ' ગણી, રોષ તોષ જીવો કરે. 373 પુદગલદરવ શબ્દ–પરિણત, તેહનો ગુણ અન્ય છે, તો નવ કહ્યું કંઇ પણ તને, હે અબુધ! રોષ તું કયમ કરે? 374 શુભ કે અશુભ જે શબ્દ તે “તું સુણ મને ન તને કહે, ને જીવ પણ ગ્રહવા ન જાયે કર્ણગોચર શબ્દને; 375 શુભ કે અશુભ જે રૂપ તે “તું જો મને ન તને કહે, ને જીવ પણ ગ્રહવા ન જાયે ચક્ષુગોચર રૂપને; 376 શુભ કે અશુભ જે ગંધ તે “તું સૂંઘ મૂજને' નવ કહે, ને જીવ પણ ગ્રહવા ન જાયે ઘાટગોચર ગંધને; 377 શુભ કે અશુભ રસ જેવું તે “તું ચાખ મુજને” નવ કહે, ને જીવ પણ ગ્રહવા ન જાયે રસનગોચર રસ અરે! શુભ કે અશુભ જે સ્પર્શ તે “તું સ્પર્શ મુજને” નવ કહે, ને જીવ પણ ગ્રહવા ન જાયે કાયગોચર સ્પર્શને; 379 શુભ કે અશુભ જે ગુણ તે “તું જાણ મુજને નવ કહે, ને જીવ પણ ગ્રહવા ન જાયે બુદ્ધિગોચર ગુણને; 380 શુભ કે અશુભ જે દ્રવ્ય તે “તું જાણ મુજને” નવ કહે, ને જીવ પણ ગ્રહવા ન જાય બુદ્ધિગોચર દ્રવ્યને. 381 -આ જાણીને પણ મૂઢ જીવ પામે નહીં ઉપશમ અરે! શિવ બુદ્ધિને પામે નહિ એ પર ગ્રહણ કરવા ચહે. 382 Please inform us of any errors on Rajesh@AtmaDharma.com