________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updařes
જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન
૨૬૮
બહુ! ‘લોખંડની સોયની જેમ પોતાના સ્થાનથી ચ્યુત થઇને, તેને-બાહ્યપદાર્થોને પ્રકાશવા જતો નથી ' એટલે પ્રકાશતો નથી. ઘટપટને દીવો પ્રકાશતો નથી.
અરે ! ભાઈ, દીવો તો સ્વ-૫૨ પ્રકાશક છે. એમાં તો ફે૨ફા૨ કેમ થાય ? જ્ઞાનની વાત છે. જો જ્ઞાનીની વાત હોય તો અમે મંજુર કરી લઇએ, કારણકે અમને અનુભવ નથી જ્ઞાનનો! ‘આ તો અમને અનુભવ છે, અત્યારે આ ટયુબલાઇટ છે. બરાબર છે? હવે ટયુબલાઇટનો જે પ્રકાશ છે...એ બધાને પ્રકાશે છે! (એમ તો અનાદિથી આમ માનીને છીએ.)
કહે છે કે એમ નથી. પ્રકાશતો નથી. તો કરો અંધારું હમણાં. (ટયુબલાઇટ ઠારી નાખો ) તો લાઇટ ( અજવાળું-પ્રકાશ ) નહીં હોય તો કોઇ નહીં દેખાય ! અરે ! લાઇટ છે તો પણ એ લાઇટથી દેખાતા નથી. (તો ૫૨૫દાર્થો શી રીતે દેખાય છે ?)
ઇ આ બધાની જે પર્યાય કાળી હતી એ ધોળી થઇ ગઇ. એ ધોળીપર્યાય (ઉજળાશ પર્યાય) એ ઘટને પ્રસિદ્ધ કરે છે. ઘડો છે...એ દીવાને (પ્રકાશના) અભાવમાં, એની યોગ્યતાથી કાળીપર્યાય-રૂપે પરિણમે છે, તેથી ઘડો દેખાતો નહોતો. આ આપણા ગુરુદેવ ઉપર આક્ષેપ છે કે બધું મારી- મચડીને તમે અર્થ કરો છો ! અરે ! ભાઈ મારી-મચડીને અર્થ નથી કરતા તું સાંભળતો ખરો ! સ્વભાવની તને ખબર નથી ! સંયોગથી તું જુએ છે! આહા...હા ! નિમિત્તનૈમિત્તિક સંબંધથી તું જોઇ રહ્યો છો ! બેય ના સ્વભાવ ભિન્ન ભિન્ન છે. ‘ ઘડો, ઘડાથી થાય છે, દીવાથી નહીં. દીવો એને પ્રકાશતો જ નથી.
આ શું! નિશ્ચયથી ન પ્રકાશે તો કાંઇ નહિ, પણ વ્યવહારે પ્રકાશે કે નહીં? એમ લખ્યું નથી આમાં.
દીવાના...મૂળ સ્વભાવની સમીપે જઇને જોવામાં આવે તો...એનો પ્રકાશ, પ્રકાશકને પ્રસિદ્ધ કરે છે. પ્રકાશ્યને નહીં. ઓલું-બહા૨ના પદાર્થો ‘પ્રકાશ્ય ’ છે. ઇ...પ્રકાશ્ય પણ અહીંયા છે, પ્રકાશક પણ અહીંયાં છે ને પ્રકાશ પણ અહીંયાં છે !! ત્રણ ભેદ અહીંયાં છે.
તો...ઇ પ્રકાશ છે, દીવાનો પ્રકાશ. ઇ દીવો છે એમાં પ્રકાશ્ય નામનો સ્વભાવ છે. કે પ્રકાશમાં ઇ પ્રસિદ્ધ થાય. એ દીવો-પ્રકાશકમાં, પ્રકાશ્ય ને પ્રકાશ અભેદ છે માટે જણાય છે. એ (પ્રકાશ ) દીવાને પ્રસિદ્ધ કરે છે.
ટયુબલાઇટ, ટયુબલાઇટના પ્રકાશમાં એ (ટયુબલાઇટને-પ્રકાશકને ) પ્રસિદ્ધ કરે છે. ટયુબલાઇટનો પ્રકાશ આને પ્રસિદ્ધ કરતો નથી. આહા...હા ! આ કેવી વાત! આ તો સર્વજ્ઞભગવાનની વાત છે. ત્યારે એ ઘડો! ઇ ઘડો કેવી રીતે (દેખાય છે?) એ ઘડાની પહેલા કાળી પર્યાય હતી, ઓનું (પ્રકાશનું) નિમિત્ત અને યોગાનુયોગ ઉપાદાનની તાકાત એવી ! નિમિત્તથી અહીંયાં થતું નથી. ઉપાદાનમાં નિમિત્ત અકિંચિત્કર છે. (બન્ને) તદ્દન ભિન્ન ભિન્ન છે. ઘડાની પર્યાય...કાળી હતી, તેનો વ્યય થઇ ધોળીપર્યાય પ્રગટ થાય છે. અને ધોળીપર્યાય પ્રગટ થતાં, દીવાના સદ્દભાવમાં ઇ ઘડો પ્રસિદ્ધ થયો એનાથી (પોતાથી ) એને ભ્રાંતિ થઇ (ગઇ) કે આ દીવાએ એને પ્રસિદ્ધ કર્યો. ભ્રાંતિ છે મોટી.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com