________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ર૬૯
પ્રવચન નં. - ૨૧ આહાહા! (જગતને) મોટી ભ્રાંતિ છે આ.
કે આ નહીં ચાલે! કે આજ ચાલશે..સત્ છે પરમ! આહા! થોડા સ્વીકારે કે ઝાઝા, સંખ્યાની જરૂર નથી સને સંખ્યાની જરૂર નથી વસ્તુસ્વભાવ ફરશે નહીં.
દીવાનો પ્રકાશ...ઘડાને પ્રસિદ્ધ નથી કરતો. પિતા-પુત્રને રાતના ચર્ચા થઇ. કે પિતાજ, આ મકાનો દેખાતા નથી. કે સવારે (સૂર્ય) ઊગશે એટલે તને દેખાશે, જોજે તો ખરો ! ભલે, કહે..સૂઇ ગયો છોકરો! સવાર થયું...પિતાજી! મકાન દેખાણો. જુઓ આ સૂર્ય ઊગ્યોને એટલે મકાન દેખાણાં, રાત્રે ક્યાંથી દેખાય?
(પિતાજી કહે:) એમ....! આનાથી આ પ્રકાશ થયો છે! (તને તેથી) મકાન દેખાણાં? એમ નથી. સૂર્યનો પ્રકાશ, આહા સૂર્યનો પ્રકાશ પોતાના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ (સ્વચતુષ્ટયને) છોડીને મકાન સુધી જતો નથી. ઇ...પ્રકાશ, એને ત્યાંથી છોડીને મકાનોમાં જાય! આહા...હા ! તો તો દીવાનો નાશ (પ્રકાશ વિના) થઇ જાય ! પોતાના દ્રવ્યની પર્યાય, પોતાના દ્રવ્યને છોડીને, અન્ય દ્રવ્યમાં પ્રવેશી શકતી નથી. દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ (સ્વચતુને) અભેદ છે આંહીયા. મકાનના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ એનાં એમાં અભેદ છે. બેય તદ્દન ભિન્ન ભિન્ન છે.
તો..પિતાજી! આ શું થયું! કે તારી ભ્રાંતિ હતી. સાંભળ! મકાન છે. એની પર્યાય રાત્રે કાળી હતી, ઇ મકાન જ પલટીને સફેદ પર્યાય એની થઈ છે. એ સફેદ પર્યાય મકાનને પ્રસિદ્ધ કરે છે. સૂર્ય નહીં. કે સાહેબ! સૂર્ય નિમિત્ત તો ખરો કે નહીં? કે ઉપાદાનથી જોને, નિમિત્તથી શું કામ જુએ છે! એક વાર ઉપાદાનથી તો જો! નિમિત્તની વાત પછી રાખ! આહાહા!
નિમિત્ત-નૈમિત્તિક સંબંધ અકર્તાપણું પ્રસિદ્ધ કરતો હોવા છતાં, નિમિત્ત-નૈમિતિક સંબંધ જોઇને, કર્તાકર્મની ભ્રાંતિ થઇ જાય છે જીવને ! આહ હ ! એ ભ્રાંતિ છે એની. “દીવો થયો માટે ઘડો જણાણો’ ‘શેય છે માટે જ્ઞાન થાય છે... આહા..! એમ છે નહીં.
એ..શેયનું જ્ઞાન નહીં અને શેયથી જ્ઞાન નહીં.
શેયથી જ્ઞાન ન થાય અને શયનું પણ જ્ઞાન ન થાય. હમણાં આવશે ઇ સિદ્ધાંત, અહીંયાં આમાં. તેને-બાહ્યપદાર્થને પ્રકાશવા જતો નથી. પરંત...જુઓ ! હવે દ સિદ્ધાંત લાગુ પડે છે. “પરંતુ વસ્તુસ્વભાવ” એટલે દીવાનો જે વસ્તુનો જે પ્રકાશસ્વભાવ છે,
એ પર વડે ઉત્પન્ન નહિ કરી શકાતો હોવાથી” ઘડો છે...માટે અહીંયાં પ્રકાશ થાય છે, એમ નથી. “વસ્તુસ્વભાવ પર પડે એટલે ઘટ-પટ આદિ પદાર્થો વડે “ઉત્પન્ન કરી શકાતો નહિં હોવાથી” એક બાજુ), હવે બીજું કહે છે, બીજું આંકડ્યું છે જરા કડક ! શયથી જ્ઞાન ન થાય ઇ તો બરાબર છે (ગળે ઉતરે), પણ શેયનું તો જ્ઞાન થાય ને! ઇ શલ્ય રહી ગયું! જ્ઞયથી તો જ્ઞાન ન થાય-નિમિત્તથી તો જ્ઞાન ન થાય એટલે ત્યાં સુધી તો આવ્યો!
હવે કહે છે, બીજો પ્રકાર..તેમ જ વસ્તુસ્વભાવ' આહા.હા! દીવાનો પ્રકાશક સ્વભાવ- વસ્તુસ્વભાવ” “પરને ઉત્પન્ન નહિ કરી શકતો હોવાથી” એ ઘટને પ્રસિદ્ધ નહીં કરતો હોવાથી આમાં ક્યાં લખ્યું છે કે આમાં લખ્યું છે એની વાત ચાલે છે. તમારી પાસે (લખાણની) કોપી છે. વાંચો ને! એમાં
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com