________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન
૨૭) લખ્યું જુદું ને આમાં લખ્યું જુદું એમ નથી. આની જ (ઝેરોક્ષ) કોપી એમાં છે.
“વસ્તુસ્વભાવ...મહા સિદ્ધાંત છે આ. કે વસ્તુ સ્વભાવ પર વડે ઉત્પન્ન નહિ કરી શકાતો હોવાથી ઘટપટ આદિ પદાર્થો દીવાના પ્રકાશસ્વભાવને ઉત્પન્ન નહિ કરતા હોવાથી, અને દીવાનો જે પ્રકાશ છે ઇ વસ્તુસ્વભાવ, પરને ઉત્પન્ન નહિ કરી શકતો હોવાથી, એટલે કે...દીવાનો પ્રકાશ દીવાને પ્રસિદ્ધ કરે છે પણ ઘટપટ પ્રસિદ્ધ નથી કરતો !! આહાહા!
દીવાનો સ્વભાવ પરને પ્રસિદ્ધ કરે છે અને સ્વ-પરને પ્રસિદ્ધ કરે છે (એમ માનો) તો એમાં દીવો ને પ્રકાશ ને પ્રકાશક એ બધું હાથમાંથી (દષ્ટિમાંથી) ચાલ્યું જાય છે.
“વસ્તુસ્વભાવ પર ઉત્પન્ન કરી શકતો નહિ હોવાથી” આહા..હા ! એનું પ્રકાશ્ય થતું નથી. દીવાનું પ્રકાશ્ય દીવા પાસે (જ) છે. દીવાનું પ્રકાશ, પ્રકાશક અહીંયા પ્રકાશ્ય પણ અહીંયા શું એનું પ્રકાશ્ય ઘટપટ છે? એમ કોઇ દિ' ત્રણકાળમાં હોઇ શકે નહીં. ઇ તો અભેદ હોય છે. પ્રકાશક, પ્રકાશ્ય અને પ્રકાશ-ત્રણેય અભેદ હોય છે. ભિન્ન દ્રવ્યમાં હોતા નથી.
આહા...! આ તો સિદ્ધાંતિક વાત ચાલે છે. “સિદ્ધાંત બોધ” જેને અંતરમાં ઊતરી ગયો, સિદ્ધાંત બોધ એટલે “વસ્તુનો સ્વભાવ
તેમ જ વસ્તુસ્વભાવ પરને નહિ ઉત્પન્ન કરી શકતો હોવાથી” તેમ જ “દીવો જેમ બાહ્ય પદાર્થની અસમીપતામાં કોઇ પદાર્થ ન હોય, દીવો એકલો હોય. અને કોઇ પદાર્થ ન હોય, એમ પણ બને. “બાહ્યપદાર્થની અસમીપતામાં પોતાના સ્વરૂપથી પ્રકાશે છે” એ બાહ્યપદાર્થની અપેક્ષા નથી.
એ નિરપેક્ષ છે, વસ્તુ સ્વભાવ નિરપેક્ષ હોય. પરની અપેક્ષા ન હોય. એમાં નથી સિદ્ધિ ન હોય. નયથી સિદ્ધિ કરવા જાશે...તો સ્વભાવનું ખૂન થઇ જશે! આહા...હા ! છ સત્ય લાગશે તો ! એને જાણીને પછી, નિરપેક્ષમાં આવી જાય તો તો કાંઇ વાંધો નહિ. નયથી જાણીને પછી નય છોડવા જેવી છે. નયથી (વસ્તુ સ્વભાવનું) અનુમાન કરી, જાણીને પછી.. નયથી અતિક્રાંત ભાખ્યો છે. સમયનો સાર છે!
“તેમ બાહ્યપદાર્થની સમીપતામાં પણ ઘટપટ (આદિ પદાર્થો) હોય તો પણ પોતાના સ્વરૂપથી જ પ્રકાશે છે” દીવો તો દીવાના પ્રકાશથી પ્રકાશી રહ્યો છે. “એમ પોતાના સ્વરૂપથી પ્રકાશતા એવા તેને” દીવાને. “વસ્તુસ્વભાવથી જ વિચિત્ર પરિણતિને પામતો એવો મનોહર કે અમનોહર ઘટપટ આદિ બાહ્યપદાર્થ જરાય વિક્રિયા ઉત્પન્ન કરતા નથી ” ક્યાંથી ઉત્પન્ન કરે ? આહા...હા ! એને પ્રસિદ્ધ જ ન કરે ! એની હારે સંબંધ જ ન હોય ઘડાની હારે દીવાને! અને એના પ્રકાશને !
- જ્ઞાનમાં આવશે ઈ તો આહા! આ તો દષ્ટાંત છે હુજી. “વિક્રિયા પામતો નથી” દીવો ! સામે સાપ હોય, ઝેર હોય કે સામે અમૃતનો ઢગલો હોય, ઇ તો (દીવો) પ્રકાશે છે પોતાના સ્વભાવથી. એને (સાપ આદિને) ક્યાં તે પ્રકાશે છે? પોતાના પ્રકાશક એવા સ્વભાવને પ્રકાશે છે. આહા...હા! ઘટપટનો સદ્ભાવ હો કે અસદ્ભાવ હો, પ્રકાશ તો પોતાથી છે. એને કોઇ નિમિત્તની અપેક્ષા નથી નિશ્ચય-વ્યવહારની પણ અપેક્ષા નથી.
આ દષ્ટાંત પૂરો થયો, હવે સિદ્ધાંત બાકી છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com