________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૬૭
પ્રવચન નં. – ૨૧ (એ), પર ક્યાં જાય છે? (નથી જણાતું) આહહા! પણ છતાં પણ....કહે છે કે તે પરને જાણવાની ઇચ્છા કરે છે સમયે-સમયે !! જે નથી જણાતું એને જાણવાની ઇચ્છા કરે છે! અને જેને જાણતાં ઉપશમભાવ પ્રગટ થાય - વીતરાગભાવ-જ્ઞાનવૈરાગ્યભાવ પ્રગટ થાય, એને જાણવાનો પ્રયત્ન ય કરતો નથી. “જાણનારો જણાય છે” એ ભાવ એને આવતો નથી. પરને જાણું ને પર જણાય છે અને બસ!
એટલે પરને જાણતાં એને (અજ્ઞાનીને) હર્ષ થાય છે. આહા ! ભાવમનમાં એને હર્ષ થાય છે. (મજા, મજા માને છે.) જેને ત્રિદોષ થાય ને...વાત, પિત્ત ને કફ! ઇ પછે ગાંડો થાય, હુસે બહુ! હુસે એટલે ખુશી થાય! ખુશી થાય છે કે દુઃખી થાય છે? ( શ્રોતા:) દુઃખી (ઉત્તર) એમ પરને જાણતાં જાણતાં, જ્યાં પીકચર જોયું જ્યાં ટી-વી. જોયું! ખુશી, ખુશીના ઢગલા!
આહાહા ! ભાવમરણ તો!
શિવબુદ્ધિ પામેલ નથી” સમ્યજ્ઞાની નથી. એ પરને જાણવાની ઇચ્છા કરે છે આહા...હા ! એ ઇચ્છા તો દોષ છે. ઇચ્છા દુઃખનું (આકુળતાનું) કારણ છે. ઇચ્છા કષાય છે. (બધા દુઃખનું મૂળ ઇચ્છા છે). “પરને જાણવાની ઇચ્છા કરે છે-મન કરે છે”
હવે મૂળગાથાનો (ગાથાર્થ) અર્થ થયો, હવે “ટીકા' આવે છે. “ટીકા” એટલે વિસ્તાર. દશગાથા સંક્ષેપમાં, પ્રાકૃતમાં જે લખી છે એની હવે ટીકા કરે છે ટીકાકાર અમૃતચંદ્ર આચાર્ય!
ટીકાઃ- “પ્રથમ દષ્ટાંત કહે છે... પહેલાં દેખાતે ય..કડક છે, આકરું લાગશે. પણ જો...દષ્ટાંત સમજાશે...તો સિદ્ધાંત સમજવો સહેલો પડશે. એટલા માટે દષ્ટાંત, આચાર્ય ભગવાન (પ્રથમ જ) આપે છે.
આ જગતમાં બાહ્યપદાર્થ ઘટ-પટ આદિ બાહ્યના પદાર્થો જેમ દેવદત્ત નામનો પુરુષ યજ્ઞદત્તનામના પુરુષને હાથ પકડીને કોઇ કાર્યમાં જડે તેમ' (જેમ કે કોઇ કહે કે) આ અમારું કામ આટલું કરી દે, હાથ પકડીને કહે, કે આટલું (તો જરૂર ને જરૂરી કામ કરી દે! એમ વ્યવહારમાં ચાલે છેબધું ચાલે છે. એવી રીતે હોય છે. તેમ.. તેવી રીતે.. આમાં ( એમ લખ્યું ) નથી, તેવી રીતે! હવે દીવાની વાત આવે છે.
“દીવાને સ્વપ્રકાશનમાં અર્થાત્ બાહ્ય પદાર્થને પ્રકાશવાના કાર્યમાં જોડતો નથી, કે: “તું મને પ્રકાશ ! ઘટ પટ આદિ પદાર્થો, દીવાને એમ કહેતા નથી કેઃ “તું મને પ્રકાશ” ઓમાં (પહેલી-બીજી ગાથામાં) આવ્યું હતું ને! શબ્દ કહેતો નથી કેઃ “તું મને જાણ”—સાંભળ! તેમ આમાં દીવાના પ્રકાશને (ઘટ-પટ) કહેતું નથી કે તું મને પ્રકાશ. “અને દીવો પણ../જુઓ ! હવે.. “લોહચુંબકપાષાણથી ખેંચાયેલી લોખંડની સોયની જેમ લોખંડની સોય તો...લોહચુંબકની પાસે જાય છે આંહીથી, તો ઈ તો (સોય) પોતાનું સ્થાન છોડી દે છે. અને લોહચુંબકનો ઓલો પથ્થર હોયને..એમાં વઇ જાય છે, ખેંચાય છે. (સોય )
એમ....! દીવાનો પ્રકાશ, ઘટપટને પ્રસિદ્ધ કરવા (સોયની જેમ ખેંચાઇને) પ્રસિદ્ધ કરવા જાય છે કે નહીં ? સોય તો જાય છે (લોહચુંબકપાષાણ તરફ ) ઇ સિદ્ધાંતમાં આવશે. દીવાનો દષ્ટાંતે ય ઊંચો છે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com