________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન
૨૬૬ અહાહા ! આત્મા પોતાના જ્ઞાનને છોડી અને ઉપકારી ગુરુ! એનું પણ “લક્ષ' કરતો નથી. “પદ્રવ્વાનો સુયા”
આહા ! સાક્ષાત્ તીર્થંકર પરમાત્મા હોય, તો પણ “લક્ષ કરવા લાયક નથી. પછી જાણવા યોગ્ય છે એમ આવે! વ્યવહાર (એમ) કહેવામાં આવે છે એવો વ્યવહાર નથી એમ નહીં. આહા..હા ! વ્યવહાર છે ઇ તો ભેદમાં આવે તો અભેદમાં રહેતો વ્યવહાર ક્યાં ઊભો થાય છે? (નથી થતો.).
“તું મને જાણ” અને આત્મા પણ પોતાના સ્થાનથી છૂટીને, બુદ્ધિના વિષયમાં આવેલા દ્રવ્યને” જુઓ! બુદ્ધિગોચર છે, જ્ઞાનગોચર નથી. ધર્મ, અધર્મ, આકાશ ને કાળ, અનંતા સિદ્ધો ... પંચપરમેષ્ઠી....બુદ્ધિગોચર છે! આહા..હા! જરાક સમજે તો અંદરમાં જ્ઞાન વળી જાય એવું છે.
“તું મને જાણ” બુદ્ધિના વિષયમાં આવેલા દ્રવ્યને દ્રવ્યો એમ નથી કહેતા કે તું મને જાણ. “ગ્રહવા જતો નથી' (એટલે ) જાણવા જતો નથી.
હવે ગાથા કહે છે કે, આ વિષય પૂરો થયો. પાંચ ઇન્દ્રિય અને છઠું મન. પાંચ ઇન્દ્રિયના વિષય પાંચ અને છઠું મન, એના વિષય બે ગુણ ને દ્રવ્ય બીજા. હવે છેલ્લે ટોટલ (નિષ્કર્ષ) મારે છે, કરુણા કરીને કહે છે.
આવું જાણી ને પણ... - આ જાણીને પણ મૂઢ જીવ પામે નહીં ઉપશમ અરે! શિવબુદ્ધિને પામેલ નહિ એ પર ગ્રહણ કરવા ચહે. ૩૮૨.
ઇચ્છા કરે છે પરને જાણવાની. એનો-ગાથાનો અર્થ આવે છે. આવું જાણીને પણ ” આટલું, આટલું તને કહ્યું! આવું જાણીને પણ મૂઢ જીવ' આહા! “મને પર જણાય છે ને હું પરને જાણું છું” આહા....! પર શય થાય છે અને પર શેય કર્તા થાય છે અને પર શેય કર્મ થાય છે. “પરને જાણું છું એટલે (જ) કર્તાબુદ્ધિ” ને “જણાય છે” એ કર્મબુદ્ધિ! જાણું તે
ક” ને જણાય તો “કર્મ” થઈ જાય છે અને આત્મા (નું) કર્મપણું રહી જાય છે, જ્ઞાન પ્રગટ થતું નથી.
“મૂઢ જીવ ઉપશમને પામતો નથી” આહહા! ઉપશમને પામતો નથી એટલે? આત્મજ્ઞાન ઉત્પન્ન કરતો નથી. કષાય ઉત્પન્ન કરે છે-મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન, અજ્ઞાન ઉત્પન્ન કરે છે. “અને શિવબુદ્ધિને કલ્યાણકારી બુદ્ધિને સમ્યજ્ઞાનને “નહિ પામેલો પોતે' જેને સમ્યજ્ઞાન પ્રગટ નથી થયું એવો મૂઢ જીવ! “પરને ગ્રહવાનું મન કરે છે” ( અર્થાત્ ) પરને જાણવાની ઇચ્છા કરે છે. જે જણાતું નથી. એને “જાણવાની ઇચ્છા કરે છે. અને જે જણાઈ (રહ્યો છે) એના પ્રત્યે બેદરકાર છે. તેથી ઉપશમભાવને પામતો નથી.
જે જણાઇ રહ્યો છે, છે એને જાણતો નથી. કથંચિત્ અભેદ છે માટે ( જ્ઞાયક તત્ત્વ) જણાઇ રહ્યું છે. અને જે ભિન્ન છે એને જાણતો ય નથી ને ઇ જણાતું પણ નથી ઇ તો એ સંબંધી પોતાનું જ્ઞાન જણાય છે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com