________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ર૬૫
પ્રવચન નં. – ૨૧ અશુભ અથવા શુભ દ્રવ્ય” ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ, કાળ-બધું લઈ લેવાય (પોતાના) આત્મા સિવાય અન્ય જીવ પણ લેવાય. આહા..હા! જીવમાં “જીવો” જણાતા નથી! જીવમાં જીવ જણાય છે! જીવમાં? (શ્રોતા.) જીવ જણાય છે! જીવોમાંએકેન્દ્રિય, બેઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય (પંચેન્દ્રિય ) છે હોં બધુંય? હુંબગ (ખોટું ) નથી એકેન્દ્રિય, બેઈન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય (આદિ જીવો) છે. નથી, ઉડાડવાની વાત નથી “લક્ષ ફેરવવાની વાત છે”
આહા...! “અશુભ અથવા શુભ દ્રવ્ય લીધું હવે! ધર્મ, અધર્મ, આકાશને કાળ દ્રવ્ય. એનાં ગુણ તો આવી ગયા સમુચ્ચય–બધા. “તને એમ નથી કહેતું કે: “તું મને જાણ” બેયમાં છે જુઓ! “તું મને જાણ ” બેયમાં છે. ગુણમાં પણ છે “તું મને જાણ ” તને એમ કહેતા નથી અને બીજાં દ્રવ્યો છે ઇ એમ કહેતા નથી કેઃ “તું મને જાણ” મફતનો આ દુઃખી થાય છે! કહેતા નથી કે (તું મને ) જાણ! અને આ કહે કે “હું એને જાણું છું' આહાહ! મોટો ફેર
આહા....હા! શુભ દ્રવ્ય.....તને એમ નથી કહેતું કે તું મને જાણ ! દ્રવ્યો એમ નથી કહેતા કે તું મને જાણ ! “અને આત્મા પણ પોતાના સ્થાનથી છૂટીને, પોતાને જાણવાનું છોડીને લક્ષણ, લક્ષ્યને જાણવાનું છોડતું જ નથી. “લક્ષણ ઉપયોગ” લક્ષ્ય એવો પોતાનો આત્મા, એને જાણવાનું છોડી અને અલક્ષ, એવા આત્મા સિવાય પરપદાર્થો અને જાણવા જતું જ નથી. આહા! ( એને) જાણવા જાય તો..લક્ષણ રહેતું નથી આત્માનું!
પણ...અજ્ઞાનીને શું “લક્ષ્ય' અને શું લક્ષણ ? અને લક્ષણ કોને પ્રસિદ્ધ કરે છે ઇ એ ય ખબર પડતી નથી. લક્ષ્ય અને લક્ષણ અભેદ છે. જ્ઞાયક ને જ્ઞાન અભેદ છે. ભેદ નથી એમાં. ઇ તો ભેદ કરીને સમજાવવામાં આવે છે.
“લક્ષણ” તો ઉપયોગ છે. અને ઉપયોગ પ્રગટ થાય છે ઉત્પાદ રૂપ છે. એ જ્ઞાન ઉપજે છે એ જ્ઞાયક ને પ્રસિદ્ધ કરીને જ વ્યય થાય છે. છે તો સ્થિતિ આવી. શું કહ્યું? ઉત્પાદ....ધ્રુવને પ્રસિદ્ધ કરીને...પછી વ્યય થાય! જ્ઞાનનો ઉત્પાદ સમયે-સમયે થાય છે.
કે સાહેબ, રાગનો ઉત્પાદ થાય છે કે નહીં ? હવે રહેવા દે ને તું પણ ! અટાણે “રામ બોલો ભાઈ રામ 'કાં કહે છે? રહેવા દે ! રહેવા દે! અટાણે તો લગનના ગીત ગવાય છે (ને મરશીયા ક્યાં ગાવા મંડ્યો!) પર્યાયમાં તો રાગ થાય છે ને! પણ પર્યાયમાં જ્ઞાન થાય છે કે નહીં છે તો તું મને સમજાવ! કહે, થાય છે તો જ્ઞાન.
આહા..તો એ જ્ઞાન આત્માને પ્રસિદ્ધ કરે છે. સમયે-સમયે ! રાગને નહીં, દુ:ખને નહીં, કર્મને નહીં, શરીરને નહીં, (પરપદાર્થોને નહીં) આ અંતર્મુખ થવાની વાત ચાલે છે ભાઈ..!!
“તને એમ નથી કહેતું કેઃ “તું મને જાણ' દ્રવ્ય, બીજાં દ્રવ્યો (પોતાના) આત્મા સિવાયના! આત્મજ્ઞાની આપણા ઉપકારી ગુરુ પણ એમ કહેતા નથી કે તું મને જાણ” અને આપણા જ્ઞાનમાં....ગજબની વાત છે જરા !
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com