________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન
૨૬૪ નહીં. સ્વ-પરનો પ્રતિભાસ થાય છે! એવું જોયાકાર જ્ઞાન થાય છે. એ શેયાકાર જ્ઞાનમાં જ્ઞાયક જણાય છે!! તો અનુભવ થઈ જાય છે.
એ છઠ્ઠી ગાથા આપણે ચાલી, એમાં લીધું તું! બધું આવી ગયું છે. યાદ ન હોય તો ફરીથી યાદ કરી દઉં! ભુલાઈ જાય ઘણા દિથયા ને!
કહ્યું? પ્રત્યેક જીવને પ્રત્યેક સમયે ઉપયોગ (જાણવા- દેખવાનું કિરણ) પ્રગટ થાય છે. એ ઉપયોગમાં સ્વ ને પરનો પ્રતિભાસ થાય છે. સ્વ-પર જણાય છે એમ (શાસ્ત્રોમાં) લખ્યું નથી. તો તો દોષ આવી જાય! તો તો આત્માનું જ્ઞાન પરને જાણે છે એમ સિદ્ધ થઈ જાય, એમ તો છે નહીં! પ્રતિભાસ છે એ બરાબર છે! -પરનો પ્રતિભાસ થાય છે તે વખતે, એનું જ્ઞાન એ યાકારજ્ઞાન કહેવાય છે. બેનાં પ્રતિભાસ થાય છે ને! બે જ્ઞયો! સ્વ ( જ્ઞય) અને પર (જ્ઞય)! એમાં પ્રતિભાસ થાય છે. એને યાકારજ્ઞાન કહેવામાં આવે છે. એ જ્ઞયાકાર જ્ઞાનમાં જો જ્ઞાયક જણાય છે તો અનુભવ થઈ જાય છે. એ જ્ઞયાકારજ્ઞાનમાં પર જણાય છે તો અજ્ઞાન થઈ જાય છે.
આહાહા ! એવી વસ્તુની સ્થિતિ છે, શાસ્ત્રમાં ચોખ્ખી વાત છે બધી! એ બુદ્ધિનો વિષય છે, ધર્માસ્તિકાયનો ગુણ-લક્ષણ, એ કોણ જાણે છે? કે એ બુદ્ધિનો વિષય છે, મારો વિષય નથી. નિષેધ કરે છે, સંત! મહાત્મા! ધર્માત્મા! અતિ આસન્નભવ્ય જીવ! જેનું ત્રીજું નામ (મંગલાચરણમાં) પ્રસિદ્ધ છે. આહા...હા ! દિગમ્બર સમાજમાં ! અને યથાર્થ છે ઇ..!
આહાહા! ફરમાવે છે કે મારો વિષય નથી, હું એને જાણતો નથી. તો...કોણ જાણે છે? બુદ્ધિનો વિષય છે-મનનો વિષય છે. મનના બે વિષય લીધા, ઇન્દ્રિયજ્ઞાનના પાંચ વિષય લીધા. સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, શબ્દ! મનમાં બે વિષય છે. એક ગુણ અને એક દ્રવ્ય ! ધર્માસ્તિકાયનો ગુણ અને ધર્માસ્તિકાય દ્રવ્ય એ (દ્રવ્યની ગાથા) હવે આવશે. અત્યારે આંહી ગુણની વાત ચાલે છે.
કે હું નથી જાણતો સંત કહે છે. ઇ મારો વિષય નથી (ઍને) જાણવાનો! હું મને જાણવાનું છોડી અને ૫રને જાણવા જાઉ.....એ મારા સ્વભાવમાં નથી.
આહા....! નિશ્ચયનયથી નથી જાણતો...વ્યવહારથી જાણું છું એમ આમાં ( ક્યાંય) લખ્યું નથી. તો કેમ નયનો પ્રયોગ ન કર્યો? એમ પ્રશ્ન થાય. કે....પ્રત્યેક વાક્ય (સમજવા) નય લગાડવી જોઈએ પ્રત્યેક વાક્યમાં ! કોણે કહ્યું આ? કોણ કહે છે નય લગાડવી જોઈએ ?
નયજ્ઞાનથી આત્મજ્ઞાન થતું નથી, સાંભળ! જ્ઞાનથી. આત્મજ્ઞાન થાય છે, એ જ્ઞાનમાં નય નથી! 'જે જ્ઞાનમાં આત્માના દર્શન થાય છે એમાં નય નથી.
આહા ! કહે છે કે બુદ્ધિનો વિષય છે મારો નથી. એમ કરીને આખું “ભેદજ્ઞાન” કર્યું! બીજાના ગુણની સાથેથી, આત્માનું જ્ઞાન ભિન્ન છે એમ કહ્યું.
હવે, દ્રવ્યની વાત કરે છે. ધર્માસ્તિકાય (આદિ છ) દ્રવ્ય. બધા લઈ લેવા, ધર્મ, અધર્મ, આકાશ ને કાળ (પુદ્ગલ ને જીવ) બધા લઈ લેવા. બધા પદાર્થો બહારના (પોતાના) આત્મા સિવાય !
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com