________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૬૩
પ્રવચન નં. - ૨૧ જાણવાનું છોડતો નથી, પોતાને જાણ્યા જ કરે છે નિરંતર! અજ્ઞાનીને છે તો એમ પણ અજ્ઞાની એનો સ્વીકાર કરતો નથી. એટલે એને અજ્ઞાન કહેવામાં આવે છે.
પોતાના સ્થાનથી છૂટીને બુદ્ધિના વિષયમાં આવેલા આ ધર્માસ્તિકાયનો ગુણ બુદ્ધિનો વિષય છે, જ્ઞાનનો વિષય નથી. બુદ્ધિ કહો કે ભાવમન કહો, એકાર્યવાચક છે. ધર્માસ્તિકાયના લક્ષણને, ગતિતુત્વ ગતિમાં નિમિત્ત થાય ધર્માસ્તિકાય, ઇ એનો ગુણ છે એને-એ ગુણને, (એ બુદ્ધિ જાણે છે) એ બુદ્ધિનો વિષય છે. એને ગ્રહવા જતો નથી 'જાણવા જતો નથી. એટલે કે જાણતો જ નથી.
પરને જાણવાના સ્વભાવનો જ અભાવ છે. આ મૂળ પાયાની વાત છે. કઇ નયથી નથી જાણતો ને કઈ નથી જાણે છે? એ વાત આમાં લીધી નથી. આમાં તો મૂળ એના સ્વભાવની વાત કરે છે. સ્વભાવથી વાત હોય ત્યારે એમાં નયનો પ્રયોગ કરવામાં આવતો નથી. નયના પ્રયોગમાં, જીવ પ્રમાણજ્ઞાનના વિષયમાં ચાલ્યો જાય છે. “નિશ્ચયનયથી છૂટી જાય છે” અથવા એનો સ્વભાવ છૂટી જાય, લક્ષમાં આવતો નથી.
નિશ્ચયનયથી પોતાને જાણે છે ને વ્યવહાર પરને જાણે છે! હવે, એ...નયાતિક્રાંત થયેલા ધર્માત્મા કહે છે કે આ નિશ્ચયનયથી હું આત્માને જાણું છું ને વ્યવહાર પરને જાણું છું એમ ન લખતાં, સ્વભાવથી વાત કરે છે કે (આત્મા) પોતાના સ્વભાવને છોડી પરને જાણવા જતો નથી.
ત્યારે ધર્માસ્તિકાયનો ગુણ જે છે એને જાણે છે કોણ? ધર્માસ્તિકાય, છ દ્રવ્ય છે. એ વાત તો તમે સાધકની કરી પણ કેવળજ્ઞાન થાય એટલે શું થાય ? ત્યાં તો ઇન્દ્રિયજ્ઞાન નથી. તો એને કોણ જાણશે? એક પ્રશ્ન ઊઠે! પ્રશ્ન બરાબર ઉઠાવવો, આપણે ઉઠાવવો. કે આપે સાધકની વાત કરી..એ તો બરાબર છે, સાધકને પણ ઇન્દ્રિયજ્ઞાન છે. અને ઇન્દ્રિયજ્ઞાન એને ( પરનો જાણે છે એમ કહીને તમે આમાં છટકી જાવ છો...તો મારો પ્રશ્ન છે કે કેવળજ્ઞાન થાય ત્યારે (કેવળી ભગવાન) ધર્માસ્તિકાયને જાણે કે નહીં ?
બોલો ! એવો પ્રશ્ન થાય ને ? ( ઉત્તર:) થાય. એનો ઉત્તર છે. કે ધર્માસ્તિકાય કેવળજ્ઞાનમાં પ્રતિભાસે છે. તો એ પ્રતિભાસ દેખીને, કેવળી ઉપચારથી એને જાણે છે એમ કહેવામાં આવે છે. આહા...! આ શશીભાઈની પછવાડ ભાઈ બેઠા છે, ઇ આવ્યા 'તા. એને પ્રતિભાસની વાત બહુ ગમી. ઓહો ! મને તો એમ થયું 'તું કે આ પ્રતિભાસની વાત કલકત્તામાં ચાલશે કે નહીં! “પ્રતિભાસ ચાલવા મંડયો છે અહીંયાં! ગતિ કરવા મંડ્યો છે! આહ...આ તો પરનો માત્ર પ્રતિભાસ થાય છે, પર જણાતું નથી. અને જેમાં પ્રતિભાસ થાય છે એવું “જ્ઞાન જણાય છે” પણ “પર જણાતું નથી'.
આહા ! સાવ સીધી સાદી અંતરમાં જવાની વાત છે.
કહે છે કે ઇ ધર્માસ્તિકાયનો ગુણ, એ સાધક હોય ત્યારે....એને કહે બુદ્ધિનો વિષય છેમનનો વિષય છે. પણ પરમાત્મા થાય ત્યારે શું? કે એ ધર્માસ્તિકાયનો પ્રતિભાસ થાય છે કેવળજ્ઞાનમાં! નિગોદમાં પણ પ્રતિભાસ થાય છે હોં જ્ઞાનમાં આઠેય જ્ઞાનમાં સ્વ-પરનો પ્રતિભાસ છે, એકલા પરનો
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com