________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન
૨૬૨ પણ છે-ભાવમન, દ્રવ્યમન નહીં. ભાવઇન્દ્રિય અને ભાવમન! પાંચ (ભાવ) ઇન્દ્રિય જ્ઞાન છે. એ પાંચ ઇન્દ્રિયો પોત-પોતાના વિષયને જાણે છે. અને છઠું મન, એ અનેરા ધર્મ, અધર્મ, આકાશ ને કાળ જે છે (અરૂપી પદાર્થો) એના ગુણોને દ્રવ્યને પણ મન જાણે છે. (મનનો વિષય રૂપી–અરૂપી બે ય છે)
હવે વિષય અત્યારે મનનો ચાલશે હમણાં. પાંચ ઇન્દ્રિયોનો વિષય પૂરો થયો. એમાં એમ ફરમાવ્યું કે શબ્દ કહેતો નથી કે તું મને જાણ અને આત્મા પણ પોતાને જાણવાનું છોડીને અને એને જાણવા જતો નથી. એ શબ્દ છે તે જ્ઞાનગોચર નથી, પણ ઇન્દ્રિયગોચર છે, કર્ણગોચર છે. આત્માના જ્ઞાનનું ગોચર-ગમ્ય નથી. એનો વિષય જ નથી.
એમ કરીને..પછી ચક્ષુઇન્દ્રિય લીધી. પછી ઘાણ ઇન્દ્રિય લીધી, રસઇન્દ્રિય લીધી. સ્પર્શ ઇન્દ્રિય લીધી. એમ પાંચેય ઇન્દ્રિયના વિષયોથી આત્માનું ભેદજ્ઞાન કરાવ્યું. કે આત્માનું જ્ઞાનસાધકનું જ્ઞાન, જે આત્માને પ્રસિદ્ધ કરે છે જે જ્ઞાન, એ જ્ઞાન આત્માને જ પ્રસિદ્ધ કરે છે. પરને પ્રસિદ્ધ કરતું જ નથી, માટે તેને “સ્વપ્રકાશક જ્ઞાન” કહેવામાં આવે છે.
હવે...એ જ જ્ઞાનને સ્વ-પર પ્રકાશક કહેવું હોય તો શું એની કળા ને વિધિ છે? તો કહે છે કે જે પદાર્થોબાહ્યપદાર્થો જ્ઞાનમાં પ્રતિભાસે છે. તે અપેક્ષાએ તેને “જાણે છે' એમ કહેવું છે વ્યવહાર છે. બાકી ખરેખર તો એ ઇન્દ્રિયજ્ઞાનનો વિષય છે પણ પ્રતિભાસ દેખીને ઉપચાર કરવામાં આવે છે, જેમ કેવળીમાં આવે છે એમ. કેવળી ભગવાન લોકાલોકને જાણતા નથી પણ પોતાના આત્માને, આત્માના જ્ઞાનને અને લોકાલોક જેમાં પ્રતિભાસ થાય છે એવા ( પોતાના) જ્ઞાનને જાણે છે. તો એવા જ્ઞાનને જાણતાં, જેમાં પ્રતિભાસ છે એને પણ જાણે છે. તો એને અસત વ્યવહાર નય કહેવામાં આવે છે. એ નથી જાણે છે!
હવે, અત્યારે પાંચ ઇન્દ્રિયના વિષય પૂરા કરીને હવે મનનો વિષય (આચાર્યદવ) લ્ય છે. કે મન તો (ભાવમન) આત્માને જાણે છે કે નહીં? ના. મન આત્માને જાણતું નથી, ભાવમન ! દ્રવ્યમન તો જડ છે. પણ ભાવમન પણ આત્માને જાણતું નથી. “ભાવમન કોને જાણે છે? એનો વિષય ચાલે છે આજ.
“અશુભ અથવા શુભ ગુણ” એટલે ધર્માસ્તિકાયનો ગુણ ગતિતુત્વ, અને અધર્માસ્તિકાયનો (ગુણ) સ્થિતિ હેતુત્વ, આકાશનો (ગુણ) અવગાહનહેતુત્વ, કાળ એના પરિણામ એ ગુણ છે એમાં. ધર્મ, અધર્મ, આકાશ ને કાળ (દ્રવ્યના) એ ગુણો છે. ગુણ અને દ્રવ્ય બે છે. પર્યાયને પણ ગુણ કહેવાય અને ત્રિકાળીના ભેદને પણ ગુણ કહેવાય.
તો ...કહે છે કે અહીંયા એ જે ગુણ, છે તે તને એમ નથી કહેતું કેઃ “તું મને જાણ ધર્માસ્તિકાયનો ગુણ એમ નથી કહેતો કે તું મને જાણ. “અને આત્મા પણ પોતાના સ્થાનથી છૂટીને/સાધક પોતાની આત્મકથા લખે છે આ. અમારી શું સ્થિતિ છે, એનું વર્ણન કરે છે, સાધક કોને કહેવાય? આહ....! જ્ઞાતાને સાધક કહેવાય, કર્તાને સાધક ન કહેવાય.
“પોતાના સ્થાનથી છૂટીને એટલે પોતાને જાણવાનું છોડીને...એક સમય પણ આત્મા પોતાને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com