________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી શુદ્ધાત્મને નમ: શ્રી સમયસારાય નમ: શ્રી. સમયસાર ગાથા. ૩૭૩-૩૮ર
તા. ૨૩-૧૧-૯૬ કલકત્તા. સાંજે. પ્રવચન નં.-૨૧ આ શ્રી સમયસારજી પરમાગમ શાસ્ત્ર છે. એનો “સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર' નામનો અધિકાર છે. તેમાં ગાથા ૩૭૩ થી ૩૮૨ દશ ગાથા છે. અપૂર્વ ગાથા છે. ભાવો..બ્રહ્માંડના ભર્યા છે. ગાથામાં પાંચ ઇન્દ્રિયના વિષયો અને છઠ્ઠી મનનો વિષય, એમ વિભાગ કર્યા છે આમાં (ગાથાઓમાં) એમાં પાંચ ઇન્દ્રિયના વિષયો છે, પાંચ ઇન્દ્રિયના વિષયો જે છે, એની વાત આવી ગઈ.
શબ્દ એમ કહેતો નથી કેઃ “તું મને જાણ ”—સાંભળ અને ભગવાન આત્મા જે સાધક થઈ ચૂકયા છે સાધકદશામાં છે કુંદકુંદાચાર્ય ભગવાન, એક જ્ઞાનના બે ભાગ પડી ગયા છે. થોડું અંતર્મુખજ્ઞાન-અતીન્દ્રિયજ્ઞાન, જે નિરંતર આત્માને અનુભવે છે. અને થોડું બહિર્મુખજ્ઞાન, જે ઇન્દ્રિયજ્ઞાન પણ થોડું રહી ગયું છે કેવળજ્ઞાન થયું નથી. એટલે (સાધકદશામાં જ્ઞાનના) બે ભાગ છે. જેમ જ્ઞાનના બે ભાગ પડી જાય છે તેમ સાધક ધર્માત્માને અંદરમાં એક શેય છે એના બે ભાગ પડી જાય છે! mય તો અંદર એક છે. તો એના પણ બે ભાગ પડે છે. થોડા આત્મસન્મુખ પરિણામ તે “નિશ્ચય મોક્ષનો માર્ગ છે. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રના વિતરાગી પરિણામ છે કે જે પરિણામ આત્માથી અભેદ થયેલા છે! એ કથંચિત્ અભેદ છે, તે અશેય છે.
શેયના બે ભાગ છે, સાધકને ! એ તો સ્વયમાં આવ્યું.
એ વ્યવહાર રત્નત્રયના પરિણામ કે અસ્થિરતાનો રાગ કે ઇન્દ્રિયજ્ઞાન, એ બીજો અજીવનો ભાગ છે. જીવનો ભાગ આ બાજુ છે અને બીજો ભાગ છે એ અજીવનો ભાગ છે, એ જીવ નથી પણ અજીવ છે. અ... જીવ! એવા શેયના બે ભાગ પણ પડેલા છે. પછી ક્રમે કરીને આ બાજુનો ભાગ વધતો જાય છે ઓલો ઘટતો જાય છે, એમ કરતાં આખું જોય આંહી થઈ જાય છે “ધ્યેયપૂર્વક જોય”
એવા ધર્માત્માએ પ્રથમ, પુણ્ય-પાપના પરિણામથી ભિન્ન, બંધ-મોક્ષના પરિણામથી રહિત, નવતત્ત્વના ભેદથી પણ રહિત, એવા નિજપરમાત્માને જેણે ભેદજ્ઞાન કરી અભેદની અનુભૂતિ કરી છે, એવા ધર્માત્માએ-આ શાસ્ત્ર લખ્યું છે કુંદકુંદભગવાને, એમાં આ દશ ગાથા અપૂર્વ છે. ભેદજ્ઞાનની જ ગાથા છે. એ ફરમાવે કે: આત્માનો સ્વભાવ કેવળ પોતાને જ જાણવાનો છે. પ૨પદાર્થને જાણવાનો આત્માનો સ્વભાવ નથી.
તો ...પરપદાર્થો તો (વિશ્વમાં) છે. કે હા છે. ત્યારે એને કોણ જાણે છે? કે સાધકનું અતીન્દ્રિયજ્ઞાન તો એને જાણતું નથી. પણ થોડું ઇન્દ્રિયજ્ઞાન ઊભું થાય છે, એમાં પાંચ ઇન્દ્રિયો પણ છે અને છઠું મન
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com