________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન
ર૬O ખબર નથી. અમારું “લક્ષ જ છૂટી ગયું છે. “લક્ષ ફરે ફેર છે મોટો! ” લક્ષ ફરે ફેર છે!
(જુઓ!) સખત પેટમાં દુઃખાવો થતો હોય અને જો ઉપયોગ તત્ત્વમાં લાગી જાય, તો દુઃખાવો તો એટલો ને એટલો જ હોય, એમાં માત્રાકાંઈ ઘટી ન હોય પણ દુઃખાવાનું વેદને ય ન થાય ને દુઃખાવો જણાય પણ નહીં. એવી સ્થિતિ થઈ જાય!! આહાહા! અને જો અંદરમાં જઈને અનુભવ કરે તો તો વાત અપૂર્વ થઈ જાય છે!
“અને આત્મા પણ સ્પર્શ ઇન્દ્રિયના વિષયમાં આવેલા સ્પર્શને, ટાઢી-ઊની અવસ્થાને (જાણતા નથી) મુનિરાજ કહે છે કે અમે તો કાંઈ જાણતા નથી અવસ્થા ટાઢી છે કે ઊની કંઈ ખબર નથી અમને! આહાગ્રહવા એટલે જાણવા અમે જતા નથી અમારું જાણવાનું છોડીએ તો ત્યાં જાણીએને? અમારું જાણવાનું છો છૂટતું નથી સાદિ અનંત કાળ શરૂ થયું તે થયું આહ.... અફર! ક્ષાયિકવત્ છે, સમ્યગ્દર્શન! આહા..હા! અલ્પકાળમાં તો એમનો મોક્ષ થવાનો છે, કેવળજ્ઞાન થવાનું છે.
આ એમની વાણી છે! અતિ આસનભવ્ય ઘર્માત્માની, પરમાત્મા થવાની તૈયારીવાળા છે. આહા! એની વાણી અફર છે. જે એને ઝીલશે, અપનાવશે, પ્રયોગ કરશે આહ....આ જે વાત અત્યારે ચાલે છે ને ઈ પ્રયોગની વાત છે.
પાનું સામે રાખવું. આ ચક્ષુગોચર છે ને! આંખનો વિષય છે ને! આંખ જાણે છે ને! કે જ્ઞાન જાણે છે? આંખ જાણે છે. સામે રાખવું. વિચાર કરવો. કે આ જણાય છે કે મને કે ઈ સંબંધી મારું જ્ઞાન જણાય છે કે જ્ઞાયક જણાય છે? બસ! બસ! શેયથી વ્યાવૃત થયો છું અને અંદરમાં આવ્યો છું!
આ વિધિની વાત ચાલે છે હોં!
જ્ઞાન સ્વરૂપ આત્માના અસ્તિત્વને પક્કડે નહીં અને તદ્રુપ પરિણમે નહીં તો તે શેય નિમગ્ન રહે છે. જે જે બહારનું જાણે તેમાં તલ્લીન થઈ જાય છે. જાણે કે જ્ઞાન બહારથી આવતું હોય એવો ભાવ વેદા કરે છે. ઘણું બધું ભણી ગયો, ઘણા યુનિ ન્યાય જાણ્યા, ઘણા વિચારો કર્યા, પણ જાણનારને જાણ્યો નહીં. જ્ઞાનની મૂળ ભૂમિ નજરમાં આવી નહીં. તો તે બધું જાણ્યાનું શું ફળ? શાસ્ત્રાભ્યાસાદિનું પ્રયોજન તો જ્ઞાન સ્વરૂપ આત્માને જાણવો તે છે.
(બહેનશ્રીના વચનામૃત બોલ નં. ૩૮૧)
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com