________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૫૯
પ્રવચન નં. – ૨૦ પણ જણાય છે, હું જાણું એ જણાય-એનામાં શેયત્વ ને મારામાં જ્ઞાનત્વ! એનામાં પ્રમેયત્વ અને હું પ્રમાતા. આહા...! જો શાસ્ત્ર વાંચીને કાઢયું!! શાસ્ત્રમાંથી (માત્ર વાંચીને) કોને પ્રમેય સ્થાપ્યું? આહીંનું પ્રમેય રહી ગયું! એમાં શેય સ્થાપ્યું આમાં (પોતાનામાં) શેય ઉથાપ્યું!
(ખાસ લક્ષમાં લ્યો!) આ શેય નહીં થાય ત્યાં સુધી ઉપયોગ અંદરમાં આવશે નહીં. પાડિયાજી? કોક મને કહે તો પ્રમોદ આવે કે નહીં! ઝીલનારા છે.
હવે આગળ (પછીની ગાથા) સ્પર્શ!
અશુભ અથવા શુભ સ્પર્શ” સ્પર્શઇન્દ્રિય છે ને સામે પુગલમાં સ્પર્શ નામનો ગુણ છે. ટાઢી-ઊની અવસ્થા એમાં થાય છે. ઇ પર્યાય હોય છે, સ્પર્શ નામનો ગુણ હોય છે ને તેની ઠંડી ગરમ (આદિ) અવસ્થાઓ થાય છે. “સ્પર્શ તને એમ નથી કહેતો, આચાર્ય ભગવાન કર્યું છે કે સ્પર્શ તને એમ નથી કહેતો, એમ કહે છે “તને એમ નથી કહેતો” કેટલી કણા છે!! આહા..હા!
તને એમ નથી કહેતો સ્પર્શ કે: “તું મને જાણ' આહા...! બરફ કહેતો નથી કે તું મને જાણ, અગ્નિ કહેતી નથી કે તું મને જાણતું મને સ્પર્શ! આહા...હા! “અને આત્મા પણ...“ એક દ્રવ્ય બીજા દ્રવ્યને અડી શકતું નથી” ઈ વાત અત્યારે અહીં નથી. ઇ તો છે જ અડી શકે નહીં (વસ્તુસ્થિતિ છે) પણ....આ વાત તો ઇન્દ્રિયજ્ઞાન અને અતીન્દ્રિયજ્ઞાનની વચ્ચેના ભેદજ્ઞાનની અપૂર્વ વાત ચાલે છે.
સ્પર્શ તને એમ નથી કહેતો કે “તું મને સ્પર્શ' પુદ્ગલમાં સ્પર્શ નામનો એક ગુણ છે. અને એની ટાઢી-ઊની (આદિ) અવસ્થાઓ પણ થાય છે. એ અવસ્થા એમ કહેતી નથી કે તું મને જાણ. “અને આત્મા પણ પોતાના સ્થાનથી છૂટીને એટલે પોતાને જાણવાનું છોડીને આહા ! “લક્ષણ, લક્ષ્યને જાણવાનું છોડી દે તો લક્ષણે ય રહેતું નથી ને લક્ષ્ય પણ રહેતું નથી ” આહા..!
મીઠું (નમક) માં ખાર૫ નામનું લક્ષણ છે, એને છોડી દે અને દાળ ખારી થઈ જાય અને એ મીઠાનું ખારું લક્ષણ છૂટી જાય, તો ખારાપણું પણ ગયું ને મીઠું (નમક) પણ ગયું, બધું ય ગયું. એમ જ્ઞાન, જ્ઞાનનો પર્યાય (ઉપયોગ) જે લક્ષણ છે ને જે જીવને જ પ્રસિદ્ધ કરે છે અને અજીવને ન પ્રસિદ્ધ કરે! એનું નામ અતિ-નાસિત અનેકાન્ત છે. કથંચિત્ જીવને પ્રસિદ્ધ કરે! કથંચિત પરને પ્રસિદ્ધ કરે ! એમ છે જ નહીં.
આહા...હા ! “પોતાના સ્થાનથી છૂટીને કાયાના વિષયમાં આવેલા સ્પર્શને કાયગોચર છે ઇ. સ્પર્શ છેને! ઇ કાયગોચર છે. કાયા છેને એનાથી જ ટાઢી-ઊની અવસ્થા જણાય છે.
આવેલા સ્પર્શને ગ્રહવા જતો નથી” ભગવાન આત્માને આત્માનું જ્ઞાન, કહે છે કે અમારું જ્ઞાન, આહા....! ઠંડી હવા આવે, વરસાદ હોય, સખત તાપ હોય ઉનાળામાં, (મુનિરાજ) ધ્યાનમાં મગ્ન હોય ! ટાઢીને ઊની અવસ્થા અમને જણાતી નથી. આહા..અમારા જ્ઞાનનું શેય થતું નથી, અમારા જ્ઞાનનું શેય ભગવાન આત્મા છૂટે તો તો ઈ શેય બની જાય, પણ એ તો અસંભવ, અશક્ય છે. આહા...હા! ઘણો તાપ પડતો હોય! ધ્યાનમાં મગ્ન હોય, શિલા ગરમ થઈ ગઈ હોય, આહા! ધ્યાનમાં બેઠા છે. કાંઈ એમને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com