________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન
૨૫૮ ત્યારે...કોણ જાણે છે? અમે જાણનારો તને બતાવીએ છીએ અમે. હવે તો “હું પરને જાણું છું” એ છોડી દે! જાણનારો તને બતાવીએ છીએ કે એ ઇન્દ્રિયજ્ઞાનનો વિષય છે, એ તારો વિષય નથી. તારો વિષય તો એકલો તારો આત્મા અભેદ! આહા..હા! ઉત્પાદ, ધ્રુવને પ્રસિદ્ધ કરે છે. વિશેષ, સામાન્યને પ્રસિદ્ધ કરે છે. વિશેષ, વિશેષને નહીં અને વિશેષના વિષયોને પણ નહીં.
અધ્યાત્મ શિબિર છે આ તો!
આહા....! “રસના ઇન્દ્રિયના વિષયમાં આવેલા રસને ગ્રહવા એટલે જાણવા જતો નથી” ભગવાન આત્માને આત્માનું જ્ઞાન, આત્માને જાણવાનું છોડી-પ્રકાશ, પ્રકાશકને પ્રકાશવાનું છોડીને અને ઘટપટને પ્રકાશવા જતો નથી. અત્યારસુધી એવું બન્યું નથી. એમ દેખાતું નથી અમને તો !
શું કહ્યું? ઇ આવશે ટીકામાં. આ...શું વાત કરો છો? દીવાનો સ્વભાવ સ્વ-પર પ્રકાશક છે લ્યો! દીવો દીવાને પ્રકાશે ને ઘટપટને પણ પ્રકાશે, ભલે વ્યવહારે! સાંભળ ભાઈ સાંભળ! વ્યવહારની વાત તે સાંભળી છે ઇ અમને ખબર છે. વ્યવહારનો “પક્ષ” પણ છે!
પણ...તને શુદ્ધનયનો ઉપદેશ મળ્યો નથીને! અને ખરેખર રુચિપૂર્વક તેં (એ વાત ) સાંભળી પણ નથી. ઇ આવશે (ટકામાં) દીવાનો દષ્ટાંત આપશે. આહાહા! દીવાના દષ્ટાંતથી આંહીયા જ્ઞાનની સિદ્ધિ કરશે.
રસના ઇન્દ્રિયના વિષયમાં આવેલા રસને પોતાના સ્થાનથી છૂટીને-પોતાને જાણવાનું છોડીને ચોવીસે ય કલાક, આઠેય પહોર એ જ્ઞાન આત્માને જાણે છે. તો કે થોડીક વાર તો એ છટ્ટે આવે ત્યારે તો એ પરને જાણે કે નહીં ?
આહાહા! એવું શલ્ય ગરી ગયું છે કે મિથ્યાશલ્ય છે ઇ...બંધ અધિકાર' માં આચાર્ય ભગવાને એક અપૂર્વ વાત કરી. કે જેવી રીતે... હું પરને મારી શકું, જીવાડી શકું, સુખી-દુ:ખી કરી શકું (આવો અભિપ્રાય) એ પ્રભુ! ભાવબંધ છે મિથ્યાત્વ છે. મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન ને મિથ્યાચારિત્ર છે. પરને મારી શકું, જીવાડી શકું છું તો ઠીક! પરને સુખી કરી શકું, આહા...હા ! પરને મારા બોધથી હું સમ્યગ્દર્શન આપી શકું આહા...હા !
મૂરખ મૂઢ છે! એ કંઈ સમજતો નથી. એ...તો ભાવબંધ છે, પણ “બંધ અધિકાર માં ભાવબંધની એક પરાકાષ્ઠા છે! એની વાત મારે કરવી છે.
આ તો બધા જીવ સ્વીકારે. પરને મારવાનો અભિપ્રાય, જીવાડવાનો (ભાવ) સુખીદુ:ખી કરવાનો અભિપ્રાય એ તો મિથ્યા છે. એ તો બની શકતું નથી. માટે ભાવબંધ-મિથ્યાત્વ થાય છે બરાબર છે. આગળ જાતાં (આચાર્યદવ) કહે છે આહા..હા! સંત! “ધર્માસ્તિકાય મને જણાય છે, જા તને મિથ્યાદર્શનનો દોષ લાગ્યો! '
અરે ! છ દ્રવ્ય મને જણાય ! એમાં અધ્યવસાન છે તારું! આ બધું (લખાણ) આમાં છે. આહા...! “બંધ અધિકાર” માં છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com