________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૫૭
પ્રવચન નં. – ૨૦ હોય તેને અસત્યાર્થ-અભૂતાર્થ જાણી એનું શ્રદ્ધાન છોડશે!! આહા ! બસો વર્ષ પહેલાં જ્ઞાની થયા. “આચાર્યકલ્પ” ની જેને ઉપમા સમાજે આપી હતી.
અહીંયા કહે છે કે હવે “અશુભ અથવા શુભ રસ તને એમ નથી કહેતો” ખાટો-મીઠો રસ તને એમ નથી કહેતો..કે: “તું મને ચાખ” આહા...હા ! લીંબુ કે કરી કે દાડમ કે મોસંબી જે હોય તો ખાટા-મીઠા રસ તને કહેતા નથી કેઃ “તું મને ચાખ’ આહા! અને આત્મા પણ પોતાનું સ્થાન છોડીને રસના ઇન્દ્રિયના વિષયમાં આ જીભ છે ને! ઈ આ દ્રવ્યઇન્દ્રિય કહેવાય અને ત્યાં ઉઘાડ છે એને ભાવઇન્દ્રિય કહેવાય. ભાવઇન્દ્રિય અને દ્રવ્યઇન્દ્રિયને નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે, કર્તાકર્મ સંબંધ નથી. એ....ઉઘાડ આંહી જે છે ભાવઇન્દ્રિયનો.....આ (જીભ) દ્રવ્યઇન્દ્રિય છે. તો..એમાં જે રસ દેખાય છે–આવે છે રસ, ઇ કહેતો નથી કે તું મને ચાખ. “અને આત્મા પણ રસના ઇન્દ્રિયના વિષયમાં આવેલા '-આ ભાવઇન્દ્રિયનો વિષય છે. જ્ઞાનનો વિષય નથી.
રસ છે ખાટો-મીઠો ઇ જ્ઞાનનો વિષય જ નથી. પણ સાહેબ! વ્યવહારે તો જ્ઞાનનો વિષય છે કે નહીં? એ વ્યવહાર એટલે શું? મને (૮) કહે. મને તું સમજાવ. હું વ્યવહારની વાત બહુ સમજતો નથી. તું મને સમજાવ, વ્યવહાર એટલે શું?
કે જે પદાર્થ જ્ઞાનમાં પ્રતિભાસ થાય તેને ઉપચારથી એને જાણે છે એમ કહેવામાં આવે છે. ઉપચારનું કથન છે (તું) સાચું કથન માનીશ તો તને નુકશાન થશે. આહા..!! આ ભાવઈન્દ્રિયનો વિષય છે રસ!
દ્રવ્યઇન્દ્રિય, ભાવઇન્દ્રિય ને અતીન્દ્રિય-(રસ) અતીન્દ્રિય જ્ઞાનનો વિષય નથી. આત્મા તો અતીન્દ્રિય જ્ઞાનમય છે. ઇન્દ્રિયજ્ઞાનમય (આત્મા) નથી. એ ઈન્દ્રિયજ્ઞાનનો વિષય ક્યાંથી થાય ?
' રસના ઇન્દ્રિયના વિષયમાં આવેલા રસને જાણતો નથી' આહા! ભાવઇન્દ્રિય જાણે છે. એમ હું જાણું છું પણ હું એને જાણું છું એમ હું જાણતો નથી. ભાવઈન્દ્રિય જાણે છે એમ હું જાણું છું. સવિકલ્પ દશા એટલે હોં? આત્મામાં જાય એટલે ઇ એ નથી (નિર્વિકલ્પ ! નિર્વિકલ્પ ધ્યાન!!).
આ ધ્યાન રાખજો, આ છઠ્ઠાની (સવિકલ્પદશા હોય ત્યારની) વાત ચાલે છે, તો કહે છઠ્ઠામાં એટલું તો જાણે છે ને! ઇ તો છઠ્ઠાની વાત છે ભાઈ ! દોષમાં આવી ગયા છે સાધક! સાધક કહે છે: અમે છઠ્ઠામાં આવીએ છીએ એ તો દોષ છે અમારો ! શુદ્ધઉપયોગી મુનિ છે! આહા! દિગમ્બર મુનિઓ શુદ્ધોપયોગી હોય!
કેઃ એ ભાવઇન્દ્રિયનો વિષય છે રસ ! દ્રવ્યઇન્દ્રિયનો ય વિષય નથી. દ્રવ્યઇન્દ્રિય તો જડ છે. ભાવઇન્દ્રિયનો વિષય છે. અતીન્દ્રિયજ્ઞાનનો વિષય નથી માટે અમે એને જાણતા નથી. છઠ્ઠાગુણસ્થાને શુદ્ધઉપયોગ નથી. સમ્યજ્ઞાન છે, શુદ્ધપરિણતિ છે. દષ્ટિ આત્મા ઉપર જામી ગઈ છે. આહા...! અને કલમ ચાલે છે! છઠ્ઠી ગુણસ્થાને કલમ ચાલી !
આહાહા! આહાર લેવા (મુનિરાજ) જાય, ઘણા રસ આવે! અમે એને જાણતા નથી!! આહા...હા !
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com