________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન
૨૫૬ દુર્ગધને! સુગંધ-દુર્ગધને જે જાણે છે ઇન્દ્રિયજ્ઞાન એ પણ અમારું જ્ઞય નથી. એને અમે જાણતા નથી. અમે તો એનાથી ભિન્ન જાણનારને જાણીએ છીએ, એવું અમારું જ્ઞાન વર્તમાનમાં ઉત્પાદરૂપ થાય છે ને ઉત્પાદ, ધ્રુવને પ્રસિદ્ધ કરે છે. ઉત્પાદ ધ્રુવને પ્રસિદ્ધ કરે પછી વ્યય થાય છે!
એક વખતનો બનાવ છે. સોગાનીજી આવ્યા 'તા-પધાર્યા 'તા ત્યાં સોનગઢ, હું ત્યાં જ રહેતો 'તો લગભગ ૧૮-૧૯ ની સાલ છે. બધા મળ્યા! ચર્ચા ચાલતી હતી તેમાં એમણે કહ્યું કે ઉત્પાદ ધ્રુવને પ્રસિદ્ધ કરીને પછી વ્યય થાય છે. ઉત્પાદ-ધ્રુવને પ્રસિદ્ધ કરીને વ્યય થાય છે એટલે કે પરને પ્રસિદ્ધ કરીને વ્યય થાય એવું ઉત્પાદમાં છે જ નહીં. આ.હા..હા ! એની વાતો બધી તીખી હતી બહુ!
બીજો એક બનાવ બન્યો/કેમ કે આ એની (સોગાનીજીની) નગરી છે ને ! એટલે આંહી આવીએ એટલે વધારે યાદ આવે છે. એકવાર એવો બનાવ બન્યો. બપોરે વાં (મંદિરમાં) ભક્તિ ચાલે, વ્યાખ્યાન પછી ભક્તિ ચાલે. મંદિરમાં...બે બહેનો! ગુરુદેવ વગેરે.......અહીયા ઇ ચર્ચામાં બેઠા હોય, ચર્ચાના રસિક હોય છે તો અહીંયા તરતજ આવી જાય ને! ચર્ચા ચાલતી 'તી એમાં એક મુમુક્ષુએ કહ્યું કે ત્યાં ભક્તિ ચાલે છે, ત્યાં તમે જાતા નથી ? અહીં ચર્ચાનો તમને રસ છે બીજાને સમજાવવાનો ! એટલું કહ્યું શું અને સિંહગર્જના છૂટી..“યે સબ સ્વપ્નમેં હોતા હૈ હમેરેમેં નહીં હોતા ... આહાહા! શું એની મસ્તી! આ પલોઠીવાળીને બેઠા હોય તો જાણે પ્રતિમા હોય! આંખનું મટકું ન મારે!સ્થિર ચહેરો એકદમ સ્થિર!
બીજો એક પ્રસંગ બન્યો. મુંબઇમાં પધાર્યા ત્યારે ભાવનગરના આપણા હીરાલાલ જૈન, હીરાલાલજીને એની ઓફિસે આમંત્રણ આપ્યું આહારનું-જમવા માટે મહારાજને બોલાવ્યો બ્રાહ્મણને અને આહાર શરૂ કર્યો, તો મહારાજ તો બ્રાહ્મણ તો એણે હીરાલાલજીને કહ્યું: યહુ કૌન-સા મંદિરસે પ્રતિમાકો ઇધર ઉઠાકર બિઠા દિયા હૈ! (અર્થાત્ ક્યાંના મંદિરમાંથી પ્રતિમા લાવીને અહીં બેસાડી દીધી છે !).
અજબ-ગજબનો આત્મા થઈ ગયો! આહા! “દષ્ટિના વિષયની તો જાણે માસ્ટરી એની” આહા...! આવી અપૂર્વ વાતો અને ગુરુદેવના પ્રતાપે...એના શિષ્યવર્ગમાં પણ આવા હીરા પાકયા! એક કરતાં વધારે! એણે કહ્યું કે જણાઈ જ જાય છે! લોકાલોકતો જણાઇ જ જાય છે! એવો શબ્દ છે. “હું જાણું છું’ એમ નહીં. આહા..હા! ઘણા-ઘણા માર્મિક શબ્દો છે એના!
હવે આગળની (ગાથા) રસની વાત ચાલે છે. રસ, ખાટો-મીઠો રસ ! ખાટો-મીઠો રસ તો આપણે જાણીએ છીએ કે આપણે નથી જાણતા? ભૂલ થાય છે હોં? જાણે છે બીજો અને ઉપચારથી આવ્યું છે આત્મા જાણે છે! ઉપચાર સાચો લાગ્યો, મરી ગયો એમાં!! ઉપચાર સાચો લાગે વ્યવહાર, એમાં મરે છે જીવ!
ટોડરમલ સાહેબના બે વાક્યો, સુવાક્ય છે. “નિશ્ચયનય વડે જે નિરૂપણ કરવામાં આવ્યું હોય જિનાગમમાં તેને સત્યાર્થ-બૂતાર્થ જાણી, તેનું શ્રદ્ધાન કરજે!” અને વ્યવહારનય વડે જે નિરૂપણ આવ્યું
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com