________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૫૫
પ્રવચન નં. – ૨૦ થઇ ગઇ છે! યજ્ઞાયકનો સંકર દોષ!
“ઘાણ ઇન્દ્રિયના વિષયમાં આવેલી ગંધને” એ જ્ઞય જ્ઞયને જાણે છે. જ્ઞાન (પર) શયને જાણતું નથી. ઘાણ ઇન્દ્રિયને સુગંધ ને દુર્ગધ એ પણ શેય છે અને એને જાણનારું ( ઇન્દ્રિયજ્ઞાન) પણ શય છે. જ્ઞાન નથી. એમાં “જ્ઞાનની ભ્રાંતિ થઇ છે જીવને ! પણ ઇ જ્ઞાન નથી. આહા..હા!
જે જ્ઞાન આત્માને પ્રસિદ્ધ ન કરે અને કેવળ એકાંતે પ્રસિદ્ધ કરે પરને, એને ભગવાન જ્ઞાન કહેતા નથી.
“ગંધને પોતાના સ્થાનથી ટ્યુત થઇને '/છઠ્ઠીગુણસ્થાને લખે છે! આ લખે છે ત્યાં છઠું (ગુણસ્થાન મુનિરાજને વર્તે છે) આહાહા ! સવિકલ્પ દશા છે! તે વખતે કહે છે કે અમારું જ્ઞાન, આ લખાય છે એને જાણતું નથી. દ્રવ્યશ્રતને જાણનારું જ્ઞાન તો ચક્ષુઈન્દ્રિય છે!! દ્રવ્યશ્રુતને અમે જાણતા નથી. ભાવશ્રુતને જાણીએ તો ભેદથી જાણીએ છીએ (એમ કહેવાય) પણ અભેદથી તો શાયકને જાણીએ છીએ !!
આહા..હા ! ભેદથી કહીએ અમે....તો શ્રુતજ્ઞાનને અમે જાણીએ છીએ, શ્રુતજ્ઞાન છે. બસ! આહા...હા ! પણ અભેદથી તો એ શ્રુતજ્ઞાનમાં કેવળ આત્મા જ જણાય છે. પોતાના સ્થાનથી ટ્યુત થઇને '/છઠ્ઠી ગુણસ્થાને આ લખે છે હોં? “કે ગ્રહવા જતો નથી-જાણવા જતો નથી, આત્માનું જ્ઞાન કદી પણ-આમ તો અજ્ઞાનીનું જ્ઞાન પરને જાણવા જતું નથી પણ એને ભાન નથી. શું થાય ? જ્ઞાનીઓ ! અજ્ઞાનીને પાગલ કહે. અને અજ્ઞાનીઓ ! જ્ઞાનીને પાગલ કહે. ગુરુદેવની વાણી છે આ ! ગુરુદેવ ફરમાવતા કે વાત સાચી છે.
આહાહા ! શું...આ ટયુબલાઇટ જણાતી નથી? આ શું વાત કરે છે? પાગલ જેવી વાત કરે છે! આખા પેન્ડાલમાં બધાને પૂછો? કે ટયુબલાઇટ જણાય છે કે નહીં તમને? તો બધાય. અત્યારે તો હા નહીં પાડે! બહાર જઇને હા પાડશે! ભાઈ ! અદ્ભુતથી અભુત અંતર્મુખ થવાની વાત ચાલે છે “આ”..આ કલકત્તાનો પ્રોગ્રામ શુદ્ધ આત્માના દર્શન કેમ થાય ? શુદ્ધઆત્માનું સ્વરૂપ કેવું? ને એનાં દર્શન કેમ થાય? એ બે વાત અહીંયા ચાલે છે, ત્રીજી વાત તો આંહીયા છે નહીં.
પોતાના સ્થાનથી ટ્યુત થઇને ગ્રહવા જતો નથી” સુગંધને જાણવા જતું નથી જ્ઞાન. જો સુગંધને જાણવા જાય તો જ્ઞાન રહેતું નથી અને જ્ઞાન રહેતું નથી તો આત્મા રહેતો નથી. આહા...હા ! આ શશીભાઈની બાજુમાં બેઠા છે નેમીચંદજી પહાડિયા, સમજી ગયા? એ કહે: તમારી પાસે જેટલું સૂક્ષ્મમાં સૂક્ષ્મ હોય તેટલું આપજો, અમે બધું ઝીલીએ છીએ અને બરોબર જ આવે છે વાત, સો ટકા સચોટ સત્યાર્થ વાત આવે છે, બરાબર આવે છે વાત! મને કહ્યું ભલે થોડા પણ એવા નીકળે ને વિરલા! કે સૂક્ષ્મ આપો અમને !!
અમે પણ ગુરુદેવને વિનંતી કરતા રાજકોટ પધારે ત્યારે કહીએ, સૂક્ષ્મમાં સૂક્ષ્મ આપજો. અમે બધાં સૂક્ષ્મ બોધના અભિલાષી છીએ, અને કુદરતી એમની વાણીમાં (સૂક્ષ્માતિસૂક્ષ્મ તત્ત્વ ખરતું) ત્યાં એ પ્રકારની વાણી ખીલતી, ખીલી ઊઠતા 'તા આહ...હા ! કે અમે એને જાણવા જતા નથી સુગંધ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com