________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન
૧૩) જે જ્ઞાનમાં આત્મા જણાય (સ્વ) અનુભવમાં આવે તે જ્ઞાન તો આત્માનું છે, જે જ્ઞાનમાં જ્ઞાયકભગવાન જાણવામાં ન આવે અને એકાંતે પર જાણવામાં આવે, એવા ઈન્દ્રિય અને મનના જે વિષયો છે અને એ પરપદાર્થને વિષય કરીને ઉત્પન્ન થયેલું જે ઇન્દ્રિયજ્ઞાન થાય છે. થાય છે તે તેની યોગ્યતાથી પણ તેમાં નિમિત્ત કારણ આત્મા નથી. તેનું નિમિત્ત કારણ બાહ્યપદાર્થો છે. તેથી ઇન્દ્રિયજ્ઞાન નૈમિત્તિક છે.
(ઇન્દ્રિયજ્ઞાન) સ્વાભાવિક નથી અને નૈમિત્તિક હોવાથી વિભાવ છે. તેમ જ ઇન્દ્રિયજ્ઞાન કર્મબંધનું કારણ છે માટે બે (ય) જ્ઞાન ભિન્ન છે. આત્મજ્ઞાન ભિન્ન અને ઇન્દ્રિયજ્ઞાન ભિન્ન છે.
એ વાત આવી ગઈ. ફરીથી, હવે તેનો બીજો પારો, છેલ્લો છે. “વસુસ્વભાવ પર વડે ઉત્પન્ન કરી શકાતો નહીં હોવાથી -શયથી જ્ઞાન થતું નથી, સાંભળવાથી આત્મજ્ઞાન થતું નથી, શાસ્ત્ર વાંચવાથી આત્મજ્ઞાન થતું નથી, જ્ઞયથી તો જ્ઞાન ન થાય, એ તો કદાચિત્ એને
ખ્યાલમાં આવે! કે આત્માથી આત્માનું જ્ઞાન થાય, શયથી ન થાય......પણ શેયથી આત્માનું જ્ઞાન ન થાય તેથી (તો) આત્માના જ્ઞાનમાં પરપદાર્થો એનાં ય ન થાય! આત્મજ્ઞાનનો વિષય તો એકલો આત્મા છે. જેનાથી જ્ઞાન ઉત્પન્ન થાય તેને જ જ્ઞાન જાણે ! અને જેનાથી જ્ઞાન ઉત્પન્ન ન થાય તેને જાણે પણ નહીં!
શેયથી જ્ઞાન થતું નથી માટે શેયની સાથે કર્તાકર્મ સંબંધનો અભાવ છે. અને આત્માથી આત્માનું જ્ઞાન થાય છે માટે જ્ઞાનનું ઝેય તો આત્મા છે. પર પદાર્થ તે જ્ઞાનનું ઝેય નથી. એ ઇન્દ્રિયજ્ઞાનનું જ્ઞય છે, આત્માનું જ્ઞય નથી. આ તો ઉપાદાનની વાત કરી. પછી...ઇન્દ્રિયજ્ઞાનનો અભાવ થાય ત્યારે તો લોકાલોક કેવળજ્ઞાનનું જ્ઞય થાય કે ન થાય?
લોકાલોકથી જો કેવળજ્ઞાન ઉત્પન્ન થાય તો તો લોકાલોકને જાણે ને એનું શેય થઈ જાય, પણ લોકાલોકથી તો કેવળજ્ઞાનની ઉત્પત્તિ નથી. તે તો આત્માશ્રિત છે, આત્માથી કેવળજ્ઞાન પ્રગટ થાય છે, તેથી જેનાથી જે જ્ઞાન પ્રગટ થાય અભેદપણે તે જ્ઞાન તેને જ જાણે અને લોકાલોકને જાણે નહીં! આવી અપૂર્વ વાત છે!!
ત્યારે લોકાલોકને જાણે છે એવી વાત તો આવે છે ? તે પ્રતિભાસની મુખ્યતાથી વાત આવે છે. “લક્ષ” ની મુખ્યતા એમાં નથી. કાલે સ્વપરપ્રકાશક નું બહુ ચાલ્યુ (સ્પષ્ટીકરણ !) પ્રેમચંદજી કહે: તમે સ્વપરપ્રકાશકને માનો છો? અમે કોઈને કહ્યું હશે ને! એ બેઠા હશે. અને એણે સાંભળ્યું હશે. તમે સ્વપ્રકાશક! સ્વપ્રકાશકનો ઝંડો ફેલાવો છો (ને) આ શું છે? તમે સ્વ-પર પ્રકાશકને માનો છો કે નહીં?
હા, ભાઈ ! અમને આગમની વાત શિરોમાન્ય છે. અમે તો ત્રણ પ્રકારે સ્વપ્રકાશક' ને માનીએ છીએ! લે બોલ? ! અને તું તો એક પ્રકારે માને છે ત્યાં તો ઠંડો થઈ ગ્યો! ત્યારે ઇ (પ્રેમચંદજી) બેઠા હશે પચ્ચીસ વરસ પહેલાંની વાત, સાલ અને વાર સહિત કહી દે! કે તમે આમ કહ્યું હતું!!
આહાહા! એક પરને હું જાણું છું એ શલ્ય મોટું છે! એ (માન્યતા) કાઢનારી આ ગાથા (ઓ)
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com