________________
૧૩૧
છે!!
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
પ્રવચન નં.
૧૦
આહા...હા ! ‘વસ્તુસ્વભાવ ૫૨ વડે ઉત્પન્ન કરી શકાતો નહીં હોવાથી’–શેયથી આત્માનું જ્ઞાન થતું નહીં હોવાથી, ટીકાની છેલ્લી પાંચમી લીટી છે, (જુઓ!) ‘પરંતુ વસ્તુસ્વભાવ ૫૨ વડે ઉત્પન્ન કરી શકાતો નહીં હોવાથી' ૫૨ એટલે આત્મા સિવાય, બીજા જગતના પદાર્થો (સર્વે) પર છે. આહા...! દેવ-ગુરુ-શાસ્ત્ર વડે આ આત્માનું જ્ઞાન પ્રગટ થઈ શકતું નથી. દિવ્યધ્વનિ વડે આત્માનું જ્ઞાન ઉત્પન્ન થઈ શકતું નથી. સમ્યગ્દર્શનની ઉત્પત્તિ દિવ્યધ્વનિ વડે થઈ શકતી નથી. આહા...હા ! એનો ઉત્પાદક આત્મા છે. અને સૂક્ષ્મ દૃષ્ટિથી જોવામાં આવે તો પર્યાયનો ઉત્પાદક આત્મા છે. અને સૂક્ષ્મ દૃષ્ટિથી જોવામાં આવે તો પર્યાયનો ઉત્પાદક પર્યાય છે. ૫૨ તો નથી અને સ્વદ્રવ્ય પણ નથી. અહીંયાં તો પરિણામી દ્રવ્યની મુખ્યતાથી વાત ચાલે છે, ઓલી વાત (પરિણામનો કર્તા પરિણામ ) નથી લેતા અત્યારે.
આહા...હા ! ‘વસ્તુસ્વભાવ પર વડે ઉત્પન્ન કરી શકાતો નહીં હોવાથી ’– તેમજ' હવે બીજો બોલ ‘તેમ જ વસ્તુસ્વભાવ ૫૨ને ઉત્પન્ન કરી શકતો નહીં હોવાથી ’-આ... આત્મા જ જ્ઞાન છે ને આ આત્માજ શેય છે. જ્ઞાનપણ અહીંયાં ને જ્ઞેય પણ અહીંયાં! અને જ્ઞાતા પણ અહીંયાં છે!!
એને બદલે કોઈ એમ માને કે હું જ્ઞાતા છું (ને) આ જગતના ૫૨-પદાર્થો એ મારું Âય છે. તો એ મિથ્યાદષ્ટિ છે, એને અધ્યવસાન ઉત્પન્ન થઈ ગયું! · શેય-જ્ઞાયકનો ’ સંકરદોષ ઉત્પન્ન થઈ ગયો! આત્માની બહાર આત્માનું જ્ઞેય નથી, આત્માનું જ્ઞાન તો (આત્માથી ) બહાર ન હોય, એ તો માને (ગળે ઉતરે ) પણ...આત્માનું જ્ઞેય આત્માની બહાર ન હોય ( ગળે ઉતારવું કઠણ પડે!) પણ આત્માનું જે જ્ઞાન થાય તેનું જ્ઞેય આ જગતના (૫૨) પદાર્થો નથી !? કે ‘નથી ’? લાખવાર નથી! ક્રોડવા૨ નથી!! લે! તારે (આત્માનો ) અનુભવ કરવો હોય તો !! ૨ખડવું હોય તો તારી યોગ્યતા, એમાં કોઈ શું કરે! આહા...હા ! તું જ જ્ઞાન, તું જ શેય ને તું જ જ્ઞાતા છો પ્રભુ ! એટલા ત્રણભેદમાં (રોકાઈશ તો ) પણ અનુભવ ન થાય, તો પછી આ (જગત) જ્ઞાનનું શેય છે એ તો પ્રમાણની બહાર વયો ગયો ! અહા....હા ! એની દૃષ્ટિ તો ઘણી જ વિપરીત છે.
આહા ! હું જ્ઞાતા અને છદ્રવ્ય મારું જ્ઞેય, એવી ભ્રાંતિ તો અનાદિ કાળથી ચાલી આવી છે!! (જુઓ ! લક્ષમાં લ્યો!) છ દ્રવ્ય તો જૈનમતમાં આવ્યો તેને હોય, આ જૈનની (જૈનમતમાં આવેલાની) ભૂલ બતાવે છે, બીજામાં ( અન્યમતમાં) તો છદ્રવ્ય છે જ નહીં! : (અન્યમતને તો તેની ખબરે ય નથી.)
આહા....! હું જ્ઞાતા અને છ દ્રવ્ય મારાં શેય! (૫૨) પદાર્થ તો મારા નહીં, ૫૨૫દાર્થ તો મારા છે જ નહીં, પણ હું જ્ઞાતા અને આ માાં શેય! શું ૫૨ને જાણવું એ કાંઈ દોષ છે? (૫૨ને જાણવું એમાં શું વાંધો ?) ૫૨ને જાણેને રાગ-દ્વેષ ક૨વો એ તો કદાચિત્ દોષ લાગે કો ’કને ! બધાને તો ન લાગે ! પણ કદાચિત્ કો ’કને લાગે (ભાસે !) ૫૨ને જાણતાં રાગ-દ્વેષ થાય એ તો કષાયની ઉત્પત્તિ છે એ તો ઠીક
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com