________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updařes
જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન
૧૩૨
નહીં...પણ ‘હું રાગને જાણું છું' એ તો મારો ગુણ છે, ‘રાગને જાણવું' એ મારો સ્વભાવ છે!
(જ્ઞાની-અનુભવી કહે છે) એ તારો સ્વભાવ નથી. એ બીજો બીજાને જાણે છે, તું તને જાણી રહ્યો છો ભાઈ ! પાછો ફર! પાછો ફર!! અહા...હા ! રાગ-દ્વેષને અને બહારના પદાર્થોને જે જાણે છે તે તો બુદ્ધિનો (મનનો ) વિષય છે, જ્ઞાનનો વિષય નથી.
ચાલી ગયું (સ્પષ્ટીકરણ થઈ ગયું) કાંઈ રીપિટ (પુનરાવર્તન ) કરવાની જરૂર નથી, સમજી ગયા ? જે હતા એમણે સાંભળ્યું, નહોતા એણે સાંભળ્યું નહીં જમવાનું હોય ને બહારગામ ગયા હોય તો રહી જાય કે નહીં! અને અહીં હોય તો? આ દશ ગાથા અપૂર્વ ચાલી, હવે સરવાળો કરે છે (અલૌકિક ન્યાયથી આચાર્ય દેવ વર્ણવે છે)
વસ્તુસ્વભાવ ૫૨ને ઉત્પન્ન કરી શકતો નહીં હોવાથી' (ધ્યાન દયો !) જ્ઞાન અહીં રાખ્યું આત્માએ અને જ્ઞેય (ત્યાં બહા૨માં ) સ્થાપ્યું, એ મોટી ભૂલ છે. જ્યાં શેય સ્થાપ્યું છે ત્યાં જ તા૨ો ઉપયોગ જશે ! હવે તું પાછો ફર કે મારા જ્ઞાનનું જ્ઞેય તો મારો આત્મા જ છે. તો.........ત્યાંથી જે બહિર્મુખ ઉપયોગ અનાદિકાળનો ૫૨ને જાણવાની પ્રવૃત્તિમાં પડેલો, એ ઉપયોગ રોકાઈ જશે ક્ષણવાર! અને જે સામાન્ય ઉપયોગમાં ભગવાન આત્મા જણાતો 'તો આ બાળ–ગોપાળ સૌને, એ સામાન્યજ્ઞાનનું કન્વર્ટ થઈને (સામાન્ય જેવું વિશેષ થઈને) શુદ્ધ ઉપયોગ થઈને અનુભવ થઈ જશે!!
આહા....હા! સામાન્ય ઉપયોગ તો હતો, એમાં આત્માનો પ્રતિભાસ તો હતો અને એમાં નિર્ણયની શક્તિ પણ હતી (સાધન પ્રગટ છે) / કો'કને આવી પણ જાય છે અને પછી શુદ્ધોપયોગમાં અનુભવ થાય છે. ઇન્દ્રિયજ્ઞાનમાં તો અનુભવ થતો નથી (૫૨સન્મુખ છે) એ તો દૂર રહો, પણ જે જેનું ‘લક્ષણ' છે (ઉપયોગ) એ લક્ષણ-લક્ષ્યનો ભેદ, ‘ઉપયોગ લક્ષણમ્ ' ( કહ્યું છે ) એ ઉપયોગમાં પણ (દષ્ટિ હશે તો ) અનુભવમાં આવવાનો નથી. અનુમાનમાં આવે, પણ અનુભવમાં ન આવે !
ઇન્દ્રિયજ્ઞાનમાં તો એ (આત્મા) અનુમાનનો વિષય પણ નથી થતો, નથી આવતો! એવી અપૂર્વ ચીજ છે! (એને સમજવા) એણે થોડી બહારથી નિવૃત્તિ લેવી જોઈએ ! ( કારણ કે) એક તો પૂર્વના સમ્યગ્દર્શનના સંસ્કાર પણ નહીં, અને પૂર્વે દેશનાલબ્ધિના ઊંડા સંસ્કાર પણ ન હોય, તો એણે (એને) સમજવું જરા કઠણ પડે છે.
ન
પણ... ભલે ઊંડા સંસ્કા૨ એને ન હોય તો પણ ભલે એ પ્રકારે સંસ્કાર ન હોય તોપણ અત્યારે એની યોગ્યતા હોય ને સમજી જાય તો અત્યારે એને (આત્માનો) અનુભવ થઈ જાય!
આહા ! ‘વસ્તુસ્વભાવ ૫૨ને ઉત્પન્ન કરી શકતો નહીં હોવાથી ’–૫૨ એટલે ૫૨૫દાર્થ જે ભિન્ન છે. એને જ્ઞાનનું જ્ઞેય (આત્મા) બનાવી શકતો નથી એ તો ઇન્દ્રિયજ્ઞાનનું જ્ઞેય છે.
શું કહ્યું ? ઇન્દ્રિયજ્ઞાનનું જ્ઞેય થાય અને તારું પણ એ જ્ઞેય થઈ જાય એમ છે નહીં. (જુઓ !) સેક્રેટરીસાહેબ ‘ના’ પાડે છે!
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com