________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૩
પ્રવચન નં. – ૧૦ ઇન્દ્રિયજ્ઞાનનું શેય રાખને! કોણ “ના” પાડે છે! ઇન્દ્રિયજ્ઞાન એને જાણે છે એ તો કહી દીધું આચાર્ય ભગવાને! ત્યારે આ બધું રાગ-દ્વેષને (ઠાઠ-માઠને) કોણ જાણે છે? ઇન્દ્રિયજ્ઞાન જાણે છે, આત્માનું જ્ઞાન આત્માને જાણવાનું છોડીને એને જાણવા જતું નથી.
“આત્મા જેમ બાહ્ય પદાર્થોની અસમીપતામાં (પોતાના સ્વરૂપથી જ જાણે છે.) (શું કહે છે) આ આત્મા બાહ્ય પદાર્થની ગેરહાજરીમાં-જ્ઞયોના અભાવમાં એટલે નિમિત્તના અભાવમાં પણ ઉપાદાનથી આત્માને જાણે છે. એને નિમિત્ત કે પરયોની અપેક્ષા નથી.
આહાહા! “બાહ્ય પદાર્થોની અસમીપતામાં પોતાના સ્વરૂપથી જ જાણે છે' એ તો જાણનારને જાણે છે બાહ્યપદાર્થો હો કે ન હો!! પદાર્થની ગેરહાજરીમાં પણ પ્રકાશ તો પ્રકાશ જ છે. ( ત્યાં પડેલો) ઘડો લઈ લ્યો તો અંધારું થઈ જાય? પ્રકાશનું? એમ છે નહીં (બનતું જ નથી) અને ઘડો આવતાં પ્રકાશ (અજવાળું) વધી જાય, એમ છે નહીં. કેમ કે પ્રકાશ ઘડાઆશ્રિત નથી, (એ) પ્રકાશ દીવાશ્રિત છે. તેમ જ્ઞાન આત્માશ્રિત છે. શેયા શ્રિત નથી.
આહા ! જ્ઞાન પરાશ્રિત હોય જ નહીં, પરાશ્રિત રાગ હોય, પરાશ્રિત ઇન્દ્રિયજ્ઞાન હોય. પણ આત્મજ્ઞાન તો આત્માશ્રિત છે. “પોતાના સ્વરૂપથી જ જાણે છે” તેમ બાહ્ય પદાર્થની સમીપતામાં-એટલે કે જ્ઞયો ન હોય ત્યારે તો આત્મા આત્માને જાણે..પણ જ્ઞયોની હાજરી હોય-સવિકલ્પ દશા હોય-શયોને જાણનાર ઉપયોગાત્મકપણે ઇન્દ્રિયજ્ઞાન પ્રગટ થતું હોય, એવી યાકારઅવસ્થામાં આત્મા જણાય કે ન જણાય? કેઃ એ જ્ઞયાકારમાં આત્મા જણાય છે. યાકાર અવસ્થામાં પણ શેયોને જાણનારું ઇન્દ્રિયજ્ઞાન, જ્યારે જ્ઞાન થાય છે સવિકલ્પ દશામાં (સાધકને) ત્યારે પણ...ઇન્દ્રિયજ્ઞાન જ્ઞયોને જાણવા રોકાયેલું છે એ સમયે પણ ( સાધકનું) એ જ્ઞાન તો જ્ઞાયકને જાણે છે. એની ગેરહાજરી હોય કે એની હાજરી હો ! એની હાજરીની કે ગેરહાજરીની અપેક્ષા જ્ઞાનને નથી, જ્ઞાન નિરપેક્ષ છે !!
કુંદકુંદ આચાર્ય ભગવાને કહ્યું હતું (સમયસાર ગાથા. ૫) કે હું એકત્વવિભક્ત આત્માની વાત કહીશ. (તં યેત્તવિહત્ત વીઠું અપ્પો સવિવે.....) મેં વ્યવસાય કર્યો છે. તો વચ્ચે-વચ્ચે કોઈકે પ્રશ્ન કર્યો કે આપ એકલા (શુદ્ધ) આત્માની વાત કરો છો અને તો પછી આમ્રવની વાત કેમ કરો છો ! કે: આસવોથી ભિન્ન છે એવો આત્મા હું કહું છું! તું સમજતો નથી !
આહાહા! કે મેં વ્યવસાય કર્યો છે, એકત્વ-વિભક્ત આત્માની વાત કહીશ. ઇન્દ્રિયજ્ઞાનથી ભિન્ન આત્મા તે અતીન્દ્રિયજ્ઞાનમયી આત્મા છે. એ પ્રતિજ્ઞા મેં આ દશ ગાથા (૩૭૩ થી ૩૮૨) સુધી જાળવી રાખી છે તેમ ચારસો પંદરે ય ગાથા સુધી હું જાળવી રાખીશ. મારો વિષય બદલવાનો નથી. આહા! મારો વિષય બદલવાનો નથી!
એકત્વ એટલે ( અનંતગુણોનું એકત્વ) એક જ્ઞાયક આત્માની વાત કરવાનો છું અને એ જ્ઞાયકભાવમાં જગતના બધા પદાર્થો નાસ્તિરૂપ છે (એ વિભક્ત) એ (જગતના પદાર્થો) નાસ્તિરૂપ છે, એને જાણનારું (ઇન્દ્રિયજ્ઞાન) પણ તારું નથી. આ (ઈન્દ્રિયજ્ઞાન) મારામાં (અનુભૂતિમાં) નથી એ તો સવિકલ્પ દશામાં
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com