________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન
૧૩૪ ( ઉત્પન્ન થાય છે) આ ક્રોધનો તો મારામાં અભાવ છે, ઇ ક્રોધના અભાવને કોણ જાણે છે? ઇન્દ્રિયજ્ઞાન જાણે છે. આહા...હા! ક્રોધનો મારામાં અભાવ છે તેને ઇન્દ્રિયજ્ઞાન જાણે છે, હું તો મારા એકલા આત્માને ( જ્ઞાયકને) જાણું છું. અપૂર્વ વાત છે. ક્રોધ ભિન્ન છે એમ કોણ જાણે છે? એ....સવિકલ્પ દશામાં એને ઇન્દ્રિયજ્ઞાન જાણે છે, હું જાણતો નથી. આહાહા! (સાધકને) એકલું અંતરમુખજ્ઞાન અંતરમાં વળી ગયું છે અને આત્મામાં અભેદ થતું પ્રગટ થાય છે. (સાધકનું જ્ઞાન) અભેદ થતું વ્યય થઈ જાય છે, પર્યાયમાં ઉત્પાદવ્યય, ઉત્પાદવ્યય, ઉત્પાદવ્યય એમ અભેદ થતાં થતાં કેવળજ્ઞાન થાય છે અને ઇન્દ્રિયજ્ઞાનનો અભાવ થાય છે.
આહાહા! “બાહ્ય પદાર્થની સમીપતામાં પણ ”પદાર્થોની હાજરીમાં પણ, નિર્વિકલ્પ ધ્યાનમાં તો (એકલો) આત્મા જણાય છે. એમાં (પર) પદાર્થોની હાજરી છે નહીં. એમાં ઇન્દ્રિયજ્ઞાન ઉત્પન્ન (જ) થતું નથી. એ વખતે તો આત્મા જણાય. પણ (સાધકને) સવિકલ્પદશા આવે ત્યારે (તો) બાહ્યપદાર્થોનો સદભાવ છે, અને એને જાણનારું ઇન્દ્રિયજ્ઞાન પણ છે (છતાં) એવા કાળે પણ શેયાકાર અવસ્થામાં જ્ઞાયક જણાય છે, (૫૨) જોયો જાણવામાં આવતા નથી. અંદરની વાતો છે આ બધી. ધર્મ તો ધર્મીના આશ્રયે થશે, ધર્મ કરમના આશ્રયે-કર્મીના આશ્રયે થાય નહીં!!
પણ આત્મા એના સ્વરૂપથી જ જાણે છે એમ પોતાના સ્વરૂપથી જાણતાં એવા તેને (આત્માને) ' પોતાના સ્વભાવથી પોતાના સ્વરૂપને–પોતાને જાણતો એવો આત્મસ્વભાવ ! આહા ! “આત્માને વસ્તુસ્વભાવથી –વસ્તુનો સ્વભાવ જ એવો છે કે જ્યારે જ્ઞાન પોતાને જાણવારૂપે પરિણમે છે. “વસ્તુસ્વભાવથી જ વિચિત્ર પરિણતિને પામતા એવા મનોહર કે અમનોહર શબ્દાદિ બાહ્યપદાર્થો જરાય વિક્રિયા ઉત્પન્ન કરતા નથી પાંચ પ્રકારના શબ્દાદિક કહ્યા અને બે-ગુણ અને દ્રવ્ય કહ્યા, એ સાત પ્રકારના પદાર્થો છે, એ પદાર્થો હવે જ્ઞાનનું અજ્ઞાન કરી શકતા નથી. વિક્રિયા એટલે જ્ઞાનનું અજ્ઞાન થતું નથી, અને એ જ્ઞાનમાં રાગ-દ્વેષ ઉત્પન્ન થતા નથી.
શું કહ્યું? કેઃ “વિચિત્ર પરિણતિને પામતા એવા મનોહર કે અમનોહર અહા! મનને ગમતા અને અણગમતા પદાર્થ ! મનોહર મનને પ્રિય લાગે! ને અમનોહર મનને અપ્રિય લાગે ! એવા જે બધા શબ્દાદિ પદાર્થો–બધાજ લઈ લીધા! પાંચ ને બે સાત (બોલ) ! તે બાહ્ય પદાર્થો-સાચા દેવ-ગુરુ-શાસ્ત્ર તેને બુદ્ધિ (મન) જાણે છે, મનોહર છે એમ (મન) જાણે છે અને કુદેવને ( અમનોહર) એમ (મન ) જાણે છે.
કહે છે ભલે! મનોહર કે અમનોહર પદાર્થો, સમીપમાં હોય તો જ્ઞાનનું અજ્ઞાન થતું નથી. જ્ઞાન તો જ્ઞાનરૂપે પ્રગટે છે. પાપનાં પરિણામ હોય કે પુણ્યનાં પરિણામ હોય- અમનોહર છે તો પણ એ જ્ઞાનનું અજ્ઞાન થતું નથી.
- કેમ કે તેનું (સાધકનું) એમાં લક્ષ નથી, લક્ષ જ્ઞાયક ઉપર હોવાથી, એકલો અતીન્દ્રિયજ્ઞાન અને આનંદનો ભાવ પ્રગટ થાય છે! આપ્યું. હાઅતીન્દ્રિયજ્ઞાનમાં રાગ નથી, દ્વેષ નથી, મોહ નથી, સુખદુઃખ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com