________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૫
પ્રવચન નં. – ૧૦ નથી, એમાંથી તો પ્રવાહ અંતરમાં આનંદને જ્ઞાનની મૂર્તિ પ્રતિમા ને એમાંથી પ્રવાહ આવે છે. અતીન્દ્રિયજ્ઞાનનો જ પ્રવાહ અંદરમાંથી આવે છે...ને એક સમયનું ક્ષણિક શુદ્ધ ઉપાદાન એને ભોગવીને નિવૃત્તિ લે છે સમયે સમયે!
પણ ભગવાન આત્મા તો (ધ્રુવજ્ઞાયક) તે એને ભોગવતો નથી અને ભગવાન આત્મા ભેદને જાણતો નથી. એ ભેદને બુદ્ધિ જાણે છે તે પણ (સાધકની) સવિકલ્પદશામાં! નિર્વિકલ્પધ્યાનમાં તો કોઈ ભેદ દેખાતો જ નથી! (અભેદ! અભેદ!)
આનંદ લહેંગે મગર જ્ઞાતા રહેંગે' ભોક્તા (પરનો) નહીં થઈએ અમે એમ. કેમકે ભોગવે છે. બીજો ! અરે! એને જાણે છે ઈ બીજો. આહા ક્ષણિક ઉપાદાન એને ભોગવે છે ને ક્ષણિક ઉપાદાન એને જાણે છે ! હું તો મારા આત્માને જાણું છું! કેમકે (પર્યાય ઉપર) “લક્ષ” નથી, જેનાં ઉપર “લક્ષ” હોય એને જ જાણે અને જેના ઉપર “લક્ષ” ન હોય એને જાણે જ નહીં-એ ત્રિકાળાઅબાધિત નિયમ છે.
(બ્રાહ્મણને) લાડવાનું દષ્ટાંત આપ્યું હતું. ફરીને એમાં પુનરુક્તિ દોષ નથી. જેનાં ઉપર લક્ષ' હોય તે જણાય અને જેના ઉપર “લક્ષ” ન હોય તે જણાય નહી ' લક્ષ કહો કે રુચિ કહો (ધ્યેય કહો). બ્રાહ્મણને જમવાનું કહ્યું હોય તો તે બે દિવસ ભૂખ્યા રહે! છોકરાવ કહે, બાપા! જમી લ્યો ને! તોપણ જમે નહીં. તને ખબર ન પડે. રવિવારે લાડવા ખાવા છે (યજમાનને ત્યાં) લાડવા ખાવા છે. લાડવા! રવિવાર આવ્યો, ગોરબાપાના મોઢામાં લાડવો આવ્યો નથી ને ચિ બહુ છે. અમે તો નાની ઉંમરના હતા ને (ત્યારે) જોયું છે. પહેલાના કાળમાં તો આવડા મોટા-મોટા! બે લાડવા મૂકે ! હવે તો આ કાળે) લાડૂડી થઈ ગઈ ! નાનાં નાનાં! કેમ કે પેટ હવે હજમ ન કરે !
(ગોરબાપાની થાળીમાં) મોટા-મોટા બે લાડવા મૂકયા. આહા ! આવડા, આવડા ! સાથે ઊંધિયું, કચોરી, ભજીયા પત્તરવેલિયાને (ચટણી ને રાયતું ને શાકને ) ઘણું હતું, આખો થાળ ભર્યો છે. એણે તો સીધો લાડવા ઉપર હાથ મૂક્યો! બે લાડવા તો ચટણી કરી દીધા, ગોરબાપા કહે લાડુ લાવો..લાડવા! ગોરબાપા લાડવા લાવું છું પણ આ બધું (ઊંધિયું છે) સુરતની પાપડી મંગાવી હતી ને મસાલા ભરીને ભરેલા ભજીયા બનાવ્યા છે અને કચોરીમાં કાજુ ( કિસમિસ) મૂકયા છે...વાત તો તારી સાચી છે ભાઈ !
પણ. ખાવા ન હોય તો કાંઈ નહીં પણ નજર તો (એનાં ઉપર) ફેરવો (ગોરબાપાએ) આમ નજર ફેરવી, નજર ફેરવીને આમ આમ (ડોકું ઘુણાવીને ના, ના કર્યું! ઈ....(કંઈ ) મને દેખાતું નથી ! અરે! અમને દેખાય છે ને તમને દેખાતું નથી ! અમારું લક્ષ” લાડવા ઉપર છે એટલે લાડવા દેખાય છે. બીજું મને દેખાતું નથી! અમારું લક્ષ' લાડવા ઉપર છે એટલે લાડવા દેખાય છે, જેના ઉપર અમારી રુચિ નથી ત્યાં અમારું “લક્ષ” નથી. તે હોવા છતાં દેખાતું નથી! એ દાખલો આપ્યો.
(જુઓ!) એ...એમાં શોભનાબેનના એક બહેન છે, તેનો છોકરો પાંચ વરસનો (સમકિત) એ જમવા બેઠો હતો એમાં એની મમ્મીએ પૂછયું આ તને શું દેખાય છે? લાડવો દેખાય છે. સેવ નથી
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com