________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન
૧૩૬ દેખાતી? મને નથી દેખાતી, પાંચ-છ વરસના છોકરાંએ ‘આ’ જવાબ આપ્યો, એ વાત આવી.
આહા...હા ! એ...વાત એવી છે કે જો સત્ નો કહેનારો નીકળે ને તો સને પકડનારા નીકળે ! નીકળે ! ને નીકળે ! છ વરસના બાળકે વાત પકડી લીધી. મને લાડવો જણાય છે મમ્મી! અરે મને સેવ પણ જણાય છે ને તને સેવ જણાતી નથી? તને ભલે સેવ જણાતી હોય, મને સેવ જણાતી નથી, એવી ચર્ચા કરી છ વરસના છોકરાએ એની મમ્મી સાથે ! આહા...હા ! જામનગરમાં હોં?
અરે! જેનાં ઉપર “લક્ષ” છે-જ્ઞાનીને જ્ઞાયક ઉપર “લક્ષ' છે. લડાઈમાં ઊભા છે ચક્રવર્તી તો પણ એને “જ્ઞાયક’ સિવાય કાંઈ દેખાતું નથી.
(મનને પ્રશ્ન ઊઠ) ત્યારે આ બધાને જાણનારો? એ પરને જાણનારું ઈન્દ્રિયજ્ઞાન જુદું ને સ્વને જાણનારું અતીન્દ્રિયજ્ઞાન જુદું છે. સમય એક! પર્યાય એક! ભાગ બે છે. (બે જ્ઞાનોનું સૂક્ષ્મ ભેદજ્ઞાન!) ગઈ કાલે ઝૂંબકભાઈએ પ્રશ્ન કર્યો હતો. અગાઉના કાળમાં સીત્તેર વર્ષ
હેલાંની વાત કરે છે. ત્યાં સર્પ લઈને આવે (મદારી) બે મોઢાવાળા સર્ષ! એને મોઢા બે હોય ! એમ જ્ઞાન (પર્યાય ) એક ! સમય એક અને એનાં બે મુખ! થઈ જાય છે. થોડું બહિર્મુખ ને થોડું અંતરમુખ !
આહા...હા! સર્વથા અંતર્મુખ રહે તો કેવળજ્ઞાન થઈ જાય, અને સર્વથા બહિર્મુખ હોય તો ઉપયોગનો નાશ થઈ જાય, તો આત્મા રહેતો નથી. આહા..હા! એવી વાતો છે! (અલૌકિક !)
પોતાના સ્વરૂપથી જ જાણતા એવા તેને' (આત્માને) વસ્તુસ્વભાવથીજ વિચિત્ર પરિણતિને પામતા એવા '...(મનોહર કે અમનોહર શબ્દાદિ બાહ્ય પદાર્થો જરાય વિક્રિયા ઉત્પન્ન કરતા નથી) એ જ્ઞાનનું કોઈ અજ્ઞાન કરી શકતા નથી. (સમયસારમાં) શંખનો દાખલો આવે છે કે ધોળો શંખ છે ધોળો, ઈ કાળા પદાર્થ ખાય-“શંખ' નામનું એક તિર્યંચ (સમુદ્રનું) જનાવર છે, એનું શરીર ધોળું અને અને એ પદાર્થ ખાય કાળો (કાદવ આદિ) તો પણ એ ધોળાભાવને એ કાળો ભાવ કરી શકતો નથી. અને એ જ શંખ પોતે સ્વયમેવ ધોળા ભાવનો અભાવ કરીને કાળા (આદિ) રૂપે પરિણમી જાય છે, એમાં પરપદાર્થ અકિંચિત્કર છે. તેમ પર પદાર્થો મનોહર હોય કે અમનોહર હોય, એ જ્ઞાનનું બિલકુલ અજ્ઞાન કરી શકતા નથી. સાચા દેવ-ગુરુ-શાસ્ત્ર હોય તોપણ જ્ઞાનની (પ્રગટતા) વૃદ્ધિ એનાથી થતી નથી.
આત્માથી (આત્મ) જ્ઞાન પ્રગટ થાય છે, આત્માશ્રિત વધે છે ને આત્માશ્રિત પૂર્ણાનંદની પ્રાપ્તિ થાય છે. આદિ-મધ્ય-અંતમાં જ્ઞાનીઓને આત્માનું અવલંબન છે.
અહા! અજ્ઞાનીને પરનું અવલંબન છે. અજ્ઞાન કેમ ? કે ઇન્દ્રિયજ્ઞાન ઈઝ ઈકવલ ટૂ (બરાબર) અજ્ઞાન! અ..જ્ઞાન! એ જ્ઞાન આત્માને જાણતું નથી. માટે તેને અજ્ઞાન કહેવામાં આવે છે.
સાધકને સમ્યજ્ઞાન હોવા છતાં એ અજ્ઞાન નથી. સાધકનું જ્ઞાન બધું સમ્યફ થઈ ગયું છે, હવે મિથ્યાજ્ઞાન તો નથી છતાં તે માનસિકજ્ઞાન સમ્યક હોવા છતાં આત્મિક જ્ઞાન નથી, ઈ પરલક્ષવાળું (પરસત્તાવલંબી) જ્ઞાન છે. આહા...! મનોહર કે અમનોહર શબ્દાદિ બાહ્યપદાર્થો જરાય વિક્રિયા ઉત્પન્ન કરી શકતા નથી. લ્યો, આ ગાથા પૂરી થઈ. હવે ટોટલ મારે છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com