________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૭
પ્રવચન નં. - ૧૦ આ રીતે આત્મા દીવાની જેમ દીવાનું દષ્ટાંત આપ્યું છે. “પર પ્રત્યે સદાય ઉદાસીન છે” આત્મા પરનું બિલકુલ “લક્ષ” કરતો નથી. અને જે પરનું “લક્ષ” કરે છે તે અનાત્મા છે, અજ્ઞાની છે. આહા! ભલે થોડો ટાઈમ ઇન્દ્રિયજ્ઞાન પરનું લક્ષ કરે. પણ હું પરનું “લક્ષ' કરું એવો મારો સ્વભાવ નથી. ઇન્દ્રિયજ્ઞાનથી અતીન્દ્રિયજ્ઞાનમયી આત્મા ભિન્ન છે, તેનું લક્ષ કરતાં જે “ઉપયોગ લક્ષણ છે તે શુદ્ધ ઉપયોગ અતીન્દ્રિયજ્ઞાન (મય) થઈને તે પરિણામે પરિણમી જાય છે અંદર અભેદ થાય છે (અર્થાત્ સામાન્ય જેવું વિશેષ પરિણમે છે) ત્યારે લક્ષ-લક્ષ્યનો ભેદ રહેતો નથી, આમ પરથી સદાય ઉદાસીન છે- મધ્યસ્થ છે, તટસ્થ છે અર્થાત્ (કોઈપણ) સંબંધ વગરનો છે.
આ આત્માને પરની સાથે કોઈ સંબંધ નથી. “નાસ્તિ સર્વોડપિ સમ્બન્ધઃ' (સ, સાર કળશ ૨00) “પદ્રવ્યાત્મતત્ત્વયોઃ” આ ભગવાન આત્મા છે એને પરપદાર્થની સાથે “કર્તાકર્મ સંબંધ' નથી, “નિમિત્ત નૈમિતિક સંબંધ' નથી, પર નિમિત્ત થાય અને અહીં નૈમિત્તિક થાય એમ નહીં ને અહીં નિમિત્ત થાય ને પરપદાર્થની પર્યાય નૈમિત્તિક થાય એમ છે નહીં અને આત્માને “જ્ઞાન-શયસંબંધ” પણ નથી.
આહા...હા ! પંચપરમેષ્ઠિ જણાતા નથી! આ ઉપકારી ગુરુ પણ જણાતા નથી! એને જાણનારું તને જ્ઞાન તો આપ્યું (બતાવ્યું). ઈન્દ્રિયજ્ઞાન અને જાણે છે. હું મારા સ્વભાવને છોડીને એને જાણવા જતો નથી.
દશ ગાથા બહું ઊંચી છે! (શ્રોતા.) બહુ ઊંચી છે! હૈ! (ઉત્તર) બહુ ઊંચી છે. મેં કહ્યું: સને કહેનારા હોય ને તો એને પકડનારા કો” ક વિરલા હોય, જ્ઞાની ની વાણી વાંઝણી ન જાય! એક કરતાં વધારે હોય, એક જ ન હોય! !
ઇન્દ્રિયજ્ઞાનમાં જ્ઞાનની ભ્રાંતિ થઈ છે. ઈ પુસ્તક બહુ ઊંચું છે એનું નામ ઇન્દ્રિયજ્ઞાન....જ્ઞાન નથી” એટલે ઇન્દ્રિયજ્ઞાન એટલે અજ્ઞાન, ઈ જ્ઞાન નથી. પણ તે નામ નિક્ષેપે છે! જેમ “મહાવીર' છોકરાનું નામ હોય અને બિલાડી નીકળે તો ભાગી જાય... અલ્યા! પણ તારું નામ “મહાવીર' છેને! ને ભાગી જાય છે? તે તો નામમાત્ર છે, પણ મારામાં “મહાવીર' ના ગુણ નથી. નામ રાખ્યું હોય એટલે મહાવીર થઈ જાય? એમ ઇન્દ્રિય...જ્ઞાન કહ્યું એટલે “જ્ઞાન” થઈ ગયું? ( શ્રોતા ) ન થઈ ગયું !
એમ ઘણાંના નામ આવે છે, તીર્થંકરના નામ હોય ને તેવા નામ (પાડ્યા) હોય! સમજી ગયા? અમારા દીકરાના દીકરાનું નામ એના ફૈબાએ પાડયું સમકિત ! પછી આપણે એને સમકિત કહીને બોલાવીએ ત્યારે જ આવે ને! એનું નામ સમકિત! તો શું સમકિત થઈ ગયું એને ? આ રજનીના દીકરાનું નામ સમકિત છે !
સમકિત કહે..તો તરત આવે!
એમ...ઇન્દ્રિયજ્ઞાનમાં, જ્ઞાન શબ્દ (સાથે) આવે છે તો એ શું જ્ઞાન થઈ જાય છે? (શ્રોતા ) ન થઈ જાય. (ઉત્તર) સર્વથા ન થાય! ભ્રમણા થાય! શાસ્ત્ર જ્ઞાન તે (આત્મ) જ્ઞાન નથી સાંભળ! શાસ્ત્રથી જો જ્ઞાન ઉત્પન્ન ન થાય તો ફેકટરીથી તો કયાંથી થાય?
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com