________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન
૧૩૮ જડભાવે જડ પરિણમે, ચેતન ચેતન ભાવ;
પલટે નહીં છોડી આપ સ્વભાવ!' અહા ! “તે સદાય ઉદાસીન છે'–દીવો છે તેને કોઈ વિક્રિયા કરતું નથી. દીવાના પ્રકાશમાં કોઈ ઝેરી પદાર્થ હોય, કોઈ બીજા ખાટા-મીઠા પદાર્થ હોય તો એનાથી પ્રકાશની પર્યાયમાં કોઈ ફેરફાર થતો નથી. એમ જ્ઞાનની પર્યાયમાં ગમે તેટલા (ગમે તેવા) પદાર્થ પ્રતિભાસે, પણ તેને જાણતો નથી. એ એનો પ્રતિભાસ પરપદાર્થનો. જ્ઞાનનું અજ્ઞાન અર્થાત વિક્રિયા ઉત્પન્ન કરતો નથી.
અત્યારે આપણા ભાવિ તીર્થકર થવાના છે શ્રેણિક મહારાજા, તે પહેલી નરકમાં છે, ચોરાશી હજાર વર્ષનું આયુષ્ય છે તો ત્યાં (નરકક્ષેત્રે) બાહ્ય પદાર્થ ઘણા અમનોહર છે, તો શું એનું જ્ઞાન વિક્રિયાને પામે ? જ્ઞાનનું અજ્ઞાન થઈ જાય? ક્ષાયિક સમ્યગ્દષ્ટિ છે કોઈ દિ'ના થાય! ત્યાંથી નીકળીને ત્રણલોકના નાથ થવાના છે. છ મહિના પહેલાં તો રતનની વર્ષા થશે અને પછી નવ મહિના ગર્ભમાં આવશે અને માતાને સોળ સ્વપ્ના આવશે અને એ સ્વપ્નાનું ફળ પૂછશે માતા (તીર્થકરના) પિતાને, ત્યારે કહેશે તારો પુત્ર (તીર્થકર થવાનો છે) એ બધું અહીં (પંચકલ્યાણક સમયે) આવ્યું હતું, જોયું તું!
એ (તીર્થકરનો) જન્મકલ્યાણક કરવા દેવો પણ આવે અને ઇન્દ્રો પણ આવે, તો કહે છે કે એને જાણનારું જ્ઞાન આત્માનું જ્ઞાન નથી. એ તીર્થકર સાક્ષાત બિરાજમાન હોય એને જાણનારું જ્ઞાન આત્માનું જ્ઞાન નથી. એ ઇન્દ્રિયજ્ઞાન છે આહા...હા...હા! એના પ્રત્યે જ્ઞાની ઉદાસ છે! તટસ્થ છે! મધ્યસ્થ છે! એ...તીર્થકર સાક્ષાત્ જોય થઈ જાય ને અહીં જ્ઞાન થાય ને આ જ્ઞાનનું એ શેય થઈ જાય, ત્રણકાળે બનતું નથી. આ (સ્વ) શેય છૂટે નહીં અને ઓલું (પર) શેય થાય નહીં.
ઇન્દ્રિયજ્ઞાન એને જાણ્યા વગર રહે નહીં, જાણે...તો...જાણે ! એનો સ્વભાવ છે (પરને) જાણવાનો તો જાણો! હું સાક્ષાત્ તીર્થંકર પરમાત્માને જાણે એવો હું નથી. બધા આત્માની વાત ચાલે છે હોં? એ તો સ્વાંગ છે, તીર્થકર પ્રકૃતિ તો સ્વાંગ છે. ઈ કાંઈ આત્માનો સ્વભાવ નથી. તીર્થંકર પ્રકૃતિ એક પ્રકાર છે ભજી જાય છે! બધાથી ઉદાસીન છે ( જ્ઞાની ધર્માત્મા!)
અહીં કોઈને એમ લાગે કે આ તીર્થકર ભગવાનનો અવિનય? અરે ! પ્રભુ એ તે આત્માને જાણવું છોડયું ને એ મોટો અવિનય છે. હવે આત્માને જાણવું એના જેવો કોઈ વિનય નથી ! આત્માને જાણ્યા વિના ચારગતિમાં (જીવો) રખડે છે.
જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુ:ખ અનંત' (–શ્રીમદ્રાજચંદ્ર) કર્મોના ઉદયથી દુ:ખી થયો નથી, પોતાના સ્વરૂપને જાણવાનું ભૂલી ગયો, પરને પોતાનું માન્યું આહા...હા! “જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત ભૂતકાળમાં અનંતાનંત કાળથી રખડે છે, દુઃખને ભોગવે છે. પર્યાયમાં! (આત્મ) દ્રવ્ય તો દુ:ખને ભોગવતું નથી, ભોગવે છે ત્યારે દ્રવ્ય તો ભોગવતું નથી એમ વિચારમાં લઈ લેવું, ભાષા ન આવે તો કાંઈ નહીં (ભાવ પકડી લેવો) ભેદજ્ઞાન ચાલુ થઈ જાય છે કે આ નારકીના જીવો બહુ દુઃખ ભોગવે છે એમ આવેને જ્યારે જ્ઞાનીની વાણીમાં ત્યારે વિચારવું કે પ્રભુ! એ એક સમયની
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com